________________
સાધક અને સરળતા
૩૮૭
દેતા નથી. પોતાની જ્ઞાનમર્યાદા જાણી અને પોતાના ઘણા અજ્ઞાનથી વાકેફ રહી એ મર્યાદા બહાર બુદ્ધિનો વ્યાપાર કરતા નથી. કરોળીયાના જાળા માફક કલ્પનાની જાળ ગૂંથીને એમાં ફસાવાનું એ કરતા નથી. બહુ ઓછા વિકલ્પ કરે છે. ‘મનમાં પરણે ને મનમાં જ રાંડે' એવી મિથ્યા ભાંજગડો એના ભેજામાં ચાલતી નથી. સ૨ળપણે સમજાય એટલું સમજી; એની મર્યાદામાં એ પગલા ભરે છે. પોતાનું જ્ઞાન ન પહોંચી શકે એવા વિષયમાં ઉદાસીન અને મધ્યસ્થ રહે છે. કોઈ ખોટો નિર્ણય તો બાંધી લેતા જ નથી. ખોટું ડહાપણ એ જરા પણ લડાવતા નથી. મન-બુદ્ધિને બેકાબૂ-બેલગામ થવા દેતા નથી.
બુદ્ધિથી જેનો તાગ ન આવી શકે એવા અગમ વિષયોમાં એ બુદ્ધિની ઝાઝી કસરત કરતા નથી. પણ અનુભવનો ઉજાસ ઉદિત ક૨વા સંનિષ્ઠ પ્રયત્નો કરે છે. જ્ઞાનીના વચનમાં ગહન શ્રદ્ધા રાખે છે. પોતાની પ્રજ્ઞાથી ન સમજાય તો પોતાની એવી યોગ્યતા નથી એમ સમજે છે. આજ નહીં તો કાલ સમજાશે એમ ધીરજ ધરી ધર્મભાવનામાં સ્થિર રહે છે. ગહન ગુરુગમ પામવા ઉત્સુક રહે છે. ગરવા ગુરુ ઉપર શંકા કે અશ્રદ્ધા ઉગવા દેતા નથી. ગુરુના આશયગંભીર વચનો એ ઊંડાણથી ગ્રહણ કરી; સમજવા-મર્મ પામવા-પ્રયત્ન કરે છે પણ અધીર થઈ ઇન્કાર કરી દેતા નથી. સ૨ળ આત્માના સર્વ વ્યવહારમાં અનેરૂં ‘ઓચિત્ય’ સહજ હોય છે. સ૨ળગુરુને સ૨ળશિષ્ય હોય ત્યાં ભવનિસ્તાર સ૨ળતાથી અર્થાત્ આસાનીથી સંભવે છે.
–
જ્ઞાનીજન કોઈ પણ પ્રકારનો રાગ છોડાવી ‘વીતરાગ’ થવા પ્રેરતા હોય તો સ૨ળચિત્તે એ પ્રેરણા ઝીલી વીતરાગી શાંતિની ઝલક પામવા પિપાસાવંત અને પ્રયત્નવંત રહે છે. વીતરાગ થવાનું વિમળધ્યેય નજર સમક્ષ રાખી એ જ્ઞાન-ધ્યાન-પૂજા-ભક્તિ આદિ ઉપાસે છે. રાગ વધા૨વાનું ધ્યેય હોતું નથી: ઘટાડવાનું ધ્યેય હોય છે. શુદ્ધભાવનો પોતાને પરિચય ન હોય તો અંતર્મુખ બની એની ઝલક પામવા સદા આતુર રહે છે. કેવળ શુદ્ધભાવ જ નિર્જરાનું પ્રત્યક્ષ કારણ જાણી, સ૨ળ મુમુક્ષુ શુદ્ધભાવાનુભૂતિ પામવા ગહન રુચિવંત રહે છે. સાચા આશક-ઉપાસકને અભિપ્સીત પદાર્થ મળી જ રહે છે એવી હ્રદયમાં ભરપુર શ્રદ્ધા હોય છે.
હજુ મારી સત્યની શોધનો અંત કેમ આવતો નથીઃ હજુ અનુભૂતિ કેમ થતી નથીઃ હજુ સહજાનંદ
કેમ સંવેદાતો નથી – એવા એવા અધીર વિકલ્પો સરળ આત્મા કરતા નથી. અધીર થઈને માર્ગત્યાગ એ કરતા નથી. એમજ પામી ચૂકાયાના પોકળ ભ્રમમાં પણ એ સરી પડતા નથી. ભાવી અનંતકાળને ઉજમાળ કરે એવી ઉપલબ્ધિ પામવા કેવી ગહે૨ી ધી૨જ-સમતા જોઈએ એ સમજી; એ ચિત્તને અક્ષુબ્ધ અને અચલ રાખે છે. ખોટા તર્ક-વિતર્ક કરતા નથી. ધીમી પણ મક્કમગતિએ સન્માર્ગમાં આગળ વધતા રહે છે. ઇષ્ટસિદ્ધિમાં વિલંબ થાય તો પણ અરુચિવંત થતા નથી. દૈનદિન રુચિ-પ્રીતિ-ભક્તિ વૃદ્ધિમાન કરી વાટ જુએ છેઃ સાક્ષાત્કારની.
સ્વાભાવિક ધીરજના બદલે પ્રત્યેક કાર્યમાં અધીરતા-ઉતાવળ એ સરળતાની કમી સૂચવે છે. કાર્યને એની સ્વાભાવિક ગતિમાં થવા દેવું ઘટે. આંબો વાવી એના તરત અમૃતફળ ખાવાની ત્વરા ઓછી યોગ્ય