Book Title: Sadhnapath Ane Aatmgyan
Author(s): Rajubhai Laherchand Shah
Publisher: Rajubhai Laherchand Shah
Catalog link: https://jainqq.org/explore/032464/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ સાધનાપથ અને આત્મજ્ઞાન Page #2 -------------------------------------------------------------------------- ________________ સાધનાપથ અને આત્માન અ....ણ ચોરાણુ વર્ષની જૈફવયે પણ જેઓની સત્સંગરુચિ નવયુવાનથી પણ વિશેષ છે એવા નેકદિલ મુરબ્બી શ્રી ડાહ્યાભાઈ છોટાલાલ શાહને. લેખક :રાજુભાઈ લહેરચંદ શાહ – ભાવનગર, arrangeregtagangan Page #3 -------------------------------------------------------------------------- ________________ 2 નોંધ :- અધ્યાત્મરસીક સાધકોના લાભાર્થે પ્રસ્તુત પ્રકાશન પડતર કિંમતે આપવામાં આવે છે. મૂલ્ય : ૧૦૦=૦૦ પ્રથમ આવૃત્તિ : પ્રત ૧૦૦૦ મે, ૨૦૦૫ પ્રાપ્તિસ્થાન :- રાજુભાઈ લહેરચંદ શાહ પારસમણિ, ત્રીજેમાળે, ઘરશાળા બાલમંદિર પાસે, તખ્તેશ્વર, ભાવનગર (ગુજરાત) ૩૬૪૦૦૧ ફોન : (૦૨૭૮) ૨૪૧૪૩૦૪ કોપીરાઈટ : પ્રસ્તુત ગ્રંથનું કે એના કોઈપણ ભાગનું પુનઃ પ્રકાશન કરવા જેઓની ભાવના હોય તેઓને સહર્ષ સંમતિ અને સહકાર મળી શકશે. ટાઈપ સેટીંગ ઃ- દીપકભાઈ કે. મહેતા ભાવનગર. ફોન : (૦૨૭૮) ૨૫૬૮૧૧૦ મુદ્રક :- ભગવતી ઓફસેટ ૧૫, સી- બંસીધર મિલ, કમ્પાઉન્ડ, બારડોલપુરા, અમદાવાદ - ૩૮૦૦૦૪, Page #4 -------------------------------------------------------------------------- ________________ 些 ¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤ 3 સત્નો ઇશારો ઇશારા માત્રમાં આખી વાતનો મર્મ પામી જઈ શકે એવા ગુણીયલ સાધકો માટે આ ગ્રંથ રચાયેલ છે. સત્ વસ્તુ જ એવી અનોખી છે કે એ કોઈવડે કોઈને પમાડી શકાતી નથી. હા, એનો આછોપાતળો ઇશારો જરૂર કરી શકાય છે. પણ ઇશારાથી સમજનારા જીવો સદાય વિરલ જ રહેવાના, અસત્ની અનુરાગી આ દુનિયામાં પરમ સત્નો પ્રબળ ખપ પણ કેટલા સુભાગી જીવોને હશે ? દુનિયા આખી તો જાણે પોતે સત્ પામી ચૂકેલ હોય એવી પ્રગાઢ ભ્રાંતિમાં જ જીવે છે. કાશ, પોતાને પામેલ જ માનનાર ગહન પિપાસાથી પરિખોજ કરે એ સંભવ ક્યાં છે ? સત્ત્ને ખોજવાની ખરેખરી તાલાવેલી જેને નથી : સત્ વિના રહી ન શકાય – જીવી જ ન શકાય – એવી અદમ્ય પિપાસા જેને નથી; એની પાસે આખી જ્ઞાનગંગા લાવી મૂકો તો ય એનું મૂલ્ય એ કેટલું સમજી શકે ? ખરેખરો ખપ જાગ્યા વિના સ્વાધ્યાયનું તપ થઈ શકતું નથી. આંગળીના વેઢે ગણી શકાય એટલા ખપી જીવો માટે જ ખરેખર આ સર્જન અમારા વડે ઉદ્ભવેલ છે. તો ય આ તો સો ઇશારો માત્ર છે. સાધકને એ અંતર્મુખ થઈ; આત્મરમણતામાં જ ઓતપ્રોત થઈ જવા પ્રેરે છે. દુનિયાનો અને દુન્યવી પદાર્થોનો વ્યામોહ જેનો અલ્પ થઈ ચૂકેલ છે; સુખ માટેની બાહ્યદોટ જેની સાવ મંદ પડી ચૂકેલ છે; અને સચ્ચાઈભર્યા અંતઃકરણથી જેઓ અપાર્થીવસુખની ખોજમાં છે; એવા જીવોને જ સત્નો ઇશારો, પોતાના સસ્વરૂપ ભણી પાછા વળી જવા ઇજન-આમંત્રણ આપે છે. એક નાના-શા ઇશારાથી ઇંગીત તો ખરેખરો ખપી જીવ જ સમજી શકે ¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤DOQOD ¤¤¤¤☐☐¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤ Page #5 -------------------------------------------------------------------------- ________________ Kaaaaaaaooooooooo-ana 4 ને ? અહાહા... એ ખપી જીવ તો કેવું અનંતનિધાન પામી પરિકૃતાર્થ થઈ શકશે એ વર્ણવી શકાતું નથી. સુપાત્ર સાધકના સાધનામય જીવનમાં આમૂલ ક્રાંતિ આણનારું આ સર્જન છે. કેવળ લખવા ખાતર આ ગ્રંથ લખાયેલ નથી. સહેજે સહેજે જે આંતરસ્ફૂરણા થઈ એને થોડા સહજશ્રમથી શબ્દદેહ આપેલ છે. આથી વાચકને આખા ગ્રંથમાં ક્યાંય કૃત્રિમતા જેવું લાગશે નહીં. ખૂબ સહજભાવે હૃદયના ઊંડાણમાંથી જે અંતરોધ ઉદિત થયો એને જ આલેખીત કરેલ છે. ખૂબ ખૂબ ઠરેલ હૈયે આ લેખનકાર્ય થયું હોય; વાચક પણ જેમ બને તેમ વધુમાં વધુ ઠરેલ હૈયે પ્રસ્તુત ગ્રંથ વાંચશે તો અમૃતતૂલ્ય અનુભવ લાધશે. એ પણ જણાવવું જરૂરી છે કે હકીકતમાં અમારી જ જાતને ગહન પ્રેરણા આપવા આ ગ્રંથ અમે અમારા જ સ્વાધ્યાય હેતુ સર્જેલ છે. એથી ખપી સાધકોને પ્રસ્તુત ગ્રંથ વડે જેટલી પ્રગાઢ પ્રેરણા ઉપલબ્ધ થશે એટલી જ પ્રગાઢ પ્રેરણા અમને પણ પ્રસ્તુત ગ્રંથ વડે આજીવન મળતી રહેશે. આ ગ્રંથ એક-બે વાર વાંચી મૂકી દેવા યોગ્ય નથી. પણ અવારનવાર અવગાહન કરવા યોગ્ય છે એવું અત્યંત વિનમ્રપણે જણાવીએ છીએ. પ્રસ્તુત ગ્રંથ એક મૌલિક સર્જન હોવા છતાં અમે સહ્રદયતાથી કબૂલીએ છીએ કે ન માલૂમ કેટલાય પ્રબોધકો અને લેખકોની દેણગી અમારા જીવન ઉપર છે. સત્તા ઇશારા સ્થાને સ્થાનેથી અમને પણ ઉપલબ્ધ થયા છે. આપણે સહુએ એ ઇશારા ઉપરથી ભીતરના ભગવત્સ્વરૂપ ભણી વળી જઈ; અનંત સમાધિ સુખમાં ડૂબી જઈ; દુનિયાથી ખોવાય જવાનું છે. અહાહા... આવું અનંત ઉત્ક્રાંત પરીવર્તન પામવા નિમિત્તરૂપ આ સર્જન, છે. આ જ જનમમાં કોઈ નવો અમિતભવ્ય અવતાર પામવાની કેટકેટલીય કૂંચીઓ પ્રસ્તુત ગ્રંથમાં મોજૂદ છે. આ ગ્રંથના આરંભકાળે આ ગ્રંથનું નામ ચારિત્રઘડતરની ચાવીઓ' રાખવા ભાવના હતી. લખતા લખતા અઢી હજાર જેટલી ચાવીઓ 穴 ¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤☐☐☐☐☐☐☐☐0000000 Page #6 -------------------------------------------------------------------------- ________________ ¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤ 5 ¤¤¤¤¤¤¤¤¤¤¤ ̈***DOOD બતાવાય ગઈ છે, ન માલૂમ, કઈ કઈ ચાવીઓ કોણ ખપી જીવના પરમોદાત્ત ચારિત્રઘડતરનું નિમિત્ત બની જશે. વરને વરની મા વખાણે' એના જેવું પાગલ કાર્ય અમારાથી થાય છે પણ આત્મા એનો ઉત્કટ અવાજ અભિવ્યક્ત કરવા એટલો ઉત્સુક થયેલ છે કે અમે અનાયાસ આવું લખી જઈએ છીએ. હકીકત એ છે કે ખરેખરો અંતઃકરણનો ખપ જાગ્યા વિના માત્ર વાંચવાવિલોકવા ખાતર આ ગ્રંથ કોઈ ઉપયોગમાં ન લે એવી અમારી અંતરઉરની ઉત્કંઠા છે. એથી ખપ જગાવવા હેતુક પ્રાÉથનરૂપે અંતરમાંથી જેવો સૂર પ્રગટ્યો એવો આલેખી દીધેલ છે. "નિશ્ચયદૃષ્ટિ હ્રદય ધરીજી, જે પાળે વ્યવહાર પુણ્યવંત તે પ્રાણીયા, પામે ભવનો પાર" પ્રસ્તુત ગ્રંથમાં સાધક આત્માની અંતરદષ્ટિ કેવી હોય એ દર્શાવવા સાથે ઠેકઠેકાણે આત્માર્થી સાધકનો વ્યવહાર પણ કેવો રમ્યભવ્ય હોય એ સુંદર રીતે જણાવેલ છે. આ સઘળી પ્રેરણા આત્મસાત્ અને આચારાન્વિત કરનાર નિષે ભવનો પાર પામશે, એ અમારો આત્માનો અવાજ બોલે છે. તો ય અંદરનો અવાજ પુરેપુરો લેખાકીત અમે કરી શકેલ નથી. પાંચછ મહીનાના ટુંકા ગાળામાં આ સર્જન થયેલ છે. લખતા લખતા કેટલાય ભાવો છૂટી જવા પામેલ છે. ઘણીવાર ગહન મસ્તીમાં લખવાનું પણ બન્યું નથી. નીવડેલા સાધકો અર્થે આ સર્જન હોય, કેટલીય સાધારણ વાતો લખવાનું મુનાસીબ માનેલ નથી. વાત એ છે કે અંતરના ઉમળકાના પ્રમાણમાં તો અમે પર્યાપ્ત લેખન કરી શક્યા નથી. ભાવીમાં, સુભાગી વાચકોની આશીષથી આવું જ બીજું સર્જન આવી જ સહજતાથી – સંભવી શકે તો એ અમારૂ ઝંખવ્ય છે. - આખા ગ્રંથનું સુંદર ટાઈપ સેટીંગ અમારા ખાસ કલ્યાણમિત્ર શ્રી દીપકભાઈ કનૈયાલાલ મહેતાએ પરમ પ્રેમપૂર્વક કરી આપેલ છે. પરમમિત્ર હોય આભારદર્શન પણ શું કરવું ?! કંઈક લખો... કંઈક લખો... થોડું તો લખો એમ અવારનવાર પ્રેરતા ¤¤¤¤¤ ¤¤¤¤¤¤¤¤¤¤¤¤☐☐☐☐☐☐☐☐☐☐☐☐☐☐☐☐ Page #7 -------------------------------------------------------------------------- ________________ 品 ¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤ સદ્ભાવી મુરબ્બીઓ-મિત્રોનો પણ આભાર માનીએ તેટલો ઓછો છે. હું કાંઈક સર્જન કર્યું એવું અંતઃકરણથી સદૈવ અભિલષતા મારા પરિવારજનનોનો પણ આભાર માનવો ઘટે. કોને ખબર કોની કોની ઊંડી ભાવનાઓ આ ગ્રંથરૂપે સાકાર થઈ હોય! માત્ર વાંચવા ખાતર નહીં પણ મનન-ચિંતન-અનુશીલન-નિદિધ્યાસન કરવા યોગ્ય આ કૃતિને વાચકો તે પ્રકારે અપનાવશે એવી આત્મીય અભિલાષા. સહુનો સાધનાપથ ઝળહળતા આત્મજ્ઞાનના ઉજાસથી ભર્યો બનો એ જ... ચૈત્ર સુદ ૧ ૨૦૬૧ તા.૯-૪-૨૦૦૫ 6 *************⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀*** કથનમાં આવતા તમામ સત્યો સાપેક્ષ હોય, પ્રત્યેક સત્યને સાપેક્ષદૃષ્ટિથી જ અંગીકાર કરવા આત્મીયતાથી અનુરોધ ¤OOD સદ્ભાવાભિલાષી રાજુભાઈ લહેરચંદ શાહ ભાવનગર. છે. **************************************⠀⠀⠀⠀⠀********** ✩***********-**----------****** Page #8 -------------------------------------------------------------------------- ________________ અધિકારી કોણ? અધ્યાત્મબોધનો ખરેખરો અધિકારી એ છે કે જે જીવનના તમામ આયામોથી ઉભગી ગયેલ છે... અને રૂઢ જીંદગીથી રડી રડીને વિમુક્ત થવા ઝંખે છે. પોતે જીવી રહેલ છે એ સાચું જીવન નથી એવું જેને અંતરના ઊંડાણથી લાગે છે. અને - ઊંડા અંત:કરણથી જે સાચા સત્યનિષ્ઠ જીવનની ખોજ ચલાવી રહેલ છે. જેના ગહન અંતઃપ્રદેશમાંથી અવાજ આવે છે કે જીવન આટલું બધુ બેસૂરૂં-બેહુદુ ને બંધીયાર ન હોઈ શકે – બલ્ક, ખરું જીવન તો ઘણું વિરાભવ્ય અને ભાવનાની અનંત ગહેરાઈથી યુક્ત હોય. જેને કોઈ રમ્યભવ્ય અને સંવાદમધુર જીવનનો અણસાર અને ભણકાર ભીતરમાંથી સતત આવ્યા કરે છે અને જે ચીલાચાલું જીવનમાં “આમૂલ-ક્રાંતિ આણવા અર્નિશ તડપે છે. અધ્યાત્મબોધનો એ અધિકારી છે. જીવનનો પરમાર્થ અર્થાત્ પરમ અર્થ જે ખોજે છે તે ખરેખર એને અનુરૂપ એવો દિશાબોધ અચૂક પામે છે. જેની ખોજ સચ્ચાઈભરી છે અને ખોજવા હૃદયની અગાધ વેદના-સંવેદના નિહિત છે એને પરમાર્થની જીવન જીવવાની સર્વ પ્રકારની સુવિધાઓ અને સબ્રેરણાઓ અચૂક મળી રહે છે. જીવનની અનંત સુદ્રતાઓમાંથી જે અસીમ ઉંચે ઉંચે ઊઠવા તલસે છે અને અંત જ્ઞાન અને અંત પુરૂષાર્થની પાંખો અચૂક મળી રહે આ જ હોય છે . હા હા હાથ છે . હવે પ્રાણમાં જેની પ્રબળ પવિત્ર અભિપ્યા હોય એ પ્રાપ્ત થવામાં પ્રકૃતિના તમામ પરિબળો સહાયક બની રહે છે. સાધનાપથનો સમુજ્જવલ પ્રકાશ પામવા જેના પ્રાણ વારંવાર વલખે છે એને પોતાના અસ્તિત્વમાંથી જ એવો અદ્ભુત આલોક ઉપલબ્ધ થાય છે કે એની પાસે સેંકડો સૂર્યના આલોક પણ ઝાંખા પડે. જેની ઝંખના સચ્ચાઈ ભરી છે એને સદેવ સદેવ – નિત્યનુત્તન – પથપ્રકાશ સાંપડતો જ રહે છે. એનો સાધનાપથ – ઉછીના નહીં પણ પોતીકા – પવિત્ર પ્રકાશથી ઝળહળાયમાન બની રહે છે. સાધનાપથનો પવિત્ર પ્રકાશ ખરેખર તો ભીતરમાંથી મેળવવાનો છે. એ બહારથી ઉછીનો લેવાનો નથી પણ જાતે જ અસ્તિત્વના પેટાળમાંથી પ્રગટાવવાનો છે. આત્માએ થઈ હતી Page #9 -------------------------------------------------------------------------- ________________ GSR. જ આત્માના ગુરુ બનવાનું છે. આ કાંઈ અસંભવ કે અઘરું નથી હોં. સ્વબોધ પામી સ્વમાં ૧ સ્થિર બને તો સ્વભાવતઃ અંદરમાંથી જ પ્રકાશના શેરડાં ફૂટવા શરૂ થઈ જાય. વાત જ સ્વબોધ પામવાની જ મહત્વની છે. સ્વબોધ કહો કે આત્મજ્ઞાન કહો – એ પમાય તો ન પછી અંદરનો જ્ઞાન ભંડાર વધુને વધુ ખુલવા લાગે છે. દૈનંદિન અસ્તિત્વની ઊંડી ઊંડી તો ગહેરાઈમાં જવાનું અને વધુને વધુ ઉજ્જવલ પ્રકાશ પામવાનું દિલ થવા લાગે છે. ભાઈ...! સાધનાપથનો ખરેખરો પ્રકાશ કોઈ ગુરુ કે ગ્રંથ દ્વારા નહીં પણ પોતાના જ ગહન અસ્તિત્વમાંથી ઉપલબ્ધ કરવા આતૂર થવાનું છે. આત્મજ્ઞાન અને આત્મધ્યાન લાધે તો જ પરમપ્રકાશના થોકના થોક – અસ્તિત્વની અનંત ગહેરાઈપર્યત પહોંચીને – પ્રાપ્ત કરી શકાય છે. વાત અમારે એ લક્ષગત કરાવવી છે કે પ્રકાશ બહારથી નથી મેળવવાનો પણ - ભીતરમાંથી એના ફુવારાઓ ફૂટ્યા જ કરે એવું કંઈક કરવાનું છે. અહાહા... જો ભીતરના ભંડારો ખુલવા લાગશે તો એટલા ભાતીગળ ભવ્ય પ્રકાશો ભાળવા મળશે કે જીવન એક ગ્રંથાલય બની જશે. પ્રસ્તુત ગ્રંથ તમારી જ ભીતરમાંથી અગણિત ગ્રંથો જેટલો વિપુલ વિમળબોધ ઉદ્ઘાટવામાં નિમિત્ત થાય... તમારું આત્મજ્ઞાન ઝળહળાયમાન કરવામાં નિમિત્ત બને... અને તમે સ્વયં પ્રકાશસ્વરૂપ – બોધસ્વરૂપ બની, જીવનનો અલોકિક આનંદ ભોગવતા આ થઈ જાઓ એવી રૂડી ભાવના સાથે આ ગ્રંથ આપના કરકમલમાં મૂકીએ છીએ. એનો ના પરમોચ્ચ સઉપયોગ કરવાનું ચૂકશો નહીં. CROORSAA RASA T Per pg Sapag gra gregg grg? "વાર અનંતી ચૂકીયો... ચેતન, ઇણ અવસર મત ચૂકો." Page #10 -------------------------------------------------------------------------- ________________ સાધનાપથ અને આત્મજ્ઞાન 111111 Mઅgs સ્વાધ્યાય એટલે સ્વનું અધ્યનન. જાતનું અધ્યયન. કોઈ પ્રશંસા કરે તો ભીતરમાં ગલીપચી થાય છે, એવી જ રીતે પ્રત્યેક ઘટના વેળાએ ભીતરમાં શું પ્રતિભાવ ઉઠે છે એનું કરીને અવલોકન એ સ્વાધ્યાય છે. માનવીનું અંતઃકરણ એ અધ્યયન કરવા યોગ્ય મહાગ્રંથ છે. અરે ! એ ગ્રંથાલય છે. પ્રશાંતચિત્તે અંતઃકરણમાં ઉઠતા ભાવ-પ્રતિભાવોનો અભ્યાસ થાય- ગહેરાઈથી આંતરભાવોનું અવલોકન થાય – તો એ સ્વાધ્યાય છે. એ આતરતા છે. પોતાની જાત વિશે પોતાને જે અમુક પ્રકારની ચોક્કસ માન્યતા રહેલી છે એ માન્યતા કેવી ભ્રાંત છે અને વાસ્તવિક પોતાની જાત કેવા કાળા-ધોળા રંગોથી ભરેલી છે. એનું ભાન અંતરમાં પ્રવર્તતા વિભિન્ન-વિભિન્ન ભાવો અવલોકવાથી મળે છે. આત્મવિશુદ્ધિની ખરેખરી ચાહના હોય તો પ્રથમ અંતરમાં પ્રવર્તતા અગણિત ભાવો – પ્રતિભાવોનું ઈમાનદારીથી નિરીક્ષણ – પરીક્ષણ કરવું ઘટે છે. પોતે પોતાની ખરી જાત ઓળખવામાં કેવી થાપ ખાધી છે એનું સચોટ ભાન ત્યારે થાય છે. જઈs માનવી બીજું કશું અધ્યયન ન કરે અને માત્ર કરીને પોતાની ભીતરીય જાનું જ અધ્યયન કરે તો તે એક એવું વિરાટ અધ્યયન છે કે એમાં જીંદગી આખી પણ ટુંકી પડે. ખરેખર કરવા જેવો સ્વાધ્યાય આ છે. Page #11 -------------------------------------------------------------------------- ________________ સાધનાપથ અને આત્મજ્ઞાન સ્વને ઓળખો' – એમાં સકલ આગમોનાં અધ્યયનનો સાર આવી જાય છે. સ્વને ઓળખવા. અંતરમાં પ્રતિસમય ઉઠતા ભાવો-પ્રતિભાવો અને તળાની ભાવકની સિથિતિ લક્ષમાં લેવાની છે. જ્ઞાની ધર્માત્માઓ આ જ અધ્યયનમાં સતત રત હોય છે. સ્વાધ્યાય એટલે સ્વ + અધ્યાય. “સ્વ” શબ્દ શું સૂચવે છે ? શાસ્ત્રાધ્યાય ન કહેતા સ્વાધ્યાય કહેવા પાછળ ગર્ભીતાશય ઘણો ગંભીર રહેલો છે. સ્વ અર્થાત્ પોતાની જાત; એનું અવલોકન – એનું અધ્યયન, – એ કેટલું બધું વિસરાઈ ગયું છે ? સ્વનાં મનોજગતમાં ઉઠતા ભાવ-પ્રતિભાવોને જે સુપેઠે સમજી શકે છે એ ઠરેલ ચિત્ત સાધક અન્ય વ્યક્તિઓનાં પણ મનોભાવો નિરાળી રીતે પિછાણી શકે છે. – મનોવિજ્ઞાન અને શિખવું નથી પડતું. જગતને ઘણી ગહેરાઈથી એ જાણી-જોઈ શકે છે. હજું એકેય વાતે આ જીવનું ઠેકાણું પડ્યું નથી અને તો પણ એના ગર્વનો પાર નથી. આ ગર્વ જ જીવને એની વહરી વાસ્તવઃદશાનું હૃદયવેધક ભાન થવા દેતો નથી. ગર્વ જ જીવને ગાફેલ બનાવે છે. બાકી. સાધનાપંથમાં હજુ જીવ ક્યાં ઉભો છે એ સવાલ છે. મેં ઘણું સાધ્યું – એવો ભ્રામક ઘમંડ જીવ નિશદિન સેવે છે, પણ પોતાની ગહરી જાતનું રૂપાંતર કેટલું થયું એ ક્યારેય તલાસતો નથી. વિચારતો નથી કે, ઘાણીનાં બળદ જેવી ગતિ-પ્રગતિ તો નથી થઈને ?... પોતે વર્તમાનમાં ક્યાં ઉભો છે એ ગષણીય –સંશોધનીય છે. ગર્વના કારણે સાધકના જીવનમાં જે સ્વાભાવિક નમ્રતા-વિનિતતા-લઘુતા પાંગરવી જોઈએ તે પાંગરતી નથી અને વ્યર્થ અકડતા અને જીદ પાંગરી સાધકના જીવનને દુઃષીત કરે છે. અહવિલય અર્થે તો બધી સાધના છે એ પરમ હકીકત ભૂલવી ન ઘટે. જે સ્વભાવમાં લીન રહે છે અને સ્વાભાવિક સહજાનંદની ઉત્પત્તિ થાય છે. આ સ્વાભાવિક આનંદ એવો સઘન હોય છે કે એ દુન્યવી બીજા સુખદુઃખને સાવ નગણ્ય બનાવી દે છે. સ્વાભાવિક આનંદ શાશ્વત કાળપર્યત અખૂટ છે. Page #12 -------------------------------------------------------------------------- ________________ સાધનાપથ અને આત્મજ્ઞાન જ્ઞાની તો સાક્ષીમાત્ર છે: પ્રવર્તતા તમામ ભાવોનાં એ પ્રેક્ષકમાત્ર છે. – કોઈ ભાવોનાં એ એતરંગથી કર્તાહર્તા નથી. પોતાવડે પ્રસરતા ઉપદેશનાં પણ એ સાક્ષી બની રહે છે. જ્ઞાની એક અર્થમાં શુદ્ધ ચૈતન્ય’ જ છે. ‘કેવળ સર્વનાં સાક્ષી’. કોઈને સ્વહીતની ગરજ હોય તો એ જ્ઞાની પાસે આવેઃ જ્ઞાનીને કોઈ આવે કે જાય એની સ્પૃહા નથીઃ એમની આત્મમસ્તિ કોઈનાં આવાગમન કે આલંબન ઉપર નિર્ભર નથી. પૂરા આત્મમસ્ત છે એ તો. જ્ઞાનીને કોઈનાં પણ સંગની અંતરંગમાં કિંચિત્ પણ સ્પૃહા નથી. © નાથ ! જીવનમાં હું કેટલીય વેળા ભૂલ્યો હોઈશ. – ભૂલ્યો ત્યારે ભીંત પણ ભૂલ્યો હોઈશ. પણ. મારી પીઠ જેમ મને નથી બતાતી; તેમ મારી ભૂલો મને બતાતી નથી. નાથ ! તું મને મારી ભૂલોનું સ્પષ્ટ દર્શન કરાવ. એટલું જ આજનાં દિવસે માંગુ છું. - જીવને આત્મા સિવાય બીજાં સ્ત્રી – સંપત્તિ – મકાન ઇત્યાદિ વસ્તુઓ રૂચે છે એનું કારણ એ નથી કે એ વસ્તુઓ મહિમાપૂર્ણ છે; પરંતુ જીવે ભૂતકાળમાં અજ્ઞાનભાવે જે કાંઈ રુચિ-અરુચિના સંસ્કારો અંતરમાં રોપ્યા છે એના સંમોહનવશ ગમો-અણગમો થાય છે. 0 આત્મા સિવાય કોઈપણ પદાર્થમાં મહત્તા ભાસે છે એ નિશ્ચયે પૂર્વે પરિસેવેલ ભ્રાંતિનું જ પરિણામ છે. ગાઢ અધ્યાસના કારણે તમામ તુચ્છ ચીજો મૂલ્યવાન ભાસે છે, પણ એ કેવલ આભાસ છે. ત્રણભુવનમાં સ્વાત્મા સિવાય કોઈ પદાર્થ મહિમા કે પ્રીતિ કરવા લાયક છે નહીં. 70 `તૃપ્ત થવું' એ મનના સ્વભાવમાં જ નથી, તમે કેટલું આપશો તો મન ‘હાશ, હવે સંતોષ' – એમ કહેશે ? મનની માંગ તમે પૂરી કરવા મથતા હો તો મથોઃ પણ ન ભૂલો, મન ક્યારેય ‘હવે બસ' કહેનાર નથી. ઉલ્ટું, જેટલું વધુ આપો એટલું વધુને વધુ માંગનારી એ જાત છે. 70 હે સાથક ! સાધનાયાત્રાનો આરંભ તે કેવા ઉદ્દેશથી કર્યો હતો ? – એ ઉદ્દેશપૂર્તિ કેટલી થઈ ? એ ઉદ્દેશ નિરંતર તારી નજર સમક્ષ રહે છે ? ઉદ્દેશપૂર્તિ માટે તે જે સાધન-ઉપાય અજમાવેલ છે તે યથાર્થ છે ? તારા વિચાર, વાણી, વર્તન એ ઉદ્દેશને અનુરૂપ છે ખરા ? 味 Page #13 -------------------------------------------------------------------------- ________________ સાધનાપથ અને આત્મજ્ઞાન પ્રતિભ્રમથી જીવ કાચના કટકાઓને રત્ન માની એમાં ગાઢ પૂછ-આસક્તિ કરી રહ્યો છે. તુચ્છ વસ્તુમાં મૂછ કરી એનો સંગ્રહ કરી રહ્યો છે અને પરમ પદાર્થ ગ્રહતો-સંગ્રહતો નથી. છતાં પણ મૂઢપણે વિપુલ કમાણી કરી માની, મનોમન મલકાય છે ! હે જીવ ! હોશમાં આવ... બેહોશી ત્યાગ... કેટલું લૂંટાવું છે તારે ?.. મોહના કારણે તું દિનરાતનિશદિન લુંટાય રહ્યો છે... હવે તો ખામોશ થા... હવે તો ખમવાનું કર... હવે તો વિવેક જગાવી હોશમાં આવ. ©OS કેવી બૂરી તરહ લૂંટાયો છે આ જીવ, – એનું એને ભાન સુદ્ધાં નથી ! સાવ દેવાળીયો થઈ જવા છતાં મોહમૂઢ જીવ મારગ બદલવા તૈયાર નથી ! એના જ્ઞાનચક્ષુ નથી ખુલતા તે નથી જ ખુલતા ' મૂઢ જીવ ! હવે તો હોશમાં આવ. હે નાથ ! નિરંતર આયાસ કરી કરી થાકું છું તો પણ મારા કર્તવ્યની સ્પષ્ટ રૂપરેખા બનતી નથી. ખરેખર મારૂં કર્તવ્ય શું છે એ સમજી બાકી બધુ મારે પરિહરી દેવું છે. મારું આત્મગત કર્તવ્ય શું છે અને મારૂં સમષ્ટિગત કર્તવ્ય શું છે એ પિછાણી મારે અન્ય સર્વ ઉત્પાત ભૂલી કર્તવ્યલીન થઈ જવું છે. આજનો માનવી કેટકેટલી જાણકારી મેળવે છે ? – શું ખરેખર આટલી બધી જાણકારીઓ મેળવવી જરૂરી છે ? કે પછી ખરેખરૂં જાણવા યોગ્ય: આ બધી જાણકારીની ભીડમાં રહી જાય છે.” અતી અનિવાર્ય એટલી જ જાણકારીનો બોજ માનવી ત્યે તો કેવો હળવો રહી શકે ? આત્માના આસ્વાદથી અહર્નિશ રસવીભોર ન રહેવાતું હોય તો આત્મા જાણ્યો શું કહેવાય ? આવો અમુલખ પદાર્થ જાણ્યા પછી એમાં લયલીન ન રહેવાય એવું બને જ કેમ ? જાણ્યો તે તો એમાં જ રમમાણ થઈ ચૂક્યા... એકતાન થઈ ચૂક્યા. અધ્યયન કરનાર, પોતાને જ વિષયવસ્તુ બનાવી, પોતા વિષયક માહિતી સંપાદિત કરવા તત્પર બને કે ‘હું પોતે પોતાને ન પિછાણું !” – આ કેમ ચાલે ? હું કોણ ? મારૂં કર્તવ્ય શું? પ્રાપ્તવ્ય શું? મારૂં ક્યું ઠેકાણું છે – ક્યાં જવાનું છે મારે ? ઇત્યાદિ ગહન ગવેષણા અહર્નિશ કરવી ઘટે. Page #14 -------------------------------------------------------------------------- ________________ સાધનાપથ અને આત્મજ્ઞાન હે જીવ! થવું હોય તો આત્મ તલ્લીન થજે. બીજે ક્યાંય લીન થઈશ નહીં. અન્યત્ર ક્યાંય લીન થવું એટલે આત્મવિસ્મરણ કરવું – એનું પરિણામ સહજાનંદ ગુમાવવો એ છે. એનું પરિણામ નિષયે દુઃખ છે. દુર્ગતિ છે. માટે આત્મા સિવાય ક્યાંય લીન થવા જેવું નથી. હે સાધક ! તારૂં ચિત્ત ચંચળ છે અને હજુ સ્વભાવમાં સ્થિત થતું નથી – એનો અર્થ એ જ કે હજુ તને સંસારમાં સુખ ભાસે છેઃ ચિત્ત બહાર ભમે છે એનો અર્થ જ એ છે કે એને બાહ્યભાવોની મહત્તા છે. અને છતાં પણ, તું તને મહાન ધર્માત્મા માને છો !? હે મન! તારે જગત સાથે શી લેણાદેણી છે ? સાથી, સંગાથી, સંબંધી, પરિચિતથી તારે શું લેવું છે ? તું જેની પાસે પ્રેમની અપેક્ષા રાખે છે એ તો તારી જ પાસે અપેક્ષા રાખે છે. ભાઈ અહીં દાતા કોઈ નથી: અહીં સૌ ભીખારી છે માટે મનને મનાવી તું વ્યર્થ અપેક્ષા છોડ, તો જ સુખી થઈશ. જે પરિસ્થિતિ વિશેષને કારણે તું માને છો કે મારા આત્માનું આ પરિસ્થિતિને કારણે ઘણું બગડી રહ્યું છે – એવી જ (પ્રતિકુળ પરિસ્થિતિમાં પણ અગણિત મહાનુભાવોએ સાવધ બની આત્માનું ઉદું ઘણું હીત સાધ્યું છે. મહાન આત્મોત્થાન સાધ્યું છે. ©OS એકસરખું સળંગપણે સંવાદિત જીવન કોઈનું પણ નિર્ગમન થતું નથી. અનેક અટપટા રંગો એમાં આવે છે. અલબત્ત, જીવનના વિવિધરંગી વહેણમાં સદેવ, એક સમાન સમદષ્ટિ ધારી રાખવી હોય તો તે અસંભવ તો નથી જ, અભ્યાસ સાધ્ય થાય તેમ છે. પોતાની અસ્તિનું ભાન સાધકને પ્રતિસમય જીવંત રહેવું જોઈએ. કોઈ પણ કાર્ય – ચાહે એ વાંચનનું હોય, શ્રવણનું હોય, દૈનિક જીવનનું હોય કે પછી કોઈ પણ અન્ય હોય – એ કરતા કરતા પણ અસ્તિનું ભાન વિસરાવું ન ઘટે. આ બહું ગંભીર વાત છે. સ્વઅસ્તિત્વના ભાનપૂર્વક જે કાંઈ કાર્ય સંભવશે એ કાર્ય જાગૃતિપૂર્ણ હોય, એમાં પ્રાયઃ કોઈ દોષ કે ભૂલ રહેવા પામશે નહીં. સમયે સમયે સ્વત્વનું ભાન જીવંત રહેવું ઘટે. પ્રારંભમાં કદાચિત અઘરું લાગે. પણ અભ્યાસે એવી સભાનતા ખચીત રહી શકે છે. Page #15 -------------------------------------------------------------------------- ________________ સાધનાપથ અને આત્મજ્ઞાન સ્વના જીવંત ભાનના બદલે, સ્વને વિસ્મરણ કરવાની આપણને બુરી આદત પડી ગઈ છે. સ્વને વિસરવા માટે જ આપણે સંગીત-વાંચન ઇત્યાદિ કોઈને કોઈ પ્રવૃત્તિમાં પરોવાઈ રહીએ છીએ. કોઈ પ્રવૃત્તિનો નિષેધ નથી પણ સ્વના સ્મરણપૂર્વક કોઈ પણ પ્રવૃત્તિ કરવી હોય તો કરવી ઘટે. ધ્યાનના રસની સાથે સાથે: અંતરંગ ભાવલોકને અવગાહવાનો અર્થાત્ ભીતરમાંથી ઊઠતી દરેક ભાવના – લાગણીઓ – પ્રતિભાવોને વૈજ્ઞાનિક ઢબે સમજવાનો પ્રયાસ જેટલો ગહન થશે એટલી ભીતરીય નિર્મળતા વૃદ્ધિગત થતા, સ્વાભાવિક આત્મસ્થિરતા પણ વધવાનો અવકાશ થશે. કોઈ નિંદા કરે તો નિંદક બાજું લક્ષ ન ધરતા, પોતાની ભીતર લક્ષ તુરંત વાળી દેવું ઘટે. પોતાની ભીતર એની શું પ્રતિક્રિયાઓ ઉઠે છે? કેમ ઉઠે છે ? અહમ્ ઘવાતા કેવીક બેચેનગી ઉદ્ભવે છે? આમ સ્વજાતનો ઠરીને અભ્યાસ થાય તે સ્વાધ્યાય' છે. ભાઈ: ભીતર જાતા તને અંધારું ઘોર ભાસતું હોયઃ જીવ અકળાતો હોય: પ્રાણ ભીતરથી બહાર દોડી જવા આતુર થતા હોય તો પણ મને કે કમને પણ તું ધીરે ધીરે ભીતર જવાનો અવશ્યમેવ અભ્યાસ કરજે. ધીરે ધીરે સો રૂડાં વાના થઈ રહેશે, અને પરમાનંદ પર્વત પણ પહોંચી શકાશે. જONS જીવ જો નિરતર પોતાના ચાલતા વિચારતરંગોની ચકાસણી – તપાસ કરે તો એને અવશ્ય માલુમ પડે કે મોટાભાગનાં વિકલ્પો વ્યર્થ પાગલપન જેવા અને ક્લેશ જ ઊપજાવનારા છે. આવી વિચારોની ભીડ વચ્ચે માનવીને સુખ-શાંતિ કે સમાધિનો અનુભવ કે એની ઝલક પણ ક્યાંથી લાવે ? જે જીવનમાં સુખ-શાંતિ-સમાધિની ઝલક પણ ન જોવા મળે એવી જીંદગી જીવવાનો પણ શો અર્થ છે ” માનવે વિચારતરંગોના પાગલપનમાંથી ગમે તેમ કરીને પણ છૂટકારો મેળવવો જ જોઈએ. – વિચારનાં તીવ્ર તણાવમાંથી છૂટવાનો એકમાત્ર ઉપાય જ્ઞાનરૂધ્યાન જ છે. ©OS આજ પર્યતમાં અગણિત-અગણિત આત્માઓએ ધ્યાન વડે જે અનિર્વચનીય શાતા-શાંતિ-સમાધિનો ગહન અનુભવ કર્યો એ ધ્યાન શીખવું ખરેખાત દુર્ઘટ નથી. – ધીરે-ધીરે શીખતા શીખતા જ એ શીખી જવાય છે અને અભ્યાસે એમાં નિપુણતા પણ આવી જાય છે. Page #16 -------------------------------------------------------------------------- ________________ સાધનાપથ અને આત્મજ્ઞાન ધ્યાનમાં અલબત્ત એવું બને છે કે પોતાની જાતનાં ગુણ-દોષ ઘણી નિકટતાથી નિહાળવા મળે છે. આથી ગુણની ખીલવટ વધુ કરવાનું અને દોષને દૂબળો કરવાનું કાર્ય આસાન બને છે. ધ્યાન એટલે જેવી છે એવી જાતનું સ્પષ્ટ દર્શન'. પછી શુદ્ધિકરણની અણમોલ પ્રક્રિયા સંભવે છે. જે શાસ્ત્રીય સંગીત વિ. ગંભીરતા આણનાર સંગીતમાં તન્મય થઈ જઈ શકે છે એ જો તર્વેળા સાથોસાથ પોતાનાં અસ્તિત્વની ગહેરાઈમાં પણ ઉતરવાનો પ્રયત્ન કરે તો ધ્યાનની ગહેરાઈમાં આસાનીથી સરકી શકે છે. લક્ષ અંતરનાં ઊંડાણ તરફ વાળવું જોઈએ. હૃદયમાં જ્યારે સ્વતઃ વિરાગ હોય ત્યારે, જીવ જો અંતર્મુખ અને આત્મકેન્દ્રિત થવા થોડો પણ પ્રયાસ કરે – પોતાનાં સ્વભાવમાં ઠરી જવાનું કરે તો – અલ્પ પ્રયાસે ઘણી સિદ્ધિ મળે છે. ધ્યાન જ્યારે સહજ જામતું હોય ત્યારે બીજાં હજાર કામ મુલતવી દેવા ઘટે. આજપર્યત આપણે આપણી જાતની જ બેહદ ઉપેક્ષા કરી છે. એથી જાત સાથે આપણો મિલાપ થાય ત્યારે, જાત (અંતર્યામિ) અબોલા લઈને પણ બેસી જાય: આપણી એ ઉપેક્ષા પણ કરે, તો પણ આપણા એ પરમાત્માને મનાવવા આપણે આકાશ-પાતાળ એક કરવા ઘટે – તો ધ્યાનધારા હાંસલ થાય. પરમાત્મા કોઈ ઉપર આસમાનમાં બિરાજતા નથી, – એ તો આપણાં ગહન અસ્તિત્વમાં સમાયેલાં છે. એની ઉપેક્ષાનાં માઠાં ફળ આપણે અહર્નિશ ભોગવી રહ્યા છીએ. આપણો ને એનો એવો વિરહ થયો છે કે વિરહની ગહન મધૂર – ગાઢ વ્યથા ઊપજશે ત્યારે જ પરમાત્મા પ્રગટ થશે. પોતાનાં અંતર્યામિને મનાવવા – રિઝવવાનું કાર્ય અલબત્ત ઘણું કઠીન પણ છે – આરંભમાં તો ઘણું કઠીન છે જ – તો પણ – વૈર્યથી-ગાંભીર્યથી જે એ મહદ્ કાર્ય પાર પાડે છે એ આખરે મહેનત કરતાં લાખોગણું અધિક ફળ પામે છે. – ખરેખર એ ઉપલબ્ધિ વર્ણનાતીત છે. DO અંતરનાં પરમાત્મસ્વરૂપનો આવિર્ભાવ કરવો હોય તો... નિયમ છે કે, કશુંક ઉપલબ્ધ કરવાં કશુંક અવશ્ય ગુમાવવું પડે છે. અલૌકિક ઉપલબ્ધિ પામવાં લૌકિક ચાહનાઓ ખરી જવા દેવી પડે છે. ચિત્તની ચંચળતા ત્યજી દુન્યવી પિપાસાઓ પરિહરી દેવી રહે છે. મહાન ઉપલબ્ધિ તો જ સંભવ છે. Page #17 -------------------------------------------------------------------------- ________________ સાધનાપથ અને આત્મજ્ઞાન ઘણાં સાધકો ભોગ અને યોગ બન્નેની વચ્ચે ઝોલાં ખાય છે. કહેવાની જરૂર નથી કે તેઓ યોગ જેવા પરમોચ્ચ પદાર્થને સમજ્યા જ નથી. જ્ઞાન-ધ્યાન દ્વારા જે અનહદ પરમાનંદ પ્રગટ થાય છે એની ઝાંખી પણ એમને નથી. – રત્ન અને પથ્થરનાં ટુકડાને સમાન જાણનારને શું કહી શકાય ? ખરેખર આ પામર મનમાં જ્યાં સુધી વિષયોનું મૂલ્ય છે ત્યાં સુધી નિ થયે એણે ઠરીને કદિ સ્વભાવગત અનિર્વચનીય શાંતિનો અનુભવ કરેલ નથી જ. એ અનિર્વચનીય અનુભૂતિની ઝલક પણ લાવે તો વિષયરસો તો નિસર્ગત નગણ્ય થઈ પડે છે. અંતર્યામિનાં મિલાપની અનિર્વચનીય અનુભૂતિની એક આછેરી ઝલક પામી લીધા પછી. તત્કાળ કદાચ મોત પણ આવી જતું હોય ને સમગ્ર જગતથી અલવિદા થઈ જવાનું સંભવી જતું હોય કદાચ: તો પણ એ ઝંખવ્ય છે એ જ જીવનની પરમ સાર્થકતા છે. કોઈ અન્ય વ્યક્તિમાં અર્થાતુ પરચેતનામાં ધ્યાન જેટલું ગહેરૂ જાય એટલો એ આત્મધાત નિશ્વયે નોતરે છે અને ધ્યાન જેટલું જેટલું સ્વચેતનામાં ગહેરૂ જાય એટલો આત્મવિકાસ નિઃસંદેહ થાય છે. ધ્યાનનો પ્રવાહ કઈ બાજું જાય છે એનાં ઉપર વિકાસ કે વિનિપાતનો મદાર છે. ઇષ્ટ પદાર્થોની પ્રાપ્તિ માટેની અને અનિષ્ટ સંયોગોમાંથી છૂટવાની તડપનને જ્ઞાનીઓ દુર્બાન કહે છે. – કારણ મનનો એ વ્યર્થ ઉત્પાત માત્ર છે, જે મનને ચંચળ-વ્યગ્ર અને મલીન બનાવે છે. માટે દુર્ગાનથી બચવા સર્વ ઇષ્ટ-અનિષ્ટનાં ખ્યાલમાંથી મુક્ત થઈ જવું. અર્થ અને કામનાં જ ધ્યાનમાં જેતલ્લીન રહે છે એ અનુપમ આત્મધ્યાનને કદીપણ પામી શકતા નથી. માનવને મળેલી અપૂર્વ ધ્યાનશક્તિનો આવો કરૂણ ફેજ કરનાર પુનઃ મનુષ્યાવતાર પામતા નથી. જ્ઞાનીઓ આવા દુર્ગાનથી બચવા માટે ખૂબખૂબ ચેતવે છે. સ્વરૂપનાં ધ્યાનથી હૈયે એવો પ્રગાઢ જંપ વળે છે કે સંસારનાં કોઈ અજંપા ઝાઝું સતાવી શકતા નથી. જેટલું સ્વરૂપધ્યાન અવગાઢ એટલી કંપની સઘનધારા હૈયામાં વિલસી રહે છે. ધ્યાનીનર તો આત્મતૃપ્ત છેઃ ગહન આત્મતૃપ્તિનાં કારણે દુન્યવી કોઈ અતૃપ્તિ વેદાતી જ નથી. T Page #18 -------------------------------------------------------------------------- ________________ સાધનાપથ અને આત્મજ્ઞાન અન્ય કોઈ વૃત્તિ-કૃત્તિમાં સાધકને રસ નથી. જામેલી આત્મવૃત્તિમાંથી એવી ગહન સૌખ્યતા સંવેદાય રહી છે કે, રસલીન થયેલો સાધક – એક આત્મવૃત્તિ સિવાય – દુન્યવી તમામ વૃત્તિ-પ્રવૃત્તિ પ્રતિ સાવ ઉપેક્ષાવાન બની જાય છે. આનું નામ સામાયિક છે. - 70 પાંચ ઇન્દ્રિયોનાં તમામ વ્યાપાર સમેટાય જઈને વૃત્તિ સંપૂર્ણપણે સ્વરૂપમાં સમાય જાય ત્યારે સાધકની ચોમેર એવી સ્તબ્ધતા વ્યાપી જાય છે કે; સાધક એક સૂના મંદિરની જિનપ્રતિમા જેવો જ બની રહે છે. પોતાનાં ‘અનાદિ અનંત' શાંતસ્વરૂપનું ત્યારે જીવંત ભાન થાય છે. આપણાં અસ્તિત્વની નિગૂઢમાં એક અક્ષય શાંતિનો ઝરો વહી રહ્યો છે. એ ઝરામાં જેણે ડૂબકી લગાવી છે એ સમતારસનો ભંડાર બની જાય છે. સંસારનાં સુખ-દુઃખ, હર્ષ-શોક ઇત્યાદિ તમામ દ્વંદ્વોથી એ પર બની; સમત્વનાં સાગરમાં લયલીન થઈ જાય છે. 70 ઇન્દ્રિયજન્ય વિષયોની સન્મુખ થતા જેને ચંચળતા વ્યાપે છે – અર્થાત્ ચિત્ત હાલકડોલક થઈ જાય છેઃ એ પુરૂષ ખરા અર્થમાં ધ્યાની નથી. અથવા એનું ધ્યાન હજુ સઘનભાવે જામ્યું નથી. અતીન્દ્રિય આનંદનાં ઘુંટ એણે હજું પીધા નથી. ધ્યાનની ધૂન જેના ઉપર સવાર થઈ એને પ્રણયની પણ ધૂન સ્પર્શી શકતી નથી; એવો એ પુરૂષ પરમ આત્મતૃપ્ત હોય છે. સ્વથી જ એવી અવગાઢ સંતુષ્ટિ સાંપડે છે કે પરની હુંફની એને લગીરેય જરૂરત રહેતી નથી. જોગીઓ જંગલમાં અમસ્તા નો'તા સમાઈ ગયા... 70 ધ્યાન સમજણને ઊંડી અને વિશદ બનાવે છે. ધ્યાની જેવો શાણો ને ગંભીર નર બીજો ગોત્યો મળવો નથી. ધ્યાન વિચારણાને સૂક્ષ્મગંભીર અને તલસ્પર્શી બનાવે છે. – એ વડે એવો પરમ વિવેક નિષ્પન્ન થાય છે કે મોહાંધતા ટકી શકતી નથી. માંહી ડૂબે તે મહિમા જાણે' એવી વાત છે. 0TM ધ્યાની નર જગત સમક્ષ કે પરિવારજનો સમક્ષ કોઈ અપેક્ષાથી હાથ લંબાવતો નથી. એનું અંતર દારિદ્રય સાવ નિર્મૂળ થઈ ચૂક્યું હોય છે. સમ્રાટને ય શરમાવે એવી એની નૈસર્ગિક ખુમારી હોય છે. કોઈ દુર્લભતોષની પ્રગાઢ છાયા એનાં અંતરમાં છવાયેલી રહે છે. Page #19 -------------------------------------------------------------------------- ________________ ૧૦ સાધનાપથ અને આત્મજ્ઞાન સંસારનાંમોહમૂઢ પ્રાણીઓ અરસપરસ એકબીજા પાસે પ્રેમ આદિની અપેક્ષા રાખે છે. એ ભૂલી જાય છે કે ઝોળી તો સામાની પણ ખાલી છે. સામા પણ ઝોળી ફેલાવી એવી જ અપેક્ષા રાખે છે. સૌ ભીખ માંગી રહ્યા છે. કેવું કરુણ છે આંતરદારિદ્રય ! અનુભવી પુરુષોએ જગતનાં પરિવારોને ધૂતારાઓની ટોળી કહી છે તે નગ્ન સત્ય છે. જેની પાસે આંતરધન નથી એ કાંઈ લૂંટાવાનો નથી – પણ – જેની પાસે ધ્યાનાદિ વડે આંતરસંપત્તિ પેદા થઈ છે એ જો સાવધ થઈ સુવિવેકથી ન વર્તે તો... માટે જ જ્ઞાનીઓ અંતર્મુખવૃત્તિએ જીવે છે. જ્ઞાનીઓ કહે છે સમજ્યા તે અંતરંગમાં સમાઈ ગયા. બહુ જ સાચી વાત છે. વિશ્વની વસ્તુસ્થિતિ સમજીને, કરુણા ઇત્યાદિ કોડ સેવવાને બદલે બને તેટલા ઊંડા અંતરમાં સમાઈ જવા જેવું છે. અનંતા સિદ્ધો એમ જ સ્વમાં સમાઈ ગયા છે. અતિ અતિ ગહન વાત છે.. દુનિયાનાંજનો તો પોતે દેવાળીયા છે ને જગતગુરુ બની આખા જગતને દાન આપવાની, આભ ફાડી નાખે એવી પરાક્રમની મંછા ધરે છે !... દુનિયાનું વાસ્તવઃ સ્વરૂપ ઘણું વહj અર્થાતું ભયંકર છે. એ તો જ્ઞાની – ધ્યાનીને પણ લૂંટી જનારી જમાત છે. – નાના શિશુ જેવી એ નિર્દોષ નથી. જઈOS ખરેખરો ખપી જીવ આવે તો જ્ઞાની ઘણી કરુણા કરવા તત્પર હોય છે. પણ એવો ખપી જીવ તો લાખો માં લાવે નહિ ને કરોડમાંય કોઈક જ હોય.બાકી, વાચાળ જીવો ઉપદેશ લાયક નથી. તૂટેલા તળીયાના પાત્ર જેવા જીવો પરમતત્વના બોધને લાયક નથી. અનંતાજ્ઞાની એથી મન રહ્યા. જીવ! જગતને બોધ-પ્રબોધ દેવાના ઓરતા છોડી ; તું સ્વયં ધ્યાનના મહોદધીના અતળમાં ઊતરી જા એમાં ડૂબકી લગાવ્યા પછી તેને બહાર પડવાના કે જગત્ પૂજય થવાના ઓરતા જ નહિ રહે. તત્વવિદો કરૂણાને પણ અશુદ્ધિ કહે છે. એનું રહસ્ય તને અંતરમાંથી લાધશે. પહેલા કોઈ તત્વજ્ઞાનીના આશ્રયમાં જા અને વસ્તુસ્થિતિના હાર્દને સમજ. અંદરમાં એના મર્મને ખૂબખૂબ પચાવ, તત્વજ્ઞ થયા પછી પરના તારણહાર થવું હોય તો તારી મરજી ! પણ વસ્તુસ્થિતિનું યથાર્થ સ્વરૂપ જાણ્યા-પિછાણ્યા વિના એવા વેગ-આવગમાં જંપલાવીશ નહીં. Page #20 -------------------------------------------------------------------------- ________________ સાધનાપથ અને આત્મજ્ઞાન હે સુજ્ઞ આત્મન્ ! કરુણા તારે કરવી જ હોય તો સર્વથી અત્યાધિક કરુણાપાત્ર તારો પોતાનો આત્મા જ છે એમ તું નિઃસંદેહ જાણ. તળાવ પર્યંત આવી એ તરસ્યો રહ્યો છે ! પહેલા જાતની તૃષા સુપેરે છિપાવ – બીજી વાત પછી વિચારજે. ૧૧ NOGT હે સુખશીલીયા જીવ ! તું જો મનને ધીરજથી મનાવીને રુપૂિર્વક સંયમગુણ નહીં ખીલવ તો એ વિના સહજ સ્વરૂપધ્યાન શે સાધી શકીશ ? હઠથી નહીં પણ હાર્દથી તારે સંયમની રુચિ કેળવવી જ રહી અંતર્મુખી રુચિ વધારવા બહિર્મુખી રુચિ સંક્ષેપવી જ રહી. 70 અનુભવી પ્રાજ્ઞજનો તમામનો એ બાબતમાં તો એક મત જ છે કે અસંયમ આખર તો આકુળતા અને વ્યાકુળતા જ નીપજાવે છે. સ્પર્શેન્દ્રિય, રસેન્દ્રિય, કર્ણેન્દ્રિય આદિ કોઈ પણ ઇન્દ્રિય સંયમ અર્થાત્ મર્યાદા ચૂકે ત્યારે નિશ્ચયે હાનિ નીપજાવે છે. મહાવીર જેવી અંતરંગ આત્મદશા ન ઘડાય ત્યાં સુધી મહાવીરના સંયમ-તપની નકલ કરવી સમુચિત નથી. અંતરંગ વિરક્તતા સહજ પાંગરતી જાય તેમ તેમ તપ-સંયમની પ્રગતિ થવી ઘટે છેઃ એમાં કઠોરતાનો નહીં, કોમળ પરિણતિનો સવાલ છે. GN સમજણ...સમજણ...સમજણ વડે ખૂબ ખૂબ કેળવાયેલી એવી અહિંસા, સંયમ અને તપની સહજ અભિરૂચી ખીલેલ હશે તો સ્વરૂપ પીછાણવાનું, સ્વરૂપમાં ઠરવાનું, સ્વરૂપમય બનવાનું ઘણું સુગમ બની રહેશે. ~~~ આજના માનવજીવનની મોટામાં મોટી કરુણતા હોય તો એ છે કે જીવનમાં કોઈ વાતે લેશ સંયમ નથી. નથી મનનો લેશ સંયમઃ નથી વાણી ઉપરનો સંયમઃ નથી કાયાનો કે ઇન્દ્રિયોનો લગીર સંયમ. ત્યાગની મસ્તીની વાત તો દૂર – (સંયમપૂર્વક) ભોગવતાય આવડતું નથી !! ઈચ્છાઓને બેહદ ભડકવા ન દેવી અને એ મર્યાદામાં જ ઉત્પન્ન થાય-પણ મર્યાદા બહાર ઉત્પન્ન જ ન થાય એવી મનઃસ્થિતિ ઘડવી - એવી સમજણ કેળવવી એ પણ તપ છે. આજના માનવીએ બને તેટલો આવો તપના અભ્યયાસ કેળવવા જેવો છે. Page #21 -------------------------------------------------------------------------- ________________ ૧૨ સાધનાપથ અને આત્મજ્ઞાન ધ્યાનના બહાને ઘણા લોકો ખોટા વિચારતરંગે ચઢી જાય છે. જ્યાં સુધી ચિત્તમાં ‘આત્મા' સિવાય અન્ય કોઈ વ્યક્તિ વા પદાર્થનું સ્મરણ-ચિંતવન છે, ત્યાં સુધી આત્મધ્યાન નથી. બેદરકારપણે ધ્યાન કરવાથી મન સ્વભાવને બદલે વિભાવમાં પરોવાય ઉલ્ટે હાનિ નોતરે છે. સ્વ-લક્ષ અને પર-લક્ષ બંને સારી રીતે સમજી લેવા ઘટે છે. માત્ર પરિભાષાથી નહીં પણ પ્રયોગ દ્વારા પિછાણી પિછાણીને સમજી લેવા ઘટે છે. - કારણ, ‘આત્મલક્ષ આપણે સાવ વિસરી ગયા છીએ. સ્વલક્ષ્યની નિપુણતા આવ્યા પછી જ આત્મયોગનો પ્રારંભ થાય છે. સ્વલલ્ય આત્માનું જેટલું હિત કરે છે – પરલક્ષ્ય એટલી જ આત્માની હાનિ કરે છે. પરલક્ષ જ ખૂબ આત્મઘાતક છે. આરંભમાં કઠણ જણાય તો બહુ થોડો થોડો પણ સ્વલક્ષનો અભ્યાસ ખચીત કેળવવા લાયક છે. એ વિના ગહન શાંતિ-સમતા ઉપલબ્ધ થવાની નથી. ચિત્તમાં પોતાના શુદ્ધચેતન્ય' સિવાય કોઈનું પણ સ્મરણ એ પરમાર્થથી ધ્યાન નથી. જીવ ! અન્ય પરમાત્માના સ્મરણ તો અપરંપાર કર્યા; હવે તારા જ ભીતરના પરમાત્માને ઓળખ તારી ભીતર કલ્પનાતીત મહાન એવું ભગવસ્વરૂપ રહેલું છે એને ઓળખી ધ્યાન કર. જીવ! તું નિશ્વયે જાણ કે, આત્માને ઓળખી એમાં જ તલ્લીન તદાકાર થઈ જવું એ જ ખરું ધ્યાન છે. બાકી કહેવાતા અન્ય ધ્યાનોમાં કોઈ માલ નથી. એકવાર આત્મતન્મયતા જામશે તો તું એવા ગહન સુખને – એવી ગહન શાંતિને - પામીશ કે જેનું વર્ણન અસંભવ છે. ચિત્તનું સંપૂર્ણપણે ચૈતન્યમાં થંભી જવું એનું નામ સદેહે મુક્તિ છે. સાધક અહીં સાક્ષાતપણે મુક્તિનો પરમાનંદ અનુભવે છે. સાથોસાથ અહીં યુગોયુગોના સંચિત કર્મો સ્વતઃ ખરવા લાગે છે, એથી ક્ષણે ક્ષણે અમાપ ‘આત્મવિશુદ્ધિ પણ નિષ્પન્ન થાય છે. ભાઈ ! કરતાં-કરતાં તમે કુશળ ધ્યાન શીખી શકશો – બાકી, સકળકર્મથી વિમુક્ત થઈ પોતાની જ ભગવદ્દચેતનાને સાક્ષાત પામવી – સંવેદવી હોય તો “ધ્યાન' સિવાય બીજો કોઈ જ ઉપાય નથી. હાં. ધ્યાન ‘સ્વનું જ કરવાનું છે – પર કોઈનું નહીં એ લગીર ભૂલવું ન ઘટે. Page #22 -------------------------------------------------------------------------- ________________ સાધનાપથ અને આત્મજ્ઞાન ૧૩. ભાઈ અઘરૂં સમજીને તમે ધ્યાનનો અભ્યાસ - આયાસ મુકી ન દેશો. એના અમૃત પીવા મળશે ત્યારે સમજાશે કે એ પ્રયાસ કેવો અચિંત્ય કારગત બનેલ છે. ભાવી અનંતકાળને અવર્ણનીય સુખ-શાંતિતૃપ્તિથી ભરવાનો એ અપૂર્વ ઉપાય છે. અભ્યાસે એ સુગમ-સહજ બની શકે છે. અહો, જ્ઞાન-ધ્યાનનો મહિમા... વાણીથી એ શું કહી શકાય ? જગતની કોઈ પણ ઉપમા એ અતુલ આનંદને દર્શાવી સમજાવી શકવા સમર્થ નથી. એના વિનાનું જીવન ખરે જ બેકાર છે. નિસ્સાર કૂચા જેવું છે. એ પરમરસ ન પીધો એનું જીવન – મનુષ્યજીવન ખરે જ વ્યર્થ છે. DONS મનની ગતિવિધિઓને સમ્યફ પ્રકારે સમજવા માટે પણ મનનું તદ્વેળા શાંત થઈ જવું ખૂબ જરૂરી છે. અથવા મન જ્યારે સ્વાભાવિક થોડી શાંતિમાં હોય ત્યારે મનની ગતિવિધિઓ સમજવાનો આયાસ થાય તો જ મન આપણા વશમાં આવી શકે. થોડાઘણાં સમય માટે મનની તમામ ગતિનું થંભી જવું એનું નામ ધ્યાન છે. મન શાંત પડે તો જ સ્વના સાક્ષાત્કારની તક ઊભી થાય. શાંત અને પોતે ખરેખર કોણ છે ? – પોતાનું મૂળસ્વરૂપ શું છે ? – એ પકડવા યત્ન-પ્રયત્ન થાય તો સ્વરૂપની સાચી ભાળ મળી શકે. આહાહા.... આત્માનો મૂળ સ્વભાવ એટલો સુરમ્ય છે કે જગતનો કોઈ અન્ય પદાર્થ એવો રમ્ય નથી. સ્વભાવમાં રમમાણ થવાની જે રસમસ્તિ છે એ એવી અલૌકિક આહૂલાદક છે કે એની પાસે જગતના તમામ રસ ફીકાં છે. સ્વભાવ જેણે લબ્ધ કર્યો એ નિશ્ચયે ભવ તર્યો. હે સાધક ! તું થોડા સમય માટે જગતના તમામ પ્રલોભનોને વિસારે પાડી; શાંત થઈ સ્વભાવમાં કરવાનો મહાવરો પાડ – સ્વભાવ તન્મય રહેવાનો મહાવરો પાડ. તારા ચૈતન્યસ્વભાવનું એવું રૂપાંતર થશે કે કરોડો ભવોના તપ કરતાં પણ એ અભ્યાસ વધુ કારગત નીવડશે. હે આત્મન્ ! તું તારો પરમસાથી બનીશ તો જે અપૂર્વ અને ‘અખંડ સુખાસિકા (સીખતા) ઉત્પન્ન થશે એની તુલના કરવા જગતની કોઈ મંત્રી લગીર સમર્થ નથી. ભલો થઈને... બીજી જંજાળ ભૂલી, તું તારો પરમમિત્ર બનીજા... Page #23 -------------------------------------------------------------------------- ________________ સાધનાપથ અને આત્મજ્ઞાન અંતરના શુદ્ધ ચૈતન્યની ભાળ મેળવ્યા વિનાના વ્રત-તપ-જ૫ ઈત્યાદિ પરમાર્થ દ્રષ્ટિએ જોતા લગીર સાર્થક નથી. કારણ કે આત્માનું ભવભ્રમણ મીટાવવામાં એ ખાસ કારગત નીવડી શકતા નથી. માટે પ્રથમમાં પ્રથમ શુધ્ધચૈતન્યની ભાળ મેળવવા જેવી છે. ચેતનને પિછાણ્યો નહીંતો વ્રત ધરવાથી શું? સ્વચતન્યમાં સ્થિતિ થતી નથી ત્યાં સુધી સંસાર પરથી મતી હટતી નથી. આત્મરતી પેદા થતા જ સંસારરતી, સૂર્ય ઊગતા તિમિર પલાયન થઈ જાય એમ સ્વતઃ પલાયન થઈ જાય છે. સ્વભાવની તન્મયતામાં કયારેકતો અમૃતના મેહ વરસે છે. સાધક તન-મન થી નિથલ થઈ એ અમૃત પીવા રસમાધિ લગાવી દે છે. સાધક પ્રતિમા જેવો અચલ બની અમૃત રસને આસ્વાદે છે. સ્વભાવ લીનતા આવી નિરવધિ સુખદાયી છે. સ્વભાવ રમણતામાં સમય વહેતો જાણે થંભી ગયો હોય અને આખી સૃષ્ટિ પણ જાણે થંભી ગઈ હોય એવા અનુભવનું નામ સામાયિક છે. સામાયિક એટલે આખાને આખા અર્થાત સમગ્રપણે સ્વરૂપમાં જ સંપૂર્ણપણે સમાય જવું. સ્વરૂપ લીનતામાં ઓતપ્રોત થતાં સમયનું ભાન મુદ્દલ ન રહેવા પામે એનું નામ ખરૂં સામાયિક છે. નિર્દિષ્ટ બે ઘડીનું સામાયિક પણ આવો અભ્યાસ પાડવા અર્થે છે. પોતાના સિદ્ધસમા સ્વરૂપની ઝલક પમાડી આપે તેનું નામ સામાયિક. સામાયિકમાં સાધક ખરેખર નિJથમુનિ તુલ્ય બની જાય છે. અર્થાત મોહ, માયા, મમતાની તમામ ગ્રંથીથી એ વિમુક્ત બની જાય છે અને સ્વરૂપમાં જ ઓતપ્રોત બની જાય છે. એથી સંસાર સમગ્રથી એના તમામ જોડાણો એ સમય પુરતા તદ્દન છૂટી જવા પામે છે. એવી આત્મસ્થિરતા ઉત્પન્ન થાય કે ચૈતન્યની સમગ્ર ગતી ચૈતન્યમાં જ થંભી જાય ત્યારે સિદ્ધમાં અને એવા સાધકમાં તમયે કોઈ જ અંતર નથી એમ કહેવાય. આવી આત્મસ્થિરતાને નિર્વિકલ્પસમાધિ પણ કહે છે. જે મહામુનિઓને લભ્ય હોય છે. Page #24 -------------------------------------------------------------------------- ________________ સાધનાપથ અને આત્મજ્ઞાન ૧૫ જીવનના અગણિત અરમાનોના સમુચ્ચયરૂપે આપણને નવો અવતાર - નવું જીવન લાધે છે. માનવ હૃદયની દયનીયતા એ છે કે માનવને અરમાન કરતા પણ નથી આવડતું. જો કે મુકિતના પણ અરમાનજવાની વાત જ્ઞાનીઓ કરે છે..... સાધનાના ફળ સ્વરૂપે કોઈયેય દુન્યવી સિદ્ધિ વાંછવી નિષિદ્ધ છે. એક આત્મવિશુદ્ધિ સિવાય કશુંય વાંછનીય નથી. અલબત, સાધનાના સહજ પ્રભાવથી બીજું આવી મળે છે તે અલગ વાત પણ વાંછા તો વૃદ્ધિમાન – વિશુદ્ધિની જ હોવી ઘટે. અજ્ઞાન , મોહ અને પ્રમાદ એ ત્રિદોષ સાધનાની સ્વસ્થતાને હરનારાં છે. અનાદિથી આ ત્રણ દોષ જીવને સાધ્ય નજદીક પહોંચવા દેતા નથી. જીવે પ્રબળ પુરુષાર્થ કરીને પણ આમાંથી ઊગરવાનું છે. એ અર્થે જેટલો વધુ પુરુષાર્થ થઈ શકે તે કરણીય છે. નાથ ! જ્ઞાન સમ્યક્ થાય એ માત્ર એક જ કામના છે.અનાદિનું મિથ્યાજ્ઞાન સમ્યફ કેમ થાય ? એ ગહેરી વિમાસણનો વિષય છે... એ ઘણી ધણી આત્મજાગૃતિ અને વિચારકતા માંગી લે છે. જ્ઞાનની સમ્યક્તો સાધનાપથને ઊજાસમયી બનાવી દે છે. અજ્ઞાની અને કરોડો વરસો આકરાં તપ તપી ને જે કર્મોનો નિકાલ ન કરી શકે એ સમ્યફજ્ઞાની મહાત્મા ક્ષણમાત્રમાં કરી શકે છે. જ્ઞાનની સમ્યફતા જે સુખ-શાંતી-સમત્વ-સમાધિ પ્રદાન કરી શકે છે એ આકરા તપ-જય આદિ પણ કરી શકતા નથી. જ્ઞાનની સ્વચ્છતા – સ્વસ્થતા અને સભ્યતા સાધવા માટે સત્સંગ જેવું પરમ શ્રેષ્ઠ સાધન બીજું કોઈ નથી. આત્મજ્ઞપુરૂષના સત્સંગ વડે જીવમાં અંતર્બોધનો ઉદય થાય છે. એવા સંત્સંગની બલિહારી શબ્દોથી વર્ણવી શકાય તેમ નથી, જ્ઞાનની સમ્યફતા સાધવી – સાધતા જ રહેવી – એ જ સાધકનું સર્વોપરી કર્તવ્ય છે. એના માટે પળે. પળે જાગરૂકયત્ન કરવાનો છે. જ્ઞાન તો સાધના જીવનનો પ્રાણ છે. સાધનાના સર્વોચ્ચ આનંદનું મૂળ જ્ઞાનની સમ્યક્ષતામાં રહેલું છે. જ્ઞાન નિર્મળ હશે તો સાધના સિદ્ધિની નજદીક બની જશે. Page #25 -------------------------------------------------------------------------- ________________ સાધનાપથ અને આત્મજ્ઞાન નિર્મળ જ્ઞાનાનંદ જેવો લોકોત્તર આનંદ ત્રણભૂવનમાં અન્ય કોઈ નથી. સ્વર્ગ –ઇન્દ્રલોકના સુખ પણ એની પાસે તુચ્છ છે. તત્વજ્ઞાનનો તો આનંદ છે જ પણ, આત્મજ્ઞાનના આનંદની તુલનામાં આવે એવો આનંદ બીજો કોઈ નથી. આત્મા સ્વયં જ્ઞાનાનંદનો મહોદધી છે. જ્ઞાનાનંદની સ્થાયી પરિણતિ પેદા કરવા... હે જીવ! તું જ્ઞાનીની ગોઠડી કરજે. જ્ઞાનીજનની ગોઠડી (મંત્રી) ઘડી-બે ઘડીમાં જીવના તમામ વિકારો ધોઈ એને નિર્મળ જ્ઞાનાનંદમાં મસ્ત બનાવી દે છે. કોઈ પણ ભોગેય જો જ્ઞાનીનો સત્સંગ મળતો હોય તો એ દિવ્ય તક ચૂકવા જેવી નથી. આધિ-વ્યાધિ-ઉપાધિના ત્રિવિધ તાપને ઠારવા સત્સંગ અમૃતના મેહ સમાન છે. પ્રાણ ટકાવવા જેટલી પ્રાણવાયુની અનિવાર્યતા છે . એમ પવિત્ર આનંદરૂપી પ્રાણ ટકાવવા સત્સંગની અનિવાર્યતા છે. ઝાઝું શું કહેવું? – સત્સંગ એ મુક્તિમહેલની સીડી છે. જે જ્ઞાન વડે કર્તવ્યની વિશુદ્ધ ભાળ ન મળે એવા જ્ઞાનનો સંચય કરવાનો કોઈ અર્થ નથી. સાધકનું અગ્રીમ કર્તવ્ય સ્વભાવમાં ઠરવાનું છે. આત્મવિશુદ્ધિ સાધવાનું છે. જે સમયે સમયે આત્મવિશુદ્ધિ વધારી વધુ ને વધુ નિર્દોષતાનો – પવિત્રતાનો અનુભવ કરાવે તે જ્ઞાન ઉપાદેય છે. સાધકના બાહ્ય આચરણમાં પણ એવી જ અનુપમ નિર્દોષતા ઝળકે છે. કોઈ જીવ, નાનામાં નાના જંતુને પણ પોતાથી લેશ દુઃખ કે હાની ન પહોંચે એવી સાધકહૃદયની જીવંત કાળજી હોય છે. અહિંસાનો પરમાર્થ ઘણો ગહનગંભીર છે. સાધક કદીયેય મનથી પણ કોઈનું બુરું ઇચ્છે નહીં તેમ જ વાણી પણ એવી વિવેકપૂર્ણ જ વદે કે એ વડે સામો આત્મા લેશ દુભાય નહીં. સર્વ જીવો પ્રત્યે એને આત્માતુલ્ય સભાવ હોય છે. બીજો જીવ લેશ દુભાય તો એને પોતાનો આત્મા દુભાયાની લાગણી થાય છે. ભીતરમાં ઉઠતી ઉલઝનોને સુલઝાવવા સાધક પારાવાર મનોમંથન પણ કરતો હોય છે. ક્યારેક કોઈ એવી બાધારૂપ ઉલઝનને સુલઝાવવા સાધક ગંભીર અને ગમગીન બની આંતરમંથનમાં એવો ઊંડો ઊતરી જાય છે કે સ્થળ અને કાળનું સુદ્ધાં ભાન રહેતું નથી. Page #26 -------------------------------------------------------------------------- ________________ સાધનાપથ અને આત્મજ્ઞાન સાધક એક સંનિષ્ઠ વૈજ્ઞાનિકની અદાથી એકાકાર થઈ આંતરશોધન કરે છે. અંતરમાં લગીર વાસના રહે તો સાધકને – નીવડેલા સાધકને – એનું પરિશોધન કર્યા વિના જંપ વળતો નથી. પૂર્ણ નિર્દોષતાનો જેને પ્રબળ ખપ છે એનાથી કોઈ દોષ દરગુજર કેમ થાય ? ન જ થાય. કેટલીક એવી ગૂઢ સમસ્યાનું સમાધાન તાકીદે આવતું નથી. ત્યાં સાધકના પૈર્યની કસોટી થાય છે. હૃદયમાં એ સમાધાન પામવાની ખટક રહે છતાં, ઠરેલ હેયે સ્વભાવરમણતા જાળવી; અજ્ઞાનના આતંકને જીરવી જાણવો એને પ્રબુદ્ધ પુરૂષો મહાન તપ કહે છે. કોઈ ઉલઝનનું સમાધાન ન મળે તો કાળક્ષેપ કરવો યોગ્ય છે. સાધકે એથી ડામાડોળ થઈ માર્ગસ્થિરતા ગુમાવવાની નથી. પ્રશમભાવ ધરી પ્રતિક્ષા કરવાની છે. આજે નહીં તો જરૂર કાલે કે કાળાંતરે પણ તમામ ઉલઝનનું સુખદ સમાધાન લાધવાનું જ છે. એવી અચલ શ્રદ્ધા રાખવી. વસ્તુસ્થિતિના સમસ્ત પાસાઓ નિહાળ્યા વિના મોહ ઓસરતો નથી. કોઈ એકલ દોકલ પાસું જ ન જોતા, વસ્તુના તમામ ગુણદોષ પ્રામાણિકપણે ગoષવામાં આવે તો મોહ વિલીન થઈ જાય છે. અથવા મંદ પડી કાળાનુક્રમે ક્ષીણ થાય છે. અધુરૂ દર્શન જ વ્યામોહ ઊપજાવનાર છે. પૂર્વના-પરાપૂર્વના નિબદ્ધ થયેલા સંસ્કારો જો જોર ન મારતા હોત તો કોઈ વસ્તુમાં એવું કાંઈ ઠોસ તથ્ય નથી કે મોહ કરવાપણું હોય. પણ અનાદિપૂર્વના એવા સંસ્કારોની પ્રબળતા એવી છે કે આત્મા જો જાગૃત ન હોય તો એના પ્રભાવમાં તણાય રહે. જાગૃત આત્મા એ પ્રભાવમાં આવતા નથી. ON વસ્તુસ્થિતિનું યથાર્થ દર્શન – સવગી દર્શન આત્મામાં વિવેક ઉત્પન્ન કરે છે. આંતર સંગ્રામમાં મોહનો સજ્જડ મુકાબલો ‘વિવેક' કરે છે. આત્મા સિવાય અન્ય કોઈને કોઈ પદાર્થને આપેલું ખોટું મૂલ્ય – ખોટું મહાત્મય, ‘વિવેક” દૂર કરે છે. આત્માનું પણ યથાર્થ મૂલ્ય વિવેક વડે જ અંકાય છે. વૃત્તિઓનું ઉત્થાન થાય એ વખતે વિવેકના દીપને વિશેષ પ્રદિપ્ત કરવો ઘટે. વિવેકી જીવ એવી વેળાએ ખૂબ સાવધ થઈ જાય છે. અંતરજ્ઞાન – અંતરસૂઝ ઊઘાડવા એ અંતરમાં સ્થિત થઈને સબળ પ્રયાસ કરે છે. આખરે પ્રદિપ્ત વિવેક પાસે મોહને પરાભૂત થવું જ પડે છે. Page #27 -------------------------------------------------------------------------- ________________ ૧૮ સાધનાપથ અને આત્મજ્ઞાન મોહની સલ્તનતને ધરમૂળથી હચમચાવી નાખનાર વિવેક જ છે. સત્સંગ-સ્વાધ્યાય-ધ્યાન આદિ વડે સુદઢ બનેલા વિવેકની પાસે પ્રબળ મોહને પણ પરાસ્ત થવું જ પડે છે. થોડો ઘણો કાળ ઉભય વચ્ચે સંગ્રામ ચાલે તો પણ વિવેકનો જ જવલંત વિજય નિશ્ચિત છે. અજ્ઞાન, મોહ અને પ્રમાદને જીતવાના સુદઢ સંકલ્પ સાથે નીકળેલો સાધક હામ હારતો જ નથી. કેટલીયવાર ટુંકા ગાળા માટે શત્રુ માથે ચડી ગયા જેવો ઘાટ દેખાય – પણ જિતવાનો કુતસંકલ્પી સાધક મનથી જરાય હામ હારતો નથી. – આથી જ આખરે એ વિજયને વરે છે... નવા નવા સાધકના પથમાં અંધારું ઘણું અવગાઢ છે અને એનો વિવેક દીપ પણ ઘણો ઝાંખો છે. ઠોકરો ખાતાં ખાતાં... પડતાં પડતાં એને આગળ વધવાનું છે. મરીને પણ મંઝીલે પહોંચવું જ છે એવો સંકલ્પ અને અંતરની પિપાસાને પ્રકૃતિ જરૂર ન્યાય આપશે એવો વિશ્વાસ એનું અજેય બળ છે. કોઈ સાધક ગમે તેવો પ્રબળ પિપાસાવાન હોય અને સુદઢ સંકલ્યવાન હોય; તેમ છતાં એ ઘઊં કે ચોખામાંથી તેલ કાઢવાની પિપાસા ઘરે તો કદીયેય તેમ બની શકવાનું નથી. માટે કાર્ય સંપન્ન થવા અર્થે વસ્તુનું વિજ્ઞાન શું છે એ એના નિપુણ ગુરુવરથી સમજવું ઘટે. અમારો કથનાશય એ છે કે મન બેલગામપણે મનોરથો કર્યા કરે છે. અને સાધનાના પ્રભાવથી એ બધા મનોરથ પૂર્ણ થશે એમ કલ્પના કરે છે; પણ વસ્તુનું જે વિજ્ઞાન છે તદ્અનુસાર જ કાર્ય તો થાય છે. એવા કોટી અરમાનો કેવળ મનની ઉર્જાનો દુર્વ્યય માત્ર છે. કેટલાય સાધકો અવાંતર સિદ્ધિની ભરમારથી પ્રભાવિત થઈ જઈને પોતાના પરમ પ્રયોજનને વિસારે પાડી દે છે. અનંતકાળે મળેલી અણમોલ તક એ શુદ્ર ધ્યેયની પુષ્ટિ ખાતર ગુમાવી બેસે છે. અને અનંત ભવભ્રમણમાં જ ભટકી જાય છે. હોનહાર – બીજું શું ? સાધકે પ્રારંભમાં જ પોતાના પ્રયોજનનું ભાન ઘૂંટી ઘૂંટીને ચિત્તમાં દઢ કરી લેવું ઘટે. એ પરમ પ્રયોજનને લગીરેય હાની પહોંચે એવું કોઈ કાર્ય સ્વપ્ન પણ નથી કરવું એવો દઢ સંકલ્પ કરી લેવો ઘટે. દિનરાતે પોતાનું પરમ પ્રયોજન નજર સમક્ષ તરવરતું રહેવું જોઈએ. Page #28 -------------------------------------------------------------------------- ________________ સાધનાપથ અને આત્મજ્ઞાન ૧૯ સાધના સાચી લગન માંગે છે, નિશ્ચિત, લગનમાં દિનરાત મગન રહેનાર જ સિદ્ધિનો અધિકારી છે. સાધના ભોગ પણ માંગે છે...