Book Title: Sadhnapath Ane Aatmgyan
Author(s): Rajubhai Laherchand Shah
Publisher: Rajubhai Laherchand Shah

View full book text
Previous | Next

Page 394
________________ સાધક અને સરળતા ૩૮૫ પ્રતિક્રિયા થતી નથી. થવાનું હતું તે થયું – એમ સમજી એ સમભાવ ધારી રહે છે જીવન જીવવાના કેટલાય સાદા સત્યો એમણે ખૂબ ઊંડા પચાવેલ હોય છે એથી કોઈપણ સ્થિતિમાં એ બહુધા સમભાવમયી બની રહે છે. દેહત્યાગની વેળા આવે તો પણ હૃદયના ખૂણેય માયા ન થાય – ચાહે તેવી સ્થિતિમાં પણ, કરવા માંગે તોય માયા ન કરી શકે – એવી પ્રગાઢ-સરળતા સાચા સાધકની હોય છે. બધુ ય મૂકવાનું આસાન લાગે પણ સરળસ્વભાવ તો મૂકી જ ન શકે એવી સ્થિતિ એમની હોય છે. સાચા ભાવમુનિની સરળતાનો તો આ જગતમાં જોટો નથી. જગતના એક પરમાણુ માત્રને કે દેહના ય અણુ માત્રને પણ એ મારો માનતા નથી. જગના તમામ જડ-ચેતન પદાર્થથી એમણે મમત્વ, બુદ્ધિ નિવારી દીધી છે. કોઈ દેહની ચામડી ઉતરડી નાખવા આવે તો પણ એને સૌહાર્દતાથી પૂછે કે “બોલ, ભાઈ... હું કેમ ઉભો રહું તો તને અગવડ ન પડે?”... ખરેજ આ સરળતાની પરાકાષ્ટા છે. સાચામુનિ શુદ્ધાત્મા સિવાય કશું જ પોતાનું માનતા નથી. શિષ્ય કે અનુયાયીને પણ એ અંતરંગથી તો પોતાનો માનતા જ નથી. પોતે શુદ્ધાત્મા છે અને જગતના જડ-ચેતન તમામ પદાર્થોથી પોતાને અંતરંગમાં કોઈ જ નિસ્બત નથી એમ સમજી સહજાન્મસ્વરૂપમાં સંલીન રહેતા મુનિવર પરમ પરમ સરળતાવંત હોય છે. ‘હું એકલો જ – ખાલી જ હાથે – આવેલ છું . ને . જેવો આવ્યો તેવો જ જવાનો છું – એ ખ્યાલ માનવીને મિથ્યા મમતથી મુક્ત બનાવે છે. અને મમતા અલ્પ હોય એજ આત્મા સરળતા સમાચરી શકે છે. સામાને બહુ ગમતું હોય તો એ એને દિલેરપણે આપી જાણવું એવી સરળતા મમતરહિત માનવી જ દાખવી શકે. તુચ્છ પદાર્થો માટે તકરારો કરવી-કોર્ટ કરવી એવું બધું સરળ આત્માને જરાપણ રુચતું નથી. પોતાને ખાસ ઉપયોગની ન હોય અને અન્ય કોઈને એ ચીજ અત્યંત કામની હોય – છતાં – આપવાના પરિણામ ન થવા એ સરળતાનો અભાવ સૂચવે છે. સરળ આત્મા સહેલાઈથી આપી જાણે છે પણ લેવા અર્થે લાલાયિત હોતા નથી. પોતાની જ મનમાની કરીને... સામા આત્માનું પણ મન રાજી રહે એમ વર્તવા વિવેકશીલ ન થવું ને નાની વાતમાં સામાને, આગ્રહથી વર્તીને નારાજ કરવા એ સરળ આત્માથી સંભવતું નથી. સરળહૃદય તો સામાની પ્રસન્નતા જોઈ જોઈને જ પ્રમુદીત થનાર હોય, શક્ય પ્રયાસે સામાની રુચિ મુજબ વર્તવા જ તત્પર રહે છે. અપેક્ષા માત્ર, ગણો તો અસરળતા છે. સરળ આત્મા પરની આશા ઉપર અવલંબતા નથી. પર અનુકુળ ન વર્તે તો પણ ખેદખિન્ન થતા નથી. પરની પાસે લાંબી અપેક્ષા જ ન હોય એ પર વડે નારાજ થતા નથી. પરપ્રતિ અપેક્ષા જ ન રાખવી એ સરળજીવન જીવવાની મુખ્ય કૂંચી છે. સરળ આત્મા પરની ન-દેણગીને પોતાની અસંતુષ્ટતાનું કારણ માનતા નથી. પણ પોતાની નાદાનગી – ના સમજને જ પોતાની અસંતુષ્ટતાનું કારણ જાણે છે. એથી સમજણ ખીલવવાનો ખરો ઉપાય એ ખંતથી અજમાવે છે. સરળ આત્મા સ્વભાવતઃ જ કૃતજ્ઞ હોય છે. કોઈએ પોતાની પ્રસન્નતાનું નાનું પણ કાર્ય કર્યું હોય

Loading...

Page Navigation
1 ... 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406