Book Title: Sadhnapath Ane Aatmgyan
Author(s): Rajubhai Laherchand Shah
Publisher: Rajubhai Laherchand Shah

View full book text
Previous | Next

Page 397
________________ ૩૮૮ સાધક અને સરળતા લેખાય? કોઈ પણ કાર્ય સાકાર થવાનો પણ યોગ્યકાળ હોય છે. કાળ પાકે એની પ્રતીક્ષા કરવી ઘટે. ખોટી ઉતાવળ કરવી એ સરળતાની ખામી સૂચવે છે. વળી કાર્યસંપન્ન થવાની કોઈ નિશ્ચિત વિધિ પણ હોય છે. એ વિસરી કૃત્રિમ જોરથી કાર્ય કરવા આગ્રહી થવું એ અસરળતા છે. વસ્તુવિજ્ઞાનનો સરળપણે સ્વીકાર કરી તદ્અનુરૂપ સાધના સાધવી એ સાધકની સરળતા છે. જે કાંઈ બને તેનો સહજશાંત સ્વીકાર કરવાને બદલે ઉત્તેજીત મનથી એની વારંવાર ટીપ્પણી કર્યા કરવી અને અસમાધાન વેદ્યા કરવું એ અસરળતા છે. કોઈ પણ ઘટના હળવાશથી લેવાને બદલે એના ઉગ્ર વિકલ્પો કર્યા કરવા એ ચિત્તની અસરળતા છે. સરળ સાધક સહજભાવે સર્વ ઘટનાઓનો સ્વીકાર કરી તીવ્ર પ્રતિભાવ દર્શાવવામાંથી મુક્ત રહે છે. પોતાનો જોવા-જાણવાનો સ્વભાવ ચૂકીને – અસ્વભાવિકપણે – ઉલઝી ઉલઝી કર્તા થવા મથવું કે કરું કરું – ના વિકલ્પમાં ફસાયા રહેવું એ અસરળતા જ છે. સરળ થવું હોય તો વૃત્તિ-પ્રવૃત્તિનો વૃથા વ્યાપ ઘણો ઘટાડી દેવો ઘટે છે. બનતા મહત્તમ પ્રયાસે જ્ઞાતા-દ્રષ્ટા રહેવું એ ખરેખરી સરળતા છે. કેવળ પોતાની જ મહત્તામાં જ રાચી – સામાની મહત્તા ઉપેક્ષવાનું કાર્ય સરળ આત્મા કરતા નથી. તેમ જ સામી વ્યક્તિને બદ્ધ થયેલ પૂર્વગ્રહ અનુસાર પિછાણવાનું અનુચિત જાણી; વ્યક્તિની તરોતાજા પિછાણ એ કરે છે. કોઈ પણ તથ્ય જેમ છે તેમ યથાતથ્ય જોવા-જાણવા-સ્વીકારવા તત્પર રહેવું એ ઘણી ઉચ્ચકક્ષાની સરળતા છે. કોઈ પણ તથ્યને યથાતથ્ય નિહાળવા; – સર્વ પૂર્વગ્રહો, ગ્રંથિઓથી વિમુક્ત એવું – અત્યંત ઇમાનદાર દિલ જોઈએ છે. વસ્તુસ્થિતિ જેમ છે તેમ વિલોકવી એ ઘણી મહાન સરળતા છે. સરળ આત્મા કોઈ નવો દૃષ્ટિકોણ મળે તો તદ્અનુસાર પોતાની માન્યતામાં પલટો લાવવા સત્વર તત્પર જ હોય છે. પૂર્વનું પ્રબળ મંતવ્ય પણ પલટાવતા એમને લેશ ખચકાટ થતો નથી. આ જ ઘણી મોટી સરળતા છે. નવો દૃષ્ટિકોણ લાધતા તુરત જ પોતાના પ્રદઢ મંતવ્યમાં પણ સાહજીકતાથી સુધારો કરી; નમ્રપણે નુત્તન દૃષ્ટિકોણ પણ અપનાવી લેવી એ ઘણી મહાન સરળતા હોય ત્યારે સંભવ બને છે. કહેવાતા ધર્મધૂરંધરોમાંય આ સરળતા ઓછી જોવા મળે છે. ઘણા ખરા ધર્માત્માઓ એકાંગી દૃષ્ટિમાં એવા વિમોહીત થઈ જાય છે કે સર્વાગી દર્શન સાધી સત્યાસત્યનો નિર્ણય કરી શકતા નથી. દરેક વસ્તુ કે વસ્તુસ્થિતિના સારા-નરસા અનેક પાસા હોય છે. સર્વ પાસા પ્રેક્ષી ને મધ્યસ્થપણે સત્ય નિર્ણય કરવો એ હૃદયની ભરપુર સરળતાપકડરહિતતા હોય તો જ સંભવે છે. - ઘરમાં કોઈ યોદ્ધાનું ચિત્ર હોય અને બાળક એનાથી બીતું જ હોય – કેમેય એનો ડર જતો ન હોય – તો, એમાં ડર જેવું તત્ત્વતઃ કોઈ કારણ ન હોવા છતા આપણે ચિત્ર કાઢી નાખીએ છીએ. એમ બાળજીવોની મનોવેદના – ભલે એમાં આપણી દૃષ્ટિએ કાંઈ તથ્ય ન હોય તો પણ – સુપેઠે જાણીસમજીને બાળજીવોને અનુરૂપ એવો ઉકેલ સાધવો તે સરળતા છે. સમજાય તો આ ઘણી માર્મિક વાત છે. બાળજીવોની ય વેદના તો સાચી છે ને ? એની વેદના શાંત કરવા યથોચિત ઉપચાર કરવો એ ખરી

Loading...

Page Navigation
1 ... 395 396 397 398 399 400 401 402 403 404 405 406