અલૈાકિક આનંદની પ્રાપ્તિ માટે લાકિક આનંદ જતા કરવા પડે તો એ ભોગ કાંઈ વિશેષ નથી - સોનું મેળવવા મુઠ્ઠીમાંના બોર જતાં કરવા જેવો એ ભોગ છે. કોઈ કહે કે, અમારે જગતના ભોગ પણ સાધવા છે અને યોગીના યોગ પણ સાધવા છે: યોગ દ્વારા મળતી સર્વ સિદ્ધિઓ પણ ઉપલબ્ધ કરવી છે અને દૂન્યવી ભોગની મજા પણ ભરપુર માણવી છે. તો તેઓને એટલું જ કહેવાનું કે તમારા માટે યોગનો માર્ગ અનુકૂળ નથી. જેને હજું વિષયાનંદ રૂચે છે. ભોગોમાં ભૂતકાળ જેવી જ મજા આવે છે. એણે આત્માનું દર્શન પણ યથાર્થ કર્યું નથી. – આત્મલીનતાનો અનિર્વચનીય આનંદ તો એણે જાણ્યો - માણ્યો જ નથી. અતીન્દ્રિય આનંદ માણ્યા પછી ઇન્દ્રિય સુખના રસ સ્વભાવતઃ ફિક્કા જ માલુમ પડે છે. 70T = હે જીવ ! તું પૂર્વક્રીડીત વિષયોના ભોગોપભોગના સ્મરણ વાગોળવા છોડી દે – એ સ્મરણ કેવળ આકુળતા અને અજંપો ઊપજાવનાર છે. પ્રશમરસમાં જેસુખ... જે અનુપમેય-અનિર્વચનીય-આનંદની અસ્ખલીત સરવાણી છે તેના જ સ્મરણ વાગોળને 11 ઉપશમરસમાં ઝબોળાઈ જા • હે જીવ ! તું પ્રશમરસમાં તરબોળ થઈ જા. પ્રશમરસ પ્યારો હોય તો વિષયોના સ્મરણ તું વિછોડી દે. યોગાનંદમાં એકલીનતા સાધી, તું ભોગોના ક્ષુદ્રાનંદ સામું નજર પણ માંડવી મૂકી દે. રત્નો મળ્યા પછી કાચના ટુકડાઓને કોણ પકડી રાખે ? 70T જીવ ! તું વિચારોને જ જોયા કરે છો પણ જરાક ઠરીને, શાંત થઈ એ તપાસ ચલાવ કે આ વિચારો ક્યાંથી આવે છે ? શું બહારના વાતાવરણમાંથી આવે છે ? – કે, નિગૂઢમાંથી અંતરચેતનાના સ્તરેથી ઊઠી, ઉપરના સ્તરે આવે છે ? ઠરીને એની તપાસ કર. 70T વિચારોનું ઉદ્ભવ કેન્દ્ર જ્યાં છે ત્યાં લક્ષને કેન્દ્રિત-એકાકાર કરવામાં આવે તો ખ્યાલ આવે કે, જેમ વાવાઝોડું જે કેન્દ્ર ઉપરથી ઊભું થાય એ કેન્દ્ર સાવ નિશ્વલ-શાંત-સ્થિર હોય છે. તેમ વિચારોનું પણ ઉદ્ભવ કેન્દ્ર સાવ નિશ્વલ-શાંત-સ્થિર છે. એ કેન્દ્રનું ધ્યાન કરવાનું છે. Page #29 -------------------------------------------------------------------------- ________________ ૨૦ સાધનાપથ અને આત્મજ્ઞાન હે જીવ! તું વિચારોની સામું પણ જોવાનું મૂકી દે. એની સાવ ચિંતા છોડી દે. અને વિચારોના ઉદ્ભવ સ્થાનમાં જે શાંતિનું અમૃત-સરોવર લહેરાઈ રહ્યું છે ત્યાં જ તમામ લક્ષ જોડઃ તને અનિર્વચનીય શાંતિનો અનુભવ લાધશે. જ્ઞાનીજનને પોતાનું અજ્ઞાન ઘણું અમાપ દેખાય છે. નવાઈ લાગશે, પણ એ હકીકત છે. કારણ કે જ્ઞાનીની દષ્ટિ એટલી વ્યાપક હોય છે કે એ હજારો વિષયને એના હજારો પાસાથી જોવે છે. અને સમગ્ર પાસાઓનું પરિજ્ઞાન પોતાને નથી. એક પોતાના અચેતન મનમાં પડેલી ચીજોનો તલસ્પર્શી અભ્યાસ કોઈ કરવા જાય તો જીવન ઘણું ટુંકુ પડે એવું છે. પોતાની વૃત્તિઓ વિષે માણસ અભ્યાસ કરે તો એક જ વૃત્તિને અનેકવાર અભ્યાસતા એમાંથી નિતનવું પરિજ્ઞાન લાધે તેવું છે. વૃત્તિનું ઉત્થાન થાય એ વેળા સંયમિત રહી જો વિવેક ઝળહળતો કરવામાં આવે તો એ જ વૃત્તિના અભ્યાસની સાચી વેળો છે. ધમધમતો ક્રોધ ઉત્પન્ન થાય એ જ વેળા ‘સામેવાળાને ભૂલી જાતનો અભ્યાસ થાય - વૃત્તિ કેમ ઊઠે છે તેનું સંશોધન થાય તો બેહદ સુંદર પરિણામ આવે. વૃત્તિને કચડી નાખવાની કે એની સરિયામ ઉપેક્ષા કરવાની વાત વ્યાજબી નથી. કોઈ પણ વૃત્તિને એક કુશળ વૈજ્ઞાનિકની અદાથી સમજવા – સંશોધવા પ્રયત્ન કરવો જોઈએ. હીન વૃત્તિને પણ ઉચ્ચ વૃત્તિમાં - આત્મ વૃત્તિમાં પરિવર્તિત કરતાં શીખવું ઘટે. કહેવાની જરૂર નથી કે, હીન વૃત્તિઓને સમજવા – સંશોધવા – પરિશોધવા તમે સમર્થ થશો અને એનું વિજ્ઞાન સમજી એનું ભગવચેતનામાં રૂપાંતરણ કરવાં પામશો ત્યારે તમને કેવી અપૂર્વ તૃપ્તિ અને આનંદ મસ્તી લાધશે. ભાઈ, કામવૃત્તિનો ઉદય થાય ત્યારે ગભરાવાની – મુંઝાવાની કે ડામાડોળ થઈ જવાની જરૂર નથી. પહેલા તો પોતાનામાં એ પ્રબળ વૃત્તિ છે એનો સહજ સ્વીકાર કરો અને ઉપર દર્શાવ્યું તેમ એ જ વેળા વિવેકદીપને ઝળહળાવી એનું પરિશોધન અને ભગવચેતનામાં રૂપાંતરણ કરો. Page #30 -------------------------------------------------------------------------- ________________ સાધનાપથ અને આત્મજ્ઞાન ૨૧ ભાઈ, પ્રારંભમાં વૃત્તિઓના સંશોધન- રૂપાંતરણનું કાર્ય અશક્યવત્ ભાસશે, પણ અમે સ્વાનુભવથી કહીએ છીએ કે, અભ્યાસે અભ્યાસે એ સહજ સુસાધ્ય બની શકે છે. એમ કામને ખુલ્લા રણમેદાનમાં જીત્યા વિના કોઈ નિષ્કામ-વિભૂતિ થઈ શકવાનો નથી જ. વૃત્તિવિજય તો અનંત જન્મોની અપૂર્વ ઘટના હોય એ અસીમ આહલાદક અને તૃપ્તિદાતા છે જ. – પણ સંગ્રામનીય ઓર મજા છે. જેમ જેમ મોહનું બળ મંદ થતું જાય છે ને પોતાના મૂળ નિર્મોહી સ્વરૂપની નજદીક અવાતું જાય છે તેમ તેમ એની અપૂર્વ મજા છે. વૃત્તિના સંગ્રામમાં...જ્યારે જ્યારે ભીડ પડે ત્યારે, પરમ એકલીન થઈ પોતાના અંતર્યામિનું ધ્યાન કરવું અંતર્યામિ પ્રતિ ખૂબ ભીના હૃદયવાળા બની જવું. અંતર્યામિનું ધ્યાન જામતાં જ મોહ અલોપ થવાં માંડશે. ‘અપ્પા સો પરમપ્પા' – પોતાનો આત્મા જ પરમાત્મા છે. જs પ્રત્યેક આત્માની ભીતરમાં જ ભગવાન છે. એ શુદ્ધાત્માનું સ્મરણ, કામનાઓનું વિસ્મરણ આસાનીથી કરાવે છે. આત્મસ્મરણમાં નિરંતર લયલીન રહેનારને કોઈ કામના સતાવી શકવા સમર્થ નથી. આત્મસ્મરણમાં રત રહેવું એ અક્સીર ઉપાય છે. * જOS પુનઃ કહીએ... પોતાના ત્રિકાળ શુદ્ધ આત્મદેવના સ્મરણમાં જે હરઘડી રત રહે છે એને કોઈ કામના ઘણું કરી સતાવી શકતી નથી. કામનાનો ઉદય થાય તોય આત્માનું વિસ્મરણ થવા પામતું નથી. – ઉદય આપમેળે શમી જાય છે. કોઈ પણ આત્માને વસ્તુતઃ પ્રયોજન તો એક માત્ર સુખનું જ છે. જ્ઞાનીઓ કહે છે કે એ ભીતરમાં જ છે. – પણ જીવ ભંતિવશ બહારમાં સુખ માની બેઠો હોય કે ગમે તેમ પણ એ બહાર ઝાંવા નાખે છે – પરંતુ, ભીતરમાં કદિય ઈમાનદારીથી ખોજ જ કરતો નથી. ભાઈ, ખરે જ સુખ ભીતરમાં છે – ભીતરમાં જ સાચો આનંદ ભર્યો પડ્યો છે. સમસ્ત જ્ઞાનીઓ પોકાર પાડીને કહે છે કે ભીતરમાં જે અનોખી જાતનો આનંદ રહેલો છે એવો નિરાળો આનંદ બહારમાં ક્યાંય-કશામાંય નથી. બાહ્યસુખની ભ્રમણા ત્યજી ભીતરમાં ખોજ કરવાની જરૂર છે. Page #31 -------------------------------------------------------------------------- ________________ સાધનાપથ અને આત્મજ્ઞાન એકવાર તું જ્ઞાનચક્ષુથી નિહાળવા પામીશ કે અંદરમાં કેવો આનંદ છે તો ખરે જ એ અનુભવ તું કદી પણ વિસરી શકીશ નહીં. વારંવાર તને સ્વાનુભવમાં ડૂબવાનું મન થશે... પછી તો બસ જરાક સ્મરણ કરતા જતું એ આનંદલોકમાં વિહરી શકીશ. અંદરમાં કરો તો તમને હરેકવેળા વિભિન્ન પ્રકારની અનુભૂતિઓ લાધશે. ક્યારેક સ્વરૂપમાં નહીં શોક – નહીં આનંદ– બસ – નીરવ પ્રશાંતિ પથરાયેલી અનુભવાશે. ક્યારેક આનંદના લોઢ ઉછાળા લેતા હોય એવું તો ક્યારેક મીઠી ગમગીની જેવું પણ અનુભવાશે. નાનકડું શીશુ જેમ ક્યારેક અકારણ ખૂબ પ્રસન્નતામાં હોય– ક્યારેક માલુમ કોક શોકમાં હોય – ક્યારેક નહીં ખિલખિલાટ કે નહીં ગમગીની બસ સહજ ઉપશાંત દશામાં હોય, એમ અંદરમાં ઠરતા પણ જાત-ભાતની સંવેદના કે સ્તબ્ધતા અનુભવાય છે. સ્વરૂપ સંવેદનાની ગહેરામાં ગહેરી અનુભૂતિ સ્તબ્ધતાની છે. સમગ્ર ચેતન્ય ઠરીને જામ થઈ ગયું હોય અને –મન સાવ ભાવ-પ્રતિભાવથી વિમુક્ત થઈ અભાવ જેવું થઈ ગયું હોય -ને- જાતની તથા જગતની તમામ ગતી થંભી ગઈ હોય, એવી એ અનુભૂતિ છે. ચૈતન્યની સ્તબ્ધતાની અનુભૂતિમાં વિચારો એવા સાવ થંભી ગયા હોય કે આપણે જાણે કે તદ્દન મૂઢ ન હોઈએ...એટલા મનના વ્યાપાર થંભી રહે છે. પ્રભુની પ્રતિમામાં અને આપણામાં એ વેળા બિલકુલ ભેદ નથી રહેતો. – રહે છે માત્ર અસ્તિત્ત્વનું ભાન – નિઃશબ્દ ભાન. ચૈતન્યની સ્તબ્ધતા વેળા ત્રણે ભુવનમાં શાંતિ પથરાય ગઈ હોય એવી અનુભૂતિ થાય છે. આજુબાજુથી કોઈ રવ આવે તો પણ ભીતરના નિરવ સન્નાટાને એ બધા કરી શકતા નથી. મન એવું સૂનમૂન થઈ જાય છે કે જાણે એની અસ્તિ જ નથી. વાણીથી વર્ણન કેટલું થઈ શકે ? કાલની અનુભૂતિ આજે થતી નથીઃ સવારની અનુભૂતિ સાંજે પુનઃ થતી નથી. તેથી સાધકે કોઈ પણ અનુભૂતિને પકડી રાખવા કે દોહરાવવા પ્રયત્ન કરવો ઘટે નહીં. નિત્યકૂન તરોતાજા જે પણ સહજ સંવેદના સ્વભાવતઃ હોય એ જ અનાદુર મને દવા સહજ પ્રયત્ન કરવો. , , TITLE રક Page #32 -------------------------------------------------------------------------- ________________ સાધનાપથ અને આત્મજ્ઞાન ૨૩ સાધકે આનંદ સંવેદતા પણ લગીરેય આનંદદાતા ઈશ્વરને અર્થાતુ પોતાના આત્મદેવને લગીરેય વિસારવા નહીં. નહિતર આત્મવિસ્મરણના વિપાક એને અચૂક ભોગવવા પડશે. "આત્મસ્મરણ સુખનું મૂળ છે – એનું વિસ્મરણ દુઃખનું મૂળ". આનંદમાં ગુલતાન થઈ જો સાધક પોતાના શુદ્ધાત્માને વિસરે તો એ અંતર્યામિ અંતર્ધાન થઈ જાય છે. આથી સાધકનું હૃદય ઝૂરવા લાગે છે. અંતર્યામિનો વિરહ એને અસહ્ય પીડા આપે છે. માટે આનંદમાં કદિ આત્મસ્વરૂપ એકપળેય વિસરવું નહીં. આનંદની હેલી ચઢે ત્યારે પણ એ સભાનતા રહે છે કે, હજું પોતાની હાલત ઘણી અપૂર્ણ છે. પૂર્ણપુરુષ થવા પોતે ઘણી સાધના કરવી હજુ બાકી છે. પુરુષ' કહેતા અહીં “આત્મા' સમજવો. પોતાનું પૂર્ણસ્વરૂપ ખીલવવા-પ્રગટ કરવા સાઘક પ્રતિપળ પ્રતીક્ષાવંત-પિપાસાવંત રહે છે. આત્મહતમાં પરીપૂરક થાય એવો સંગાથ મળવો એ તો મહાન પુણ્યોદય હોય તો જ સંભવે બને છે. પણ, સાધક – સાચો સાધક બીજાની સહાય પર લેશ નિર્ભર નથી રહેતો. પોતાના પુરુષાર્થનો પ્રાદુર્ભાવ કરી એ સ્વયં નિજાત્માનો સંનિષ્ઠ સાથી બની જાય છે. પોતાના સ્વભાવ સાથે સંવાદમાં મેળ ખાય એવો તો કલ્યાણમિત્ર ક્યાં મળવાનો હતો ! પણ સ્વભાવમાં રમતા જેને ફાવી ગયું છે એને કોની ઉણપ સતાવે ? પ્રભુ મહાવીર કહે છે કે આત્મા જ આત્માનો પરમમિત્ર છે – અન્ય કોઈ નહીં. તે સાધક, તું જ તારો સન્મિત્ર બન. સાધનામાં સંવાદિતા, પવિત્રતા અને ગહેરાઈ નથી જણાતી તો સાધક ગમગીન ને ઉદાસ બની કકળે છે. ખૂબ ગમગીન થઈ જ્ઞાનને વધુ સ્વચ્છ પારદર્શક કરવા અંતરમાં વધુ ને વધુ ઊંડો ઉતરે છે. સાધનામાં સંવાદ આવ્યા પછી જ એની જાનમાં જાન આવે છે – પ્રાણ આવે છે. સાધનામાં સંવાદ પ્રગટાવવા સાઘક ઘણો જ આતુર હોવા છતાં એ કદિપણ કૃત્રિમ જોર કરતો નથી: અધીર કે આથરો થતો નથી: ચિત્તમાં વૃથા ક્ષોભ-ખળભળાટ વધારતો નથી: દષ્ટિ અને જ્ઞાન નિર્મળ થવાની વાટ જુએ છે. હવામાં ઉઠતી એની સ્વાભાવિક પીડા સમભાવે સહે છે. Page #33 -------------------------------------------------------------------------- ________________ ૨૪ સાધનાપથ અને આત્મજ્ઞાન નવા સાઘકનું પોતાનું અજ્ઞાન ઘણું છે એટલે તજન્ય પીડા એને વેઠવી જ રહી. સ્પષ્ટબોધ વિના સાધનાપથમાં આગળ પણ કેમ વધવું એ વિમાસણનો વિષય છે. સાચો રાહ મેળવવા આત્માનું દર્દ જાગશે – ભીના હૃદયવાન રહેવાશે, તો કુદરત જરૂરી માર્ગ આપશે જ. ચૈતન્યના તળમાંથી ગહન દઈ ઉઠવું જોઈએ કે મારૂં ભગવદ્દસ્વરૂપ ક્યાં ને આ ભ્રમણાઓ ગ્રસ્ત ભૂલેલી હાલત ક્યાં? આ વિચાર ઉગતાં જ સૂનમૂન થઈ જવાય એવું છે. પોતાનો પરમાત્મા દ્રવે એવી દર્દમયી આરજૂઓ ગુજારવી ઘટે; તો ખચીત ધીમે ધીમે નવો રાહ મળતો જ રહે છે. વિરહની વ્યથામાં પણ કેવું ગહન માધુર્ય રહેલું છે ? પ્રેમી પોતાના પાત્ર ખાતર ઝૂરે ત્યારે એ ફૂરણામાં પણ કેવું કાવ્યમયી માધુર્ય હોય છે ? તો આત્મા, કે જેનો સંગાથ લાધ્યા પછી ભાવી અનંતકાળ ટકવાનો છે, એના વિરહની વ્યથા તો કેવી ગહનમધુર ને મહિમામંડીત હોય? બે પ્રેમી હૃદયો કેવા સંવાદમયી હોય છે ? એ કેવા એક સાથે ધબકતા હોય છે? એમ જ્યારે સાધકની ચેતના, ચૈતન્યની સાથે એકરૂપ થાય છે ત્યારે જે સંગીતનો ઉદ્દભવ થાય છે એ શબ્દોથી વર્ણવી શકાય તેમ નથી. સમગ્ર ચેતના બ્રહ્મલીન થાય ત્યારે અપૂર્વ-ક્રાંતિ ઘટીત થાય છે. વેદના વિના આત્મવિકાસ નથી. વેદના એવી પરાકાષ્ટાએ પહોંચવી જોઈએ કે સમસ્ત અંત:કરણ વેદનામય બની રહે. ચેતના જ્યારે પીયુમીલન માટે વિલાપ છેડે ત્યારે ધરતી અને ગગન એ વેદનામાં ડૂબી વેદનામય બની ગયા હોય એવું લાગે. ચેતનનું મીલન ત્યારે સંભવ બને છે. માનવીની ચેતનામાં ઉન્નતીના કેવા કેવા ઊંચામાં ઊંચા શીખરો સર કરવાની ક્ષમતા ગર્ભીત પડી છે? ચેતના ચેતનના સંગમાં રહીને જ એ ગર્ભીત પડેલી અપૂર્વ ક્ષમતાઓ ખીલવી શકે છે... ચૈતન્યથી વિછોડાયેલી ચેતના વિકાસને પામી શકતી નથી. ચેતનનો વિકાસ ચેતનાના સાયુજ્યમાં જ છે. મસ્તી પણ કેટલીવાર છવાઈ ને માયુસી પણ કેટલીવાર છવાણી ? મસ્તીમાં ચેતના ચેતનદેવને ભૂલી જાય છે ત્યારે એ ઉપેક્ષા સહન ન થતાં ચૈતન્યદેવ રિસાઈને અંતર્ધાન થઈ જાય છે...ફરી માયુસી પથરાય છે, અને વિરહવ્યથા માઝા મૂકે છે ત્યારે ઉભયનું સાયુજય પુનઃ થાય છે. Page #34 -------------------------------------------------------------------------- ________________ સાધનાપથ અને આત્મજ્ઞાન ૨૫. શુદ્ધ ચૈતન્યનું સ્મરણ જ નિરંતર ઉપાદેય છે – ઉપાસવા યોગ્ય છે. સ્મરણ ક્યાં સુધી કર્યા કરવું? વિસ્મરણનો અવકાશ જ્યાં સુધી રહે છે ત્યાં સુધી સ્મરણ સતત કર્યા કરવું. જ્યારે સ્મરણ એની મેળે આપોઆપ જળવાતું થઈ જાય, ત્યાર પછી એ કરવાની આવશ્યકતા નથી. હે વિચક્ષણ પુરુષ તે જીંદગીને જેટલી જાણી છે એથી તો અનેકગણી એને જાણવી બાકી છે. જીંદગી ખરેખર જ એક રહસ્યનો ભંડાર છે. સમ્યગ્દષ્ટિ ઉત્પન્ન થાય પછી જ જીવનને યથાર્થરૂપમાં સમજી શકવાનું બને છે. જે યથાર્થ રીતે જીંદગીને સમજે છે તે જીવન્મુક્ત બની શકે છે. આ જીવનમાં જાણ્યા એવા ભોગાદિ તમામ ભાવો એ કાંઈ નવા-નવા જાણ્યા છે એવું નથી. ભૂતકાળમાં અગણિતવાર એવા બધાં સંયોગો જાણ્યા-માણ્યા છે. અગણિત ભ્રાંતિઓ અને ભૂલોનું પુનરાવર્તન પણ અમાપ યુગોથી ચાલ્યું આવ્યું છે – એમાં નવું કાંઈ નથી. ભ્રાંતિને સમૂળગી ભેદી નાખે એવી ક્રાંતિનો આવિષ્કાર નિગૂઢ અંતરમાંથી થાય તો જ જીવન્મુક્ત થવાનો યોગ બને તેમ છે. કોઈ વિરાટ ક્રાંતિ ન થાય તો બાકીનું બધું તો અનંતવાર થતું જ આવ્યું છે...એનાથી ભવભ્રમણનો અંત આવે એવો નથી. જીવનની સમગ્ર ભૂલોનું મને સચોટ - સ્વચ્છ – ઝળહળતું ભાન થાય તેમ ઈચ્છું છું. ભૂલોનું ભૂલરૂપે પ્રકાશમયી પરિજ્ઞાન થાય એનું નામ સાચું પ્રતિક્રમણ છે. ભૂલ યથાતથ્ય ભૂલ સ્વરૂપે ભાસી આવવી એ જ એની પરિમાર્જના – પરિશુદ્ધિ છે. ભૂલનું હૃદયદ્રાવક ભાન પ્રગટવું ઘટે. સદ્ગુરુ સમક્ષ નિવેદન કરીને ભૂલનું પ્રાયશ્ચિત લેવાનો ઉદ્દેશ તો ભૂલનું ભાવિમાં પુનઃ પુનઃ પુનરાવર્તન ન થાય એવી સંકલ્પની સબળતા ખીલવવાનો છે. ભૂલ એવી ભૂંડી ભાસે કે પુનઃ કદિએ કરવાનું મન રહેવા પામે નહીં, તેનું નામ ખરૂં પ્રાયશ્ચિત છે. પસ્તાવો કરતા પહેલાં તો “આ મારી નિશે ભૂલ જ છે.' - એવું નિશ્ચયાત્મક ભાન પ્રગટવું જોઈએ. વારંવાર ભૂલ કરે એને ભૂલનું ભૂલરૂપે ભાન (અંતર્બોધ) ઉદય પામેલ નથી. ભૂલ જાણે અને એની ભંડપ માલુમ ન થાય; એ અત્યંત ત્યાજ્ય માલૂમ ન પડે, તો ભૂલ જાણી ન કહેવાય. Page #35 -------------------------------------------------------------------------- ________________ સાધનાપથ અને આત્મજ્ઞાન જીવ, જલ્દી હોશમાં આવ... તારૂં સમયરૂપી અણમોલ ધન ક્યાં સુધી લૂંટાવા દઈશ ? શું એમ ને એમ જ ભૂલોના પુનરાવર્તન કરવામાં જ સમયની બરબાદી કરીશ ? આહાહા...અનંતકાળથી તું એની એ જ ભૂલોનું પુનરાવર્તન કરતો આવ્યો છે ! હવે તો ચેત. કાશ, જીવ ભૂલને યથાર્થ સ્વરૂપમાં જાણતો જ નથી. ઓઘબુદ્ધિથી જ એણે ભૂલને જાણેલ છે. પણ ભુલનું સ્વરૂપ શું?. એના વિપાક શું? વિગેરે કશી જ સૂઝબૂઝ એને નથી. પોતે ઈચ્છે તો કોઈપણ સમયે દોષોમાંથી બહાર આવવા અમિતસમર્થ છે, એય ક્યાં ખ્યાલમાં છે ? જs ઘણીવાર પ્રકૃતિને જીવ વિકૃતિ માની બેસે છેઃ ધણીવાર નિર્દોષતાને પણ સદોષતા માની બેસે છે. ઘણીવાર નાની ભૂલને મોટી તો ઘણીવાર મોટી ભૂલને નાની માની બેસે છે. આથી જ અમારું કહેવું છે કે ભૂલ વિશે જીવને સંપૂર્ણ માહિતિ હોવી સૂઝબૂઝ ઉગવી, અત્યંત જરૂરી છે. જીવ બળે ને આંખોમાંથી ચોધાર આંસૂ ચાલ્યા જાય એજ કાંઈ ભૂલનું સાચું ભાન ઉગ્યાની એંધાણી નથી. સમ્યકુભાન કોઈ ચીજ જ જૂદી છે. ભૂલનું સપ્રમાણ દર્શન અને સપ્રમાણ દર્દ થવું જોઈએ. ભૂલના ભાન વખતેય પોતાનું મૂળસ્વરૂપ સ્ફટીક જેવું નિર્મળ જ છે એ ન ભૂલાવું ઘટે. @ s જીવ વારંવાર પોતાનું આત્મસ્મરણ' વિસરે છે એ એની મોટામાં મોટી ભૂલ છે. એથી જ નાનાવિધ અનેક ભૂલો ઉત્પન્ન થયા કરે છે. જ્યાં સુધી નિરંતર આત્મસ્મરણ બન્યું રહે એવી પરિસ્થિતીનું નિર્માણ નહીં થાય ત્યાં સુધી મૂળમાંથી ભૂલ મટવાની નથી. પોતાની કેવી હાલત છે ને એ હાલતમાં સુધારો શી રીતે થાય એનું કશું પરિજ્ઞાન જીવને ક્યાં છે? હાલત સામે જ નજર માંડી રાખવાથી ય કાંઈ હાલતમાં સુધારો નહીં થાય, પોતાની ભીતરમાં રહેલા ભગવાનનું એકચિત્તે ધ્યાન થાય - પ્રભુમય બની જવાય, તો હાલતમાં શીધ્ર સુધારો થાય. કોઈપણ ભૂલ વારંવાર થતી હોય તો એ ભૂલને પરિશોધવા ભૂલોના મૂળ સુધી જવું જોઈએ. ભૂલ ભીતરમાંથી આવે છે..બહારથી નથી આવતી. ભીતરમાં શું આંટીઘૂંટી પડી છે - ઉલઝન પડી છે - અવળી ધારણાઓ - માન્યતાઓ - વહેમો ઇત્યાદી પડેલ છે, તે સંશોધવું જોઈએ. Page #36 -------------------------------------------------------------------------- ________________ સાધનાપથ અને આત્મજ્ઞાન ૨૭ વરસોના વરસો જાય પણ ચાલી આવતી ભૂલ મટવા જ ન પામે તો એ કેવી મોટી કમનસીબ ઘટના છે! જીંદગી આખી પસ્તાય તો ય જીવ વિકારને કાઢી ન શકે તો એ કેવું કહેવાય ? પરિશોધનની પ્રક્રિયામાં કોઈ પાયાની ભૂલ નથી રહી જતી શું? ભૂલની જડ કેમ છેદાતી નથી ? હે નાથ ! મારી સાન ઠેકાણે લાવો ; ભૂલ કરતી વેળાએ હું કદી સાવધ કે જાગૃત થતો જ નથી. હંમેશા ભૂલ થઈ ગયા પછી જ મને અક્કલ આવે છે.. પણ - રાંડ્યા પછીનું ડહાપણ શું કામનું ? “ઘોડો તબેલામાંથી નાસી જાય પછી માલિક બારણાં બંદ કરે એવું હાસ્યાસ્પદ છે એ તો. જીવનમાં કોઈ એક જ ભૂલ નથીઃ જીવન ભૂલોનું સંગ્રહસ્થાન છે. અનેકાનેક ગુણદોષોનું એ સંગ્રહસ્થાન છે. એને કોઈ એક દ્રષ્ટિકોણથી ન જોતાં, એને સમગ્રતાથી જોતાં અને આલોચતા શીખવું જોઈએ. તો આલોચના ઘણાં વિરાટ પાયા ઉપર સંભવી શકે. પોતે કોણ છે ? પોતાનું પરમધ્યેય શું છે ? - ઈત્યાદિ વિસરાયેલું આત્મભાન ” જ્યાં સુધી જીવ સ્મરણગત નહીં કરે : વારંવાર સ્મરણપૂર્વક એને મતી સ્મૃતિમાં દઢીભૂત નહીં કરે ત્યાંસુધી ન ઈચ્છે તો પણ ભૂલોનું પુનરાવર્તન ચાલ્યા કરશે જ... બીજો ઉપાય નથી. જીવની સર્વ હીનતા અને હાલાકીનું મૂળ ખોવાયેલું આત્મભાન છે. અહાહા, પોતે કોણ, પોતાનું પરમસ્વરૂપ શું છે, એની નિરંતર ગવેષણા થાય તો આત્માનું ભાન પ્રગટી જીવના દેદાર પલટી જાય એવું છે. પોતે માને છે એ એનું ખરું સ્વરૂપ નથી: ખોજશે ત્યારે ખરૂં રૂપ કળાશે. જઈOS મૂછમાં રહેવું પ્રમાદમાં રહેવું, સુસ્ત રહેવું, બેહોશીમાં રહેવું એ અનાયાસે ભૂલમાં સરી પડવાનું કારણ છે. જ્યાં સુધી જીવ જ્વલંત રીતે જાગૃતિ નહીં સાથે - બેહોશીને દૂર નહીં હટાવે ત્યાં સુધી નિર્ભુલ જીવન જીવવાનું એનું પરમસ્વપ્ન સાકાર નહીં થાય. અહાહા...પરિપૂર્ણ નિર્ભુલ થવાનું જેનું હરહંમેશનું સોણલું છે એવા સાધકો વંદનીય છે. જેને નિરતર થાય છે કે હું પરિપૂર્ણ નિર્દોષ ક્યારે થઈશ - ક્યારે હું પરમ શુદ્ધાત્મદશાને પામીશ...એવા સાધક વંદનીય છે... પૂજનીય છે. Page #37 -------------------------------------------------------------------------- ________________ સાધનાપથ અને આત્મજ્ઞાન નિર્દોષ થવાની જેને આત્મીય અભીપ્સા છે; એણે માત્ર જે નિર્દોષ હોય એવા જનનો જ સંગ કરવો ઘટે, બાકી તમામ સંગ પરિહરવા જોઈએ. એવા નિર્દોષ પુરુષનો સંગ જો લબ્ધ હોય તો એનો વધુમાં વધુ - મહત્તમ -લાભ લેવો ઘટે. બાકી તમામ સંગથી ઉદાસ થઈ જવું ઘટે. ૨૮ 70 જ્ઞાની પુરૂષોએ - તમામ પ્રબુદ્ધપુરુષોએ સત્સંગને અમિત ફળદાયી કહ્યો છે. સત્સંગ કરતાં પણ અધિક મહત્વનું કાર્ય અસત્સંગ પરિહરવાનું છે. કદાચ એવો કોઈ સંગ પરિહરી ન શકાય એવી જ કોઈ સ્થિતિ હોય તો, એ પ્રત્યે અંતઃકરણથી તો સાવ ઉદાસીન જ થઈ જવું ઘટે છે. © સત્સંગ જેને રુચે છે એને સ્વભાવિકપણે જ એ સિવાયના કોઈ સંગ રૂચતા નથી. સત્સંગી સિવાય કોઈને મળવું રૂચતું નથી. પરિવારજનો પ્રત્યે પણ ઉદાસીનતા વર્તે છે તો બીજાની શી વાત ? જમ્યા વિના ચાલે પણ સત્સંગ વિના ન ચાલે એવી એની હ્રદયસ્થિતિ હોય છે. 770 જેનું પોતાનું મન પોતાના કાબૂમાં નથીઃ પોતે ચલાવવા ધારે એમ ચાલતું નથી ; તે બધા એક અર્થમાં પાગલ જ છે - અર્થાત એ સ્વસ્થ નથી : બિમાર છે. મન સંપૂર્ણપણે પોતાનું કહ્યું માનતું થાય ત્યારે જ માનવી સ્વસ્થ છે એમ કહી શકાય. આ અર્થમાં હજા૨ે - લાખે એકાદ માનવી 70× શરીરને ભૂખ લાગી તો મને ભૂખ લાગી ઃ શરીરને તૃષા લાગી તો મને તૃષા લાગી : શરીર થાક્યું તો હું થાક્યો : શરીર બીમાર તો હું અસ્વસ્થ...એવી એવી અનુભૂતિ જેને થાય છે એણે સમજવું ઘટે કે હજું ‘દેહ તે હું’ - એવો દેહાધ્યાસ જીવંત છે. © શરીર ઉપરના વસ્ત્ર જેટલાં શ૨ી૨થી ભિન્ન સમજાય છે તેટલું જ શરીર પણ પોતાથી ભિન્ન કળાયભળાય ત્યારે દેહાધ્યાસ છૂટ્યો કહી શકાય. બાકી, દેહ તે હું’ એવો અધ્યાસ તો અનાદિથી ચાલ્યો આવે છે, - એમાંથી છૂટવું એટલું આસાન નથી. 0Þ આત્મધ્યાન જ્યારે ચરમસીમાએ પહોંચે છે- અર્થાત પરિપૂર્ણ જામે છે...ત્યારે અન્ય કોઈનો દેહ જૂદો ભાસે એટલો પોતાનો દેહ પોતાથી ભિન્ન એક અલગ પદાર્થ રૂપે જણાય છે. દેહરૂપી દેવળ અને એમાં વસનાર દેવ બંન્ને અલગ અસ્તિત્વ જણાય છે. Page #38 -------------------------------------------------------------------------- ________________ સાધનાપથ અને આત્મજ્ઞાન સ્વબોધ -શરીરથી ભીન્ન સ્વ-અસ્તિત્વનો બોધ થયા પછી દેહના કષ્ટોનો આત્મા જોનાર - જાણનાર બની જાય છે. સાધક મૃત્યુને જીતી જાય છે. દેહને ત્યજવો એ એને મન મોટી વસ્તુ નથી રહેતી : સામાન્ય ઘટના બની જાય છે... ૨૯ `પોતે શરીર નથી ’એ એક વાત : બીજી વાત ‘શરીર પોતાનું નથી.’ પોતાનું હોત તો પોતાની ધારણા મુજબ ચાલી શકતું હોત. તો જ્વર ન આવતો હોત, ઝાડા-ઉલ્ટી ન થતા હોત, પ્રસ્વેદ ન આવતો હોત, કે અન્ય વ્યાધિઓ ન થતા હોત. જે પોતાના વશમાં નથી એ પોતાનું કેમ કહી શકાય ? `દેહ તે જ હું ’- એવો અધ્યાસ - એવી ભ્રાંતી જીવ અનાદિકાળથી સેવી રહ્યો છે. અનંતયુગોથી એ દેહની જ પૂજામાં પરોવાયેલો રહ્યો છે. વર્તમાનમાં પણ આ જીવને દેહની પૂજા જ પરમકર્તવ્ય ભાસે છે, અંદર વસેલા ચૈતન્યદેવની એને મુદ્દલ દરકાર નથી, આ કેવી મૂઢતા છે.! 70Þ 1 રક્તાદિ સાત ધાતુની બનેલી આ કાયાની કિંમત છે કે એમાં વસનારા અતુલ-મહિમામંડિત આત્મદેવની કિંમત છે? આત્મદેવ અલવિદા થઈ જાય તો આ દેહની કીંમત શું? ભાઈ, દેહ તો પાશેર રાખ છે – માટી છે, - માટીના પુતળામાં મોહી તું ભીતરના ભગવાનને ક્યાં ભૂલે ! 2 ©` આત્મા જ્ઞાનાનંદ સ્વરૂપ છે : જ્ઞાનાનંદમાં મગ્ન થવા માંગતા માનવે માટીના દેહની મૂર્છા ત્યજી દેવી ઘટે. એ અર્થે દેહનું વાસ્તવ મૂલ્ય સમજી લેવું ઘટે. ભાઈ, દેહતો માટીના કોડીયા તૂલ્ય છે. (દીપકની) જ્યોતની કિંમત છે કે ખાલી કોડીયાની ? 70` આ કાયામાં કેવળ જીવ એકલો જ નથી વસતો... અન્ય અસંખ્ય જીવો આ કાયામાં વસેલા છે. વળી રોમે રોમે રોગના જંતુઓ છે. ભલા, શું મોહ કરવો આવી કાયાનો ? દેહની મિથ્યાસક્તિ ટાળીને જેટલો બને તેટલો વધુ ને વધુ આત્મ-અનુરાગ કેળવવા જેવો છે. 0 શરીર પરત્વેથી મારાપણાનો ભાવ જેણે મીટાવી દીધો છે – પુદ્ગલના એક અણુને પણ જે પોતાનો જાણતો નથી; તેજ ખરો કાર્યોત્સર્ગ’ કરી જાણે છે. કાર્યોત્સર્ગ એટલે કાયાના ભાનનું સંપૂર્ણ વિસ્મરણ - ‘કેવળ નીજ ચૈતન્યનું ભાન.’ Page #39 -------------------------------------------------------------------------- ________________ ૩૦ સાધનાપથ અને આત્મજ્ઞાન અલબત્ત, આત્માના પ્રદેશો સકળ દેહવ્યાપી છે. એથી આત્માનું ભાન પણ દેહપ્રમાણ અવગાહનમાં થાય છે છતાં દેહનું ભાન ત્યાં મુદ્દલ નથી. દેહ તો કેવળ જડ પ્રતિમા તુલ્ય જણાય છે. અંદરનો પ્રભુ જ કળાય - ભળાય છે. શરીર એટલે જડ પરમાણુની લીલા. વિજ્ઞાન કહે છે કે, એક એક પરમાણુ અજબ રહસ્યથી ભરપૂર છે...પરમાણુની પણ શક્તિઓ અમાપ છે... પરમાણુનું સંચાલન પરમાણું પોતે સ્વયં કરે છે. આથી દેહની કોઈ કીયા - પ્રક્રીયા-વિક્રિયાનો કરનાર આત્મા નથી. જે સમયે જે પદાર્થ કે જે અણુ - પરમાણુની જે સ્થિતિ થવાની નિયત હોય છે તે પ્રમાણે તે તે સમયે તેની તેવી તેવી સ્થિતિ સ્વયંભૂ થાય છે. આત્મા કેવળ અજ્ઞાન અને બ્રાંતીના કારણે માને છે કે પદાર્થમાં ફેરફાર મેં ક્યું છે. વસ્તુતઃ આત્મા જ્ઞાતા-દ્રષ્ટા માત્ર છે. દેહથી ભીન્ન-પાંચ ઇન્દ્રિયના વિષયોથી ભિન્ન એવો અતીન્દ્રિય આનંદ જીવ સંવેદતો થાય છે એ પછી દેહનું મૂલ્ય એને મન સ્વતઃ નગણ્ય થઈ જાય છે. પોતે કેવી મહાન અસ્તિ છે એનું નિરહંકારી ભાન ઊપજે છે. ત્યારે દેહનું મુલ્ય મીઠાઈના (ખાલી) ખોખાં જેટલું જ થઈ જાય છે. સમસ્ત ખોરાકનું પૂર્વરૂપ માટી છેઃ મૂળ માટીમાંથી જ સમસ્ત ખોરાક બને છે . અને એ ખોરાકમાંથી દેહ બને છે : માટે દેહ એ માટીના જ પુદ્ગલો છે. દેહ અલબતું અદ્દભૂત કરામતથી ભરેલો છે એ અલગ વાત : પણ માટીના મહેલની અંદર ચૈતન્યરાજા મોજૂદ છે ત્યાં સુધી બધી કરામત છે. પૃથ્વી-પાણી-અગ્નિ-વાયુ-આકાશ એ પંચતત્વો આ દેહના માલિક છે; જીવ નહીં. જીવ તો કેવળ પોતાના જ્ઞાનનો માલીક છે. પોતાના અનંત ગુણોનો માલીક છે. જીવ કેવળ જ્ઞાન સ્વરૂપ છે. - બીજાની માલિકીનો ભાવ એ મોટું મિથ્યાત્વ છે.એ સૌથી મોટું પાપ છે. શરીર સંપૂર્ણ યથાવતું પડ્યું રહે છે. એમાંથી કોઈ પદાર્થ ઓછો થતો નથી છતાં એમાંથી જે ચાલ્યો જાય છે, એ જ આત્મા છે. પાંચ મહાભૂતના સમુહને બાકાત કરતાં જે જડ નહીં એવું– જ્ઞાન કરનાર તત્વ – બચે છે તે પોતે છે -અરૂપી તત્વ. ASS Page #40 -------------------------------------------------------------------------- ________________ સાધનાપથ અને આત્મજ્ઞાન દેહનું આવું વિજ્ઞાન જાણી, એના પ્રતિની માલિકીનો મિથ્યાભાવ સંપૂર્ણપણે ત્યજી દેવો એનું નામ કાયોત્સર્ગ છે. એમાં એકલું આત્મધ્યાન - એકલું આત્મલક્ષ જ બચે છે. જેને શરીરની પણ માલિકી છૂટી એને બીજી કઈ ચીજ ઉપર માલિકીનો ભાવ રહે ? DON પોતાના જ્ઞાન-દર્શન સિવાય, ત્રણભુવનમાં કોઈ ચીજ આ આત્માની નથી. દર્શન અર્થાત સામાન્ય બોધ અને જ્ઞાન અર્થાત્ વિશેષ બોધ, બસ કેવળ બોધની જ માલીકી આત્માની છે. આત્મા સ્વયં જ બોધ સ્વરૂપ છે. જેમ કોઈના દાંત બધા પડી ગયા હોય અને એણે નકલી દાંતનું ચોકઠું નંખાવ્યું હોય તો તે ચોકઠાને પોતારૂપ માનતો નથી, પણ, અલગ જડ પદાર્થ માને છે. તેમ જ્ઞાની દેહને પોતારૂપ કે પોતાનો માનતા નથી.પણ-અલગ જડપદાર્થરૂપે જાણે છે...માટીનો પિંડ જાણે છે. દેહાધ્યાસ તોડવા માટે દેહને કેવળ માટીના પિંડરૂપે જોતા શીખવું જોઈએ: “આ જડ પરમાણુનો સમુહ નથી પણ જ્ઞાનજ્યોતિ છું એવી વારંવાર ચિંતવના કરવી જોઈએ. નિરંતર–ભગવાનની માળા ફેરવીએ એમ–ઉપર્યુકત ચિંતવના ખૂબખૂબ કરવી જોઈએ. વારંવાર કરવી જોઈએ. ભાઈ, અનાદિનો ચાલ્યો આવતો અધ્યાસ...એને તોડવાં પ્રયાસ તો કરવો જ પડશે. - સારો એવો પ્રયાસ કરવો પડશે. હું દેહ નથી અંદર વસનાર ચૈતન્ય છું. ચેતન્ય છું હું ચૈતન્ય છું દેહ નથી: હું દેહ નથી એવી આંતરસૂઝ રટણાપૂર્વક ઉગાડવી પડશે. આખો દિવસ ન બને તો – માત્ર રાતે પથારીમાં સૂતા નીંદર ન આવે ત્યાં સુધી ઉપર્યુક્ત રટણામાં રહો કે ‘હું દેહ નથી. હું દેહ નથીઃ હું દેહમાં વસેલ જ્ઞાનજ્યોત છું' આથી પ્રગાઢ થએલ ભ્રાંતિ પાતળી પડવા લાગશે. નિરંતર સૂતી વેળા તો આટલું જરૂર કરો...અપૂર્વ લાભ થશે. સાધકને એ સતત સ્મરણ રહેવું જોઈએ કે હું દેહ-મન-વાણી-સ્વરૂપ નથી. મારી અસ્તિ એ બધાથી સાવ પૃથક્ છે. દેહ તો હું નથી પણ મન-વાણી પણ હું નથી. સાધકે પોતાની ખરી અસ્તિ ખોળવાની છે. ને એ અસ્તિનો બોધ ઘુંટી ઘુંટી ને પ્રગાઢ કરવાનો છે. Page #41 -------------------------------------------------------------------------- ________________ ૩૨ - સાધનાપથ અને આત્મજ્ઞાન ભાઈ ! બહેતર તો એ જ છે કે તું દેહની મૂછ આસક્તિ છોડી દે. કારણ દેહ જેટલું સુખ આપે છે એથી વધુ દુઃખ આપે છે. એની મૂછ જે ત્યજે છે એ એના સુખ-દુઃખથી પાર ઉઠી જાય છે. ખરે તો જેટલી મૂછ છે એટલું જ દુઃખ છે. દેહ ઉપરની મૂછ જેટલી ઓસરશે એટલી જ આપોઆપ જગત પરત્વેની મૂછ પણ ઓસરી જશે. જગત પરની મૂછ જેટલી ઘટવા પામશે એટલી આત્મા પરની રતી પણ વધવા અનુકુળતા થશે.આત્માની રતી-પ્રીતિ જેટલી વધવા પામશે એટલી અતીન્દ્રિય-આનંદની ઉત્પત્તિ સહજ થશે. દેહનીમૂછ ઉતરી ગઈ હોય તો કોઈ આ દેહને કાપે-કારવે તો પણ દુઃખનો બોધ થતો નથી. આપણને આ નહીં સમજાય; કારણ આપણે ઘેરી મૂછમાં જીવી છીએ...પરતુ. જેની મૂછ ઉતરી ચૂકી છે એના દેહને વાઘ-સિંહ ફાડી ખાય કે કોઈ જલાવી દે તો પણ એને દુઃખનો બોધ થતો જ નથી. ભાઈ ! દેહની મૂછ ઉતારવાના અપરંપાર લાભ છે. જો અખંડ આત્મરતી અને અખંડસમાધિ કેળવવી હોય તો દેહની માયા-મમતા-સક્તિનો શીધ્ર પરિત્યાગ કરો, અખંડ સમાધિ જામવામાં દેહની મૂછ બાધારૂપ છે. – મોટી બાધારૂપ છે. દેહાસક્તિ તૂટી તો સમાધિ પામવી સુલભ છે. અહાહા...કેટલી ઘોર અસમાધિ ભોગવી રહ્યો છે આજનો માનવ !? બધી બલાનું મૂળ દેહાદિ અર્થાત દેહ-ધન-મકાન-પરિવાર ઇત્યાદિક સાથેનો એનો તીવ્ર તાદાત્મભાવ' છે. ખરો જ સમગ્ર તાણતંગદિલીનું મૂળ આ બેહદ વધુ પડતો વિસ્તરેલો તાદાત્મભાવ જ છે. જેનું ધ્યેય કેવળ આત્મહીતનું જ છે. આત્માની પરિપૂર્ણ વિશુદ્ધિ જેને સાધવી છે. આત્માની અનહદ ઉન્નતિ જેને પામવી છે..., એણે દેહાદિ દુન્યવી પદાર્થોનો મોહ વિનષ્ટ કરવો રહ્યો અને આત્મરતિમાં રાતદિન રસનિમગ્ન થવું ઘટે છે. અનાદિની દેહાદિ પદાર્થોની માયા-મમતા ઉતરતા સમય લાગે. આત્મપિછાણ અને આત્મરતી સાધતા શ્રમ અને સમય લાગે એ સ્વાભાવિક છે. સાધકે પૈર્યપૂર્વક ધ્યેય સાધવાનું છે. - કાળ કાળાંતરે તો એના કલ્પનાતીત મીઠાં ફળ માણવા મળવાનાં જ છે. ધૈર્ય અખૂટ જોઈએ. Page #42 -------------------------------------------------------------------------- ________________ ૩૩ સાધનાપથ અને આત્મજ્ઞાન સાધકે પોતે તો પાત્રતા ખીલવવાનો જ પુરૂષાર્થ કરવાનો છે.દિનરાત પોતાની પાત્રતા ઘડવા જ પ્રયત્નરત્ત રહેવાનું છે...બાકી પરિણામ અર્થે તો પ્રશાંતભાવે ‘પ્રતીક્ષા’ કરવાની છે. - આ ઘણી ધીરજનું કામ છે: પરિણામ માટેની આતુરતા કે ઉત્સુક્તાથી ચિત્તને ચંચળ કે વ્યગ્ર થવા દેવાનું નથી. 70રૂ પ્રકૃતિનો એ અટલ નિયમ છે કે પાત્ર થશે એને પરમસિદ્ધિ સાંપડશે જ. યોગ્યને યોગ્ય સમયે યોગ્ય પદાર્થ મળી જ રહે છે. આપણું કામ તો યોગ્યતા ખીલવવાનું જ છે - ફલાકાંક્ષા સેવવાનું નહીં. બસ, ...અહર્નિશ-પ્રતિપળ પોતાની પાત્રતા ઘડવા લયલીન રહેવાનું છે. 70 સરળતા, મધ્યસ્થતા, નિરહંકારીતા, ભવોદાસીનતા, ધ્યેયનિષ્ઠતા, ઠરેલ પ્રજ્ઞતા, નિસ્પૃહતા ઈત્યાદિ અનેકવિધ પાત્રતા વધુ ને વધુ પાંગરે તે માટે સત્સંગ, સત્શાસ્ત્રનું અધ્યયન, ઊંડી વિચારકતા, મનોમંથન, ધ્યાન-ધૂન-લગની ઈત્યાદિ સાધન ખૂબ પરિસેવવા ઘટે. 0 નિરાગ્રહી મતી એ ઘણી મોટી પાત્રતા છે. પોતે સત્ય મર્મ જાણતો હોવા છતાં પણ કોઈસાથે વ્યર્થ ખેંચાતાણીમાં ન ઉતરવું અને એવું લાગે તો તરત મૌન થઈ જવું એ મોટી પાત્રતા છે. ખરે જ આગ્રહરહિતતા એ સાચા સાધકનું સ્વાભાવિક લક્ષણ છે. 706 સંતોષીવૃત્તિ એ પણ મોટી પાત્રતા છે. સંતોષી જીવને જે પણ કાંઈ મળ્યું હોય એ પર્યાપ્ત જ લાગે. પોતે અંદરથી એવો પરિતૃપ્ત હોય છે કે, કોઈ અતૃપ્તિ સંતોષી હ્રદયમાં ઉદ્ભવતી જ નથી. સાધક માટે આ સંતોષવૃત્તિ પાયાની જરૂરીયાત છે. ‘સંતોષ’સાધકનું સહજ લક્ષણ હોય છે. 70 આત્માર્થી મહાનુભાવની એક બીજી મહત્વની પાત્રતા જિતેન્દ્રિયપણું છે. અતીન્દ્રિય સુખની જેને લગન લાગી છે એવો સાધક ઇન્દ્રિયસુખોમાં ખાસ રાચતો-માચતો નથી - બ્લકે એ પ્રતિ સહજ ઉદાસીન રહે છે. સહેજે સહેજે એનું મન પંચેન્દ્રિયના વિષયોમાંથી પાછું વળી રહેતું હોય છે. T સાધક ધર્માત્માની એક બીજી મહત્વની પાત્રતા અક્ષુદ્રતા’ છે. સાચો સાધક ક્ષુદ્ર-સ્વભાવી હોતો નથી. ક્ષુદ્ર વાતોમાં એ રસ લેતો નથી. ક્ષુદ્ર બાબતે કદી રકઝક કરતો નથી. ક્ષુદ્ર વાતોમાં માથું મારવું કે પંચાત કરવી એને અંતરથી ગમતી નથી. સાચા સાધકનું આ મહત્વનું લક્ષણ છે. Page #43 -------------------------------------------------------------------------- ________________ સાધનાપથ અને આત્મજ્ઞાન વાતેવાતમાંથી સહજતયા વૈરાગ્ય જ નિર્મિત થાય એવી જ મુમુક્ષુ સાધકની મનોસ્થિતિ હોય છે - પ્રત્યેક વાતમાંથી બોધ અને વિવેક ગ્રહણ કરવો તથા સહજ વૈરાગ્યભાવ ઉપલબ્ધ ક૨વો અને વારેવારે અંતર્મુખદ્રષ્ટિ કરી લેવી; એવી સાધકની સ્વાભાવીક રીતિ હોય છે. ૩૪ 0 નીવડેલા નિર્વાણ સાધકને તો વારંવાર શૂન્યમનસ્ક થઈ આત્મલીન બની જવું જ રૂચે છે. કોઈપણ પ્રકારનો મનોવ્યાપાર કરવો એને ખાસ પસંદ નથી. પવન વિનાના-દિવાની નિશ્ર્ચલ જ્યોત જેવું એવું મન ‘નિશ્ચલ ' થઈ ચૂક્યું હોય છે. - આથી તો એને ‘સ્થિતપ્રજ્ઞ’ કહેવાય છે. " @> નિશ્ર્ચલમના સાધકને કોઈ બાહ્યભાવની મહત્તા જ મૂળતઃ નથી; એથી સકલ બાહ્યભાવો પ્રતિ એ હર્ષખેદાદિ પ્રતિભાવોથી રહિત હોય છે. દુન્યવી બાબતોમાં એ સાવ જડભરત જેવો' - રૂચી-રતીલક્ષ્યવિહોણો મૂઢવત્ વર્તે છે. - જાણે મૂર્ત-પ્રતિમા જ ન હોય ! 70 નિર્વાણપથના પથિકને, નિજાનંદમાં નિમગ્ન રહેવા સિવાય બીજું કાંઈ રૂચતું-જચતું નથી. સ્વચૈતન્યમાં એ સુપેઠે થંભી રહેલ હોય છે. - થંભી રહેવા ઝંખે છે. શૂન્યમનસ્ક-ધ્યાનમાં લીન રહેવું અને આત્માને વધુ ને વધુ ગહનતાથી સંવેદવો એ જ એની ઊંડી અભીપ્સા હોય છે. 70× અંતરાત્મામાં સમાયેલો સાધક કોઈ વસ્તુ ટગર ટગર જોતો હોય તોય એ જોતો નથી. એ અરૂપીને જ જૂએ છે-કોઈ રૂપી પદાર્થ ને નહિ, ખાવા છતાં એ ખાતો નથી. બોલવા છતાં એ બોલતો નથી. એ તો તમામ કરણીઓનો સાક્ષી' માત્ર જ છે. 1017 જ્ઞાની બહારથી સનમૂન લાગે - દરેક બાબતમાં બેધ્યાન લાગે - ઘણીવાર ઉન્મત જેવા લાગે...એ બહારથી જેવા પણ લાગે, પણ ભીતરથી એવા નથી. જ્ઞાનીની ભીતરીય દશા કેવી હોય છે એ વર્ણનનો વિષય નથી. ઘણી ઘણી અદ્ભૂત આંતરદશા એમની હોય છે. 1811 બાહ્યથી જોતા જ્ઞાની સામાન્ય આદમીની જેવા જ વિશેષતારહિત બતાય છે. કોઈપણ દેખાવ કરવા તેઓ સ્વભાવતઃ ખુશી ન હોય; આડંબરી કરતા એ અલ્પ તેજસ્વી પણ ભાસે; પરંતુ અંદરમાં એ કેવી પ્રમોન્નત દશાએ વિરાજતા હોય છે એ તેઓ જ જાણે છે. Page #44 -------------------------------------------------------------------------- ________________ સાધનાપથ અને આત્મજ્ઞાન ૩૫ જ્ઞાની પોતાના અંતરપુરુષાર્થની વાત પ્રાયઃ કોઈને કરતા નથી. જોકે એમના અમિતવિક્રમ અંતરપુરુષાર્થને સમજી શકવા કૂપમંડુક જેવા અન્ય વ્યક્તિઓ સમર્થ પણ નથી...જ્ઞાનીને પોતાના પ્રષ્ટિ-પુરુષાર્થની અલ્ય પણ કથા કરવાનું મન જ નથી હોતું. જઈOS સ્વરૂપમાં સમાતા જે આનંદસમાધિની અભૂતપૂર્વ ઉપલબ્ધિ થાય છે એ જ્ઞાનીને સુપેઠે અભિજ્ઞાત હોય એને સંપૂર્ણતયા સ્વરૂપમાં સમાય જવાની અદમ્ય અભીપ્સા હોય છે. - એ અભીપ્સા પાસે બીજી તમામ ઈચ્છા-કામનાઓ સ્વતઃ અત્યંત મોળી પડી જાય છે. જ્ઞાની બને ત્યાં સુધી સામાની ઈચ્છાને માન આપી ચાલે છે. કારણ કે, તેમને પોતાની ખાસ ઈચ્છા જેવું હોતું નથી. આત્મહિતની અદમ્ય અભીપ્સાને બાદ કરતાં અવાંતર કોઈ ઈચ્છા-અભિલાષા જેવું બચવા જ નથી પામ્યું હોતું...તેથી જ્ઞાની સ્વભાવતઃ પરેચ્છાનુસારી હોય છે. જ્ઞાની સ્વભાવતઃ નિરહંકારી બની ગયા હોય, એમને માન ઘવાવા જેવું કશું હોતું જ નથી. આથી પોતાનું કહ્યું કોઈએ ન માન્યું તો એનો લગીર રંજ જ્ઞાનીને હોતો નથી. કોઈ માને તો પણ ઠીક ન માને તો ય ઠીક - જ્ઞાનીને જીદ કે ખેંચાતાણી કરવાની હોતી જ નથી. જ્ઞાનીને સર્વ જીવોની સ્વતંત્રતા પ્રીય છે...એથી જ્ઞાની કોઈ ઉપર પોતાની માન્યતા લાદી દેવા ઉત્સુક થતા નથી. સમજાવવાનો બનતો પ્રયાસ કરે છે, છતાં હૃદયમાં રહે છે કે હોય; સહુ જીવ સ્વતંત્ર છે. જેને જે રૂચે તે કરે...ખરે જ જ્ઞાની તો સ્વનું આત્મકાર્ય કરવામાં જ ગળાબૂડ ડૂબેલા છે. જ્ઞાનીનું એક ગરવું લક્ષણ એ પણ છે કે એમનામાં ઉત્સુકતાનો અભાવ હોય છે. કોઈ બાબતની એમને ઉત્સુકતા હોતી નથી. જ્યારે જે બનવાનું હોય તે બને–જ્ઞાની તો શુદ્ધ વર્તમાનમાં જીવે છે. પોતાનું ચૈતન્યજીવન માણવાનું મૂકીને બીજા કશામાં ઉત્સુકતા દાખવવી એમને કેમ પરવડે ? જ્ઞાનીઓ જાણે છે કે વિચિત્રતા એ સંસારનો સ્વભાવ છે. અહીં ગમે ત્યારે ગમે તે વિચિત્ર ઘટના બની શકે છે; જ્ઞાનીને મન એનું કોઈ અચરજ કોઈ કુતુહલ કે કોઈ હર્ષ-ખેદ પણ હોતા નથી. જ્ઞાની કદી દુન્યવી નાની-મોટી ઘટનાના કારણે વલોપાત કરતા જ નથી. Page #45 -------------------------------------------------------------------------- ________________ સાધનાપથ અને આત્મજ્ઞાન જ્ઞાની જાણે છે કે જે સમયે જે ઘટવા યોગ્ય છે એ જ ઘટી રહ્યું છે. જ્ઞાનીને મન બધુ યોગ્ય જ થઈ રહ્યું છે–કારણ તે ધટનાનો જ તે સ્વકાળ હતો. જીવોના પૂર્વકર્માનુસાર અને તેવા પુરુષાર્થ આદિ કારણોસર જે કાંઈ બનવા યોગ્ય હોય એ બને છે. - જ્ઞાનીને મને કોઈ નવાઈ નથી. પરીવર્તન તો સંસારનો નિયમ છે. પ્રત્યેક વસ્તુમાં સંયોગોમાં પ્રતિપળ પરિવર્તન ઘટી રહ્યું છે. જ્ઞાની બધા પરિવર્તનોને પચાવે છે. પરિવર્તન જોવાથી એમનામાં કોઈ ઉત્તેજના જોવા નથી મળતી. તમામ પરિવર્તન વેળાએ અંદરથી ધ્રુવ રહે છે-એકરૂપ રહે છે. જીવનની પરિસ્થિતિ હરક્ષણે પલટાતી રહે છે. જે કોઈ અમૂક પરિસ્થિતિને પકડી રાખવા આતુર થાય છે એ નિરાશ અને દુ:ખી જ થાય છે. કોઈ સ્થિતિ સાથે વળગો નહીં. કોઈ સ્થિતિ સાથે લગાવ - નાતો ન રાખો. બસ, જે પણ સ્થિતિ ઘટે એનો સહજભાવે સ્વીકાર કરો. જો તમે અમુક સ્થિતિ સાથે લગાવ રાખશો: અમુક સ્થિતિને ગમતી માનશો; તો એ સ્થિતિને પકડી રાખવા મથશો–પણ પકડી રાખી શકવાના નથી–એથી નાહકની ખેદ-ખિન્નતા ખડી થશે. એના કરતાં કોઈ સ્થિતિની ચાહના ન કરો : જે પણ સ્થિતિ ઘટે એના સાક્ષી બની રહો. પ્રત્યેક સ્થિતિ પ્રત્ય...પ્રત્યેક પરિસ્થિતિ પ્રત્યે જો તમે ઉપેક્ષાવંત બની શકો-પૂર્ણ ઉદાસીન બની શકો તો આ જ ક્ષણે સહજાનંદનો અનુભવ તમને થઈ શકે છે. હાલત પ્રત્યે મધ્યસ્થ થઈ જવાથી, હાલતના મૂકસાક્ષી બનાય છે ને તદુજન્ય સુખ-દુઃખથી પાર ઉઠી જવાય છે. આંતર સુખનો - નિજાનંદનો ગાઢ અનુભવ પામવો હોય તો બાહ્ય સુખ-દુઃખથી બેપરવા બની જવાની જરૂર છે. હાલતની સામું જ તમે ન જૂઓ.એને દેખી છતાં અણદેખી કરો. હાલતજન્ય સુખ-દુઃખ લક્ષમાં જન લ્યો... હાલતના ઉદાસીન-પ્રેક્ષક બની રહો. જ્ઞાનીને તો કોઈ હાલત ખાસ સુખદ કે દુઃખદલાગતી પણ નથી. પોતાનું સુખ અકબંધ છેઃ પોતાનું સુખ પોતાને સ્વાધીને છે—એ હાલતવિશેષના કારણે નથી. હાલત ઉપર એમના સુખ-દુઃખનો મદાર જ નથી. હાલત ગમે તે હો...તેઓ નિજાનંદમાં મસ્તાન છે. Page #46 -------------------------------------------------------------------------- ________________ સાધનાપથ અને આત્મજ્ઞાન ૩૭. ભાઈ, હાલત ગમે તેવી હો–અમીર હો કે ગરીબ હો, મોટો પરિવાર હો કે એકલતા હો, રોગી હો કે નિરોગ હો –ચિત્રવિચિત્ર ગમે તે પ્રકારની હો–ખરે જ એ સુખ દુઃખનું વસ્તુતઃ કારણ નથી. સર્વદુઃખનું મૂળ કારણ પોતાના ‘આત્માનું-અજ્ઞાન' જ છે. આત્મા વિશેનું અજ્ઞાન છે ત્યાં સુધી ભવભ્રમણ ઉભું જ છે, ને ભવભ્રમણ છે ત્યાં સુધી તમામ દુઃખ ઉભા જ છે. સંસારમાં વસીયે ને દુઃખ ન આવે એવું તો કેમ બને ? દેહ છે ત્યાં સુધી અગણિત ઉપાધિ છે...ને ઉપાધિજન્ય—આધિ-વ્યાધિજન્ય સર્વ દુઃખ નિયમથી રહેવાના જ. સાધકે પોતાના મનને ખૂબ ખૂબ સમજાવવું ઘટે કે તું મન, હવે તો આધિવ્યાધિ-ઉપાધિમય સંસારથી ઉદાસીન થા. અતીન્દ્રિય સુખનો તને પરિચય લાધ્યાં છતાં તું આધિ-વ્યાધિ-ઉપાધિયુક્ત તુચ્છ ઇન્દ્રિય સુખોની અભિલાષા ધરે છો ? હે મન, હવે તો સંસારથી ઉદાસીન થા. - પોતાના મનને જે મનાવતા શીખ્યો છે એ ભવસાગર તરી ગયો છે. આત્મામાં વિવેકની જાગૃતિ હોય - અને - મન સંપૂર્ણ કહ્યામાં હોય તો ભવસાગર તરવા બીજું શું જોઈએ ? થોડું મનને ‘કરીને મનાવી લેવાની જરૂર છે – મન અવશ્ય માની જશે. વારંવાર મનાવતા મન ટાઢું પડે છે – એનો સ્વછંદ મોળો પડે છે. જેમ જેમ મનાવતા જઈએ તેમ તેમ મન સ્વાધીન થતું જાય છે. આત્માના કાર્યમાં એ બાધક બનવાનાં બદલે ઉત્સુ સહયોગી બની રહે છે. આખરે એ આત્મામાં લય પામવા પણ તૈયાર થઈ જાય છે. મનને મનાવવું એ ઘણી ધગશ અને ધીરજનું કામ છે. ક્યારે ખેંચવું – ક્યારે ઢીલું મૂકવું એ આવડવું જોઈએ. મનની સાથે ક્યારે ક્યા પ્રકારે કામ લેવું એ જેને આવડતું નથી એ આંતર સાધનામાં ઉતરી શકતા નથી. મનને વશ કરવું એ જ સર્વોત્કૃષ્ટ પુરુષાર્થનું કાર્ય છે. મનને જીતવાનું કામ કરૂં છે પણ એના લાભો પણ કલ્પનાતીત છે. ભલા, મનને જીતવાથી શ્રેષ્ઠ એવી સિદ્ધિ બીજી કઈ હોઈ શકે ? કામ કપરૂં છે તો સામે કમાણી પણ એવી જ અદ્દભુતમાં અદ્ભુત છે. ભાવી અનંતકાળ પર્યત એના સુખદાયી પરિણામો છે. Page #47 -------------------------------------------------------------------------- ________________ ૩૮ સાધનાપથ અને આત્મજ્ઞાન મનની સાથે અજ્જડાઈથી કામ નહીં લઈ શકાય. જેટલું કુમાશથી કામ લેવાશેઃ જેટલું કુનેહથી કામ લેવાશે; એટલું લાભદાયક નીવડશે. અજ્જડાઈથી કામ લેવા જતાં તો ઉલ્ટું ચેતનાને ઘણું મોટું નુકશાન થઈ જવાનો સંભવ છે. ખૂબ કળથી અને કોમળતાથી કામ લેવા જેવું છે. 70 સૌ સારાવાનાં થઈ જ રહેશે... સાધકને અખૂટ-અટલ શ્રદ્ધા હોવી ઘટે કે પરમાત્માની કૃપાથી સૌ સારાવાનાં થઈ રહેશે. એ સારાવાના થતાં અનંતકાળ લાગે તો પણ ખમવાની અખૂટ ધીરજ હોવી ઘટે. - તો થોડા કાળમાં સૌ રૂડાંવાનાં બની જ રહે છે. ધૈર્ય તો અનંત જોઈએ. 70 ઇષ્ટ ઉપલબ્ધિ ન થતાં ક્યારેક આત્મા અધીર પણ બની જાય છે... ક્યારેક થોડી પણ ધીરજ ધરવા માટે માંહ્યલો તૈયાર ન હોય એવી પણ સ્થિતિ સર્જાય છે. એકવાર અનિર્વચનીય સુખ-શાંતિ જોયા પછી એના વિના જીવવું બેકાર ભાસે છે... છતાં પ્રગાઢ-ધૈર્ય ધરી રાખવું એ જ હીતકર છે. જી પ્રકૃતિ દ્વારા પણ ક્યારેક સાધકના ધૈર્યની આકરી કસોટી થાય છે. ત્યારે ઠરેલ ચિત્ત બની; મનના પરિણમનને સંવાદી બનાવી રાખવું કપરૂ તો છે જ. . . પણ સિદ્ધિ સુધી પહોંચતા સાધકને આવી અનેક કસોટીમાંથી હેમખેમ પાર ઊતરવાનું હોય છે. પરમ સિદ્ધિનું મૂલ્ય તો ચૂકવવું જ રહ્યું. 1801 માનવીએ જે અસંભવ છે એને સંભવ કરવા મિથ્યા કોશિશ નહીં કરવી જોઈએ. જે ‘વિનાશી' છે એને ‘શાશ્વત’ બનાવવાનો વ્યામોહ શું કામ લાગે ? દુન્યવી પ્રીતને માનવી અનંત જન્મ સુધી ટકાવી રાખવાની ખ્વાહીશ ધરે છે ! - આ બધી બાળક જેવી બાલીશતા જ છે. = 0 માનવીએ જે સંભવ હોય એને જ અર્થે ઉદ્યમ કરવો ઘટે. કાર્ય સંભવવાની જે રીત હોય તે રીતે જ કાર્ય થાય છે. રેતીમાં વહાણ ચલાવવા જીંદગીભર હલેસાં મારે તો ય ગતિ ન થાય. માટે કાર્ય થવાનું જે વિજ્ઞાન હોય – જે નિશ્ચિત વિધિ હોય – તે જાણી તદ્અનુસાર પુરુષાર્થ કરવો ઘટે. = 70 મનને જીતવાની પણ કોઈ નિશ્ચિત વિધિ છે. આડેધડ યત્નો-પ્રયત્નોથી કોઈ હેતુ સરતો નથી. માટે જ નિપુણ સદ્ગુરુની જરૂર છે. એ વિના તરંગીપણે ચાહે તેવો ઉગ્ર પુરુષાર્થ કરવા છતાં પરિણામ સારૂ નહીં આવે. સદ્ગુરુની છાયામાં જ આસાનીથી મન જીતાય છે. Page #48 -------------------------------------------------------------------------- ________________ સાધનાપથ અને આત્મજ્ઞાન ૩૯ આ જીવે ભાવનાઓ તો બેસુમાર ભાવેલ છે: લાગણીની દૃષ્ટિએ જોઈએ તો કલ્પનાતીત પુરુષાર્થ કર્યો છે... આહાહા, ખરે જ એ દૃષ્ટિએ આત્મા અનંતપુરુષાર્થ છે. – પરંતુ, એનો પુરુષાર્થ કારગત કેટલો નીવડ્યો . કારણ સમ્યવિધિના જ્ઞાનનો અભાવ. કોઈ પણ કાર્ય પાર પાડવાની ચોક્કસ વિધિ હોય છે – તો શું આત્માનું ઉત્થાન સાધવાની કોઈ વિધિ જ નહીં ? એવું તે કેમ બને ? આત્માની શુદ્ધતા, બુદ્ધતા, ચૈતન્યતા આવિર્ભત કરવાની વિધિ જીવે ગુરુગમથી જાણવી ઘટે. ને તે વિધિએ કાર્ય કરવું ઘટે. જOS અધ્યાત્મ સાધનાના અલૌકિક પથમાં જ્યારે યોગ્ય શિષ્યને યોગ્ય ગુરુની પ્રાપ્તિ થાય છે ત્યારે વિનિત શિષ્ય, ગુરુ કરતાં પણ ખૂબ અલ્પકાળમાં પરમ સત્યની ઉપલબ્ધિ સાધે છે. યોગ્ય ગુરૂના સાનિધ્યમાં સાધના સુગમ-સરળ અને રસભરપૂર બની જાય છે. - DO ગુરુગમે તેટલા સમર્થ અને પાર પહોંચેલા હોય પણ શિષ્યનું ઉપાદાન જો જાગૃત ન હોય અર્થાત્ શિષ્યના આત્માની તેવી સુંદર પાત્રતા ન હોય તો કાર્ય બનતું નથી. ખરા અર્થમાં ગુરુ તો યોગ્ય દિશા તરફ ઈશારો' કરનાર છે. – યાત્રા તો શિષ્ય જાતે જ કરવાની છે. નિર્દેશન અનુસાર પથગમન શિષ્ય જાતે જ કરવાનું છે. ગુરુના ચરણે માથું મૂક્યું તેથી બસ હવે ગુરુ જ બધું કરી આપશે એવી માન્યતા ભ્રામક છે. કોઈ શરણ-બરણ નથીઃ જીવે જાતે જ સાધના સાધી શીવ” થવાનું છે – આ પરમ તથ્ય હંમેશા યાદ રાખવું. જીવને એવો ભાવ રહે છે કે હું અંધારે અટવાઉં ત્યારે પરમાત્મા મને અબૂધને પથદર્શન કરાવશે...ઠીક છે...જીવની પથદર્શન પામવાની ખરેખરી અભીપ્સા હશે – એ માટેની તીવ્ર તડપન હશે, તો કુદરતી એને અંતરસૂઝ ઉગી આવશે જ...એમાં સંદેહ નથી. પરમાત્મા શરણ દેનાર છે કે નથી એ મહત્વનો સવાલ નથી: મહત્વનું તો જીવનું પ્રાર્થનામય બનવું – ગદીત હૃદયવાળા બનવું – ઝૂકીને એના અહંકારનું ઓગળી જવું એ છે. જીવે અંતર્નાન ઉદ્ઘાટીત કરવા ખૂબ ખૂબ નિરહંકારી ને ભાવભીનાં હૃદયવાળા બનવાનું છે. Page #49 -------------------------------------------------------------------------- ________________ ૪૦ સાધનાપથ અને આત્મજ્ઞાન આધ્યાત્મિક જગતમાં કોઈ કોઈને કંઈ સિદ્ધિ આપી દે એ વાત જ નથી. કારણ જે કાંઈ મેળવવાનું છે એ કાંઈ બહારથી કશું મેળવવાનું નથી. સર્વ સિદ્ધિ જીવે ભીતરમાંથી જ મેળવવાની છે. માટે દૃષ્ટિ બહાર બધેથી હટાવી ભીતરમાં વાળી લેવાની છે. 7817 ખૂબખૂબ અણમોલ અને મહત્વની વાત આ છે કે આધ્યાત્મિક ઉપલબ્ધિ મેળવવા બહાર બાજું નજર દોડાવવાની નથી...બહારથી થોડુંઘણું પથદર્શન કદાચ મળે, બાકી અંતર્મુખ થઈને – જેમ બને તેમ શીઘ્રતાથી – ભીતરમાંથી સત્યની ભાળ મેળવવાની છે. 