________________
સાધક અને સરળતા
૩૯૩ એ સજ્જનહૃદયની સહજરીત હોય છે. સામાને અવારનવાર તકલીફરૂપ બનવું. સામાની તકલીફનો કોઈ વિચાર જ ન કરવો – ને – પોતાની ધૂન મુજબ જ જીવવું એ સરળતાનો સરાસર અભાવ જ સૂચવે છે. સાધકે તો બનતા પ્રયાસે પરેચ્છાનુસારી બની જીવવું ઘટે. પોતાની ઇચ્છા કરતા પણ સામાની ઇચ્છાને વિશેષ માન આપી રહેવું એ સરળતા છે.
શુક્રવાતોમાં ઝાઝો રસ લેવો ને પરમાર્થની ચર્ચામાં એવો ઉત્કટ રસ ન દાખવવો એ સાધક માટે ઘણી બાધક એવી અસરળતા છે. સરળ સાધક કોઈ શુદ્રવાતમાં રસ દાખવે નહીં.
જીવનમાં સારી કે નરસી જે કાંઈ ઘટના ઘટે એને – ગમા કે અણગમાની લાગણી વિના – શુદ્ધ જ્ઞાયકભાવે સ્વીકારવી તે મુમુક્ષુ સાધકની મહાન સરળતા છે. કોઈ બાબતમાં ગમો-અણગમો ન કરતા સહજ ઉદાસીનભાવે પ્રત્યેક બાબત નિહાળવી એ ઘણી સરળતા કેળવાણી હોય ત્યારે સંભવ બને છે. જે થાય તે ભલા માટે – એમ સમજી; સમપરિણતિમય જીવવું એ આત્માર્થી સાધકની સદાની રીતિ હોય છે.
સ્વાભાવિક ધીરજ – શાંતિના બદલે પ્રત્યેક કાર્યમાં અધીરાઈ અધીરાઈ દાખવવી – અકારણ ઉતાવળો કરવી – તેમજ સાધનાના વિષયમાં ફળ પ્રાપ્ત કરવાની અધીરાઈ ભજવી એ સરળતાની ઘણી કમી સૂચવે છે. દુન્યવી બાબતોની એવી આતુરતા આત્માર્થીને શોભતી નથી.
નિસ્પૃહતા એ મહાન સરળતા છે. જેને જગત પાસેથી કંઈપણ લેવાનો અભિપ્રાય નથી બલ્ક, સઘળુય ત્યાગીને કેવળ આત્મવૈભવમાં જ – જ્ઞાનાનંદમાં જ મહાલવાની મનીષા છે, એવા મુનિઓ – યોગીઓ પરમ સરળ છે સરળ આત્મા નિસ્પૃહ હોય છે.
સામાં વ્યક્તિને, કોઈપણ પૂર્વબદ્ધ ધારણા વચ્ચે લાવ્યા વિના; નવી દૃષ્ટિથી નિહાળવો – મૂલવવો. એ ઘણી અગત્યની સરળતા છે. કોઈને બંધાયેલ પૂર્વગ્રહથી જોવા વ્યાજબી નથી. વ્યક્તિ સાથે વાંધો પડે ત્યારે – એ વાંધાને જ લક્ષમાં ન લેતા – આખો ભૂતકાળ ઉખેળવો એ પણ સરળ આત્માને શોભાસ્પદ નથી. ભૂતકાળને યાદદાસ્તમાં પકડી રાખવાથી પુનઃ પુનઃ રાગ-દ્વેષ ઉદ્ભવ્યા જ કરે છે. સરળ સાધક ભૂતકાળ સત્વર ભૂલી જઈ, તર્જન્ય તકરારનું પુનરાવર્તન કરતા નથી.
સત્સંગસભામાં પોતાનાથી કોઈ અસત્ય વાત ઉચ્ચારાય ગઈ હોય - એનો પોતાને સ્પષ્ટ ખ્યાલ આવી જવા છતાં – એ વાત સુધારી લેવાના બદલે એ જ વાતનો દોર લંબાવવો એ ઘણી મોટી અસરળતા છે. અથવા પોતાની વાત સાચી કરવા શાસ્ત્રોના મનઘડંત અર્થઘટન કરવા વિ. પ્રવૃત્તિ પરમાર્થસાધનાનિષ્ઠ સાધક કદી કરતા નથી.
સામી વ્યક્તિને આપણા પ્રતિ ધૃણા – આક્રોશ કે અબહુમાન થવાનું ગહનકારણ ખોજ્યા વિના જ એને વિરૂદ્ધ પડેલો કે ક્રોધી-દુષ્ટ માની એના બોલની અવગણના કરવી – એ ઉપર ઠરીને વિચાર ન કરવો – એ ઘણી રૂઢ અસરળતા છે. સામાને રોષ-આક્રોશ થવામાં પોતે જાણ્યે અજાણ્યે કોઈ રીતે નિમિત્ત તો થએલ નથીને ? – એ ખોજી કાઢી, સામા પ્રતિ અષના પરિણામ ધરવા... સહાનુભૂતિ પૂર્વક એની વેદના – સંવેદના સમજવા ને એ સંવેદનાને ન્યાય આપવા તત્પર થવું એ સાધકહૃદયની સરળતા છે.