________________
સાધનાપથ અને આત્મજ્ઞાન
દેહનું આવું વિજ્ઞાન જાણી, એના પ્રતિની માલિકીનો મિથ્યાભાવ સંપૂર્ણપણે ત્યજી દેવો એનું નામ કાયોત્સર્ગ છે. એમાં એકલું આત્મધ્યાન - એકલું આત્મલક્ષ જ બચે છે. જેને શરીરની પણ માલિકી છૂટી એને બીજી કઈ ચીજ ઉપર માલિકીનો ભાવ રહે ?
DON પોતાના જ્ઞાન-દર્શન સિવાય, ત્રણભુવનમાં કોઈ ચીજ આ આત્માની નથી. દર્શન અર્થાત સામાન્ય બોધ અને જ્ઞાન અર્થાત્ વિશેષ બોધ, બસ કેવળ બોધની જ માલીકી આત્માની છે. આત્મા સ્વયં જ બોધ સ્વરૂપ છે.
જેમ કોઈના દાંત બધા પડી ગયા હોય અને એણે નકલી દાંતનું ચોકઠું નંખાવ્યું હોય તો તે ચોકઠાને પોતારૂપ માનતો નથી, પણ, અલગ જડ પદાર્થ માને છે. તેમ જ્ઞાની દેહને પોતારૂપ કે પોતાનો માનતા નથી.પણ-અલગ જડપદાર્થરૂપે જાણે છે...માટીનો પિંડ જાણે છે.
દેહાધ્યાસ તોડવા માટે દેહને કેવળ માટીના પિંડરૂપે જોતા શીખવું જોઈએ: “આ જડ પરમાણુનો સમુહ નથી પણ જ્ઞાનજ્યોતિ છું એવી વારંવાર ચિંતવના કરવી જોઈએ. નિરંતર–ભગવાનની માળા ફેરવીએ એમ–ઉપર્યુકત ચિંતવના ખૂબખૂબ કરવી જોઈએ. વારંવાર કરવી જોઈએ.
ભાઈ, અનાદિનો ચાલ્યો આવતો અધ્યાસ...એને તોડવાં પ્રયાસ તો કરવો જ પડશે. - સારો એવો પ્રયાસ કરવો પડશે. હું દેહ નથી અંદર વસનાર ચૈતન્ય છું. ચેતન્ય છું હું ચૈતન્ય છું દેહ નથી: હું દેહ નથી એવી આંતરસૂઝ રટણાપૂર્વક ઉગાડવી પડશે.
આખો દિવસ ન બને તો – માત્ર રાતે પથારીમાં સૂતા નીંદર ન આવે ત્યાં સુધી ઉપર્યુક્ત રટણામાં રહો કે ‘હું દેહ નથી. હું દેહ નથીઃ હું દેહમાં વસેલ જ્ઞાનજ્યોત છું' આથી પ્રગાઢ થએલ ભ્રાંતિ પાતળી પડવા લાગશે. નિરંતર સૂતી વેળા તો આટલું જરૂર કરો...અપૂર્વ લાભ થશે.
સાધકને એ સતત સ્મરણ રહેવું જોઈએ કે હું દેહ-મન-વાણી-સ્વરૂપ નથી. મારી અસ્તિ એ બધાથી સાવ પૃથક્ છે. દેહ તો હું નથી પણ મન-વાણી પણ હું નથી. સાધકે પોતાની ખરી અસ્તિ ખોળવાની છે. ને એ અસ્તિનો બોધ ઘુંટી ઘુંટી ને પ્રગાઢ કરવાનો છે.