70T સાચા ગુરુ જો કોઈ શિષ્ય પોતા બાજું ઢળતો હોય તો એને ચેતવીને – જરૂર પડે તો આકરો ઠપકો આપીને પણ – તે શિષ્યને એના સ્વાત્મા પ્રતિ વળવા પ્રેરણા કરે છે. તું અમારા સામું શું જુએ છો – તું તારામાં ખોજ’– આ એમનો સંદેશ હોય છે. 70 સદ્ગુરુ તો અંતરતમથી એવા અવગાઢ ઉદાસીન હોય છે કે શિષ્યના ગમે તેવા ઉત્કૃષ્ટ વિનયથી પણ એમને લવલેશ ગલગલીયા થતાં નથી. એ તો શિષ્યને હરહંમેશ કહે છે કે, તું મારો નહીં પણ તારો મહિમા પિછાણ – તું પણ અનંત મહિમાવાન પદાર્થ છો. 70 શિષ્યમાં પડેલી સુષુપ્ત ગુણસંપત્તિને પ્રગટ કરવાનું કામ સદ્ગુરુ કરે છે. સદ્ગુરુ શિષ્યની સૂતેલી ચેતનાને જગાડે છે – ખીલવે છે. સદ્ગુરુ શિષ્યને હરહંમેશ એવી ભગવાન તરીકેની દૃષ્ટિએ જુએ છે કે શિષ્યમાં પણ ભગવદૂતાનો આવિર્ભાવ થઈ જાય છે. 70 પોતાના સાનીધ્યમાં શિષ્યનો ચાહે તેવો પરાકાષ્ટાનો આત્મવિકાસ થાય પણ શ્રીગુરુ પોતાને કર્તા માનતા નથી. એ તો પોતાને‘નિમિત્તમાત્ર’ માને-જાણે છે. ખરા અલગારી છે એ તો......શિષ્યને કહે કે, તારા ચૈતન્યની એવી યોગ્યતાથી જ તારો પરમવિકાસ થયો છે. 70 સાચા નિર્લેપ ગુરૂ મળવા આસાન નથી. શિષ્ય ગુરુમાં કેવીક નિર્લેપતા છે એ પહેચાનવું ખૂબ ખૂબ જરૂરી છે. બધાના સંગમાં આવવા છતાં ગુરુ બધાથી ન્યારા છે કે કેમ ? – તેઓ અંતરમાં ખોવાયા ખોવાયા રહે છે કે કેમ ? – તે શિષ્યે ઝીણી દૃષ્ટિથી તપાસવું જોઈએ. Page #50 -------------------------------------------------------------------------- ________________ સાધનાપથ અને આત્મજ્ઞાન ૪૧ શિષ્ય પોતાપર નિર્ભર ન રહે અને વહેલામાં વહેલો કેમ સ્વનિર્ભર બની રહે એ જ ગુરુની અભ્યર્થના હોય છે. ગુરુ પોતે અંતરથી અસંગી છે – નિજાનંદી છે – શિષ્યનો પણ સંગ એમને રૂચતો-જચતો નથી. કેવળ કરુણાથી જ એ થોડો સંગ કરે છે. 70 – પોતાના મુક્તિના અનન્ય પ્રયોજન અર્થે કેવા સદ્ગુરુ ખોજવા – અવધારવા – એનો જેને વિવેક નથી એ સાધક અયોગ્ય ગુરુના હાથમાં જઈ પડી પારાવાર પરેશાન જ થાય છે. અને પોતાનું પરમ પ્રયોજન સુપેઠે સાધવા અસમર્થ બની જાય છે. 70 અધ્યાત્મ સાધનાના પરમપંથમાં જેમ જેને તેને ગુરુ બનાવી દેવા ઉચિત નથી એમ યોગ્ય ગુરુ વિના પણ નગુરા ચાલવા જેવું નથી...એવા સુયોગ્ય ગુરુની તલાસ તો સદૈવ ચાલવી જોઈએ જ. ખપ હોય તેને પદાર્થ મળી જ રહે છે એવો નિસર્ગનો અટળ નિયમ છે, આ જગતમાં જ્યારે કોઈ એવા ૫૨મયોગ્ય ગુરુને એવા જ કોઈ પરમયોગ્ય શિષ્યની પ્રાપ્તિ થાય છે ત્યારે અમૃતના અનરાધાર મેહ વરસે છે. સૃષ્ટિની એ સર્વોત્તમ મંગળ ઘટના છે. બે ઉચ્ચ આત્માર્થી જીવોનું સાયુજય; એનું મહાત્મયગાન વાણીથી શું થઈ શકે ? શિષ્યત્વ એટલે જ બોધગ્રહણની આતુરતા...શિષ્યમાં ગ્રાહકત્વ જેટલું પ્રબળ હોય તેટલા પ્રમાણમાં ગુરુ અંતરના અમી વરસાવે છે. સત્યને પામવાની આ ગ્રાહકતા – ઈંતેજારી જેટલી સઘન એટલું સત્યનું મર્મોદ્ઘાટન ગહનતાથી સંભવે છે. 70 સાથી, ધન, યશ, પદ, સામગ્રી ઇત્યાદિ જે કાંઈ આવે તેને આવવા ધો – અને જાય તેને જવા ઘો... જાય તેને પકડી રાખવા આગ્રહ ન ધરો...એ પક્કડ મિથ્યા છેઃ દુઃખદાયી છે. જીવનમાં જે આવે તેને આવકાર આપો અને જાય તેને સહર્ષ વિદાય આપો. OF ભાઈ, જીવન સતત પરિવર્તનશીલ છે; સવારે જોવા મળ્યા એવા ભાવો સાંજે જોવા મળતા નથી. સવારે કોઈ તમને એના હ્રદયના સિંહાસન પર પ્રતિષ્ઠિત કરે; સાંજે એ જ તમને તિરસ્કારવા પણ લાગે...આવી બધી બદલાહટો સંસારનો નિયમ છે. Page #51 -------------------------------------------------------------------------- ________________ ૪૨ સાધનાપથ અને આત્મજ્ઞાન બદલાતા રંગો ઉપર જે મુસ્તાક થવા જાય છે એ ગ્લાનિ અને નિરાશા પામે છે. એ રંગો પર મુસ્તાકન, થતાં, પોતાના ધ્રુવ-સ્વભાવ પર મુસ્તાક રહી, હરપળ પલટાતા પ્રવાહનો જે તટસ્થ પ્રેક્ષક બની રહે છે એ ચીર સુખ-શાંતિ-સંતોષ-તૃપ્તિને પામે છે. પતિ આશા ધરે કે પત્નિએ મારા પર સદાકાળ એકસરખો ઉમળકો ધારી રાખવો જોઈએ કે પત્નિ એવી આશા ધરે, પુત્રો એવી આશા ધરે, મા-બાપ એવી આશા ઘરે, પણ મનના પરિણામ તો પલટાતા જ રહે છે – વસ્તુનું વિજ્ઞાન જ એવું છે કે અહીં કશુંય ચીરસ્થાયી રહેનાર નથી. પલટાતા તમામ રંગો અનુત્તેજીતપણે નિહાળતા રહી, તમામ પરિસ્થિતિમાં એક સમાન મનોભાવ ધારી રાખવો અને ઉત્તેજીત કે ઉદ્વિગ્ન થવું નહીં. કોઈ રંગ પકડી રાખવાનો બાલિશ પ્રયત્ન ન કરતા. સર્વ રંગોમાં સમભાવ ધારી રાખવો એ જ સુખનો માર્ગ છે. તમામ પરિવર્તનજન્ય અસરથી અલાયદા રહેવું હોય તો ધ્રુવને પોતાના ત્રિકાળ એકરૂપ રહેનારા મૂળ સ્વભાવને વળગી રહેવું ઘટે. કોઈ વ્યક્તિ પદાર્થ કે પરિસ્થિતિથી મહોબ્બત ન જોડતાં– પોતાના અવિચલ સ્વભાવથી જ મહોબ્બત રાખવી ઘટે. દુનિયા આખી પલટો ખાય જાય...અને દુશ્મન થઈ જાય, સામગ્રી માત્ર લુંટાઈ જાય, જીવનસાથી પણ બેવફા માલુમ પડે, ચાહે તેવી ગજબની ઉથલપાથલ થઈ જાય; પણ જે ધ્રુવ સ્વભાવને વળગી રહ્યો છે એના પેટનું પાણી પણ નહીં હલે. એ સ્થિતપ્રજ્ઞ બની રહેશે. કોઈ બેવફા નથી: કોઈ કસૂરવાર નથી કોઈ અપરાધી નથીઃ કોઈ દુર્જન નથી આપણું પ્રારબ્ધ ફરે તે અનુસાર સહુ બદલી જાય છે. માટે કોઈનો દોષ નથી; આપણા કર્મનો જ દોષ છે, એમ વિચારી – સમભાવ ધારી – સ્વભાવમાં કરવું...એ જ પરમસુખનો માર્ગ છે. પરમાત્મા મહાવીરદેવે અશરણભાવના ઉપદેશી છે. એનું તાત્પર્ય એ છે કે આ સંસારમાં જીવને – પોતાના આત્મા સિવાય, – કોઈ શરણ નથી. કોઈ શરણ ભાસતું હોય તો પણ એ આભાસ છે. – પોતાની નિયતિ અનુસાર કે કર્મ-કાળ પુરૂષાર્થસ્વભાવ અનુસાર બનવા યોગ્ય બને છે. Page #52 -------------------------------------------------------------------------- ________________ સાધનાપથ અને આત્મજ્ઞાન ४3 પરમાત્મા મહાવીરદેવે “એકત્વભાવના પ્રબોધી છે. એનો સારાંશ એ છે કે જીવ એકલો જ છે. એકલો જ આવ્યો છે. એકલો જ જવાનો છેઃ એકલો સ્વકર્માનુસાર ફળોને ભોગવે છે. એને ભ્રમ છે કે બધા મારી સાથે છે – પણ, વસ્તુત: આત્મા એકલો જ છે. પોતાના તમામ સુખદુઃખ માટે જવાબદાર પોતે એકલો જ હોય, જીવે સ્વભાવમાં ઠરીને સમજવું જોઈએ કે મારી વર્તમાન હાલત માટે જવાબદાર મારા સિવાય કોઈ નથી. મારી હાલતનો વિધાતા હું પોતે જ છું – અન્ય કોઈ વિધાતા કે વિભુ નથી. પોતે જ જવાબદાર હોય... પોતે સ્વતંત્ર છે... ચાહે તો પોતાની હાલત પોતે જ સુધારી શકે છેઃ ચાહે તો બગાડી શકે છે. પોતે સ્વભાવ બાજુ વળે...સ્વભાવમાં સ્થિર થાય...તો નિષે આખા હાલ સમૂળગાં બદલાય જાય તેમ છે. વાત સ્વભાવ બાજું ઢળવાની છે. દષ્ટિ વિભાવ (અન્યભાવ) બાજું છે તો દુઃખ જ દુઃખ છે...દષ્ટિ સ્વભાવ તરફ વળે તો સુખ જ સુખ છે. અન્યભાવોથી સમેટી લઈ સ્વભાવમાં દષ્ટિ જોડવામાં આવે તો સુખદુઃખના ધારાધોરણ જ સમૂળગાં બદલાય જાય છે. દષ્ટિ સ્વભાવમાં જોડવાની છે. ભાઈ, સ્વભાવમાં ઠરવું એ કેવું સુખપ્રદ છે એ વર્ણન માત્રથી નહીં સમજાય એ તો જાત અનુભવથી ખ્યાલમાં આવશે. આ તો સકલ દુઃખમુક્તિનો ઉપાય છે. ઘણું કહેવાથી શું ? સ્વભાવમાં ઠરવા જેવું ત્રણ ભુવનમાં, બીજું કોઈ સૌભાગ્ય નથી. દુનીયાની મહેફિલમાં ક્યાંય મજા માણવા જેવું લાગતું હોય તો ઘડી-બેઘડી મોજ માણી લેવી. . પણ ભૂલેચૂકેય ક્યાંય ચોંટવું નë. અલબત્ત,મસ્તિ માણવી છતાં ચોંટવું નહીં એ કેવું દુષ્કર કામ છે એ અમો જાણીએ છીએ...પણ એવી રીતે નિર્લેપ રહેતા શીખાય તો ખૂબ જ સારું છે. અત્યંત ગતીમાન કાળપ્રવાહમાં બધાજ ભાવો તણાય રહ્યા છેઃ કોઈ ભાવ ઝાલ્યો ઝાલી રાખી શકાતો નથી. કોઈ ભાવને પકડી રાખવાની ચેષ્ટા એ નર્યું પાગલપન છે. તમારે પ્રવાહથી કશી જ નિમ્બત નથી–તમે માત્ર સર્વ પ્રવાહોના જોનાર છો જાણનાર છોએ ખ્યાલમાં લો. Page #53 -------------------------------------------------------------------------- ________________ સાધનાપથ અને આત્મજ્ઞાન જો તમારે સુખી જ થવું હોય તો પલટાતા ભાવો પ્રતિ અતી લાગણીઘેલા ન બનો. લાગણીઓ પર બને તેટલો સંયમ રાખો. પ્રેમ-પ્રતિષ્ઠા-પૈસા-પરિવાર-ઈત્યાદિ જે પરિવર્તનશીલ છે એને ચીર-સ્થાયી કે શાશ્વત ટકાવવાની ટૂંકી બુદ્ધિ ત્યજી દો. રહેવું હોય તે રહે અને જાવું હોય તે ભલે જાય. ૪૪ સમજો તો પરિવર્તનની પણ અનેરી મજા છે. નવું નવું નાટક તો જોવા મળે છે ને ?! ભાઈ, તારો ધ્રુવ સ્વભાવ સદા અપરિવર્તનશીલ છે—એનાથી શાશ્વત-પ્રેમ'ના કોલકરાર કર ને..બાકી, જગતનું નાટક તો ત્રણે કાળ જોવા જેવું જ છે. – એ એવું જ રહેવાનું...અનંતકાળ 70 સાગરના ઉપલા સ્તર ઉપર ચાહે તેવા ઝંઝાવાત કે તોફાનો હોય – ખળભળાટ મચ્યો હોય – પણ સપાટીથી નીચે અંદરના ભાગમાં સાગર સાવ ક્ષોભરહિત-શાંત હોય છે. એમ ઉપલા સ્તરને બાદ કરતાં, આપણી ચેતના અતળ ગહેરાઈ સુધી નીરવ-શાંત ઠરેલી જ છે. 70T ભીતરમાં અગાધ શાંતી છે ત્યાં કોઈ ખળભળાટ નથી. ચેતનાના ઉપલક સ્તરે વિકલ્પોનું તોફાન ચાલતું હોવા છતાં, ભીતરની ગહેરાઈમાં ઘેરી પ્રશાંતી પથરાયેલી છે. આથી જ જે ભીતરમાં ઉતરી જાયું એ અત્યન્ત શાંત - સમાધિસ્થ બની જાય છે. 70 જીવને ચેતનામય રહેવું ગમે છે. - જડ રહેવું ગમતું નથી: પણ,ચેતનામયી રહેવા માટે જે ઉત્કટ પુરુષાર્થ કરવો પડે તે કરવો પાલવતો નથીઃ ચૈતન્યની ઉપાસના કરવી રહે તે કરવી પરવડતી નથી! આથી જ મોટા ભાગના લોકો જડવત્ જીવન વીતાવે છે. 70 જાગૃતિના પરિણામે નિષ્પન્ન થતી શુદ્ધતા...બુદ્ધતા...ચૈતન્યઘનતા એતો સર્વને પ્રીય હોય છે—પણ, જાગૃતિ ખીલવવા યત્ન ઓછા કરે છે. ભટકતા મનને આત્મકેન્દ્રિત કરવા ઘણી ગહન સમજદારી અને પ્રચૂર ખંત જોઈએ છે. જાગૃત્તિનું મૂલ તો ચૂકવવું જ રહ્યું... 70T જાગૃત રહો...હરપળ જાગૃત રહો... જડતા જેવું બીજુ કોઈ કલંક નથી. સમજો તો જડતા છે એ જીવતે જીવ મૃત્યુ છે. જડતા છે ત્યાં જીવન જ નથી. સાધકે પ્રતિપળ સંચેતનામય વીતાવવી ઘટે છે. હરપળ હોશમાં રહેવું એનું નામ જ વસ્તુતઃ જીંદગી છે. Page #54 -------------------------------------------------------------------------- ________________ સાધનાપથ અને આત્મજ્ઞાન ૪૫. આત્માને ખૂબખૂબ જાગૃત કરવો ઘટે. પ્રત્યેક કાર્ય આત્મ-જાગૃતિ પૂર્વક થવા ઘટે; કર્ય નાનું હોય કે મોટું હોય–આત્મિક હોય કે સંસારિક હોય; પ્રત્યેક કાર્ય પૂર્ણ જાગૃતિથી થવું ઘટે. તો જ મુક્તિ સંભવ છે–તો જ નવા કર્મબંધન અટકી શકે છે...જૂના ખરી જાય છે. જડ ન બનો...ભાઈ જડ ન બનો...તમે ચેતનાના પંજ છો. ચેતનામય જીવન જીવવું એનું જ નામ જીવતર છે. મૂઢપણે જીવ્યા એ તો ન જીવ્યા બરોબર જ છે– એમાં જીવનનો કોઈ આનંદ નથી. અંત:પ્રજ્ઞા ખીલેલી જ રાખો: હૃદયને ખીલેલું જ રાખો. સ્વસંવેદનમય જીવન જીવો. હૃદયને હરપળ પ્રાર્થનાભીનું રાખવા જેવું છે. પ્રાર્થના સાંભળનાર કોઈ પરમસત્તા છે વા નથી–એ વિવાદમાં ઉતરવા જેવું નથી. આપણી હૃદયસ્થિતિ પ્રાર્થનાભીની ભીંજાયેલી હોય તો એથી ચૈતન્યનો વિકાસ નિચે ખૂબખૂબ સારી રીતે થાય છે. ભાવમયી બની રહેવું. સાધક પોતાની ઘણી અસમર્થતા પણ દેખે છે...પરમધ્યેયને આંબવા પોતે હજુ કેટલો અસમર્થ છે એનું સાધકને હૃદયદ્રાવક ભાન છે...આથી સહજપણે એ પ્રાર્થનામાં સરી પડે છે. પ્રાર્થના ખરે જ સાધકની જીવનસંગાથીની છે–સાધકને એનો જ મહાન આશરો છે. પ્રાર્થનાભીના થતા જ આપણી નિગૂઢમાં રહેલી સુષુપ્ત શક્તિઓને જાગવાનો અવસર મળે છે. પ્રાર્થનાભીના થતા અહંકાર સહજમાત્રમાં ઓગળી જાય છે. બીજા પણ પાર વિનાના અવરોધોઅંતરાયો પ્રાર્થના વડે દૂર થઈ જાય છે. પ્રાર્થના સાંધનાનો પ્રાણ છે. પ્રાર્થના વડે પાર વિનાના દોષો દૂર થાય છે. અલબત્ત, પ્રાર્થના કરીને જ પર્યાપ્તતા ન માનતા...ગુણો ખિલવવા અને દોષ નિવારવા અર્થે વિવકજ્યોત ઝળકાવવાનો પ્રકૃષ્ટ પ્રયત્ન પણ અવશ્ય કરવો ઘટે. અંતર્બોધનો ઉદય પ્રાર્થના વડે ખૂબ ખૂબ થાય છે. પ્રાર્થના વડે ચેતનાની જે ભાવગંભીર સ્થિતિ સર્જાય છે એ અનુભવી જ જાણી શકે છે...ચેતના કેવી અમાપ–ભાવપૂર્ણ બની જાય છે – એથી ચેતના પરમાત્માને આંબવા કેવી સહજ – સમર્થ બની જાય છે – એનું વર્ણન શબ્દોથી શું થઈ શકે ? Page #55 -------------------------------------------------------------------------- ________________ ૪૬ સાધનાપથ અને આત્મજ્ઞાન પ્રાર્થનામાં હૃદય પૂર્ણપણે ભળી, પૂર્ણપણે ગળી જવું જોઈએ. પ્રાર્થના આપણને આપણા અસ્તિત્વની વધુ ને વધુ ગહેરાઈ સુધી લઈ જનારી બનવી જોઈએ. પ્રાર્થના કરતાં કરતાં આપણે અંતર્મુખ થઈ પરમાત્મલીન – બ્રહ્મલીન બની જવા જોઈએ. સાધકને જ્યારે ચોમેર – દશે દિશાથી – અંધકાર ઘેરાતો માલુમ પડે...એ તિમિર દળોને દૂર કરવા પોતાની સરિયામ અસમર્થતા ભાસે ત્યારે એના જીગરમાંથી અમાપ દર્દભરી પ્રાર્થના છૂરે છે...એથી જ અંતરની ભગવચેતના જાગી ઊઠે છે—જ્ઞાનભાનુનો ઉદય થાય છે. પ્રાર્થના શું ચીજ છે...એ સાધક હૃદયનો આર્ત પોકાર છે. એ ચેતનને જગાવવા ઊઠતી ચેતનાની ચીસ છે. ચેતનના વિરહને કારણે ચેતનામાં ઊઠતો કરૂણ વિલાપ એ પ્રાર્થના છે. પ્રાર્થના દ્વારા અમાપ અમાપ પવિત્રતાનો પ્રાદુર્ભાવ થાય છે.. કહે છે કે ગંગામાં નહાવાથી બધા પાપો ધોવાઈ જાય છે...સાચી ગંગા તો આ પ્રાર્થના છે. સાધક હૃદયનું એ સદાય પરિશોધન કરે છે. પ્રાર્થનામાં લીન થતાં થતાં પરમાત્મામય બની જવાય છે–પ્રાર્થના એટલે ભીતરના ભગવાનથી તાદાભ્યતા. પ્રાર્થનામાં વિદ્વતાની જરૂર નથી: કાવ્યમયી ભાષાની કે સૂરીલા કંઠની જરૂર નથી. હૃદયના ભાવો સુપેઠે અભિવ્યકત કરતા ન આવડે તો પણ વાંધો નથી. શિશુ જેવી કાલીઘેલી ભાષા હોય કે મૂક ફૂરણા હોય ભલે...પ્રાર્થનામાં તો જરૂર છેને કદીલની. જરાક કોઈ અનુરાગ બતાવે ત્યાં જીવને ગલગલીયાં થઈ જાય...જીવ વીતરાગ થવાની વાતો કરે છે પણ ભીતરમાં વીતરાગતાની અભિરૂચી તો ઉત્પન્ન થઈ નથી ! જીવ ઝીણવટથી તપાસ તો કરે કે ભીતરમાં વીતરાગતા સુહાય છે કે રાગ સુતાય છે ? આખો પક્ષ બદલવાનો છે...અનાદિ કાળથી જીવને રાગની અભિરૂચી છે...જીવ રાગ-દ્વેષને જ વારેવારે મમળાવ્યા કરે છે... વીતરાગી શાંતિની સ્પર્શના સુદ્ધાં આ જીવને કદી થઈ નથી...જો વિતરાગી શાંતિ સંવેદાતી હોય તો રાગ રૂચે નહીં પણ ખૂંચે–અપ્રિય જ લાગે. Page #56 -------------------------------------------------------------------------- ________________ સાધનાપથ અને આત્મજ્ઞાન રાગ-અનુરાગની સન્મુખતા જીવ નહીં ત્યજે તો એ વીતરાગી સ્વભાવની સન્મુખ કદીપણ થઈ શકવાનો નથી. આખા જગતથી ઉદાસ થવું ઘટે. એક આત્મા સિવાય સંસારના તમામે તમામ ભાવોથી વિરક્તતા ઊપજે તો જ પ્રગાઢ-આત્માનુરાગ જામી શકે. અનાદિનિબદ્ધ રાગરસના સંસ્કારોથી ઉગરવું હોય – વીતરાગતા કેળવવી – મેળવવી – હોય તો જીવે પ્રતિપળ જાગરૂક રહેવું ઘટે. - કારણ કે, જીવ જરાક ગાફેલ થાય તો તરત જ પરાપૂર્વના સંસ્કારો જોર મારી રાગરસ ઘૂંટાવી દે છે... પળેપળની પરમજાગૃતિ એ જ તરણોપાય છે. આંતરશુદ્ધિકરણની સાધના પ્રક્રિયામાં...ક્યારેક ભીતરમાંથી એવા પ્રબળ રાગો સપાટી પર આવે છે કે સાધક સાવધાન ન હોય તો એની આંધીમાં ઘસડાય જાય છે. માટે આત્મસાધનાના આરંભથી જ વિશ્વના તમામ ભાવો પ્રતિ પ્રગાઢ ઉદાસીનતા આવશ્યક છે. જ્ઞાનીઓ કહે છે કે રાગ એ આકુળતા છે...આપણને એ આકુળતા કેમ જણાતી નથી ? કારણ કે નિરાકુળ આત્મદશા કેવી નિરૂપમ કોટીની હોય એનો આપણને લગીરેય તાગ મળ્યો નથી. બાકી રાગ તો નિજૅઆકુળતા છે–સંતાપ છે–એમાં બેમત નથી. સાધકને શરૂઆતમાં કેટલાક શુભરાગ હોય છે પણ જેમ જેમ એ વીતરાગ સ્વભાવ જાણતો – માણતો થાય છે તેમ તેમ ધીમે ધીમે એ રાગ પણ ઓસરતા જાય છે–કારણ, રાગમાં રહેલી આકુળતા એને પ્રતિભાસીત થાય છે – પ્રતીત થાય છે. વીતરાગી શાંતિનો અનુભવ કર્યા પછી મુમુલુના દીદાર ફરી જાય છે. એની મુમુહુતા સ્વભાવિક થઈ જાય છે... અહાહા.. આ વીતરાગી શાંતિના સાગરમાં આખોને આખો હું સમાઈ જાઉં અનંતકાલ પર્યતા એવી એની આત્મીય અભીપ્સા જાગી ઉઠે છે. હેરાવો...સ્વરૂપમાં ડૂબી...સ્વભાવમાં ઠરીને રાગરહિત એવી થનગાઢ પ્રશાંતિનો અનુભવ કરો. તમારી આત્મદશા આમૂલ રૂપાંતરીત થઈ જશે. વીતરાગી-શાંતિ રૂચ્યા પછી એ સિવાય ત્રણભુવનમાં બીજું કાંઈ પણ રૂચશે નહીં. ઝાઝું શું કહેવું ? Page #57 -------------------------------------------------------------------------- ________________ સાધનાપથ અને આત્મજ્ઞાન રાગ અને દ્વેષ જ બંધનનું કારણ છે. રાગ હોય ત્યાં દ્વેષ પણ હોય જ. જેને કોઈ પ્રતિ રાગ છે એને કોઈ પ્રતિ દ્વેષ પણ હોવાનો જ. રાગ અને દ્વેષ એ એક જ સિક્કાની બે બાજું જેમ સાથે હોય છે. ભવનું બંધન રાગ અને દ્વેષથી જ છે. – એનાથી મુક્તિ એ જ મોક્ષ છે. ૪૮ આહાહા...વીતરાગી શાંતિનો જીવ એકવાર આસ્વાદ લે તો બસ... એનો રાગનો અનાદિનો પક્ષ ખતમ થયા વિના રહે નહીં. રાગ પછી મિત્રના સ્થાને ન રહેતા શત્રુ ભાસે છે. રાગ-દ્વેષથી પર થઈને વારંવાર વીતરાગી સ્વભાવ સંવેવાનું મન થયા કરે છે. રાગી ઇચ્છે છે કે કોઈ મારામાં તન્મય – તલ્લીન થઈ જાય...કોઈ મારા ધ્યાનમાં લયલીન બની જાય...કાશ, જીવ પર પરત્વે આવી અપેક્ષા શા માટે ધરે છે ? વસ્તુતઃ પોતાની જ ચેતના, પોતા બાજું વાળી, પોતામાં તન્મય – તલ્લીન થઈ જાય તો જ અંતરતૃષા શમે એવું છે. ©Þ જીવને જ્યાં સુધી સુખ માટે પર તરફ દૃષ્ટિ છે ત્યાં સુધી પરીતાપ ઉભો જ છે. રાગના મૂળમાં થા મારવો હોય તો પરમાં મારૂ સુખ' – એ માન્યતા જ મિથ્યા જાણી દૂર કરો. સુખ સ્વમાં છે. સુખ ભીતરમાં છે – બહાર ક્યાંય નથી; એ પરમતથ્ય હ્રદયગત કરી લ્યો. 70× જ્યાંસુધી પરમાં સુખ છે એવી ભ્રાંતિ હ્રદયમાં પડેલી છે ત્યાં સુધી રાગ સાથે છૂટાછેડા નહીં લઈ શકાય અને વીતરાગી શાંતિથી સંબંધ જોડી નહીં શકાય. અહાહા...વીતરાગી શાંતિનો અનુભવ... એના વિના વ્રત, તપ, જપ ઇત્યાદિ તમામ સાધનાઓ બેકાર છે. 70 સુખ માટે બહાર ઝાંવા નાખવા એનું નામ ‘મિથ્યાત્વ'. જ્યાં જે નથી ત્યાં તે માનવું એનું નામ મિથ્યાત્વ છે. આ જીવ બહારમાં ઝાંવા નાખતો ક્યારે વિરમશે ? ભીતરના પરમસુખની એક જ ઝલક જો મળી જાય... જીવે સમગ્ર પુરુષાર્થ એ અર્થે જ ક૨વા જેવો છે. સુખના અમીઝરણાં ક્યાં છે – બહારમાં કે ભીતરમાં ? એનો નિર્ણય જીવે પ્રથમ કરવા જેવો છે. જીવે ભીતરમાં તો કદી નજર પણ નથી નાખી ! બહારમાં માત્ર સુખાભાસ છે અને સાથોસાથ દુઃખોનો સમૂહ પણ છે – છતાં જીવ બહાર જ ખોજે છે એ કેવું દુઃખદાશ્ચર્ય છે ? Page #58 -------------------------------------------------------------------------- ________________ સાધનાપથ અને આત્મજ્ઞાન જીવન આવું ગ્લાન અને મ્લાન બની ચૂક્યું છે છતાં ય, જીવ અનુભવ પરથી પણ બોધ નથી લેતો કે બાહ્યદૃષ્ટિ બની રહેવામાં કાંઈ સાર નથી. જીંદગી આમ ને આમ પુરી થવા આવી તો ય જીવને અંતરદૃષ્ટિ કરવાનું કે અંદરમાં ખોજવાનું સૂઝતું નથી !! ૪૯ --0 સુખ અંતરમાં છેઃ બહારમાં નથી.' – એટલું જ તથ્ય જો સુપેઠે જીવે ન જાણ્યું તો અનંતકાળમાં અનંત જાણપણું કર્યું એ બધું બેકાર છે. અનંતીવાર તારક પુરૂષો મળ્યા તો ય ઉપર્યુક્ત પરમ તથ્ય કેમ જીવના હ્રદયમાં બેઠું નહીં એ મહા અચરજનો વિષય છે. 0 અનંતા અજ્ઞાનીઓનો એક મત છે કે રાગમાં સુખ છે. – અને – અનંતા જ્ઞાનીઓનો એક મત છે કે રાગ દુઃખરૂપ અને દુઃખદાયી છે. – બેમાંથી કોણ સાચું હશે ? જીવે પોતે આંતર અવલોકન કરી કરી તપાસવું જોઈએ કે રાગ સુખરૂપ છે કે વ્યાકુળતારૂપ ? 70T જીવ જ્યાંસુધી સત્ય નિર્ણય નહીં કરે અને ઉછીના અભિપ્રાયો ઉપર જ જીવતો રહેશે ત્યાંસુધી કોઈ પણ રીતે એનો બેડો પાર થવાનો નથી. જ્ઞાનીના પ્રત્યેક અભિપ્રાય સાથે પોતાની આંતર પ્રતીતિ ભળવી જોઈએ કે મારો સ્વાનુભવ પણ એમ જ કહે છે. 770 અનુભવજ્ઞાનની બલીહારી છે. શાસ્ત્રજ્ઞાન ઘણું હો તો હો પણ બલીહારી અનુભવબોધની છે. અનુભવજ્ઞાનનો જ ખરો મહિમા છે. અનુભવજ્ઞાનનો ઉદય થયા વિના કોઈ મુક્તિમાર્ગની સાધના કરી શકતું નથી. આખો મુક્તિમાર્ગ અનુભવજ્ઞાનનો માર્ગ છે. કાશ, જીવનમાં માનવીને મોટાભાગે તો સ્પષ્ટ સૂઝ જ લાધતી નથી કે કરવું શું ? માનવી મોટાભાગે કિંકર્તવ્યમૂઢ રહે છે. જ્વલ્લે ક્યારેક અંતર્દશા ઉઘડે તો સાચી સૂઝ લાધે છેઃ પણ ત્યારે માનવી વાયદો કરે છે કે કાલ કરીશ ! કાલ શું ખાખ બોધ ટકી રહેવાનો છે ? અંતરમાં સમ્યક્પ્રજ્ઞા ઉઘડવી બહુ બહુ દુર્ઘટ છે. જ્યારે એવી સંપ્રજ્ઞા ખીલે ત્યારે જ સાધનાનો સુવર્ણ અવસર છે. ઉઘડેલી અંતર્પ્રજ્ઞા પાછી બીડાવાની તો છે જ – એથી એ વેળાએ જ ગુણગ્રહણની અને દોષ નિકાલની મહત્તમ સાધના સાધી લેવી ઘટે. Page #59 -------------------------------------------------------------------------- ________________ ૫૦ સાધનાપથ અને આત્મજ્ઞાન સંતો વીજળીના ચમકારે મોતી પરોવી લેવાનું કહે છે. ઘનઘોર રાત્રી હોય અને મોતીમાં દોરો પરોવવો હોય, આકાશમાં વીજળી થતી હોય તો. વીજ ચમકે કે તુરંત દોરો પરોવવા કેવી સાવધતા જોઈએ? એમ સંપ્રજ્ઞા જાગે ત્યારે સાવધાન થઈ વિપુલ સાધના સાધી લેવી ઘટે. આત્મહિતના અનંત મૂલ્યવાન રાહ પર આવીને પણ અગણિત અગણિત સાધકો ભટકી જાય છે. આત્મા શું – આત્માનું હીત શું? – ઇત્યાદિ જાણ્યા- પહેચાન્યા વિના, ભળતા ભ્રામક રાહે ચઢી જાય છે. વિરાટ વટવૃક્ષ થવાના બદલે એનું મૂળબીજ સુદ્ધાં બળી જાય છે... અધ્યાત્મપથમાં સૌથી ખતરનાક ભયસ્થાન એવા જ ભળતાં રાહે ચઢી જવાનું છે. જીવને વિભ્રાંતિ રહી જાય છે કે હું અધ્યાત્મનો અઠંગ સાધક છું – પણ !!! ખરે જ સદ્ગુરુની રાહબરી સિવાય મનસ્વી રીતે ચાલવા જતા ભટકી જવાનો ભય પારાવાર રહે છે. એવા પણ જીવો છે જે જાણીબુઝીને વિમાર્ગનું સેવન કરે છે. સદ્ગુરુ મળ્યાં છતાં ભટકી જનારા જીવો પણ છે. – જાણી જોઈને જે ખાડામાં પડવા ઈચ્છતા હોય એને કોણ બચાવી શકે ? રાહે ચઢીને પણ જે પાછા ભટકી જાય છે એ તો મહાકરૂણાના ભાજન છે. અંતરબોધ ખૂબ ખૂબ ઝળકાવીને...નિર્વાણપદ સાધવાનો દઢ નિર્ધાર જેણે કરેલો હોય અને એ નિર્ધાર સદેવ જેના લક્ષમાં હોય; એવો સાધક જ ભટકી જતા બચી શકે છે. બાકી અગણિત સાધકો નિર્વાણમાર્ગના બદલે ભવભ્રમણના ચક્રાવે ચઢી ગયા છે. ખૂબ શોચનીય વાત છે આ. માનવીનું મન જ્યાંથી પરાભવ પામેલ હોય ત્યાં જ જીતની આશાએ વારંવાર ધસી જાય છે. વિષયો પાસે પરાભવ થવા છતાં ...ચિત્ત વિજયની આશાથી વારંવાર જંગે ચઢે છે. પરાભવ થયો છે એ જ સ્થાનેથી જીત મેળવ્યા વિના માનવહૃદયને જંપ નથી વળતો. રાગને જીતવો હોય તો વીતરાગ સ્વભાવનું લક્ષ અને ધ્યાન કરવાની જરૂરત છે. રાગ એ તો કલંક છેઃ રાગ આત્માનો સ્વભાવ નથી. સાદું સત્ય આ છે કે સ્વભાવની સન્મુખ થતાં રાગ ઘટશે અને સ્વભાવ સિવાયના કોઈપણ ભાવ સન્મુખ થતાં રાગ વધશે. Page #60 -------------------------------------------------------------------------- ________________ સાધનાપથ અને આત્મજ્ઞાન ૫૧ રાંગનો રસ બહુ જ ખતરનાક વસ્તુ છે...જીવને એ સ્વભાવ સન્મુખ થવા જ દેતો નથીઃ સ્વભાવથી પરમુખ– બહિર્ભાવોમાં જ વ્યસ્ત રાખે છે. આ જીવનું એ ઘણું ભેગું કરનાર છે. વીતરાગતાની પ્રગાઢ રુચિ પેદા થાય તો જ રાગરસ મંદ પડતો પડતો ક્ષીણ થવા પામે. વિતરાગી શાંતિનો જેને આસ્વાદ મળી ચૂકેલ છે – એને તો રાગ કેવળ આકુળતારૂપ અને અવરોધરૂપ જ ભારે છે. અનંત આત્મસમાધિમાં લીન થવામાં અન્ય પદાર્થનો રાગ જ મહાબાધા છે. બાહ્ય વસ્તુનો રાગ ધ્યાનને ભીતર બાજું વળવા દેતો નથી. જ્ઞાનીઓએ તો રાગને આગ કહેલ છે...રાગ એમને બાળી નાખનાર ભાસે છે... વીતરાગી પ્રશાંતિનો ઘણો અનુભવ હોય એથી રાગ – અલ્ય પણ રાગ – કેવળ બાળનાર – દઝાડનાર ભાસે છે. નિર્વાણપથની સાધનામાં ચેતવા જેવું હોય તો તે રાગથી છે. જેને કાંઈક રાગ છે એને કાંઈક દ્વેષ પણ હોવાનો જ. રાગ અને દ્વેષ એક જ સિક્કાની બે બાજું છે. રાગ-દ્વેષથી પર થયા વિના મુક્તિ ત્રણકાળમાં સંભવીત નથી. અજ્ઞાનના કારણે રાગ-દ્વેષ છે અને રાગ-દ્વેષના કારણે જ ઘોર સંસાર છે. રાગ-દ્રષ-અજ્ઞાનને ઘટાડવામાં સહાયક થાય એવા જ ગુરુ સાચા અર્થમાં સદ્દગુરુ છે. અને એવા જ શાસ્ત્ર અધ્યાત્મ જગતમાં સતુશાસ્ત્ર છે. જે જે પ્રકારે રાગ-દ્વેષનો ઘટાડો કે ક્ષય થાય તે જ સમ્યફવિધિ છે...આથી સાધકે જ્યાં ત્યાં ક્યાંય ભૂલા પડવા જેવું નથી. રાગની આગ પશમાવવાના બદલે એ આગમાં ઉલ્લું પેટ્રોલ નાખનારા ગુરુઓ પણ જગતમાં છે. – એવા સાહિત્યો પણ પાર વિનાના છે. વીતરાગી ગુરુ મળવા ખરે જ ખૂબ ખૂબ દોહ્યલા છે. સાચો વીતરાગી સંત જેને મળે એનો જ બેડો પાર થાય છે – બાકી તો... સાચા ગુરુ સમભાવમાં કરેલા હોય છે. એમના ચિત્તમાં રાગ-દ્વેષની ઉથલપાથલ હોતી નથી. ન તો કોઈ પદાર્થ એમના રાગનું કારણ હોય છે કે ન શ્રેષનું. જગતના તમામ જીવો અને તમામ પદાર્થો પરત્વે એમને કેવળ સમદષ્ટિ હોય છે. એવા ગુરુ ખોજવા પડે. Page #61 -------------------------------------------------------------------------- ________________ પર સાધનાપથ અને આત્મજ્ઞાન ખરે જ જેને ત્રણભુવનના કોઈપણ પદાર્થમાં રાગ ન હોય – આખા જગતથી ઉદાસીનવૃત્તિ હોય – ખૂદ પોતાના તન-મનથી પણ ઉદાસ હોય અને બ્રહ્મલીન હોય અર્થાત્ સ્વરૂપમાં સમાયેલા હોય, એવા ગુરુ ખોજ્યા પણ મળવા અત્યંત દુર્લભ છે. ભ્રાંતિ અને વિરતી સામે સાધકે ઘણો લાંબો જંગ ખેલવો પડે છે. એ માટે ઘણા ઠરેલ-ચિત્તની જરૂર રહે છે. સાધકને દેખાય એટલો વિજય નજદિક નથી હોતો. ધીમે ધીમે જંગમાં જેમ જેમ ફાવટ આવતી જાય છે તેમ તેમ ભવરતી ઓસરતી જાય છે. આત્મસ્થિરતા' શબ્દ તો ઘણો પ્યારો લાગે...પણ અનાદિની ચંચળ પરિણતિને સ્થિર કરવા ઘણું સત્વ જોઈએ છે. – ઘણાં દીર્ઘકાળના અભ્યાસ પછી સ્વરૂપસ્થિરતા આત્માને ઉપલબ્ધ થાય છે અને ટકી રહે છે. અધીરા નરનું આમાં કામ નથી. સ્વભાવસ્થિરતા એ જ તત્વતઃ ચારિત્ર છે...એના વિના અતીન્દ્રિય આનંદની ધારા માણવા મળતી નથી. બસ સ્વભાવને ઓળખવો – પરખવો અને એના ચહેરા આનંદમાં ડૂબી જવું એ જ ચરમ પરમ કર્તવ્ય છે – બાકી બધું અસાર છે. વારીવારીને અમારે તો એ જ કહેવું છે કે... હે જીવ, વિભાવથી પાછો વળી જા. એક સ્વભાવ સિવાયના તમામ ભાવો વિભાવ છે. – સાધકે વિભાવ પરથી લક્ષ ઉઠાવી દઈ સ્વભાવ બાજું લક્ષ લગાવવાનું છે. આ સ્વલક્ષ જ તમામ ઉન્નતિનું પ્રબળ કારણ છે. પર બાજું લક્ષ કરતાં મનને સમજાવી સમજાવીને પાછું વાળવાનું છે – આ પ્રતિક્રમણ છે. અનાદિ અધ્યાયવશ મન છટકીને વારેવારે પર તરફ ચાલ્યું જશે. પણ સાધકે નારાજ થયા વિના વારેવારે એને ‘સ્વ' તરફ વાળવું પડશે...નાસીપાસ થયે નહીં ચાલે. ટીપુંટીપું કરીને સરોવરને ભરવાનું હોય તો કેવી ધીરજ અને કેવી ખંત જોઈએ ? ચમચીએ ચમચીએ સાગર ઊલેચવાનો હોય તો કેવી અનંત પ્રતીક્ષા જોઈએ ? - એમ મનને વશ કરવાના આ અભિયાનમાં અનંત ધીરજ – અનંત ખંત અને અનંત પ્રતીક્ષા ધરવાની છે. Page #62 -------------------------------------------------------------------------- ________________ સાધનાપથ અને આત્મજ્ઞાન ૫૩ હું શુદ્ધાત્મદેશા પામીશ જ. હું મારી ભગવદૂતના ઉદ્ઘાટિત કરીને જ જંપીશ...મરીને પણ હું પૂર્ણ આત્મવિશુદ્ધિ અને પૂર્ણ આત્મસ્થિરતા મેળવીશ...આવો અફર નિર્ધાર અને આત્મસાધના પ્રતિ અંતઃકરણની નિષ્ઠા હોય તો સાધ્ય ઉપલબ્ધ થાય જ થાય. પરમાત્મા અને આપણી વચ્ચે અંતર હોય તો માત્ર એટલું જ કે એમણે જે જે ત્યાગું એને આપણે વળગી બેઠા છીયે ! આપણને તો ભગવચેતનાનું સુખ પણ જોઈએ છે અને ભોગોનું સુખ પણ જોઈએ છે !! પણ, આપ મૂઆં વિના સ્વર્ગે કદી ઓછું જ પહોંચાય ? જઈOS આપણી જાત આખી ઓગળી જવી જોઈએ. આપણામાં હુંકાર કરતો હું' છે તે સાવ ઓગળીને અલોપ થઈ જવો ઘટે. ‘હું એટલે કાંઈ જ નથી' – “બિલકુલ કાંઈ નથી' – એવી સ્વસ્થિતિ બની જવી ઘટે...ત્યારે ભગવચેતનાના સોત અંતસમાંથી પ્રસ્કૂટે છે. આખીને આખી જાતનું સમૂળગું રૂપાંતરણ કરવા આપણે તૈયાર છીએ ખરા ? આખા જગતની રુચિનું બલિદાન આપવા આપણે તૈયાર છીએ ખરા ? હું– પણું બિલકુલ ઓગાળીને નામશેષ કરી દેવા સુધી આપણે તત્પર છીએ ? તો ભગવચેતના સાકાર થાય, અન્યથા નહીં. જીવમાં ગર્ભિત રીતે અનંત તૃષ્ણા પડેલી છે આખા જગતના તમામ સારા પદાર્થો એને જોઈએ છે. જ્ઞાની કહે છે કે જગતના કોઈ પદાર્થમાં સારા નથી – સારાપણું નથી, સારાપણું ભાસે છે એ કેવળ ભ્રમણા છે, – કલ્પના છે – બંધાઈ ચૂકેલી મિથ્યા ધારણામાત્ર છે. ભીતરમાં ધરબાયેલી અનંત તૃષ્ણાનું અનંત સંતોષમાં રૂપાંતર કેમ થાય ? ત્રણે ભુવનના તમામ પદાર્થો પ્રત્યે સહજ ઉદાસીનતા ઉત્પન્ન કેમ થાય ? ગહેરામાં ગહેરી આત્મતૃપ્તિનો અનુભવ કેમ લાધે? આત્માની અનહદ શુદ્ધ સ્થિતિ કેમ સંવેદી શકાય ? અધ્યાત્મની તમામ ઉત્કૃષ્ટ ઉપલબ્ધિઓ પામવી સહજ – સુગમ છે. – પરંતુ હકીકત એ છે કે આપણે સહજ નથી. સહજાનંદ માણવા જોગી સહજતા આપણામાં નથી. જો એવી યોગ્યતા હોય તો આ ક્ષણે જ સહજસુખ માણી – સંવેદી શકાય... Page #63 -------------------------------------------------------------------------- ________________ સાધનાપથ અને આત્મજ્ઞાન ખરે જ સહજાનંદ માણવો એ ઘણી દુર્ઘટ વસ્તુ નથી. એ આનંદ જીવમાત્રને માટે ‘સહજ’ છે માટે તો એનું નામ સહજાનંદ રાખેલ છે. જ્યારે કોઈ ધન્ય પળે સહસા ચેતના ‘સ્વ’ ભાવમાં ઓતપ્રોત બની જાય; ત્યારે પારખું જીવ કળી જાય છે કે આ સ્વભાવતઃ ઊપજતો સહજાનંદ છે. ૫૪ 70 એકવાર સહજાનંદ જાણી – માણી ચૂક્યા – એની પરખ આવી ગઈ – પછી પુનઃ પુનઃ એને માણવો આસાન બની જાય છે. સ્વભાવમાંથી ઉઠતો અકારણ આનંદ છે એ. એ આનંદના પ્રેમમાં પડેલો સાધક જગતના પ્રેમને આસાનીથી વિસરી જાય છે. 0 કોઈના પ્રેમમાં પડવું એ ઘટના કેવી આસાનીથી આખા જગતને નગણ્ય બનાવી દે છે ? કોઈના પ્રેમમાં તો એવું સાતત્યપણું કે ચીરસ્થાયીપણું પણ નથી . જ્યારે આત્માનો પ્રેમ તો સતત વૃદ્ધિમાન થતો વર્ણનાતીત પરાકાષ્ટાએ પહોંચી શકે છે... અનંત અસીમ, 70 કોઈ અન્યના પ્રેમનું તો ધૃણામાં પર્યાયાંતર ક્યારે થઈ જાય એ કહેવાય એવું નથી.....પ્રેમ અને ધૃણા એક જ સિક્કાની બે બાજું જેવા છે. પણ – આત્માનો પ્રેમ કોઈ વસ્તુ જ ઓર છેઃ એનું તો વધુને વધુ સઘનધન પ્રેમમાં પર્યાયાંતર થાય છે. - કોઈનો પ્રેમ તો હસાવે પણ છે અને ફસાવે પણ છે. ક્યારેક તો ખોબો ભરીને હસવાનું થાય ત્યાં બાલદી ભરીને રોવાનું પણ થાય છે. જનમ જનમ સાથે રહેવાના કોલ થોડા જ કાળમાં છૂટાછેડામાં પણ પરિણમે છે... હસવામાંથી ઘડીકમાં ખસવું થઈ જાય એવો એ પ્રેમ છે. કોઈ અન્યના પ્રેમ વડે જીવની ભીતરની અનંત તૃષા છીપવાની નથી. હા, કદાચ શમવાના બદલે તૃષા વધુ પ્રગાઢ પણ બની રહે... એની ભીતર કેવી અનંત તૃષા ભરી પડી છે એ જીવને ખૂદનેય ખબર નથી. અનંતયુગોથી સંગ્રહાયેલી છે એ તૃષા. 70 અધ્યાત્મના રાહે પ્રત્યેક જીવોએ ભીતરની અનંત તૃષ્ણાને શમાવવાના ઉદ્દેશથી જ આવવાનું છે. તૃષ્ણાને શમાવવાનો ભૌતિક રાહ ભ્રામક અને અનર્થક છે એમ જાણી તે મૂકી જ દઈને કેવળ અધ્યાત્મ પરિસેવન સતત વધારવાનું છે... સતત. Page #64 -------------------------------------------------------------------------- ________________ સાધનાપથ અને આત્મજ્ઞાન ૫૫ E દસ ડગલાં અધ્યાત્મને રાહે ચાલ્યા...વળી, દસ ડગલાં પાછા ભૌતિક રાહે ચાલ્યા...એમ તો નાહકનો કાળ વ્યતિત થશે અને ઉભયમાર્ગથી ભ્રષ્ટ થવા જેવું થશે. માટે મનને ખૂબ ખૂબ મક્કમ બનાવી નિર્ધારિત રાહે જ નિષ્ઠાથી આગેકૂચ કરવી ઘટે છે. DONS ધ્યાનના માર્ગમાં એક મોટો ખતરો એ છે કે ધ્યાન આત્મસ્થિરતારૂપ ન રહેતા ‘તરંગી બની જાય છે. જીવ અવનવા તરંગો કરે છે – તર્કવિતર્ક ચિંતવે છે – અને માને છે કે હું ધ્યાન કરી રહ્યો છું – એ ધ્યાન નથી પણ દુર્થાન છે. બહુ શોચનીય બાબત છે આ. વિચાર..નકરાં વિચાર જ કર્યા કરવા એ વ્યાજબી નથી. બોલકું મન મોન - વિશ્રામ પામે એવી સ્વાનુભૂતિ ખીલવવી જોઈએ. વિચારમાંથી વિવેક અને વિવેકમાંથી આત્મારકતા પેદા થવી જોઈએ – જેથી આત્મધ્યાન સુગમપણે સાધી શકાય. ઘણાં વિચારો કરવા છતાં જે કોઈ નિષ્કર્ષ ઉપર ન અવાતું હોય; વિચારોના વમળમાં જ સાધક ગળકાં ખાતો હોય ને એને તત્ત્વચિંતન થયું માનતો હોય તો એ નિજે ભૂલાવામાં છે. વળી આત્માના પણ વિચારો કર્યા કરવાના નથી: પ્રશાંતમને અનુભવ ખીલવવા આયાસ કરવાનો છે. વિચારો સ્વાભાવિકપણે શાંત હોય ત્યારે અથવા વિચારો બહુ જોરમાં ન ચાલતા હોય ત્યારે ખૂબ ગંભીર થઈ શાંત બની જઈ – પોતાની ખરી અસ્તિ ગ્રહણ કરવા પ્રયાસ કરવાનો છે. બધી પરિભાષા ભૂલી જઈ, જેવો છે તેવો - 'હું'. અનુભવવા લગન લગાવવાની છે. પોતાની ખરી અસ્તિ પકડવાનો વારંવાર પ્રયત્ન થશે તો જરૂર તે સફળ નીવડશે જ. ખોજવાનો પદાર્થ અને ખોજ કરનાર બે જુદા નથી – એક જ છે. સત્યનો ખોજક સ્વયં સસ્વરૂપ છે. પોતાની મૂળ અસ્તિ પરખી એના ધ્યાનમાં લીન થવાનું છે. પુરેપુરો આત્મબોધ જ્ઞાનમાં આવી જાય તો પણ બોલકાં થવાનું નથી. મને આત્મજ્ઞાન લાધ્યું છે એવું જગતને દર્શાવવાની મુદ્દલ જરૂરત નથી. સત્યરૂષો કહે છે કે ‘સમજ્યા તે સમાઈ ગયા'. સ્વબોધ પામી સ્વમાં જેમ બને તેમ વધુને વધુ સમાઈ જવાનું છે. Page #65 -------------------------------------------------------------------------- ________________ ૫૬ સાધનાપથ અને આત્મજ્ઞાન આત્મબોધ થયા માત્રથી સાધના સમાપ્ત નથી થઈ જતી. બલ્ક, પછી જ ખરેખરી સાધના આરંભાય છે...આત્મબોધ વધુને વધુ વિશદ બનાવવાનો છે. આત્માની સ્મૃતિને ઘૂંટી-ઘૂંટીને, એવી ગજબનાક સતેજ કરવાની છે કે પુનઃ કદી એનું વિસ્મરણ થવા ન પામે. દિવસ કે રાત્રીના જ્યારે પણ અવસર સાંપડે ત્યારે શાંત - સૂનમૂન થઈ સ્વ-અસ્તિત્વમાં તલ્લીન – તદાકાર થઈ જવાનું છે, – જાણે દેવમંદિરની પ્રતિમા. સ્વબોધ સુસ્પષ્ટ પામ્યા પછી સ્વભાવમય બનતા જ રહેવાનું છે... સ્વબોધ થવો અલગ વાત છે અને સ્વમાં સ્થિરતા જામવી એ અલગ વાત છે. સ્થિરતા વધે એમ શુદ્ધિ વધે છે – મનની ચંચળતા અને મલીનતા ઘટે છે. ખરી મજા સ્વરમાં સ્થિર થવાની છે. સ્વરૂપસ્થિરતામાં અનંતગહન સુખ રહેલું છે. અપાર કહેવું છે...પણ વાણીથી કહી શકાતું નથી. સ્વરૂપ સ્થિરતાનો મહિમા અપરંપાર છે. જેને સ્વરૂપસ્થિરતા સાધતા આવડી ગયું એનો બેડો પાર થઈ ગયો. આત્મસ્થિરતાના અતુલ આનંદમાં બીજું બધું વિસરી જવાય છે, અનાયાસ. જDON આત્માને નિરંતર પૂછવું જોઈએ કે આત્મનું, તને શેનો ખપ છે...? એ ખપનું પ્રયોજન શું છે ? ધાર કે તને એ વસ્તુ મળી ચૂકી તો શું તું પરમતૃપ્ત થઈ જઈશ ? – કે તારી કલ્પના માત્ર છે, કે પછી તને ખુદને જ ખબર નથી કે ખરેખરો ખપ શેનો છે ! જીવને ખરેખરો ખપ તો શાંતિ, સંતોષ, આનંદનો જ છે. સવાલ મહત્વનો એ છે કે એ સ્વમાંથી મળે છે કે પરમાંથી ? જ્યાંથી એની ઉપલબ્ધિ સંભવ હોય ત્યાં તે બાજું લક્ષ કરવું રહ્યું. માટે જ સ્વલક્ષ કરવા સંતો પોકાર કરે છે. સ્વભાવથી વિપરીત જઈ પરલક્ષ કરવું હોય તો તેમ કરવા જીવ સ્વતંત્ર છે – પણ, એણે તલાસવું જોઈએ કે એથી સુખ-સમાધિ સાંપડે છે કે મનની વ્યગ્રતા. “પરમાં કંઈક તો સુખ છે' – એવી ધારણા જ ભ્રાંતિ છે. ભ્રાંતિસેવનનું ફળ, શાંતિ-સુખ-સંતોષ ક્યાંથી આવે ? Page #66 -------------------------------------------------------------------------- ________________ સાધનાપથ અને આત્મજ્ઞાન `પરમાં કાંઈ જ સુખ નથી' – એવી પ્રતીતિ પામવા જીવે ખૂબ ખૂબ પ્રમાણિક પ્રયત્ન કરવો ઘટે. સદ્ગુરુ કહે છે માટે માની લીધું – એમ પણ નથી ચાલતું. પોતાની તેવી આંતરપ્રતીતિ પાંગરવી જોઈએ. પોતાનો અનુભવ પુકારવો જોઈએ કે સુખ તો માત્ર ‘સ્વભાવ’ સિવાય ક્યાંય નથી. ૫૭ એકવાર જો અંતરની સચ્ચાઈથી જીવને મહેસુસ થાય કે, પરમાં લવલેશ સુખ નથીઃ દુ:ખ જ છે – તો પરલક્ષ મવું આસાન બની જાય છે. સ્વલક્ષ થવું સુસંભવ બની જાય છે...પછી જીવ સહેજે અંતર્મુખ થઈ આત્મધ્યાનમાં ગરકાવ થઈ જઈ શકે છે. - 70 અનુભવી પુરુષોએ તો પોતાના વિશદ અનુભવથી સાફ કહ્યું છે કે સુખ - સાચું સુખ - અખંડ સુખ હોય તો તે સ્વમાં જ છે. – પણ સુખ સ્વભાવમાંથી જ આવતું હોવા છતાં જીવને વિભ્રમ થાય છે કે તે ૫૨ ૫દાર્થમાંથી આવી રહેલ છે. – ખરે જ કસ્તુરીયા મૃગ જેવી દશા છે. 0 અનુભવી પુરુષો એ પણ સાફ સાફ કહે છે કે સાચા સુખની ઉપલબ્ધિનો રાહ સાવ સુગમ છે...સરળ છે...સીધો, સાદો, સહજ હાથ લાગે એવો છે... એ જરાપણ કઠીન નથી... જરાપણ મુશ્કેલી કે આંટીઘુંટીવાળો નથી. જીવ જરાક જો લક્ષ ફેરવી લ્યે તો... 0 સન્માર્ગને જટીલ તો જીવે જાતે બનાવી દીધો છે. જીવે અનંત ભૂલભૂલામણી સર્જી દીધી છે. સીધો અનુભવ સાધવાના બદલે જીવ અગણિત અગણિત વિચારોમાં અટવાય ગયો છે. જો એ બુદ્ધિનો બોજ’ બધો ઉતારી હળવો થાય તો સાચો અનુભવ પામવો સુગમ જ છે. GN બુદ્ધિથી નહીં – અનુભવથી અપૂર્વ સત્ય ૫માશે. બુદ્ધિથી સત્યનો તાગ લેવા મથવું એ વ્યાજબી નથીઃ અનુભવની એક જ ઝલક પર્યાપ્ત છે. બુદ્ધિની એક મર્યાદા છે. સત્યદર્શનમાં એવા પરમ આતુર અંતઃકરણની જ આવશ્યકતા છે, – બુદ્ધિનું ત્યાં કામ નથી. જી અંતઃકરણ જેટલું શુદ્ધ હશે......નિર્દોષ હશે...નિરાભિમાની હશે. નિરાગ્રહી હશે. એટલું એમાં આત્માનું પ્રતિબિંબ સ્પષ્ટ ઝળકી ઉઠશે. અંતઃકરણની શુદ્ધતા માટે નીતિ-ન્યાય-પ્રેમ-કરૂણા-ક્ષમા-સરળતા ઇત્યાદિ કોઈનીય ઉપેક્ષા કરવા જેવી નથી. Page #67 -------------------------------------------------------------------------- ________________ ૫૮ સાધનાપથ અને આત્મજ્ઞાન સુકોમળ આત્મભાવ જાળવી રાખવા ન્યાયી અંત:કરણની કેટલી આવશ્યકતા છે એ શબ્દોથી કથી જાતી નથી. સહુને આત્મવતુભાને નિહાળવા એ વાતોનો વિષય નથી. નાનામાં નાના જંતુને પણ આત્મતુલ્ય દેખવો એ એવા મહાન અંતઃકરણ વિના સંભવ નથી. જેટલું સમષ્ટિનું ભલું ચાહનારૂ અંતઃકરણ હશે...કોઈ જીવ પ્રત્યે પણ અનાદરભાવ નહીં હોય...તેટલી સાધના વધુ શુદ્ધ અને ગહેરી સંભવશે. સ્વભાવમાં ઠરેલો સાધક, સર્વ જીવો એવી સ્વરૂપ દશા અનુભવે એમ સ્વભાવિક જ ચાહશે. સાચો આત્મજ્ઞ કદિ ઉન્મત્ત થતો નથી પણ સ્વભાવમાં ખૂબ ખૂબ ડરી ગયો હોય છે. સાચા આત્મજ્ઞજનથી કોઈ ઉન્મત્ત ચેષ્ટા સહજ જ થતી નથી. એનામાં અનોખી સ્થિરતા અને સમજદારી હોય, પ્રત્યેક કાર્યવા પ્રસંગે એ ઔચિત્યપૂર્ણ જ વ્યવહાર કરે છે. જાનીને જગતના કોઈ વ્યવહારો પ્રતિ અંતરંગથી નિસ્બત હોતી નથી. માત્ર જાળવવા ખાતર જ એ પરિમિત વ્યવહાર જાળવે છે. અંતરંગથી એ, તમામ એવા વ્યવહારો પ્રતિ ઉદાસ હોય છે. – છતાં આવશ્યક વ્યવહારનું ઔચિત્ય એ જાળવી લે છે. ખરેખર તો આત્મજ્ઞપુરૂષ આત્મરણતા સિવાય બાકીના તમામ કાર્યો વેઠ માફક જ કરે છે. અર્થાત્ એમને કોઈ કાર્યોમાં હોંશ આવતી નથી. એકનો એક દીકરો પરણતો હોય તો પણ એ અંતરંગથી હોંશવાન નથી. ખરે જ જ્ઞાનીની આત્મદશા' જગતથી છેક નિરાળી છે. જ્ઞાનીની આંતરડી પોકારે છે કે, હે જીવો, તમે બહારમાં હોંશ ન કરો...ન કરો. હરખઘેલાં થઈ પરભાવોમાં કાં રાચો છો? – ને સ્વભાવભાન કાં ભૂલો છો ? અહાહા...કેવો નિરૂપમ સ્વભાવ...અને કેવી નિરુપમ સ્વભાવમસ્તિ –એને એક પળ પણ ભૂલો નહીં. જીવે એ અભિમાન છોડી દેવું ઘટે કે, પોતાને સાચો રાહ મળી ચૂક્યો છે. જો સાચો રાહ મળી ગયો હોય તો દશા આવી કેમ ? ઘણું મનોમંથન કરવા જેવું છે. વળી, સાચો રાહ મળી ચૂક્યો હોય તો નિઃશંકતા ઊપજેલ હોય...મુક્તિ હાથવેંતમાં દેખાતી હોય...મુક્તાનંદ સાક્ષાત્ મણાતો હોય. Page #68 -------------------------------------------------------------------------- ________________ સાધનાપથ અને આત્મજ્ઞાન ૫૯ કસ્તુરિયા મૃગની જેમ, જીવ હજું સુખ માટે બહાર ભટકે છે અને મિથ્યાભિમાન સેવે છે કે, સાચો રાહ મને મળી ચૂકેલ છે. સાચો રાહ સુઝી આવેલ હોય એ બહાર ફાંફા ઓછા જ મારે ? દિનરાત જીવ બહારમાં જ ઝાંવા નાખે છે ને પોતાને પંડિત માને છે ! પ્રાજ્ઞ માને છે ! 70 મુગ્ધજીવ ! ડહાપણ ડહોળમાં ને, તને કાંઈ ખબર પડતી નથી. જ્ઞાન – વિજ્ઞાન કશું તું જાણતો નથી. તારી મોહમૂઢતા તો નિહાળ. ક્યું એવું નિર્મળ જ્ઞાન તે હાંસલ કરેલ છે કે આટલું ગુમાન સેવે છો ? તારી જાતનુંય રહસ્ય તું પામ્યો નથી ત્યાં જગતનું રહસ્ય તું ખાખ પામી શકવાનો છે ? 70 હ્રદયની એવી જળકમળ જેવી નિર્લેપતા ખીલ્યા વિના જ્ઞાનના ગૂઢ રહસ્યો પરિજ્ઞાત થતાં નથી. મોહાંધ માનવી યથાર્થ વસ્તુદર્શન દેખવા સમર્થ નથી. નિર્મોહી પુરુષોએ પક્ષપાત રહિતપણે વસ્તુનું જે વાસ્તવઃ સ્વરૂપ – યથાર્થ સ્વરૂપ પ્રબોધેલ છે, તે નિશ્ચે પ્રમાણ કરવા યોગ્ય છે. 70 નાથ ! મારૂ કોઈ ગજું જ નથી કે વિશ્વના યા જાતના ગહન રહસ્યો ઉકેલી શકું. મારી ગુંજાયશ ઘણી મર્યાદિત છે. મોહાધિન મારી મતી યથાતથ્ય વસ્તુદર્શન કરવા પણ સમર્થ નથી. હું સમ્યજ્ઞાન કેમ કરી અજવાળું – આપનો બોધ શી રીતે આત્મસાત્ બનાવું ?? 70 મસ્તિ આવે... એના પણ સાક્ષી રહેવાનું છે...અર્થાત્, મસ્તિનો અનુરાગ કરવાનો નથી – પણ મસ્તિ જેના અવલંબને ઉઠે છે તે અસ્તિનો અર્થાત્ સ્વ'નો જ અનુરાગ ધરવાનો છે. ન સમજાય તો પુનઃ પુનઃ શોચીને આ પ૨મતથ્ય સ્મૃતિગત કરી લેવાનું છે. મસ્તિનો નહીં; અસ્તિનો અનુરાગ' 0 – આનંદ ઉઠે – આનંદ મણાય – પણ અભિપ્રાયમાં મહિમા આનંદનો નહીં – કિન્તુ, આનંદના પણ સાક્ષી એવા શુદ્ધાત્મનો જ રહેવો જોઈએ. આનંદનું લક્ષ કરતા જો સ્વભાવનું લક્ષ લગની વિસરાણી તો આનંદાનુભવ ઓસરતાં ઊંડી ગ્લાનિમાં સરી પડાશે. સ્વભાવની - 10T સંતો ‘સહજ’ સમાધિ સાધવાનું કહે છે – સહજનો અર્થ સમજાણો ? અહીં કઠીન વ્રત-તપ-જપની વાત નથી. શ્વાસોશ્વાસ જેમ સહજ છે તેમ આત્મસ્મરણ સહજ ઘટવું જોઈએ. અસમાધિના તમામ કારણો છોડી દો તો સમાધિ સહજ ઘટનારૂપે ઘટવાની છે. Page #69 -------------------------------------------------------------------------- ________________ ૬૦ સાધનાપથ અને આત્મજ્ઞાન અસમાધિના કારણમાં આપણી અનંત તૃષ્ણાઓ – કામનાઓ છે. અમર્યાદ ઇચ્છાઓ એ આપણા સંતોષગુણનો ઘાત કર્યો છે. પાયામાં એ મિથ્યાત્વ રહેલું છે કે પર વડે મારું સુખ છે. ભાઈ તમામ ઇચ્છાઓ મિથ્યા છે – દુઃખદાયી છે – અસમાધિ પેદા કરનાર છે. પર વડે મારું સુખ – કે – પર વડે મારું દુઃખ... આ માન્યતા જ મિથ્યા છે – એ માન્યતા જડમૂળથી કાઢી નાખવા જેવી છે. મારા સુખ-દુઃખના કારણ મારા જ કર્મો – મારા જ પુરૂષાર્થ – મારો જ સ્વભાવ - મારી માન્યતાઓ, ઝંખનાઓ વિગેરે છે – અન્ય કોઈ જવાબદાર નથી. તમારી કોઈપણ હાલત માટે અન્ય જીવને જવાબદાર માનવાનું ભૂલી જાવઃ એ માટે તમારું અજ્ઞાન જ મુખ્ય જવાબદાર છે. શિકાયત શું કરો છો ? તમારાથી પણ ખરાબ હાલતમાં પણ અનેક મહાનુભાવોએ ઉર્દુ મહાન આત્મહિત સાધ્યું છે. આત્મહિત ન સધાવામાં કોઈ સંયોગો કારણ નથી. જીવની પામરતા અને પ્રમાદિતા જ કારણ છે. કડવું લાગશે પણ આત્મહિતની એવી ઉત્કટ લગની, એવી દિલની દરકાર નથી. જીવ ખરેખરી ખામી શું છે એ તલાશતો જ નથી ને સંયોગોને દોષ આપી છૂટે છે. આત્માર્થ થવું હોય તો પોતાના નાના-મોટા અનેક દોષો પૂરી ઇમાનદારીથી દેખતા-પેખતા શીખવું પડશે. પોતાની પીઠ પોતે ન ભાળે એમ જીવ મહધ્યાયઃ પોતાના દોષો નિહાળી શકતો જ નથી. – ત્યાં દોષ કાઢવાનો ઉપાય તો શું કરે ? ક્યાંથી કરે ? જીવનો આ એક અતિમહાન દોષ છે કે એ અંતરસૂઝ જાગે ત્યારે જ દોષ નિવારણ કે ભલી પેઠે ગુણગ્રહણ કરવાનો પુરૂષાર્થ સાધી લેવાના બદલે કાલ ઉપર કે ભાવિ ઉપર એ કાર્ય છોડી દે છે. – પોતે ભલી પેરે જાણે છે કે પછી કોઈ કાર્ય કદી બનતું જ નથી. લોડું અગ્નિ ઉપર તપીને લાલચોળ થયું હોય ત્યારે જ ઘર નો ઘા કરાય તો ઘાટ ઘડાય. પણ વાટ જુએ ને લોટું ઠરી જાય પછી ઘા કરવાં નકામાં છે, એમ પુરુષાર્થની ખરી વેળા આવી હોય એ વખતે જ મહત્તમમાં મહત્તમ પુરુષાર્થ સાધી લેવો ઘટે. Page #70 -------------------------------------------------------------------------- ________________ સાધનાપથ અને આત્મજ્ઞાન ૬૧ ખરેખર, વાયદો કરી મન આત્માને છેતરી જાય છે...વેળા વીતી ગયે કાંઈ નથી બનતું. કમાણીનો ખરખરો અવસર ઘડી બે ઘડીનો જ હોય છે. થોડી ઘડીનો એ અવસર દિર્ઘકાળના અન્ય પુરુષાર્થ કરતા પણ વિશેષ ફળદાયી હોય છે. વૃત્તિઓના ઉત્થાન વેળા મનને મચક આપવા જેવી નથી, – જો પાછળથી પસ્તાવું ન હોય. ખરૂં પૂછો તો વૃત્તિઓનો અભ્યાસ કરવાનો એજ શ્રેષ્ઠ સમય છે. વૃત્તિઓ આખર શું છે – એના મૂળમાં શું છે? શેની મૂળ માંગ છે – ઈત્યાદિ સંશોધવાનો એ અવસર છે. કોઈપણ વૃત્તિના મૂળમાં અનાદિનો તથા પ્રકારનો પડેલ સંસ્કાર કામ કરતો હોય છે. ચેતના ઉપર પડેલા ગાઢ સંસ્કાર સંમોહનનું કામ કરે છે – જીવ એના વેગમાં અંજાય જાય છે અને જોવાની સાચી દ્રષ્ટિ ગુમાવી, પૂર્વનિબદ્ધ ગલત ધારણાને જ અનુસરી રહે છે. વૃત્તિના આવેગ ખાળવા...ઘણા કાળની સુવિચારણાઓના પ્રતાપે નિષ્પન્ન થએલો સુવિવેક – પ્રગાઢ સુવિવેક કામ આવે છે. ચેતનામાં સંચીત થએલો ‘પ્રદઢ-વિવેક' મોહના વળતા પાણી કરી, આત્માને ક્રમે ક્રમે વધુ ને વધુ ‘વૃત્તિવિજય'કરાવે છે. જઈ વિતરાગના માર્ગ...વિતરાગતાની વૃદ્ધિના પથમાં...હરદમ આગેકૂચ કરતા સાધકને પૂર્ણ નિર્દોષ થવાની લગન લાગી હોય, ભીતરમની કુવૃત્તિઓને જીતવાની એને લગની જામી રહે છે. – દિનરાત વૃત્તિવિજય સાધવો એ જ એની ધૂન બની જાય છે. ઠરહું.હરવું...ખૂબ ખૂબ કરવું...સ્વભાવમાં અત્યન્ત ઠરી જવું. ઠરેલા જ રહેવું એ વૃત્તિઓનું ઉત્થાન જ ન થાય એવો ઉપાય છે – એથી આત્મવૃત્તિ થવી આસાન થઈ જાય છે –કાળાંતરે ઘણી ઘણી નિર્જરા થઈ વૃત્તિઓ સહેજે જીતાય એવી થઈ જાય છે. વૃત્તિવિજયના અભિયાનમાં સંગ્રામમાં – કરેલ ચિત્તનું કામ છે. ખોટી ઉત્તેજનાઓ તમામ શમી ગઈ હોય એવે વખતે પણ વૃત્તિઓને સમજવા –સંશધવા અનુકૂળતા રહે છે. ધીરપુરૂષનું આ કામ છે. ચિત્ત જેટલું વધુ કરેલું એટલું કામ બહેતર બને છે. Page #71 -------------------------------------------------------------------------- ________________ ૬ર સાધનાપથ અને આત્મજ્ઞાન વૃત્તિઓના વેગોના ઉત્થાન કાળે ખામોશ રહી –સંયમપૂર્વક વૃત્તિઓને સમજવા – સંશોધવા ગહન ખંતથી લાગ્યા રહેવું એ ખરેખરા સત્વશીલ પુરૂષનું કામ છે. ગમે તે સમયે પણ અંતર્મુખ થઈ શકવાની એમની ગુંજાશ હોય છે. વૃત્તિઓના વેગીલા પ્રવાહમાં તણાવું કે ન તણાવું એનો નિર્ણય જીવે અંતરાત્માથી કરવાનો છે મનથી નહીં. મન તો વૃત્તિમાં રાચવા જ રાજી છે. વૃત્તિના વેગને ખાળવા ઘણું સંકલ્પબળ જોઈએ છે – તો જ ઉત્થાન વેળાએ વૃત્તિ સામે જંગ ખેલી શકાય છે. 70 અનુભવી પુરુષો કહે છે કે જો તમારું સંકલ્પબળ ક્ષીણ થઈ ગયું હોય તો સાવ નાના નાના ગાળાના સંકલ્પો કરતાં રહી, પછી થોડો થોડો ગાળો વધારતા રહેવું. સંકલ્પબળ સુદઢ થયા વિના વૃત્તિ-પ્રવૃત્તિ પર નોંધપાત્ર અંકુશ નહીં મૂકી શકાય. વૃત્તિઓને સંયમિત કરવા સંકલ્પબળ જેટલું બને તેટલું વધુ ખીલવવાની તાતી જરૂર છે. સંકલ્પ ભલે નાનો કરીએ . પણ એને પ્રાણના ભોગે પણ નિભાવવાની નેકદિલી અને ઝિંદાદિલી જોઈએ. એ માટે ખંત અને ખેવનાપૂર્વક વિવેક પ્રદિપ્ત પણ કરવો ઘટે છે. જીવ શુભ સંકલ્પપૂર્વક થોડા થોડા કાળનો સંયમનો અભ્યાસ સાથે અને એમ સંયમનો આસ્વાદ માણતા થકા, સંકલ્પકાળમાં ધીમે ધીમે વધારો કરતો રહે, તો એનામાં આત્મશ્રદ્ધાનો ઉદય થાય છે કે હુ વૃત્તિઓના તોફાનોને જરૂર કાળાનુક્રમે પરિપૂર્ણ નાથી શકીશ. જ્ઞાની પુરૂષોએ બતાવેલા સુસ્પષ્ટ રાહે આત્મોન્નતિ સાધવાના બદલે મનસ્વીપણે જે જુદી જ કેડી કંડારવા જાય છે, તે બહુધા મંઝીલે પહોચી શકતા નથી – અટવાય જાય છે. અને તેમ છતાં પોતાનો પૂર્વગ્રહ કે અહંકાર ત્યજી; જ્ઞાનીને અનુસરી શકતા નથી. માણસ મદમાં ને મદમાં વર્ચી જાય અને જ્યારે પાછો પડે – ૫છડાટ ખાય ત્યારે પણ પોતાનો દોષ જોવાના બદલે કાં નિયતિનો દોષ કાઢે, કાં કર્મનો દોષ કાઢે – પણ પોતે તો નિર્દોષ જ હોય એમ જાતને બચાવવા લાખ બહાના કરે છે. - કેવી અસીમ આત્મવંચના છે આ ? Page #72 -------------------------------------------------------------------------- ________________ સાધનાપથ અને આત્મજ્ઞાન જીવ, તું તારો મિથ્યા જ્ઞાનમદ ત્યજી દે અને સાચા તત્ત્વજ્ઞપુરુષોએ જે અનુભૂત ઉપાયો દર્શાવેલ છે, તરવાના – એ ઉપાયોનું આચરણ કર...બહું ટુંકા ગાળામાં તું ભવસાગર તરીને તારી પૂર્ણ શુદ્ધાત્મદશા પામી શકીશ. ૬૩ © જ્ઞાની પુરુષોનો દર્શાવેલો માર્ગ સાધકે ખાસ સત્સંગ કરી કરીને, સમજવો જોઈએ. જ્ઞાનીઓ જેને હેય અર્થાત્ ત્યાજ્ય કહે છે એ પ્રિય લાગતું હોય તો પણ ત્યજવું ઘટે. અને જ્ઞાનીઓ જે જે ઉપાદેય દર્શાવે છે તે તે આદરપૂર્વક ઉપાસવું જોઈએ. 70 જીવને વિષયો અતિ પ્રિય લાગે છે. – જ્ઞાનીઓ એને ય કહે છે. પ્રિયનો આદર કરવો કે શ્રેયનો આદર કરવો એ જીવે જાતે નિર્ણય કરવાનો છે. – બે જવિકલ્પ છેઃ- કાં પ્રિયનો માર્ગ ઉપાદેય ગણવો કાં શ્રેયનો માર્ગ ઉપાદેય કરવો; જીવે ખૂબ ગંભીરતાથી નિર્ણય કરવાનો છે. 