Book Title: Siddhachakra Varsh 03 - Pakshik From 1934 to 1935
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
, , , ,
, , , ,
૨૩
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૨-૧૦-૩૪ દિવસે ચતુર્માસ કરવા લાયક ક્ષેત્રમાં ગયા હોય અને તૃણ ડગલ વિગેરે ચાતુર્માસને લાયકની સામગ્રી પાંચ દિવસમાં એકઠી કરી શક્યા ન હોય, અને તેથી અષાઢી ચતુર્માસીને દહાડે પર્યુષણા જે ઉત્સર્ગ માર્ગની છે તે કરી શક્યા ન હોય અને તેથી તેઓને તૃણ ડગલ વિગેરે ચોમાસાને લાયકની વસ્તુઓ ચતુર્માસી પછી એકઠી કરવી પડે તેથી તે પાંચ દિવસો વીત્યા બાદ શ્રાવણ વદિ પાંચમે અવસ્થાનરૂપી પર્યુષણા કરે. એવી રીતે જેને જેને તે ચતુર્માસને લાયકની તૃણ ડગલ આદિ સામગ્રી - એકઠી થઈ શકે તેઓને અપવાદપદે આગળ આગળ પણ દશ પૂરણ તિથિઓમાં પર્યુષણ કરવાની શાસ્ત્રકારો અપવાદથી રજા આપે છે, અને તેથી જ સંવચ્છરીની પહેલાના દશે પર્વોમાં અવસ્થાનરૂપી પર્યુષણાનું અનિયમિતપણું જણાવે છે, પણ તે તૃણ ડગલાદિની સામગ્રી નવ પર્વમાં એકઠી ન થઈ હોય તો પછી દશમા પંચકરૂપી દશમા પર્વે તો જરૂર પર્યુષણા કરવી જ જોઈએ. ઉપર પ્રમાણે પર્યુષણા કરવાનો છેલ્લામાં છેલ્લો જે દિવસ શાસ્ત્રકારોએ સામગ્રીના સંભવે કે અસંભવે નિયત ર્યો છે તે જ દિવસને પર્યુષણા તહેવાર તરીકે ગણવામાં આવે છે, અને દેવતાઓ પણ નંદીશ્વરદ્વીપમાં તે અવસ્થાનરૂપી પર્યુષણાના છેલ્લા વખતને પર્યુષણા તરીકે માની નંદીશ્વરદ્વીપમાં અષ્ટાદ્વિકા મહોત્સવ કરે છે. જો એમ ન માનીએ અને ઉત્સર્ગમાર્ગે અષાઢ ચતુર્માસીને દિવસે અવસ્થાન થતું હોવાથી તેને જ પર્યુષણા માનીએ તો અષાઢ ચોમાસીની અઠ્ઠાઈ અને પર્યુષણાની અઠ્ઠાઈ એકરૂપ થઈ જાય અને તે બેના એકરૂપ થવાથી શ્રીજીવાભિગમ વિગેરેમાં ચતુર્માસિક અને પર્યુષણાની જુદી જુદી અઠ્ઠાઇઓ આરાધવાનું કહેલું છે તે બની શકેજ નહિ, માટે પર્યુષણાના છેલ્લા પંચકની છેલ્લી તિથિને જ પર્યુષણા તરીકે ગણી દેવતાઓ પણ તે અંત્ય પર્યુષણાના દિવસને અનુલક્ષીને જ અઢાઈ મહોચ્છવ કરે છે એમ માનવું પડશે, અને તે જ અંત્ય દિવસને અનુસરીને જ આપણે પણ તે અંત્ય દિવસના સાથેના આઠ દિવસને પર્યુષણા અાહ્નિકા અને પર્યુષણ પર્વ તરીકે જાણીએ અને ઉજવીએ છીએ. આ હકીકતથી દશ પર્વના છેલ્લા દિવસમાં આપણે પણ પર્યુષણા માની તે અઠ્ઠાઈ આરાધ્ય ગણીએ છીએ. પર્યુષણા અવસ્થાનની અનિયમિતતાનાં કેટલાંક કારણો -
ઉપર જણાવેલી દશ પર્વમાં કરાતી અપવાદિક પર્યુષણા અને દશમા પર્વના છેલ્લા દિવસને ઉદેશીને ગણાતી પર્યુષણાને અનુલક્ષીને તે દિવસ આઠમો થાય તેવી રીતે પર્યુષણા કરવાનું જે જણાવવામાં આવ્યું છે, તે માત્ર અવસ્થાનરૂપી પર્યુષણાને અંગે તેમજ તેના અનવસ્થિતપણાને અંગે છે. પણ વર્તમાનકાળમાં મૂળસૂત્રકાર, ચૂર્ણિકાર અને ભાષ્યકારના સમયમાં તે અવસ્થાન પર્યુષણાની રીતિ અનિયમિતપણે ચાલતી હતી, પણ ભગવાન મહાવીર મહારાજના નિર્વાણ પછી તીર્થોલિક પન્નાની કહેવાતી ગાથા પ્રમાણે નવસંત્રાણું વર્ષ થયા પછી શ્રીશ્રમણ સંઘે તે અનવસ્થિત પર્યુષણાની વિધિનો પ્રતિબંધ કરીને અષાઢ ચાતુર્માસીને દિવસેજ અવસ્થાનરૂપ પર્યુષણા કરવાનો રિવાજ શરૂ ર્યો. જો કે સામાન્યદૃષ્ટિએ તે ગાથાઓમાં કે અન્ય સ્થળે અવસ્થાન પર્યુષણાનું અનિયમિતપણું બંધ કરવામાં કારણ જણાવવામાં આવેલું નથી, તો પણ એમ બનવાનો વધારે સંભવ છે કે નવસે ત્રણ વર્ષની પહેલાંના વખતમાં મુનિરાજોનો વધારે વિહાર અને ધર્મનું કેન્દ્રપણું મગધ દેશમાં હોય એ સંભવિત છે. આચાર્ય મહારાજ સુહસ્તિસૂરિજીની