________________
[ ૫૩ ]
પ્રશ્ન પૂછશું તો એમ જ કહેશે કે અમે કઇ જાણતા નથી, તો આપણી ધરતી ઉપર અનાદિકાળથી દરિયો નહોતો. જો એ વાત સર્વથા સાચી જ હોય તો તે આવ્યો કયાંથી ? ત્યારે આ અંગેનો ઉલ્લેખ માત્ર એક ‘શત્રુંજય માહાત્મ્ય’ ગ્રન્થમાં નોંધાયેલો જોવા મળે છે.
શ્રી ઋષભદેવ ભગવાનના વખતમાં નિયમ મુજબ જંબુદ્રીપને ફરતો લવણસમુદ્રનો દિરયો હતો જ પણ જંબુદ્રીપના કિલ્લાના તોતીંગ દરવાજાને તોડીને લવણસમુદ્રનો પ્રવાહ જંબુદ્વીપમાં પ્રવેશ કરી શકે તેમ ન હોવાથી દરિયાનું અસ્તિત્ત્વ જંબુદ્વીપમાં હોય જ કયાંથી ?
પણ બીજા શ્રી અજીતનાથજી તીર્થંકરના સમયમાં સગરચક્રવર્તી થયા. સૌરાષ્ટ્રમાં આવેલા શત્રુંજયતીર્થનું રક્ષણ ક૨વા માટે સમુદ્રદેવનું આરાધન કરી પ્રત્યક્ષ કર્યા અને દેવને આજ્ઞા કરી, એ દેવે લવણસમુદ્રની એક નહેરને જંબૂની જગતી--કિલ્લા નીચેથી જંબૂદ્વીપમાં દાખલ કરી ત્યારે નહેરના પાણીનો જબરજસ્ત પ્રવાહ ભરતક્ષેત્રમાં એવો ફરી વળ્યો કે ભરતક્ષેત્રની ભૂગોળ વ્યવસ્થાને ઘણી જ હાનિ પહોંચી.
બીજી બાજુ ભારતની ઉત્તરમાં તે વખતના તીર્થરૂપ અષ્ટાપદ પર્વત પાસે પણ દિરયો હતો એ વાત ત્રિશષ્ટિશલાકા ગ્રન્થમાં આવે છે. હિમાલયની જગ્યાએ જ દરિયો હતો એમ વૈજ્ઞાનિકો કહે છે, આથી ભૌગોલિક પરાવર્તનો કેવાં થતાં હોય છે તેનો ખ્યાલ આવશે. ત્રિશષ્ટિ બારમી સદીનો ગ્રન્થ છે.
*
આજના વૈજ્ઞાનિકોની બીજી વાત કહું
અહીં કહેવાતી વાત પણ ૯૯ ટકા લોકો જાણતા નથી હોતા. જાણવાની જરૂરિયાત પણ શું હોય ? દુનિયામાં હોય એટલું બધું જ જાણવું જરૂરી છે એવું થોડું છે. ભૂગોળના રસિકો હોય તેને રસ હોય, બીજાને શું રસ હોય ? વૈજ્ઞાનિકોએ આ ધરતી ઉપરના બધા ખંડોનો ખૂબ ઊંડો અભ્યાસ કર્યો. પહાડો, ખડકો, નદીઓ, જંગલો તેમજ બીજા અનેક સ્થળે જાતજાતના પ્રયોગો કરીને માહિતીઓના ઢગલા ભેગા કર્યા, પછી તેની તારવણી કરી અને એક નકશો બહાર પાડયો. તે નકશામાં એમને એશિયા, આફ્રિકા, યુરોપ ખંડને જોડેલા બતાવ્યા. એ નકશાને તેમને ગૌડવાના* પ્રદેશ' એવું નામ આપ્યું. આ નકશો જોઇએ તો હિન્દુસ્તાનમાંથી પગપાળા તમે લંડન, યુરોપ, રશિયા બધે જઇ શકો, એનો અર્થ એ થયો કે આ બધા ખંડો વચ્ચે દિરયો હતો નહિ. ભારતના નકશામાં જે સૌરાષ્ટ્ર છે, એનો ભાગ જે બહાર નીકળેલો છે, એટલો જ ભાગ બરાબર તેની સામી દિશામાં રહેલા આફ્રિકા ખંડમાં ખાડાવાળો છે એટલે એ સૂચવે છે કે આફ્રિકાની ધરતી ભારતથી ખસીને ગયેલી છે. વૈજ્ઞાનિકો કહે છે કે દરેક દેશો રોજેરોજ જરા જરા સરકી રહ્યાં છે તે રીતે આફ્રિકા પણ ભારત સાથેના જોડાણથી ગમે તે કારણે ધરતીને ધક્કો લાગવાથી ભારતથી આફ્રિકાનો વિભાગ જુદો થઇ ગયો છે.
વાચકોએ એક વાત ધ્યાનમાં રાખવી જોઇએ કે વૈજ્ઞાનિકો હંમેશા મોટાભાગે વૈજ્ઞાનિક સાધનોથીઅનુમાનોથી ઘણા નિર્ણયો લે છે અને લોકોને જણાવે છે. જો કે બધા ખંડો ભેગાં હતા તે વાત તો આપણને મનગમતી છે. એનાં ફોટા નેશનલ જ્યોગ્રોફી વગેરે પત્રોમાં અને બીજે પ્રગટ થએલા છે.
હું ભૂલતો ન હોઉં અને મારી સ્મૃતિ બરાબર હોય તો આજથી ૫૦ વર્ષ ઉપર જૈનસંઘમાં એક એવી હવા ફેલાઈ હતી કે વૈજ્ઞાનિકોએ વર્તમાન પેઢીની શાસ્ત્ર ઉપરથી શ્રદ્ધા ઉઠી જાય એટલા માટે તેઓએ પૃથ્વીને આકાશમાં પોતાની ધરી ઉપ૨ ગોળ ફરતી અને સૂર્ય-ચન્દ્રને સ્થિર કહ્યાં છે. વૈજ્ઞાનિકો ખ્રિસ્તી હોવાથી * દક્ષિણ ધ્રુવ વિસ્તારમાં બરફના જંગી પહાડો નીચે અને બીજો શોધ કરતાં વૈજ્ઞાનિકોએ જાહેર કર્યું કે બે કરોડ વર્ષ પહેલાં ભારત, દક્ષિણ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, દક્ષિણ અમેરિકા વગેરે પ્રદેશો વિશાળ ભૂભાગથી જોડાએલા હતા અને તે પ્રદેશને વૈજ્ઞાનિકોએ ‘ગોડવાના મહાખંડ' નામ આપ્યું હતું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org