70 અનાદિકાળમાં અનંતવાર જ્ઞાની પુરુષો મળ્યા. . પણ જીવે કદી શ્રેયના માર્ગનો આદર કર્યો નથી. એણે હંમેશા પ્રેયનો માર્ગ જ વ્હાલો કર્યો છે. જીવની મહાન કમજોરી છે કે પ્રેયનો માર્ગ ખતરનાક જાણવા છતાં એ ત્યજીને, શ્રેયનો અનંત – શ્રેષ્ઠ રાહ ઉપાસી શકતો નથી. પ્રેયનો રાહ એ દુર્ગતિનો ઉપાય છે. જીવે અનંતવાર પ્રેયને પસંદ કરી દુર્ગતિ વ્હોરી છે. શ્રેયનો રાહ પસંદ પડવો પણ કદી બન્યો નથી. એક વેળા અંતઃકરણને તૈયાર કરીને જીવ જો શ્રેયનો પથ ઉપાસી લે તો બેડોપાર થઈ જાય એવું છે. © પ્રભુ ! પ્રેયને છોડવા હું સમર્થ નથી...હું શું કરૂ ? પ્રભુ, મને શક્તિ આપ: મનની મક્કમતા આપઃ અંતઃકરણની સાચી સુઝબુઝ આપ, કે જેથી ઇન્દ્રિય સુખોના તુચ્છ રાહેથી પાછો વળી હું અતીન્દ્રિય આનંદ ઉપલબ્ધ કરવા યત્નશીલ થાઉં. પ્રેયનો માર્ગ આત્માના પતનનો માર્ગ છે. આત્માના ઉત્થાનના રાહે આગેકૂચ કરતાં સાધકે પ્રેયના પંથ પ્રતિ તદ્દન ઉદાસીન બની જવું ઘટે છે – તો જ શ્રેયનો માર્ગ ઉપાસી શકાય. થોડા કાળે તો પછી શ્રેયનો માર્ગ જ પ્રિય બની જાય છે... પછી સમસ્યા રહેતી નથી. Page #73 -------------------------------------------------------------------------- ________________ ૬૪ સાધનાપથ અને આત્મજ્ઞાન શ્રેયના માર્ગે ચાલવાનો સંકલ્પ કર્યા પછી પણ મન હજારો વાર પ્રેયના રાહે આવવા પોકાર કરશે...જીવે હજારોવાર મનને સમજાવવાનું છે. સમજણ ઘણી ઉંડી ઉતરી, અસ્તિત્વની ખૂબ ગહેરાઈ સુધી પહોચશે પછી મન ધીમે ધીમે શાંત પડશે અને શ્રેય પંથમાં સ્થિર થશે. હિતાહિતનો ગહન વિવેક જેઓ કરી શકતા નથી; જેણે ચિંતન – મનન – મંથન કરી કરી વિવેકબળ વધાર્યું નથી; સમયે વિવેકને જાગૃત કરવા જે શ્રમ કરતાં નથી – એ તો – પ્રેય પ્રવાહમાં તણાય જ જવાના...એ રૂચિને શ્રેય માર્ગ કદી સ્થિર કરી શકવાના નહીં. નાથ! માનવ માનવ વચ્ચેના સંબંધો આજ કેટલાં કથળી ચૂક્યા છે ? આદર, પ્રેમ, સદ્દભાવ સહયોગ જેવું કશું રહ્યું નથી. આત્મા અન્ય આત્માનો આત્મભાવે આદર કરતાં ન શીખે – પોતાના અહંકારને કોઈ અળગો કરતાં ન શીખે, તો સ્થિતિ અનિવાર્યતઃ આવી જ રહેવાની. સૌ જીવોને સમદષ્ટિથી જોતા શીખવું – કોઈને ઉચ્ચ કે કોઈને હીન ને સમજવા – કોઈને પ્રિય કે કોઈને અપ્રિય ન સમજવા – સમાન દષ્ટિએ સર્વ કોઈને નિહાળવા; એ ઘણી મોટી સિદ્ધિ છે. આત્માનુભવ થયા વિના એવી સમદષ્ટિ પ્રાય પાંગરતી નથી. એક વાત એ પણ નોંધપાત્ર છે કે આજે કોઈનો પોતાના દિલ ઉપર કાબૂ નથી – જેનો પોતાના દિલ ઉપર જ કાબૂ ન હોય એવી વ્યક્તિની બોલી ચાલીના ધડાં શું લેવાના હોય ? આખું જગત એમ જોતા ક્ષમાપાત્ર જ છે. – કોઈના કોઈયેય આચરણનો ઘડો લઈ ખેદખિન્ન થવા જેવું નથી. આજે પ્રેમ કરનારા કાલે દ્વેષ પણ કરે - દુનિયા પાગલોની છે. જેનું ખુદનું મન પોતાના કહ્યામાં નથી એ પાગલ નહીં તો શું છે ? ભાઈ ખરે જ દુનિયા અર્ધ પાગલ અવસ્થામાં જીવે છે. માટે કોઈના બોલનો ખાસ તોલ કરવા જેવો નથી: કોઈના પ્રમાણપત્ર પર રાચવા જેવું નથી. જગતના માનવો બધા ઉપેક્ષાપાત્ર છે...સૌ આત્મભાન વિના પ્રગાઢ બેહોશીમાં જીવે છે. આજનો માનવ કેટકેટલાં તણાવમાં જીવે છે ? કોઈનું સાચું મુલ્યાંકન કરવા કોને ફુરસદ છે ? સંસાર ગાંડાઓનો સમૂહ હોય એ બેકદર હોય એમાં અચરજ જેવું કશું નથી. Page #74 -------------------------------------------------------------------------- ________________ ૬૫ સાધનાપથ અને આત્મજ્ઞાન કદરદાનીની વાત નીકળી છે ત્યારે એ કટુસત્ય નોંધી લો કે, કોઈને બીજાના ગુણની કદર કરવી મૂળતઃ પસંદ જ નથી. મોઢેથી કોઈ તમારા ગુણગાન ગાતા હોય તો પણ માની લેવા જેવું નથી કે એ ખરા કદરદાન છે. બીજાના ગુણ દેખી દિલથી પ્રમુદિત થાય એવા જીવ તો વિરલમાં વિરલ હોવાના. 70 પોતાનો માંહ્યલો પોતાની કદર જાણે એવી ગુણમયી આત્મસ્થિતિ બનાવી જાણશો તો જે ગહન આંતરતૃપ્તિ લાધશે એ જગતના જૂઠાં સર્ટીફીકેટોથી કદીય લાધવાની નથી. ભાઈ, તમારો આત્મા સ્વયંના ક્ષમા, સંતોષ, સમતા ઇત્યાદિ અનેત ગુણોથી ભાવિત-પ્રભાવિત થાય એવું કરો. ©` જગતના ગાંડાઘેલાં આચરણોનો કોઈ પ્રતિભાવ ન આપવાનો દૃઢ સંકલ્પ કરી લેજો. કોઈ અનુકૂળ વર્તે તોય ઠીક ને કોઈ પ્રતિકૂળ વર્તે તોય ઠીક...બધાને સમદષ્ટિથી જ નિરખવાનો દૃઢ સંકલ્પ કરી લેજો. એથી તમારી જીંદગી ઘણી નિષ્કલેશ બની જશે. પ્યારા સાધક ! તારો આત્મા સ્વયં જો તારો સત્કાર કરતો હશેઃ તારા ગુણમય વર્તનથી જો તારો અંતર્યામી સંતુષ્ટ હશે...તો જગતના માનપાનની તને નિઃસર્ગતઃ જ ગૌણતા થઈ જશે. તારો અંતર્યામી પ્રસન્ન થઈ તારો પરમાદર કરે એવી યોગ્યતા તારે પામવી ઘટે. ©Þ આખું જગત તને માન-સન્માન આપતું હશે – પણ જો તારો જ અંતર્યામી; એની નજરમાં તું હીન હોઈશ; તો દુનિયા આખીના આદર છતાં તને અંદરમાં કોઈ અવ્યક્ત ઉણપ જ સાલ્યા કરશે – એથી તું ગહન અંતરતોષનો અનુભવ પામ્યા વિનાનો જ રહીશ. 70 ભાઈ, અંતઃકરણ ડંખે એવું કાર્ય તું લાખ ભોગેય ન કરીશ. પ્રત્યેક વૃત્તિ-પ્રવૃત્તિ પહેલા ઊંડું અંતઃકરણ એમાં સંમત છે કે ના-સંમત એ તપાસી જજે. કોઈ પણ ભોગેય તારા અંતરાત્માનો આદર-પ્રેમસદ્ભાવ તારે ખોવો ઘટતો નથી. 0 મનનો શોરબકોર ખૂબ ભારે હોય અને એવે વખતે અંતઃકરણના ઊંડાણમાંથી કોઈ ધ્વની સાવ ધીમો આવતો હોય – તો પણ, કાન અંતઃકરણને દેવા ઉચિત છે. એવે વખતે પણ ઠરીને ઊંડા અંતઃકરણને સુણવું – સમજવું જોઈએ. Page #75 -------------------------------------------------------------------------- ________________ સાધનાપથ અને આત્મજ્ઞાન વૃત્તિઓના ઉત્થાનથી કે મનના કોલાહલથી બહેકી જઈ જે ઊંડા અંતઃકરણને સુણતો નથી અને વારંવાર અંતરના સાચુકલા અવાજની ઉપેક્ષા કરે છે – એવા માનવીનું અંત:કરણ મરી જાય છે – એ માનવી હયારૂનો બની જાય છે. જીંદગીમાં કેટલુંય જાણું છતાં અજાણ્યું જ રહી જાય છે. જાણવા છતાં ન તો એમાં આંતરપ્રતીતિનો રણકાર ભળે છે કે ન તો પુરૂં રહસ્ય જ્ઞાનગોચર થાય છે. વસ્તુ કે વસ્તુસ્થિતિ જાણવા છતાં, એનું અગાધ ગહન રહસ્ય આપણને થોડું પણ જ્ઞાત થતું નથી. એમ કેમ? અધુરૂં જાણવું જ વિમોહ ઊપજાવે છે. ક્યારેક અધુરૂં જાણવું એ કરતાં ન જાણવું બહેતર હોય છે. વસ્તુસ્થિતિના તમામ પાસાઓ વિચારે તો મોહ, મિથ્યા-આસક્તિ દૂર થઈ સહજપણે વાસ્તવઃ બોધનો ઉદય થાય છે. જાણવા માટે.યથાતથ્ય જાણવા માટે બીજો એક મહત્વનો ગુણ ઈમાનદારી છે. અંતરમાં જેવી છબી ઉઠે એવું જ યથાર્થ જ્ઞાન થવું જોઈએ. દા.ત...સંસાર ખારો ખારો એમ બોલ્યા કરે પણ અંતરમાં મીઠાશ વેદાતી હોય તો વ્યક્તિની એ ઈમાનદારી નથી. સંસાર દર્શન હોય કે આત્મદર્શન...એ જેવું હોય તેવું – અર્થાતુ પોતાને જેવું પ્રતિભાસે એવું સ્વીકારવું જોઈએ. ભાઈ યથાર્થ દર્શન એ બહું મોટી વાત છે. પોતે જાતે અંદરમાં સત્ય ‘દર્શન ખીલવવા પૂરા પ્રમાણિક-દુષ્ટા' બની જવું જોઈએ. યથાર્થ દર્શન ખીલવણીના નિરાળા રાહમાં ઉછીના સત્ય કામ નથી લાગતા. પોતાની અંતરસૂઝ ઉગાડવી પડે છે ને એ ઉગાડવામાં ઉછીના સત્યો કે ગોખેલા સત્યો આડા ન આવે તેની ખૂબ ખૂબ તકેદારી રાખી, યથાર્થ દર્શન’ ખીલવવા યત્ન કરવો ઘટે છે. સંતો ગમે તે કહે - શાસ્ત્રો ગમે તે કહે - મતી ગમે તે કહે, પરંતુ મારું ઊડું અંતઃકરણ શું કહે છે ? – રાગ સારો કે વીતરાગતા સારી ? – ઉપાધિઓ જોઈએ છે કે પરમશાંતિ જોઈએ છે? – જન્મો કરવા છે કે અજન્મા થવું છે ? – ઇત્યાદિ સર્વ કરીને તલાસવું જોઈએ. Page #76 -------------------------------------------------------------------------- ________________ સાધનાપથ અને આત્મજ્ઞાન હે સાધક ! તારી ખરેખરી યોગ્યતા તો આ જ હોવી ઘટે કે જ્ઞાનીજનોના આંતરધ્વનિ સાથે તારા આંતરધ્વનિનો સુમેળ થાય. યોગ્યતાની વાત નાનીસૂની નથી. અગાધ મહાન વાત છે એ...યોગ્યતા ખીલવવા અગાધ પુરુષાર્થ કરવો યોગ્ય છે. વાતે વાતે...જ્ઞાનીઓ જે કહે છે એ મને પણ અંતરમાં એવું જ બેઠું છે. – એમ પ્રતીતિથી સમજનાર જ્ઞાનીના આશયને – જ્ઞાનીના હાર્દન – જ્ઞાનીના કથનના તાત્પર્યને પામ્યો છે. એવો સાધક બહું ટુંકા ગાળામાં જ્ઞાની જેવી પરમ નિર્મળ આત્મદેશા પામી જશે. અહાહા...જ્ઞાનીની આત્મદશા કેવી પરમ નિર્મળ હોય છે એ વાણીથી વર્ણવવું શક્ય નથી. કેવી એમની નિર્લેપતા...કેવો એમનો મનોનિગ્રહ...કેવી એમની સમદષ્ટિ... કેવી એમની સમતા...કેવી એમની નિર્ભયમસ્ત આત્મખુમારી...કશાનું વર્ણન શક્ય નથી. ભયના ગાઢ ઓથાર નીચે જીવતા આજના માનવને શું અંદાજ આવે કે જ્ઞાનીની નિર્ભયતા કેવી પરમ ઉત્કૃષ્ટકોટીની હોય છે ? આબરૂ આદિ તમામ ભયો જ્ઞાનીએ જીતી લીધા છે. કેવી ધીરતા-વીરતાગંભીરતા...અહા, એ તો જ્ઞાનીના હાર્દશાની જ જાણે. જ્ઞાની ગંભીર લાગતા હોય તો પણ જ્ઞાનીની ગંભીરતામાં ભીતર ગમગીની નથી – ચિત્તપ્રસન્નતા છે. જ્ઞાની જેવી ચિત્તપ્રસન્નતા કોઈની નથી. એમનું હૈયું હળવું ફૂલ જેવું હોય છે. દુન્યવી કોઈ ચિંતા-ગમ એમને સતાવતા નથી – હા, આત્મહિતની ચિંતા ક્યારેક અમર્યાદ બની શકે છે. આત્માનું હિત કેમ થાય...એમ જ પ્રવર્તવું જ્ઞાનીને ગોઠતું હોય છે. દિન-રાત પ્રતિપળ એ આત્મહિતના કાર્યમાં જ રસનિમગ્નપણે લાગેલા છે. કેવું વિરાટ કાર્ય એ કરતાં હોય છે. અને કેવું વિરાટ – અમીતવિરાટ - કાર્ય એમની નજર સમક્ષ હોય છે !! જ્ઞાનીની દષ્ટિમાં નશા જેવું ઘેન હોય છે. એ દષ્ટિ દિનરાત કો કલ્પનાતીત પરમ પ્રયોજનને દેખતી હોય છે. નિરંતર એ જ એમને નજરે તરવરતું હોય છે. આથી જ્ઞાનીની દૃષ્ટિમાં પરમ પ્રયોજનની લગની સિવાય બધું ગૌણ - નગણ્ય જેવું થઈ જાય છે. . , જER Sછેર Page #77 -------------------------------------------------------------------------- ________________ ૬૮ સાધનાપથ અને આત્મજ્ઞાન હું કાંઈ જ નથી; ખરેખર હું જે છું તે જ છું – બાકી, પુરૂષ કે સ્ત્રી, નાનો કે મોટો, ગૃહસ્થ કે સાધુ, એવું કશું હું નથી. હું કોઈથી મહાન પણ નથી ને હું કોઈથી હીન પણ નથી...હું આ - હું આ એવા બધા જ ખ્યાલો ભ્રમણા છે – હું એ કાંઈ જ નથી. સાધનાની ઉત્કૃષ્ટસ્થિતિ એટલે હું પદનું વિલીનીકરણ. હું આ, હું તે, હું ફલાણો ઇત્યાદિ તમામ ભ્રામક ખ્યાલો ભેજામાંથી કાઢી નાખવા જેવા છે. હું એટલે કાંઈ જ નથી'. એવો ભાવ હવે ધરી હળવા ફૂલ જેવા બની રહેવાનું છે. હુંપદનો ત્યાગ અને મારાપણાનો ત્યાગ કશું ય મારું માનવું નહીં. સાધકે કંઈપણ મારું ભાસે ત્યાં સાવધ થઈ જવું કે અહો, મારૂં કશું છે જ નહીં. મારા આત્મગુણો સિવાય જગતમાં સ્ત્રી, પુત્ર,મકાન. આબરૂ, ધન ઇત્યાદિ કશું ય મારૂં નથી. સાધકે ક્યાંય મારાપણાનો ભાવ કરવો ઘટે નહીં. સત્ય સમજાવવાની પણ વેળા હોય છે. કવેળાએ સત્ય પણ બોલવા લાયક નથી. સામાનું હિત થતું દેખાય કે કમ સે કમ સામાનું અહિત થાય તેમ ન હોય, તો જ સત્ય બોલવું ઘટે છે. સ્વપરનું હિત ન થતું હોય તો વ્યર્થ વાણી વ્યાપાર શાને કરવો ? કંઈ પણ બોલતા પહેલા, વિવેકપ્રજ્ઞા જાગૃત કરીને, અંદરમાં વિચાર્યા બાદ જ આવશ્યક એટલું બોલવું ઘટે છે.બેહોશીમાં બોલવું ઘણીવાર ભારે હાનીકારક નીવડી જાય છે. જેમ બને તેમ મીતભાષી થઈ બને તેટલા મૌન રહેવામાં ઘણો સાર છે. સાચા પ્રાજ્ઞજન નિષ્ઠયોજન કોઈ ચેષ્ટા કરતા નથી. નિશ્ચયોજન વિચારો કરતાં નથી. નિષ્ઠયોજન વાણી વદતા નથી. નિશ્ચયોજન કોઈ ચેષ્ટા કરતાં નથી. નિષ્ઠયોજન હાસ્ય કરતાં નથી. વાત મુદ્દાની એ છે કે, એ એવા અંતર્લીન હોય છે કે પ્રયોજન વિના કોઈ બર્ડિચેષ્ટા કરવા રાજી જ નથી. માણસ શું બોલે છે એ જેટલું મહત્વનું કે લક્ષનીય છે એથી વધું લક્ષની એ બોલવા પાછળ એનો આશય શું છે એ છે. કટુ વચન કહેનારનો પણ આશય ભલો હોઈ શકે છે. અને મીઠાં વચન બોલનારનો પણ આશય બૂરો હોય શકે છે. જ્ઞાનીનો આશય પખવો ઘટે. Page #78 -------------------------------------------------------------------------- ________________ સાધનાપથ અને આત્મજ્ઞાન જીવનના પથને પાવન રમણીય બનાવવા જેટલી એક સુજન સાથીની આવશ્યકતા છે – એટલી જ અસીમ આવશ્યકતા સાધના પથમાં વિશુદ્ધ અંત:કરણની છે.અહાહા...અંત:કરણ જો પાવન અને ભવ્ય હોય તો સાધના કેવી સુગમ-સરળ-સહજ બની જાય !? પ્રભુ મને અનેકાંત દષ્ટિ આપજે વસ્તુસ્થિતિના સર્વ પાસાઓ હું સપ્રમાણ નિહાળી યોગ્ય નિર્ણય કરી શકું એવી સંપ્રજ્ઞા અને ધીરજ મને આપજે.કોઈ વસ્તુ માટે કે વ્યક્તિ માટે હું ઉતાવળો નિર્ણય અભિપ્રાય ન આપું પણ સર્વ પાસાઓથી સારાસાર ગવેષી નિર્ણય કરું. સંસારનું કોઈ એક પાસુ જોઈ તમે નિર્ણય બાંધો કે સંસાર મીઠો છે અથવા સંસાર કડવો છે; તો એ વાત બરાબર નથી. સંસારના અનેક અનેક પાસા નિહાળવા ઘટે – ગુણદોષ તમામ ગવેષવા ઘટે – પછી જે નિર્ણય આવે તે ખરો નિર્ણય છે. કોઈપણ વિષયનું એક જ પડખું જોતાં જ્ઞાન અવાસ્તવિક થાય છેઃ અધુરૂં થાય છે.અને અધુરૂં જ્ઞાન ક્યારેક અજ્ઞાન કરતાં પણ વધુ ખતરનાક સિદ્ધ થાય છે. માટે પ્રત્યેક વિષયને એના સર્વ પાસાથી નિહાળીને પ્રમાણિક નિર્ણય પેદા કરવા શ્રમ કરવો ઘટે. અધીરાં થઈ કોઈ ઉતાવળો નિર્ણય બાંધી લેવા કરતાં અનિર્મીત સ્થિતિમાં રહેવું સારું છે. ભલે કદાચ દિર્ઘકાળ પણ નિર્ણય બાંધ્યા વિના રહેવું પડે; પણ ઉતાવળો કોઈ ગમેતેમ નિર્ણય બાંધી લેવો એનાં જેવું બદતર કામ બીજું નથી. દુનીયા એમ જ ભૂલી છે. જ્ઞાનની સ્પષ્ટતા ના સથવારે આચરણ સાધવાનું છે. ભાવનાનો ઘણો મદાર જ્ઞાનની સ્પષ્ટતા પર છે. જ્ઞાન જેટલું ચોખ્ખું એટલું આચરણ પણ ઉજ્જવળ અને ઉત્કૃષ્ટ ફળદાયી.આચરણ સાથે ભવ્યભાવનાનો સુમેળ સાધવો હોય તો અંર્તજ્ઞાન સ્પષ્ટ હોવું ઘટે. જ્ઞાનની સ્પષ્ટતા ખરે જ ઘણી દુર્લભ વસ્તુ છે. એના વિના આચરણમાં મચ્યા રહેનાર લાખો છે. પણ જ્ઞાનની સ્પષ્ટતા-સ્વચ્છતા સાધીને યથાર્થ બોધપૂર્વક આચરણ કરનારા વિરલા છે. કહેવાની જરૂર નથી કે એવું અલ્પ પણ આચરણ પરમ ફળદાયી છે. Page #79 -------------------------------------------------------------------------- ________________ સાધનાપથ અને આત્મજ્ઞાન અંતરબોધ ખોલવા-ખીલવવા અપાર મહેનત લેવી પડે છે. પ્રત્યેક આચરણ સાથે ઉજાસમયી અંતરબોધનો સુમેળ સાધવો એ ઘણું ભગીરથ કામ છે. અંતરબોધને ગતિશીલ અને ઝળહળતો રાખવા ઘણા આંતરમંથન – સંશોધનની આવશ્યકતા રહે છે. અંતરબોધને ખીલેલો રાખવા જે અવિરત શ્રમ કરે છે તે જ સાચો શ્રમણ છે. શ્રમ કરે તે શ્રમણ. આત્મભાનને જીવંત રાખવા તથા તત્ત્વજ્ઞાન ઝળકતું રાખવા જે અથાગ આંતરશ્રમ કરે છે તે જ ખરા અર્થમાં શ્રમણ છે. એવા શ્રમણ વંદનીય છે. અંતરબોધને ખીલેલો રાખવા અવિરત શ્રમ કરવો પડે છે. એવું નથી કે આજે શ્રમ કર્યો હોય તે કાલે કામ આવે કે ગઈ કાલે કરેલો શ્રમ આજે કામ આવે. સતત નિત્યકૂન તપશ્ચર્યા કરવી પડે છે. અંતજ્ઞનની સ્પષ્ટતા સાધવા શ્રમ કરવો એ મોટી તપસ્યા છે. અંતરબોધ ઝળહળતો હશે તો જ આત્મા જીવંત લાગશે... આત્માનું જીવન જીવી શકાશે. શાસ્ત્રમાં જ્ઞાન એ જ આત્મા કહેલ છે. ક્યું જ્ઞાન? ‘અંતર્ગાન'. માટે ગહેરી આત્મતા અનુભવવી હોય તો જ્ઞાનઅંતર્શાન ખુલેલું ખીલેલું તરોતાજાં રાખો. અંતરબોધ જગાવવો હોય તો અંત:કરણ અત્યંત વિશુદ્ધ જોઈશે. અંત:કરણની વિશુદ્ધતા સાધવી ઘણી ઘણી જરૂરી છે. એમાં મંત્રી આદિ ચાર ભાવનાઓ પણ ખૂબ જ જરૂરી છે. ચારે ભાવનાઓની ગહેરાઈ ઘણી જ અગાઘ છે. મૈત્રી અર્થાત્ જગતના તમામે તમામ જીવો પ્રત્યે મિત્રવત્ પ્રીતિ...જગતના તમામે તમામ જીવો પ્રત્યે અંત:કરણથી વૈરભાવનાનો અભાવ, વૈર-પ્રતિવૈરની ભાવનાનો જ ઘરમૂળથી અભાવ. હું જેવું આત્મીક ઇષ્ટ પામું છું તેવું જગતના તમામ જીવો પામો એવી મંગળ મંછા. બીજી ભાવના પ્રમોદભાવના ઘણી મહત્વની છે. કોઈના સુખ-સૌભાગ્ય-ગુણગરિમા આદિ દેખીને ઇર્ષા નહીં પરંતુ પ્રમોદ અર્થાત્ ગહેરી પ્રસન્નતા. કોઈનો અભ્યદય દેખી આલાદ થવો. કોઈનો આત્મવિકાસ દેખી ઠરવું – આ મહાન પાત્રતા છે. Page #80 -------------------------------------------------------------------------- ________________ સાધનાપથ અને આત્મજ્ઞાન ૭૧ ત્રીજી ભાવના કરુણા છે. દીન-દુઃખી-પતીત પ્રત્યે અનુકંપાનો ભાવ. માર્ગ ભૂલેલા પોતાના આત્માની જેવી ગહન દયા આવે છે એવી જગતના તમામ ભાનભૂલેલા જીવો પ્રતિ કરુણા. પોતાને ઇષ્ટ નથી એવું કશું જગતના જીવોને પણ પ્રાપ્ત ન હો એવી અભ્યર્થના. ચોથી મધ્યસ્થ ભાવના તદ્દન નિરાગ્રહી થઈ જવાનું સૂચવે છે. કોઈને સાચો રાહ બતાવવા જતાં એ કદાચ અનાદર પણ કરે તો ક્રોધ કે ખેદ ન કરતાં પોતાની સમતા એવી ને એવી બનાવી રાખવી: સત્ય પણ પમાડવા આક્રમક ન થવું એ મધ્યસ્થ ભાવનાની ગહેરાઈ અતળ છે. સાધકે આ ચારે ભાવનાઓ ભાવી ભાવીને આત્મસાત કરવા જેવી છે. કોઈ પતનના રાહે હોય; વિમાર્ગના આગ્રહે ચઢેલ હોય; ભાનભુલ્યાં જેમ તેમ વદતા હોય – ઉલ્ટા આપણી પર આક્રમક થઈ જતાં હોય, તો પણ ઉપર્યુક્ત ચારે ભાવના હૈયે ધરી રાખવી. અખીલ જગતમાં કોઈ એકાદ પણ આત્મા પરત્વે લવલેશ વૈરબુદ્ધિ કે પ્રતિવેરનો ભાવ ન રહેવો ઘટે.ગમે તેવો પ્રચંડ શત્રુ હોય તો એના પ્રત્યે પણ અંતકરણથી અવરભાવ. કોઈ ચાહે તેટલું પ્રતિકૂળ વર્તે તો પણ અર્વરભાવ – આ ઘણી મહાન સિદ્ધિ છે. મનનું કામ નાજુકમાં નાજુક યંત્ર જેવું છે – એને જેમ તેમ જોર મારી નહીં સુધારી શકાય. ગમે તેમ જોર મારી સુધારવા જતાં તો ઉર્દુ એ યંત્ર ભાંગી પડશે – પછી એને સુધારતા પારાવાર મુશ્કેલી પડશે. માટે અજ્જડાઈથી નહીં, પણ શાણપણથી કામ લેવા જેવું છે. GS મનનું પરિણમન ઘણું અટપટું છે...ક્યારેક એ પરિણમન સ્વતઃ સુસંવાદી હોય છે તો ક્યારેક વિસંવાદી. ક્યારેક એને સહજમાં સુધારી શકાય છે તો ક્યારેક ઘણો પ્રયત્ન કરવા છતાં ધાર્યું સુધારી શકાતું નથી. મજબૂરીથી એનો ખેલ જોતા રહેવું પડે છે. જOS ઘણીવાર મનનું પરિણમન, સુધારવાના આયાસથી જ ડહોળાય પણ જાય છે. એવે વખતે એ પરિણમન સુધારવા યત્ન કરવાના બદલે પોતે ઠરી જવાનો પ્રયત્ન કરવો. પાણી ડખોળવામાં ન આવે તો કચરો આપોઆપ નીચે બેસી જાય તેમ મન આપોઆપ સમય જતાં ચોખ્ખું થઈ જશે. Page #81 -------------------------------------------------------------------------- ________________ સાધનાપથ અને આત્મજ્ઞાન હે જીવ! સુધારવા ધારેલું પોતાનું પરિણમન પણ ઘણીવેળા સુધારી શકાતું નથી...તો અન્ય કોઈનું પરિણમન સુધારવું તો એથી પણ વધુ દુઃસંભવ હોય એ સ્વાભાવિક છે. માટે કોઈના પરિણમનને પલટાવવા આગ્રહી ન થવું એ જ શાણપણ છે. અમારો કોઈ જીવો પ્રત્યે એવો આગ્રહ નથી કે તેઓ અમારા ખ્યાલ - અમારી ધારણા - અમારી માન્યતા - અમારી નીતિ-રીતિ મુજબ વર્તે. ભલે એની સમજણ મુજબ વર્તે. પરંતુ એનામાં સ્વહિતની સાચી સમજ ઉગે એવી અંતર ગુપ્ત અભીપ્સા અમને રહે છે. I DON અમારી તો ગહનમાં ગહન આંતર-અભીપ્સા છે કે જગતના તમામ જીવો સમ્યફસમજને પામે... એમનામાં સાચા અંતરબોધનો ઉદય થાય..સી પાતાના ઊંડા અંત:કરણને અનુસરીને આચરણ કરતાં થાય...સૌ ગહેરી આત્માનુભૂતિ પામો. જહON અમે ઝંખીએ છીએ કે કોઈ કોઈની સમજ પલટાવવા આક્રમક ન બનો. પ્રત્યેક પ્રાણી સ્વતંત્ર છે – એના હિતાહિતનો નિર્ણય એને જ કરવા દો. અંગૂલીનિર્દેશ કરો, પણ અમૂક જ પ્રકારે વર્તવા એને ફરજ ન પાડોઃ મજબૂર ન કરો. સાધારણત: પોતાની જાત પ્રત્યે કઠોર થનારા, બીજા પાસે પણ એવા કઠોર નિયમ-સંયમ પળાવવાની અપેક્ષા રાખે છે. એ અપેક્ષા સફળ ન થતાં, અંદરથી ધૂવાંકૂવાં થઈ આક્રોશ કરે છે – &ષ અને અરૂચી દાખવે છે. પોતાને એનાથી મહાન સમજી ગર્વ વાગોળે છે... પોતાના કે કાઈના મન ઉપર ઉતાવળથી જીત મેળવવા જતાં બાજી ખૂબ બગડી જશે...બાજી એવી બગડી જશે કે પછી સુધારવી અસંભવ જેવી થઈ જશે. માટે એ ખૂબ ધીરજનું કામ છે. – લાંબા ગાળાની ધીરજ અને ખામોશીની જરૂર છે, ઘણા લાંબા ગાળાની... દિલ પદાર્થ જ એવો છે – એ જો આસાનીથી જ જીતાય જતો હોત તો તો સર્વ કોઈ એવી જીત મેળવી ચૂક્યા હોત. પોતે પોતાનું મન વશ કરવું પણ જ્યાં અપાર કઠીન છે ત્યાં કોઈ અન્યનું દિલ જીતવું આસાન ક્યાંથી હોય ? Page #82 -------------------------------------------------------------------------- ________________ સાધનાપથ અને આત્મજ્ઞાન મન ક્યારેક એવું આળવીતરું પણ બને છે કે એના ઉદ્દામ ખેલ આત્મદેવ જોતા જ રહી જાય. ક્યારેક પકડવા જતાં એ પારાની માફક વધુ છટકી જાય છે. સુધારવા મથીએ એમ એ તો સામો શોરબકોર કરી વધુ ઉન્મત થાય છે. આવી વેળા ખેલને સાક્ષીભાવે' જોવો જ હિતાવહ છે. ક્યારેક મન સહેજ ઉદાસીન – સહજ શાંત હોય છે. પ્રાયઃ સવારે ઉઠીએ કે તુરત મન હજું ગતિશીલ થયું નથી હોતું. આવા વખતે કેવળ મનની શાંતતા જ અનુભવવી અને હાથે કરીને મનને કોઈ વિષયમાં ન વાળવું. – પણ થોડી પળો સાવ સ્તબ્ધ બની જવું... મનને છૂટો દોર આપણે જ આપ્યો છેએને ઉદ્દામ બનાવનાર પણ આપણે જ છીએ. અને આપણે જ ફરીયાદ કરીએ છીએ કે મન આજ્ઞામાં નથી ! ભાઈ મનને ઉદ્દામ આપણે જ બનાવ્યું છે. એ એકાએક નહીં પલટી શકેઃ ધીરે ધીરે કામ પાર પાડવું પડશે. મનોનિગ્રહ આવશ્યક છે – પરમ આવશ્યક છે – એમાં અમારે કોઈ પ્રકારે બે મત નથી. પણ મનનો નિગ્રહ હઠથી વા જોર-જૂલમથી કરવો કે મનને વારી - સમજાવી - મનાવીને કરવો: મનની સાથે મંત્રણાઓ - મસલતો કરી કરીને કરવો, એ જ શોચનીય છે. અહાહામનને કાબૂમાં લેવા જેવું પરમ સૌભાગ્યનું કામ બીજું એકપણ નથી. જેનું મન નિશ્ચલશાંત થયું એની સમાધિ ખંડીત કરનાર કોઈ નથી. જગતનું કોઈ પરિબળ એની સમાધિ નષ્ટ કરવા સમર્થ નથી. મન સાધ્યું તેણે ખરે જ સઘળું સાધ્યું છે. તમે મનોજનીત ભાવાવેગમાં રસપૂર્વક ભળો નહીં – એમાં લાંબો રસ દાખવો નહીં; બસ, એમ મનોજનીત તમામ ભાવોની ઉપેક્ષા કરો . અને . મનથી તમારી અસ્તિ જુદી છે એને જૂદી જાણોમાણો તો ઉપેક્ષિત મન કાળાનુક્રમે સ્વતઃ શાંત પડતું જશે...નિશ્વલ થશે. તનથી પોતાની અસ્તિ જેમ સાવ જૂદી છે એમ મનથી પણ પોતાની અતિ સાવ જૂદી છે. પોતે તો મનના પ્રવાહોનો જોનાર - જાણનાર છે. પોતે મન નથી: પોતે મનથી ઘણું મહાન એવું ચેતન્ય-તત્ત્વ છે. જે મનને જોવે છે માત્ર... સાલી માત્ર'. Page #83 -------------------------------------------------------------------------- ________________ ७४ સાધનાપથ અને આત્મજ્ઞાન મનનું દમન ન કરવું એનો અર્થ એવો નથી કે મન માંગે તે બધું જ આપી દેવું...મનને કુનેહથી સમજાવવું-પટાવવું ઘટે. મનને સભાવનામાં એવું રાતદિન રમતું રાખવું ઘટે કે મનમાં દુર્ભાવના - ખોટી માંગ ઉઠવા જ ન પામે. જ્ઞાનીઓનું મન પાગલ કે નાદાન નથી હોતું...જ્ઞાનીઓનું મન એના આત્માના કાબૂમાં હોય છે. મન એક સાધન છે – ઉપકરણ છે – એનો ક્યારે ક્યાં કેવો ઉપયોગ કરવો તે જ્ઞાનીના હાથની વાત હોય છે. અહાહા...જ્ઞાની મન પાસેથી જે અદ્ભુત કામ લે છે – એ તેઓ જ જાણે છે. સાચા સાધકનું મન આખો દિવસ મંથન મંથનમાં જ હોય છે. એથી એના મનને નવરાં પડવાનો કે હરકત કરવાનો અવકાશ જ નથી હોતો. કદાચ મન હરકત કરવા જાય તો પણ એનું કાંઈ ઉપજતું નથી હોતું. આખરે મન પતિવ્રતા નારી જેવું થઈ જાય છે, પરમ આજ્ઞાંકિત. કોઈ કુશળ વ્યક્તિ પોતાના અશ્વને એવો કેળવે, એવો કેળવે કે જોનારા દંગ રહી જાય એવા કામો એ અશ્વ કરી બતાવે. તેમ ખરો મુમુક્ષુ પણ પોતાના મનને કેળવી જાણે છે, અને એની પાસેથી ધાર્યા સમયે...ધાર્યું કાર્યલઈ જાણે છે. આત્મજાગૃતિ ખીલ્યા પછી આત્મા તમામ મનોભાવોને નિહાળે છે – પેખે છે – સુપેઠે પિછાણે છે અને અપાતો યોગ્ય ન્યાય પણ આપે છે. આત્મા મનનો માલિક છે માલિક જાગરૂક હોય તો સેવક, સમજીને જ વર્તે એમાં અચરજ શું છે? કાંઈ નહીં. આત્મા અજર-અમર છેઃ હું અજર-અમર છું – એમ બોલવાનો શું અર્થ છે? અંતરમાં કોઈ ઉજ્જવળ પ્રતીતિ છે કે હું અમર તત્ત્વ છું ? પોતાની અનંતકાળ લાંબી અતિ ભળાય છે? અંતરના ઊંડાણથી એવી પ્રતીતિ અનુભવાય છે ખરી? હજારો એવા સત્યો આપણે બોલ્યું જતા હોઈએ છીએ – માત્ર ગોખેલા સત્યો – જેની કોઈ ઊંડી આંતર પ્રતીતિ આપણને નથી હોતી ! એવી આંતર પ્રતીતિ હોવી જ જોઈએ એવું આપણે માનતા પણ નથી!! આંતર પ્રતીતિયુક્ત એવા કેટલાં સત્ય આપણને જ્ઞાત હશે Page #84 -------------------------------------------------------------------------- ________________ સાધનાપથ અને આત્મજ્ઞાન આપણી સચ્ચાઈ ગહન અર્થમાં સચ્ચાઈ નથી: એ ઓઢી લીધેલું આવરણ માત્ર છે. ખરી સચ્ચાઈ તો અંતસુમાંથી ખીલે છે. – અંતર સૂઝ વિના બહારથી ઉછીની જ લાધેલી નીતિ-રીતિ એ સચ્ચાઈ નથી: બીજું જે હો તે. જથOS સ, અર્થાત્ ત્રિકાળ ટકી રહેનાર. ત્રિકાળ ટકનાર એવા આત્મામાંથી જે જ્ઞાન સ્કૂરાયમાન બને તે સત્ય. નિયથી સત્ય એ જ છે. બાકી ઉછીના લીધેલ મંતવ્યો – માન્યતાઓને વ્યવહાર-સત્ય કહેવાય છે; નિજય સત્ય નહીં. વ્યવહાર સત્યથી આ આત્માને કેટલી નિસ્બત છે અને નિભય સત્યથી કેટલી નિસ્બત છે એ ખૂબ ગહન ગવેષણાનો વિષય છે. નિજય સત્ય કોને કહેવાય...અને એ કેમ કરીને પમાય એની વાસ્તવિક ગમ પણ લાધવી મહાદુર્લભ છે. એ માટે એવા તજજ્ઞ ગુરુની આવશ્યકતા છે. સાચા સતુ'નો જીવને પરિચય નથી – મુદલ પરિચય નથી. એવા ગમ પમાડનારા સુજાણ પુરૂષનો સમાગમ ન થાય ત્યાં સુધી પીછાણ થતી નથી. તજજ્ઞ પુરુષનો પરિચય-સમાગમ થયા પછી પણ ઘણાને પિછાણ થતી નથી. વિરલને થાય છે. જેને સત્ રચે છે એને બસ તુ જ રૂચે છે. પોતાના સચ્ચિદાનંદ સ્વભાવ સિવાય એને કશું ચતું નથી. અસત્ય તો એને દીઠું પણ ગમતું નથી. સતમાં સમાય જવાની જ અનન્ય અભીપ્સા એના હૃદયમાં ધબકે છે. અહાહા...સતુમાં સમાયને, સત્ સાથે એકરૂપ થઈ જવા, જેની ચેતના પ્રતિપળ તડપી રહી છે એવા સતસ્વરૂપના આશકો પરમવંદનીય છે. સતુમાં જેની તન્મયતા થઈ એને એક ક્ષણ પણ સતથી વિખૂટા પડવું પાલવતું નથી. સમાંતન્મયતા થવી – સતુમાં એકરૂપતા થવી – સતુમાં રસસમાધિ લાગવી એ કેવી અપૂર્વ, અપૂર્વ અપરંપાર આનંદની ઘટના છે – એની તજજ્ઞ સિવાય, અન્યને શું ગમ પડે ? ભીલના બાળકને ચક્રવર્તીના એશ્વર્યની શું ગમ પડે ? Page #85 -------------------------------------------------------------------------- ________________ સાધનાપથ અને આત્મજ્ઞાન સમગ્ર ચેતના અસ્તિત્વમાં ઓતપ્રોત બની રહે છે ત્યારે બીજું કશું ધર્મવિધાન કરવાનું રહેતું નથી. – માત્ર નિજાનંદનો જ અનુભવ માણી – તમામ કાર્યથી અલિપ્ત, કેવળ નિષ્ક્રિયપણે, આનંદને પણ જોતા-જાણતા, એના સાક્ષી બની રહેવાનું છે. સહજાનંદ માણો ભલે – પણ આનંદ સાથે તન્મય-હુપ થવાનું નથી. એ વેળા પણ એકાકાર તો અસ્તિત્વમાં જ થવાનું છે. એક અર્થમાં ઉઠતા આનંદ પ્રતિ પણ સાવ ઉદાસીન થવાનું છે, ને ‘ચિત્ત' સ્વભાવલીન બન્યું રાખવાનું છે. ખૂબ મહત્વની વાત છે આ. સતમાં સમાયા રહેવામાં જે નિપૂણ બની જાય છે, એ સહજાનંદની અમ્મલિત ધારા પામે છે. - અનિર્વચનીય શાંતિને પામે છે. – અગાધ તૃપ્તિની અખંડ ધારા પામે છે. – એની કામનાઓ અલોપ થઈ જાય છે. – એ સહજ નિષ્કામ દશાને પામે છે. Ge સ્વરૂપની સાથે તાદાત્મ થતાં એવો ગાઢ પરિતોષ પ્રગટે છે કે અન્ય કોઈ વ્યક્તિ કે પદાર્થ સાથેનું તાદાત્ય આપોઆપ છૂટી જાય છે. આથી કામવાસના સ્વતઃ ક્ષીણ થવા માંડે છે અને ઉર્જાનું આત્મહિત ચિંતનમાં સહજ રૂપાંતરણ પણ થઈ શકે છે. કામ એક પ્રબળ ઉર્જા છે – કામ શક્તિનું ઊર્ધીકરણ કરી એમાંથી ચિંતન-મનન-નિદિધ્યાસનની અર્થાત્ નિરંતર ચિંતવનની ક્ષમતા ખીલવવાની છે...જ્ઞાનાનંદ પ્રગટાવવાનો છે...તત્ત્વચિંતન-મંથન દ્વારા અગણિત અગણિત ભ્રાંતિ નિર્મૂળ કરી નિભ્રાંત-બોધ' પ્રગટાવવાનો છે. GS અહાહા...કામની ઉજનો માનવી તત્ત્વચિંતનમાં ઉપયોગ કરે તો એક કેવો નિરાળી જ જાતનો આનંદ એ માણી શકે અને કેવું રડું આંતરસમાધાન પણ પામી શકે ? શક્તિનો નાહક દુર્વ્યય શાને કરવો – જો એનો ઉમદા સદ્વ્યય થઈ શકતો હોય... વિષયોના વેગ સ્વતઃ મંદ થયા હોય તો હે જીવ! તું એને ખૂબ ભલું થયું જાણજે. કુદરતનો સંકેત છે કે તારે હવે સ્વરૂપમતા ખીલવવાનો અભ્યાસ સાધવો. તને તારા ભગવત્સ્વરૂપની પિછાણ કરવાનો અને એમાં લયલીન થવાનો મોકો મળ્યો છે. Page #86 -------------------------------------------------------------------------- ________________ સાધનાપથ અને આત્મજ્ઞાન ૭૭. પાછલી વયમાં, માનવીના મન-વચન-કાયાના વ્યાપારો મંદ પાડી દઈને કુદરત ખૂબ મોટો ઉપકાર કરે છે. એ એને મૌનપૂર્વક, ઊંડા મનનમાં સ્થિર થવા અર્થે અવસર આપે છે. મનને સ્વરૂપમાં કરવાનો અને તમામ વૃત્તિઓને ઉપશાંત કરવાનો એ દિવ્ય અવસર છે. જઈONS કુદરત જે કાંઈ કરે છે એ ભલા સારૂં જ હોય છે...કુદરત માનવીને એના મૂળસ્વરૂપ ભણી પાછો વાળવા જ આતુર છે. કુદરતના સંકેતને સમજી, જે ખોવાયેલ ‘આત્મભાન તાજું કરવા સમુત્સુક બને છે – અંતર્મુખ થઈ સંતોષ-સમાધિ સાધે છે, એ ભવ સાર્થક કરી જાય છે. મનના પરિણમનની અમાપ વિષમતાઓનું મૂળ શું છે? – ખોવાયેલું આત્મભાન એ જ સર્વવિષમદશાનું મૂળ કારણ છે. આત્મભાન જાગે તો મન સ્વરૂપમાં એવું વિશ્રામ પામે કે ભૂતની માફક એ ભૂતકાળના વિષય સ્મરણોમાં ભમતું રહેતું નથી. વૃદ્ધાવસ્થા ભૂતકાળના ભોગસ્મરણો વાગોળવા માટે નથી: યોગ ખીલવવા માટે છે. યોગ અર્થાત્ : જોડાણ. – ચિત્તનું પોતાની ભીતરમાં રહેલ પરમાત્મા સાથે જોડાણ સાધવું એનું નામ યોગ. ખૂબ અંતર્મુખ બની જઈ પોતાના અંતર્યામીનું ધ્યાન સાધવાનો એ પરમ અવસર છે. | જીવ! જો મુક્ત થવાતું હોય તો સર્વ બાહ્ય જંજાળથી તું હોંશપૂર્વક પરિમુક્ત થઈ જજે. તને એવો અવસર, કુદરતે આપ્યો હોય તો કુદરતનો ખૂબ ખૂબ પાડ માનજે. સ્વભાવમાં કરવાનો આ સુવર્ણ અવસર મળ્યો છે એમ જાણી તું સ્વભાવમાં ખૂબ ખૂબ ઠરી જજે... વિષયો સામે ચાલીને છૂટવા જતાં હોય છતાં એને પકડી રાખવા મથે એના જેવો પામર બીજો કોઈ નથી. ચિત્ત સહજસાજ નિર્વિષયી-નિર્વિકાર રહેતું હોય છતાં, હાથે કરીને વિષય ચિંતન ઉભુ કરનાર જેવો મૂર્ખ બીજો કોઈ નથી. સમતા સુખનો અને પરિચય જ નથી. વિષયસુખની પ્રગાઢ ટેવ...એનાથી છૂટવું અલબત્ત ઘણું કઠીન છે...રસક્ષીણ થઈ રહે તો પણ આદત મટતી નથી: મન ઝાંવા નાખ્યા કરે છે અને દુ:ખીત થાય છે. આમાંથી બચવા દઢ સંકલ્પ બળની જરૂરત પડે છે. જે ઘડપણમાં પ્રાય: હોતું નથી. Page #87 -------------------------------------------------------------------------- ________________ ૭૮ સાધનાપથ અને આત્મજ્ઞાન ધીમેધીમે થોડાંઘોડાં ગાળા માટે, સંકલ્પ બળ ખીલવવું ઘટે કે અમુક સમય પર્યત મારે વિષયભોગનું સ્મરણ પણ કરવું નથી. સ્મર' અર્થાત્ કામ એ સ્મરણથી પાંગરે છે. માટે પૂર્વ કિડીત કોઈ ભોગોપભોગનું સ્મરણ કરવું ન ઘટે. DOS સંકલ્પ કાં કરવો નહીં– કરીએ તો એને કસોટીકાળમાં પણ નભાવી જાણવો. વિષયચિંતનથી બચીને આખર તો વીતરાગતા ભણી કદમ માંડવાના છે – એ માટે સંકલ્પબળ ખૂબ ખૂબ ખીલવવું ઘટે છે. અને વીતરાગદશાની ચિ કેળવવી ઘટે છે. ભાઈ, વાસનાવિજય-વૃત્તિવિજય એ સહેલું કામ નથી: પૂર્વજન્મોના સંસ્કારો હોય તો અલગ વાત છે – બાકી, બહું પ્રયત્ન કરવો પડે છે. ઘણી ધગશ, ધીરજ અને સ્વભાવરુચિ હોય તો વિષયરુચિનો પરિહાર સુસંભવ બની શકે છે. ઘણી ધીરજનું કામ છે. વભાવથી વિમુખ જઈ કોઈયેય વિષયમાં રસ લેવો એ અધર્મ છેઃ સ્વભાવ સન્મુખ થઈ એમાં સમગ્ન થવું એ ધર્મ છે. સ્વભાવમાં ઓતપ્રોત રહેવું એ વાસનાવિજયની ગુરુચાવી છે. માટે સ્વભાવમાં કરવાનો અભ્યાસ પાડવો જોઈએ. અહાહા...સ્વભાવને ઉપેક્ષીને થતું પરનું ધ્યાન – પરનું ચિંતન એ ઘણો મોટો અધર્મ છે. નિષે દુર્ગતિનું કારણ છે...સ્વનું ધ્યાન ચૂકાય છે ત્યારે યા સ્વનું ધ્યાન સાધતા શીખ્યાન હોઈએ તો અનાયાસ પરનું ધ્યાન ચાલે છે – જે કલ્પનાતીત અવનતિઓનું કારણ છે. જીવ પરમાં શું મોહાય જા છો ? તું કેવો પરમધ્યેયવાન આત્મા ! તારૂં મહાન પ્રયોજન કાં વિસાર છો ? તારે તો સ્વમાં મસ્ત થવાનું છે અને મહાન આત્મોત્થાન સાધવાનું છે. પરના સહારાની કલ્પના પરિહર અને એકલો પરમ પ્રયોજન સાધનામાં ડૂબી જા...અનંતસુખ સાંપડશે. પરને ભૂલી જવું આસાન નથી એ અમે જાણીએ છીએ. પરંતુ, પરમ પ્રયોજનની લગની લાગી હોય: એની સાધનામાં જે ડૂળ્યા રહેવા જ તલસતો હોય; પરમહેતુની સાધના જેને પ્રાણાધિક પ્યારી હોય, એ પરસંગનો વ્યામોહ ત્યજી – અભ્યાસથી – આત્મકેન્દ્રિત બની શકે છે. . ! 111 HTTTTTER Page #88 -------------------------------------------------------------------------- ________________ સાધનાપથ અને આત્મજ્ઞાન જેની પાસે અનેક સમર્પિત જીવનસંગીનીઓ હતી એવા કેટલાય રાજા મહારાજા નિ:સંગ થઈ નિજાનંદની સાધના ખાતર અવધૂત બની ગયા – યોગી બની ગયા. તમામ પરરુચિને એમણે પરાક્રમપૂર્વક પરિહરી ને પરમપ્રયોજનની સાધનામાં જ પરમલીન થઈ ગયા...જ્યારે આપણે ? અપ્સરા ચલાવવા આવે તો ય પરમપ્રયોજનમાં નિમગ્ન રહી શકે એવી ક્ષમતાવાળા સમર્થ જીવો મુક્તિમાર્ગ પૂર્ણતઃ સાધી શકે છે. – બાકી બહુભાગ તો તુચ્છ પ્રલોભનો મળતાં જ પ્રયોજનને ભૂલી વિમાર્ગે ચાલ્યા જાય છે અને અનંતદુર્લભ તક હારી જાય છે. અનંતકાળથી, અધૂરી રહેતી ઉપાસના પૂર્ણ કરવાનો જેનો પ્રકૃષ્ટ મનોરથ છે એ શુદ્ર તમામ પ્રલોભનથી પરમ સાવધ રહે છે. મોહ ચાહે તેટલું લલચાવે તો પણ, પરમ પ્રયોજનસિદ્ધિ અર્થેની પોતાની સાધનાથી એ કેમેય ચલિત થતાં નથી. અહાહા.. કેટલું અપાર કાર્ય કરવાનું બાકી છે ? જીવ પાસે મનના ફંદ પોષવા સમય જ ક્યાં છે ? અને મનની માંગ તો કદી પુરી ન પુરાય એવી છે. ચાહે તેટલા ભોગપભોગો આપો પણ મને ક્યાં તૃપ્ત થવાનું છે ? થવાનું છે તૃપ્ત કદી ય ? કદી નહીં. ભોગો આપવાથી..આખે જ જવાથી, મનની તૃપ્તિ ક્યારેય થતી નથી. તત્ત્વચિંતન અને વૈરાગ્યબોધ ખીલવવો જોઈએ. વૈરાગ્યભાવો ખીલવે એવો સત્સંગ ખૂબ ખૂબ સેવવો જોઈએ. અંતર્મુખ અને પ્રશાંતચિત્તવાન બનાવે તેવું જ માત્ર વાંચન કરવું જોઈએ. હે જીવ! કોઈપણ મિષે તારે ભોગપભોગ પરત્વેથી વૃત્તિને સમેટી લેવી ઘટે છે. જો આધ્યાત્મિક સુખની કામના હોય તો વિષયસુખોની કલ્પના મૂકી દેવા જેવી છે. સુખ અંદરમાંથી જ આવે છે અને ભ્રમ ઊપજે કે સુખ વિષયોમાં છે. એ ભ્રાંતિ ટાળવી ઘટે છે. પવિત્ર સુખનો અક્ષયઝરો પોતામાં જ હોવા છતાં...સુખનો સોત ભીતરતળમાંથી જ આવતો હોવા છતાં, એને અવગણીને મોહમૂઢ જીવ બહારમાંથી સુખ ખોજવા ફાંફાં મારે છે. - આ જ મોટું મિથ્યાત્વ છે...જો સંશોધન કરે તો માલૂમ પડી આવે કે સુખ ભીતરમાંથી આવે છે. Page #89 -------------------------------------------------------------------------- ________________ ૮૦ સાધનાપથ અને આત્મજ્ઞાન ઇન્દ્રિયો કંઈ પરાણે આપણને બહિર્મુખ કરતી નથી. આપણું જ મન બહારમાં ભટકે છે...કારણ, આપણને ભ્રાંતિ છે કે સુખ બહારમાં છે. ભીતરના અનુપમ સુખનો આપણને પરિચય નથી – એ પરિચય પામવા આપણે શ્રમ પણ કરતાં નથી. જીવ, તારે જો ભૂતની માફક બહાર ભટકતા મનને સ્વભાવ ભણી વાળવું હશે તો ભીતરના અનુપમ સુખનો મહિમા લાવવો પડશે. જેમ જેમ આંતરસુખનો મહિમા તારા અંત:કરણમાં વધતો જશે એમ એમ સ્વમાં ઠરવાનું સહજસાજ બનશે. પ્રત્યેક મુમુક્ષુની એ ગહનતમ અભિલાષા હોય છે કે પોતે પૂર્ણપવિત્ર બ્રહ્મચર્ય પામેએ માટે પાંચેય ઇન્દ્રિયોના વિષયોનો પરિત્યાગ યા વધુને વધુ સંક્ષેપ આવશ્યક છેઃ એકપણ ઇન્દ્રિયજન્ય રસ, જીવની અંતવૃત્તિ થવામાં ઘણો બાધક છે. પદાર્થમાં જે મહાભ્ય છે એને કલ્પના અનેકગણું વિશેષ બનાવી દે છે. ઘણીવાર વસ્તુ સાવ સામાન્ય હોવા છતાં, કલ્પના એમાં અપરિમેય મહિમાં ભાળવા મંડે છે. આવા વખતે વાસ્તવિક બોધ થવો ઘણો દુર્ગમ બની જાય છે. જON હે આત્મન ! તું અનેક ગતિઓમાં ભટકી અનંતદુઃખો ભોગવી આવેલ છો – પુનઃ એ ગતિઓમાં ભટકવા ન જવું હોય તો કામભોગની ઠગારી જાળમાં ફસાઈશ નહીં. નહિતર તારૂં મહાન ‘હિત પ્રયોજન નિચે ચૂકાય જશે. તું અનંત દુઃખની ગર્તામાં ધકેલાય જઈશ. ગઈકાલ સુધી જે જીવન જીવ્યા એ જીવન કંઈ સુખદ કે શ્રેયસ્કર ન હતું. ગઈ કાલ સુધી જે સુખ પામ્યા એ પરમ અર્થમાં સુખ ન હતું...હવે જીવનમાં ગહેરાઈ જોવે છે. કોઈ ગહેરા સુખની અનુભૂતિ જોઈએ છે. કોઈ ગહેરી હિતની સાધના જોઈએ છે. સુખ વિશેની ધારણા બદલાય તો જ જીવનમાં ક્રાંતિ ઘટીત થાય, એ ધારણા અંતર્મુખ થવાવડે બદલાય. એ ધારણા આત્મધ્યાન વડે જ બદલાય. કોઈક અપૂર્વ અને અવગાઢ સુખ સંવેદાય તો સુખ વિશેની અનાદિનિબદ્ધ માન્યતા સંપૂર્ણ બદલાય રહે. SYS: = = = = = 111111 કરમસદ Page #90 -------------------------------------------------------------------------- ________________ સાધનાપથ અને આત્મજ્ઞાન ૮૧ સુખ વિશેની માન્યતા શી છે એના ઉપર જ મુક્તિ કે સંસાર નિર્મિત થાય તેમ છે. આંતરસુખ થોડુંઘણું પણ સંવેદાયું હોય અને એની તુલનામાં બીજા દુન્યવીની તમામ સુખો ફિકાં લાગવા મંડે તો મુક્તિ અંતઃકરણથી ઉપાદેય બને છે. NOGI જ્ઞાનીઓ સંસારસુખને તુચ્છકારે છે એ નિંદા નથી કરતા – પણ વાસ્તવઃમાં એમને એ સુખો તુચ્છ ભાસે છે —આંતરસુખની તુલનાએ.આંતરસુખ એવું નિરૂપમ, નિરાબાધ અર્થાત ઉપાધિ માત્રથી રહિત અને દુર્વિપાકોથી પણ તદ્ન રહીત છે! @> આંતરસુખ સંવેદવા રોજ ઘડી બે ઘડી ધ્યાન કરો... એની અસર આખો દિવસ અનુભવાશે. જૂઓ,મન એથી કેવું નિશ્વલ અને પ્રશાંત થાય છે. ધ્યાન ન જામતું હોય કે ન ફાવતું હોય તો પણ યત્ન કરતા એનો ઉકેલ અવશ્ય થશે. GN ધ્યાન અનહદ પ્રશાંતીનો પરિચય કરાવે છે. એવા સુખનો પરિચય કરાવે છે કે જેની ગહનતા અગાધ છે, – જે પૂર્ણ સ્વાવલંબી છે,− ગમે ત્યારે અનુભવી શકાય છે,—એ અમૃત ગમે તેટલું પીઓ તો ય ધરવ થતો નથી. -40F ધ્યાન એવું જામી જવું જોઈએ કે, ધ્યાન કરવું ન પડે – આપોઆપ થયાજ કરે :- અર્થાત આખો દિવસ ધ્યાનમયી જ રહેવાય. બીજા કામો કરતા કરતા પણ આત્મધ્યાન અસ્ખલિત જામેલું જ રહે – એટલું બધું એ સ્વાભાવિક બની જાય... ઇન્દ્રિયજન્ય તમામ રુચિ સમેટાય જાય – ઈંદ્રિયોમાંથી રુચિ પાછી વાળી લેવામાં આવે તો જ ધ્યાન એમાં જતું વીરમીને અંતરાત્મા ભણી વળે. ચિત્ત બહાર ક્યાંય પણ રોકાય જ નહીં અને આત્માભિમુખ શીઘ્ર વળી રહે તો સહજધ્યાન ઉપલબ્ધ થાય. 0 ઇન્દ્રિયજનીત સુખમાં જેને રતી છે – પ્રીતિ છે, એના ધ્યાનની દિશા બહિર્મુખ જ રહેવાની. બહિર્મુખ ધ્યાન તો આત્મઘાતક છે. ૫૨ કોઈનું પણ ધ્યાન નુકશાનકારક છે. – સ્વનું ધ્યાન જ સ્વભાવને ખીલવનારૂ – ગુણોને વિકસિત કરનારું છે. - Page #91 -------------------------------------------------------------------------- ________________ ૮૨ સાધનાપથ અને આત્મજ્ઞાન = આત્મા સિવાય અન્ય કોઈપણ સ્થાને જામેલ ધ્યાનની અધ્યાત્મપથમાં ઝાઝી કિંમત નથી. હજારો વિષયોમાંથી સમેટાયને ધ્યાન અંતર્મુખ વળીને શુદ્ધાત્મને વિષય કરે – ચેતના શુદ્ધાત્મમાં તદ્રુપ બને – તેજ ધ્યાનની પરમાર્થે ખરેખરી કિંમત છે. es એક આત્મધ્યાન કરો...ભવ્યાત્માઓ, એક આત્મધ્યાન કરો.બીજું કોઈ ધ્યાન ન કરો. ચેતના અહોરાત્ર આત્માને જ ધ્યાવતી રહે એવો અભ્યાસ કરો. આત્મધ્યાન જ મુક્તિનું અનન્ય કારણ છે – એમાં જ લયલીન-મશગૂલ થઈ જાઓ. શુદ્ધ ચેતન્યનું નિરતર ધ્યાન કરવાથી ચૈતન્યનો અમાપ વિકાસ થાય છે. – ચૈતન્યની ગુણમત્તા ઓર જ ખીલી નીકળે છે. અહાહા...વાણીથી કેટલું કહી શકાય, પણ તમામ ગુણો એથી પૂર્ણ વિકસીત થાય બાધક કારણો પિછાણ – હે જીવ – બાધક કારણો પિછાણ, તારુ ખુદનું જ આત્મહિત સાધવું એમાં તને શી બાધા નડે છે? યથાર્થ બોધનો અભાવ છે? યથાર્થ રુચિનો અભાવ છે? પરરુચિ મટતી નથી? આત્મહિતના અનંત આવશ્યક કામમાં શેની બાધા નડે છે? યથાર્થબોધ તને ઓછો સાંપડેલ છે? – કે તે એને સ્મૃતિગત સારી રીતે કરેલ નથી? – કે બોધને અરણગત કરવા તું મહેનત કરતો નથી? – કે મહામહેનતે પણ એ બોધ સ્મરણમાં આવતો નથી? – ખરેખર શું બાધા છે? એનો શાંતચિત્તે વિચાર કર. જDON છે વિરાગ પ્રેમી જીવ ! તારી પરરુચિ કેમ મટતી નથી ? શું તું વિવેકને પ્રદિપ્ત કરતો નથી કે અનાદિના સંસ્કાર જોર મારી જાય છે? કે તું બેહોશ રહે છો માટે પરરુચિ થઈ જાય છે? શું તારે પરરુચિ પરહરવી નથી ? કે હકીકત શું છે ? એ ગંભીર થઈને વિચાર. મન થોડો થોડો સમય સાવ નિષ્ક્રીય શાંત રહે એ પણ જરૂરી છે. મન સહજ જ નિહલ શાંત રહેતું હોય તો એને નાહક સક્રીય કરવાનો પ્રયાસ ન કરવો. જ્યારે મન નિકલ હોય ત્યારે કશું ય કર્યા વિના, પોતાની શાશ્વત-અસ્તિ ધ્યાનમાં લેવી. Page #92 -------------------------------------------------------------------------- ________________ સાધનાપથ અને આત્મજ્ઞાન જ્ઞાનને યથાસમયે પૂર્ણ ઉપયોગમાં લ્યો અને બાકીના કાળે કોરી પાટી જેવા બની રહો. જ્ઞાનને બોઝરૂપ ન બનાવો. જ્ઞાન સ્વભાવને વિસરાવનારૂંન બનવું ઘટે.– જો કે સ્વભાવનું વિસ્મરણ વધારે એ જ્ઞાન, જ્ઞાન જ નથી. ઓછું-વતું જે કાંઈ છે એમાં જ સંતોષ માની જીવવામાં સાર છે. માણસને કદીય મળ્યું એટલામાં સંતોષ માની જીવવાની આદત નથી. જેવી પણ સ્થિતિ કે જેવા પણ સંયોગો છે એમાં તૃપ્તિ માની સંતુષ્ટ રહેવું એ અધ્યાત્મની પાયાની શરત છે. કશું પણ મેળવવાની ધૂન અંતરની સંતુષ્ટ સ્થિતિને હણી નાખે છે. પરિણામે અંદરમાં ઠરવું દુર્ઘટ થઈ જાય છે. માટે નાહકની વાંછાઓ બધીજ નિર્મળ કરી દેવી... જેટલું બની શકે એટલું વાંછારહિત બની રહેવું. જDOES જગતની સ્થિતિ જોઈ જોઈને પારાવાર કરુણા ઉપજી આવે છે – ઠીક છે – પણ અંધ જીવ દેખી શકતો નથી કે પોતાના આત્માની જ સ્થિતિ કેટલી નિઃસીમ કરુણા પાત્ર છે. આત્મદશાનું ભાન જ નથી ત્યાં મહાન આત્મદયાનો ઉદ્દભવ જ ક્યાંથી થાય? જીવ બોલે છે કે મને તે પૂર્ણ વીતરાગ થવું છે – મહાન વીતરાગ દશાનો જ મને ખપ છે– પણ. રાગની રંગત એને છોડવી નથી ! ધર્મના મિષે ય, રાગના રસ સેવવાનું તો એ બંદ કરતો જ નથી. વીતરાગતા” શું વસ્તુ છે એ જ મુગ્ધજીવને ખબર નથી ! જેમાં માલ નથી એવા વિષયોમાં જીવ ધ્યાન જોડે છે અને પરિણામે વ્યગ્રતા-વ્યાકૂળતા પામે છે. જીવ એવા વ્યર્થ ઠેકાણે ધ્યાન શાં માટે જોડતો હશે ? જ્યાં ત્યાં માથું મારવાની ટેવ નાબૂદ ન થાય ત્યાં સુધી સ્થિતપ્રજ્ઞતાનું સ્વપ્ન પણ દુર્લભ છે. પામરતાનો પાર નથી; તો ય પાપી જીવ અંતરમાં મદ સેવે છે કે મને સત્યનો રાહ જ્ઞાત છે ! ‘હું કદાચ રાહ ભૂલ્યો પણ હોઉ” – એવો અવકાશ પણ એ નથી રાખતો ! આમાં સાચા રાહની કે સાચા રાહબરની ખોજ ક્યાંથી સંભવે ? Page #93 -------------------------------------------------------------------------- ________________ ૮૪ સાધનાપથ અને આત્મજ્ઞાન અંતઃકરણમાં પોતાની પામરતાનો ભારોભાર સ્વીકાર વર્તી રહેવો એ ય ખરે અસાધારણ પાત્રતાનું લક્ષણ છે. જ્ઞાનનો મિથ્યા ગર્વ એને નહીં થાય. અહંના કારણે જે આકરાં પતન થાય છે એમાંથી એ ઉગરી શકશે અને ખોજી’ બની જીવશે. ©Þ આતમને જાણવા-માણવા જીજ્ઞાસા હોય તો હે જીવ, આજ સુધીનું તમામ જાણેલું તું ભૂલી જા... અંતઃકરણને કોરા કાગળ જેવું કરી નાખ...નિઃશંક થઈ નાના બાળક જેવો થઈ જા. બાળક ‘મા’ વિના તડપે એમ તું ‘સત્’ વિના તડપતો થઈ રહે. © ભલે ધીમી ગતિએ પણ નક્કર આત્મવિકાસ થવો ઘટે. જીવ દોડે છે તીવ્ર ગતિએ પણ આત્મહિતમાં નક્કર પગલાં ભરતો નથી. હે જીવ ! તું અથાગ દોડ્યો... પણ મંજિલ દોડવાથી મળતી નથી – એ તો શાંત અને સ્થિર થવાથી મળે છે. પરમ સ્થિર થવું ઘટે. 0 સ્થિર થઈ...સર્વ શક્તિ હોડ પર લગાવી...સર્વ પ્રથમ સાચી સૂઝ-હૈયાઉકલત પામવા જ પ્રયત્નશીલ થવું ઘટે છે. સાચી સૂઝ વિના સત્નો પુરુષાર્થ સંભવ નથી; માટે એવી ઉજાસમયી અંતરસૂઝ ખીલવવા જ સર્વ પ્રથમ પ્રયત્ન કરવો. 0TM ઝાંખી થવી...સની ઝાંખી થવી... એ એક વાત છેઃ અને એની સ્થાયી ઝલક પામવી એ સાવ બીજી જ વાત છે. ઘડીક દિલ બહેલી જાય ને અનુભવ ગાયબ થઈ જાયે એ નહીં પણ; અસ્ખલિત ધારા જળવાય રહે એનું નામ ખરૂ આત્મજ્ઞાન છે. 70× સાધકનું સાચકલું અંતઃકરણ અવિરત મંઝીલની જ માળા જપતું હોય છે. એને માર્ગમાં ક્યાંય અટકવું નથી. શ્વાસે શ્વાસે એના અંતરમાંથી એ જ પુકાર ઊઠતો હોય છે કે, મારી મંઝીલ હું ક્યારે પામીશ ? – મારી સમસ્ત ચેતના ભગવદુસ્વરૂપ ક્યારે થશે ? © પૂર્ણ શુદ્ધ થવાની અદમ્ય પિપાસા સાધકને સદા ઊંચા મને રાખે છે... સાધકનું મન ક્યાંય ભલી પેરે ઠરતું નથી – કશામાં જંપ પામતું નથી. આવી પારમાર્થિક પીડા હોય ત્યાં મન દુન્યવી તમામ વિષયોથી ઉભગેલું જ રહે એ સ્વાભાવિક છે. = Page #94 -------------------------------------------------------------------------- ________________ સાધનાપથ અને આત્મજ્ઞાન ૮૫ ગહન આત્મિક સ્વસ્થતા હોવી એ ઘણી વિરલ ઘટના છે. તન-મનથી ખૂબ ખૂબ સ્વસ્થ જણાતો વ્યક્તિ આત્મિક રીતે અસ્વસ્થ પણ હોઈ શકે છે – અને — તન-મનથી એવા સ્વસ્થ ન હોય પણ આત્મિક રીતે ખૂબ સ્વસ્થ હોય એવું પણ બની શકે છે. 705 અંતરતમની – નિગૂઢ અસ્તિત્વની, ગહન શાંતિ એ ઘણી વિરલમાં વિરલ સિદ્ધિ છે. ઘણી સઘન આત્મસ્થિરતાનું ફળ છે એ...બહારમાં ઉલ્કાપાત મચી જાય તો પણ અંદરમાં જરાય પાણી ન હલે એવી પ્રચૂરધન સમતા આત્મસ્થિરતાથી કેળવાય છે. પોતાના ધ્રુવસ્વભાવને અનુકૂળ બની રહેવાની આદત જેણે કેળવી છે – ધ્રુવસ્વભાવને અતિક્રમીને કોઈ નાનું-મોટું કાર્ય જે કરતો નથી – બસ, ધ્રુવસ્વભાવને અનુકૂળ જ જે જીવે છે, એ એવી ગહન આંતરતોષની ધારા પામે છે, જે વચનાતીત છે. 18010 વિચારો વિચારો કર્યા કરતું મન એટલું જ વિચારે કે આટલાં બધાં વિચારો કરવાનું પ્રયોજન શું છે ? શું પ્રયોજન છે ? ...તો મનને પોતાની અનેકાનેક ભાંજગડોની વ્યર્થતા ભાનમાં આવશે – અને — વારંવાર પ્રયોજનનો વિચાર ઉગતાં, મન વૃથા વિચારોથી વીરમશે. જીવનનો પરમહેતુ – પરમઉદ્દેશ જેની દૃષ્ટિ સમક્ષ સતત તરવરે છે એનું મન વ્યર્થ વિચારોમાં અટવાતું નથી. પોતાનો મહાન ઉદ્દેશ જપની જેમ વારંવાર સ્મરણમાં આવવો જોઈએ. આ ઉદ્દેશભાન જેટલું અવગાઢ હશે એટલી મનની બેહોશી દૂરને દૂર રહેશે. 70રૂ જે વિચાર વલોણાથી લાભ થોડો હોય અને હાની ઘણી હોય – જેનાથી ઘણો સ્વરૂપ લાભ ચૂકાય જતો હોય ને તત્ત્વતઃ ખાસ ફાયદો ન હોય, એવા તમામ વિચારો સંયમી પુરુષ પ્રારંભથી રોકી દે છે. આથી જ પ્રાઃય એવા પુરુષો નિર્વિચાર જ રહે છે. 70 જો મનમાં કોઈ અસમાધાન વર્તતું હોય તો અત્યંત સુયોગ્ય એવી વિચારણા વડે તેનું સમાધાન સંભવી શકે એ બને પણ, વિચારણા વડે કંઈ ‘આત્મદર્શન’ પમાતું નથી: એ તો તમામ વિચારો શાંત થઈ જાય... મન નિશ્ચલ થઈ જાય...ત્યારે જ પમાય છે. Page #95 -------------------------------------------------------------------------- ________________ સાધનાપથ અને આત્મજ્ઞાન જગતના પ્રમાણપત્રોથી નહીં – પરંતુ, પાવનભવ્ય ભાવનાઓ વડે ભરેલું હશે તો જીવન તને ધન્ય ભાસશે. જેટલું ગહન આંતરભાવમય જીવન હશે એટલી ગહન કૃતાર્થતા અનુભવાશે – એમાં જગતના પ્રમાણપત્રોનું કોઈ કામ નથી. ૮૬ 0 ભૂલ ત્યાંથી ફરી ગણ...ફરી ફરી અનેકવાર ગણ. અને પુનઃ પુનઃ નિર્ધારીત ધ્યેયને વળગતો જા. ચૂક માત્ર ને અચૂક સુધારતો જા. બસ આંતર પરીણમન સુધાર્યા જ કર. વળી પરિણમન બગડે ને વળી સુધાર, એમ નિરંતર નિર્મળતા સાધતો જ રહે. જીવનભરના ઉભા કરેલ અહંકારગત ‘હું’ને વિલીન ક૨વાનો છે. અને સનાતન-શાશ્વત અસ્તિરૂપ જે ‘હું' છે એનો સાક્ષાત્કાર કરવાનો છે. ‘હું કોણ ?’ એની સાધના સાથે હું કોણ નથી' એની પણ સભાનતા પામવી પરમ આવશ્યક છે. સનાતન-શાશ્વત અસ્તિરૂપ ‘હું’ ખ્યાલમાં આવવો એ ઘણી મોટી ક્રાંતીકારક ઘટના છે. એ ક્રાંતિ થટે ત્યારે એક ગહેરા સંતોષની છાયા સંપૂર્ણ અસ્તિત્વને ઘેરી વળે છેઃ કોઈ અકારણ આનંદથી અંતઃકરણ તરબોળ થઈ જાય છે. ©T આત્માનુભવની પરખ જેને છે એને સ્વભાવ અને વિભાવ – પ્રકાશ અને તિમિરની માફક – - તદ્દન જૂદાં કળાય છે. સ્વભાવની લિજ્જત જેણે સુપેઠે માણી છે એને વિભાવ એવો કદિ ય ન રુચે એ નિર્વિવાદ સત્ય છે. વાત છે સ્વભાવની લહેર માણવાની. ©` પરિણામે અદ્વિતિય હળવાશ, અપૂર્વ આનંદ-પ્રસન્નતા, પવિત્રતા, નિર્વિકારી ને નિર્વિકલ્પ મનોસ્થિતિ સર્જાતી હોય તો સ્વભાવ સન્મુખ થવાયું છે. અને...ઉત્તેજના, ગ્લાનિ, વ્યગ્રતા,‘કશુંક કરૂ કરૂ’ એવી ચંચળતાગ્રસ્ત મનોસ્થિતિ બને તો વિભાવ સેવાયો જાણવો. પરિણામે નિષ્કારણ નિર્મળાનંદની ધારા ફૂટી આવે તો સ્વભાવ કળાણો-ભળાણો અને ઉપાસાયો જાણવો. અનંતકાળ આવી જ પાવનદશા બની રહો એવું સહજ સંવેદન થાય તો પરિપૂર્ણ શુદ્ધ સ્વરૂપ પમાયું જાણવું. અનુભવ અછતો રહેતો નથી. Page #96 -------------------------------------------------------------------------- ________________ સાધનાપથ અને આત્મજ્ઞાન ८७ અંદરમાંથી અનુભવ પુકારે એને જગતના પ્રમાણપત્રની શું આવશ્યકતા ? અંતસમાંથી ઉઠતો નિઃશંક નાદ જ ખરૂં પ્રમાણપત્ર છે. અગણિત જ્ઞાનીઓની ભીતરની અલૌકિક દશા જગત નથી પિછાણી શક્યુ ને એ પણ પરમનપણે મસ્તીમાં ડૂબી ગયા છે. અનુભવ વિદ્યમાન હોય એ કાળે કોઈ સંશય ઉદ્ભવી શકતો નથી. જો આંશિક પણ સંશય હોય કે આ આત્માનુભવ હશે કે કેમ – તો હજું અનુભવ પ્રગટ્યો નથી. ઝાંખી પશ્વાતું કદાચ સંશય ઊભો થાય પણ પ્રચુર અનુભવન પછી સંશયને કોઈ અવકાશ નથી રહેતો. સંભવ છે. કેટલાય જુગોથી...