Book Title: Sadhnapath Ane Aatmgyan
Author(s): Rajubhai Laherchand Shah
Publisher: Rajubhai Laherchand Shah

View full book text
Previous | Next

Page 395
________________ ૩૮૬ સાધક અને સરળતા તો એ આભાર માનવાનું ચૂકતા નથી. પોતાના જીવન ઉપર ગુરુ વિગેરેનો તથા માતા વિગેરેનો જે મહાન ઉપકાર હોય છે એ તેઓ સદૈવ સ્મરણમાં રાખી; એમના પ્રતિ સુવિનય દાખવી રહે છે ઉપકારીને વિસ૨વાનું કામ એ કદિ કરતા નથી. ઉપકારીને દુભવવાનું તો એ ચિંતવી પણ શકે નહીં. ઉ૫કા૨ને એ પરમ કદરદાનીથી મૂલવી જાણે છે. પ્રત્યુપકાર વાળવા પણ હ્રદયભેર ઉત્કંઠીત હોય છે. સ૨ળ આત્મા સદૈવ પૂર્ણનિર્દોષ થવા તલસે છે. બીજા અપરંપાર જીવોના ભોગે ચાલતો પોતાનો જીવનવ્યવહાર જોઈ-જાણીને એ ઉદાસીન રહે છે – પણ જીવનમાં ઉન્માદમાં આવતા નથી. અહિંસાદિ પાળવા એ ઝંખનાશીલ રહે છે. આથી હ્રદયથી એ મુનિ થવા મહેચ્છાવંત હોય છે. મુનિઓના ૫૨મ નિર્દોષ જીવનના એ પરમ પ્રસંશક હોય છે. પોતાના જીવનમાં અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય, અપરિગ્રહની બની શકે એટલી વધુમાં વધુ પ્રતિષ્ઠા કરે છે. સરળદિલ ઇન્સાન પ્રભુના માર્ગે ચાલી પ્રભુમય-જીવન જીવવા ઉત્સુક હોય છે. સરળતા એક જ ગુણ એવો છે કે બીજા અગણિત ગુણોની વણઝાર આપોઆપ એની પાછળ આવી રહે છે. કમભાગ્યે આજ માનવ સરળ રહ્યો નથી – એથી એના જીવનમાં જરાય સ્વાભાવિકતા નથી રહી. એથી જ જીવન આટલું બધુ વિષમ અને બોજરૂપ બની ચૂકેલ છે. સરળતા હોય તો પ્રભુમય જીવન અસુલભ નથી. પોતે ભલો બની જાય તો જગ પણ ભલુ બની ૨હે એમ છે. સ૨ળ સાથે સહુ પ્રાયઃ સરળ વ્યવહાર કરે છે. સરળહ્રદયની સૌરભ બીજાના દિલમાં પણ ઊંડી વસી જાય છે. શું લઈ જવું છે માનવીને ? – માન↑ શા માટે સ૨ળ નથી થતો ? ખરે જ માનવીની અક્કડતા એને અકારણ ઘણો દુઃખી બનાવે છે. અંતરથી નમ્ર થયા વિના સરળતા સમાચરી શકાતી નથી. સરળતા સાથે ઘણા ગુણો અવિનાભાવી હોય છે. ભાઈ ! સરળતા આવવી સહેલી નથી હોં. માનવીએ એની આખી પ્રકૃતિ ધરમૂળથી પલટાવવી પડે... ત્યારે સરળતાનો ઉદ્દગમ થાય છે. આત્માર્થિ સાધકે તો કેવા અતિ અતિ સ૨ળ થઈ જવું ઘટે? સરળ બની રહેતા ક્યારેક ભોગ પણ આપવાનું થાય – ઘણું જતું પણ કરવું પડે – પણ સરળતા જળવાય તો અંતરનો પરમાત્મા અતિ પ્રસન્ન રહે છે એ જેવો તેવો લાભ છે ? સ૨ળતા સાધકનો એવો સ્વભાવ ગુણ બની જવો જોઈએ કે માયા યા વક્રતા એ ક૨વા માંગે તો પણ કરી જ શકે નહીં. મરવું બહેતર લાગે પણ માયાચરણ કરવું મુનાસિબ ન જણાય. આત્માર્થિ સાધકને સ૨ળતા તો જીવથી ય ઝાઝેરી વ્હાલી હોય એના પ્રતિપળના પ્રત્યેક આચરણમાં સરળતા ગુંથાયેલી હોય. સાધક એટલે જ સરળતાની મૂર્તિ. પ્રભુ જો એક જ ગુણ માંગવાનું કહે તો આંખો મિંચી સરળતા માંગી લેવા જેવી છે. સરળ આત્મા મનોમન ખોટા તરંગ-તુક્કા લડાવતા નથી. એ ખોટા અનુમાનો કરીને કે ખોટી ગણતરીઓ કરીને મનને વ્યર્થ દોડમાં વ્યસ્ત રાખતા નથી. કોઈના વિષે ખોટી ધારણાઓ એ બાંધતા નથી. પોતાને તાગ ન મળી શકે એવી બાબતોમાં ખૂબ બુદ્ધિ લડાવી લડાવીને ઉટપટાંગ તરંગો પેદા થવા

Loading...

Page Navigation
1 ... 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406