Book Title: Sadhnapath Ane Aatmgyan
Author(s): Rajubhai Laherchand Shah
Publisher: Rajubhai Laherchand Shah

View full book text
Previous | Next

Page 401
________________ ૩૯૨ સાધક અને સરળતા તો પ્રસન્નતાથી સ્વીકારવાના બદલે મનમાં ગુપ્ત પીડા થવી એ સરળતાની કમી સૂચવે છે. જગતના કોઈ ભાવો ન તો આત્માને ઇષ્ટબુદ્ધિ કરવા યોગ્ય છે કે ન અનિષ્ટબુદ્ધિ કરવા યોગ્ય છે - એમ છતાં – ઇષ્ટ, અનિષ્ટની કલ્પનાઓ કર્યા કરી; રતી-અરતી કર્યા કરવી એ અસરળતા છે. સાધક આત્માને એકમાત્ર પોતાનો અંતર્યામિ આત્મા જ પરમઇષ્ટ છે – એ સિવાય કોઈ ભાવો એવા ઇષ્ટ નથી કે અનિષ્ટ પણ નથી. આથી ઇષ્ટ-અનિષ્ટની તમામ કલ્પનાઓથી અલિપ્ત રહેવું એ સાધના જીવનની મહાન સરળતા છે. ભાઈ... સરળ સાધકનું મહાભ્યગાન વાણીથી કેટલું થઈ શકે ? એવા પરમ સરળ સાધક તો વિરલા જ જોવા મળે. લાખોમાંય લાધે નહીં અને કરોડોમાંય કોઈક જ હોય છે. એવી રૂડી સરળ પરિણતિ જ્યાં છે ત્યાં પરમ ઉત્કૃષ્ટ સિદ્ધિ પણ સહેજે સાકાર થઈ રહે છે. વિલક્ષણતા એ જ જેનો સ્વભાવ છે એવી વિશ્વ સ્થિતિ જાણી... ‘આ કેમ ?” – “આવું કેમ ?” – “આવું કેમ બન્યું?’ – “આવું કેમ બની જ શકે? – એવા કોઈ વિકલ્પો જ્ઞાનીજન કરતા નથી. વિશ્વમાં જે કાંઈ બને છે એ બધુ ચોક્કસ નિયમથી બને છે... કશું બનવા સંભવવામાં ઘણા ઘણા ગહન કારણો કામ કરતા હોય છે. જ્ઞાનીના જ્ઞાનમાં બધું જ વ્યવસ્થિત નિયમાનુસાર ભાસે છે. એવી જ વિશ્વસ્થિતિ જાણી કોઈ બાબતનો કશો જ ઉચાટ-ઉગ ન ધરવો એ સાધકની ભલી સરળતા છે. જે આવવું હોય તે આવે અને જાવું હોય તે જાય – સંપત્તિના આવાગમનમાં ક્ષોભ-લોભ રહિત રહેવું એ સાધક ધર્માત્માની મુઠ્ઠિ ઊંચેરી સરળતા છે. પરમાત્માનો જાપ જપે રાખવો... પરમાત્માના યશોગાન ગાયે રાખવા... ભક્તિગાનો ગાય રાખવા અને છતાં પરમાત્માનું સાચું સ્વરૂપ જાણવા-સમજવા કદી દરકાર જ ન કરવી – અને પોતાને મહાનભક્ત મનાવવો – આ બધી આરાધકની અસરળતા જ છે. આ જીવે અતીતકાળમાં એવી જ અસરળ રીતિ અસીમ અસીમ આચરેલ છે. કસ્તુરીયા મૃગની નાભીમાંથી જ જેમ સુવાસ આવતી હોવા છતાં એ બહાર જ દશે દિશામાં ખોજે છે એમ સહજાનંદ પોતાના સ્વભાવમાંથી જ આવતો હોવા છતાં જગતના વિષયોમાંથી એ આનંદ આવતો હોવાની ભ્રાંતિ સેવવી એ મોટામાં મોટી અસરળતા છે. જ્ઞાન, આનંદ, તૃપ્તિ વિ. ભીતરના ભંડારમાંથી આવે છે કે બહારથી – એ ખોજવા સંનિષ્ઠ યત્ન જ ન કરવો એ સાધકની અસરળતા સૂચવે જ્ઞાની જે કહે તે ઉપરછલ્લું જ માની લેવું અને ઊંડાણ ખેડવા ખંતથી યત્ન જ ન કરવો તથા જ્ઞાનીના વચનોનો પોતાના અનુભવ સાથે તાલ મીલાવવા યત્ન ન કરવો એ શિષ્યની સરળતાની કમી સૂચવે છે. ઉછીના જ્ઞાનને “અનુભવજ્ઞાન' બનાવવા ઘણો ઉત્કટ આંતરયત્ન કરવો પડે છે. એ કરવાનું ટાળી રહેવું તે સાધકજીવનની મોટી અસરળતા છે. કોઈને પણ પોતાના કારણે તકલીફ ન પડે તેમ અથવા અલ્પમાં અલ્પ જ તકલીફ પડે તેમ જીવવું

Loading...

Page Navigation
1 ... 399 400 401 402 403 404 405 406