કેટકેટલાય જન્મોથી તમે અધ્યાત્મમાં ઉતરેલા હો. - પણ, કોઈ એવી બુનિયાદી ભૂલ રહી જવા પામતી હોય એના કારણે તમારું આમૂલ રૂપાંતરણ અટકી રહ્યું હોય; અને એ જ ભૂલ અગણિતવાર સેવાય રહી હોય છે. માનવીનો અંતર્યામિ જ એનો ખરો ગુરુ છે – ભીતરના ભેદ બધા એ જ જાણે છે. એ અંતર્યામિ ગુરુ જો જાગૃત હોય તો કોઈ પરીબળ જીવને ક્યાંય ભટકાવી શકે નહીં. નિઃશંક “જાગૃત અંત:કરણ' જ જીવનો પરમગુરુ અને પરમબેલી છે. અજ્ઞાન, મોહ કે પ્રમાદજનિત લવલેશ ભૂલ સંભવે કે તત્સણ વ્યાકુળ વ્યાકુળ બની રહે અને ભૂલમાંથી ઉગર્યા વિના લવલેશ ચેન ન પામે એવું અંતઃકરણ, “જાગૃત અંતઃકરણ' કહેવાય. ખરે જ જાગરૂક અંત:કરણ આત્માનો પરમગુરુ છે. સાચા સાધકનું જાગૃત અંત:કરણ કેવો અદ્દભુત ગુરુ બનીને...પળે પળે કેવી અદ્દભુત પ્રેરણા અને સજાગતા આપી રહે છે એનો ખ્યાલ અનભિજ્ઞને બિલકુલ આવતો નથી. અંતઃકરણને અહોરાત્ર જાગૃત રાખવું એ જ સાધકનું પરમ કર્તવ્ય છે. મૃતવત અંતઃકરણને પરમ જીવંત બનાવવું હોય તો છીછરાપણું ત્યજી, અંતરની ગહેરાઈમાં જેમ બને તેમ ઊંડા ઉતરવું. બને તેટલાં વધુ ને વધુ અંતર્મુખ થઈ જવું ને અંત:કરણનો ધીમો ધ્વનિ પણ સૂણીસમજી એને અનુરૂપ વર્તવું. Page #97 -------------------------------------------------------------------------- ________________ સાધનાપથ અને આત્મજ્ઞાન જગત આખું તારું મિત્ર થશે પણ તારું અંતઃકરણ જ જો તારૂ મિત્ર નહીં હોય તો તું કેમેય સુખ-ચેનશાંતિ-તોષ પામી શકનાર નથી, પણ જો તારૂં એક અંતઃકરણ જ તારો પરમ મિત્ર બની રહેતું હોય તો જગત આખું કદાચ અ-મિત્ર બની રહે તોય હરકત નથી. જીવે સ્વાથ્ય અને સમાધિના ભોગે પણ જગતશિરતાજ થવા પ્રચંડ પ્રયત્ન કર્યા. શિરતાજ તો કાંઈ થવાયું નહીં પણ આંતરિક સંપત્તિ પણ ગુમાવી ! ખેર, હજું પણ સ્વસ્થ અર્થાત્ સ્વમાં સ્થિત થવા પ્રયત્ન કરે તો બાજી નિલે સુધરી શકે છે. સ્વની સાચો સાચ જરૂરિયાત કેટલી છે એ સમજી; એટલી જ મર્યાદામાં ઉપાધિ રાખવી એ સમાધિ પામવાનો પરમ ઉપાય છે. ઉપાધિ જોઈએ છે કે સમાધિ – એના પર સાધકની કસોટી થાય છે. - સમાધિ જચે તો ઉપાધિ ખૂંચે – ખેંચ્યા વિના રહે જ નહીં. પ્રાર્થના એટલે કોઈ દુન્યવી આકાંક્ષા નહીં પણ આધ્યાત્મિક ઝંખના. પ્રભુએ જે જે છોડવાનું કહ્યું છે એ માંગે તેનું નામ પ્રાર્થના નથી. વીતરાગને પીછાણે અને કેવળ વીતરાગતા જ માંગે – પૂર્ણ વીતરાગ થવાનું યાચે – એ જ ખરો મુમુક્ષુ છે. વાંછા કરતાં નથી આવડતું એથી જ જીવ અનંતકાળથી બેહાલી ભોગવી રહ્યો છે. અહાહા...જીવની વાંછામાં વિમળતા ક્યાં ? – નકરો મેલ જ ભર્યો છે...ત્યાં કોઈ અલૌકિક આત્મોન્નતિ સાકાર થાય એવી સંભાવના જ ક્યાં છે? બરે જ વાંછાઓનું વિશોધન ખૂબ જ આવશ્યક છે. વાંછા વિમળ થાય તો જીવમાં અલૌકિક વિભુતા પ્રગટી રહે એ સ્વાભાવિક છે. પરમ વિમળ વાંછા કરતાં ન આવડે તો બહેતર છે કે જીવ કોઈ વાંછા જન સેવે – વાંછા રહિત થઈ રહે. જીવને સંસારમાં ભમાવનાર તેની પામર વાંછાઓ જ છે. જીવની અનંત અવનતિ અને અવગતિમાં જવાબદાર તો જીવ વડે અજ્ઞાન-મોહ-પ્રમાદવશ ભવાયેલી અનંત વિષમ વાંછનાઓ જ છે...બીજું કશું નહીં. Page #98 -------------------------------------------------------------------------- ________________ સાધનાપથ અને આત્મજ્ઞાન ૮૯ મૂર્ણિત અને મૂઢ જીવ અમાપ વિપરીત વાછાઓ સેવી સેવી અંતહીન વિપર્યાસની વણઝાર સર્જે છે. હિત-હાનીનું ગહન ભાન નહીં જાગે ત્યાં સુધી વિમૂઢ જીવ વિવેક સભર વાંછા-પ્રાર્થનામાં નહીં આવી શકે. ગંભીરતાથી લક્ષમાં લેવા જેવી વાત છે. જીવની દૃષ્ટિ જ એવી ક્ષુબ્ધ અર્થાત ડહોળાયેલી છે કે અસ્તિત્વમાં ઘટતી લાભદાયી ઘટના પણ એ પિછાણી શકતો નથી – ઉલ્ટો, આકુળ બની ખેદાય છે. લાભ-હાનીની પરિભાષા અધ્યાત્મ જગતમાં સાવ નિરાળી જ છે. પરમાર્થી જોતાં જીવના હરખ-શોક તદ્દન તુચ્છ માલુમ પડે છે. આત્માને એવા કોઈ મહાન આનંદ કે વિલાપ સંવેદવા મળ્યા જ નથી. કોઈ એવી ગહન ગાઢ આધ્યાત્મિક વેદનાસંવેદના જીવે જાણી-માણી નથી. છતાં ગર્વનો પાર નથી ! અહાહા...અસંતોષની આગમાં તો જીવ મળ્યું છે એને માણી પણ શકતો નથી. અસંયમ અને અસંતોષના કારણે જીવને ઉપલબ્ધ સામગ્રી ભોગવતા ય આવડતું નથી. બસ કારમી મૂઢતામાં જ માનવભવ વેડફી નાખે છે... બરે જ સંતોષપૂર્ણ હૃદય-થોડાથી પણ થોડું મળે તોય તૃપ્તિધારા અને પ્રસન્નતા વેદી શકે છે. જીવ જો અપેક્ષા જ અલ્પમાં અલ્પ રાખે તો જે મળે એનાથી પરિતોષ પામશે...એને પગલે પગલે પરિતોષ પ્રાપ્ત થશે. કંચનપાત્રમાં જમવાની કામના રાખે પણ કરમે કથીર પાત્ર લખાયેલ હોય તો એ જ મળવાનું છે. જીવ કકળાટ કરશે તો નવું પ્રારબ્ધ પણ હીન જ બંધાશે. સર્વસ્થિતિમાં સંતોષ ધરી, અખિન્નભાવે જીવવામાં જ શ્રેય છે. - DO વિષયોથી વિરક્ત શીઘ થવાય તો તો પરમોત્તમ જ છે પણ શીધ્ર વિરક્ત ન થઈ શકાય તો પણ, મૂર્શિતભાવે કે મૂઢભાવે તો એનું સેવન ન જ કરવું હિતાવહ છે. ભોગના કાળે પણ યોગ સ્મરણમાં રહે એમ થવું ઘટે. Page #99 -------------------------------------------------------------------------- ________________ ૯O સાધનાપથ અને આત્મજ્ઞાન અગણિત ચક્રવર્તિ જેવા પરમ પુરુષોએ પણ જેનો પરિત્યાગ કર્યો છે એને છોડવાનું ધ્યેય તું જરૂર રાખજે જ રાખજે. વિષયોમાંથી પરિમુક્ત થવા શક્ય પ્રયત્નવાન અને પિપાસાવંત તો રહેવું જ રહેવું ઘટે. ઉચ્ચ આધ્યાત્મિક આનંદ સંવેદાતો હોવા છતાં, ઇન્દ્રિયજન્ય રસ છોડવા જે સાહસ કરતો નથી એના જેવો આત્મઘાતી બીજો કોઈ નથી. એ આધ્યાત્મિક ક્ષમતાઓ ગુમાવશે અને કદીય ગાઢ આત્મસ્થિરતા પામનાર નથી. અધૂરાં કે અસ્પષ્ટ જ્ઞાનના જોરે કોઈ પણ વૃત્તિ-પ્રવૃત્તિનો વ્યાપાર ખેડવો એ કમાણી કરવાને બદલે ખોટનો ધંધો કરવા જેવું છે. શા માટે જીવ જ્ઞાન સતેજ રાખીને સાધના કરવા સમુત્સુક નહીં થતો હોય ?! પહેલું જ્ઞાન પછી ક્રિયા – એવું શાસ્ત્રો પોકારી પોકારીને કહેતા હોવા છતાં જીવ શા માટે જ્ઞાન ઝળહળાવવાને બદલે મૂઢપણે જ સર્વ આચરણ કરવા આગ્રહી હશે ? જ્ઞાનની કાળજી કરવાનું એને આકરૂને અકારું કેમ લાગે છે ? જઈ જ્ઞાનમાં હયપણાનો નિર્ણય બંધાયા પછી પણ અનાદિ સંસ્કારનું જોર મંદ પડવું દુર્ઘટ છે. ઘણો સ્વચ્છ અને સુદઢ નિર્ધાર જ પૂર્વસંસ્કારને મહાત કરી અભિનવ વિમળ ચારિત્રનું નિર્માણ કરવા સક્ષમ થઈ શકે સુદઢ નિર્ધાર. જ્ઞાની પણ ગાફેલ રહે તો સંસ્કારવશ ભૂલે-ભટકે એમાં અચરજ નથી. સંસ્કારનું જોર જાલીમ છે. અનાદિરૂઢ અવળા સંસ્કારો સવળો કરવા ઘણો ધરખમ પુરુષાર્થ આવશ્યક છે. એ અર્થે અત્યાવશ્યક છે અસ્મલિત-જાગૃતિ. આવડો મોટો જન્મારો વ્યતિત થઈ ચૂક્યો તોય જાતનું જ હજું કાંઈ ઠેકાણું નથી અને જીવ સમષ્ટિમાં સુસંવાદ પ્રસરાવવાની મહેચ્છા રાખે છે . સ્વમાં એવો રમ્યભવ્ય સંવાદ પ્રગટ્યા વિના, સમષ્ટિમાં ખાખ સંવાદ પ્રગટાવી શકાશે? Page #100 -------------------------------------------------------------------------- ________________ સાધનાપથ અને આત્મજ્ઞાન ૯૧. સ્વના અને સમષ્ટિના શ્રેયની ભાવના સારી છે પણ એ બંનેમાં પ્રથમ શું લક્ષનીય છે એ જીવે ગંભીરતાથી વિમાસવું જરૂરી છે. એ અર્થે અંતર્મુખ થઈ જવું પડેઃ જગતથી એકવાર ખોવાય જવું પડે, તો તે પણ કરવા યોગ્ય છે. જ્ઞાનીઓ તો ગાગરમાં સાગર જેમ ગહન બોધપૂર્ણ વચનો વદે છે. ખરેખરો ખપી જીવ જ્ઞાનીના એક જ વચનના મનન-અનુશીલન વડે અનાદિ-અપૂર્વ એવી આત્મક્રાંતિ સર્જે છે અને ગ્રંથોના થોક ઉથલાવીને ય કોઈ ઠેરના ઠેર રહે છે. પરભાવોમાં રહેલી “ઇષ્ટ-અનિષ્ટની કલ્પના' જ જીવને કામ-ક્રોધ ઇત્યાદિ વિકારો પ્રગટાવવામાં નિમિત્ત છે. જેને એવા ગમા-અણગમા ઉદ્દભવતા નથી અને કામ-ક્રોધ-ક્લેશાદિ વિકાર સતાવી શકતા નથી. મગજમાં ગમા-અણગમાના મિથ્યા ખ્યાલ બંધાયેલા હોય તો જીવ જે ઇષ્ટ નથી તેને ઇષ્ટ માનીને અને અનિષ્ટ નથી તેને અનિષ્ટ માનીને અકારણ રાગ-દ્વેષ કરતો રહે છે...ગમા-અણગમાના તમામ ખ્યાલો દફનાવી દેવા જેવા છે. જીવ ! આ ઇષ્ટ... અને આ અનિષ્ટ એવા તમામ ખ્યાલો કેવળ – લાંબા ગાળાથી સેવેલ – કલ્પનાની જ પેદાશ છે. તું ઇષ્ટ-અનિષ્ટની કલ્પના જ છોડી દે. એ કલ્પના જ અગણિત ક્લેશ અને કર્મબંધનનું કારણ છે. જઈONS એકવાર સુપેઠે આત્માભિમુખ થયેલો સાધક પછી આત્મવિમુખ થઈ રહી શકતો નથી, પરમશીતળતાનો સુપેઠે ઉપભોગ કર્યા પછી બળબળતા તાપમાં રહેવાનું કોણ-કેટલું પસંદ કરે ? – એમ આત્મિક શાંતિ સુપેરે અનુભવ્યા બાદ, એનાથી વિખૂટા રહેવાનું પાલવી શકે જ નહીં. ડહોળામણ જ્ઞાનમાં છે અને ચારિત્રમાં તો એનું માત્ર પ્રતિબિંબ ઉઠે છે. જ્ઞાન ચોખ્ખું થાય તો આચરણ આપોઆપ નિર્મળ થયા વિના રહે જ નહીં. પણ જીવ સીધો ચારિત્ર સુધારવા મથે છે. – જ્ઞાન સુધારવાની તો એ દરકાર જ દાખવતો નથી !! Page #101 -------------------------------------------------------------------------- ________________ ૯૨ સાધનાપથ અને આત્મજ્ઞાન જો મૂળમાંથી ચારિત્રની શુદ્ધિ કરવી હોય– ઉપલક નહીં પણ અંતરતમની ચારિત્રશુદ્ધિ સાધવી હોય – તો, આંતરિક સમજણને સુધારવા સંનિષ્ઠ પ્રયત્ન કરવો ઘટે છે. સમજણથી ભાવચારિત્રનિર્મળ થશે તો આચરણ પણ સ્વતઃ નિર્મળ બની જશે જ. જીવ જાણે છે પારાવાર...જાણપણાનો ગર્વ પણ પારાવાર છે – પરંતુ જાણપણાની સાથે નિર્ણયાત્મક દઢતા જે પ્રમાણમાં હોવી ઘટે તે જીવમાં મુદ્દલ નથી. સઘળું ય જાણી જાણીને ય જો નિષ્કર્ષરૂપે નિજાનંદ ભણી ન વળાતું હોય તો એ જ્ઞાનસંચય શું કામનો ?. જીવ જો પોતાને અચ્છો જ્ઞાની માને છે તો એણે તલાસવું જોઈએ કે પોતામાં પાર વિનાની કિંકર્તવ્યમૂઢતા કેમ છે? ભાઈ જ્ઞાનને તો નિરંતર તાજું અને તેજસ્વી રાખવા ખૂબ પ્રયત્નશીલ રહેવું પડે છે – તો જ ખરા કર્તવ્યની સભાનતા બની રહે છે. જીવ, વારું તને...તું તને વાસ્તવમાં જ્ઞાની.ધ્યાની માની બેસ માં. તું જો ખરે જ સુજ્ઞાની છે તો તારા આત્મામાં જ કાં ઠરી જતો નથી ? તું જો ખરે ધ્યાની છે તો આટલા બધા સંકલ્પ-વિકલ્પથી તારૂં ચિત્ત ગ્રસિત કેમ છે ?! જ્ઞાનનો વિશદુબોધ લાધ્યો હોય તો એ જીવ વાસ્તવિકતામાં રાચતો હોય – જૂઠી કલ્પનાઓમાં રાચે નહીં. વાસ્તવિકતા નિહાળતું જ્ઞાન રાગના વમળમાં અટવાય નહીં. – દ્વેષની આંધીમાં સપડાય નહીં ઉર્દુ એ રાગ-દ્વેષનો ક્ષય કરનાર બની રહે છે. જે માનવી કોઈપણ વસ્તુસ્થિતિને વાસ્તવિક રીતે જાણતો કે મૂલવતો નથી અને કાલ્પનિક ચિંતનના ચકરાવે ચઢી જાય છે, એનું જ્ઞાન કદીય મુક્તિસાધક થતું નથી. મોટાભાગના કહેવાતા સાધકો પણ જ્ઞાન-ધ્યાનના નામે મનના તરંગો જ પોષતા હોય છે. @ s વસ્તુસ્થિતિના વધુને વધુ પાસા પહેચાનવા જ્ઞાની પ્રયત્નશીલ હોય છે. જ્યારે અજ્ઞાની અધુરૂં દર્શન કરીને અભિપ્રાય બાંધવા મંડે છે. જ્ઞાની ઝટ કોઈ અભિપ્રાય બાંધી લેતા નથી. – એ તો બાંધેલા અભિપ્રાયને પણ ફેરવવાનો સદા અવકાશ રાખે છે. Page #102 -------------------------------------------------------------------------- ________________ સાધનાપથ અને આત્મજ્ઞાન ૯૩ --- પોતાનો અનુભવ સાખ ન પુરતો હોય એવા સત્યને વાચામાં લાવવા જ્ઞાની ઉત્સુક હોતા નથી. આથી જ્ઞાની ખૂબ ઓછું બોલે છે ને અજ્ઞાની બેફામ લવારો કરતાં હોય છે. એક શબ્દ પણ ખોટો ન બોલાય જાય એની જ્ઞાની કાળજી રાખતા હોય છે. વાસ્તવિકદર્શન સાધવાનો મહાવરો ન હોય અને કેવળ કલ્પનાના જ ઘોડા દોડાવવાની ઘરેડ પડી ગઈ હોય તો જગતનું યથાર્થ-દર્શન થવું સંભવતું નથી. એથી સ્વાભાવિક વૈરાગ્ય પણ પ્રગટતો નથી ને... સ્વાભાવિક ત્યાગ પણ અસંભવ છે. જDOS જગત જેવું છે તેવું યથાર્થ સ્વરૂપે નિહાળવું એ પણ ઘણી મોટી સિદ્ધિ છે. જગતને વાસ્તવિકતાની વધુ ને વધુ નિકટ રહીને જોવા-જાણવાનો જે ધરખમ પ્રયત્ન જ્ઞાની કરે છે એ ખરે જ સ્તવનાપાત્ર છે – વંદનીય છે. કોઈ પૂર્વગ્રહ અર્થાત્ પૂર્વનિબદ્ધ માન્યતા અનુસાર જે દર્શન થાય તે વાસ્તવઃ દર્શન નથી. કોઈપણ વસ્તુ કે વ્યક્તિને પૂર્વગ્રહ અનુસાર જ દેખવા-પખવાની આપણી પુરાણી આદત છે એ ઘણી જ હાનીકારક છે. નિત્યનુત્તમ તાજું દર્શન કરવું ઘટે. પોતાના મનનો અહર્નિશ ઊંડો અભ્યાસ જ્ઞાની કરતાં હોય છે. મન કેવા ચિત્ર-વિચિત્ર ખેલ ખેલે છે...,ઘડી ઘડીમાં એ કેવા રંગ બદલે છે ને કેવી રીતે આત્માને છેતરવા મથે છે એનો ગહન અભ્યાસ કર્યા વિના મનને જીતી શકાતું નથી. મન...ક્યારેકેમાં ક્યા કારણવિશેષથી, વિમોહીત થઈ જાય છે એ જાણવા અસાધારણ ઊંડા ઊતરવું પડે છે...એ શા કારણથી હરખાય જાય છે અને શા કારણથી હતાશ થઈ જાય છે એ કોયડો છે. ખરે જ મનની ઉત્તેજનાઓના કારણો કળવા ઘણા દુર્ગમ છે. જીવો જગતભરના વિષયોનો અભ્યાસ કરવા તલપાપડ છે – તત્પર છે – પરંતુ પોતાના જ મનનો અભ્યાસ કરવાની તત્પરતા દાખવતા નથીપ્રથમ મનને ગહેરાઈથી સમજવા અને પછી મનને સહૃદયતાથી સમજાવવા યત્ન કરવો ઘટે. Page #103 -------------------------------------------------------------------------- ________________ ૯૪ સાધનાપથ અને આત્મજ્ઞાન જગત સાચા રાહબરો વિનાનું કદી હોતું જ નથી. રાહબર તો અવારનવાર અવતાર લે જ છે. પણ...આડંબરી ઉપદેશકોથી પ્રભાવિત થયેલા શ્રોતાઓ સાચા રાહબરને પિછાણી શકતા જ નથી એનો કોઈ ઉપાય નથી. 0 સાચા જ્ઞાની માત્ર પરલોક સુધારવા નહીં પરંતુ વર્તમાન જીવન પણ સુધારવા પ્રેરણા આપે છે. કોઈપણ અવસ્થામાં કે કોઈપણ ઘટના વિશેષમાં, પ્રકૃતિને શાંત-સમતામય અને અનુત્તેજીત કેમ રાખવી એની અદ્ભુત કળા એ શીખવતા હોય છે. આજનો માનવ જીવન જીવવાનું ખરૂં કૌશલ ગુમાવી બેઠો છે. એથી રત્નચિંતામણી જેવું જીવન રફેદફે થઈ રહ્યું છે. જીવનની ૫૨મોન્નત સંભાવનાઓ માનવી જાણતો ય નથી. તેથી ખરા જ્ઞાની પ્રથમ યત્ન માનવીનું પ્રવર્તમાન જીવન સુધારવા કરે છે. આ જન્મ સુધરશે તો જ ભાવી જન્મો સુધરશે. ©Þ જ્ઞાની ચાહે છે કે સામો જીવ પણ પોતાની માફક હળવાશથી જીવનની બધી ઘટનાઓ લેતો થાય અને વ્યર્થ આકુળ-વ્યાકુળ ન થાય. જ્ઞાની શ્રોતાઓને ઉત્તેજીત કરવામાં નહીં પણ એની તમામ ઉત્તેજનાઓ ઉપશાંત કરવામાં માને છે. 70 માનવીઓની પ્રકૃતિ વિષમ હોવાનું એક મહત્વનું કારણ એ પણ છે કે એની પ્રકૃતિને ઉપશાંત કરનારા અને સહજ-સ્વાભાવિક જીવનનો પાઠ શીખવનારા જીવનના મર્મજ્ઞ એવા કોઈ સદ્ગુરુ એને મળ્યા નથી. 70 જીવન પલટાવવાની ઝાઝી ફીકર ન કરોઃ જીવન તો પલટાવવું આસાન છે, – જો એવા નિપુણ પથદર્શક મળી રહે તો... સત્ય દિલ અને દિમાગમાં ઉતરવું કઠણ છે. દિલ અને દિમાગમાં જચી જાય તો જીવન એને અનુરૂપ બનાવવું કઠણ નથી. ©Þ કોઈ એમ કહે કે, સત્ય મને દિલમાં અને દિમાગમાં તો સો ટકા બેઠું છે પણ હજું અંતઃકરણ એને આત્મસાત્ કરવા – આચારમાં મૂકવા સમર્થ નથી; તો એની એ વાત યથાર્થ નથી. – જરૂ૨ દિમાગમાં હજું દુવિધા છે. Page #104 -------------------------------------------------------------------------- ________________ સાધનાપથ અને આત્મજ્ઞાન ૯૫. હિત વા હાનીનું હાડોહોડ ભાન થાય તો આચરણમાં પણ ‘ક્રાંતિ’ આવ્યા વિના રહે નહીં. જો આચરણ મંદ હોય તો જાણવું કે સમજણ હજી અવિકસિત છેઃ સમજણના મૂળ જોઈએ એવા ઊંડા ગયા નથી એમ સમજવું ઘટે. દુન્યવી અપેક્ષાએ જીવ સુખી હોય કે દુ:ખી હોય એ મહત્વનું નથી. પણ કોઈપણ હાલતમાં એ સુખદુઃખથી પર બની સમત્વમાં કેટલો ટકી રહે છે ને દીન-હીન થતો નથી – આત્મગૌરવ કેવું જાળવી રહે છે – એ મહત્વનું છે. હાલતજન્ય હર્ષ-ખેદ જેને થતાં નથી; હાલતથી જે પાર ઉઠી ગયો છે, પલટાતી હરહાલતમાં પણ જે એકસમાન વૃત્તિ ધારી રહે છે, એ ગૃહસ્થ હોય તો પણ સંત છે. – સત્સંગ કરવા લાયક છે. મહા પુણ્યોદયે એવો સમાગમ સાંપડે છે. વાતો કરવી સહેલી છે પણ હરહાલતમાં ખુશ રહી શકવું ઘણું કઠીન છે. સંયોગો સાનુકૂળ હોય ત્યારે તો બેધડક એવી વાતો કરી શકાય છે. પણ સંયોગો પલટાય અને ખરેખરી કસોટીની વેળા આવે ત્યારે સમભાવ ધારી રાખવો કઠીન છે. સંસારમાં સઘળી વાતે સાનુકૂળતા હોય ત્યારે તો જીવને વૈરાગ્યની વાતો પણ ગમતી નથીઃ સંસાર મીઠો મધ જેવો લાગે છે. જ્યારે એવા રોગ-શોક આવે ત્યારે જ જીવને સંસારની ખરી અસારતાનું ભાન થાય છે. DS અથાગ પરિશ્રમથી જીવે પોતાની સલામતી માટે કે સુવિધા માટે કોઈ શાશ્વત વ્યવસ્થા કરવા તડપે છે. પોતે જ શાશ્વત નથી રહેવાનો – ચાલ્યો જવાનો છે – એ વાત પણ ભૂલી જાય છે ને કેવો મત્તઉન્મત્ત-પ્રમત્ત બની જાય છે !? જરુર સંસારનું વાસ્તવિક વહરૂં સ્વરૂપ જ્યારે આંખ સામે આવે છે ત્યારે જીવ પારાવાર પસ્તાય છે કે આ જીવન તો દુઃખમય સંસારથી પાર ઉતરવાનો ઉત્કૃષ્ટ પુરૂષાર્થ સાધવા માટે હતું તે મેં કેવું વ્યર્થ વેડફી નાખ્યું.. Page #105 -------------------------------------------------------------------------- ________________ ૯૬ સાધનાપથ અને આત્મજ્ઞાન ખરે જ જ્ઞાની ગમે એટલું પોકારીને કહે પણ સંસારની વાસ્તવિકતા સમજવા જીવ મુદ્દલ તૈયાર નથી ! એ તો બફમાં જ રહે છે. જ્ઞાનીને હાજી હા કરે છેઃ પણ અંતરના ઊંડાણમાં રહેલો અભિપ્રાય બદલવા તત્પર થતો જ નથી. 70× ઊંડેઊંડે તો જીવને એવું જ બેઠેલું છે કે સંસારમાં સુખ છે – સંસાર પરિત્યજવા જેવો નથી. ક્ષણભંગુર આ જીવન પછી શું, એનો તો એને મુદ્દલ વિચાર નથી પણ નિશ્ચિત આવનારી વૃદ્ધાવસ્થા વિગેરેની વિમાસણ પણ એને નથી. 70× હે જીવ, ભાગ્યના ભરોસે પણ રહેવા જેવું નથીઃ પુણ્યાઈના ભરોસે પણ રહેવા જેવું નથી. સંસારમાં સમય પ્રમાણે બધું જ પલટાય જાય છે. સારો વખત મળ્યો હોય તો એ પલટાય એ પહેલા પ્રબુદ્ધતા ખીલવી લેવા જેવી છે. 0≈ બુદ્ધે જરા-મરણના દશ્યો પ્રથમવાર જ નિહાળ્યા કે તુરત જ નિર્ણય કરી લીધો કે આ સંસાર કરપીણ છે. એક જ આંચકે એમની પ્રબુદ્ધતા પુરી પાંગરી ઉઠી...અગણિત આંચકા આવવા છતાં આપણી પામરતા તુટતી નથી ! આ સંસાર સર્વ કાળ, સર્વ જીવોને, અલ્પ સુખ અને મહત્તમ દુઃખ-ક્લેશ જ આપતો આવ્યો છે. કલ્પનાઓ અને આશાઓના જોરે જીવ વાસ્તવિકતા પ્રત્યે થઈ શકે એટલા આંખમિંચામણા કરી કરીને વેરાગથી છેટો રહે છે. 710 સત્ય સમજવાના સોના ટાણાં આવે છે. વખત આવ્યે જીવને અનાયાસ પણ સત્ય સમજાય છે. પણ ત્યારે ઘણું મોડું થઈ ચૂક્યું હોય છે. છલાંગ લગાવીને સત્યની દુનિયામાં પ્રવેશ કરવા જોગું સામર્થ્ય કે સાહસબળ ત્યારે હોતું નથી. --0 આ સંસારમાં કંઈપણ સાર હોય તો કેવલ આત્મા અંતર્મુખ ઠરી જઈને...અંતરના સહજ આનંદને સંવેદે એ જ એકમાત્ર સાર છે. એ સિવાય ક્યાંય-કશામાંય કશો પણ સાર નથી. અન્યત્ર સાર ભાસતો હોય તો એ ભ્રમણા જ છે. Page #106 -------------------------------------------------------------------------- ________________ સાધનાપથ અને આત્મજ્ઞાન સંસાર બાજુ દષ્ટિ રાખી સાર મેળવવા મથવું એ કેવળ સંતાપ ને ઉદ્વિગ્નતા વધારવાનું જ કાર્ય છે. જ્યાં જે નથી ત્યાંથી તે મેળવવા વ્યર્થ મથામણો કરી કરી જીવ કેવળ ફ્લેશ જ મેળવે છે. આ જ એનું ગાઢ મિથ્યાત્વ સૂચવે છે. જીવ તું ખરે જ સુખી થવા ચાહતો હો તો સંસાર બાજુથી દષ્ટિ ઉઠાવી લઈ આત્મદષ્ટિ કેળવ. અર્થાત્ આત્મહિતની દરકાર કર...જો દુખી થવું હોય તો જ જગત બાજું દષ્ટિ જવા દેજે..સુખ-દુઃખની આ જ પરિભાષા છે. સંસારથી સરિયામ ઉદાસીન થઈને એ બાજુથી બિલકુલ નજર ફેરવ્યા વિના અને દૃષ્ટિ ધ્રુવસ્વભાવમાં સુપેરે જોડ્યા વિના ત્રણકાળમાં કોઈને સાચું સુખ લાવ્યું નથી કે લાધવાનું પણ નથી, આ અફર સત્ય સંસારના કટુ અનુભવો જ્યારે થાય છે ત્યારે જીવ એને ભૂલવા વ્યર્થ ફાંફા મારે છે. એ દારૂ વિ. લતે ચઢી જાય છે. પણ અગાઉથી તત્ત્વજ્ઞાન વાગોળીને, વાસ્તવિકતા સમજી લેતો હોય તો એકાએક ગાઢ આઘાત અનુભવવાનું બને નહીં. સ્વીકાર બહું મોટી વાત છે. વાસ્તવિકતા જેવી છે એવી સ્વીકારી લેવાથી એ પરત્વેનું આપણું વલણ મધ્યસ્થતાયુક્ત બની જાય છે. અગાઉથી વસ્તુસ્થિતિનો એમ જ સ્વીકાર હોય તો એ વસ્તુસ્થિતિ ઓછી દુઃખદ બને છે. અને ચિત્તમાં ઠીક સમાધાન વર્તે છે. પત્નિ બેવફા થઈ શકે છે. પુત્ર બેકદર બની શકે છે. મિત્ર અ-મિત્ર થઈ જાય એવું બની શકે છે. સંસારમાં શું શું ય થઈ શકે છે. સંસારમાં કશું પણ બને તેની નવાઈ નથી. વાસ્તવિકતા સમજી બેઠાલાને કશાથી એવો આંચકો લાગતો નથી. જે સુખથી ઉદાસીન બનશે એ જ દુ:ખથી પણ ઉદાસીન રહી શકશે. ઉદાસીનનો અર્થ ઉદાસી એવો નથી પણ એક પ્રકારની લાપરવાહી. સુખની જેને પરવા નથી એ દુઃખથી પણ લાપરવા બની શકે છે – અલિપ્ત રહી શકે છે. એની પરવા કોઈ ઓર જ હોય છે. કકકકકકકકક Page #107 -------------------------------------------------------------------------- ________________ ૯૮ સાધનાપથ અને આત્મજ્ઞાન - સાધકને ૫૨વા કેવળ નિજહિતનું પ્રયોજન સાધી લેવાની હોય છે બાકી અખીલ સંસારથી એ બેપરવા હોય છે. સ્વપરહિતનો હેતુ ન સરતો હોય એવું કશું પણ જાણવા કે માણવામાં એને મુદ્દલ રસ નથી. આથી એના તમામ કુતૂહલો શમી ગયા હોય છે. 70Þ આત્માના ‘મૌનવેદન’ને જાણવા-માણવાની જેને ઈંતેજારી છે એને બીજું બધુ જાણવું-કારવવું રૂચતું નથી. બીજું બધુ જાણવું બોઝરૂપ-ઉપાધિરૂપ-બલારૂપ ભાસે છે. સ્વભાવતઃ જ એની ઉત્સુકતા શાંત થઈ ગઈ હોય છે. સાધક એટલે ઉત્સુકતાનો અભાવ. 70 તુચ્છ વિષયમાં ઉત્સુકતા દાખવવી એટલે આત્મભાવનાનું ઊંડાણ ગુમાવવું. બ્રહ્મલીન પુરુષો તો અસ્તિત્વની અતળ ગહેરાઈમાં બિરાજેલાં હોય છે. – એ ઠેકાણું છોડી બીજે ક્યાં એ ઉત્સુકતા બતાવે? આથી એમનામાં કોઈ ઉત્સુકતા ક્યાંથી હોય ? નથી હોતી. 70F જગત પ્રત્યેની જિજ્ઞાસાને જીવ જેટલી વહેલાસર શમાવી શકશે એટલો એ આસાનીથી સહજાનંદીદશા પામી કૃતાર્થ થઈ શકશે. બાહ્ય જિજ્ઞાસાઓ શમ્યા વિના આંતરજિજ્ઞાસુ થવાતું નથી ને ગહન આંતરજિજ્ઞાસા વિના યથાર્થ સ્વરૂપબોધ લાધતો નથી. 70 પોતાના ચિત્તની પરિણતિ સુસંવાદી છે વા નથી એની આત્માર્થી સાધકને સદૈવ ખેવના રહે છે. ચિત્તપરિણતિ સંવાદી ન થાય ત્યાં સુધી આત્માર્થીને ચેન પડતું નથી. એની સર્વ તજવીજ માત્ર પરિણતિ સ્વચ્છ ને સંવાદમયી કરવાની જ હોય છે. 0 અંગમાં તાવ ધખતો હોય ને વ્યક્તિને કશું ય ગોટે-ગમે નહીં એમ આંતરપરિણતિ ડામાડોળ હોય ત્યારે સાધકને બધુ જ અભાવાત્મક-અભાવાત્મક લાગ્યા કરે છે. પરિણતિ સ્વચ્છ અને સ્વસ્થ થાય પછી જ એના વલખતા પ્રાણ જંપે છે. 70 ચિત્તપરિણતિ ડહોળાય કે ડામાડોળ બને એવું કશું સાધકે કરવું જોઈએ નહીં. એવા કોઈ સંગ રાખવા જોઈએ નહીં. . . એવું વાંચન પણ કરવું ન ઘટે...નિષ્પ્રયોજન કોઈ વિષયમાં માથું મારવું ઘટે નહીં... નાટક, સીનેમા, ટી.વી. છાપા, મેગેઝીન. સંગીત ઇત્યાદિમાં વિવેક વર્તવો ઘટે. Page #108 -------------------------------------------------------------------------- ________________ સાધનાપથ અને આત્મજ્ઞાન ૯૯ જ્ઞાનીઓએ સુખપ્રાપ્તિની જગતથી સાવ નિરાળી-ન્યારી દિશા કેમ પકડી હશે ? સુખ માટે તો આખું જગત દોડે છે, પણ એથી અત્યંત નિરાળા રાહે વિહરી જવાનું કેમ મુનાસીબ માન્યું હશે જ્ઞાનીઓએ ? ...વિચાર્યું છે કદિય ? વિચારવા જેવું છે. જ્ઞાનીઓને જે સાફ-સાફ દેખાય-પેખાય છેએ આપણને કેમ ઝાંખુ પણ દેખાતું નથી ? સંસારને ગહનદૃષ્ટિથી વિલોકતા જ્ઞાની સ્વભાવતઃ સંસારથી ઉભગતા જાય છે...અને આપણે જેમ જેમ વિશ્વને વિલોકીયે છીએ તેમ તેમ વધુ ને વધુ વ્યામોહિત કેમ થઈએ છીએ ? જ્ઞાની કાંઈ વૈરાગ્યભાવનું ઉપલકથી આત્મા પર આરોપણ કરતાં નથી. વૈરાગ્ય એ કાંઈ એમણે ઉપરથી ઓઢી લીધેલ આંચળો નથી. વૈરાગ્ય એમની અંતર્યજ્ઞામાંથી સહજ પાંગરેલ બોધરૂપ હોય છે - એ વિરાગની જાત જ સાવ જુદી છે. સંસારનું જેવું છે તેવું પ્રમાણિક દર્શન કરતાં આપણે શીખવાનું છે. વસ્તુસ્થિતિ જેમ છે તેમ – કશાય આરોપણ-પ્રક્ષેપણ વિના – જોવાથી તત્ત્વજ્ઞાનનો ઉદય થાય છે. આપણી દૃષ્ટિ એથી આમૂલ બદલાય રહે છે. નિત્ય નુત્તન, નિરાળું દર્શન લાવે છે. વત્યુ સહાઓ ધમ્મ – વસ્તુનો સ્વભાવ પિછાણીને ચાલવું એ ધર્મ છે. વિશ્વના તમામ સચરાચર પદાર્થોના સ્વભાવનો યથાર્થ પરિચય લાધે એવું ચિંતન એ જ તત્ત્વચિંતન છે. પછી તો – પ્રત્યેકના સ્વભાવ પિછાણી અવિરોધભાવે એનો સ્વીકાર કરવાનો છે. ઘણી મહાન વાત છે આ. DO આત્મદર્શન..કોઈ નિશ્વિત પ્રકારના પ્રયાસ વડે નિશ્વિત ઊપજે એવી વસ્તુ નથી. બધે બધા જ પ્રયાસો શમી જાય ત્યારે અનાયાસ ઘટના ઘટે છે. આત્મજ્ઞાનનું ખરું રહસ્ય તો જેને આત્મજ્ઞાન સંભવે છે. એને જ સમજાય છે. મુક્તિનું રહસ્ય પણ એ પછી સમજાય છે. આત્મજ્ઞાન અલગ વાત...પણ આત્મામાં ઠરવું એ પુરુષાર્થ માંગી લે છે. રાગ-દ્વેષ-પ્રસાદ-મૂઢતા આદિ સર્વ બાધકભાવો દૂર કરવા પડે છે. મનનું ચાંચલ્ય સાવ નાબૂદ કરવું પડે છે ને સ્થિર જામી રહેવાનો અભ્યાસ કેળવવો પડે છે. Page #109 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ સાધનાપથ અને આત્મજ્ઞાન વૈરાગ્યની વિપુલ વાતો કરવા છતાં જરાક મનગમતો વિષય આવે કે જીવ ગુલાંટ મારી રાગમાં રમમાણ થઈ જાય છે. ચિત્ત ડહોળાય જાય ને સ્થિરતા ગાયબ થઈ જાય પછી પાછો જીવ પુનઃ એવી આત્મસ્થિતિ પામવા વલખાં મારે છે !! આહાહા...વીતરાગપંથની આટલા આટલા વરસોની આરાધના પછી ય હજું મને રાગ રૂચે છે ! આમ બની જ કેમ શકે ? શું વીતરાગનો માર્ગ અને રૂચ્યો-જથ્થો જ નથી – કે – વીતરાગનો રાહ મને કળાણો-ભળાણો નથી ?? તથ્ય શું છે?. શાંતરસની થનગાઢ રૂચી જેણે માણી છે એવા પરમભાગ્યવાન મહાનુભાવોને, વીતરાગ પરમાત્માની પ્રતિમામાં...,એની શાંતરસનો ઉદધી લહેરાતો હોય એવી મુદ્રામાં..,જગતનું સર્વોપરી સંદર્ય દેખાય છે. વીતરાગમુદ્રા જોતાં જ એનું મન ઠરી જાય છે. વીતરાગનો માર્ગ ખરેજ વિશ્વથી નિરાળો માર્ગ છે... એ માર્ગ કેવળ વીતરાગ થવા માટે છે. એ માર્ગ ચારગતીના ચકરાવામાં ભમવા માટે નથી. દેવો-ઇન્દ્રોના એશ્વર્યો પામવા માટે પણ વીતરાગ પરમાત્માનો પંથ નથી. નિશ્કેવળ નિર્વાણ અર્થે જ એ પંથ છે. નિર્વાણની જેને અનન્ય રૂચી નથી નિર્વાણ પામવાની જેના પ્રાણમાં ઉત્કંઠા નથી; એવા ઉપદેશક વીતરાગની ગાદી ઉપર બેસવાને કે વ્યાખ્યાન દેવાને લાયક નથી. નિર્વાણની અનન્ય રૂચી નથી એને આત્મધ્યાનની રસધારા હજુ સંવેદના મળી કેમ કહેવાય ? ચિદાનંદની મોજ, જાણી તેણે જાણી છે ને માણી તેણે માણી છે. એ પછી તો સચ્ચીદાનંદ સ્વભાવમાં સમાય જવાની જ અદમ્ય-અભીપ્સા રહે. પણ સત્-ચિત્ત-આનંદ સ્વરૂપની મોજ કાંઈ રેઢી નથી પડી. એ અર્થે અવલકોટીની સ્વરૂપ સ્થિરતા જામવી જોઈએ. અનુભવની પરીપકવતાએ કરીને ત્રિભુવનના તમામ પદાર્થોની રતી નામશેષ બની રહે ત્યારે ખરી સ્વરૂપસ્થિરતા જામી રહે છે. જામ્યા પછી તો એની લિજ્જત અનિર્વચનીય છે. છતાં, ઝલક પામનારા પુષ્કળ હશે પણ અહોરાત્ર મસ્તિ માણનારા તો – Page #110 -------------------------------------------------------------------------- ________________ સાધનાપથ અને આત્મજ્ઞાન ૧૦૧ અસ્તિત્વની ગહેરાઈ એવી અતળ છે કે અનંત ઊંડા જાવ તોય એનો અંતિમ તાગ આવે નહીં. – કોઈ તળીયું જ નહીં હોવાથી તો એને અતળ કહી છે. – એ તો જેટલું ગહેરાઈમાં તમે જાવ એથી અનેકગુણી ગહેરાઈ તમને દેખાતી જ જાય... જેનો આત્મા જ્યાં ઠરે ત્યાં એનું મૂલ્ય શું ઈ તો માત્ર ઠરેલાને જ સમજાય. ‘લયલાનું મૂલ્ય શું હોઈ શકે એ માત્ર “મજનુને જ સમજાય. પરમઅવગાઢ આત્મધ્યાનનું મૂલ્ય,આત્મધ્યાનમાં એવા ગહનગાઢ ડૂબેલાને જ સમજાય એવું છે. ચિત્તપરિણતિ સંશુધ્ધ ન હોય તો આત્મધ્યાન લાગવું કે જાવું કઠીનતમ છે. વારંવાર ડહોળાય જતી ચિત્તપરિણતિને સંશુધ્ધ કરવાનો શ્રેષ્ઠ ઉપાય પણ આત્મધ્યાન જ છે. ચિત્તપરિણતિ કેમ સંકુબ્ધ થઈ જાય છે એનું ઊંડું અન્વેષણ કરવું પણ જરૂરી છે. ચિત્તમાં સંગુપ્તપણે પણ રાગનો રસ પડ્યો હશે તો ચિત્ત એના કારણે સુબ્ધ થયા વિના નહીં રહે. ગહન આંતરસંશોધનની આવશ્યકતા છે. ઊંડે ઊંડે ય પડેલી રાગરુચિ જ આખી બાજી બગાડી નાખે છે...અનંતકાળથી આમ જ અવસરો ચૂકાતા આવે છે. સાચી નિષ્ઠાવાળો સાધકે ચિત્તપરિણતિને શુદ્ધ-સ્થિર અને સુસંવાદી કરવી હોય તો વીતરાગ પરમાત્માનું અવારનવાર ધ્યાન કરવું. પોતે પણ જિનસ્વરૂપ છે અને એ જ પોતાનું મૂળભૂત સ્વરૂપ છે એમ સમજી; વીતરાગનું ધ્યાન કરવું. વાનરની માફક અવિરત કૂદાકૂદ કરતું મન, આખો દિવસ અને રાત, કેવા કેવા અગણિત વ્યર્થ વિષયોમાં ઉલઝેલું રહે છે એનું – કોઈપણ સમીક્ષા વગર – શાંત નિરીક્ષણ થાય, તો ક્રમે-ક્રમે ચિત્તની વ્યર્થભ્રમણતા અલ્પ થાય. અહીં માત્ર નિરીક્ષણ જ અપેક્ષીત છે. તમે માત્ર મનના હજારો વિવિધ વ્યર્થ તરંગોને જુઓ...મને કેવા ખેલો કરે છે એ માત્ર પ્રેક્ષક બની જોતા રહો...તો – થોડા સમયમાં મનના કેવળ વ્યર્થ ઉત્પાતો ઘટવા માંડશે. અને પ્રેક્ષક બની મનને – મનના ખેલોને જોવાની પણ મજા છે. Page #111 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ સાધનાપથ અને આત્મજ્ઞાન જ્ઞાનીઓ કેટલુંક કહે છે અને બાકીનું કેટલુંક કહેવાનું મુલતવી રાખે છે. તેઓ જાણે છે કે જે કહેવાયું છે તે માર્ગે કદમ-કદમ પર આગળ વધનારો જીવ આપોઆપ એવી સંપ્રજ્ઞા પામશે અને વણકહેલું સત્ય પણ સ્વયં સ્વતઃ જ પિછાણી લેશે. પોતાની આત્મોન્નતિનો સકલ માર્ગ સાધક સ્વયંનિહાળતો થઈ જાય એવું એની દૃષ્ટિ ઉઘાડવાનું જ મુખ્ય કામ જ્ઞાની કરે છે. કામ અંદરનું છેઃ સાધક જ પોતાના અંતરંગને ભાળી શકે છે. એથી અંતરંગની ઘણી ગૂંચ તો સાધકે જ ઉકેલવાની છે. વસ્તુતઃ આત્મોન્નતિનું મહાભગીરથ કાર્ય તો સાધકે જાતે જ કરવાનું છે. – કોઈના ભુજાબળથી ભવસમુદ્ર તરાતો નથી...આવી મહાન જવાબદારી સમજ્યા સંભાળ્યા વિના, કોઈ જીવ ખરેખરૂં આત્મહિત સાધવા સમર્થ થઈ શકે એ સંભવિત જ નથી. DOS મનુષ્ય પ્રમાણિકતાથી પૂરેપૂરો યત્ન કરે ત્યારે જ એ પ્રભુકૃપાને લાયક બને છે. બાકી પ્રભુ મારું કાર્ય કરી આપશે – માત્ર પ્રાર્થના જ પર્યાપ્ત છે – એવું માની લેવું યોગ્ય નથી. ન ભૂલોઃ કાર્ય તો એના નિશ્વિત વિજ્ઞાન અનુસાર જ થઈ શકે છે. અન્ય રીતે ત્રણકાળમાં ન થાય. સાધકને પ્રાર્થનાનો ઘણો મોટો સહારો છે...એનાથી અસીમ હૈયાધારણ અવશ્ય મળે છે. પ્રાર્થના વડે અંતઃકરણ સુકોમળ અને આદ્ર રહે છે. પ્રાર્થના આધ્યાત્મિક ઝંખનામાં રૂપાંતરીત થાય છે; ને આત્મહિતની અદમ્ય ઝંખના અવશ્ય કારગત નીવડે છે. જીવ ગુરુની પાછળ ઘેલો થઈ જાય છે ત્યારે યોગ્ય સમયે ગુરુ એને ચીમકી આપતા જ રહે છે. શિષ્ય આત્મોન્મુખી કેમ થાય એ જ ગુરુની મંછા હોય છે. વખત મળ્યે આકરી ટકોર કરીને પણ ગુરુ એને સ્વાશ્રયી થવા પ્રેરે છે. પરાપૂર્વથી ચાલ્યો આવતો અધ્યાસ ચિત્તને વારંવાર ઘરેડપરસ્ત બનાવી વ્યર્થ વિકલ્પોના વમળમાં અટવાવી દે છે. ચિત્ત કેવી કેવી મુદ્ર અને વ્યર્થ વાતોમાં ભમતું રહે છે! વ્યર્થતામાંથી પરમ સાર્થકતામાં આવવું ઘણી જાગૃતિ માંગી લે છે. Page #112 -------------------------------------------------------------------------- ________________ સાધનાપથ અને આત્મજ્ઞાન ૧૦૩ મનના ચિત્રવિચિત્ર પરિણામને સતત સજાગપણે અવલોકતા રહેવામાં, ઘણી ખેવનાની આવશ્યકતા છે. આ કેવું દુષ્કર કાર્ય છે એ કરનારા જ જાણે છે. પ્રારંભમાં પુનઃ પુનઃ સજાગતા ચૂકાય છે ને પુનઃ પુનઃ નાસીપાસ થયા વિના મહેનત ચાલુ રાખવી પડે છે. @OS આપણા સૌના અસ્તિત્વમાં કોઈ અપાર્થિવ આનંદધારાની પ્રગાઢ પિપાસા સતત અવિરત પ્રજ્જવળતી હોય છે. અસ્તિત્વમાં ઊંડા ઉતરીએ ત્યારે એનો પરિચય થાય છે. એ પિપાસા આત્મધ્યાન વિના કેમેય પરિતૃપ્ત થવાની નથી. મૂક અસ્તિત્વમાંથી ઉઠતી નૈસર્ગિક વેદનાને ભાષા સાથે કોઈ સંબંધ નથી. કક્કાનો “ક” પણ ન જાણનાર જીવમાં...અરે પશુ-પંખીમાં પણ એવી અધ્યત્મિક વેદના પ્રગટી-પાંગરી શકે છે. ખરો આધ્યાત્મિક વિકાસ એ બાદ સર્જાય છે. @ s માણસ બીજા લાખ પ્રયત્ન કરે પણ અસ્તિત્વગત મૂળભૂત આવશ્યકતાની પરિપૂર્તિ નહીં કરે ત્યાં સુધી સાચો આંતરતોષ થવાનો નથી. અસ્તિત્વમાં મૂળભૂત ભૂખ છે પ્રેમ-શાંતિ-સંતોષ-આનંદ ઇત્યાદિની. ત્યાં ધન-વૈભવ-પદ-પ્રતિષ્ઠાની કોઈ ભૂખ નથી. આંતરતમનો અજંપો પૂરવા માણસ અનેકવિધ બાહ્ય સિદ્ધિ-પ્રસિદ્ધિ પામવાના અથાગ પ્રયાસો કરે છે. આથી સમસ્યા હલ થતી નથી ને માનવી ભાંગી પડે છે. બહું મોડે મોડે એને સમજાય છે કે સમસ્ત પ્રયાસો નિરર્થક હતા. આધ્યાત્મિક વ્યથાને ભૂલવા જ માનવી આત્માથી દૂર દૂર જઈ હજારો અવાંતર પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહે છે. પ્રેમ-શાંતિ-આનંદની ભૂખ, એ સ્વભાવથી વેગળો થઈ બીજા અગણિત વિલક્ષણ આયામો વડે તૃપ્ત કરવા મથે છે...આનાથી મોટો વિપર્યાસ ક્યો હોઈ શકે !!? 70 વર્તમાન માનવ બાપડો બહુ ભટકી ગયેલ છે. સ્વભાવથી એ લાખો યોજન દૂર થઈ ચૂકેલ છે. સ્વાભાવિક માંગ શું છે...અંતરતમમાં કઈ ઉણપ અનંતકાળથી ચાલે છે...કઈ રીતિ-વિધિએ એ ઉણપની પૂર્તિ થાય ?? એ સુધબુધનો છાંટોય નથી. Page #113 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ સાધનાપથ અને આત્મજ્ઞાન = માનવ બહાર દોડી અસ્તિત્વથી વિમુખ થશે એટલો અવ્યક્ત અજંપો એને વધુ ઘેરી રહેવાનો છે. પ્રથમ તો અસ્તિત્વની નીકટ જઈ એની વેદના સમજવાનો સુયત્ન કરવા જેવો છે. ઉકેલ બહારમાં નથી: સમસ્યા પણ અંતરંગ છે ને સમાધાન પણ અંદરથી જ મળશે. જીવ કેમ વાસ્તવિકતામાં નથી આવતો ? શા માટે એ વાસ્તવિકતાને ભૂલવા મથે છે ? જેવું છે એવું જગત નિહાળી લેતા એને કેમ આંચકો લાગે છે ? ભૂંડી વાસ્તવિકતા ઉપર કલ્પનાના રમ્ય રંગો ચઢાવી એ શા માટે હકીકતોથી આંખમિંચામણા જ કરે છે. ઊંડું અસ્તિત્વ દિન-રાત કોની ઉણપ મહેસૂસ કરે છે એ કોઈ સાચા નિષ્કામ હિતસ્વી રાહબરની ઉણપ મહેસૂસ કરે છે ? જે વિકારી વમળમાં પોતે અટવાયેલ છે – અનેક બ્રાંતખ્યાલોથી ભરમાયેલ છે, – એમાંથી બહાર લાવનાર તારણહારની ઉણપ એને સાલે છે ? હે નાથ ! મારી જીવનભરની સઘળીયે ઝંખનાઓ ભૂંસી નાખીને તારે જે કોઈ અલગ જ પ્રદાન મને કરવું હોય તો મને એ માન્ય છે. હું તો અંત:કરણથી સ્વનું અને સમષ્ટિનું જેટલું મહત્તમ શ્રેય સધાય તેટલું સાધવાના સ્થિતિ-સંજોગ ઝંખુ છું – અન્ય કશું જ નહીં. જેનું સ્વહિતકારી કે પરહિતકારી પરિણામ કશું જ નથી એવા વ્યર્થ વિકલ્પો વિચાર તરંગોથી વીરમી શકે એવા વિવેકવાન ચિત્તમાં જ પારમાર્થિક ભાવોનો પ્રાદુર્ભાવ થઈ શકે છે. ચિત્ત જેટલું અરીસા જેવું ચોખ્યું એટલે એમાં સત્યનું પ્રતિબિંબ સ્પષ્ટ પડશે. જીવનભરના પ્રચંડ અહંકારથી ઉભો કરેલો “હું પણાનો મિથ્યાભાવ ઓગાળી નાખઃ અને તારા સાચા સનાતન-શાશ્વત હુંની સંભાળ કર. અહંકારજન્ય હું તને પ્રિય હોય તો પછી તારૂં મૂળ અસ્તિત્વ તને રુચતું જતું નથી એ સ્પષ્ટ થાય છે. એની દરકાર તારાથી કેમ થશે ? ઉભો કરેલો મિથ્યા ઘમંડ જો પ્રિય હોય તો અધ્યાત્મ જગતમાં પ્રવેશવાનો પણ જીવ અધિકારી નથી. કારણ અધ્યાત્મની મંગલ શરૂઆત જ ઘમંડના વિલીનીકરણથી થાય છે. અધ્યાત્મનું પ્રયોજન પણ જૂઠા અહંકારને ઓગાળવાનું છે. Page #114 -------------------------------------------------------------------------- ________________ સાધનાપથ અને આત્મજ્ઞાન જૂઠો અહંભાવ સંપૂર્ણ નામશેષ થાય તો જીવ જ્યાં ખરૂ અહંપણું કરવાનું છે એ અસ્તિત્વમાં તાદાત્મ્ય કરી શકે. જીવનભરનો ઉભો કરેલો અહં જ મહાન બાધા છે. એને નેસ્તનાબૂદ કરવો એ જીવનું અપૂર્વ પરાક્રમ છે. ૧૦૫ દિર્ઘકાળની અપાર અપાર ઉલઝનો પછી, અપરંપાર મંથનના ફલસ્વરૂપે આત્માને સમજાય છે કે પોતાને જોઈતો અમ૨-પવિત્ર-આનંદ બહાર ભમવાથી નહીં મળે. એને માટે તો સઘળું બાહ્ય ભ્રમણ ભૂલી અંતરમાં ઊંડા ઊંડા ઠરવું પડશે. 710 હે જીવ ! બધી બૌદ્ધિક વિમાસણો કરવી તું મૂક અને થોડો સમય મૌન થઈને સ્વભાવમાં – સહજ શાંતીના સાગરમાં ડૂબકી લગાવ. આપોઆપ બધા નિર્ણયો થઈ જશે. વિમાસણો કર્યે વસ્તુ નહીં મળે: અંદર ઠરવાથી મળશે. જીવ શાંતિ માટે સતત અનવરત વિકલ્પ-જલ્પ કરે છે. પણ એનો એ અંતરંગ બબડાટ-કલબલાટ સાવ શાંત ન થાય ત્યાં સુધી આંતરિક શાંતિધારાનો ઉદ્ગમ થતો નથી. ખરૂં તો વિકલ્પો વડે જ સહજ શાંતી અને આનંદ દુર્લભ થયા છે. - સ્વરૂપથી અનુસંધાન ન જોડાય ત્યાં સુધી આનંદધારા પ્રફૂટવી અસંભવ છે. એ અનુસંધાન જોડાવા, સ્તબ્ધ-શાંત બની બેસવાનું છે ને પ્રતીક્ષા કરવાની છે. એકવાર સ્વરૂપાનુસંધાન જોડાય ગયું પછી તો પુનઃ પુનઃ જોડવું આસાન છે. સ્વભાવ બાજું ઢળતા આવડતું હોય તો બસ એ એટલું જ કરવાનું છે. પછી સ્થિતિ આપોઆપ સુધરવા લાગે છે – એ તરફ લક્ષ પણ આપવાની જરૂર નથી. પોતે તો બસ પ્રચૂરપણે સ્વભાવમાં ઢળી-ભળી જવાનું રહે છે. 0 આપણે આદતવશ સ્થિતિને જ નજરમાં રાખીએ છીએ ને એને જ સુધારવા મથામણ કરીએ છીએ. હકીકતમાં, સ્થિતિને ભૂલી; સ્વભાવ બાજું વળી જવાનું છે. સ્વભાવ તરફ વળવા-ઢળવાથી (પછી) સ્થિતિ સહજમાં સુધરી શકે છે. Page #115 -------------------------------------------------------------------------- ________________ સાધનાપથ અને આત્મજ્ઞાન ૧૦૬ સ્થિતિને ભૂલવી કપરી છે....સ્થિતિને છેક જ ભૂલી અર્થાત્ નજરબહાર કરી; સ્વરૂપમાં ઢળી જવું આસાન નથી. કારણ અનાદિથી જીવ સ્થિતિને જ જોતો-રોતો આવ્યો છે. સ્વભાવ બાજું વળી-ઢળી જવાની એને આદત નથી. 70 સ્થિતિ બાજું જોઈ જીવે ક્ષણિક સ્થિતિ તો અનંતવાર સુધારી-સંવારી છે. એથી કામચલાઉ હાલત સુધરી પણ હશે – પરંતુ આખરે એના એ જ હાલ થયા છે. સ્થિતિ બાજું લક્ષના કારણે એ કદીપણ સ્વભાવ બાજું લક્ષ કરી શકેલ નથી. 0 હવે સ્થિતિ બાજું નહીં; સ્વભાવ બાજુ સુદૃઢ લક્ષ કરવું-કેળવવું રહ્યું. બસ, સ્થિતિ તો એ પછી સહજતયા સુધરવાની છે. એ પણ કામચલાઉ નહીં પણ કાયમી-શાશ્વતકાળ માટે પૂર્ણ સુધરી જશે. માટે શીઘ્ર ‘સ્વ’ બાજુ લક્ષ ઢાળવું રહ્યું. 70 ભાઈ, અનાદિકાળનો અભ્યાસ તને હજુ પણ અવારનવાર સ્થિતિ બાજુ જ જોવા મજબૂર કરશે. તું નહીં ઈચ્છતો હો તો પણ સ્થિતિ તરફ જ દૃષ્ટિ દોડી જશે. સ્થિતિની ચિંતા કરવા કરતાં, સ્વની તરફ વળી-ઢળી રહે, તો સ્થિતિ સ્વતઃ ભગવતી બની રહેશે. 0 ભાઈ, તું બહુ જ અલ્પકાળમાં ભગવત્સ્વરૂપ થઈ કૃત્યકૃત્ય બની રહે એવો અચૂક ઉપાય, સ્વને ઓળખી, સ્વ બાજુ ઢળી જવાનો છે. તને અદ્ભૂત શાંતિ-તોષ લાધશે. તારા તમામ દોષો ગાયબ થઈ જશે ને સર્વ ગુણો સહજતાથી ખીલી ઉઠશે. જી અહાહા.... •મુક્તિપંથના પ્રવાસી મને શેની ભાંજગડ છે ? કશાની નહીં. મારે તો સિદ્ધ થવું છે; શુદ્ધ, બુદ્ધ, નિરંજન, નિરાકાર થવું છે. શીઘ્ર સંસારના સકલભાવોથી પરિમુક્ત થવું છે. હે ચિત્ત ! હવે તું ભાંજગડ કરવાનું બંધ કરી દે...બંધ કરી દે. 70 ભગવાન સિદ્ધોએ સિદ્ધ થયા પૂર્વે જ જગતની તમામ ઉપાધિ, ચિત્તમાંથી ખંખેરી નાખેલ હતી. જગતના હિતની પરવા પણ આખરે મૂકી દીધેલ અને નિષ્યેવળ નિસ્વભાવમાં નિમજ્જન કરેલું...ત્યારે તેઓ સિદ્ધ થયા છે. Page #116 -------------------------------------------------------------------------- ________________ ૧૦૭ સાધનાપથ અને આત્મજ્ઞાન હે અનંતા સિદ્ધો...હવે પણ આપને આદર્શરૂપે અવધારીને...જગતના સચરાચર પદાર્થો માત્રને ભૂલીને, શુદ્ધ આત્મભાવનામાં જ લીન થવા તલસું . ઓ અનંતા સિદ્ધો – મારા ઉપર પૂર્ણકૃપા વરસાવો. જિનપ્રતિમા નિહાળું છું ને મારામાં સુષુપ્ત રહેલું સિદ્ધસ્વરૂપ જાગવા મંડે છે. “મૂળસ્વરૂપે તો હું સિદ્ધ જ છું એવો સ્વબોધ જાગતા જ રોમાંચ થઈ આવે છે. અહાહા...અનંતકાળ આવા સ્વરૂપને વિસારી મેં કેવા ખેલ-ખરાબા કર્યા ? વર્તમાનમાં ગાગર જેટલું જીવનું શાણપણ છે – એને સાગર જેટલા શાણપણની જરૂરત છે. કલ્પનાતીત હદે શાણા થવાનું છે. જ્ઞાનીની કોઈ વાત ન બેસે તો સમજવું ઘટે કે: આજ નહીં સમજાય તો જરૂર કાલે સમજાશે, પણ જ્ઞાની અહિતકર કહે જ નહીં. અધ્યાત્મનો આ બોધ કેવળ નિજહીતની જ લગને રાખી ગ્રહવાનો છે. પરને સંભળાવવાના લક્ષથી આનું અધ્યયન કરવાનું નથી. અનંતકાળમાં જીવે પરલો અધ્યયન અપાર કર્યું છે, પણ નિજહિતની જ અનન્ય લગન કદી દાખવી નથી. ભગવાન સિદ્ધને યાદ કરું છું ને અનંતા કર્મમળ મારામાંથી છૂટા પડી જતા હોય એવું લાગે છે. સર્વ દોષો આત્મામાંથી ઊડી ઊડી ને અલોપ થઈ જતા હોય એવું લાગે છે. હું તો અનાદિ-અનંત શુદ્ધ તત્વ જ છું. એવો સ્વાભાવિક અહેસાસ થાય છે. સાધકઆત્માને ભોગ મધ્યે પણ અનાયાસ યોગ સાંભરી આવે છે. અને યોગનું સ્મરણ થતાં જ ઈયું ગદ્ગદીત થઈ જાય છે. ભોગની ભૂતાવળમાંથી ક્યારે છૂટીશ' એવી ઊંડી આહુ વારંવાર નીકળી આવે છે. સાધકને યોગÀત થયાનું અંદમાં કંદન રહે છે. અનંત નિર્વિકાર પરમાત્મા પ્રતિ એ પોકારપ્રાર્થનામય બની રહે છે. અહાહા...ભોગ મળે પણ યોગનું જ સ્મરણ વાગોળતા સાધક પરમવંદનીય Page #117 -------------------------------------------------------------------------- ________________ સાધનાપથ અને આત્મજ્ઞાન ૧૦૮ સંસાર મને શું આપી શકે તેમ છે ? કંઈ જ નહીં. એ કેવળ આભાસ કરાવી શકે, પણ વાસ્તવમાં આપી કશું શકે નહી. સંસાર મને ઘણું નક્કર આપી શકે એ ભૂતકાળનો ભ્રમ હવે ભાંગી ચૂક્યો છે. ખેર. મને સંસારથી કાંઈ લેવું પણ છે નહીં. જઈ કશું પણ મેળવવાનો અભરખો એ સંસાર છે. કશું પણ મેળવવાનું નથી. સ્વરૂપ પણ ગુમાવ્યું હોય તો મેળવવાનું રહે ને ? આથી મેળવવાનું કશું જ રહેતું નથી. ગુમાવવાનું છે. સંસાર પ્રતિનું ગાંડપણ માત્ર ગુમાવવાનું છે. જીવનું સહજ સ્વરૂપ જ અનંત સૌખ્યદા છે... સુખ માટે એણે સ્વરૂપ સિવાય ક્યાંય લક્ષ કરવાની કે અપેક્ષા કરવાની આવશ્યકતા નથી. એક માત્ર સ્વરૂપને જ આરાધ્ય જીવ શાશ્વતકાળ માટે સુખીયો થઈ શકે તેમ છે. બસ, સ્વરૂપસાધનાની જ જરૂર છે. જીવ ભ્રમણાથી માની બેસે છે કે મેં ઘણું સાધ્યું – ઘણું મેળવ્યું – પણ જ્ઞાનીની દૃષ્ટિએ તો જીવ ખરેખરો અવસર ખોઈ રહ્યો છે. ખરેખર શું સાધવાનું છે વા નથી એ રહસ્ય તો ઘણું ગહન છે. ખરું શું મેળવવાનું છે એ જીવે કદી વિચાર્યું જ નથી. શુભભાવ સાધીને જીવ સાધ્યું માને તો એ તો એણે બંધન સાધ્યું છે ? શુભાશુભથી પાર રહેલો સ્વભાવ...એની સાધના કેટલી થઈ? ક્યા ભાવ વડે મંઝીલથી નિકટ પહોંચાય છે ને ક્યા ભાવ વડે મંઝીલથી દૂર જવાય છે, એની જીવને ગમ નથી. જિનેશ્વરની આજ્ઞા સમજેલ કોઈ કર્મ બાંધવા ઉત્સુક હોતા નથી. અલ્પકાળમાં જ શુદ્ધ-બુદ્ધ થઈ સિદ્ધ થવાવાળા મહામુનિઓ, આત્મામાં કિંચિત્ પણ કર્મનો આશ્રવ થાય એવી કોઈ ક્રિયા કરવા લેશ ઉત્સુક હોતા નથી. સાચા મુનિવરને કોઈ કર્મની એક કણ જેટલી પણ ઉપાધિ સહ્ય હોતી નથીઃ સંપૂર્ણ કર્મક્લેશથી રહિત થવાની જ એમની આંતરડીની મંછા હોય છે. કોઈ કર્મબંધથી રાચે એ જિનમાર્ગના મર્મને હજુ ગહનતાથી સમજેલ નથી. Page #118 -------------------------------------------------------------------------- ________________ ૧૦૯ સાધનાપથ અને આત્મજ્ઞાન કોઈ શુભભાવના મિષે પણ સહજ-સ્વભાવથી લેશ વિમુખ થવું આત્મસાધકને પાલવતું નથી. પ્રચૂરપણે સ્વભાવનિમગ્ન રહેવાય એવી જ એમની અનન્ય અભીપ્સા રહેતી હોય છે. સ્વભાવ પેખ્યો એની તો આવી જ સ્થિતિ હોય છે. મોટાભાગના આડંબરી અધ્યાત્મીઓને તો સ્વભાવ કે વિભાવની આંતરપરખ પણ હોતી નથી ત્યાં એ બંનેના વેદનમાં રહેલ સંવેદનાનું તારતમ્ય તો ક્યાંથી સમજાય ? શુભાશુભથી પાર ઉઠી એ શુદ્ધભાવમાં આવે તો ને ! શુદ્ધસ્વભાવના સંવેદન વિના સાક્ષાત મુક્તિનો કે મુક્તિપરક ભાવદશાનો સ્વાનુભૂત' બોધ ઊપજતો નથી. મુક્તિમાર્ગના બીનઅનુભવીઓ, અનાદિકાળથી અનુભવીજનોનો વગર સમજ્યે જ વિરોધ કરતાં આવ્યા છે. શાંતિના પ્રેમીને વ્યર્થ શોરબકોર રુચતો નથી એમ વીતરાગી સ્વભાવના આશકને રાગ રુચતો નથી. આથી સર્વ પ્રકારના રાગથી રહિત એવી સહજત્મસ્થિતિમાં જ કરી રહેવા એ પરમ આતુર હોય છે. પાણી વિના માછલી તરફડે એમ સહજાત્ય સ્થિતિ પામવા એ તડપતો હોય છે. ©OS સ્વભાવથી વિછોડાવાનું – અંતર્યામીની ગોદથી વિખૂટા પડવાનું દુઃખ સાધકને મન કેટલું વસમું હોય છે એ માત્ર સાધક જ જાણે છે. – જળ વિના માછલીની જે સ્થિતિ થતી હોય તે તો કેવળ માછલી જ જાણી શકે ને ? જીવ, તું શાંત બેસી...આંખો મીંચી...અંદરમાં ઉતરી...ડરીને એ વાતનો વિચાર કર કે અનંત આત્માઓ આ સંસારથી વિરક્ત થઈને... અંતરમાંથી સંસારને સમૂળગી વિસારી દઈને, સિદ્ધ શા માટે થઈ ગયા ? અહાહા...અનંતા યોગીઓ...સ્વભાવની સહજ મસ્તિમાં એમને ક્યું એવું અજોડ સુખ સંવેદન લાધ્યું કે સંસાર સમસ્તને વિસરી, નિષ્કવળ નીસ્વરૂપલીન થઈ ગયા !!! જીવે એકવાર તો ખૂબ પ્રશાંતચિત્તે આ વિચારણા કરવા જેવી છે. Page #119 -------------------------------------------------------------------------- ________________ સાધનાપથ અને આત્મજ્ઞાન ૧૧૦ જેને અલ્પકાળમાં સર્વ જંજાળ સમેટી લઈ શુદ્ધ-બુદ્ધ-સિદ્ધ થવાનું મન છે અને પ્રવર્તમાન ઓછીવત્તી જંજાળ પરત્વે પણ ઉદાસીનતા અને ઉપેક્ષા વર્તે છે – કારણ, એને વિશ્વાસ છે કે હવે બહુ અલ્પકાળમાં શાશ્વત છૂટકારો થવાનો છે. થોડાથી પણ થોડો સમય સ્વભાવમાં ઠરી રહેવાનો સંકલ્પ કરીને જુઓ કે મન કેવી કેવી છલના રચી જીવને સ્વરૂપસ્થિરતામાંથી ડગાવી મૂકે છે ! માટે ઘણો દઢ સંકલ્પ અને ઘણી તીવ્ર જાગૃતિ હોય તો જ થોડી ઘણી સ્વભાવસ્થિરતા સાધી શકાય છે. મનને યથાર્થરૂપે જોવું-જાણવું અને જીતવું એ ખરે જ ખૂબ ખૂબ કપરું કામ છે. એવી ખંત-ખેવના ખુમારી અને ખેલદિલી હોય તો જ મનને ઠેકાણે લાવી શકાય છે અને ઠેકાણે રાખી શકાય છે. મનને ઠેકાણે લાવનાર અનંત દુઃખમાંથી ઉગરી જાય છે એ નિઃશંક હકીકત છે.. જીવ, તું અભિમાન ધરીને શું ફરી રહ્યો છો – શું તે તારા મનને જીતી જાણ્યું છે ? અરે...ભલા, મનને જીતવા જતાં તો કહેવાતા માંધાતા સાધકોના ય પાણી મપાય જાય એવું છે. માટે નાહકનું ગુમાન છોડી મનને નાથવા સમ્યફ યત્ન કર. નાથતા પહેલા...મનને, ખૂબ ધીરજ ખંતથી ઓળખવા યત્ન કરવો પડશે. મનને એના અનેકાનેક જાતભાતના રૂપમાં ઓળખવું પણ દાદ માંગી લે એવું કામ છે. મન ક્યાંથી ઉપડીને અનેક તરંગોમાં ભમતું ક્યાં પહોંચે છે એ જોવા ઘણી જાગરૂકતા જોઈએ. અનેક તરંગોમાં કૂદાકૂદ કરતું મન...સાવ કરીને ઠામ બેસી જાય તો જ આત્માનુભૂતિ સંભવ બને. – અથવા – એકવાર જો મનના તોફાન શાંત થાય, ને આત્મદર્શન ઘટી થઈ જાય તો એના પ્રભાવથી મન સહજ વિશ્રામ પામી જાય. મન જાતજાતના તુક્કા-તરંગ ઊભા કરી, જીવને મુંઝવે છે. - વ્યગ્ર અને વ્યસ્ત રાખે છે. જીવને એ એકપળ શાંતિથી તરંગ વિના બેસવા દેતું નથી. આ મન ઠરે ત્યારે જીવને કેવી શાંતિ-સમાધિનો અનુભવ થાય છે...એ અનિર્વચનીય છે.. Page #120 -------------------------------------------------------------------------- ________________ ૧૧૧ સાધનાપથ અને આત્મજ્ઞાન સંસારનું સ્વરૂપ તો – જેવું છે તેવું – ઉજ્જડ જેમ જ્ઞાનીઓને ભાસે છે એમ દરેક સંસારીને પણ ઉજ્જડ ભાસી શકે છે – પરંતુ સંસારી આશામાં ને આશામાં જ એને લીલુછમ દેખી રહે છે – આશા એને વાસ્તવિકતા વિલોકવા દેતી નથી. સંસારનું સ્વરૂપ વેરાન જેવું – અભાવ ઉત્પાદક – ન હોત તો અગણિત વિવેકવાન મહાપુરૂષો એને છોડવા કૃતનિશ્ચયી થયા ન હોત. વસ્તુસ્થિતિ જેમ છે તેમ જોવાથી – સ્વીકારવાથી, મનના ઉભરાઉદ્વેગ ઉત્પન્ન થતા અટકે છે. વસ્તુસ્થિતિ તો બુદ્ધોથી કે મહાવીરોથી પણ બદલાવી શકાતી નથી. સુખના કામીએ વસ્તુસ્થિતિ જેમ છે તેમ સ્વીકારી, પોતાની મંઝીલ બદલી લેવાની છે. જગતના અગણિત માર્ગો પરથી મનને પાછું વાળી આત્મામાં તલ્લીન કરી દેવું ઘટે છે. વિભ્રાંત જીવને જો બહારથી જ સુખ મેળવવાનો આગ્રહ હોય તો ક્ષણીક સુખ સાથે ઘણાં દુઃખો અપનાવવા પણ એણે તૈયાર રહેવું ઘટે છે...અને કાળાંતરે દુર્ગતિમાં જવાની પણ તૈયારી રાખવી ઘટે છે. નહીં તો રાહ બદલવો જ રહ્યો. કલ્પનાના મોટા મહાકાય મીનારાઓ ચણી...એના ઉપર મોટો મદાર બોધીને...