Book Title: Sadhnapath Ane Aatmgyan
Author(s): Rajubhai Laherchand Shah
Publisher: Rajubhai Laherchand Shah

View full book text
Previous | Next

Page 400
________________ સાધક અને સરળતા ૩૯૧ સૂચવે છે. હૃદયમાં હાનીકારકતાનું એવું હડાહડ ભાન ઊપજાવવું કે દોષત્યાગ સરળતાથી – આસાનીથી સંભવી જાય એ ખરી સરળતા છે. પોતે વાસ્તવાર્થમાં – સચોટ અનુભવગત રીતે – ખાસ કંઈ જાણતો ન હોવા છતાં, પોતાનું તવિષયક અજ્ઞાન ન કબૂલવું અને જુસ્સા-ઠસ્સાથી જેમ તેમ પ્રરૂપણ-પ્રતિપાદન કર્યું જવું એ ઉપદેશકની ઘણી મોટી અસરળતા છે. માહિતિજ્ઞાનને – મંથનાદિ ઉપાયો દ્વારા – અનુભવજ્ઞાનમાં રૂપાંતરીત કરવા સતત પ્રયત્નો કરવા અને અનુભૂત જ્ઞાનનું જ નિરૂપણ કરવા ઉમંગ ધરવો એ ઉપદેશકની સરળતા છે. પ્રથમ અંતરમાં બોધ ઉજાગર કરવા બની શકતો બધો જ યત્ન કરીને પછી જ પ્રબોધ કરવા તત્પર થવું એ સાધક આત્માની રૂડી સરળતા છે. જ્ઞાનીની કોઈ આજ્ઞાનો ગહન મર્મ ગવેષી શકતો નહીં હોવા છતાં પોતાને મહંત માની ફૂલાતો ફરે પોતાને જ્ઞાનનો અગ્રીમ અનુયાયી માને મનાવે એ બધી અસરળતા છે. સાચો આરાધક તો પોતે હજું કંઈ જ જાણતો નથી એમ સમજી પોતાને પામર લેખાવે છે. પોતે જ્ઞાનીના દાસનો ય દાસ થવાને પાત્ર નથી એમ સહૃદયતાથી જાણે છે. એથી અગ્રીમ અનુયાયી કે મહંત મનાવવાના એને ઓરતા જ થતા નથી. લોકો પ્રશંસા કરે કે ટીકા કરે એથી મારા સાધનાજીવનમાં મને કોઈ લાભ કે હાની નથી – એમ સમજીને સ્વરૂપસાધનાને વિશે જ નિષ્ઠાવંત રહેવું અને મનમાં કોઈ ક્ષોભ પેદા થવા જ ન દેવો એ સાધકજીવનની સરળતા છે. સરળ સાધક લોકોની પ્રશંસાથી પ્રેરાઈને કોઈ સાધના કરવા સમુત્સુક બને નહીં. તેમજ લોકોની ટીકા-ટાપ્પણીના ભયથી પોતાની સમ્યક સાધના છોડી દે નહીં. જગતની સ્તુતિનિંદાથી પરમ નિરપેક્ષ રહી પરમાર્થ સાધનામાં પ્રવણ રહેવું એ સાધકજીવનની મહામૂલી સરળતા છે. જગત ગમે તેવી ઠેકડી કરે કે ગમે તેવા અંતરાયો પણ ઉભા કરે તો ય સ્વપ્રયોજનની ઘેરી સાધનામાં ઉત્કૃષ્ટ નિષ્ઠાથી નિરત રહેવું અને જગતના ભાવ-પ્રતિભાવની બિલકુલ દરકાર ન કરવી એ જ સરળ સાધકની સાધના-સંહિતા હોય છે. મનમાં ગરીબાઈલઘુતા ન રાખતા, બીજા સાધકોથી પોતાને ઉચ્ચ દેખાડવા મથવું – અમે કાંઈ જેવા તેવા નથી' – એમ પોતાનો કાકો અર્થાત્ રોફ પાડવા મથવું અને અન્ય સાધકોનો અનાદર સેવવો અર્થાતુ અન્ય સાધકોની કિંમત જ ન કરવી એ બધી અસરળતા છે. પોતે વિકાસક્રમમાં પાછો પડેલો પોતાને જણાય કે પોતાનામાં શિથિલતા આવી ચૂકેલી જણાય તેમ છતાં – એદીત થવાના બદલે ઉત્સુ મગરૂરીથી હરવું-ફરવું એ સરળ સાધકના લક્ષણ નથી. પોતે મંદ પુરુષાર્થી થાય ત્યારે જ્ઞાની ઉપાલંભ આપે – ઠપકો આપે તો સરળ આત્મા સલૂકાઈથી અર્થાતુ વિનયી વર્તાવથી એ સ્વીકારી લે છે. ગુર્નાદિ સમક્ષ પોતાની શિથિલતા એ વારંવાર નિંદે છે. મંદ પુરુષાર્થી મટી પ્રબળ પુરુષાર્થી થવા એ બનતું બધું જ કરી છૂટે છે. પુરુષાર્થ પાછો સતેજ ન થાય ત્યાં સુધી જંપતા નથી. પોતાને સાધક લેખાવતા એ મનોમન ક્ષોભ-લજ્જા પામે છે. કોઈ પોતામાં પ્રવર્તતા દોષની સાચી વાત કહે

Loading...

Page Navigation
1 ... 398 399 400 401 402 403 404 405 406