________________
૩૯૦
સાધક અને સરળતા
પોતાના કારણે કોઈને પણ અગવડમાં મૂકવા એ એને પસંદ હોતું નથી. પોતાની ધૂન મુજબ જીવવું અને સામાની તકલીફનો કોઈ વિચાર જ ન કરવો એવો અસભ્ય વર્તાવ સ૨ળ ધર્માત્મા ભજતા નથી.
જ્ઞાનીએ કીધું તે માની લેવું – પરંતુ, પોતાના અનુભવનો તાલ એ સાથે મળે છે કે નહીં એ પ્રેક્ષવા પુરુષાર્થ જ ન ક૨વો એ પણ સરળતાની કમી છે. સ૨ળ આત્મા સંતના વચનો સ્વાનુભવથી પ્રમાણ ક૨વા પ્રયત્નવંત હોય છે. જ્ઞાની જે તથ્ય – જેમ કહે તેમ જ – તેટલા પ્રમાણમાં સ્વીકારવાના બદલે પોતાવડે અતીરેક ક૨વો અર્થાત્ અતિપરિણામી થવું એ પણ અસ૨ળતા છે. સરળ આત્મા જે તથ્ય જેવા વજનથી કહેવાય તે પ્રમાણે જ સ્વીકારી જાણે છે. જ્ઞાનીની આજ્ઞામાં પોતાના ઘરનું કાંઈ ભેળવતા નથી.
અંતરમાં કામના વિકલ્પો જ ચાલ્યા કરતા હોય અને બ્રહ્મચારીપણાનો ઠેકો રાખી ફરવું એ મહા અસ૨ળતા છે. એમ અંદરમાં વિકલ્પો જ વિકલ્પો ચાલ્યા કરતા હોય અને ધ્યાની હોવાનો ઠેકો રાખી ફરવું; આવું બધુ અસ૨ળ આચરણ સાચા સાધક ભજતા હોતા નથી. સ૨ળ આત્માએ લોકોના ખોટા માન-સન્માન ગ્રહવા નહીં જોઈએ. અંત૨માં ૨મણી ૨મતી હોય ને રામભક્ત કહેવડાવી ફરવું સરળ આત્માને તો જરાપણ સુહાતું નથી.
સર્વસંગપરિત્યાગની અર્થાત્ અસંગી થવાની વાત બહુ દૂરની છે. પ્રથમ તો અંતઃકરણથી અસંગીએકાકી ને આત્મરમણ થઈ જાણવાનું છે. એના બદલે અંતરથી એવી નિર્લેપતા પામ્યા પહેલા, બહારથી ત્યાગી થઈ જવું એ પોતાના આત્મા પ્રતિ અસ૨ળતા છે. મન બરોબર મૂંડાવ્યા પછી માથું મૂંડાવવું ઘટે. સાધનામાર્ગમાં ક્રમિકવિકાસ સાધવાના બદલે ક્રમનું ઉલ્લંઘન કરવા લાલાયિત થઈ જવું એ સરળતાની ખામી સૂચવે છે.
સ૨ળ આત્મા અજ્ઞાની જીવોની ચાહે તેવી પણ ચેષ્ટાના લાંબા લેખા જોખા કરતા નથી કે અજ્ઞાનીજનના કોઈ આચરણનો મનમાં ઉગ્ર શોચ-શોક કરતા નથી. કારુણ્યભાવે એવું બધુ પરનું વર્તન ક્ષમ્ય લેખે છે. મન ઉપર એની ઘણી અસર પણ ઝીલતા નથી.
હેય-ઉપાદેયનો અંતરંગમાં વિવેક પ્રદિપ્ત થયા પહેલા, ગ્રહણ કે ત્યાગની કડાકૂટમાં પડી જવું અને એનો અંદરમાં અહંકાર સેવવો એ બધી અસ૨ળ આચરણા છે. વસ્તુની મૂર્છા પ્રથમ ત્યજવાની છેઃ એનો ત્યાગ તો એ પછી સહજ સંભવે છે. પરંતુ, મૂર્છા છોડ્યા વિના મીલકત છોડવા આગ્રહી થઈ જવું એ સ૨ળતાનો અભાવ સૂચવે છે.
સાધકે બનતા સર્વ પ્રયાસે સહજ-સ્વભાવિક-સમસ્થિતિમાં રહેવાનું છે. સ્વભાવમાં ઠરેલા રહેવાના બદલે, કશુંક ને કશુંક ક૨વા જ ઉત્તેજીત રહેવું – કરું’-કરું' – નો લગવાડ ન છોડવો એ સ્વાત્મા પ્રતિ અસ૨ળતા છે. સાધકે પોતાનો જ્ઞાતા-દૃષ્ટા સ્વભાવ પિછાણીને – અે પ્રકારે – જ્ઞાતાભાવમાં ગુલતાન રહેવાનું છે – અકર્તા બની જવાનું છે. સાધકની આ ઘણી મોટી સરળતા છે.
દોષ-દુર્ગુણને... ધૈર્ય અને ગાંભીર્યથી... ભલીપેરે દેખ્યા-પેખ્યા વિના; અર્થાત્ દોષને હાનીકારકરૂપે યથાર્થ જાણ્યા વિના... એમ ને એમ એને કાઢવા જોર લગાવ્યા કરવું એ આત્મગત સરળતાની ઉણપ