જીવ કદમ કદમ પર દુઃખ વેઠતો પણ સુખની મધુર આશાએ ચાલ્યો જાય છે. માત્ર જ્ઞાનીઓ જ જાણે છે કે આ આશાઓનું ફલવાનપણું કદીયેય નથી. સમ્યગ્દષ્ટિ સાધકને બાહ્ય સુધારણા કે બાહ્ય સુવ્યવસ્થા સાધવાનો ખાસ રસ નથી. એ તો અંતરંગની શુદ્ધિ અને સંવાદધારા તલસે છે. અંતરંગમાં સંશુદ્ધિ અને સુવ્યવસ્થા આણવામાં એ એવા વ્યસ્ત છે કે બાહ્ય બાજુ લક્ષ દેવા એમને અવકાશ જ નથી. અંતર્લક્ષ સુપેઠે સાધવું હોય તો અનિવાર્યતઃ બહિર્લક્ષ ભૂલવું જ પડે છે. આ નિયમ છે કે - બાહ્ય જગતને સંભાળવું હોય તો આંતરજગતની ઉપેક્ષા કરવી પડે અને જો આંતરજગત સંભાળવું હોય તો બાહ્યજગતની ઉપેક્ષા કરવી પડે. Page #121 -------------------------------------------------------------------------- ________________ સાધનાપથ અને આત્મજ્ઞાન ૧૧૨ આંતરીક પરિણમન સંશુદ્ધ અને સુસંવાદી કરવા સાધકે અંતરના ઊંડામાં ઊંડા કેન્દ્ર સાથે તદ્રુપ થઈ રહેવું ઘટે છે. – કારણ પ્રત્યેક પરિણમનનું ઉદ્ગમ કેન્દ્ર એ છે. ત્યાં દષ્ટિ ઠેરવવાથી વિષમ પરિણમન પ્રગટ જ થવા પામતું નથી. છS પરિણમનના ઉદ્દગમ કેન્દ્ર સાથે તદ્રુપતા ન સધાય ત્યાં સુધી સાધકને કોઈ વાતે ય લગીર ચેન પડતું નથી. આખરે અત્યંત અંતર્મુખી થઈ કેન્દ્ર સાથે એકરૂપ થઈ પરિણમનને પવિત્ર કર્યા બાદ જ સાધકનો જીવ હેઠો બેસે છે. જીવ!તારે જો સંસારમાં રહેવું હોય તો પણ સમજદારી કેળવીને રહેવું ઘટે છે. મનનો તો સ્વભાવ છે કે એ અસંભવની માંગ કરે છે. ભાઈસંસારમાં બધું તારી મનોધારણા મુજબ કદીયેય બનવાનું નથી. તું ચાહે તેટલો ઉગ કે ઉધમાત કર એ મિથ્યા છે. મનના મિથ્યા ઉધમાત શમાવવા હોય તો તત્ત્વજ્ઞાનનું શરણું લેવું સલાહ ભર્યું છે. એ માટે પણ સત્સંગ-સ્વાધ્યાયની ઘણી ઘણી આવશ્યકતા છે. નહિતર આ મન નાહકના ઉધામા કરી જીવની નિરંતરની શાંતી-સમાધિ હણી નાખશે. સંસારમાં રહેવું હોય તો – સમજી જ રાખવું ઘટે કે – એ સંભવ જ નથી કે બધું તમારી મનસૂબી મુજબનું અને તમને અનુકૂળ હોય એવું જ બને - ના, એ બિલકુલ સંભવ નથી. ભલું તો એ છે કે સારૂ-નરસું ગમતું-અણગમતું જે બને તે સમભાવે સ્વીકારી લ્યો. મન નહીં માને અને બળવો કરશે તો એની કીમતી ઉર્જાનો અપાર અપવ્યય થશે અને છેવટ હતાશ થવાનું જ બનશે – પણ સંસારનું સ્વરૂપ તો જેવું છે એવું જ રહેવાનું – ચાહે તો સ્વીકાર કરો ને ચાહે તો પ્રતિકાર કરો...જેવી તમારી મરજી. ભાઈ ! પ્રતિકાર કરવામાં પાર વગરની ચતસિક શક્તિનો વ્યય થશે – અસફળતા મળશે તો ઊંઘહરામ થઈ જશે...અસહિષ્ણુતા વધી જશે ને માનસિક સંતુલન બગડી જશે. એના કરતાં સ્વીકારભાવમાં અકથ્ય સુખ-શાંતી-શાતા-સમાધિ-સંતોષ છે. Page #122 -------------------------------------------------------------------------- ________________ ૧૧૩ સાધનાપથ અને આત્મજ્ઞાન આ જગતમાં કોઈના ય પુણ્ય એવા પરમોત્કૃષ્ટ નથી કે બધું એની મનસૂબી મુજબ થાય. ચક્રવર્તીને પણ રોગ-શોક-મરણ – ન ઈચ્છે તો પણ – આવે છે. આખા જગતના તમામ જીવો ઉપાધિથી ગ્રસિત જ છે. - કરમે લખાયેલી ઉપાધિ સમભાવે વેઠવી રહી. જ્ઞાનીઓ કહે છે કે જંજાળ ટુંકી કરો તો ઉપાધિ ઓછી થશે. ખૂબ ખરી વાત છે. જીવ નાહકની જંજાળ વિસ્તારીને અપાર ઉપાધિઓ ઉભી કરે છે. અપેક્ષા ઓછી એની જંજાળ ઓછીઃ જંજાળ ઓછી એની ઉપાધિ ઓછી... ચિત્તની ઉપાધિરહિત દશા જાળવવી તે મોટો ધર્મ છે. જે જે અંશે રે નિરૂપાલિકપણું તે તે જાણો રે ધર્મ – એમ જ્ઞાનીઓ કહે છે. ઉપાધિવંત ચિત્ત અંદરમાં કરી શકતું નથી. અંદરમાં ઠર્યા વિના સહજાનંદ માણી શકાતો નથી. જ્ઞાનીઓને પણ કેટલીક અનિવાર્ય ઉપાધિ વેઠવી પડે છે. પણ એ એનો ઉદ્વેગ કરતાં નથી. ઉપાધિ મધ્યે પણ એ જીવ ઠરેલો રાખે છે. આવશ્યક ન હોય એવી તો કોઈ ઉપાધિ કરવાનો જ્ઞાનીને અંતરગત રસ જ હોતો નથી. સર્વ ઉપાધિમાંથી છૂટવાનું દિલ હોય છે. જ્ઞાનીઓને અચરજ થાય છે કે, આટલી બધી ઉપાધિઓ કરી કરીને માનવ કેવી અમૂલ્ય જીવનશાંતિ ગુમાવે છે. ઉપાધિરહિત દશામાં જે અકથ્ય સુખ રહેલું છે તે ઉપાધિ પારાવાર વેઠીને ય અંશત: પણ મેળવી શકાતું નથી. માનવ ઉપાધિનો જ વિકલ્પ કેમ પસંદ કરતો હશે ?! અમર્યાદ અપેક્ષાઓ માનવીને સહી ન શકાય એટલી ઉપાધિમાં નાખે છે. માનવ પોતે પણ અસહ્ય ઉપાધિના ભારથી ભાંગી પડે છે. કાશ, છતાં એ ઉપાધિ ઘટાડવાનું કે અપેક્ષાઓ અલ્પ કરવાનું સ્વપ્ન ય વિચારતો નથી ? માનવીના કેટલા પરિતાપ એના અણસમજું મનના કારણે ઉભા થયેલા છે એનો કોઈ હિસાબ નથી. સમજણ હોય તો સંતાપ ન જ હોય એમ નથી કહેવું. – પણ સમ્યફ સમજણથી ઉગ્ર સંતાપ સાવ નજીવા અને સહ્યકોટીના અવશ્ય બની જાય છે. Page #123 -------------------------------------------------------------------------- ________________ સાધનાપથ અને આત્મજ્ઞાન ૧૧૪ અહાહા..સમજણની બલિહારી છે. સમજણ પરિપક્વ થતાં જીવને મુક્તિ સહજ ઉપલબ્ધ થઈ શકે છે... મુક્તિની રુચિ એટલે સમજણની પરાકાષ્ટા. સંસારમાં રહી કોઈ સર્વ ઉપાધિમુક્ત કે સર્વ દુઃખમુક્ત કદાપિ થઈ શકે નહીં. ભાઈ? આ જન્મમાં કે આજે તું સુખી હો તો માની ન લઈશ કે ભાવીમાં પણ સદાકાળ એવી જ સ્થિતિ - એવા જ સંયોગ – બની રહેશે. જો અનંતકાળનું “અખંડ સુખ ઇચ્છતા હો તો નિર્વાણ સિવાય ત્રણભુવનમાં એવું સુખ છે જ નહીં. અહાહા...જે સુખમાં પરાધીનતા નામે ય નથી...ઉપાધિ નામે ય નથી...વિક્ષેપ નામે ય નથી...બાધા નામે ય નથી...અરે, કોઈ કરતાં કોઈ દુઃષણ નથી – એટલું જ નહીં પણ એ સુખની ગુણમત્તા જ કોઈ અવલકોટીની છે. – વાણીથી શું નથી શકાય? શું કરું – મારું નસીબ જ ખરાબ છે' – એમ કહેનારા કરોડો મળશે...કરમનો દોષ કાઢનારા કરોડો મળશે...ઈશ્વરને ય દોષ દેનારા મળી આવશે...પણ પોતાની સમજણનો મોટો દોષ છે એવું સ્વીકારનાર વિરલ કોઈક જ મળી આવશે. આ દુનિયા હકીકતમાં અજ્ઞાન વડે જેટલી દુઃખી છે એટલી બીજા કોઈ જ કારણથી નથી. અજ્ઞાન કહેતા તત્ત્વજ્ઞાન ન જાણનારાની જ વાત નથી – કિ જાણવા છતાં તત્ત્વજ્ઞાન જેના અંતરમાં યથાર્થ પરિણમ્યું નથી એવા પણ જીવોની વાત છે. એમ ગણો તો આજનું જગત એટલું બધું અજ્ઞાની નથી. તત્ત્વજ્ઞાનની પણ વાતો વદનારા બેસુમાર જીવો છે. પણ સમજણ જે અંતઃકરણમાં ઊડી પરિણમેલી હોવી ઘટે, એનો અભાવ હોવાથી અગણિત માનવો અપાર દુઃખી છે. જ06= સાચી પરિણમેલી સમજણ કેવી અદ્ભુત સુખદાયી છે એનો માનવજગતને લેશ પરિચય નથી – એથી માણસ સમજણ પરિપક્વ કરવા અપ્રયત્નશીલ રહે છે – અને તત્ત્વજ્ઞાનની માત્ર મોટી મોટી વાતો કરી સમજાય ચૂક્યાનો ભ્રાંત સંતોષ લે છે. Page #124 -------------------------------------------------------------------------- ________________ ૧૧૫ સાધનાપથ અને આત્મજ્ઞાન સ્વપ્નતુલ્ય આ સંસારમાં અટવાયેલા જીવે કોઈ પણ રીતે ય સ્વપ્નદશા તોડવાની છે. સ્વપ્ન પણ પ્રિય થઈ પડ્યું હોય એને તોડવાનું કપડું ભાસે, પણ સ્વપ્નદશા તોડ્યા વિના ઉપાય નથી, – જો અપૂર્વ જાગૃતિનો ખપ હોય. ભાઈ તું નિષે જાણજે કે, સમજણ ને ઘડવાની જે સાધના છે એ સર્વ સાધનાઓ કરતા ઘણી મહાન અને અમિત ફળદાયી સાધના છે. સમજણ ને સવળી કરવા જેટલો શ્રમ અપાય તે સર્વ લેખે છે. કારણ સવળી સમજણ જેવું રૂડું સુખ ક્યાંય નથી. અહાહા...સાચી સમજણ કેળવાય તો જીવ કેટલા મિથ્યા ઘમંડ અને કેટલીયે મિથ્યા ઘેલછાઓમાંથી બહાર આવી જાય છે. માનસિક કેટલાય ફલેશો-સંતાપોમાંથી ઉગરી જાય છે. અને કેવી અનુપમ માનસિક સ્વસ્થતા માણી શકે છે. સમજણ પૂર્વકના બોલ જે બોલે છે એને પસ્તાવાનો વખત આવતો નથી. સમજદારી પૂર્વક વાણી વદાય તો પ્રાય કોઈ જીવને દુઃખનું નિમિત્ત થતી નથી. સમજણ ઘણી વ્યર્થ ટકરામણો – અથડામણોમાંથી ઉગારી લે છે અને સ્વપર-ઉભયને હિતકર બને છે. સાચી સમજણ ખીલવવા માટે સત્સંગ સર્વથી ઉત્કૃષ્ટ સાધન છે. સાથોસાથ ચિંતન-મનન-અનુશીલન પણ ખૂબ ખૂબ હોવા ઘટે. સારૂં વાંચન પણ આત્મલક્ષીભાવે થાય; અને ચિંતન-મનન-નિદિધ્યાસનપૂર્વકનું હોય, તો પરમોપકારક નીવડે છે. સમજણ આલોક અને પરલોક બધું જ સુધારી આપે છે. સમજવાન જીવ ઉતાવળું કોઈ પગલું ભરતો નથી...ઉતાવળી વાણી વદતો નથી...ઉતાવળો કોઈ અભિપ્રાય આપતો નથી કે ઉતાવળો કોઈ નિર્ણય બાંધતો નથી. સાચી સમજણ મન-વચન-કાયાનો ઉત્તમ સંયમ બક્ષે છે. સાચી સમજણવાન જીવ ખમી ખાવામાં માને છે – ગમ ખાવામાં માને છે. પોતે ખમી લે પણ સામાને દુ:ખ પહોંચે કે હાની પહોંચે એવી કોઈ વર્તણુક દાખવતા નથી. પોતાના અસાધારણ સંયમને કારણે સ્વાભાવિક જ એમનું સર્વ વર્તન સાધુતુલ્ય હોય છે. Page #125 -------------------------------------------------------------------------- ________________ સાધનાપથ અને આત્મજ્ઞાન સમજણ કેળવવી એટલે માત્ર સુવિચારણા કરી તોષ માનવો એમ નથી. ગહનભાવના વડે ચિત્તમાં ‘ડા સંસ્કારનું આરોપણ કરવાનું છે. અગણિત વાર એવી ભાવના ભાવી ભાવીને સમજણને ખૂબ ખૂબ પરિપક્વ અને સામર્થ્યવંત બનાવવાની છે. ©OS જે સમજણ સહજતયા આચારાન્વિત ન થાય એ સમજણ હજું એવી પરિપક્વતા પામી નથી. જે સમજણથી જીવનમાં સાધુતાની સુવાસ મહેકી ઉઠે, – જીવન સ્વભાવતઃ સંતતુલ્ય બની જાય – તિર્થસ્વરૂપ બની જાય, – એ સમજણ જ પરિપક્વ થઈ ગણાય. દુનિયાના રત્નો એ તો માત્ર ચમકતા પથ્થરના ટુકડાઓ જ છે. સમજણરૂપી રત્નોનો ભંડાર એ જ ખરું ધન છે. જ્ઞાનીઓ કહે છે કે સમજ્યા તે સમાઈ ગયા' – અર્થાતુ જેઓ ખરેખરૂં સમજ્યા એ તો પ્રગાઢરતીથી સ્વરૂપમાં જ ઊતરી ગયા...ઓતપ્રોત થઈ ગયા. સમજણની પરાકાષ્ટા તો સ્વરૂપમાં ડૂબી જઈ, એમાં જ ચકચૂર લયલીન થઈ જવામાં છે. આધ્યાત્મિક સમજણનો ફલીતાર્થ સ્વરૂપલીન બની; સંસારની તમામ બલા વિસરી જવામાં છે. વિરલ જીવોમાં આવી સમજણની આત્યંતીક ઉન્નતસ્થિતિ સર્જાય છે. સમજણ જેમ જેમ કેળવાતી જાય છે એમ એમ પરાપૂર્વથી ચાલી આવતી અપરંપાર મિથ્યા માન્યતાઓ ગળતી જાય છે. સમજણના વિકાસ સાથે જીવને વિવેકભાન લાવે છે કે, પોતે ભૂતકાળમાં અસંખ્ય ભૂલો કરી છે. આ ભાન જીવનમાં અભુત ક્રાંતિ લાવનાર બને છે. વિવેકવાન જીવે તો સમજણ કેમ વધુ ને વધુ સુસ્પષ્ટ અને પારદર્શી બને એ યત્ન કરવાનો છે. કોઈ પણ વિષયની ઊડી તલસ્પર્શીય સમજણ ખીલવવાની છે. સમજણ એટલે માત્ર વિચારો નહીં પણ ગહન આંતરસૂઝ – હૈયા ઉકલત. 1 - - - - ખરેખરી કસોટીની વેળાએ સમજદારી ટકાવી રાખવી એ ઘણું કપરામાં કપરું કાર્ય છે. સમજણના મૂળ અંતઃકરણમાં ખૂબ ઊંડા ગયા હોય તો જ એ સંભવ છે. કસોટીકાળમાં પણ સમજણ એવી ને એવી ટકાવી શકે એ વીરનર સ્થિતપ્રજ્ઞ થઈ શકે છે. Page #126 -------------------------------------------------------------------------- ________________ ૧૧૭ સાધનાપથ અને આત્મજ્ઞાન ભાઈ ! ખોટા પગલા ભરો તો શું મળે ? વિષાદ અને વિનિપાત જ મળે ને? મુક્તિ પામવી હોય તો કેવી અપૂર્વ અપૂર્વ સમજદારી વર્તવી પડશે એ કહ્યું જાય એવું નથી. મહાન સમજદારી વિકસિત થયા વિના એ હેતુ સફળ થાય એમ નથી. ભાઈ ! મુક્તિ મેળવવી જ હોય તો, આસક્તિ અને અનુરાગના બધા બંધનો છેદવા પડશે. અપૂર્વ સમજદારી જાગ્યા વિના મહાન વિવેકબળ જાગૃત થવાનું નથી અને એ વિના મોહના નિબિડ બંધનો છેદાવા સંભવ નથી – તો મુક્તિ કેમ કરી પમાશે ? ખરી સમજદારી પોતાના અજ્ઞાનના વિનમ્ર સ્વીકારમાં છે. સાધક જેમ જેમ વિચારણાના ઊંડાણમાં ઊતરતો જાય છે તેમ તેમ એને ઘણું યથાર્થ વસ્તુદર્શન લાવે છે અને સાથોસાથ અપાર જાણવાનું બાકી રહી જાય છે હજુ – એવો પોતાના ઘણા અજ્ઞાનનો બોધ પણ લાવે છે. જON વસ્તુસ્થિતિના સઘળા પાસા જાણ્યા વિના નિર્ણય આપવાનું પ્રાજ્ઞજનને પાલવતું નથી. અલબત, બીજા જનો કરતાં એ ઘણું વ્યાપક વસ્તુદર્શન સાધી શકતા હોય છે – તો પણ પોતાને ઉજ્જવળ ભાન છે કે હજું ઘણી ગહેરાઈ ખેડવી બાકી છે. પ્રાજ્ઞજન તો બનતા પ્રયાસે મને જ રહેવા ભાવનાશીલ છે. કોઈ વિષયનો અંતિમ નિર્ણય આપવો એ કેટલું ગહન કપરું કામ છે એ માત્ર તેઓ જ જાણે છે. આથી પ્રાયઃ કોઈ વિષયમાં એ અંતિમ નિર્ણય આપતા નથી. – નિરાગ્રહીને અત્યંત મીતભાષી બની રહે છે. પોતાની સમજણનો દેખાડો કરવો એમાં કોઈ સમજદારી નથી. પાત્ર ન જણાય એવા કોઈ સાથે તો ચર્ચા-વિચારણા કરવી પણ ઉચિત નથી. પણ પાત્ર સાથે પણ પરિમિત ને પ્રયોજનભૂત વિચારણા કરવી – સમજણ દેખાડવા કશું બોલવું નહી. જીવનમાં ક્યા ક્યા સાધીતવ્યો ચૂકાય ગયા છે એ ગહન પરિખોજનો વિષય છે. માનવી જીભાજોડી અને વ્યર્થ ખેંચાતાણી પારાવાર કરે છે પણ આંતર પરિખોજ મુદલ કરતો નથી. આથી કલ્યાણનો ખરો ઉપાય તો આદરી શકાતો જ નથી. Page #127 -------------------------------------------------------------------------- ________________ સાધનાપથ અને આત્મજ્ઞાન ૧૧૮ નિરહંકારીપણાનો ડોળ માનવી ગમે તેટલો કરે પણ સંગુપ્તપણે એ ભ્રમ, એ ખ્યાલ પ્રબળ રહી જાય છે કે હું ઘણો ઉત્કૃષ્ટ સાધક છું – મેં ઘણો દિઈ કલ્યાણપંથ સાધેલ છે !! આ ઘણો શુદ્ધ થયેલો પણ ભંડો અહંકાર' જ છે. માનવીનો અહંકાર મિથ્યા છે પણ એ અહંકાર પાછળ પણ વજૂદ જરૂર છે. માનવીએ ધર્મ અને અધ્યાત્મના નામે પુરુષાર્થ તો નિશ્ચિમ કર્યો છે...એ પુરુષાર્થ સમ્યફ થયો કે અસમ્યફ એની કોઈ ગવેષણા માનવી કરતો નથી તેથી જ એનો ગર્વ ગળતો નથી. અથાગ પુરુષાર્થ છતાં...જીવનમાં ખરૂ સાધીતવ્ય કેટકેટલું ચૂકાય ગયું ને ભળતી જ ભાવનાઓ – ભળતી જ જંગી કલ્પનાઓની સફર કેટલી ખેડાણી, એનો ચિતાર જો દષ્ટિ સમક્ષ આવે તો માનવ હીબકે હીબકે રડી રહે એવું છે. વ્યર્થ કલ્પનાના વમળમાં ચકરાયા કરવું અને માનવી વિરાટુ ધર્મસાધના માની લે છે. ધરાર ક્રાંતિ સિવાય એમાં ખાસ તથ્ય હોતું નથી. પણ એ હકીકત માનવીને સમજાવવી કેમ?-કાશ, પ્રત્યેક માનવી સંગૂઢપણે પોતાને સર્વાધિક શ્રેષ્ઠ સાધક માનતો હોય છે! હું કાંઈ જ જાણતો નથી એટલું જ સચોટ જાણવા માનવીએ ઘણી દીર્થ ચિંતનયાત્રા ખેડવી પડે છે. કોઈપણ વિષયનો તલસ્પર્શીય તાગ લેવા માનવી મથામણ કરે તો જ ઉપર્યુકત પ્રતીતિ એને લાધી શકે છે કે, કાંઈ જ જાણતો નથી.” ભાઈ ! દુનિયામાં જ્ઞાની કે મહાજ્ઞાની તરીકે પંકાતા હજારો-લાખો એવા છે કે એ કોઈ વિષયનું તલસ્પર્શી જ્ઞાન ધરાવતા નથી, – અને છતાં – પોતાનું અજ્ઞાન છૂપાવવા જરૂર કરતા પાર વિનાનું વધારે ગાજી ગાજીને ઉપદેશ કરતા હોય છે. કેટલાયે વિષયના ગહન ચિંતનમાં ઉતરું છું ત્યારે... મને હું ગમ વગરનો અને ઘણો મૂઢ માલૂમ પડું છું...ખરેજ માનવો કોઈ વિષયનો અતળ તાગ લેવા યત્નવંત થતો નથી માટે જ પોતાને અજ્ઞાની કબૂલી શકવા સમર્થ થતા નથી. Page #128 -------------------------------------------------------------------------- ________________ ૧૧૯ સાધનાપથ અને આત્મજ્ઞાન રહસ્ય તાગ મેળવવા જો કોઈપણ વિષયના અંતિમ તળ સુધી ઊંડા ઉતરવાની આદત હોય તો - ભૂતકાળમાં જે વિષયમાં આપણે આપણને પ્રવિણ માનતા હોઈએ એ એ વિષયોમાં આપણે આપણને ઘણાં પામર માલુમ પડીએ. કોઈપણ વિષયના તળને સ્પર્શીને એના તમામ રહસ્યોનો તાગ ન મેળવી લે ત્યાં સુધી જ્ઞાની પોતાને એ વિષયનો અનભિજ્ઞ જ માને છે... જ્યારે અજ્ઞાની તો કોઈ ઉપલક પાસું ઉપલક દષ્ટિથી જાણતા જ પોતાને એ વિષયના માહેર માનવા મંડી જાય છે. જ્ઞાનના ગહનસાગરમાં જેમ જેમ ઊંડા ઊતરતા જવાય એમ એમ જ્ઞાનીને મન એનું પોતાનું પારાવાર અજ્ઞાન છતું થતું જતું હોય, પોતાને ખૂબ અજ્ઞાની માનતા થકા જ્ઞાની વધુ ને વધુ વિનમ્ર અને મન થતા જાય છે...અનંત વંદન એવા જ્ઞાનીને. અજ્ઞાની પાસે ગહેરી સમજ હોતી નથી કારણ કોઈ વિષયની ગહનતામાં એ જતો જ નથી. ગહેરાઈ જેવું કશું એના જીવનમાં જ હોતું નથી. જરાક ઉપલક આડુંઅવળું જાણતા જ મદોન્મત થઈ એ પોતાને પરમજ્ઞાની કલ્પી રહે છે. નાથ ! મારી ગહેરાઈમાં જવાની યોગ્યતા નથી. હજારો વિષયોને નિરંતર સ્પર્શ છું – પણ ઉપરટપકે... કોઈ એક વિષયમાં તલ્લીન થઈને સમગ્રતાથી એને ગહનતાગ મેળવું એવી મારી ચિત્તસ્થતા જ નથી. ‘અડધો પડધો જ્ઞાની અંતે નૈયા ડૂબાવે'- એવી મારી સ્થિતિ છે. @ સત્યની ખોજનો વિષય એવો અગાધ અગાધ છે કે એમાં આપણે જેટલું વધુ ખેડાણ કરીએ એનાથી કેઈગુણું વિશેષ ખોજવાનું બાકી જણાય આવે. આથી જ અપરંપાર ખોજવું બાકી જાણી બુદ્ધ પુરુષો પોતાને અન્ન અને ખોજી માને છે. – ક્યારેય એ પોતાને પામેલા માનતા જ નથી. કોઈપણ વિષયમાં સત્યના ઝળહળતા-સ્પષ્ટ દર્શન ન થાય ત્યાં સુધી નિર્ણયવાન થવાના બદલે ખોજી બની રહેવું જ પરમશ્રેયકર છે. કહેવત છે કે ખોજી જીવે,વાદી મરે. વિનમ્ર ખોજી રહી આગ્રહ અને અભિનિવેશથી દૂર રહેવું – પરમ નિરાગ્રહી થઈ જવું. Page #129 -------------------------------------------------------------------------- ________________ સાધનાપથ અને આત્મજ્ઞાન ૧૨૦ એક કામવૃત્તિને વિશદતાથી સમજવા માંગે તો જન્મારા આખાના મંથન-પરામર્શ ઓછા પડે. એક લોભવૃત્તિને વિશદતાથી સમજવા માંગે તો પણ, – અરે કોઈપણ વૃત્તિનો તલસ્પર્શીતાગ મેળવવા મથે તો જન્મારો આખો ઓછો પડે – માનવી શું જાણપણાનું ગુમાન કરે છે ? વિષયની અગાધતા અને જગતજીવોની અપાત્રતા જોઈ પ્રાયઃ પ્રત્યેક જ્ઞાની મૌન થઈ જવું જ વધુ પસંદ કરે છે. આથી જ પરિપૂર્ણ જ્ઞાની થઈને પણ અગણિત મહાત્માઓ મૌન-પરમાન જીવી જાય છે – એક અક્ષર પણ એ ઉચ્ચારતા નથી. થઈ શકાય તો પરમમૌન અને અંતર્લીન થઈ જવા જેવું છે. ઉપદેશ દેવાની ચળ ઉઠે છે એ આત્મલીનતાની એટલી કમી જ સૂચવે છે. તીર્થકરો કેવલ્ય દશા ન થાય ત્યાં સુધી મૌન જ રહે છે. ઉપદેશ દેવા નવો અવતાર તો એ પણ ધારણ કરતા નથી. ખૂબ શોચનીય વાત છે આ. જૈનમાર્ગ અજન્મા થવા અર્થે છે. નવો જન્મ કોઈપણ બહાને ય વાંછવાનું વિધાન નથી. જગતહિત ખાતર પણ નવો જન્મ ધારણ કરવાની આગમો ના કહે છે. પ્રથમ તો ઉપદેશ દેવાનું છોડી: પરમકારૂણ્યવૃત્તિ પણ થંભાવી દઈ; પોતાનું જિનસ્વરૂપ સાધવાનું વિધાન છે. ભાઈ ! તું જિનની આજ્ઞાને પરમ પરમ ગંભીર થઈ એનું હાર્દ સમજવા પૂર્ણ કોશીશ કરજે. જ્ઞાનીઓ પરમકારૂણ્યવૃત્તિ પણ શમાવી દઈ પ્રથમ નિજના જિનસ્વરૂપનું પ્રાગટ્ય કરવા કહે છે એની પાછળ અનંતગંભીર આશય રહેલો છે હોં! ક્યાંય અટકવું નથી – ક્યાંય કરતાં ક્યાંય અટકવા જેવું નથી. મોહના ઝંઝાવાત જો ન નડતા હોય તો નિગ્રંથ થઈનિતાંત નિજસ્વભાવમાં જ નિમજ્જન કરી જવા જેવું છે. પ્રથમમાં પ્રથમ પોતાના પ્રભુત્વનું પ્રાગટ્ય પરિપૂર્ણ કરવા ઓતપ્રોત-આત્મરત થઈ જવા જેવું છે. DOS પોતાનું મન જ અરિસા જેવું છે – એ બધું સ્પષ્ટ દર્શાવી દે તેમ છે. જો પોતાને હજું મોહ નડતો હોય તો જગતને નિર્મોહી થવા ઉપદેશ કરવો એના જેવું સ્વપરવંચક ને હાનીકારક કાર્ય બીજું એકપણ નથી. Page #130 -------------------------------------------------------------------------- ________________ ૧ ૨૧ = સાધનાપથ અને આત્મજ્ઞાન લગની લાગી છે એને અવકાશ જ ક્યાં છે પરોપદેશ કરવાનો ? પોતાના જ મનને ઉપદેશ દેવાસમજાવવા-વારવામાંથી ઊંચો જ નથી આવતો એ ક્યાં “પરોપદેશ પાંડીત્યમ્' – કરવા જાય ? સ્વને બોધ વડે ભાવીત કરવામાં એ તો દિનરાત મગ્ન થયેલ છે – પરનું સ્મરણ સુદ્ધાં નથી આવતું. તમે ચાહે તે ઉપદેશ કરો...લોકો તો ફાવતું અને ભાવતું જ પડે છે. અર્થનો અનર્થ પણ બેસુમાર થાય છે. ‘આંખનું કાજળ ગાલે ઘસ્યું' – એવો ઘાટ પણ ખૂબ થાય છે. સમવસરણમાં જઈને પણ જીવ સંસારવૃદ્ધિકારક ભાવ ગ્રહી આવે છે !!! અયોગ્યને તારવાનો કોઈ ઉપાય નથી. ખૂદ આપણા જીવે પણ જ્ઞાનીઓનો દ્રોહ અનંતવાર કર્યો છે. વીતરાગનો સમાગમ પામીને પણ રાગ વધારવાના જ ધંધા કર્યા છે ! જીવની અયોગ્યતા હોય તો જિનેશ્વર પણ કશું કરી શકે નહીં. યોગ્યતાની વાત જ અત્યંત વજૂદની છે. જDos લાખોમાં લાધે નહીં અને કરોડોમાં કોક...યોગ્ય જીવો બહુ જ અલ્પ સંખ્યામાં જ રહેવાના છે. અયોગ્યને ઉપદેશ દેવો એ પણ હાનીકારક છે. અનાત્મભાવો જ જેને રુચે છે એ ગમે તેવા ઉપદેશમાંથી પણ પોતાની અનાત્મરુચિને જ પોષતો રહેવાનો. સંસારને અંત:કરણથી અસાર જાણી; મુક્ત થવાના વિમળાશયથી જે વીતરાગી સંતની સમીપ આવે તે જીવ વીતરાગના માર્ગને જાણવાનો અધિકારી છે. સંસાર જેને અસાર ભાસ્યો નથી એ વીતરાગી સંત પાસે શું કામ આવે છે એ જ હજું કોયડો છે. અનાત્મભાવોની રુચિમાં જ રહ્યો છે આ જીવ...આત્મભાવની રુચિનો તો એણે કદિય સ્વાદ સુદ્ધાં ચાખ્યો નથી ? જીવનો આવો મતીવિપર્યાસ કેમ હશે કે એ આત્મભાવ સાધવા એકવાર પણ ભલીપેર તત્પર થતો નથી ! એકવાર જો આસ્વાદ મળી જાય... વાતેવાતે અવળું લેનાર જીવે પ્રત્યેક વાતને સવળી લેવાનો યત્ન કરવો ઘટે. સવળું લેતા આવડે તો પ્રાયઃ પ્રત્યેક વાતમાંથી સવળું લઈ શકાય છે. આપણી બંધીયાર મનોદશા જ નડતરભૂત છે, જે એકે વાતને સવળોઈથી લેવા દેતી નથી. – અને વાતે વાતે દુર્થાન કરાવે છે. Page #131 -------------------------------------------------------------------------- ________________ સાધનાપથ અને આત્મજ્ઞાન ૧૨૨ મનની અવળાઈ એવી છે કે હિતની વાત પણ આપણે અવળી ગ્રહણ કરીએ છીએ. હિતની વાતથી પણ નાખુશ થઈ અવળો આગ્રહ સેવીયે છીએ. એમ જ અહિતની વાત પણ ત્યજવાના બદલે ઉલ્ટા વધુ પક્કડથી એને વળગીએ છીએ. આપણે સદ્ધોધને લાયક જ નથી. લાયક ન હોય એવા જીવને પરમાત્મા ખૂદ પણ સુધારી શકે નહીં. જે જીવ સ્વયં જીવનમાં પલટો લાવવા તત્પર નથી એને લાખ ઉપદેશ પણ પલટાવી શકે નહીં. લાયક ન હોય એવા જીવને બોધીત કરવા વ્યર્થ પ્રયત્ન કરવો નહીં. – કારણ એ હાનીનો વ્યાપાર છે. જીવને અનંતકાળમાં અનંતા તારણહારો મળ્યા છે. બધાયને ઉપેક્ષીને એ એવો જ અવનત અને અવળચંડો રહ્યો છે. પાત્ર ન હોય એવા, જીવ જ્ઞાની કરતાં પણ પોતાને વધુ ડાહ્યા માનતા હોય છે. એનું ચાલે તો તો એ જ્ઞાનીને પણ અવળા રાહે તાણી જવા આતુર હોય છે. જીવને ધર્મ કરવો છે, પણ જ્ઞાનીની આજ્ઞાએ નહીં. સાચા જ્ઞાની ખોજવા પણ નથી ને એને અનુસરવું પણ નથી. પોતાની મનમાની રીતે આકરાં પુરુષાર્થ કરવા છે પણ જ્ઞાની સીધો સરળ-સુગમ રસ્તો બતાવે, આત્મકલ્યાણનો – તો એને હરગીજ અનુસરવું નથી ! એકાંત હતી જ્ઞાની પ્રત્યે પણ રુચિનો અભાવ રહે છે એ જીવની કેવી હૃદયદશા ! ખરેખર તો જીવને અંતરાત્માથી સ્વહિત રચતું નથી. એથી જ નિષ્કામહિતસ્વી જ્ઞાની એને રુચતા નથી. જ્ઞાનીનો ઉપદેશ નિરંતર સાંભળે, વાહ-વાહ પણ કરે, છતાં હૃદયમાં બોધ ન ઉતારે, એવા પણ હોય છે. હું જાણું છું. મને પણ ખબર પડે છે. અમુક વિષયમાં મારી જાણકારી સર્વથી અધિક છે. આવા કોઈ ભાવ લઈ જ્ઞાની પાસે જવું નહીં. જ્ઞાની પાસે જવું હોય તો સાવ કોરી સ્લેટ જેવા થઈને જવું જ્ઞાનીને એના પર જે લખવું હોય તે લખી આપે...જ્ઞાનીના આશયને હૃદયમાં ઊતારવો. જીવન એક ખેલ છે...એ ખેલમાંના કોઈ ભાવોને ગંભીરતાથી લઈ ઉત્તેજીત ન થઈ જાઓ. સઘળા ભાવોને હળવાશથી અને ઈયાની પ્રફુલ્લતાથી સ્વીકારતા શીખો. ગંભીર બનશો તો નાહકના ભારે થઈને ફરશો. – ઘમંડમાં ને મિથ્યા તોરમાં વિહરશો. ઉત્તેજનાની માઠી અસર તન-મન ઉપર પડશે. Page #132 -------------------------------------------------------------------------- ________________ ૧૨૩ સાધનાપથ અને આત્મજ્ઞાન પ્રભુ! હવે કેટલી પ્રતીક્ષા કરાવીશ...? મારી આશાઓ પણ ક્ષીણ થવા લાગી...તારા વિયોગે મારી ચિત્તભૂમિ ઉજ્જડ જેવી બની ગઈ...જીવનના તમામ રસો મંદ પડી ચૂક્યા...હૃદયમાં કેવળ જૂન્યતા પથરાવા લાગી...શ્વાસ પણ ચાલતા થંભી ગયા...પ્રભુ...હવે ક્યારે દરિશન આપીશ ? આ સંસાર...એ નિરંતર પરિવર્તનશીલ છે...અહીં ક્ષણે ક્ષણે અવનવા રંગો બદલાય છે. સંસારમાં કોઈ કોઈ પણ ભાવોને ચિરસ્થાયી રાખવા માંગે તો એ અસંભવ જ છે. એકમાત્ર પોતાનો સ્વભાવ. આત્મભાવ જ સ્થિર રાખવો હોય તો રાખી શકાય છે. જે ભાવો એક ક્ષણાર્ધ પણ સ્થિર ટકતાં ન હોય એવા અસ્થિરભાવોમાં ચાહે તેવી મોહકતા ભાસે તો પણ, નિજે મોહાવા જેવું નથી. ક્ષણિક આકાશમાં વિહરાવી પાછા ધરતી પર ફેંકી દે, બેરહમ, એવા ધોખાબાજ રંગોમાં ક્યો ધીમંતપુરુષ રુચિ-પ્રીતિ કરે ? હે સુજ્ઞપુરૂષ ! તને જો સ્થિર-અવ્યાબાધ સુખની અભિલાષા હોય તો તું એકમાત્ર તારા સહજ સ્વરૂપનો આશ્રય કર. જે સુખ પરાશ્રિત અને પરિવર્તનશીલ હોય એવું સુખ ચાહે તેવું પ્રલોભનકારી હોય તો પણ તું એની આશા મનમાંથી નિવારી દેજે. પરસંયોગોના કે પરવ્યક્તિઓના આશ્રય વડે સુખ મેળવવા આખો સંસાર મથે છે. પણ એ સંયોગો વીખરાયને વિખૂટા પડે ત્યારે જીવના વલોપાત ને વિલાપનો પાર રહેતો નથી. જીવનું અજ્ઞાન એવું દારૂણ છે કે એ સાથ-સંયોગને સદા પકડી રાખવા મથે છે? સંયોગ આખર વિયોગમાં પલટાવાના જ છે. સંયોગો હાથતાળી આપી ચાલ્યા જાય છે અને જીવ ભ્રાંતિવશ એના વિના પોતાને નિઃસહાય કલ્પી કારમાં કલ્પાંતો કરે છે. જ્ઞાનીની દૃષ્ટિએ તો આ જીવની થનગાઢ ઘેલછા અને નરી વિવેકહીનતા જ છે. હસાવનારા સંયોગો હૈયાફાંટ રડાવે પણ છે. પરાશિત સુખનો વ્યામોહ કર્યો એણે આખર તો પોકે પોકે રડવાનું જ છે. જે સુખ આખર દુઃખ-શોક-હતાશામાં જ રૂપાંતરિત થવાનું હોય એને વાસ્તવમાં સુખ કેમ કહી શકાય ? Page #133 -------------------------------------------------------------------------- ________________ સાધનાપથ અને આત્મજ્ઞાન ૧૨૪ પ્રશ્ન તો શું પરાશ્રિત સુખની આશા જ મૂકી દેવી ? ઉત્તર :- હી...ભાઈ ! જ્ઞાનીઓ તો સાફસાફ એમ જ કહે છે. એકમાત્ર આત્માના આશ્રય વડે પ્રગટતું સહજ સુખ જ સત્ય છે. પ્રાજ્ઞજનને તો એ જ પરમાદરણીય છે. સહજ સુખના આશક બનવું. સ્વાશ્રિત સુખમાં જ રતી-પ્રીતિ કરવી. જગતની આશા સરિયામ ત્યજી; જગદીશ અર્થાતુ પોતાના અંતરમાં વસેલ વિભુની ગોદમાં વિરાજી જા. અંતમિમાં ખૂબ ઠર, અને સહજ સુખનો આગ્રહી થા. એથી પરાશ્રિતબુદ્ધિ જડમૂળથી નિર્મળ થઈ રહેશે. – આ જ ખરૂં આત્માર્થીપણું છે. પોતે જ પરમાત્મસ્વરૂપ છે એવો પરમ નિશ્ચય કરી, પોતાના જ ઊંડા અસ્તિત્વમાં આસન જમાવી દેવું ઘટે છે. અહીં જે અનિર્વચનીય સુખની અનુભૂતિ થાય છે એ સાધકમાં સર્વોત્કૃષ્ટ ખુમારી પ્રગટાવી, પરાશ્રિતબુદ્ધિને પીગાળી નાખે છે. બહારમાં ભલે ક્ષણિક સુખની ભરમાર હોય પણ એ આખર દુઃખ અને દુર્ગતિમાં જ લઈ જનાર છે. હે જીવ! તારે શાશ્વત સુખ સાધવું હોય તો તું સત્વરત્વરાથી અંતર્મુખ અને આત્મલીન થા...જગતના સુખોની ભ્રમણા સર્વથા ભૂલી જા..ભૂલી જા.. ભૂલી જા... વસમું લાગે કે વહાલું લાગે – પણ, જે સત્ય છે તે સ્વીકાર્યા વિના જીવનો ઉદ્ધાર નથી. સત્ય કદાચ કડવું પણ લાગે મન સત્ય સ્વીકારવા એવું તત્પર ન પણ બને – પરંતુ, આત્મોદ્ધારના ધ્યેયવાન જીવે કટુ સત્યોને પણ ઝિંદાદિલ રીતે અપનાવવા ઘટે. જીવનો આત્મોદ્ધાર જીવે જાતે જ જાગૃત-જ્ઞાનવાન થઈ કરવાનો રહે છે. પરમાર્થદષ્ટિથી જોતા આત્મશ્રેયઃ જીવે સ્વયં જ અંતર સૂઝ પ્રગટાવી પ્રગટાવીને કરવાનું રહે છે. ગુરુ કદાચ આંગળી ચીંધી આપે પણ રાહ તો જીવે જ જાતે ચાલવાનો છે. કોઈ અંગુલીનિર્દેશ કરી આપે એથી કાંઈ કારજ ઓછું જ સધાય જાય ? કોઈ સાધના સાધી આપે કે કૃપા કરી આપે અને જીવનું શ્રેયઃ નિષ્પન્ન થઈ જાય એવી વાતો ભ્રામક છે. તાત્પર્ય એ છે કે જીવે જાતે જ દઢ નિર્ણયવાન બની સઘળું સુકાન સંભાળવાનું છે. Page #134 -------------------------------------------------------------------------- ________________ ૧૨૫ સાધનાપથ અને આત્મજ્ઞાન ભાઈ ! જાગૃત આત્મા જ આત્માનો અદ્વિતિય ગુરુ છે. આત્મા જ આત્માનો સુકાની છે. આત્મા જ આત્માનો સહાયક છે. – સાથી છે, સંગાથી છે. પડતા આત્માને પુનઃ ઉભો કરી સ્થિર કરનાર પણ આત્મા જ છે. માટે આળસ-ઉપેક્ષા ખંખેરી આત્માએ આત્માના પરમગુરુ બની રહેવું. 70રૂ બીજાના શરણ ખોળવાની જીવની ખ્વાહિશ અનાદિના એવા સંસ્કારના કારણે છે. વળી જીવને ભાન પણ નથી કે પોતાનું વાસ્તવઃ સામર્થ્ય કેટલું વિરાટભવ્ય છે. બાકી તો પોતાનું હિત પોતા વડે સાધી શકાય એના જેવું સૌભાગ્ય બીજું ક્યું હોઈ શકે ? @> પોતાના ગુરુ પોતે બનવા માટે અથાગ શ્રમ કરી કરીને અંતર્પ્રજ્ઞા તિક્ષ્ણ બનાવવી પડે એ ખરૂં... ગાફેલ કે ગમાર જીવ માટે આ માર્ગ નથી. જેવી અમીતભવ્ય સિદ્ધિ ખપતી હોય એવો અમીતભવ્ય ભોગ પણ આપવા તત્પર રહેવું જ ઘટે ને ? 70 સંસારનું જે નિઃસીમ કારમું સ્વરૂપ છે એને પલટાવી નાખવાનો પ્રકૃષ્ટભાવ એકવેળા તો પ્રત્યેક જ્ઞાનીના કલેજામાં ઉઠતો હોય છે. પણ પછી ધીરે ધીરે પ્રજ્ઞા પાંગરે છે કે, નિઃસીમ કારમાપણું એ સંસારની ત્રિકાલીન વાસ્તવિકતા છે.' – એને કોઈ પલટાવી ન શકે. 0 તિર્થંકરો, પયગંબરો, પ્રબુદ્ધો કોઈ સંસારની દુર્નિવાર દારૂણતા મીટાવી શક્યું નથી. અહાહા...સંસાર આવો જ અનાદિ-અનંત દુઃખમય ન હોત તો કોઈ એને ત્યજી, સિદ્ધલોકમાં વાસો શા માટે કરત ? ભાઈ ! સંસારને નહીં સુધારી શકાયઃ માત્ર જાતને જ સુધારી લો. 70× સંસારનું અનંત હિતકાર્ય કરવાની અભીપ્સા ધરાવતા અગણિત ભલા આત્માઓ...આખર તો...સંસારથી નિતાંત મો ફેરવી લઈ, પરમૌન ધ્યાનસ્થ થઈ પોતાના સ્વભાવમાં સમાય ગયા. આ અંદરમાં જવાની વાત જ અત્યંત અત્યંત મહત્વની છે. -70 ભાઈ ! સંસારનું દુર્નિવાર દુઃખમસ્વરૂપ પલટાવવાની તને પણ દુનિર્વાર મંછા હોય...તો પણ, પહેલાં તું અંદરમાં જ ઓતપ્રોત થઈ સમાય જવાનું કરજે... પહેલા અંતરસૂઝ પ્રગટે ને સ્વ-પરનું ભેદવિજ્ઞાન સમજાય ને આદાન-પ્રદાનનું ગણિત સમજાય – પછી – બીજું વિચારજે. Page #135 -------------------------------------------------------------------------- ________________ સાધનાપથ અને આત્મજ્ઞાન સત્ય કોઈ કોઈને સામેથી-પરાણે પમાડી શકે નહીં. તીર્થંકર જેવા અમીતસત્વશાલી પુરુષો પણ કોઈ જીવને પરાણે ‘શુદ્ધાત્મલીનતા' પમાડી શકતા નથી. ખેર, પોતે મુક્ત થવું કે બંધનગ્રસ્ત રહેવું એ સર્વ જીવોની મનસૂબી ઉપર આધારીત છે – એમાં બીજો કોઈ કાંઈ કરી શકે નહીં. ૧૨૬ વર્તમાન અવસ્થાથી પ્રાઃય કોઈ માનવ સંતુષ્ટ નથી. સહુ હોય એનાથી જુદી જ જાતની અવસ્થા તલસતા હોય છે. આથી સંતોષ દુર્લભ બન્યો છે. અને સંતોષ વિના સ્વભાવમાં ઠરવાનું ત્રણકાળમાં બની શકે નહીં. સ્વભાવમાં ઠર્યા વિના સહજ સુખનો પરિચય ક્યાંથી થાય ? ©` હોય એનાથી કોઈ પણ જુદી અવસ્થા તલસવી એ પાપનું મૂળ છે – દુઃખ-દર્દનું મૂળ છે. ચાલી રહેલી અવસ્થામાં સંતુષ્ટિ અનુભવનાર જ સ્વભાવલીન થઈ શકવા સમર્થ બને છે. એ જ અવસ્થાથી પાર ઉઠી...અસ્તિત્વને આલીંગી આરાધી શકે છે. એની અવસ્થા આપોઆપ સુધરી રહે છે. 70× સર્વકાળના પ્રત્યેક તત્ત્વજ્ઞોએ સાધકને એક અણમોલ શીખ આપી છે કે તમે હર હાલતમાં ખુશ રહો: કોઈપણ હાલતથી નારાજ કે ઉદ્વીગ્ન ન બનો, હર હાલતનો હૈયે સંતોષ છલકાય તો જ હાલતથી પાર ઉઠીને, હૈયાતીને – અસ્તિત્વને સ્મરી-સંવેદી શકાય. 70 `આ નહીં – મારી બીજી અમુક અવસ્થા હોય તો હું ખચીત સુખી થાવ' એ જીવનો જાલિમ ભ્રમ જ છે. ભાઈ ! સુખ કોઈ અવસ્થામાંથી આવતું નથી. અવસ્થા પ્રત્યે તમારો અભિગમ અર્થાત્ દૃષ્ટિકોણ કેવો રહે છે એ મહત્વનું છે. ©Þ ખરેખર સુખનો ઉદ્ગમ ઊંડા અસ્તિત્વના પેટાળમાંથી થાય છે. વર્તમાન કે કોઈપણ અવસ્થાનું લક્ષ વિસારી, જે કોઈ ઊંડા અસ્તિત્વનું લક્ષ કરશે એ હરહાલતમાં સુખી-સંતોષી-શાંત-સમાધિસ્થ-પ્રસન્નચિત્ત ને પવિત્ર રહી શકશે. અવસ્થાને ભૂલી અસ્તિત્વને સ્મૃતિગત રાખો. 1011 હાલતનો કચવાટ જ ચેતનાને હાલતના ધ્યાનમાં અટવાવી રાખીને એને અસ્તિત્વ પ્રતિ પ્રવહમાન થવા દેતો નથી. હાલતની ફીકર છોડો...ભાઈ ! હાલતની ફીકર છોડો – અને – હરિ અર્થાત્ શુદ્ધાત્માની ફીકર કરો. શુદ્ધાત્મામાં સમગ્ર ચેતના સ્થાપી દો. Page #136 -------------------------------------------------------------------------- ________________ ૧૨૭ સાધનાપથ અને આત્મજ્ઞાન હાલત જરાક સુધરે કે ફુલણશી જીવ ફુલાઈને ફાળકો થાયઃ હાલત જરાક બગડે ત્યાં પાછો કરમાયને કોલસો થઈ જાય...અહાહા ! અનંતવીર્યવાન આત્માની આ કેવી કમજોરી છે ! આમાં હર્ષ-શોકથી પાર ઉઠી સહજસુખની ધારા જીવ કેમ પામી શકે ? જીવ, જીવ, તને જો અપૂર્વ એવા સહજસુખનો ખપ હોય તો તીવ્ર હર્ષ-ખેદના પરિણામ અર્થાત્ મનોભાવ મંદ કર. ખરે જ સહજુખનું મહાત્મ તો અનુભવી જ જાણે એવું અકથ્ય છે. એની રસસમાધિમાં જે ડ્રવ્યા તે ડૂળ્યા - કદી એમાંથી બહાર આવવા માંગતા નથી. ભગવાન ! જીવન એક અધૂરી ઉપાસના છેઃ અધૂરી ઉપાસનાઓ, બીજું નામ છે જીવનનું. અગણિત ઉપાસનાઓ સંભવી જીવનમાં – પણ પ્રાયઃ બધી જ અધૂરી ! અહાહા...પ્રભુ ! મારી અગણિત અધૂરી અને અશુદ્ધ ઉપાસના કોણ પૂર્ણ અને પરિશુદ્ધ કરશે ? ભગવાન કહે છે... દુનિયામાં જો સાચા અને શાશ્વત હેત પ્રીત હોત તો અનંતા સિદ્ધો કોઈ "અવની ત્યજી સિદ્ધલોકમાં ગયા ન હોત. ક્ષણમાં સુખદ અને ક્ષણમાં દુઃખદ બની જાય એવા ફટકીયા સુખો પ્રાજ્ઞપુરૂષોને તો કદી આકર્ષી શકતા નથી. સ્વપ્ન જેમ આપણા તાબામાં નથી; આપણે ઘડવું હોય એવું સ્વપ્ન ઘડી શકતા નથી એમ વાસ્તવ: જીવન પણ આપણા અરમાન મુજબ નથી ચાલતું. અનેક કારણો એમાં કામ કરે છે. માટે અરમાનોમાં એવા ઓતપ્રોત ન થઈ જવું કે કાળાંતરે ઘોર હતાશા વેઠવી પડે. દબાયેલા અરમાન દશગણું વધું જોર કરે છે. નિરાશ મન બોધપાઠ લઈ નિવૃત થવાના બદલે. દશગુણા અરમાનો કરવા મંડી જાય છે! બહુરંગી કલ્પનાઓમાં વિહરતું મન વાસ્તવિકતાના વિષાદને વિસરે છે – આ સારૂ કે ખરાબ, એ તમારે નક્કી કરવાનું છે. ગરજવાનને અક્કલ ન હોય એવી કહેતી છે. જીવને ગાંડી ગરજ સુખની છે. જીવનના તમામ ઉધમાત-ઉત્પાત સુખના અર્થે છે. ગરજમાં ને ગરજમાં જીવ બહાવરો બન્યો છે. – બેહોશ થયો છે. - જ્યાં જે નથી ત્યાંથી તે મેળવવા અમર્યાદ માથાફોડી કરે છે ! Page #137 -------------------------------------------------------------------------- ________________ સાધનાપથ અને આત્મજ્ઞાને ૧૨૮ ગરજ જીવે...લોકમાં ન મળ્યું એ બધુ પરલોકમાં સાંપડી રહે એવી પુણ્યકર્મની પાકી (!) ગોઠવણ કરી લીધી છે. પાગલ થઈ એ પુણ્ય ભેગું કરવામાં મચ્યો છે ! આ પણ કેવળ વાસનાનો જ વિસ્તાર છે. – પુણ્યના મિષે જીવ ગાંડો વાસનાતુર બન્યો છે. કોણ ઉગારે આમાંથી ? સર્વ વાસનાઓથી વિમુક્ત થવાના જ વિમળાશયથી વીતરાગમાર્ગની ઉપાસના કરનારા તો વિરલમાં વિરલ હશે ! બાકી બધા ધર્મ કે પુણ્યના નામે વાસનાનો જ વિસ્તાર વધારી વધારીને ઉલ્ટા વધુ ને વધુ ભારેકર્મી જ બની રહ્યાં છે ! મનના ગાંડપણને ભલીપેરે પિછાણી જાણો – ભાઈ મનની ગાંડી માંગને પિછાણી એ માંગ ન જ પુરવા નિજયી બનો. મનને જો નિપુણ રીતે પિછાણતા શીખશો તો એની પાગલ માંગણીઓને પરવશ નહી બનો. જરૂર પડે છે મનને પૂરી પ્રવિણતાથી પિછાણવાની. મન પાગલ પણ છે અને પામર પણ છે...એની વિકૃતરુચિને પણ પીછાણવી ઘટે. મન સ્વૈરવિહારી બની આપમેળે જે તે અરમાનો કરે છે. સાધકે અંતપ્રજ્ઞા વિકસિત કરીને આ અરમાનોનું નિરીક્ષણપરીક્ષણ અને પરિશોધન કરવાનું છે. સદેવ... મન આત્માને મજબૂર કરવા મથે છે – પોતાની માંગપૂર્તિ અર્થે. બસ ‘અમૂક મૂક મળી જાય તો હું તૃપ્ત થઈ જઈશ' – એવા એ કોલ આપે છે. વાસ્તવમાં કશું ય આપવાથી મન તૃપ્ત બની રહે એ ખ્યાલ જ ભ્રામક છે. તૃપ્તિનો ઉપાય સાવ નીરાળો છે. જઈOS તૃષ્ણા જ જેને રૂચે-જચે છે, એને તૃપ્તિનો સુગમ-સરળ ઉપાય બંધ બેસવાનો નથી. કોઈ પણ મિષે જો મનને સંતોષી બનાવી શકાય – જો કે એ ઘણું દૂર્ઘટ છે. – તૃષ્ણાના તોફાનથી બચાવી શકાય; તો જ મન નિષ્ક્રિય-શાંત બની, આત્માધીન થાય. અહાહા... મન આત્માધીન થાય તો બેડો પાર છે. નીતિ કહે છે કે નાદાન સ્ત્રી માંગે એટલું બધુ પુરુષે નહીં આપવું જોઈએ નાદાન સંતાન માંગે એટલું બધુ જ પિતાએ નહીં આપવું જોઈએ. એમ અનુભવી પુરુષો કહે છે કે મન માંગે એટલું બધુ જ એને પુરૂ પાડવું હિતાવહ નથી. યોગ્ય માંગણી જ પૂરવી ઘટે: અયોગ્ય નહીં. Page #138 -------------------------------------------------------------------------- ________________ ૧૨૯ સાધનાપથ અને આત્મજ્ઞાન એક વાત્સલ્યમયી માતા પોતાના શિશુને સમજાવે, એક વત્સલ પિતા પોતાના નાદાન પુત્રને પ્રેમપૂર્વક સબક શીખવે એમ જે તે માંગતા જ રહેતા લોલુપી મનને સમજાવવા યા સબક શીખવવા મુમુક્ષુજને ઘણી ગંભીર-કાળજી લેવાની છે. ©` કોઈ અભીપ્સિત તરૂણી પોતાને આધીન થાય તો તરૂણહ્રદયને કેટલો આનંદ થાય ? મન વશ થતાં, સાધકને એનાથી પણ કેઈગુણો અધિક આનંદ થાય છે. કારણ મન તો એકવાર સુપેઠે આધીન થયા પછી ભાવી અનંતકાળપર્યંત આધીન જ રહે છે. મોટાભાગના માનવીઓનો ધર્મ – એક ઠગારી આશા-તૃષ્ણાથી વિશેષ કશું નથી. તૃષ્ણાના માઝાહીન વ્યાપને મૂઢ જીવ પ્રાર્થના-ભક્તિ-ધર્મ માની રહ્યો છે. મન વાસના રહિત થવાના બદલે બેમરજાદ વાસનાગ્રસ્ત બની રહે છે – ‘ધર્મ'ના નામે ! ! 707 જૂની આશાઓની વેલો, સફળતારૂપી પાણી ન મળતા મુરઝાતી જાય છે એમ એમ જીવ નવી નવી અગણિત આશાઓ રોપતો જાય છે. બીચારાને ભાન નથી કે એકેય આશા ફળવતી થવાની નથી ! અરે વિકળ મન, તારી ઘેલછા ક્યારે મટશે ? © તૃપ્તિના માર્ગની તલભાર પણ ગમ ન હોય એવા પણ તરંગી જીવો છે; જે પોતાને તત્ત્વત્તા માને છે ! કેવળ કલ્પનાઓના જ પાણી પાઈ પાઈને એમણે તત્ત્વજ્ઞાનની વાડી ખીલવી હોય છે, ને ફળની ભ્રામક આશામાં ને આશામાં જન્મારો ગુમાવી દે છે. 70 કલ્પનાએ કરીને તો જીવો કપરામાં કપરા પુરુષાર્થો કરે છે. એ એના કલ્પનાના સ્વર્ગમાં રાચતામાચતા હોય છે. સ્વર્ગમાં પહોંચી જઈને અપ્સરાઓને આલીંગવાના ઓરતા સેવતા હોય છે ! બીચારા કઠોરમાં કઠોર શ્રમો કરી, દુર્લભ એવો માનવભવ ગુમાવી દે છે. 70 અહીં ત્યાગી થઈને જીવશું તો પરલોકમાં પારાવાર ભોગો ભોગવવા મળશે એવી દુરાશાપૂર્વક પણ દિક્ષા લેનારા અને પાળનારા હોય છે. ત્યાગમાં અને આત્માના અનુરાગમાં કેવો અપૂર્વકોટીનો આનંદ સંવેદાય છે, એની એને ઝાંખી પણ લાધતી નથી, કદીય. Page #139 -------------------------------------------------------------------------- ________________ સાધનાપથ અને આત્મજ્ઞાન ૧૩૦ આત્મિય તૃપ્તિધારા ન પામેલા હોય એ અલબત નિંદાપાત્ર નહીં પરંતુ, કરુણાપાત્ર જ છે. પણ એવી તૃપ્તિધારાની સરવાણી સવેદાણી ન હોય અને એ ઉપદેશક બની જગતને ય મોક્ષમાર્ગ બતાવવા બૂમરાણ મચાવે તો તો નિંદાપાત્ર જ ને? અંદરમાં તૃષ્ણાના ભોરીંગ સળવળતા હોય ને બહારથી બૂમો પાડી પાડી જગતને જિનમાર્ગ દર્શાવવા ચાલી નીકળે એના જેવો આત્મવંચક ને દંભી બીજો કોઈ નથી. આવા દંભી દ્વારા જગતનું જેટલું અહિત થયું છે એટલું અધર્મી દ્વારા પણ થયું નથી. દંભી રાહબરોના દર્શાવ્યા રવાડે ચઢી ચઢીને ધર્મજગત એટલું બધુ ભટકી ગયું છે કે એ જોઈ જ્ઞાની આખા ને આખા દ્રવી જાય છે. દંભી રાહબરોએ મુક્તિ દુર્ગમ્ય અને અત્યંત દુર્લભ બનાવી દીધી છે ને ઉલ્ટા બંધન ઉભા કર્યા છે, પાર વિનાના. હે જીવ! જો તું દંભ ન જ મૂકે તો અમે તને વિનવીએ છીએ કે તું ધર્મક્ષેત્રને મૂકી દેજે. એથી તને ઘણું ઓછું નુકશાન થશે. દિલમાં દંભ ધરીને દેખાડો કરવા ધર્મ કરવો એ કરતાં ઘણુ બહેતર છે કે સરળપણે નાસ્તિકમાં ખપીને જીવવું... આત્મોન્નતિના પાવનપંથમાં મોટામાં મોટી બાધા કરનાર હોય તો તે દંભ જ છે. એની તુલનામાં બીજા બધા દુષણો અલ્પ હાનીકર છે. આત્મોન્નતિ તો એથી સધાતી નથી પણ, આત્માની બેહદ અવનતિ થાય છે. - માટે પહેલો ત્યાગ દંભનો: બીજા ત્યાગો એ પછી... દેખાડા ખાતર બીજું કશું કરવું હોય તો તમે જાણો – પણ, દેખાડા ખાતર ધર્મ કદીયેય ન કરજો. નિર્ભિકપણે જગતને કહેજો કે હું હજું સાચો ધર્મી નથી...મને રંગરાગ રૂચે છે...હજું વિશુદ્ધ ધ્યાન હું ધ્યાવી શકતો નથી...આત્મમસ્તી મારામાં ઉગી નથી, ઇત્યાદિ. અહાહા! સરળપણે પોતાનો ધર્મી ન હોવાનો એકરાર એ ખરી ધર્મચિની નિશાની છે, બહુ સુપાત્ર આત્મા જ એવો એકરાર કરી શકે છે. પોતે હજું વાસ્તવાર્થમાં ધર્મી નથી એવું મનથી માનવા પણ કાયર જીવો સમર્થ નથી. – ખરા ધર્મવીર જ એવું માની શકે છે. Page #140 -------------------------------------------------------------------------- ________________ ૧૩૧ સાધનાપથ અને આત્મજ્ઞાન તમે નહીં માનો – પણ – ધરતીમાતાને ઉઘાડા પાપીઓનો ભાર નથી સાલતો એટલો ભાર દંભી ધર્મીઓનો સાલે છે. અરે જીવો ! દંભી થવાના કારણે જ આપણી મુક્તિ આટલી દુર્ગમ અને દૂર થઈ ચૂકી છે...એમ નિઃસંદેહ જાણો, આથી વિશેષ કેટલું કહીએ ? ભાઈ ! જીવનમાંથી જો નિર્મળ કરી શકાય તો દંભને અખીલ જીવનમાંથી નિર્મળ કરી દેવા જેવો છે. ગમે તે ભોગે પણ નિર્દભ જીવન જીવાશે તો સરવાળે એ મહાલાભનું જ કારણ બની રહેશે...જીવન ઘણું હળવું ફૂલ જેવું ને પ્રસન્ન અવશ્ય બનશે. સાચે જ દંભ જેવો કોઈ દુર્ગુણ નથી અને સરળતા સમો કોઈ સદ્ગુણ નથી. સરળતા વિશે આગળ ઘણું કહેશું સરળતા એ સાધકજીવનનો સર્વથી મહાન ગુણ છે. સરળતા છે ત્યાં સિદ્ધિ ઘણી સમીપ છે. સરળતા એ તો પાયાની પાત્રતા છે. અહાહા...ગાફેલપણામાં તો અનંતકાળ વીત્યો...જીવ, એકવાર તો સુપેરે જાગૃત થા. તારા દીદાર ફરી જશે. એવી અપૂર્વ રૂડી આત્મદશા થશે કે તું દુર્લભતોષને પામી કૃતાર્થ થઈ જઈશ. જાગૃત રહેવાના શ્રમનું ફળ અનેકગણું અધિક દેખી તું ભાવવિભોર થઈ શકીશ. ભોગપરસ્ત જીવન જીવવામાં... ક્ષણમાં તમે આકાશે વિહરી, પાછા ક્ષણમાં જ ઊંડી ખીણમાં પટકાય જાઓ. – ક્ષણ પહેલાં જ્યોતિર્મય જેવો ભાસતો રાહ, ક્ષણમાં જ કાતીલ અંધારાથી છવાય રહે. – હર્ષોન્માદ ક્ષણમાં જ હતાશામાં પરિણમી જાય. યોગના માર્ગમાં એવો હર્ષોન્માદ નથી, પણ ત્યાં ક્ષણક્ષણમાં આશા-હતાશાના હૂમલા પણ નથી. ધ્રુવસીખની ધારા છે - સ્થિર સુખનો અખ્ખલિત ભોગવટો છે. ભોગના માર્ગ જેવી અવનતિનો ભય નામ સુદ્ધાં આ માર્ગમાં નથી. જDS જે ક્ષણિક ભોગની ભરમાર પાછળ દુઃખ અનાયાસ આવી આવીને ઉભું રહી જ જતું હોય એવા સુખને જ્ઞાનીઓ ‘સુખ' કહેતા જ નથી. અલ્ય લાભની પછવાડે અધિક હાની હોય એને ઉપલબ્ધિ કોણ વિબુધજન કહે ? Page #141 -------------------------------------------------------------------------- ________________ સાધનાપથ અને આત્મજ્ઞાન ૧૩૨. ભોગના માર્ગે મણ સુખ લેવા જતાં ટન દુઃખ વળગી જ જાય એવી વિડંબના છે. આવા ધોખાબાજ સંસારનો વિશ્વાસ કરનારા હરકોઈ ધુર ધુરૂ રડ્યા વિના રહ્યા નથી. હસાવતો સંસાર કઈ પળે ફલાવતો બની જાય એ કહેવાય એવું નથી. ત્યાગની નિરંતર વાતો કરતાં રહેવી ને અંતરથી મૂછ છોડવાના બદલે સંસારને સજ્જડતાથી પકડતા જ જવું એવી ફાવટ જીવને જચે છે. પરંતુ અવસર વીત્યા બાદ અનહદ પસ્તાવાનું છે – પછી પસ્તાયાથી વળશે શું? કંઈ નહીં. ભેખ ગૃહસ્થનો છે કે ત્યાગીનો છે એ કુદરત જોતી નથી. ભીતરમાં મૂછ પ્રજ્જવળે છે કે મૂછ મંદ કરી છે? એ જ લક્ષનીય છે. મૂછ માત્ર ઉતારી નાખવા જે તત્પર છે એ જ ત્યાગી છે – બીજા કોઈ પરમાર્થથી ત્યાગી નથી. નિષ્ઠાવાન સાધકો મન-વચન-કાયાના ઉત્તમ સંયમી હોય છે. મન પણ સંયમી હોવાના કારણે મુખમાં રામ અને મનમાં કામ એવી દશા એમની હોતી નથી. અંતરથી એ ત્યાગી હોય છે – ને – બાહ્યાંતર નિગ્રંથ થવા સમુત્સુક હોય છે. ઉત્તમ સંયમવાન સાધકો કોઈ નિરર્થક વૃત્તિમાં મનને પરોવાવા દેતા નથી. નિરર્થક કોઈ વિષયમાં માથું મારતા નથી: નિરર્થક એક અક્ષર પણ બોલવા રાજી નથીઃ કાયાની પણ કોઈ નાની-મોટી ચેષ્ટા નિરર્થક કરવામાં માનતા નથી. ભાઈ ! મન-વચન-કાયાના ઉત્તમ સંયમ માટે આત્મધ્યાનની અસીમ આવશ્યકતા છે. સતત જાગૃત અને અસ્મલિતભાવે આત્મસ્મરણમાં રહેવાય તો સ્વાભાવિક સંયમ ઉદ્દભવીત થાય છે. આવા સંયમ વિના, ત્યાગ બોજારૂપ બને છે. ઉચ્ચકક્ષાના સાધકને કદીક પ્રમાદવશ થોડી પણ પામરતા રહે તો એનું અંત:કરણ અવશ્ય ખિન્ન થાય છે. ચિત્તપરિણતિની ચંચળતા એને લેશ પણ સુહાતી નથી. નિશદિન નવા નવા આત્મવિકાસ વિના એને જંપ વળતો નથી. Page #142 -------------------------------------------------------------------------- ________________ ૧૩૩ સાધનાપથ અને આત્મજ્ઞાન સાધકને જો આત્મસ્મરણ સતેજ ન હોય તો સ્વભાવતઃ જવિષાદ રહે છે. આ આધ્યાત્મિક વેદના છે. સાધકે સમભાવથી આવી વેદના વેઠવી પડે છે. બાકી બીજી કોઈ દુન્યવી વેદના, સાધકને એવો પજવી શકતી નથી. 70 સાધક ઉદાસીનતાથી ગભરાતો નથીઃ ઉલ્ટુ ઉદાસીનતા તો એને સખીતુલ્ય ભાસે છે. સાધકને ઉન્માદ પસંદ નથીઃ ઉદાસીનતા પ્યારી છે. ઉદાસીનતા એને અંતરથી તો સુખદાયી ભાસે છે. અંતર્મુખ બનાવતો એવો અધ્યાત્મિક-વિષાદ એને વહાલો લાગે છે. 70 જરાક આત્મસ્મરણ ઝાંખુ પડે કે સાધક ઘેરા ગમથી ઘેરાઈ જાય છે. વિરહિણીને જેમ એકાંત-મૌન અને પીયુનું ધ્યાન રુચે એમ સાધકને એકાંત-મૌન અને અંતરયામીનું ધ્યાન જ રુચે છે. બાકી તમામ વિલાસો એને વિષતુલ્ય અરોચક ભાસે છે. 70 અધ્યાત્મિક-વિષાદથી ઘેરાયેલો સાધક ‘અલગારી' હોય છે. – એને સહુથી અલગ રહેવું જ ગમે છે. કોઈનો પણ પરિચય એને સુહાતો નથી. સ્વભાવિક છે કે અંદરમાં જ ગહેરા વસવું જેને અત્યંત રુચિકર ભાસતું હોય એને બહાર આવવું કેમ પસંદ હોય ? 70 વસમી પણ આધ્યાત્મિક વેદનામાં રહેવું સારું છે પણ, સંવેદનજડ રહેવું સારું નથી. પામરપણે ચેનથી જીવવા કરતાં પ્રાજ્ઞપણે આધ્યાત્મિક વેદનામાં જીવવું ઘણું બહેતર છે. જે ગહન આત્મિકવેદના સહી જાણે છે એ જ ભવ્ય આત્મોત્થાનનો અધિકારી છે. 70 ભાઈ ! આત્મોત્થાન એ કોઈ નાની-મા'ના ખેલ નથી. સત્યના જન્મ માટે ક્યારેક ગહેરી પ્રસવવેદનામાંથી ગુજરવું પડે છે. ક્યારેક ક્યારેક તો વિરહનું વસમામાં વસમું દુઃખ પણ સમતાભાવે સહી લેવું પડે છે. આધ્યાત્મિક આનંદ કે વિષાદ સહેવા પણ પાત્રતા જોઈએ છે. 0 સાધકને સ્વકાર્યમાં આવતી તેજી-મંદીથી અનુત્તેજિત રહેવા ભલામણ છે. ચિત્ત સર્વ હાલતમાં સ્થિરઠરેલું રાખવા અને આધ્યાત્મિક વેદના પણ, ખૂબ ઠરેલ ચિત્તે વેઠી લેવા ભલામણ છે. વેદના સંપૂર્ણતાથી વેદાય તો અકલ્પનીય વિકાસ સધાય છે. Page #143 -------------------------------------------------------------------------- ________________ સાધનાપથ અને આત્મજ્ઞાન ૧૩૪ આત્માનું દર્દ એ કેવું ગહેરૂં દર્દ છે ને કેવી અદ્વિતિય ગુણમત્તાવાળું દર્દ છે એનો અવગાઢ પરિચય વિરલ સાધકોને જ હોય છે...એ દર્દ વેઠી જાણનારા, ખરેખરા વીર પુરુષો છે. એવી વીરતા અને ધીરતાનો જગતમાં જોટો નથી. બુદ્ધપુરુષોનું અંતઃકરણ દર્પણ જેવું નિર્લેપ હોય છે – દર્પણમાં બધી જાતના સારા કે નરસા પ્રતિબિંબ પડે છે. પણ દર્પણ એની ચીરસ્થાયી કોઈ અસર ઝીલતું નથી. પદાર્થમાંથી દર્પણમાં કશું સંચીત થતું નથી. એવું જ જ્ઞાનીના અંતઃકરણનું પણ છે. દર્પણ માફક જ્ઞાનીનું જ્ઞાન જાણે છે બધું જ – કશું જાણવાની એ ના કહેતું નથી. સ્વાભાવિક બધુ એ જાણતું રહે છે. પણ દર્પણમાં જેમ કોઈ છાપ ઉઠતી નથી એમ, જ્ઞાનીના જ્ઞાનમાં પણ જગતનું પ્રતિબિંબ પુરેપુરું પડે છે – છતાં કોઈ છાપ એ જ્ઞાન સંગ્રહનું નથી. સુંદર વસ્તુનું પ્રતિબિંબ ઝીલવાથી દર્પણ વધુ સારો બની જતો નથી કે મલીન વસ્તુનું પ્રતિબિંબ ઝીલવાથી દર્પણ લેશ મલીન થઈ જતો નથી. એમ જ્ઞાનીના જ્ઞાનમાં જણાય આવે બધુ, પણ જ્ઞાની તો એથી ન્યારા-નિર્લેપ-નિર્વિકાર અને નિજાનંદ મગ્ન રહે છે. એવું છે કે આત્માથી નિસ્બત જામે ત્યારે એની જગતથી નિસ્બત આપોઆપ પરવારી જાય છે. આત્માથી નિસ્બત પરમ અવગાઢ જામે ત્યારે સહજ જ દર્પણ જેવી નિર્વિકારતા પેદા થાય છે – જગતને એ ‘દર્પણ જેમ' શુદ્ધ સાક્ષીભાવથી નિહાળતો થાય છે. જગતથી જરાય નિસ્બત કે નાતો ન રહે ત્યારે કેવી અભંગ આત્મરણતા પેદા થાય છેએ માત્ર એવા આત્માનુભવી જ જાણે છે. આત્મરમણતાનો અલૌકિક આસ્વાદ લઈ ચૂકેલ ચેતના, એક ક્ષણાર્ધ માટે પણ એ આસ્વાદ ચૂકવા રાજી નથી. આ અખંડપણે આત્મરમણતાનું સંવેદાવું એ જ સાધુપણું છે. “ભવોદાસીનતા' તો એનું સહજ પરિણામ છે. આત્મરમણતાથી જે સહજ સાધુતા નિખરે છે એ સાધકને સાવ હળવો ફૂલ જેવો બનાવી દે છે. પાળવી નથી પડતી – સાધુતા સહજ પળાય જાય છે. Page #144 -------------------------------------------------------------------------- ________________ સાધનાપથ અને આત્મજ્ઞાન સાચા સાધુપુરુષને આત્મરમણતામાં એક ક્ષણનો પણ વિક્ષેપ પાલવતો નથી. આથી જ એ ૫૨મ નિવૃત્ત થઈ – પરમ નિઃસંગ થઈ – એકાંત, મૌન અને ધ્યાનમાં ડૂબી જાય છે. અહાહા ! આ કેવી સહજ ધ્યાનનિમગ્નતા છે એ માત્ર અનુભવી જ જાણે છે. ૧૩૫ ©` અહો ! જેને પણ એવી પરમાવગાઢ આત્મરમણતા માણવી હોય એને વિક્ષેપથી બચવા વિશ્વવિસારણા તો કરવી જ ઘટે... જો કે આત્મરમણતા જામતા જ વિશ્વની વિસારણા સહજ જ સંભવી જાય છે. આ સહજ સમાધિનો અનન્ય ઉપાય છે. વિશ્વ સમસ્તને વિસરી જવું. 70રૂ આત્મપરક દૃષ્ટિ થવામાં અને એવી દષ્ટિ બની રહેવામાં, ઉદાસીનતાનો ફાળો કેટલો અમાપ છે એ સુપેઠે જાણનાર સાધક ઉદાસીનતાને એક ક્ષણ પણ અળગી રાખતો નથી. અનંતા જ્ઞાનીઓએ ઉદાસીનતામાં અનંતુ શ્રેયઃ નિહાળ્યું છે. 700 આત્મદેવ એવા અનૂઠા સ્વામી છે કે ચેતનાની અન્યત્ર રતી એ લેશ સાંખી શકતા નથી. ચેતના ચૈતન્યને છોડી જરાપણ અન્યત્ર ક્યાંય રુચિ કરે કે તુરત આત્મદેવ રિસાય જાય છે. માટે અન્યત્ર સર્વત્ર ઉદાસીનવૃત્તિ જ આદરણીય છે. 0 ઉદાસીનતા એટલે હર્ષ અને શોક બંનેથી પાર ઉઠેલી ચેતનાની સ્થિતિ. ઉદાસીનતા એટલે રાગ અને દ્વેષ ઉભયથી પાર ઉઠેલી અંતરદશા. જ્યાં ઉદાસીનતા છે ત્યાં સહજ આત્મરમણતા છે. અને જ્યાં સહજ આત્મરમણતા છે ત્યાં રૂડી ઉદાસીનતા છે. © કાલે જેવા ભાવતરંગ ચિત્તમાં ઉઠ્યા હતા એવા જ ભાવતરંગ આજે ઉભવાવવા મથનારો અજ્ઞ છે...થોડા જ સમયમાં સઘળા ભાવો પરિવર્તિત થઈ રહે છે – એને પકડી કોણ રાખી શકે ? પકડી રાખવા મથનાર કેવળ પર્યાકૂળતા જ પામે છે. 70 સતત પરિવર્તનશીલ સંસારમાં કોઈ ભાવ સ્થાયી નથી એમ સમજી સર્વભાવોથી ન્યારો, નિર્લેપ રહેનાર સંતાપથી બચી જાય. છે – અને – કોઈપણ ભાવને વળગીને પકડી રાખવા મથનાર અવારનવાર પરિતાપને જ પામી રહે છે. Page #145 -------------------------------------------------------------------------- ________________ સાધનાપથ અને આત્મજ્ઞાન ૧૩૬ પોતાનું ભાવાતીત અસલી સ્વરૂપ એક ક્ષણ પણ વિસરવા લાયક નથી. કોઈપણ ભાવ સાથે ચોંટવું નહીં – આસક્ત થવું નહીં. સર્વ ભાવોથી પાર એવા શૂન્યચિત્તમાં વસવામાં જે નિરાકૂળતા છે – જે નિજાનંદની મસ્તી છે – એ કોઈ ભાવવિશેષમાં નથી. ભાઈ? ગમે તેવી પણ ભાવવિભોર અવસ્થા એ વિશિષ્ટભાવ છે. – એ શાશ્વત એવો સહજ સ્વભાવ નથી. ચિત્તની નિસ્તરંગ અવસ્થા એ શુદ્ધ સ્વભાવ છે. ભાવવિભોરતા આવે ને જાય...સાધકે તો નિરંગ શુદ્ધ સ્વભાવની જ રતી રાખવી ઘટે છે. ઘણી મહાન વાત છે આ. અસ્થિર ભાવોને પકડી રાખવા લાખ પ્રયત્ન કરીશ તો ય અસ્થિર, હાથમાંથી છૂટી જવાનું છે તે નિયમથી છૂટી જવાનું છે. એના આશ્રયે ચીરસ્થાયી સુખ-ચેન કલ્પેલ હશે તો નિયમથી હંમેશ પસ્તાવાનું જ રહેશે. આશ્રય તો કરવા યોગ્ય છે માત્ર ધ્રુવસ્વરૂપનો... બધા રંજન મનોરંજનના ખ્યાલ અને ખ્વાબ ત્યજીને, એક નિરંજનનું લક્ષ અને તેનો જ આશરો ગ્રહણ કરવા યોગ્ય છે, નિરાગતા આત્માનો સ્વભાવ છે. સ્વભાવને પીછાણી સ્વભાવમાં પ્રચૂરપણે કરવું એ જ તમામ તત્ત્વજ્ઞોનો સાર-બોધ છે. ઝાઝું શું કહીએ ? પોતાને પ્રિય લાગે છે તે વસ્તુ વસ્તુતઃ પ્રિયંકર છે કે માત્ર પરાપૂર્વના અધ્યાસથી જ એ પ્રિય લાગે છે? ભાઈ ! આ જીવમાં અનાદિથી જતભાતના પ્રબળ સંસ્કારો દઢ થયેલા છે. એ સંસ્કારોના કારણે પણ પદાર્થમાં રતી-પ્રીતિ થયા કરે છે. એક દિવસ જે પ્રિય લાગે એ જ બીજા દિવસે અપ્રિય લાગે ને એકવેળા જે અપ્રિય ભાસે એ જ બીજી વેળાએ પ્રિય ભાસે...ભાઈ પ્રિય કે અપ્રિય જેવું વસ્તુમાં કાંઈ છે જ નહીં. છતાં આપણને ભાસે છે એ આપણા જ મનના આરોપણના કારણે ભાસે છે. આત્માનું અનંત હીત સાધવા તત્પર થયેલ સાધકે કોઈપણ વસ્તુમાં પ્રિય કે અપ્રિય એવી મહોર લગાવવાની નથી. વસ્તુ માત્ર વસ્તુ છે. પ્રિય કે અપ્રિય કશું નથી. પ્રિય-અપ્રિયપણાનો મિથ્યા ખ્યાલ છૂટશે તો જ શ્રેયના માર્ગે જવાનો અવકાશ થશે. 13. ઈ. SS SSSSSSSSSSSSSSSSSS DETJTBHસમસESTITUTES: Page #146 -------------------------------------------------------------------------- ________________ ૧૩૭ સાધનાપથ અને આત્મજ્ઞાન વજુના વ્યામોહમાંથી એમ જ મુક્ત થવાતું નથી તથ્ય ગવેજવું પડે છે. મનને તથ્ય સમજાવવું પડે છે. વસ્તુ માત્રમાં નિઃસારતા લાગે ત્યારે જ. એનો વ્યામોહ છૂટે છે. ભૂતકાળમાં વસ્તુને આપી દીધેલ ખોટું મૂલ્ય તોડવા, તથ્ય ગવેષીને, ગહન ચિંતન કરવું પડે છે. ભાઈ મિથ્યા મોહને નિવારવા તારે વસ્તુનું યથાર્થ મૂલ્યાંકન નવેસરથી કરવું પડશે. પોતાને જે જે વસ્તુ કિંમતી ભાસે છે એની યથાર્થ કિંમત કેટલી એ ગંભીરપણે ગજવું પડે છે. ગંભીર ગવેષણા થાય ત્યારે જ ભાન આવે કે પથ્થરના ચમકતા ટૂકડાને ભ્રમથી રત્નો માની લીધેલા. જઈON વસ્તુનું મૂલ્ય નિર્ણત કરવા એક કુશળ વૈજ્ઞાનિકની માફક ખંતથી પ્રયત્નો કરવા પડે છે. અધીર કે ઉછાંછળા સાધકનું આમાં કામ નથી. સંશોધન જોગ સંયમ, સજાગતા અને શિસ્ત રાખવા પડે છે. વસ્તુનું વાસ્તવઃ મૂલ્ય સમજાય તો જ સ્વભાવિક વિરાગ સ્વતઃ ઘટીત થાય. મંથન.મંથન... મથામણો કરી કરીને મનને મનાવવું પડે છે કે તું જે સ્ત્રી, પુત્ર, ધનાદિને મૂલ્યવાન માની મોહિત થઈ રહ્યો છે – એનું મૂલ્ય તે માની લીધું એટલું નથી. ઉસ્, એ બધા તારા આત્માના ‘અમૂલ્ય વૈભવ-એશ્વર્યને જાણવા – માણવા દેતા નથી. મોટાભાગના જીવો તો મમતાના કારણે મૂલ્યાંકન બદલવા જ તત્પર નથી ! એમનો ગાઢ મોહ ક્ષીણ કેમ કરી થાય ? ભ્રાંતિ જ જેને રુચે જચે છે એ સત્ય પામવા અધિકારી નથી. જૂઠ જેને નિર્મમભાવે છેદી નાખવું છે એ જ એ સત્ય પામી-પચાવી એમાં તન્મય થઈ શકે છે. કેટલાક સત્યને પામવા...કેટલાક અસત્યને છેદવા, આત્માએ છેક નિર્મમ બની કામ કરવું પડે છે. અસત્યનો અનુરાગ ન છોડી શકે તો એ સત્યનો ખરો આશક જ નથી. જેના દિલમાં સત્યની પ્રતિષ્ઠા છે એને અસત્ય કેમ ભાવી-ફાવી શકે ? ન જ ભાવે. સત્યની ઉપલબ્ધિ એ તો શીર સાટે માલ લેવાનો છે. ક્યારેક પ્રિયનો પરિહાર પણ પ્રસન્નતાપૂર્વક કરી શકે ને અપ્રિયને પણ પ્રિય બનાવી શકે એવા સત્વશીલ જીવો જ સત્યની પૂર્ણ ઉપલબ્ધિ કરી શકે છે...ને અનંતશ્રેયનો ઉપહાર પામી શકે છે. Page #147 -------------------------------------------------------------------------- ________________ સાધનાપથ અને આત્મજ્ઞાન ૧૩૮ હે મુગ્ધ માનવી તું પ્રસન્ન રહેતો હોય તો એ તારી ગુણમત્તા છે. પણ તારી પ્રસન્ન મનોદશા તો કાળના પ્રવાહમાં અચૂક ક્ષીણ થઈ જવાની છે. ચીરસ્થાયી-શાશ્વત ચિત્તપ્રસન્નતાના રાહની તને ગતાગમ નથી. ભાઈ ! એ અર્થે તો ઉત્કૃષ્ટ સ્વરૂપ સાધના સાધવી રહે છે. શાશ્વતના ઉપાસક અમને ક્ષણિક સુખ કે ક્ષણિક પ્રસન્નતામાં ખાસ રસ નથી. પ્રાજ્ઞ કરે તો નિત્યસુખ' તલાસવું ઘટે. ખોજે એને ખચિત મળે છે...ભાઈ અચૂક મળે જ છે. એકવાર લાધ્યા પછી અનંતકાળ અળગું ન થાય એવું સુખ ખોજવા યત્ન કરવો ઘટે. જે ક્ષણિક છે એ ગમે તેટલું લોભાવનારું હોય તો પણ, યોગીજને એમાં રાચતા નથી. આજે હસાવે છે ને કાલ રડાવે એવા ક્ષણિક સુખમાં વિવેકીનર તો કોઈ રાચે નહીં જ. યોગી સદા જાગૃત રહી – ક્ષણિક સુખના પ્રલોભનોથી બચીને – શાશ્વતમાં જ રાચે છે. ધન, કીર્તિ રૂપ, યૌવન બધુ અનિત્ય છે – આભાસી છે – આત્મભાન ભૂલાવનાર છે. સંયોગમાં ક્ષણભર સુખ લેવા જતાં વિયોગમાં દીર્ધકાળપર્યત દુઃખીત રહેવાના વારા આવે છે. અને ભાઈ સંયોગો તો અચૂક પરિવર્તનશીલ રહેવાના જ? માટે અનિત્યમાં પ્રથમથી જ રાચવું નહીં. અહાહા....! અનંતકાળની સુદીર્ઘ યાત્રામાં આ જીવે બધા જ સંયોગો અનંતવાર મેળવ્યા છે. આ જીવ અનંતવાર સંયોગોના અનુરાગમાં ગળાડૂબ હૂળ્યો છે અને સંયોગો ચાલ્યા જતાં અનંતવાર હૈયાફાટ રડ્યો પણ છે. કાશ, હજુયે ચેતવું નથી ? સંયોગો હો તો ભલે હો – પરંતુ એને શાશ્વત સમજી મસ્તાન થઈ જવું ઉચિત નથી. ‘આ સંયોગો આજે છે.કાલે ન પણ હોય' એવું ભાન જાગતું રાખવું જોઈએ. સમજીને જ બેસવું ઘટે કે આ સદાકાળ ટકવાનું નથી – એક દિન અવશ્ય જવાનું છે. સામાન્ય સમજણ અને વિશદ સમજણમાં મોટો ફરક છે. સામાન્ય સમજણ અન્ય કોઈ અવલંબન તારા સાંપડે છે...જ્યારે વિશદ સમજણ બહારથી નથી સાંપડતી. એ તો વરસોના ગહન અભ્યાસ અને અનુભવ પશ્વાત પાંગરે છે, અંતરમાંથી. Page #148 -------------------------------------------------------------------------- ________________ ૧૩૯ સાધનાપથ અને આત્મજ્ઞાન સવાંચન કે સન્નવણથી સાંપડેલ સમજણ અનુભવગત તથ્ય બનતા લાંબો સમય લાગે છે. અનુભવથી સમ્મત થયેલ સત્યો જ આત્માની ઉન્નત દશા ખીલવવામાં પરમ સહાયક બને છે... અનુભવજ્ઞાનનો મહિમા અપરિમેય છે. જOS અનુભવજ્ઞાન ધરાવનારની ખુમારી કોઈ ઓર જ હોય છે. રાજરાજેશ્વરની ખુમારી પણ એની પાસે ઝાંખી પડે છે. અનુભવજ્ઞાની નિર્ભય હોય છે. કોઈ કરતાં કોઈ ભયો એને ડામાડોળ કરી શકતા નથી. એનું જ્ઞાન નિ:શંક નિર્ણયવાન હોય છે. – પરમ સમર્થ હોય છે. યુવાની પાછળ જરાવસ્થા, બળ પાછળ નિર્બળદશા, આરોગ્ય પાછળ રોગ-શોક, એમ એક એક ઇષ્ટ પાછળ અનિષ્ટ છૂપાઈને રહેલ જ છે. સુખ લેવા અવતાર ધરીશ પણ સિક્કાની બીજી બાજું જેમ જદુઃખ પણ એટલા જ વળગવાના છે. ખૂબ શોચનીય હકીકત છે આ. દૂરથી ડુંગરા રળીયામણા – એમ જીવને પોતાની પ્રવર્તમાન અવસ્થામાંથી બીજી બીજી અવસ્થાઓમાં રળીયામણું ભાસે છે. પ્રાપ્ત અવસ્થામાં જીવ ક્યારેય કર્યો નથી ! બેહોશીમાં બીજી બીજી અવસ્થાઓ વાંછે છે. – પણ એમ સુખી કદીય થવાનો છે ? નહીં. આ નહી, બીજી અમુક તમુક અવસ્થામાં આવું તો હું સુખી થઈ જઈશ – એવી વિભ્રાંતિવશ જીવ નવા નવા અવતારો ધર્યા કરે છે. હરામ જો કોઈ અવતારે ય સુખી થતો હોય તો. બધા અવતાર અનંતવાર કરી ચૂક્યો તો ય હજું સુખી થયો નથી ! કોઈ અવતાર વિશેષમાં એવું નોંધપાત્ર સુખ છે જ નહીં. સુખ તો અંતરાત્માની ગહરી સમજણમાં છે. બીજે ક્યાંય સુખ દેખાતું હોય તો એ નિષે આભાસ છે. – ભ્રમણા છે. સુખ આત્માનો સહજ ધર્મ છે. - બાકી કોઈ સ્થિતિ-સંજોગ સુખના ખાસ કારણ નથી. હે જીવ! અનંતાજ્ઞાનીઓનું આ અનુભૂત સત્ય છે કે સુખ તો સહજા—દશામાં જ છે. જીવ, તું વધુ ને વધુ સહજા—સ્થિતિમાં રહેવાનો મહાવરો પાડ. – બાકી તમામ સંયોગોથી શક્ય એટલો વધુ અલિપ્ત રહેતા શીખ. આ જ સુખી થવાનો અનન્ય ઉપાય છે. Page #149 -------------------------------------------------------------------------- ________________ સાધનાપથ અને આત્મજ્ઞાન ૧૪૦ સહજાત્મભાવમાં રહેવું એટલે શક્ય ત્યાં સુધી ક્યાંય ઉત્સુક ન થવું. કશાથી બહુ ઉત્તેજિત ન થવું શક્યતઃ કોઈ કરતાં કોઈ વિષયમાં માથું ન મારવું કાર્યવશાત્ કશામાં ભળવું થાય તો પણ ઉપર ઉપરથી ભળી, વળી ઝટ છૂટા થઈ, આત્મસ્મરણમાં લાગી જવું. સાધકે તીવ્ર હર્ષ-શોકમાં કદી આવવું નહીં. સારો ય સંસાર ગલત છે એમ જાણી એના અવનવા તમામ રંગોમાં રંગાયા વિનાના રહેવું. બધું ગલત છે – બધું તુચ્છ છે. એક માત્ર આત્મધ્યાન જ સત્ય છે. એમાં તલ્લીન રહેવું. બસ એ જ કરણીય છે. પોતાની આકુળતાનું ખરૂં કારણ જીવ જાણતો નથી – પણ સુક્ષ્મ વિચારપૂર્વક પ્રયત્ન કરે તો સમજાય કે નિજ સહજસ્વરૂપનું ભાન વિસરાયું છે એ જ મહામુંઝવણનું મૂળ કારણ છે. – બાકી કોઈ કારણ નથી. બાહ્ય આધિ-વ્યાધિ-ઉપાધિ પણ વસ્તુતઃ આકુળતાનું કારણ નથી. હે જીવ! જ્યારે પણ તું મુંઝારો કે વ્યાકુળતા વેઠવા મંડે ત્યારે નિજે માનજે કે તને તારા સહજ આત્મસ્વરૂપનું વિસ્મરણ થવા પામેલ છે. એ સિવાય કોઈ કારણ નથી. બસ સ્વરૂપ સ્મરણ તાજું કરવા એકાગ્રચિત્ત થા...તમામ મુંઝવણ દૂર થઈ રહેશે. ચિત્તની વિષમસ્થિતિમાંથી... આત્માની સહજસ્થિતિમાં આવતા અલબત થોડો સમય પણ લાગી શકે ધીરજ અને સમતા રાખી સ્વરૂપ અભિમુખ થવા લક્ષ કરવું. પુનઃ કદીય એવી વિષમસ્થિતિ ન જોઈતી હોય તો સ્વરૂપ વિસ્મરણ થવા જ ન દેવું. ભાઈ ! સ્વરૂપનું વિસ્મરણ તારા જ પ્રમાદથી થયું છે. હવે સ્વરૂપાનુસંધાન સાધવા થોડી પ્રતીક્ષા પણ કરવી રહી. ગહન પ્રતીક્ષાવંત રહેનારને ગહેરાઈ મુજબ પુનઃ પરમતત્ત્વનું એવું પ્રગાઢ સાંનિધ્ય મળી જ રહે છે...ગહન ગાઢ પ્રતીક્ષા જોઈએ. અહાહા.પરમતત્ત્વના સંમિલન કાજેની ગહન પ્રતીક્ષા પણ કેવી મધુરી છે. એ પ્રતીક્ષામાં પરોવાતા સંસારના તમામ પાર્થિવ-ભાવો વિસરાઈ જાય છે. એ જ પ્રતીક્ષામાં ચિત્ત નિઃસ્તબ્ધ બની જાય છે ને સહજ ધ્યાન જામી જાય છે. Page #150 -------------------------------------------------------------------------- ________________ સાધનાપથ અને આત્મજ્ઞાન સ્વરૂપાનુસંધાન સાધવાની કળા હસ્તગત કર્યા પછી ઝાઝી પ્રતીક્ષા કરવી પડતી નથી. પ્રતીક્ષામાં પરોવાઈને મન સ્તબ્ધ થયું નથી ને સ્વરૂપાનુસંધાન જામી જાય છે. પ્રાયઃ તો અનુસંધાન તૂટવા જ પામતું નથી. ૧૪૧ 70 નેકદિલીથી સત્યને આરાધનારો આત્મા કદાચ કોઈ કારણવશાત સત્યથી વીખુટો પડી જાય તો નિસર્ગના બધા પરિબળો એને પુનઃ સત્યમાં પ્રતિષ્ઠીત કરવા કાર્યરત બની રહે છે...સાચી નિષ્ઠા સાથે કુદરત બંધાયેલી છે. 0 સત્નો સંગાથ સુપેરે માણ્યા પછી એના વિજોગમાં જીવવાનું નામુમકીન બની જાય છે. પાણી વિના કે પ્રાણવાયુ વિના કદાચેય જીવાય, પણ સત્ની અનુભૂતિ વિના જીવવું એ મોત કરતાંય વધુ વસમું થઈ જાય છે. 0 નાથ ! હું ગમે તેવા આઘાત-પ્રત્યાધાત સહન કરવા તત્પર છું. ગમે તેવા દુઃખો પણ સહન કરવા તૈયાર છું. ગમના દરિયામાં ડૂબી જવા પણ તૈયાર છું. ધગધગતા આંસુ સારવા પડે એવી વીતક વેઠવાય તૈયાર છું – જો એમ કેમેય ‘આત્મજાગૃતિ આવતી હોય. 70 કોઈપણ મૂલ્ય ચૂકવીને હું સત્યને હું આત્મસાત્ કરવા માંગુ છું. ચાહે તે ભોગ આપવો પડે હું તૈયાર છું. સત્ય વિના જીવવું મુનાસિબ નથી. આખી મારી જીવનશૈલી બદલાય જતી હો તો બદલાય જાવઃ હવે હું સત્ય ખાતર ભેખ લઈ ભમવા માંગુ છું. 70T અનંતકાળથી... આ જીવ સત્ત્ની નિઃસીમ અવગણના કરતો આવ્યો છે. સત્પુરૂષનો સમાગમ મળ્યા છતાં આ જીવે સત્નો આદર કર્યો નથી – અરે, સત્ની પીછાણ સુદ્ધાં કરી નથી...આનાથી મોટું પાપ બીજું ક્યું હોઈ શકે ? આ જ ઘોર પાપ છે. ©` જીવ ! હવે તો સત્ત્નો આદર કર... એ વિના તારા દુ:ખ કોઈ ભાંજી શકે એમ નથી. સત્નો સવેળા આદર કર એ જ ઉપાય છે. ખોવાયેલી અનંત રસમસ્તી પુનઃ મેળવવી હોય તો અંતર્મુખ થઈ જા અને પરમલીનતાથી સત્ની ઉપાસના કર...સની ઉપાસના કર. Page #151 -------------------------------------------------------------------------- ________________ સાધનાપથ અને આત્મજ્ઞાન ૧૪૨ સનું ઊંડાણ કેટલું અપરિમેય, અનંત, અગાધ છે એ વાણીથી દર્શાવી ક્યાંથી શકાય ? જેટલા ઊંડા ને ઊંડા ઉતરતા જાઓ અનુભૂતિમાં...એટલું વધુ ને વધુ ઊંડાણ તમને આકર્ષી રહે...સાગરને તો તળીયું હશે...સતુનું કોઈ અંતિમતળ જ નથી. કોઈ જીવ મારાથી લેશ નારાજ ન થાવ એ આત્માર્થી વ્યક્તિની આંતરડીની ભાવના હોય છે. કોઈ જીવ કુહવાય દુભાય તો એને પોતાની મસ્તી નંદલાતી લાગે છે. આથી આત્માર્થી વ્યક્તિ કોઈ સાથે વ્યર્થ વાદવિવાદમાં ઉતરતા જ નથી. સામેની વ્યક્તિ ગમે તેવું વર્તન દાખવે – એની અસર ઝીલવી કે ન ઝીલવી એ માટે આપણો આત્મા સંપૂર્ણ સ્વતંત્ર છે. સામી વ્યક્તિ આક્રમક બને એવી વેળા સમભાવમાં ટકી રહીએ એ જ આપણી જામેલ આત્મરતીની પારાશીશી છે. વિપરીત સંયોગમાં ય જે સ્વભાવરમણતા ગુમાવતો નથી એ જ સ્વભાવનો અનન્ય આશક લેખાય. અને વિપરીત સ્થિતિની કસોટીથી કસાયને સુદઢ થયેલ સ્વરૂપસ્થિરતા પછી અવિપરીત સંયોગમાં તો કેવી પુરબહાર ખીલી ઉઠે ? . પ્રગાઢ અભ્યાસ કરીને દઢ થયેલ આત્મસ્થર્યને ડગાવવા પછી કોઈ સંયોગો સમર્થ નથી. કેવા કેવા પ્રલોભક સંયોગોમાં અને કેવા કેવા પ્રતિકૂળ સંયોગોમાં પણ મહાપુરુષો કેવી સાહજિકતાથી સ્વરૂપ સ્થિરતા ટકાવી શક્યા છે ! એ અભ્યાસનું ફળ છે. જ્ઞાનીજનને સ્વભાવ સુખની પરખ એવી સંપૂર્ણ હોય છે કે એ સિવાયના કોઈ આભાસી સુખ એમને સુખદ લાગતા નથી. ચાતક પક્ષી તરસે મરે પણ મેઘના નિર્મળ જળ વિના બીજું પાણી ન જ પીવે. એમ જ્ઞાની કોઈ વભાવિક સુખની રતી માણતા જ નથી. ON જ્ઞાનીઓ દરેક વાતમાં ઔચિત્ય જાળવી રાખવા ભલામણ કરે છે. જ્યાં જ્યાં જે જે યથોચિત હોય ત્યાં ત્યાં તે તે મુજબ આચરવાનું કહે છે. પણ એવું ઔચિત્ય જાળવવા જે વિચારકતા અને વિવેકશીલતા જોઈએ એ બહું ઓછા માનવીમાં હોય છે. Page #152 -------------------------------------------------------------------------- ________________ ૧૪૩ સાધનાપથ અને આત્મજ્ઞાન પોતાને પ્રિય લાગે એવું નહીં પણ ઉચિત હોય એવું જ આચરણ કરવા મનગમતા વિકલ્પનો ભોગ પણ આપવો પડે છે. ઉચિત શું – ક્યા સમયે, ક્યા સ્થાને શું ઉચિત, શું અનુચિત, એની ગહનગવેષણ કરવી પડે છે – તદર્થ અનૂઠી જાગૃતિ પણ જોઈએ છે. મને પ્રિય લાગે એવું નહીં આચરૂ પણ જે ઉચિત હોય તે જ આચરીશઃ એવો દૃઢ નિર્ધાર જોઈએ. ઉચિત-અનુચિતની ગમ ન પડે ત્યાં સુધી બનતા પ્રયાસે નિષ્ક્રિય રહેવું ઘટે. ગમે તેવી સ્થિતિમાં કે સંયોગમાં પણ ચિત્યપાલનનો જ આગ્રહ રહેવો ઘટે. ઉચિત ન આચરાય એનો, તથા અનુચિત આચરવું પડે તો એનો, પારાવાર ખેદ હોવો ઘટે. પોતાની બેદરકારીથી ઉચિત-અનુચિતનો વિવેક ન રહે એમ બનવું ઘટે. પ્રથમ પૂરી વિચારણા-ગવેષણા કર્યા બાદ જ પ્રવૃત થવું જોઈએ. સામો જીવ વિવેકસ્મૃત થઈ તદ્દન અનુચિત વર્તન દાખવે તો પણ પોતે મનોસંયમ ગુમાવવો ન ઘટે. અનુચિત વર્તનનો બદલો પણ ઓચિત્યપૂર્ણ આપવો ઘટે. કોઈ વિવેક ચૂકે તો ય આત્માર્થી સાધકે વિવેકસ્મૃત ન જ થવું ઘટે. પ્રત્યેક પ્રસંગમાં ઔચિત્ય જાળવી જાણનારને એનું અંત:કરણ ડંખતું નથી. એનું હૃદય પવિત્ર રહે છે. પોતાને તથા પરને થતી ઘણી હાની અટકી જાય છે. વિવેક અને જાગૃતિ સારી રહેતી હોય અપરંપાર લાભ થાય છે. પોતાનું ઔચિત્ય ચૂકી જેવા સાથે તેવા’ – થવા જાય તો વેરની વણકલ્પી પરંપરાઓ પેદા થાય છે. સામાને ખાતર પોતાની પરમોદાત્ત પરિણતિ ગુમાવવાનું થાય છે. આથી સ્વ-પર ઉભયને કેવળ નુકશાન જ થાય છે. માટે કોઈ પણ સંજોગમાં ઔચિત્ય ચૂકવું નહીં. સાધકે સ્વભાવમાંથી કિન્નાખોરી બિલકુલ કાઢી નાખવી જોઈએ. કિન્નાખોરી એટલે બદલો લેવાની વૃત્તિ. કોઈ ભંગ બને તો પોતે પણ ભલાઈ ત્યજી ભંડા થઈ જવું એ ઉચિત નથી. પોતાનો સંતસ્વભાવ ગમે તેવી પરિસ્થિતિમાં પણ જળવાય રહેવો જોઈએ. Page #153 -------------------------------------------------------------------------- ________________ સાધનાપથ અને આત્મજ્ઞાન ૧૪૪ પોતે નિસ્પૃહભાવે સાચો રસ્તો બતાવે છતાં સામો વ્યક્તિ ધરાર એ રસ્તો અપનાવે જ નહીં અને વિઠ્ઠાઈપૂર્વક અવળો જ ચાલે તો પણ શાસ્ત્રકારોએ સાધકને મધ્યસ્થભાવ અને સમતાભાવ જાળવી રાખવા ભલામણ કરી છે. કોઈપણ મિષેય કોઈપણ આત્મા સાથે વૈરની પરંપરાઓ ખડી ન થાય એમ વર્તી જવા જ્ઞાનીઓની શીખ છે. સામાને વર વધારવાનો એક પણ મોકો આત્માર્થીએ આપવો ઘટે નહીં. આ અર્થે કેટલો અપૂર્વ મનોસંયમ જોઈએ ? પોતે વેરબંધ બાંધવા ઈચ્છે નહીં – સંપૂર્ણ ભલાઈથી વ... છતાં સામો જીવ વૈર વધારે તો ઉપાય નથી. પોતે એના આક્રોશમાં વૃદ્ધિ થાય એવું નિમિત્ત પુરૂં પાડવું ઘટે નહીં. બાકી, સામાજીવના પરિણામો અર્થાત્ મનોભાવો ઉપર કંઈ પોતાનો કાબૂ નથી. બૂરાઈની સામે પણ બની શકતી ભલાઈ દાખવવી. કદાચ નીતરતી ભલાઈ જોઈ ક્યારેક સામાજીવનું હૃદયપરિવર્તન થાય પણ ખરૂં સામાનું પરિવર્તન થાઓ તો થાઓ – પણ પોતાના ભલા વર્તનથી પોતાને તો અસીમ ફાયદો જ છે. સામાની બુરાઈની ચોંટ હૃદય ઉપર બિલકુલ લો જ નહીં. સામાના ગેરવર્તનને સમસ્યારૂપ ગણી ચિંતિત થવાના બદલે સાહજિકતાથી લો. – બિલકુલ સાહજિકતાથી લો – જાણે કોઈ સમસ્યા છે જ નહીં એમ વિકલ્પમુક્ત રહો. ભલાઈ દાખવીને પણ ગણના ન કરવી કે મેં આટલી આટલી ભલાઈ દાખવી – તો ય (!)...ભલાઈ કરીને પણ તત્કણ ભૂલી જવી – એનું ગૌરવ ન વાગોળવું. બસ બુરાઈ એનો સ્વભાવ છે એમ ભલાઈ મારો સ્વભાવ છે. – ને સ્વાભાવિક જીવવું મારું કર્તવ્ય છે. કોઈપણ વ્યક્તિના વર્તનમાં ઘણા કારણો કામ કરતા હોય છે. વ્યક્તિનો મિજાજ વ્યક્તિનો ઉછેર. વ્યક્તિના પરાપૂર્વના સંસ્કાર, વ્યક્તિની માનસિક-શારીરિક ક્ષમતા, વ્યક્તિનું જ્ઞાન, એની સોબત જેવા અનેકાનેક કારણે કામ કરતા હોય છે. Page #154 -------------------------------------------------------------------------- ________________ ૧૪૫ સાધનાપથ અને આત્મજ્ઞાન આડું વર્તન કરે એટલે એ વ્યક્તિ આપણી દુશ્મન જ હોય એવું નથી, આડોડાઈ વ્યક્તિની પ્રકૃતિમાં હોય એમ પણ બને. પ્રકૃતિનો નિગ્રહ બહું દુષ્કર કામ છે. વ્યક્તિનો એવો જ સ્વભાવ સમજી દરગુજર કરવી ઘટે. કડવા કેમ ?” – એવો સવાલ કારેલાં માટે હોય ? કોઈની આડોડાઈની નોધ હૃદયમાં સંઘરો નહીં. નહિતર તમારાથી પૂર્વગ્રહયુક્ત વર્તન થયા વિના રહેશે નહીં. બીજાના દોષને તરત જ ભૂલી જાઓ. એ પુનઃ મળે ત્યારે પૂર્વગ્રહયુક્ત વર્તન દાખવો નહીં. નુતનદષ્ટિથી જ એને નિહાળી રહો. આ બહુ મહત્વની વાત છે. @ s કોઈક ચિંતકે ખરૂં જ કહ્યું છે કે, જ્ઞાની પણ એટલા અજ્ઞાની છે; એ અજ્ઞાની જીવને સમજી શકતા નથી. અજ્ઞાની જીવને સમજતા શીખો, તો એને સહેલાઈથી દરગુજર કરી શકશો. તમારા ગજથી અજ્ઞાનીને માપો નહીં. માનવીનું મન એવું વિલક્ષણ છે કે માંધાતા જ્ઞાનીઓ પણ એના રહસ્યનો પૂર્ણતાગ પામી શકતા નથી. સામાની મનોદશા સમજી ન શકો ત્યાં સુધી એના ચાહે તેવા વર્તનનો ધડો ન લ્યો – હળવાશથી જતું કરો. એની વિષમ મનોદશાના કારણો ખોજવા-સમજવા યત્નશીલ થાઓ. માનવી જાણીબુઝીને આડોડાઈ કરતો હોય તો પણ એ એના અચેતનમનમાં દબાયેલા સંસ્કારોખ્યાલોના કારણે કરે છે. આડોડાઈનો જવાબ પણ સરળતાથી આપે એનું નામ ખરો મુમુક્ષુ – બાકી મોક્ષ કાંઈ રેઢો ઓછો પડ્યો છે ? જેને નવા માઠા સંબંધોમાં બંધાવું નથી પણ છૂટવું છે એણે કેવી તકેદારી રાખવી જોઈએ ? બને ત્યાં સુધી કોઈ જીવ, પોતાની સાથે વરના અનુબંધ ન બાંધે એની પરમ કાળજી કરવી ઘટે. પોતે પરમ મધ્યસ્થ થઈ મૌનપણે સામાની આડોડાઈ પણ સહી લેવી ઘટે. આસાન નથી ભાઈ સામાની અકારણ ખડી થતી હરકતોને પણ અપ્રતિકારભાવે વેઠી લેવી આસાન નથી. પણ જો નવા વૈરાનુબંધોના ચકકરમાં ન ફસાવું હોય તો એ જ ઉપાય છે. સમભાવ જાળવી રાખવો. ખમી ખાઈને પણ ‘સમભાવ જાળવી રાખવો. Page #155 -------------------------------------------------------------------------- ________________ સાધનાપથ અને આત્મજ્ઞાન ૧૪૬ ભાઈ સાધક એનું નામ – જે ગમે તેવી વિષમ પરિસ્થિતિમાં ય સમ રહે. ગમે તેવી ઉત્તેજક પળોમાં પણ પૈર્ય ગુમાવે નહીં. સામો જીવ બૈર્ય ગુમાવી બેસે એ ક્ષમાપાત્ર છે. સાધકે ન તો પૈર્ય ગુમાવવું ઘટે કે ન તો કદી ઉત્તેજનામાં આવવું ઘટે. ભાઈ ! અજ્ઞાન બહુ બૂરી ચીજ છે. અજ્ઞાન ધરાવનાર વ્યક્તિ અંદરથી કદી સુખી હોતો નથી. જીવની અણસમજણ એને પારાવાર દુખીત કરે છે. માટે અજ્ઞાની જીવ ખૂબ ખૂબ કરુણાપાત્ર છે – ક્ષમાપાત્ર છે. એની ઝાઝેરી દયા ખાજો. અજ્ઞાની જીવ આગ્રહી પણ ખૂબ હોય છે...અજ્ઞાની કહેતા અણસમજવાન જીવ જાણવો, જ્ઞાન અલ્પ હોય પણ સમજુ પ્રકૃતિ હોય તો એની અહીં વાત નથી. જ્ઞાની તો નિરાગ્રહી હોય છે. વૃથા વાદવિવાદમાં પડવું જ્ઞાનીજનનું કામ નથી. સહેજે સહેજે કોઈ જીવ સમજતો હોય તો સારી વાત છે. બળજબરી કરવાનું પરિણામ તો સારું નથી આવતું પણ, કદાચ વધારે બગડી જવા સંભવ છે. વળી, પોતાની ઉર્જા ગુમાવવાની થાય છે – પ્રતિષ્ઠા ગુમાવવાની થાય છે – કિંમતી સમય પણ ગુમાવવો પડે છે. સાધક જીવે તો પોતાનું સ્વહિત અપાર સાધવાનું છે. અજ્ઞાનીને સમયાદિની એવી કિંમત હોતી નથી. સાધકને એટલું બધુ અંતરકાર્ય સાધવાનું છે કે એને નવરાશ જ નથી, નાહકના વાદ-પ્રવાદ કરવાની. સ્વહિતના ભોગે કોણ વિચક્ષણ વાદમાં ઉતરે ? સમર્થ જ્ઞાની પુરૂષો જે પ્રવૃત્તિ કરે એના અનુકરણમાં સામાન્ય સાધકે જવું હિતાવહ નથી. સ્વહિત સંભાળી બેસવું જ એના માટે શ્રેયસ્કર છે. લાંબા જોડે ટુંકો જાય-મરે નહીં તો માંદો થાય' – એ કહેવત મર્મસભર છે. સમર્થ જ્ઞાનીનું એવું અનુકરણ કરવું ઘટે નહીં. સમર્થ જ્ઞાનીની બરોબરી કરવા જાય કે નકલ કરવા જાય તો સામાન્ય સાધક સ્વહિત સાધવાના બદલે ખરે જ ઉછું નુકશાન નોતરે. પોતાની પાત્રતા સમજી પગલું ભરવું જ હિતાવહ છે. – આ બહું ગંભીર વાત છેઃ ભૂમિકા અનુસાર જ સાધના સાધવી ઘટે. Page #156 -------------------------------------------------------------------------- ________________ ૧૪૭. સાધનાપથ અને આત્મજ્ઞાન કોઈ વિશિષ્ટ કાર્ય સાધવું હોય તો પહેલા જ્ઞાની પુરુષની સંમતિ લઈ પછી જ કરવું ઘટે છે. જ્ઞાનીની આજ્ઞા અનુસાર વર્તનાર જીવ અલ્પકાળમાં અમાપ હિત સાધી શકે છે એમાં બે મત નથી. જ્ઞાનીઓની આજ્ઞા અવગણીને તો અનંતકાળથી રખડ્યો છે જીવ. 0s જ્ઞાની તો અંતરમાં ઠરેલા હોય છે. એમની વાણી ઉપશમરસથી ભરપૂર હોય છે. એ રાડારાડ નથી કરતાં– પરમ સમતાથી સત્ય પ્રકાશે છે. જીવને અંતરમાંથી પ્રતીતિ આવી રહે છે કે આ પુરુષ જરૂર મારો ભવનિસ્તાર કરી શકશે. મહદ્દપ્રાય: તો જ્ઞાની મન-અંતર્મુખ હોય છે. જ્ઞાની સ્થિતપ્રજ્ઞ હોય. એમના બોધમાં ગહેરો અનુભવ સમાવિષ્ટ હોય છે. વાક્ય વાક્ય અનુભવનું અમૃત નીતરતું હોય છે. ઘેરા સ્વાનુભવમાંથી વાણી નીકળતી હોય, શ્રોતાને હાડોહાડ અસર કરી જાય છે. વાણીમાં પરમશાંતરસ પ્રવહેતો હોય છે. જ્ઞાનીજન તો આત્માનુભવના અઠંગ રસીયા હોય, બોધ દેતા પણ એ વારંવાર અંતર્લીન થઈ આત્માનુભવનો દોર સાંધી લેતા હોય છે. વાક્ય વાક્ય એ અંતરમાં ઉતરી અનુભવનો આસ્વાદ લેતા હોય, એમની વાણી અનુભવથી રસાયેલી હોય છે. અહાહા, જ્ઞાનીને જેમણે ઓળખ્યા છે ને એમની અનુભવવાણી પરમશ્રદ્ધાથી પીધી છે એનું જીવન અમૃતરસના કુંડ જેવું બની રહે છે. જ્ઞાનીનો બોધ એના સમગ્ર જીવનમાં વણાય જાય છે...વહેલો મોડો એ પણ જ્ઞાની બની જાય છે. જ્ઞાની ઉપદેશમાં કોઈની વ્યક્તિગત નિંદા કરતા નથી. પરમકારુણ્યવૃત્તિવાળા હોય છે. જ્ઞાનીનું હાર્દ એવું પરમોદાત્ત હોય છે કે કોઈ શુદ્ર વાત એ ઉચ્ચારતા નથી. એમના હૈયામાં પણ કોઈ શુદ્ર વાત ઉદ્દભવતી નથી. કોઈને તાકીને ઉપદેશ એ કરતાં નથી. DON જ્ઞાની સ્વભાવમાં ઠરેલા છે – ખૂબ ઊંડા ઠરેલા છે – સમીપ આવનાર સર્વને એ ઠારનારા છે. જ્ઞાનીની ચિત્તપ્રશાંતિ જોઈને જ જોનાર અભિભૂત થઈ જાય છે. એમની શાંતરસ નીતરતી વાણી સાંભળતા સાંભળનારના હેયે પણ ટાઢકના શેરડાં પડે છે. E કWW. 553 SATEST Page #157 -------------------------------------------------------------------------- ________________ સાધનાપથ અને આત્મજ્ઞાન – જ્ઞાનીના હ્રદયની વિશાળતા કેવી અસીમ હોય છે – એમનું ઔદાર્ય કેવું અપરિમેય હોય છે – ક્ષમા. સંતોષ, સરળતા, નિખાલસતા, નિરાભિમાનતા ઇત્યાદિ અગણિત ગુણો કેવા ઉત્કૃષ્ટકોટીના હોય છે એ તો સમીપવર્તી ‘સુપાત્ર' જીવ જ જાણી શકે છે. ૧૪૮ T જ્ઞાનીને ઓળખવા, સુપેઠે ઓળખવા, પૂરી પરીક્ષા કરીને ઓળખવા – ઓળખ્યા પછી તો એમની આજ્ઞાએ જ ચાલી જવું. લેશ આજ્ઞાનો અનાદર ન થાય એવી કાળજી વર્તવી. બસ, મુક્તિ પામવાનો – મુક્તિ સમજવાનો – આ જ સરળમાં સરળ ઉપાય છે. © પ્યારા સાધક ! આપણી મજબૂરીઓનો પણ પાર નથી. પાંખ કપાયેલા પંખી જેવી આપણી હાલત છે. સમ્યજ્ઞાન પણ નથી ને સમ્યક્ચારિત્ર પણ નથી. અંતર્મુખતા અને આત્મસ્થિરતા વિના આપણે ઉર્ધ્વવિકાસ ક્યાંથી સાધીશું ? અનંતની યાત્રા કેમ કરી આરાધીશું ? આપણી જ હાલતની આપણને જ દયા નથી એ કેવી વિટંબણા છે ? ખરેખર નેકદિલથી કદીય આપણને આપણી દયા આવી છે ખરી ? અનંત પરિભ્રમણમાંથી જાતને ઉગારવા આપણે શું કર્યું ? આપણી હાલત કેવી દયનીય છે એનો આંશિક ચિતાર પણ આપણને નથી. © ખરે તો આપણામાં મહાન રૂદન પેદા થવાની આવશ્યકતા છે. અંતઃકરણનું આક્રંદન ઉદ્ભવવાની જરૂર છે. આપણી બિસ્માર દશા માટે સંપૂર્ણ જવાબદાર આપણે જ છીએ. બેભાનતા એટલી હદે છે કે આપણી બિસ્માર હાલતનું યથાર્થભાન જ આપણને નથી. © જ ભાઈ ! ગાંડા કાઢે નહીં ચાલે...ગાફેલ રહ્યું નહીં જ ચાલે. જીવનમાં સંવાદીતા જોઈતી હશે તો વિવેકનો દીપ પ્રગટાવવો જ પડશે. પ્રદિપ્ત વિવેક ધારવો પડશે. જીવનની સંવાદીતા ગહન આંતરસુખનું કારણ છેઃ કોઈપણ ભોગેય તદર્થ તીવ્ર વિવેક પ્રગટાવવો જ રહ્યો. © વિવેકવાન સાથી-સંગાથી મેળવવા ય ખૂબ ખૂબ દોહ્યલાં છે. જીવ, તારા વિવેકને જાગૃત કરે - વૃદ્ધિમંત કરે એવા સંગાથી ખોળજે...જે ઉચિત-અનુચિતનું ભાન કરાવેઃ સાર-અસારનું ભાન કરાવેઃ કૃત્યા-કૃત્યનું ભાન કરાવે...એવો સંગાથ યાચજે પ્રભુ પાસે. Page #158 -------------------------------------------------------------------------- ________________ ૧૪૯ સાધનાપથ અને આત્મજ્ઞાન આ જીવે પોતાના આત્માની જ અવગણના કરી છે. એ મોટો અવિવેક છે. અન્યનો મહિમા ઘણો કર્યો છે – પોતાના આત્માનો જ મહિમા આવ્યો નથી ! પરમાત્માનો મહિમા પારાવાર કર્યો છે પણ પોતામાં જ સંગુપ્ત રહેલ પરમાત્માને પિછાણ્યા ય નથી ! જ્ઞાનીઓ કહે છે. ભાઈ તું પ્રભુ છો...તું તને પિછાણતો નથી !? દેવ-ગુરુનો મહિમા કરે છે પણ તારી ભીતરમાં રહેલ મહાદેવને અને પરમગુરુને કદી ય નહીં ઓળખ? ભાઈ તારું શુદ્ધસ્વરૂપ પરમાત્મસદશ છે. – રખે ય તું આ વાતમાં શંકા કરીશ નહીં. પ્રભુ, જાવું છે દૂર દૂર, સૂઝતું કાંઈ નથી. અંતરના પ્રાણ અનંતને આંબવા તડપે છે; પણ પગમાં જાણે બેડી પડી હોય એવી દશા છે. પ્રાણના પેટાળમાંથી નિરંતર કંદન ગુંજે છે – અનંતના યાત્રિક થવાનું.....પણ !!!... નાથ ! મજબૂરીનો પાર નથી. હે નીલગગનના પંખી ! શું વેરાન વગડામાં વાસો કરી રહેલ છો ? આ સંસાર તો વેરાન વગડો છે. – શું એને નંદનવન માની પડ્યો છે ? અહાહા...જીવ ! તારી વિભ્રાંતિનો કોઈ પાર નથી. સઘળાં વિભ્રમોને છેદવા ક્યારે તત્પર થઈશ ? ક્યારે...? કોના વિના તડપે છે આ જીવ ! શાં માટે એ સતત ઉચા મને જીવે છે ? રઘવાયો કેમ છે આ જીવ ? એનો તલસાટ-એની વેદના વ્યાજબી છે કે ગેરવ્યાજબી ? ઉપાય શું ? વલખતા પ્રાણ જંપે શી રીતે ? કોઈ સાચો રાહ સૂઝાડે ? ક્યા ખોજવો રાહબર ? ભાઈ.! અધ્યાત્મનો રાહ ઘણા ખતરાઓથી પણ ભરેલો છે. એમાં ભટકી જવાની સંભાવનો ય પાર વિનાની છે. ભળતા રસ્તે ચઢાવી દેનારા ભોમીયાઓ ય ઘણા છે. સાચો રાહબર ખોજવો. મેળવવો આસાન નથી... ને રાહબર વિના ય યાત્રા કરવી સલામત નથી. જીવ! જો તારે તરવું જ હોય, – ભવસાગર પાર ઉતરવાની ઊંડી અભીપ્સા હોય, તો તું એક તકેદારી તો અવશ્ય રાખજે– કે - રાહબર પસંદ કરવામાં ભૂલ ખાતો નહીં. સાચા રાહબરનું મૂલ્ય અધ્યાત્મપંથમાં ખરે જ વર્ણવ્યું ન જાય એટલું અસીમ છે. Page #159 -------------------------------------------------------------------------- ________________ સાધનાપથ અને આત્મજ્ઞાન ૧૫૦ જીવની યોગ્યતા હોય એવા ગુરૂ જ એને રુચે.જચે છે. મોટાભાગના જીવોને મનોરંજન કરનારા ઉપદેશક રુચે છે. મનને ઠારીને, મનનો આત્મામાં લય મેળવી આપનારા પરમબ્રહ્મલીન ગુરુ તો કોઈક વિરલ સુભાગી જીવને હૈયે વસી જાય છે. અહાહા...આત્મલીન જ્ઞાનીની ગોઠડી તો એવા પરમ ભવ્ય જીવને જ ગોઠી જાય છે. એ ગોઠડીનો મર્મ...એ ગોઠડીનું મૂલ્ય...માત્ર એ જ જાણે છે. એવો પરમોદાત્ત સમાગમ પામી ઈ જે ધન્યતાકૃતાર્થતા-અહોભાવ અનુભવે છે તે અવર્ણનીય છે. સસમાગમથી જે અગણિત સમજણો – ગહેરી ગંભીર સમજણો – ઉપલબ્ધ થાય છે. એ કરોડો વરસના તપથી પણ કાંઈ જ થતી નથી. જીવ ખરેખરો ખપી જોઈએ – ગ્રાહક જોઈએ – તો આપનાર દિલનો દરિયો આખો ઠાલવી દે છે. - કોઈ કમી રાખતા નથી. જીવના આત્મોત્થાનના સાધક ભાવો ક્યા ક્યા છે અને બાધક ભાવો ક્યા ક્યાં છે એની શ્રીગુરુને ખબર છે. શ્રીગુરુ પાસે હયું ઠાલવી તમામ દાસ્તાન રજુ કરવી જોઈએ. શ્રીગુરુ પણ એવા સુપાત્ર જીવ પાસે પોતાનું યાનું તમામ રહસ્ય ખુલ્લું મૂકી દે છે. જીવનની યાત્રામાં જેમ અભિન્નહૃદયનો જીવનસાથી મળી રહે તો જીવન ધન્ય બને છે, એમ આત્માના અનંતશ્રેયઃની સાધનામાં એવો મંઝીલદર્શક-માર્ગદર્શક પુરુષ મળે તો જન્મોજન્મ સુધરી જાય છે – ભાવી અનંતકાળ રમ્યભવ્ય બની રહે છે. અનંતકાળથી યમ, નિયમ, સંયમ, તપ, જપ ઇત્યાદિ અગણિત અગણિત ઉપાયો કરતો આવેલો જીવ, બાપડો જાણતો નથી કે શું કરવું શેષ રહી જાય છે. સુજાણ ગુરુ વિના કોણ બતાવી શકે ? અહી..હા.. જીવ એવા સુજાણ ગુરુને ઓળખી ય શકતો નથી ! જીવ જાણતો જ નથી કે એની ભૂલ શું છે. ત્યાં એ ભૂલથી એ નિવર્તવાનો ક્યાંથી હતો ? જીવ તો મુગ્ધપણે માને છે કે, સદ્ગુરુવરની જરૂરત બીજાઓને હશે – હું તો પૂર્ણ સમરથ છું. મારે કંઈ કોઈ રાહબરની જરૂરત નથી. કાશ, જીવનો આનાથી ગોઝારો વિભ્રમ એકે નથી. Page #160 -------------------------------------------------------------------------- ________________ ૧૫૧ સાધનાપથ અને આત્મજ્ઞાન - દરેક વ્યક્તિએ કોઈને કોઈ ગુરુ માની લીધા હોય છે. અને પ્રત્યેક એમ જ માને છે કે મારી જેવા ગુરુ કોઈના નથી. દરેક પોતાના સ્થાપેલા ગુરુને વિશ્વશ્રેષ્ઠ માને છે ? કાશ, અખીલ ધર્મજગતની આ જ મોટામાં મોટી વિડંબના છે. પોતાના ગુરૂ આત્મજ્ઞાની છે કે નહીં– બ્રહ્મલીન છે કે નહીં– સાચા અંત:કરણથી ત્યાગી છે કે રાગી - ભવપાર ઉતરવા આવ્યા છે કે મઝધારમાં ગળકાં ખાય છે – અંતરમાં ઊંડા કરેલા છે કે બાહ્યદષ્ટિવાળા છે – ઇત્યાદિ તપાસ કોણ કરે છે !! જઈs ખરૂં પૂછો તો મુગ્ધ જીવ કાંઈ પણ જાણતો નથી. સદ્દગુરુની પરખ કરવાનું પણ એનું કોઈ ગજું નથી. પણ આ અનંતકાળના હિતનો સવાલ છે. જીવે સદ્ગુરુને ઓળખી કાઢતા શીખવું જ પડશે – જો સ્વહિતની સઘનગહન ગરજ હોય તો. જીવ ભૂલેચૂકે ય ભવોદધિનારક પરમપુરુષને ઓળખવામાં કોઈ કસર રાખીશ નહીં. એવા પરમગુરુ મળ્યા વિના તારા દુર્ગુણો મટશે નહીં...તારો મોહજાર' ઉપશાંત કે ક્ષય થશે નહીં. ભાઈ કુગુરુની હેસિયત નથી કે મોહવ્યાધિ એ નિવારી શકે. અનંતકાળ એમ જ વ્યતિત થયો... અહાહા... જીવ બાપડો અનંતકાળથી આથડે છે. કોઈ એને આપ્તપુરુષ મળતા નથી. અધ્યાત્મજગતના બધા ગુરૂઓ શું આપ્તપુરુષ' છે ? બધા ગુરુઓ શું વીતરાગના અનન્ય ઉપાસક છે ? જીવ કેમ આ વિષયમાં બેદરકાર છે? જીવ તારે શું જોઈએ છે ? – શેનો ખપ છે ? મુક્તિ કે સંસાર ? આત્મા જોઈએ છે કે જગત જોઈએ છે? ગુરુ નિર્મીત કરવાની વાત તો એ પછીની છે. અનંતકાળના પરિભ્રમણના પરિતાપ તને યાદ છે ? ભાવી અનંતકાળ ક્યા ક્યા ભટકવું છે એ વિચાર્યું છે કદીય ? જીવની જાલિમ મૂઢતા જ એ છે કે એણે કોઈ મંઝીલ નક્કી નથી કરી ને ચાલવા જ મંડ્યું છે, એમ ને એમ ! જીવ ઘણું કરે છે પણ, શા માટે એની કંઈ જ ગમ નથી ! અરે જીવ તો હાર્દપૂર્વક આવા પાયાના પ્રશ્નો વિચારવા પણ તૈયાર નથી !! કંઈ મંઝીલે પહોંચવું છે એ તો પાયાનો પ્રશ્ન નથી ? Page #161 -------------------------------------------------------------------------- ________________ સાધનાપથ અને આત્મજ્ઞાન ૧૫૨. વીતરાગી શાંતિ એ કઈ અણમોલ ચીજ છે. એની જીવને કોઈ ગતાગમ નથી. અંતરની ગહેરી પ્રશાંતી એણે કદી અનુભવી નથી. ધર્મના નામે બીજી ધાંધલ-ધમાલ અપરંપાર કરી છે. પણ સ્વભાવમાં ઠરવાનું મૂળભૂત કાર્ય જ એ સૂકી ગયેલ છે. ધ્યાનને નામે ય જીવે ઢોંગ પાર વિનાના કર્યા...એણે ધ્યાન કર્યું છે વિભાવોનું...ધ્યાન કર્યું છે કષાયોનું...ધ્યાન કર્યું છે વિષયોનું...આત્મધ્યાન શું વસ્તુ છે એની ગવેષણા પણ કદી કરી નથી ? જીવ... માફ કરજે...એ કાંઈ ધ્યાન નથી. ધતિંગ છે ભટકવાના. જીવનના બીજા તમામ રસો ઉપેક્ષીને એકમાત્ર પરમાત્મરસ પીતો રહે તે ધ્યાની છે. ધ્યાનીનર અસ્તિત્વ સાથે ઓતપ્રોત થયેલો છે. અસ્તિત્વ સાથે એકરૂપ બની; સત્-ચિત્આનંદની અમ્મલિત સરવાણીઓ પીવે તે ધ્યાની છે. ધ્યાનીનરને કોઈ વિકલ્પ નથી. – કારણ, રસ ન હોય કોઈ સ્થળે મનને ઠરવાનું હોતું નથી. મનની ક્યાંય ગતી જ નથી તો વિકલ્પો ઉત્પન્ન થવાનો અવકાશ જ ક્યાં છે ? એ તો પ્રગાઢભાવે પરમાત્મરસ પીવામાં ચકચૂર લીન છે...એનું નામ પરમ અર્થમાં ધ્યાની છે. જામેલું ધ્યાન એટલે પરમ અવગાઢ આત્મતન્મયતા. જગતનું કે જગતના કોઈ ભાવોનું ત્યાં સ્મરણ પણ નથી. નજરમાં એકમાત્ર આત્મા જ નજરાયા-તરવર્યા કરે છે. આથી દુન્યવી કોઈ પરિબળ એમાં વિક્ષેપ ખલેલ પહોંચાડી શકતું નથી. ધ્યાનીરને એની મંઝીલ મળી ચૂકી છે. મુક્તિસુખની એને પ્રગટ પિછાણ છે. રસ પોતે આસ્વાદ્યો છે. આથી પોતાની મુક્તિ થશે કે નહીં એવી એને લગીર શંકા નથી. બહુ અલ્પકાળમાં એ પરમ મુક્ત થઈ જવાના છે...અનંત વંદન હો એમના ચરણોમાં... નીવડેલા આત્મધ્યાનીનરને ઓળખવા સહેલા છે. એમનામાં કોઈ પ્રકારની ચંચળતા નથી હોતી. કોઈ પ્રકારની ઉત્તેજના નથી હોતી. ઉત્સુકતા નથી હોતી. અકારણ પંચાત કરવાની લગીર વૃત્તિ નથી હોતી...એ તો અંદરમાં ઠરીને જામ થયેલા હોય છે. Page #162 -------------------------------------------------------------------------- ________________ ૧૫૩ સાધનાપથ અને આત્મજ્ઞાન સાચા આત્મધ્યાનીનર સ્વભાવતઃ જ જિતેન્દ્રિય હોય છે. ઇન્દ્રિયાનંદમાં એમની મતી-રતી હોતી નથી. ઇન્દ્રિયોના એ સ્વામી હોય છે. પાંચ ઇન્દ્રિય અને છઠું મન એમના સંપૂર્ણ તાબામાં હોય એમની પ્રગાઢ સ્થિરતાને કોઈ બાધા પહોચાડી શકે એમ નથી. ભાઈ.! આત્મધ્યાન તો ત્રણભુવનનો પરમ શ્રેષ્ઠ પદાર્થ છે. દેવો કે ઇન્દ્રો પાસે પણ એના જેવું સો’ બિલકુલ નથી. એની સમાધિ સ્વાભાવિક અને સર્વોત્તમ કક્ષાની હોય છે. હવે પૂર્ણ સંતોષ છવાયો હોય, અપ્રસન્નતા ઊપજવાનું કોઈ કારણ જ નથી. ધ્યાનનો એક હેતુ આત્મવિશુદ્ધિ છે. જેટલી અવગાઢ સ્વરૂપસ્થિરતા જામી શકે એટલી અવગાઢ આત્મવિશુદ્ધિ સહજતાથી નિષ્પન્ન થાય છે. પોતાની જાત બાજુ નજર જામવાથી જાતના ગુણદોષ ગહેરાઈથી જણાય આવે છે. અને દોષ જાણી સહજ જ કંપારીઓ પેદા થાય છે. જીવનની અગણિત ભૂલો ક્યારે સુધારી શકાય ? ભૂલોનું હૃદયવેધક સાચું ભાન થાય ત્યારે. જ્યાં સુધી ભૂલોનું હૃદયંગમ જાન લાધતું નથી; ત્યાં સુધી એની સુધારણા જોગો મહાન આંતર તાપ પેદા થતો નથી. ભૂલોનું કંપાવનારું ભાન પેદા થવું એ મહાભાગ્યની નીશાની છે. @ s બહુ મધ્યસ્થ અને વિચારક માનવી જ પોતાની ભૂલો દેખી-પેખી શકે છે. પોતાની ભૂલ સમજવા અને સ્વીકારવા ઘણી ગહન પ્રમાણિક અને સરળતાની જરૂરત પડે છે... અને એ બહુ વિરલ સાધકોમાં હોય છે. પ્રામાણિક પુરુષે કોઈપણ ઘટનામાં સામાની ભૂલ જોતા પહેલાં એ તપાસી જવું ઘટે કે, એમાં પોતાની કાંઈપણ ભૂલ થાય છે ખરી ? સજ્જન માણસનું એ કામ છે કે પોતાના પક્ષેથી થતી ભૂલને પ્રથમ દૂર કરવી. ભાઈ... પોતાની ભૂલ જોવા ઘણા નેકહદયની જરૂરત પડે છે. અજ્ઞાની જીવો કદીપણ પોતાની ભૂલ ગવેજી શકતા નથી. માત્ર સાચા જ્ઞાનીપુરુષ કે જેને અંત:કરણથી સચ્ચાઈનો અવિહડ પ્રેમ છેએ જ પોતાની ભૂલ જોઈ શકે છે. Page #163 -------------------------------------------------------------------------- ________________ સાધનાપથ અને આત્મજ્ઞાન કોઈપણ ઘટના સાંભવવામાં જો કે ઘણા કારણો કામ કરતાં હોય છે. તો પણ પોતાની કોઈ ભૂલ કે પોતાનો કોઈ અવળો પુરુષાર્થ તો એમાં કારણ નથી ને ? એ સાધુચરિત આત્મા બારીકાઈથી તપાસી જુએ છે. ૧૫૪ 70 સાધુચરિત આત્મા પોતાની નાની ભૂલને પણ તીવ્રપણે લક્ષમાં લે છે અને બીજાની મોટી ભૂલને પણ સાહજિકતાથી લક્ષમાં લે છે. બીજો ભૂલ સ્વીકારવા-સમજવા કે સુધારવા તૈયાર ન થાય તો પણ એને ક્ષમ્ય લેખે છે. 77@> સંતજન સામાને કારણે પોતાને પાર વગરની હાની થતી હોય તો પણ રોષ કરતાં નથી. ઉલ્ટું, પોતાને કારણે સામાને થોડી પણ હાની ન થાય એની કાળજી રાખે છે. સંતહ્રદયની અખંડ પ્રસન્નતાનું એક કારણ આ પણ છે. DONT મેં આટઆટલી ભલાઈ કરી...તો ય સામો કેમ બૂરાઈ દાખવે છે એવો સવાલ સજ્જનપુરુષે કરવો ઘટે નહીં. એણે એવો ખ્યાલ પણ દિમાગમાં રાખવો ઘટે નહીં. કારણ એ ખ્યાલમાંથી આક્રોશ ને પ્રતિવૈરનો જન્મ થાય છે. ONE પોતાને એકદમ સંત પણ માની લેવા નહીં. અવકાશ તો જરૂર રાખવો કે પોતાની પણ ઓછીવત્તી ભૂલ હોય શકે છે. ખરે જ ભાઈ, પોતાની ભૂલનું દર્શન થવું ઘણું દુર્ઘટ છે. હરામી મન પોતાની ભૂલ કબૂલવા ય તત્પર નથી. 0 ભૂલ સુધારવી અઘરી નથીઃ સમજવી જ અઘરી છે. અથાગ પ્રયત્ન કરો ત્યારે તમારી ભૂલો તમે દેખીપેખી શકો. પ્રથમ તો તમારી તત્પરત હોવી ઘટે, ભૂલ સંશોધવાની. તમે તમને નિર્મૂલ જ માનતા હો તો કોઈ ઉપાય જ નથી. @ ભાઈ...! ભલા હ્રદયનું જે સુખ છે એવું સુખ બીજું એકપણ નથી. પોતે જેટલો ભૂલરહિત હશે જેટલો નિર્દોષ હશે – એટલું ઉમદાહ્રદય ધરાવી શકશે. હળવું ફૂલ જેવું હ્રદય હશે તો જે સુખ પોતે અનુભવી શકશે એ સુખ અદ્વિતિય હશે. Page #164 -------------------------------------------------------------------------- ________________ ૧૫૫ સાધનાપથ અને આત્મજ્ઞાન ભાઈ...! નિર્દોષ અંતઃકરણ હોવું એ કોઈ સામાન્ય વાત નથી. ઘણી અસાધારણ સિદ્ધિ છે એ તો... નિર્દોષ અંતઃકરણમાં જીવનનું ઘણું હિત સમાયેલું છે. કોઈ ભૌતિકસુખોમાં તાકાત નથી કે પવિત્રહ્રદય જેવું ઉમદાસુખ આપી શકે. ©` માણસ જો ખરે જ અનુભવ પાઠ લેવા જ માંગતો હોય તો પોતાના જ વ્યતીત જીવનના અગણિત પાસાઓ – તટસ્થ પ્રેક્ષકની અદાથી – નીહાળી લે. જરૂર એને અનુભવના થોકના થોક એમાંથી અહર્નિશ સાંપડતા રહેશે. જીવનના જીવંત અનુભવોમાંથી જે બોધપાઠ નથી લેતો એ શાસ્ત્રોમાંથી બોધપાઠ લેશે કે અન્યત્ર ક્યાંયથી બોધપાઠ ગ્રહણ ક૨શે એ વાતમાં કોઈ ખાસ વજૂદ નથી. અનુભવો પરથી ય વૈરાગ્ય ન પામનાર, કોઈના ઉપદેશથી શું પામશે ? કંઈ નહીં. 70 કદ્મ સે કમ પ્રોઢાવસ્થામાં તો માનવી સ્વતઃ પ્રાજ્ઞ થઈ જવો ઘટે. મોટી ઉંમરે પણ જેના અંતરમાંથી તત્ત્વજ્ઞાન ઉઘડતું નથી એ માનવી હૈયાહૂનો છે. સહ્રદય માનવી જગતસ્થિતિ નિહાળતા, સ્વતઃ તત્ત્વજ્ઞ બની જ રહે એવું છે. ભાઈ....! આ જગતનું સ્વરૂપ જ એવું જાલિમ છે કે એને વિલોકતા વિચારવાન જીવને સહેજે વૈરાગ્ય ઊપજે. મળેલા દુર્લભ મનુષ્યજન્મનો માનવો કેવો કરૂણ ફેજ બોલાવી રહ્યા છે ? મહાન વિચારશક્તિનો પરમ સવ્યય કોને સૂઝે છે ? ભાઈ....! જગત તો જેવું છે તેવું જ સદાકાળ રહેવાનું છે. તીર્થંકરો કે પયંગબરો પણ એને બદલાવી શક્યા નહીં. જગત કદીય સુધરવાનું નથી. તું તારો દૃષ્ટિકોણ પલટાવી નાખ... તો તું તો ખચીત સુખી સુખી થઈ જઈશ. જગતને કે કોઈને પલટાવવાની મંછા રાખીશ તો કાળાંતરે તને તીવ્ર હતાશા અને ખેદ જ લાધશે. તારી જાતને જ પલટાવી નાખવા શ્રમ કરીશ તો ચોક્કસ તને અલૌકિક પ્રસન્નતા અને અલૌકિક તૃપ્તિધારા લાધશે. Page #165 -------------------------------------------------------------------------- ________________ સાધનાપથ અને આત્મજ્ઞાન ૧૫૬ જગત સાથે બાથ ભીડવા અને વિદ્રોહ કરવા જાવા જેવું નથી – એથી તારા આત્માને નાહકનો ફ્લેશ અને હાની પહોંચશે. માત્ર જગતને સમજી; એનાથી નિરપેક્ષ થઈ જવામાં સાર છે. જગતને જે રસ્તે જવું હોય ત્યાં જાય? તું તારો રસ્તો પકડી લે. ભાઈ. દેવદુર્લભ આ જન્મમાં તારે તારું અનંતહિત સાધી જવાનું છે. મળેલ શક્તિનો એ જ સાચો સદુપયોગ છે. બીજે ક્યાંય કરતાં ક્યાંય શક્તિ વાપરવા જેવી નથી. ન ભૂલીશઃ તારી પાસે સમય અને શક્તિ ખૂબ જ મર્યાદિત છે. જઈOS થઈ શકે એટલી વધુ ને વધુ જીવનની આલોચના કરવા જેવી છે. ખરી આલોચના થઈ ત્યારે ગણાય કે જ્યારે એવી ભૂલો પુનઃ થવાનો કોઈ અવકાશ ન રહે. બાકી આલોચના ય યથાવત્ થયા કરે અને ભૂલો ય યથાવત્ થયા કરે તો ફાયદો શું થાય? ખરી આલોચના તો જીવનમાં ક્રાંતિ લાવે છે. એ જીવનને આમૂલચૂલ પલટાવી નાખે છે. ખરી આલોચના પવિત્ર અંતર્મશા ખીલવે છે – વિવેક ખીલવે છે. ભાવીને ભૂલરહિત બનાવે છે. આવી આલોચના મહાન આત્મોત્યાનકારક બને છે. આલોચના શબ્દ “લોચન' શબ્દ પરથી બનેલ છે. દેખવું સારી રીતે દેખવું. ગુણ-દોષને યથાર્થ રીતે દેખવા-ભાળવા. “સ્વધ્રષદર્શન એ આત્મશુદ્ધિની પાયાની પ્રક્રિયા હોય, સાધક જીવનનો એ સર્વોત્તમ સદ્ગુણ છે. સ્વદોષ દીઠા વિના તરવાનું કેમેય સંભવ નથી. શાંતિના સમયમાં સાધકે ઘણી બારીકાઈથી પોતાના જીવનના ગુણો તથા દોષોને નિહાળવા ઘટે. જાણે કોઈ બીજાના જીવનની સમીક્ષા કરતાં હોઈએ એમ જ તટસ્થતાથી પોતાના સમગ્ર જીવનની સમાલોચના મનોમન કરતા રહેવી જોઈએ. જDGE વિકારને વશ થઈને આ જીવે શું ભગવાનને કંઈ નુકશાન પહોંચાડ્યું છે ? નહીં, એણે પોતાના આત્માને જ નુકશાન પહોંચાડ્યું છે... માટે ક્ષમા પણ એણે ભગવાનની નહીં પણ – ખરા દિલથી – પોતાના જ આત્મદેવની માંગવાની છે. ક .. As 05 . Page #166 -------------------------------------------------------------------------- ________________ ૧૫૭ સાધનાપથ અને આત્મજ્ઞાન તપ, જપ, પૂજા, ભકિત ઈત્યાદિ કરી જીવ ભગવાન ઉપર પોતે પાડ કર્યો હોય એમ માને છે. પણ એમ નથી...વસ્તુતઃ એણે પોતાના આત્માનું જ હિત સાધેલ છે. ધર્મ આપણે કોઈ ઉપર ઉપકાર કરવા નથી કરતા – આપણાં જ ભલા અર્થે કરીએ છીએ. આત્માને જે નુકશાનકારક હોય તે મનને ગમે તેવું રુચિકર લાગતું હોય તો પણ આચરણીય નથી – અને – આત્માને જે લાભકારી હોય તે મનને ન રુચતું હોય તો પણ મનને મનાવી મનાવીનેય આચરવું ઘટે છે. જીવ પુરુષાર્થ કેટલો થયો એના ગણિત માંડી મનોમન મલકાય છે. – પણ સવળો પુરુષાર્થ કેટલો થયો એ શોચતો પણ નથી. પોતાનો પુરુષાર્થ પ્રયોજનસાધક છે કે નહી ? – પુરુષાર્થ ગમે તેટલો ભીષણ થયો પણ આત્મવિકાસ કેમ ન થયો, એ કાંઈ વિચારતો નથી. સાધનાના નામે ભીષણ પુરુષાર્થતો જીવે અનંત અનંત જન્મોમાં અનંતીવાર કર્યા છે. ઉધામાથે લટકીને આકરા તપો અનંત જન્મોમાં અનંતીવાર કર્યા છે. પણ બધાજ પુરુષાર્થ ભાવમાં વધું ભટકાવનાર થયો છે. દારૂણ હકીકત છે કે જીવનું હજુ ય ભટકવું મટ્યું નથી. 70 ઉજાસમથી અંત:કરણથી... પોતાની નાની-મોટી તમામ ભૂલોનું ભાન નિરતર થતું રહે એના જેવું સભાગ્ય બીજું એકપણ નથી. આત્મવિશુદ્ધિના પાવન પંથમાં ભૂલોનું યથાતથ ભાન નિરતર થતું જ રહે એ અતી આવશ્યક છે. જીંદગી વૈવિધ્યસભર અગણિત ભાવોનું સંગ્રહસ્થાન છે. કયારેક હર્ષ હોય, કયારેક વિષાદ હોય, કયારેક અનુકૂળતા હોય, કયારેક પ્રતિકુળતા હોય,ઈત્યાદિ જે સમયે જે ભાવ હોય તેને પુરી પ્રસન્નતાથી સ્વીકારવા એજ શ્રેયસ્કર છે. શરીર આવશ્યકતા કરતા અધિક ઉર્જા ઉત્પન્ન કરે તો એ હિતાવહ નથી. વિશેષ ઉર્જા જીવને બેચેન બનાવે છે. એ ઊર્જાનો ચિંતન-મનનમાં સદ્વ્યય ન થાય તો એ ઊર્જા વિકાર જગાવે છે. માટે મિતાહારીને મનનશીલ રહેવું અત્યન્ત લાભકારી છે. Page #167 -------------------------------------------------------------------------- ________________ સાધનાપથ અને આત્મજ્ઞાન ૧૫૮ જીવનમાં એકલો પ્રેમ પણ નથી ચાલતો અને બેહદ એકલો કર્તવ્ય બોજ પણ નથી ચાલતો. – સ્વસ્થ રહેવા માનવીએ દરેક બાબતનું પ્રમાણ સંતુલન સાધવું જોઈએ. પુરુષાર્થની સાથોસાથ વિશ્રામનું પણ સમ્યફ સંતુલન રાખવું ઘટે. સપણે જે કાંઈ થાય તેની ઝાઝેરી કિંમત છે. વૃત્તિ-પ્રવૃત્તિ તમામમાં જ્યાં સુધી સમ્યક્તા ન આવે ત્યાં સુધી યથાયોગ્ય આત્મહિત સધાતું નથી. આ સમ્યક્તા જીવે જાતે જ આંતર અવલોકન કરીને નિર્મીત કરવાની છે. ક્યારે, કેવો, કેટલો, ક્યો પુરુષાર્થ અને ક્યારે, કેવો, કેટલો વિશ્રામ એનું પ્રમાણભાન હોય તો સાધનામાં સહજતા રહે – હયાની હળવાશ રહે – સાધના પ્રતિ અરુચિ કદિય ઉત્પન્ન થાય નહીં. સાધકે ખાસ આ વિવેક વર્તવો ઘટે છે. કૃત્રિમ જોર મારી સાધના કરવાની નથી. હયાની સહજ રુચિ પ્રગટાવી સાધના સાધવાની છે. હૈયાની રુચિ પ્રગટાવવા તત્ત્વજ્ઞાનનું ચિંતન-મનન અને અનુશીલન હોવું ઘટે. આવી સાધના અહર્નિશ નવા નવા આત્મોત્થાનને સાધી શકે છે. ઘણાં અમર્યાદ ચિંતનના રવાડે ચઢી જાય છે જેની તન-મન ઉપર બહુ બૂરી અસર પડે છે. પાગલ જેવી સ્થિતિ પણ સર્જાય છે. આવશ્યક વિશ્રામ પણ અનિવાર્યપણે હોવો ઘટે. મનની ગતિને તદ્દન શાંત પાડતાં પણ આવડવું જોઈએ. જીવનની તમામ રહેણી-કરણીમાં સમ્યક્તા એટલે શું – એ સમ્યકતા કેમ કરી આવે – એ ઘણો અગાધ વિષય છે. ટુંકમાં વર્ણન કરવા જતાં કદાચ ગેરસમજણ થવાનો જ સંભવ રહે છે. ખરે જ સમ્યકત્વ એ અમાપ-અગાધ ગહન વિષય છે. સમ્યકત્વ' એ એવી દષ્ટિ વિશેષતા છે જે પળપળના દર્શનમાં અગાધ આત્મહિત સર્જે છે. સમ્યકત્વદશા પામવી એ વર્ણનાતીત વિરાટ સિદ્ધિ છે. આવી દષ્ટિ પામનાર જગતની તમામ સ્થિતિ-ગતિને નોખી જ નજરે નિહાળતો થઈ જાય છે. Page #168 -------------------------------------------------------------------------- ________________ ૧૫૯ સાધનાપથ અને આત્મજ્ઞાન સમ્યક્ત્વદશાનું પરિપૂર્ણ વર્ણન તો સર્વજ્ઞદેવ પણ કરી શકતા નથી. કેવી છે પાવનભવ્ય એ દશા સચ્ચિદાનંદમયી એ દશા છે. પરમ ઉત્કૃષ્ટ વિવેકમયી છે એ દશા. પરમ નિર્દોષ દશા છે. પરમ જાગૃતિમયી દશા છે. અકથ્ય ઉમદા દશા છે. @d દીપકથી જેમ જ્યોતિ ભિન્ન છે; એમ દેહરૂપી દીવડાથી ચૈતન્યજ્યોતિ ભિન્ન અનુભવાય છે. દેહ તો એક મંદિર છેઃ એમાં વસનારો પ્રભુ નોખો જ છે. અંતરનો પ્રભુ પ્રતિક્ષણ અનુભવમાં આવી રહ્યો છે. પ્રતિક્ષણ. આ છે સમ્યક્ત્વદશા. – 7@ સમ્યક્ત્વીજન ઉપશમરસનો ભંડાર હોય છે. ધર્મનો અટલ અનુરાગી હોય છે. ધર્મનો સઘળો ગહનમર્મ એને જ્ઞાત હોય છે. વિશુદ્ધ ન્યાય પ્રજ્ઞાવાળો હોય છે. જગતના તમામ જીવોને – તમામ પદાર્થોને – તમામ ભાવોને સમદષ્ટિથી જોતો હોય છે. 70 સમ્યક્ત્વીની ચેતના ભગવતી ચેતના હોય છે. ભગવાન આત્મામાં એ તન્મય હોય છે. એની પ્રજ્ઞા પણ ભગવતી હોય છે. દિનરાત સદૈવ સ્વાત્માનું અને સમષ્ટિનું શ્રેયઃ ચાહનાર હોય છે. આત્મહિતમાં પ્રતિપળ નિમગ્ન હોય છે. 70 સમ્યક્ત્વી, તમામ મિથ્યા સમજણો, મિથ્યા ધારણાઓ, મિથ્યા આકાંક્ષાઓ, મિથ્યા ખ્યાલો, મિથ્યા આગ્રહો, મિથ્યા અભિપ્રાયો, મિથ્યા માન્યતાઓ ઇત્યાદિથી મુક્ત હોય છે. કોઈ વાતની એ ગ્રંથિ બાંધવામાં માનતો નથી. એ તો બાહ્માંતર નિગ્રંથ થવા તલસે છે. 0 માનવ એવા ભ્રમમાં અનાયાસ પકડાય જાય છે કે એની અસ્તિ કેવળ આજન્મથી લઈ મૃત્યુપર્યંત જ છે. પોતાની અસ્તિ અનાદિથી છે એ વાત જ એ વિસરી ગયેલ છે ! પોતાને હજું અનંતકાળ જીવવાનું છે એ પણ એને લક્ષગત નથી. 70 જીવનમાં જે ખરેખર યાદ રાખવા યોગ્ય છે એ માનવને સ્વપ્ને પણ યાદ નથી આવતું... અને ભૂલી જવા યોગ્ય છે એને જ યાદ કરવામાં માનવ અણમોલ સમયની બરબાદી કરે છે. ‘આત્મા યાદ રાખવા યોગ્ય ને બીજું બધું ભૂલવા યોગ્ય છે. Page #169 -------------------------------------------------------------------------- ________________ સાધનાપથ અને આત્મજ્ઞાન ૧૬૦ આ જન્મમાં જ પેદા થયેલા અને પાંગરેલા ‘હું ને માનવે પોતાનું મૂળસ્વરૂપ માની લીધેલ છે ? પાંગરેલા અહંકારને જ માનવી પોતાનું સ્વરૂપ સમજે છે ! ત્યાં એનામાં ‘હું કોણ' – એવી તલાસ ક્યાંથી પેદા જ થાય? પોતાનાંશુદ્ધ ચૈતન્યને પીછાણી એમાં હું પણું કરશો તો અમૃતનો અનુભવ લાધશે. પોતે અજર-અમર છે એવું મહેસુસ થતાં મૃત્યુ આદિ તમામ ભયો ગાયબ થઈ જશે. પોતે અનંતકાળ જીવવાનો છે એ ભાન થતાં અનંતકાળનું હિત સાધવા તત્પરતા થશે. DOS પોતાના મૂળસ્વરૂપનું ભાન થતાં તમારૂં સમસ્ત આંતર-દારિદ્ર અલોપ થઈ જશે. હીનતાની ગ્રંથિ નાબૂદ થઈ જશે. અનંતભાવીની ચિંતા પેદા થતાં, આજન્મની ચિંતાઓ આપોઆપ ગૌણ થઈ જશે. સકળ સુદ્રતા ચાલી જશે. પોતાની સનાતન-શાશ્વત અસ્તિનું ભાન થતાં હૃદયમાં સહજ એવી અમાપ વિશાળતા આવશે કે સુદ્રવાતોમાં પડવા દિલ તૈયાર જ નહીં થાય. એવી પરમ ઔદાર્યતા પ્રગટશે કે કોઈ રહેણી-કરણીમાં સુદ્રતા નામ માત્રે ય નહીં રહે. પોતાના અમર અસ્તિત્વની પહેચાન થતાં, જીવનમાં એવી આભૂલકાંતિ સર્જાશે કે જીવનનો હેતુ જ પલટાય જશે. જીવન ધનાદિ માટે ન રહેતા, વધુ ને વધુ આત્મસુખ અર્થે જ ગતિમાન બની જશે. બર્ધિદષ્ટિ સહેજે નિવૃત થઈ જશે. અનાદિ અનંત અસ્તિત્વનું ભાન થતાં હૃદયમાં સહેજે અનંતગાંભીર્ય આવી જશે. ભાવોમાં પણ અગાધ ઊંડાણ આવી જશે. જીવન ઘણું ગહેરૂં સંવેદનામયી ને અંતર્મુખ બની જશે...સંવાદમયી બની જશે..વર્ણનાતીત પરિવર્તન થશે. પોતાની સાચી અસ્તિનું ભાન પ્રગટતા, જીવનમાં કેવું મધુર સંગીત પ્રગટશે અને કેવા અનુપમ કોટીના ગુણો પ્રગટશે...શાંતિ, સંતોષ પ્રેમ આનંદ, પવિત્રતા આદિ કેવા નિરૂપમકક્ષાના ગુણો ખીલશે એ અનુભવે જ ખ્યાલમાં આવશે. Page #170 -------------------------------------------------------------------------- ________________ ૧૬૧ સાધનાપથ અને આત્મજ્ઞાન પોતાની અમર અસ્તિ સંવેદાતા મુક્તિ હસ્તાકમલવત્ કળાશે. પોતાના સર્વ બંધનો જાણે કે અત્યારે જ દૂર થઈ ચૂક્યા હોય એવી હળવાશ અનુભવાશે. સર્વ ચિંતાઓ અને સર્વ ભયો ભાગી જશે ને હ્રદય સાવ ફોરૂ થઈ જશે. 0 પોતાની વિરાટ અસ્તિનું જીવંતભાન વર્તતું હોય, – દુનિયા પોતાને શું માને છે એની પરવા મટી જશે. પોતાને કોઈ વાતે ય હીનતા કે દીનતાનો અનુભવ નહીં થાય. દુનિયા પાગલ કહે, પામર કહે, કંઈપણ કહે – અંદર કોઈ અસર નહીં થાય. 70Þ અસ્તિત્વનો અમાપ મહિમા ભાસ્યમાન થતાં દુનિયાની કીર્તિ-અપકીર્તિની ખાસ કોઈ ગણના જ નહીં રહે. જગતના સર્ટીફીકેટ મેળવવાની મંછા પણ મુદ્દલ નહીં રહે. પોતાની વિભૂતા પોતાને પ્રતિપળ મહેસુસ થતી રહેશે. 70 અસ્તિત્વજન્ય સહજાનંદ પ્રચૂર૫ણે અનુભવાતો હશે એથી દુન્યવી સુખ-દુઃખની ખાસ કોઈ ગણના નહીં રહે. કોઈ સુખ આપે તો ય ભલો ને દુ:ખ આપે તો ય ભલો – એવી સહજ સમદૃષ્ટિ ખીલી ઉઠશે. પોતે તો આઠે પ્રહર આનંદમાં રહેશે. 70× ધ્રુવ અસ્તિત્વ એવી અચલ સ્થિરતા બક્ષનાર છે કે જગતની કોઈ તાકાત એના ભાનવાળા જીવને ક્ષોભ પમાડી શકતી નથી. કોઈ વિકારો પણ એને ક્ષોભ પમાડી શકતા નથી. કોઈ દુઃખ-દર્દ પણ એને ખાસ હચમચાવવા સમર્થ નથી. અગાધ શાંતિના સાગર એવા અસ્તિત્વમાં તદ્રુપતા થતાં ચિત્તમાં એવી ગહેરી પ્રશાંતિ છવાય જશે કે દુનિયાની કોઈ આંધી પણ એ શાંતિ મીટાવવા સમર્થ નહીં થાય. આત્મા સમતારસનો દરિયો છે, એમાં તન્મય રહેતા અખંડ સમતા ખીલે છે. જ્ઞાનીઓ કહે છે કે જીવોના તમામ દુઃખ, દર્દો, વિટંબણાઓ, વિનિપાતોનું મૂળ એનાં અસ્તિત્વ અભાનપણું જ છે. પોતાનું આનંદસાગર અસ્તિત્વ ખ્યાલમાં નથી એથી જ અનંતદુઃખો ઉભા થયા છે. માટે સર્વ પ્રથમ તમારા સાચા સ્વરૂપને પિછાણો. Page #171 -------------------------------------------------------------------------- ________________ સાધનાપથ અને આત્મજ્ઞાન ૧૬૨ હું કોણ છું? એની ગહેરાઈથી ગવેષણા કરો-ખોજ કરો. આંખો મીંચી, શાંત બેસીને એક જ તલાસ ચલાવો કે હું કોણ છું. મને જે માનું છું એમાંનો કોઈ ખરેખર હું નથી. જ્ઞાનીઓ મારી શાશ્વત અસ્તિ કહે છે એ મારે સંવેદવી છે. પ્રયત્નથી એ જરૂર સંવેદાશે. કમનસીબે આપણે મનને ક્યારેય નિવૃત્ત-શાંત કે નિર્વિષયક રાખતા શીખ્યા જ નથી. ઉલ્ટે મનને પ્રવૃત્ત રાખવા સામેથી એને કોઈ ને કોઈ વિષયમાં યોજી રહીએ છીએ. પરિણામે ઘડી પણ શાંત સમાધિમાં રહેવાની આપણી ક્ષમતા રહી નથી ! મન તો એના સ્વભાવ મુજબ કોઈ ને કોઈ વિષય માંગે જ છે. આ મન જો થોડો સમય ખાલી થાયકરે તો એમાં આપોઆપ અસ્તિત્વનું પ્રતિબિંબ નિખરી આવે. પણ મનને આપણે એટલી હદે પ્રવૃત્ત કર્યું છે કે નિવૃત્તિ મુદ્દલ આપણને જચતી નથી. જીવે પોતે દષ્ટા બની મનના પ્રવાહો જોવાની – માત્ર જોયા કરવાની જરૂરત છે. મનના ઉદ્દામવેગો શમતા અલબત સમય લાગશે. પણ નિરતર શુદ્ધ સાક્ષીભાવે મનના પ્રવાહો જોતા રહેવાથી મનથી ભિન્ન પોતાની અસ્તિ ખ્યાલમાં આવી જશે. મનની સાથેનું આપણું તાદાત્મ તૂટે તો મન સ્વતઃ નિર્બળ થતું થÉ આપણા વશમાં આવી જશે. આપણે મન નથી પણ મનના સ્વામી છીએ એ ભાન થતાં શાશ્વત અસ્તિત્વની સભાનતા થવાનો પણ ખૂબ અવકાશ થશે. આ ઠગારું મન જ આપણને નિવૃત્ત થવા કે આપણી સાચી અસ્તિ પખવા દેતું નથી. જીવ પળભર પણ અંતર્મુખ થાય તો પોતાની પવિત્ર અસ્તિને જાણે-માણે ને ? મને એવો અવકાશ ઉભો થવા દેવા રાજી નથી – આ પણ હકીકત છે. અહાહા.મનને ઊંઘતું મેલીને પણ કોઈ એવી વેળાએ યત્નપૂર્વક પોતાની શાશ્વત અતિ પકડાય જાય – કોઈક એવી ઘડી આવી જાય કે મન સહજ-શાંત-શાણું હોય તો ત્યારે પરમ નિષ્ઠાપૂર્વક અંતરયત્ન કરી આત્મભાન જગાવી લેવા જેવું છે. SS STEPHA - Page #172 -------------------------------------------------------------------------- ________________ ૧૬૩ સાધનાપથ અને આત્મજ્ઞાન એકવાર આત્મભાન જાગી ગયા પછી તો મન સાવ બાપડું બની જાય છે – એનું જોર રહેતું નથી. એ સેવકતુલ્ય બની જાય છે. હા જાગેલ આત્મભાન સદાજાગૃત રાખવા શ્રમ કરવો રહે છે. પણ મન તો ‘મીયાની નિંદડી' જેવું નિરુપદ્રવી બની જાય છે. બગડેલી બાજી કેમ સુધરે એ જ એક જીવની વિમાસણનો વિષય હોવો ઘટે. પોતે કેટલો પામર છે કે જીવનની બાજી કેટલી સુધરી-કેટલી બગડી, એ પણ જાણતો નથી. પ્રભુકૃપા વિના આપમેળે બાજી સુધારવા જીવ ઘણો જ અસમર્થ છે. જીવે ગહન પ્રાર્થનામય બની જવાની જરૂરત છે. જીવે જાતે જ પોતાનું કેટલું બગાડ્યું છે એનો એને અંદાજ નથી. જીવન વિશે ચિંતનની એવી ગહેરાઈમાં જીવ કોઈ દિવસ ગયો જ નથી. જીવ ઘેલો શેમાં રાચ્યો છે એ જ સવાલ છે. પોતાના અહંકાર, પોતાના આગ્રહો, પોતાના પૂર્વગ્રહો આદિના કારણે જીવે જાતે જ પોતાનું કેટલું બગાડ્યું છે એનો હિસાબ જીવ પાસે નથી... પોતાના જીવનનો સૌથી મોટો દુશ્મન હોય તો જીવ પોતે જ છે... અન્ય કોઈ નહીં. જીવે આદ્ર થવાની જરૂર છે. ભીનાં હૃદયવાન થવાની જરૂર છે. દર્દીલ બનવાની જરૂર છે. જીવનમાં ગુણદોષ વિષયક ગહન ભાન પામવું હોય તો એણે ઊંડા અંતર્મુખ થઈ, જીવન ઈતિહાસના પાને પાના શાંતિથી અવલોકવાની જરૂર છે. જીવનની બગડી ભાજીને પોતે સુધારી શકવા સમર્થ નથી – કેટલુંક તો બૂદથી બગડ્યું છે એ હોજથી પણ ન સુધરે એવું હોય છે – પણ બગડી બાજીને બારીકાઈથી જાણવાથી જીગરમાં ગહન દર્દ અને ગંભીર પ્રાર્થનાનો જન્મ થાય છે. બગડી ભાજી તો કોઈ સુધારી શકે નહીં. ગઈ તે પળ વીતી ગઈ વાત પૂરી થઈ. પણ આત્મામાં એનું દર્દ પેદા થાય તો, ભાવી જીવન એવી ભૂલોથી રહિત જીવવાનો અંતર્વિવેક ઉદ્દભવ થાય – જે જનમોજનમ કામ આવે. Page #173 -------------------------------------------------------------------------- ________________ સાધનાપથ અને આત્મજ્ઞાન અજ્ઞાની, મોહી અને પ્રમાદી જીવ જ્યાં સુધી એ ત્રિદોષમાંથી મુક્ત ન થાય ત્યાં સુધી જીવનનું ખરેખરૂ પરિશોધન કરવા જોગી સ્વસ્થતા જ એનામાં પાંગરતી નથી. અંતર્યામિ પ્રભુ આ ત્રિદોષમાંથી જીવને ઉગાર. ૧૬૪ 70Þ હે નાથ ! જીવનું અજ્ઞાન જ એવું જાલિમ છે કે મોહની બલામાંથી છૂટવું આસાન નથી. રાગના કારણે જીવ, તુચ્છ પરપદાર્થમાં પણ અપૂર્વ મહાત્મય દેખે છે. વળી પ્રમાદ પણ એવો પરિગાઢ છે કે ભ્રાંતિ ભેદવા કોઈ સમ્યક્ષુરુષાર્થ પણ થતો નથી. © જ્યાં જે નથી ત્યાં તે માની લેવું એનું નામ જ ભ્રાંતિ છેઃ મિથ્યાત્વ છેઃ ભ્રાંતિનો પણ અનુરાગ આપણો એટલો તીવ્ર છે કે એને ભેદવાની સમર્થતા આપણામાં નથી. કાશ, ભ્રાંતિ ભેદાયા વિના અનંતદુઃખથી મૂકાવાનો બીજો ઉપાય નથી. 0 જ્યાં નથી ત્યાં જ જીવનનું મહત્તમ સુખ જીવ કલ્પનામાં માને છે. અને વસ્તુતઃ જ્યાં પરમોત્કૃષ્ટ સુખ છે ત્યાં જીવની મતિની ગતિ નથી. બુદ્ધિથી જીવ અસીમ અતીન્દ્રિયસુખનો પરિતાગ લેવા માંગે તો તે તો સંભવ જ નથી. 0 જીવને સ્ત્રી-ધન-પરિવાર-આબરૂ ઇત્યાદિ સુખનો જ પરિચય છે. એથી ઠોકર ખાય તો પણ એમાં જ રાચે-માચે છે. એનાથી અવાંતર કોઈ સુખનો એને પરિચય જ નથી – ત્યાં એની ગહન પિપાસા એ ધરે જ ક્યાંથી ? 70 અલબત, દુન્યવી સુખોથી ન્યારા એવા પરમોત્તમ સુખ અંગે જ્ઞાનીઓ પોકારી પોકારીને કહે છે . પણ.... મૂઢ અને ગૂઢ એવો આ જીવ એ સુણવા બધીર છે. જ્ઞાનીના, નિષ્કામ-હિતસ્વી પુરૂષના - વચનોમાં, જીવને વિશ્વાસ જ નથી. D જ્ઞાની આંતરડીથી ઈચ્છે કે એકવાર – માત્ર એક જ વાર – જીવ અતીન્દ્રિય સુખનો આસ્વાદ સુપેઠે માણી જાણે બસ. પછી જીવની મરજી. એણે ક્યું સુખ પસંદ કરવા યોગ્ય છે; એનો નિર્ણય ભલે એ જાતે જ કરે. Page #174 -------------------------------------------------------------------------- ________________ ૧૬૫ સાધનાપથ અને આત્મજ્ઞાન - અતીન્દ્રિય સુખનો સુપેઠે અનુભવ થયા વિના મોહતંદ્રા તૂટવી આસાન નથી. વ્યામોહિત જીવ પોતાના અનંતભાવીના હિતાહિતને ય દેખી પેખી શકતો નથી. સંમોહનની અસર તળે દબાયેલ જીવ બીજું કશું જોઈ-જાણી શકતો જ નથી. જીવની આ સંમૂઢદશા – સંમોહિત સ્થિતિ, પ્રખર અનુભવી જ્ઞાનીપુરુષ વિના કોઈ તોડી શકનાર નથી...એની મોહની તંદ્રા ભેદી નાખે એવા પ્રખર પ્રબુદ્ધપુરુષના સમાગમની જ આમાં અનિવાર્ય આવશ્યકતા છે . જીવે તો સ્ત્રીમાં જ સર્વોત્કૃષ્ટ સુખની ધારણા ધરી લીધી છે. કેવલ કલ્પના સિવાય એમાં ખાસ કોઈ તથ્ય જણાતું નથી... કલ્પનાના રંગીન ઘેનમાં રાચતો જીવ વાસ્તવિકતા ગજવા પણ કદી યત્નવંત થતો નથી. જો કામસુખ જ સર્વોપરી હોય તો સમસ્ત જ્ઞાનીઓ નિષ્કામ થવાનો બોધ શા માટે કરે છે ? શું એ જીવોને ખોટા રવાડે ચઢાવી દેવા માંગે છે ? ના. એમનો ગહન જીવન અનુભવ પુકારે છે કે કોઈ નિરાળું અલૌકિક સુખ છે. જ્ઞાનીઓ તો પડકાર કરીને...સિંહગર્જના કરીને...કહે છે કે સુખ બહારમાં નથીઃ બહારમાં દેખાય છે એ જીવની ભ્રમણા છે. સુખ તો કેવળ અંદમાં જ છે. સુખ અંતરની સબસ્થિતિમાં છે – અન્યત્ર સુખ ક્યાંય જરા પણ નથી. ખરે, અનંતા જ્ઞાનીઓ તો આંગળી ચીંધી ચાલ્યા ગયા ને ચાલ્યા જશે. જીવને માનવું કે ન માનવું એ એની મનસૂબી. હોનહાર સારું હોય એવા જીવને જ જ્ઞાનીની અગમ જેવી વાત રૂચે જચે છે. એ જીવો ન્યાલ થઈ જાય છે. અરે...સંસારના કહેવાતા સુખો આખર તો અનિત્ય છેઃ નાશવંત છે...એવી ઉધાડી દીવા જેવી ઝળહળતી વાત પણ જીવ સ્વીકારતો નથી ! એ તો જાણે બધું નિત્ય-શાશ્વત હોય એમ પ્રચૂરોનથી વળગી પડ્યો છે. કાશ જ્યારે... સર્વના વિયોગની વેળા આવશે ત્યારે... Page #175 -------------------------------------------------------------------------- ________________ સાધનાપથ અને આત્મજ્ઞાન ૧૬૬ કોઈ જીવને અન્યાય કરીને મારે કોઈ જ સુખ નથી મેળવવું – એટલું ય જીવ નિર્મીત કરે તો પણ એ જ્ઞાનીને કંઈક સમજ્યો છે એમ સમજવું. આત્માર્થી જીવે કમ સે કમ ઉપર્યુક્ત નિર્ણય કરી નિષ્ઠાથી એ પરિપાલન કરવો ઘટે. એકાએક આત્મિક સુખનો અનુભવ ન પણ થાય, અને એકાએક ભૌતિકસુખની રતી ન પણ છૂટે – તો પણ ન્યાયસંગત સુખ જ મને ખપે, એવો સુદઢ નિર્ધાર તો સજ્જન પુરુષોએ અવશ્ય કરવો ઘટે છે. ન્યાયનો વિષય બહું વિચારણીય છે. જે રીતે નિર્દોષતા કે અલ્પદોષ થાય એ રીતે વર્તવું જાય છે. સંસારિક સુખ જતા રહેતાં પણ ચિત્તમાં સમતા છવાયેલી રહી શકશે – જો આત્મિક સુખનો થોડો ઘણો પરિચય સાધ્યો હશે તો, જીવ, કદીય વિનાશ ન પામે એવા સુખનો અનન્ય આશક તું ક્યારે થઈશ ? જે કેવળ શારીરિક સુખોમાં જ રાચે છે એ ઘણાં તુચ્છમતિવાન માનવો છે. જે સાહિત્યસંગીત, ચિંતન આદિ માનસિક સુખોમાં રાચે છે તે મધ્યમકક્ષાના માનવો છે. અને જે આત્મિક સુખમાં રાચે છે એ પરમ શ્રેષ્ઠ કક્ષાના માનવ છે. કેવળ કાયિક સુખોમાં જ રાચનારા માનવી કાયા જીર્ણ થાય ત્યારે પારાવાર પરિતાપ પામે છે...તન ઘરડું થાય પણ મન ઘરડું અર્થાત્ શાણું થતું નથી. આકાંક્ષાની આકુળતામાં ને આકુળતામાં દુર્લભ જીવન વેડફી મારે છે. નિત્ય શવાસનમાં સુઈ એવો તીવ્ર ખ્યાલ કરો કે આ કાયા હવે વિદાય લઈ રહી છે...બસ, ઘડી બે ઘડીની મહેમાન છેઃ મારી જીવનલીલા સંકેલાય રહી છે...આવું અહર્નિશ ચિંતન, જીવનના શેષ કર્તવ્યો પ્રતિ તમને સજાગ બનાવશે. સ્વભાવ સુખમાં જ ઓતપ્રોત થઈને, કાયાની આસક્તિ સંપૂર્ણપણે વિસરી જનારા મહામુનિઓ પરમવંદ્ય છે. સ્વભાવ રમણતામાં લયલીન એમને કાયાની તો સ્મૃતિ પણ રહેતી નથી – પોતે દેહાતીત શુદ્ધચૈતન્ય છે એ જ એવા ભાવમાં એ રમે છે. Page #176 -------------------------------------------------------------------------- ________________ ૧૬૭ સાધનાપથ અને આત્મજ્ઞાન સ્વભાવ સુખની ઉપલબ્ધિ થઈ જાય એને કાયાની માયા ઉતારવા યત્ન કરવો નથી પડતો...સહેજે કાયાની મૂછ દૂર થઈ રહે છે. કાયારૂપી કોડિયામાં જલતી રહેતી ચેતન્યજ્યોતિ નિહાળવામાં એ એવા નિમગ્ન હોય કે કાયાની માયા ઉદ્ભવતી જ નથી. જ0 ભાઈ ! સ્વભાવ સુખની ગહનતા કેવી અગાધ છે કે એમાં અનંતકાળ ડૂબતા જાઓ તો પણ તળિયું હાથ આવે નહીં. વધુ ને વધુ અસીમ ગહેરાઈમાં જાઓ તો એનાથી પણ અનંતગહન ગહેરાઈઓ જ તમે કળવા પામો. અદ્ભુત છે સ્વભાવ... અદ્ભુત છે સ્વભાવજન્ય સુખ...ગમે તેટલું અમર્યાદ આસ્વાદો એ સુખ – તો ય કંટાળો આવે નહીં પ્રચૂરઘન રસમસ્તી જ સંવેદાય. અહાહા... ત્રણભુવનમાં બીજું ક્યું સુખ છે કે જે આખરે કંટાળો પેદા ન કરે... ? ભાઈ ! સંસારીક બધાં જ સુખોની અનુભૂતિ સાપેક્ષ છે. પહેલા તુષાજન્ય આકુળતા અનુભવો તો પછી પાણીની પ્રાપ્તિ થતાં સુખ થાય. – આમ પહેલા આકુળતા વેદો – વ્યાકુળતા વેદો, અને પછી એમાંથી મુક્ત થાવ. એનું નામ સુખ છે...! બહુ બહુ વિચારજો...જે ઠંડુ પાણી ઉનાળામાં હાશ' એવી તૃપ્તિ કરાવે છે એ શિયાળામાં કેમ એવો હાશકારો નથી કરાવતું ? કારણ ગરમીનું પૂર્વદુઃખ વેદાણું નથી... તો જગતના સુખો. પૂર્વના પ્રલંબ દુઃખ પર આધારીત સુખો છે. અરે મૂઢજીવો....તમે આ જગતના વિષયસુખો તો જુઓ. પહેલા એની પ્યાસ જાગતા ચિત્ત આકળવિકળ બને...ઘણો સમય એ પર્યાકૂળતા રહે...ને પછી એ વ્યાકૂળતા ભોગ વડે દૂર થાય ? મોહે શી રમત માંડી છે, મૂઢજીવો સાથે ?! ગધેડાનો માલિક ગધેડા પર પહેલા બમણો ભાર નાંખી દે અને થોડું ચલાવ્યા પછી અડધો ભાર ઉતારી લે – તો ગધેડું હળવું થયું માની સુખેથી ચાલવા મંડે ? એમ આ જીવ પણ બમણી આકુળતા વેદી; એમાં ઓછપ થતાં સુખ માને છે. Page #177 -------------------------------------------------------------------------- ________________ સાધનાપથ અને આત્મજ્ઞાન ૧૬૦, અલ્પ ઉપાધિમાં સુખ માનતો જીવ, તદ્દન નિરૂપાધિકદશામાં રહેલું સુખનું સાતત્ય કેમ કદી નહીં સમજી શકતો હોય ? પૂર્વ-પાત, કશી જીઆકુળતા વિનાનું પરમ નિરાકુળ એવું સ્વભાવસુખ કેમ એના ખ્યાલમાં નહીં આવતું હોય ? બીજા વિષયાદિ સુખો તો ક્ષણભંગુર છે – પાછળથી વિષાદ આપનારા પણ છે. જ્યારે સ્વભાવસુખ ચિરંતન રહી શકે છે. આજન્મ અને જન્મોજન્મ જેટલું પ્રચૂર માણવું હોય એટલું માણો – એમાં થાક. કંટાળો, ઉદ્વેગ કશું જ નથી. આ સ્વભાવ સુખ પરમ નિર્દોષ છે. કોઈ જીવને એ લેશ પણ હાની પહોંચાડીને પેદા થતું નથી...વળી છે પણ ‘સર્વોત્તમ કક્ષાનું. જેના સેવનથી આત્માની કોઈ અવનતિ તો થતી નથી – પણ, ઉત્તરોત્તર વિશેષ આત્મોન્નતિ સધાય છે. બીજા સુખો તો ઘડીભર સારા લાગે અને ઘડીભર વિરસતા પેદા કરે...જ્યારે સ્વભાવસુખ ક્યારેય વિરસતા પેદા કરતું નથી; એ તો ઉત્તરોત્તર પ્રગાઢ રસમયતા પેદા કરતું જાય છે. જેટલું વધુ સેવો એટલું વિશેષ ફાયદાકારક છે. જs ભાઈ ! ચિત્તની તમામ વિહવળતા ત્યજીને, તું સુપેઠે સ્વભાવસુખનું આસેવન કર. તું એનો એવો અઠંગ આશક થઈ જઈશ કે બીજા સુખોની આશિકી આપોઆપ અદશ્ય થઈ જશે...તું સ્વભાવમાં જ કરીને ઠામ થઈ જઈ શકીશ... અનંતકાળપર્યત. છOS સ્વભાવમાં ઠેર-જીવ, સ્વભાવમાં ઠર...અનાદિથી આથડતો તું એમાં ઠરીને ઠામ થઈ શકીશ. તને અનંત સાંતવના સાંપડશે કે, હાશ, અનંતકાળ ઠરવાનું મધુર ઠેકાણું મળી ચૂક્યું. તું કૃત્યકૃત્ય થઈ જઈશ...અનંત તૃપ્ત થઈ જઈશ. જીવનમાં અનેકવાર સંમોહન જેવી સ્થિતિ બને છે. ત્યારે આપણે કોઈ વ્યક્તિ કે પદાર્થ પર ઓળઘોળ થઈ જઈએ છીએ – એના પાગલ મોહમાં સરી પડતા હોઈએ છીએ. પણ વેળા વીતી જતાં એ બધું જ વ્યર્થ-આવેગરૂપ ભાસે છે. Page #178 -------------------------------------------------------------------------- ________________ ૧૬૯ સાધનાપથ અને આત્મજ્ઞાન મોહનો ઉભરો આવે ત્યારે નાચિઝ વસ્તુ પણ પાર વિનાની મૂલ્યવાન ભાસે છે. મોહજ્વર ઉતરી જતાં, એ વસ્તુના મૂલ્ય પણ ઓસરી જાય છે. રાઈના ભાવ તો રાતે ગયા' – જેવું થાય છે. જીવે આવા મોહથી ખૂબ સાવધ થવાની જરૂર છે. જDON મોહ જીવને ઘણું લલચાવે છે. અવનવા નાચ નચાવે છે. – ન મળેલી વસ્તુનું મૂલ્ય એ હજારોગણું બતાવે છે. જીવ એમાં સ્વર્ગ દેખે છે. – પણ એ જ વસ્તુ જ્યારે ઉપલબ્ધ થઈ જાય છે ત્યારે બે-ચાર દિવસમાં જ એનું મૂલ્ય ઓસરવા લાગે છે. માનવીનું મન જ એવું અજીબોગજીબ છે કે મળેલ વસ્તુની એને કોઈ કિંમત જ નથી ! ન મળેલા માટેના કકળાટમાં જ એને રસ છે. નિરંતર કકળાટ અને ઉકળાટ ઠાલવી એ જીવને કોઈ વાતેય જંપ લેવા દેતું નથી. વાંઢાને સારા જીવનસાથીનું મૂલ્ય કેટલું અમાપ હોય છે એ તો માત્ર વાંઢા જ જાણે છે – પણ, જેને સારો જીવનસાથી મળી ચૂકેલ છે એને પૂછો કે તમે સુખી છો ? ત્યકૃત્ય છો ? જવાબ મળશે કે મનનો અજંપો ચાલુ જ છે...ચાલુ જ છે. ખરે જ આ ઠગારું મન મળેલાનું મૂલ્ય હજારમાં ભારેય સમજતું નથી. હા, જો એનો વિયોગ થઈ જાય તો પાછું ઉત્તરોત્તર એનું મૂલ્ય વધવા માંડે. મનની આવી અસંતુષ્ટ પ્રતિ હોય એને કોણ પરિતોષ પમાડી શકે ? દેવો પણ નહીં. દેવોને તો મળ્યું છે અપરંપાર... તોય એ બીજા દેવોથી તુલના કરી, પોતાને એથી અલ્પ મળ્યાનો બળાપો વેદી વેદી દુઃખી થાય છે. ત્યારે દેવો પણ જો સુખી નથી તો આ સંસારમાં બીજા કોણ સુખી છે ? સંતોષીનર સિવાય કોઈ સુખી નથી. આ સંસાર સામગ્રી વિના જેટલો દુઃખીત છે એનાથી કઈગુણો સંતોષ વિના દુઃખીત છે. સંસાર કરૂણ જરૂર છે – પણ, એની કરૂણતાની પરાકાષ્ટા તો અજ્ઞાનને લઈને જ છે. અજ્ઞાન, સંસારના દુઃખોને અનંતગુણા વધારી મૂકે છે. કે. 15 . 2.0,051 4.4.4.4.4.4.4 . ' Page #179 -------------------------------------------------------------------------- ________________ સાધનાપથ અને આત્મજ્ઞાન ૧૭) દુઃખ માનવીને ઘડે છે એ વાત ઘણે અંશે સાચી છે. પણ એ વાતેય ખૂબ સાચી છે કે માનવી દુઃખને ઘડે છે. હા, માનવી હાથે કરીને ઘણાં દુઃખો ઘડે છે. અણસમજણના કે એવા કોઈ કારણે માનવી માનસિક દુઃખો ઘડી એમાં ઓતપ્રોત રહે છે. અમારૂં માનો તો...માનવીને મોટામાં મોટું દુઃખ પોતાના રૂમ્સ-મનનું જ છે. સ્વસ્થ મન જેવું કોઈ સાંખ્ય નથી ને રૂષ્ણ મન જેવું કોઈ દુઃખ નથી. માનવીને સુખ જ પ્રિય હોત તો એણે જરૂર પોતાના રષ્ણ મનને સ્વસ્થ કરવા પ્રયત્ન કર્યો હોત. જીવ સુખી થવું હોય તો થોડું શાણપણ ખીલવ...મનના ઉત્પાતોને પીછાણતા શીખ. મનના વેગઆવેગ-ઉદ્વેગને ગહેરાઈથી અવલોક. મન જ અધિક દુઃખોનું ઉત્પાદક છે. દિનરાત એ જ જીવને દુઃખકર ચિંતનમાં જોડી રાખે છે. @ s અંતહીન વિચિત્રતાથી ભરેલા મનને વિશુદ્ધ કરવાનો અમોઘ ઉપાય સત્સંગ છે. મનની વિકૃતિઓનું વિશોધન તત્ત્વજ્ઞાન દ્વારા જ થાય છે. એવા તત્ત્વજ્ઞપુરુષના સત્સમાગમમાં રહેવાથી મનની અગણિત દુઃષીતતાઓ દૂર થાય છે. જેને સત્સંગ મળ્યો નથી એ આધ્યાત્મિક સુખ તો જાણી માણી શકતા નથી – પણ, સંસારિક સુખ પણ સારી રીતે માણી શકતા નથી. કારણ અનેક ઉદ્વેગોથી મન ઘેરાયેલું રહેતું હોય એને કોઈ વાતે સુખચેન-શાંતિ સંતોષ.સમાધિ લાધતા નથી. મનની એક વિચિત્રતા એ છે કે એમાં કોઈ વાતની ઘરેડ પડ્યા પછી એ એજ ઘરેડમાં ચાલ્યું જાય છે. ઘરેડથી ભિન્ન પ્રકારે વિચારી જ શકતું નથી. ઘરેડમાં જ જીવવા હઠાગ્રહી થઈ જાય છે. દુઃખી થાય તો પણ ઘરેડનો મોહ છોડી શકતું નથી. ઘરે પરસ્ત મન યાંત્રિક જેવું જીવન જીવે છે. સિંગના બદલે ખાલી ફોફાં પીલી એ તેલ કાઢવા મથે છે. મનનું આ જથ્વીપણું એને બીજા ઉમદા રાહે આવવા જ નથી દેતું. — ઘણું દુઃખીત થાય તોય એ ઘરેડ પલટાવવા રાજી થતું નથી ! Page #180 -------------------------------------------------------------------------- ________________ ૧૭૧ સાધનાપથ અને આત્મજ્ઞાન મનની હઠ છે કે મારે ઇન્દ્રિય માર્ગે જ સુખ મેળવવું છે. અતીન્દ્રિય સુખ લબ્ધ કરવા યત્ન જ કરવો નથી. આ મનની કેવી બાલિશતા છે ? બાળકને જેમ જે વસ્તુ જોવે તે જ વસ્તુ જોવે – બીજી સારી વસ્તુ પણ ન જોઈએ – એવું મનનું પણ છે. માણસ વૃદ્ધ થાય તો એને વૃદ્ધત્વના ધર્મો નભાવવાના છે. એણે ધર્મ પ્રતિ વળી જઈ ઉમદા આત્મહિત સાધવાનું છે. તત્ત્વવિચારણા કરી મનને સમાધિસ્થ બનાવવાનું છે – જુવાનીના રંગરાગો સંભારવા માટે વૃદ્ધત્વનો અવસર નથી. જે મન ભૂતકાળમાં જ ભમતું રહે છે. એ મન વર્તમાન જીવનની સમાધિનો રસાસ્વાદ લઈ શકતું નથી. વર્તમાનમાં જે ઉપલબ્ધ છે એના પ્રતિ એની નજર ઠરી જ નથી. સુખ તો વર્તમાન ક્ષણમાં ભરપૂર હાજર છે. ભૂતકાળમાં જ ભાય તો એ ક્યાંથી પામી શકાય ? ધીમેધીમે પણ મન જો પરિપક્વ થતું જાય – ઘડાતું જાય – સુખ-શાંતિ વિશેના એના દૃષ્ટિકોણ પલટાતા થાય, તો નુત્તન જીવનશૈલી અપનાવી એ સાચા સુખની ખોજ તરફ વળી જાય – તો એને અતીતમાં ભમવાનું કોઈ કારણ ન રહે. પકડ્યું એ છોડે જ નહીંતો જીવ નિયમથી દુઃખી જ રહેવાનો છે. જીવને એના આગ્રહો નડે છે. બાકી અન્ય કોઈ ગ્રહ નડતા નથી. જીવના ઘણાખરાં દુઃખનું કારણ એનો અકારણ પકડી રાખેલો કારમો કદાહ જ છે. અમુક સ્થિતિ અને અમુક પ્રકારના સંયોગો હોય- અમુક જાતની જ જીવનરસ હોય તો - હું સુખી થઈ શકું – આવી જીવની મિથ્યા ધારણા એને હયાત સુખ ભોગવવા દેતી નથી. જીવની આવી મિથ્યા ધારણાઓ મીટાવવા અચૂક ઉપાય સત્સંગ છે. જ્ઞાનીઓ સુપેઠે જાણે છે કે, જીવ જો એની પૂર્વનિબદ્ધ મિથ્યા ધારણામાંથી બહાર આવે તો એ ઘણાખરાં...અરે મોટાભાગના, દુઃખોમાંથી ચોક્કસ બહાર આવી જઈ શકે છે. – આથી જ્ઞાની અથાગ પ્રયત્ન જીવની મિથ્યા ધારણાઓ છોડાવવા જ કરે છે. Page #181 -------------------------------------------------------------------------- ________________ સાધનાપથ અને આત્મજ્ઞાન ૧૭૨ માત્ર સર જ યત્ન કરે એમ નહીં ચાલે...જીવે પણ મિથ્યા ધારણાઓમાંથી બહાર આવવા પ્રખર પુરુષાર્થ કરવો પડશે. વિવેકી અને વિચારવાન જીવ જ આવો પ્રખર આંતરપુરુષાર્થ પૂરી ખંત અને પૂરી ખેવનાથી કરી શકશે. ખરેખરી મુક્તિ તો જીવે મિથ્યા માન્યતાઓમાંથી મેળવવાની છે. 'સા વિદ્યા યા વિમુક્તયે' – વિદ્યા એનું નામ જે વિમુક્ત કરે, જેનાથી વિમુક્ત થવાનું છે ? જીવે પોતાના કારમા અજ્ઞાન અને મિથ્યાત્વ અર્થાત્ મિથ્યા ખ્યાલોમાંથી મુક્ત થવાનું છે. ઉમદા ઉત્તમકોટીનું જીવન જીવવું હોય તો જીવે પોતાની ધાઈ કાઢી નાખવી પડશે. ઊંધી માન્યતાઓ પલટાવવા પ્રતિબદ્ધ થવું પડશે. જ્ઞાનીઓ ‘અપૂર્વ આંતરસંશોધન કરવાનું કહે છે, એ કરવા સુતત્પર બનવું પડશે. ભાઈ ! કેટલીક પ્રિય મિથ્યા માન્યતા મૂકતાં, પોતાનું અંગ કાપીને મૂકવા જેવી પીડા પણ કદાચ થઈ શકે – પણ સડેલું અંગ કાપી નાખવામાં જ શું સાર નથી ? છે. આ ઘણું કપરું કામ છે – પણ એના ફળ કલ્પતરૂના ફળ જેવા જરૂર છે. “જિન ખોજા તિન પાઈયાં. ગહેરે પાની પૈઠ– આ ગહેરા પાણીમાં ઊતરવાની વાત છે. કિનારે બેસી છબછબીયાં કરવાની વાત નથી. અપૂર્વ-આંતરસંશોધન માટે અસ્તિત્વની અતળ ગહેરાઈમાં આસન જમાવવું પડશે. સત્ય માનવીને અમાપ સુખદાતા થાય છે એ ખરૂં - પણ, સત્ય સાધવા અપાર ભોગ પણ આપવો પડે છે. કેવળ ઉછીના સત્યોથી કામ નથી ચાલતું અપરંપાર મનોમંથનો કરી કરી; સચોટ નિર્ણયાત્મક સત્ય અંદરથી ઉગાડવું પડે છે. ભાઈ સત્ય એવો દુર્લભાતીદુર્લભ પદાર્થ છે કે એને મેળવવા જો કદાચિત લોહીના આંસુ સારવા પડે તો પણ ઓછા છે. સગુરુઓની મહાન કૃપા છે કે સાવ સસ્તામાં ઘણા સત્યો મળી જાય છે, કાશ, એથી જ મૂઢજીવને એ સત્યોની અપાર કિંમત સમજાતી નથી. Page #182 -------------------------------------------------------------------------- ________________ ૧૭૩ સાધનાપથ અને આત્મજ્ઞાન સદ્દગુરુના અમાપ ઉપકારને જે જીવ સમજતો નથી એના જેવો ઘોર પામર જીવ બીજો કોઈ નથી. સત્સમાગમથી પણ જેનો અહંકાર ઓગળતો નથી, એ જીવે આત્માની આનંદદશાને પામવા બિલકુલ પાત્ર જ નથી. જેનામાં કૃતજ્ઞતા' નામનો ગુણ નથી...ઉપકારીઓના ઉપકારને ય જે જીવ ભૂલી જાય છે – એવો જીવ આત્માર્થ સાધવા પાત્ર નથી. કોઈ વિચક્ષણ જ્ઞાનીજન આવા અપાત્ર જીવને બોધ પમાડવાની વ્યર્થ મથામણ કરતાં જ નથી. આત્મબોધ પામવા અર્થે પણ એક ખાસ – રૂડા પ્રકારની – પાત્રતા જોઈએ છે. સરળતાપૂર્વક પલટાવાની તૈયારી જોઈએ છે. ગુરુ પરત્વે અપાર સમર્પિતભાવ જોઈએ છે. નિરાગ્રહી – નમ્ર અને નિર્મળચિત્ત જોઈએ છે. નિરાગ્રહીપણાની તો ખૂબ જરૂર છે. જ્ઞાનીના અને પોતાના મંતવ્યમાં ફેર માલૂમ પડે તો સુપાત્ર જીવ એવો અવકાશ રાખે કે કદાચ મારી જ ભૂલ હશે. નિષ્કામ ને નિરાગ્રહી જ્ઞાનીને ખોટું બોલવાનું કોઈ કારણ નથી, પાત્ર જીવ પોતે પણ ભૂલતો હોય એવો અવકાશ તો પ્રત્યેક બાબતમાં રાખે છે. ઝટપટ જે જ્ઞાનીને ખોટા ઠેરવી દઈ પોતાનું મંતવ્ય ખરૂં ઠેરવવા ઉત્સુક થઈ જાય છે – વાદવિવાદ કે વિતંડાવાદમાં પણ ઉતરી જાય છે, એવો નઘરોળ જીવ મુક્તિમાર્ગના માર્મિક રહસ્યો જાણવા-સમજવા લગીર પાત્ર નથી. અપાત્ર જીવને નિશ્ચયાત્મક સત્યોનો ઉપદેશ આપવાથી એનું કંઈ ભલું થતું નથી. ઉર્દુ એ સ્વચ્છેદ ચઢીને, પોતાના આત્માને અને બીજાનો આત્માને પણ હાની જ પહોંચાડે છે. ગહન સર્બોધ પામવા પણ ગહન પાત્રતા જોઈએ છે. હું કોઈ પુરૂષ નથી: સ્ત્રી નથીઃ નપુંસક નથીઃ બાળક નથી: યુવાન નથી: પ્રઢ નથીઃ વૃદ્ધ નથીઃ સુરૂપ નથીઃ કુરૂપ નથીઃ હું કોઈ રૂપી પદાર્થ નથી – પણ – અત્યંત સુક્ષ્મપ્રજ્ઞાથી પકડાય એવો અરૂપી પદાર્થ છું – એવું આત્મભાન જગાવવું જોઈએ. Page #183 -------------------------------------------------------------------------- ________________ સાધનાપથ અને આત્મજ્ઞાન ૧૭૪ માટીના બે જુદાં જુદાં ઘાટના કોડીયા હોય એમ સ્ત્રી-પુરૂષના દેહના ઘાટ જુદા છે. પરંતુ બંનેમાં ચૈતન્યજ્યોત તો બિલકુલ એકસમાન છે. આત્મા સ્ત્રી પણ નથી કે આત્મા પુરુષ પણ નથી. ભીતરની સમાન ચૈતન્યજ્યોત ભાળનારના વિકારો શમી જાય છે. આ દેહ એક દેવળ છે અને એમાં વસનાર દેવ ‘હું સાવ જુદો જ છું – આવું વારંવાર રટણ કરવું જોઈએ. હું અરૂપી – ચક્ષુથી અગ્રાહ્ય એવો પરમ સુક્ષ્ય પદાર્થ છું' એવું રટણ અહર્નિશ કરી કરી. પોતાની દેહાતીત દશા પિછાણવી-પ્રતીત કરવી જોઈએ. દેહમાં જે આત્મપણાની બુદ્ધિ છે એ જ અમાપ આસક્તિ જન્માવનાર છે. પરિણામે દેહના દુ:ખે નાહકનો આત્મા અપરંપાર દુઃખી થઈ જાય છે. દેહ જીર્ણ કે નિર્બળ થાય તો પોતે સ્વયં નિર્બળ થઈ ગયો એવું માની મુરઝાય રહે છે. દેહ હીન (કુરૂપ) તો હું હીન – એવી માન્યતા ધરાર ભ્રામક છે. શરીરથી જેમ વસ્ત્ર જુદાં છે એમ આત્માથી દેહ ભિન્ન છે. આત્માના સૌંદર્યનો આધાર દેહના સૌંદર્ય પર નથી. સુરૂપ દેહમાં આત્મા અસુંદર હોય ને કુરૂપ દેહમાં આત્મા સુંદર હોય એવું બને. અંદરમાં આત્મદેવ ન હોય તો આ દેહરૂપી મકાનની કિંમત કેટલી એ વારંવાર વિચારવા યોગ્ય છે. બે કોડીના દેહની પૂજામાં પ્રવીણ થઈને આપણે ભીતરના આત્મદેવની આજપર્યત કેવી કારી અવગણના કરી દીધી છે !? જ્ઞાનીજન કહે છે કે દેહની ખાતર આત્માને અનંતકાળ અવગણ્યો – હવે એક વેળા તો આત્માની ખાતર દેહની ઉપેક્ષા કર – દેહની તમા મૂક. ખરેખર દેહની તમા-સરભરા મૂકીને, આત્મહિતની તમામાં તન્મય થઈ જવા જેવું છે. અહાહા...! મહાપુરુષોએ આ કાયા પાસેથી કાંઈ અદ્દભુત કામ લીધું છે ? પોતાના આત્માનું મહાન પ્રયોજન સિદ્ધ કરવા એમણે કાયાને તો દાસી બનાવી એની પાસેથી અસ્મલિતપણે કેટલું અગાધ કામ લીધું છે ? કાયા પ્રત્યે કોઈ માયા રાખી નથી. Page #184 -------------------------------------------------------------------------- ________________ ૧૭૫ સાધનાપથ અને આત્મજ્ઞાન આત્મહિતની ખરેખરી લગન લાગે તો તન-મનની બધી સુખશીલતા આપોઆપ ઓસરી રહે. અગાધ અગાધ આત્મહિત સાધવામાં રચ્યા-પચ્યા રહેનારને કાયાની આળપંપાળ કરવાનો અવકાશ જ ક્યાં છે ? એવો લગીર અવકાશ નથી. કાયા મુખ્ય થાય તો આત્મા ગણ થાય – ને – આત્મા મુખ્ય થાય તો કાયા ગણ થાય, એ તો સીધો હિસાબ છે. અપાર્થિવ લાભ મેળવવા તમારે પાર્થિવ લાભો છોડવા પડે. સત્યને આત્મસાત્ કરવા દુન્યવી માયા-મમતા જતા કરવા પડે. આ ઉપરથી એમ સમજવાનું કે કાયા ઉપર બળપ્રયોગ કરી કરીને એને તપ-ત્યાગ-તિતિક્ષામાં જોડવી. ના. વાત સહજતાની છે. આત્મહિતની લગન જ એવી પ્રબળ જાણે કે રસમસ્તીમાં કાયાની માયા સહેજે સહેજે વિસરાય રહે. આત્મહિતનો અણમોલમાં અણમોલ અવસર વીત્યો જાય છે. તનની કે મનની આળપંપાળમાં વખત ગુમાવવો એ રાખ મેળવવા ચંદનકા બાળવા જેવું પામર કૃત્ય છે. આત્મજાગૃતિ આણીને આત્મહિતમાં જ શેષ સમય વ્યતીત કરવા જેવો છે. આ કાયા.ખરું પૂછો તો...અનંતકાળથી આત્માની વેરણ થતી આવી છે. ઝટ ગળે નહીં ઉતરે. પણ ઘણી વાસ્તવિક હકીકત છે. આત્માનું અનંતભવ્ય હિત થવામાં કોઈ બાધા નડી હોય તો એ આ કાયાની માયા જ મહાબાધારૂપ બની છે. કાયાએ અનંતીવાર આત્મદેવને દગો દીધો છે...હસાવવાના બદલે એણે હૈયાફાટ રડાવ્યા પણ છે. પીંજરામાં પૂરાયેલ મજબૂર કેદી હોય એવી આત્મદેવની દશા થઈ છે. ખાસ કરીને જરાવસ્થામાં એણે પળપળ પરિતાપ કરાવેલ છે. આત્માની કાયા સદાકાળ દોસ્ત જ રહી છે એવું કાંઈ નથી. ઘણીવાર દુશ્મન પણ થઈ છે. પોતાની આદતોથી મજબૂર બનાવી એણે આત્માના ગૌરવને ચૂરચૂર પણ કરેલ છે. ભોગ-ઉપભોગમાં સંયમ ચૂકી એણે પોતાને અને આત્માને અસ્વસ્થ પણ બનાવેલ છે. Page #185 -------------------------------------------------------------------------- ________________ સાધનાપથ અને આત્મજ્ઞાન ૧૭૬ કાયા એ આત્માનું આભૂષણ છે કે બંધન - એનો વિચાર ખૂબ શાંતભાવે પરમ મધ્યસ્થતાથી કરવા યોગ્ય છે. ચૈતન્યદેવ પોતાની પરમબ્રહ્મમસ્તી અખંડપણે માણે, એમાં કાયા સહાયભૂત છે કે વિક્ષેપભૂત છે એ ગજવા યોગ્ય છે. આત્મિક સુખની તુલનામાં પંચેન્દ્રિયના સુખો નાચીજ જેવા છે. અપરિમેય આત્મસુખ માણવું હોય તો દેહિક-માનસિક સુખોથી આવશ્યક એટલું લાપરવા થઈ જવું ઘટે છે. અનન્યભાવે એક આત્મસુખના જ આશક બની જવા જેવું છે. જીવ પારાવાર હાલાકી અનુભવે છે – પણ, પોતાની પ્રકૃતિ બદલવા તૈયાર નથી ! વિચિત્ર પ્રકૃતિને કારણે પાર વિનાની વિટંબણાઓ એ ભોગવે છે. વળી જન્માંતરોમાં જ્યાં પણ એ જશે ત્યાં પ્રકૃતિ સાથે લઈ જઈ – સર્વત્ર – દુઃખીત થશે...પણ !! જીવ ! પ્રકૃતિને શાંત-ધીર-ગંભીર બનાવી જાણ...પ્રકૃતિને એવી ઠારી દે કે ગમે તેવી પણ હાલતમાં એ કરેલી જ રહે. ઉચાટ, ઉદ્વેગ, ઉત્પાતવાળી પ્રકૃતિ પલટાવી નાખ. એને પૂર્ણ સમતાવાળી બનાવી દે – તારા જન્મોજન્મ સુધરી જશે. પોતાની ઉગ્ર પ્રકૃતિ હોય તો એને પલટવા જીવે ઘણાં કાળ સુધી ઘણો મનોસંયમ દાખવવો ઘટે. જરાક પોતાનો અહં ઘવાતા જ છંછેડાય જતો હોય તો જીવે સમજવું ઘટે કે પોતામાં તીવ્ર ક્રોધ-માન પડેલો છે એ નિવારવા ઘણી ગહન જાગૃતિ વર્તવી પડશે. પોતાની માયા-કપટપ્રધાન પ્રકૃતિ હોય તો જીવે એનાથી ખૂબ સાવચેત થવું ઘટે છે. માયા પ્રકૃતિ બદલાવવી આસાન નથી. સરળતાનો ખૂબ ખૂબ અભ્યાસ પાડવામાં આવે અને માયા ઉદ્ભવ ન થાય એની તકેદારી રાખવામાં આવે તો જ એ પ્રકૃતિમાં પરિવર્તન આવે, લોભ પ્રકૃતિ પણ ઘણી બળવત્તર છે. એની સામે ઔદાર્યતાના ઉમદા સંસ્કાર કેળવવા પડે. લોભ પ્રકૃતિ હૃદયને સંકુચિત બનાવે છે. અન્યો સાથેના વ્યવહાર અનુચિત બનાવે છે. પોતાને અને અન્યને એ ઘણી ફ્લેશકર છે તે યત્નપૂર્વક પલોટાવવી ઘટે. Page #186 -------------------------------------------------------------------------- ________________ ૧૭૭ સાધનાપથ અને આત્મજ્ઞાન પોતામાં જ્યારે પ્રકૃતિ અંદરથી જોર મારે ત્યારે એ જ વેળાએ જીવે પ્રકૃતિને જીતવાનો યત્ન કરવાનો છે. પ્રકૃતિને તાબે ન થવું એ ઘણી મોટી સાધના છે. ઠરીને ચિંતન કરીને, લાભાલાભ વિચારી વિચારીને, પ્રકૃતિના તાબામાંથી બહાર આવવું જોઈએ. પોતાની પ્રકૃતિગત કમજોરીને નબળાઈને જીવે સુપેઠે ઓળખવી જોઈએ કે આ મારી મોટી નબળાઈ છે. સામર્થ્ય કેળવીને મારે એ નબળાઈ નિવારવી જોઈએ. મારી પ્રકૃતિનો લૂલો બચાવ માટે કદિ ન કરવો જોઈએઃ બ્લકે, એખલાસદિલથી એકરાર કરવો જોઈએ. ભાઈ યુદ્ધમાં હજારો માણસો પર એકલહાથે વિજય મેળવવો સહેલો છે પણ પોતાની પ્રકૃતિ ઉપર વિજય મેળવવો કઠીન છે. ઈર્ષાની, નફરતની, અસંતુષ્ટતાની એવી એવી પ્રકૃતિ પડી હોય તો કોઈપણ ભોગે એ પલટાવવી જ પરમ શ્રેયસ્કર છે. પોતાની પ્રકૃતિ જે પરમ ભવ્ય ઘડી જાણે છે એ આ જન્મ જ નહીં, જનમોજનમ સુખી થઈ શકે છે. કરેલી પ્રકૃતિ જીવને ઠારે છે. પ્રકૃતિ ઘડવા જેટલો પુરુષાર્થ કરીએ તેટલો ઓછો છે. – કારણ એના લાભો બેસુમાર છે. અનંતકાળપર્યત એ લાભો મળે છે. બધુ જ ક્યું. પણ જીવે પોતાના સુખ-શ્રેયનો ઉપાય ખોળી જાણ્યો નથી. જીવને થાતું પણ નથી કે આ બધુ કરવાનો અર્થ શો છે? – હેતુ શો છે? જીવ જે કાંઈ કરે છે એ સુખના માટે કરે છે. – પણ વાસ્તવાર્થમાં એ સુખી થાય છે ખરો ? તો... કાંઈપણ કરવાનો હેતુ શો શ ભગવાન મહાવીરે આ કાળના જીવોને જડપ્રકૃતિના કહ્યા છે. પોતે શું કરે છે – શામાટે કરે છે – ઈત્યાદિ કાંઈ ઊંડાણથી વિલોકે-વિચારે જ નહિ. અવિચારી પણે એવી એવી વૃત્તિ અને પ્રવૃત્તિ આચરે કે જેથી સુખના બદલે ઉલ્ટી દુઃખની વૃદ્ધિ થાય. વળી, ભગવાને આ કાળનાં જીવોને વક્રપ્રકૃતિના પણ કહ્યા છે. પોતે તો વિચારે નહિ પણ કોઈ વિચારકપુરુષ – પોતાની ગહન વિચારણાપૂર્વક –વિવેકયુક્ત માર્ગ દર્શાવે તો પણ એ માર્ગે ચાલવાના બદલે ઉલ્ટા અવળે રસ્તે ચાલવા આગ્રહી બને.! Page #187 -------------------------------------------------------------------------- ________________ સાધનાપથ અને આત્મજ્ઞાન જીવની જડતા અને વક્રતા એવી જાલિમ છે કે જીવ કાર્ય કરવાની યથાયોગ્ય વિધિ તલાસવા પણ તૈયાર નથી. મન માની ધારણા મુજબ એને કાર્ય કરવું છે – એ કેમ બને ? જીવ કોઈ જ્ઞાનીજનને પૂછતો ય નથી કે મારા વાસ્તવઃ કલ્યાણનો ‘અચૂક’ ઉપાય શું છે? ૧૭૮ આજપર્યંત મનમાન્યું કરીને જીવે પોતાનું અનંત બગાડ્યું છે. એના ભીષણ પુરુષાર્થો ઉલ્ટાના ભવહેતુ થયા છે. મુક્તિ ઉલ્ટાની દૂર ગઈ છે. અહાહા... જીવ કેટલું ચૂક્યો છે? પણ ન તો એ ‘જડતા’ ખંખેરવા તૈયાર છે કે ન તો ‘વક્રતા’ દૂર કરવા તૈયાર છે. 70 1 એક નાનું પણ કાર્ય સંપન્ન કરવું હોય તો એની એક નિશ્ચિત વિધિ હોય છે – એ વિધિએ જ એ કાર્ય સંપન્ન થાય છે. તો અનંતભાવીના અનંતા દુઃખોમાંથી ઉગરવા અર્થે કોઈ નિશ્ચિત વિધિ જ ન હોય એવું કેમ બને ? એની ખૂબ ચોક્કસ વિધિ છે. – જે ગુરુગમથી જ સમજાય. 1010 સદ્ગુરુ સમાગમમાં રહી પહેલા તો પ્રકૃતિના વેગ-આવેગ અત્યંત શમાવી દેવા રહે છે. બર્હિદૃષ્ટિ નીવારી અંર્તŁષ્ટિવાન બની જવું પડે છે. સ્વભાવમય બની જવું ઘટે છે. પ્રચૂર સ્વભાવલીનતા સાધવી ઘટે છે. પોતાની પ્રકૃતિને આખીને આખી આમૂલફૂલ પલટાવી લેવા જે તત્પર થાય છે એ જ અનંતહિત સાધવા અધિકારી છે. કદાચ, જીવને આ કાર્ય ખૂબ કપરૂ લાગેઃ પણ એના લાભ એવા અનંતભવ્ય છે કે જીવનું અનંતભાવી એથી સુધરી જાય એવું છે. 70 એક જ ભવમાં અનંતભાવીનું અપરિમેય શ્રેયઃ સધાતું હોય તો જીવે તદર્થ કેવા ગંભીર બની જવું ઘટે કેવા સ્થિર અને શાંત બની જવું ઘટે ? કેવા ધ્યેયનિષ્ઠ બની જવું ઘટે ? અન્ય સર્વ જંજાળ કેવી અત્યંત ગૌણ કરી દેવી ધટે ? સ્વભાવમાં કેટલા ઠરી જવું જોઈએ ? @ કિનારે બેસી છબછબીયાં કરે કામ નહીં આવે – મહાસાગરના પેટાળમાં ડૂબકી લગાવવી રહેશે. અસ્તિત્વની ગહન ગહેરાઈઓમાં આસન જમાવવું પડશે. અનંતસુખનો પત્તો તો લાગશે. અનંત અનંત ગહેરાઈમાં સમાવાનું ગજું જોઈશે. તો અનંત સુખ સંવેદી શકાશે. Page #188 -------------------------------------------------------------------------- ________________ ૧૭૯ સાધનાપથ અને આત્મજ્ઞાન ક્રોધ ઉત્પન્ન થવામાં જવાબદાર સામો નથી – પોતેજ છે. પોતે જરાવારમાં મિજાજ કેમ ગુમાવ્યો એ સંશોધવું જોઈએ. શું પોતાનો અહમ્ ઘવાયો એથી ક્રોધ ઉત્પન્ન થયો ? પોતાનું વર્ચસ્વ ન જળવાયું કે પોતાનું કોઈ અભીષ્ટ ન જળવાયું ? સંશોધવું જોઈએ. 706 ક્રોધ ઉત્પન્ન થાય તે વેળા જ સાવધ બની શીધ્ર સમપરિણતિ બનાવી દેવા તત્પર થવું જોઈએ. ક્રોધ ઊપજી જ ગયો તો એને વધુ વખત હૃદયમાં ટકવા દેવો જોઈએ નહીં. સાવધાન થઈ. ક્રોધના વિચારોથી મુક્ત થઈ, સત્વર શાંત ભાવમાં આવી જવું ઘટે. ક્રોધના આવેશમાં કોઈ પ્રતિ કટુ વચન બોલાય ગયેલ હોય – નફરત દર્શાવેલ હોય – સામા પ્રતિ આક્રમક થઈ ગયેલ હોઈએ તો એનું વારણ કેમ કરશો ? કટુ વેણની જગ્યાએ મીઠાવેણ કહી શકશો? નફરતના સ્થાને પ્રેમ આપી શકશો ? ક્ષમા યાચી શકશો? પોતાનામાં સમાગુણ વિકસિત થયેલ છે કે નહીં. સમતા આત્મસાત્ થયેલ છે કે નહીં એની કસોટી અન્ય સમયે સાચી નહીં થાય: એની ખરી કસોટી તો ક્રોધ ઉત્પન્ન થઈ શકે એવી વેળા આવે અને એવી ખરાખરીની વેળાએ પણ ક્રોધ-દ્વેષ મુક્ત રહી શકાય ત્યારે જ થાય. ભીષણ મિજાજ ગુમાવવાના અવસરે પણ તમે સ્વભાવમાં ઠરેલા રહી શકશો તો તમારા મન ઉપર તમારો અકથ્ય કાબૂ આવશે. સ્વભાવની મસ્તી ઉત્તરોત્તર વધતી જશે. ખરે સમયે સ્વભાવસ્થિરતા જળવાય એની કિંમત અકથ્ય છે. સામાના આક્રોશનો બદલો ઉપશાન્તિથી આપે – નફરતનો બદલો પ્રેમથી આપે – અપમાનનો બદલો સન્માનથી આપે એનું નામ તો સંત છે. વિપરિત વર્તનારને પણ વિમળ સમદષ્ટિથી નિહાળી: રાગદ્વેષ વિમુક્ત રહેવું એ ખરી સાધુતા છે. સમતાની તો ખીલવણી એવી અભુત કરવી જોઈએ કે ગમે તેવા પ્રતિકૂળ સંયોગમાં પણ સમરસભાવ બન્યો જ રહે. અરે, પ્રતિકૂળ સંજોગમાં તો ઉલ્ટો વિશેષ સમરસભાવ પ્રગટે અને સાધકને ગહેરી સમતાનો પ્રચૂર અનુભવ થાય...એવો અભ્યાસ કેળવવો ઘટે. Page #189 -------------------------------------------------------------------------- ________________ સાધનાપથ અને આત્મજ્ઞાન ૧૮૦ ઘણાં ગીતો સાંભળ્યા છે...ઘણાં ગીતો સાંભળું છું... પણ અંદરમાં સંતોષ અનુભવાતો નથી. ઉલ્યું અંતરમાં કમી મહેસુસ થાય છે. થાય છે કે આ મારા આત્માના ગાન નથી. આત્માના દર્શને ઝંકૃત કરે - આત્માની વેદનાઓને વાચા આપે, એવા ગાન ક્યાંય સુણવા નથી મળતાં. s શહેનાઈ સાંભળું છું.સિતાર સાંભળું છું...વાયોલીન સાંભળું છું...બધું સાંભળી હું અંદરની ગહેરાઈ – અનંત ગહેરાઈને – સ્પર્શવા મથું છું – પણ જોઈએ તેવો સંતોષ નથી થતો. હું કોઈ અનંતગહન અનુભૂતિને ઝંખુ છું – અસ્તિત્વ આખું દ્રવી જાય એવી કોઈ અનુભૂતિ... મને નિરંતર થાય છે કે, મારી અંદરથી કશુંક અનિર્વચનીય– કશુંક અદ્ભુત – બહાર પ્રફૂટવા માંગે છે... પણ પ્રસ્તૂરાયમાન થઈ શકતું નથી. મારી કોઈ પાત્રતાની ખામી હશે વા કુદરતનો શું સંકેત હશે – પણ હું અંતર ધાર્યું સર્જન કરી શકતો નથી. બરે જ ઘણું કહેવું છે – પણ એવી મૌલિક-માર્મિક અભિવ્યક્તિ થઈ શકતી નથી. શાંતિ, પ્રેમ, આનંદ ઇત્યાદિ વિશે ઘણું ઘણું કહેવા આત્માની અભીપ્સા છે. પણ કોણ જાણે કલમ ગતિ પકડતી જ નથી. પ્રેમ વિશે લખતા તો ઘણો ખચકાટ થાય છે. વાસનાથી અવાંતર વિમળભવ્ય એવા કોઈ પ્રેમને દુનિયા કેટલું પીછાણે છે ? આત્મ અનુભૂતિ થયા વિના સાચી આત્મિયતાનો – આત્માના પ્રેમનો પરિચય ક્યાંથી થાય ? કહે છે કે, “ઈશ્વર પણ પ્રેમનો ભૂખ્યો છે. પણ એ પ્રેમ આપણે સમજીએ છીએ એવો ??? આ સંસારમાં ભટકતા જીવને વિમલપ્રેમમય સાથી મળવો ઘણો દુષ્કર છે. – દુર્લભ છે. એવો સાથી ન મળે તો અકેલા જીવી જવું બહેતર છે. આત્મા જ આત્માનો રૂડો સાથી-સંગાથી બની રહે એના જેવી રૂડી બીના બીજી કોઈ નથી. પ્રેમહીના અને પામર સંગાથી સાથે જીવવાનું નિર્માણ હોય તો અંદરથી અલગારી બની આત્મમસ્ત જીવવું અને આત્માએ જ આત્માને અસીમ પ્રેમ કરવો એ જ સમુચિત નથી શું? પામરને અર્પણ કરવા માટે તો આપણું સંવિદ (યું... Page #190 -------------------------------------------------------------------------- ________________ ૧૮૧ સાધનાપથ અને આત્મજ્ઞાન સાચો પ્રેમ આત્માને ઉર્ધ્વગામી બનાવે છે. પ્રેમ અને વાસના વચ્ચે કલ્પતરૂ અને બાવળ જેટલો તફાવત છે. અધ્યાત્મીઓ જે સાચા પ્રેમને જાણે છે એનો દુનિયાના લોકોને તો મુદ્દલ પરિચય નથી. અહાહા... એવો પ્રેમ ક્યાં વ્યક્ત કરવો ? પાત્રતા વિના... 70 સાચા પ્રેમ વિશે ઘણું અમાપ કહેવા અંતઃકરણ તલસે છે. પણ, પ્રેમ શબ્દ જ નિંધ બની ચૂકેલ છે. નિર્વ્યાજ પ્રેમ – નિર્મળ પ્રેમ – નિખાલસ પ્રેમ – નિસ્વાર્થ પ્રેમ આજે દુનિયામાંથી અલોપ-અદશ્ય થઈ ગયેલ છે. ખરે જ દુનિયાનું આથી મોટું દુર્ભાગ્ય બીજું કોઈ જ નથી. O આત્મપ્રેમનિમગ્ન જોગી-જોગંધરોની વાત ન્યારી છે...પણ માનવી-આમઆદમી પ્રેમ વિના જીવી કેમ શકતો હશે – શા માટે જીવી જાણતો હશે – એ અમને કેમેય સમજાતું નથી. પ્રેમ વિનાનું જીવન કેવળ બોજ અને બંધન જ નથી શું ? તો - 70 = અઢી અક્ષર પ્રેમના – એ કબીરજી કેવા પ્રેમની વાત કરે છે ? ખરે જ નિર્મળકક્ષાના, પરમનિર્મળકક્ષાના પ્રેમની – આત્મિયતાની – આપણને અંદરમાં ગમ જ નથી. જીંદગી એક બોજ જ બની રહે, જો કબીરજી કહે છે એવો પ્રેમનો પરિચય ન હોય તો. 70T કાશ, વારંવાર ખચકાટ થાય છે કે કોઈ, આત્માનું ઉર્વારોહણ સાથે એવા પવિત્ર પ્રેમને સમજી નહીં શકે — વિશેષ શું લખવું ? એવી પાવન આત્મદશા થયા વિના એવા પ્રેમનો ઉદ્ભવ સંભવિત જ નથી. પવિત્રધારા...ગહેરીધારા...અખંડધારા... NOGT રૂડા સમર્પણભાવથી સત્સમાગમ કરનાર ભલા જીવને એવા અનંતગહેરા વિમળ પ્રેમના ઈશારા મળે છે. જનેતા અને શિશુ જેવો ગાય અને વાછરડા જેવો – અનહદ પ્રેમ પ્રતીત થાય છે – બાકી આત્મા આત્માને પ્રેમ વરસાવે એ તો ઘણી અદ્ભુત બીના છે. - 0≈ કોઈનાય પ્રેમની અપેક્ષા રહે એ તો આત્મરતીની કમી જ દર્શાવે છે. એ સૂચવે છે કે ચેતના હજું ચૈતન્યદેવ સાથે ઓતપ્રોત થઈ નથી. અનાયાસ કોઈ એવો આત્મિય સંગાથી મળી જાય તો મહાભાગ્ય – બાકી અપેક્ષા રહે એ તો અપૂર્ણતાની જ સૂચક છે. Page #191 -------------------------------------------------------------------------- ________________ સાધનાપથ અને આત્મજ્ઞાન ૧૮૨ પૂર્ણને કોઈનાય સાથ-સંગાથની અપેક્ષા ક્યાંથી હોય ? એને કોઈ કરતાં કોઈ જાતની ઉણપ જ સાલતી નથી. પરિતૃપ્ત છે એ તો જવા દો...શબ્દોથી એની કૃત્યકૃત્ય દશાને વર્ણવી શકાય નહીં. અપ્સરા આવી ઉતરે તોય એ તો એની આત્મમસ્તીમાં ચકચૂર રહે. આમઆદમી માટે આ સંસારમાં કોઈ દુર્લભમાં દુર્લભ પદાર્થ હોય તો – ધન, વૈભવ, પ્રતિષ્ઠા આદિ કોઈ અતી દુર્લભ નથી – એ પદાર્થ છે દિલોજાન સાથીની પ્રાપ્તિ. એના વિકલ્પમાં ત્રણભુવનનું સામ્રાજ્ય મળે તો પણ કંઈ જ વિસાતમાં નથી. કહેવાય છે કે મેઘનું સ્વચ્છ જળ પીવા ન મળે તો ચાતકપક્ષી તરસ્યુ મરી જાય છે પણ એ સિવાય બીજું જળ એ પીતું નથી – એમ માનવે નિર્મળ પ્રેમવાન સાથી ન મળે તો સંગાથ વિના રહેવું બહેતર છે. પણ જેને તેને મિત્ર બનાવવા વ્યાજબી નથી. આ દુનિયામાં જ્ઞાનીઓની કમી નથી: સમજુઓની કમી છે. ખરેખરા સમજુ આત્માની સંગત મળવી એ સ્વર્ગાદિક મેળવવાથી પણ મોટી ઉપલબ્ધિ છે. સમજુ કહેતા અમે કેવા રૂડા જીવની સંગતની વાત કરીએ છીએ એ વિરલ જ કોઈ સમજી શકશે. ખરેખર, વિવેક-શાણપણભર્યા સમજુ જીવની સંગત મળવી એ ઘણું મોટું સૌભાગ્ય છે. એમાંય પારમાર્થિક વિવેકવંત કલ્યાણમિત્ર મળવો એના જેવું સૌભાગ્ય અન્ય કોઈ નથી. એવો પરમમિત્ર મળે તો જીવનું અનંતકાળનું ભાવદારિદ્ર દૂર થઈ જાય છે. સજજન સાથીની સંગત પામવા પોતે પણ કેવા પરમોચ્ચકોટીના પાત્ર થવું પડે છે ? પોતે જો એવી પરમ પાત્રતા ન ધરાવતા હોય તો એ સંગત અમિત ફળદાયી બની શકતી નથી. પાત્ર થાય એને કુદરત એવો પરમમિત્ર મેળવી આપે છે. પવિત્ર આત્માની અંતરતમની પિપાસા પરિપૂર્ણ કરવા કુદરત બંધાયેલી છે. પિપાસા અંતરની ગહેરી હોવી ઘટે. પવિત્ર ભાવનાઓને ન્યાય કરવા નિસર્ગનું સમસ્ત તંત્ર કાર્યરત છે. ભાવના જેટલી પાવનભવ્ય – પરિણામ એટલું અમિતભવ્ય. Page #192 -------------------------------------------------------------------------- ________________ ૧૮૩ સાધનાપથ અને આત્મજ્ઞાન ભાઈ ! ભાવનાની ઘણી અમાપ કિંમત છે હોં...ભાવના એવું જ ભાવિ નિર્માણ થશે. એકે ભાવના નિષ્ફળ નથી. કાશ, જીવને જો ભલીપેરે ભાવના કરતાં આવડતું હોત તો એનો ઉદ્ધાર ક્યારનો થઈ ચૂક્યો હોત...ભાવના જ સાચું ચિંતામણીરત્ન છે. 70 ભાઈ...! તમે ભાવનાની અજીબોગજીબ શક્તિને પીછાણો. ભાવના અપરપાર ફળ બક્ષનાર છે. સારી કે માઠી ભાવના જીવનું તથા પ્રકારનું ભાવિ ઘડે છે. ભાવનાનુસાર ભાવિનિર્માણ થતું હોય: ભાવનામાં ખૂબ ખૂબ તકેદારી વર્તવી ઘટે છે. સાચી હૈયાની ભીની ભાવનાઓ તો જીવને શીવ બનાવી દે છે. પોતાની ચેતનાને ભગવદ્યુતના બનાવવા જે ભાવનાશીલ છે, – નિરંતર એ ભાવના જે ખૂબ ખૂબ ભાવે છે, – એ અવશ્ય એક દિવસ ‘ભગવાન’ બની જાય છે. હાડા હૈયાની ગહેરી ભાવના જોઈએ. – @ ભાઈ...! ભાવના જ મહાન આત્મવિશુદ્ધિકારક છે. જેને પોતાની સમગ્ર ચેતનાને પરિશુદ્ધ કરવાની પ્રબળ ભાવના છે અને દિનરાત એ જ લગની છે, એવો સુભાગી જીવ અલ્પકાળમાં વિશુદ્ધ આત્મદશા પામી જાય છે. નિશે. 70 પોતાનો આત્મા શુદ્ધ સ્ફટિક જેવો પરમનિર્મળ છે – એમાં કોઈ અશુદ્ધિ નથીઃ વિકાર નથીઃ વિભાવ નથી.' એવી નિરંતર ભાવના, ખરા હ્રદયથી કરનારની ચેતના એવી સ્ફટિક જેવી નિર્મળ બની જાય છે. – એમાં સંદેહ નથી. 70 કલ્પનાની મીઠાશ એવી કારમી છે કે જીવ વાસ્તવિકતા વિલોકવા પણ તૈયાર નથી ! કલ્પનાના ચણેલા મિનારા તૂટે ત્યારે જીવને વાસ્તવિકતા નિહાળવા અવકાશ થાય; પણ જીવ જૂની કલ્પનાઓ તૂટે તે પહેલા નવી કંઈ કલ્પનાઓ ઘડી લે છે. જીરૂ વાસ્તવિકતા વિલોક્યા વિના જીવનનું કે જગતનું સાચું દર્શન થતું નથી. પણ જીવ આંખ મીંચી જાય છે. નરી વાસ્તવિકતા એ નિહાળતો જ નથી. કલ્પનાનો પણ એક કેફ હોય છે. – જીવ દિનરાત એ કેફમાં ચકચૂર રહી – વાસ્તવઃ દર્શન કદી કરતો જ નથી. Page #193 -------------------------------------------------------------------------- ________________ સાધનાપથ અને આત્મજ્ઞાન ૧૮૪ વાસ્તવઃ દર્શન નહીં કરવાના કારણે જીવની ઊંધ ઉડતી નથી. જીવ પોતાના સાચા હિત પ્રત્યે સજાગ થઈ શકતો નથી. જીવને પોતાની બૂરી હાલતનું ભાન પણ નથી. – ત્યાં એમાંથી ઉગરવા એ દઢ સંકલ્યવાન થઈ સક્રિય બને એ ક્યા સંભવ છે ? થર્મોમીટર ઘણો તાવ બતાવે તો એના પર રોષ કરી એને ફોડી ન નખાય. સારું છે કે એ વાસ્તવઃ સ્થિતિનું હૂબહૂ ભાન કરાવે છે. એમ જીવને એની વાસ્તવઃ દશા બદાવનાર સદ્ગુરુ પર રોષ ન થાય. – એ તો પરમ ઉપકારનું કાર્ય કરે છે. જીવની હાલત ખરે જ ખતરનાક ગંભીર છે. આધ્યાત્મિક દૃષ્ટિએ જોતા જીવ ઘણો બીમાર અને બેહાલ છે. ચેતે નહીં તો...ખરે જ જીવનું ભાવિ ઘણું કરુણાજનક છે. સદ્ગુરુ વિના જીવને એની સાચી હાલતનું ભાન કોઈ કરાવે એમ નથી. જીવે ખરે જ કડવામાં કડવું ઓષધ ખાવાની જરૂર છે – જો એનું હિત એ ઈચ્છતો હોય. મીઠાં ભોજનથી તો વ્યાધિ ઘણો વધી ભયાનક થવાનો છે. તે જીવ, થોડો શાણપણમાં આવે અને સદ્દગુરુ પાસે પહોંચી જા – તો ભાવિ મહાન અહિતમાંથી ઊગરી શકીશ. જ્ઞાનીઓ કહે છે કે અનંતકાળમાં આ જીવે મનસ્વીપણે ચાલીને પોતાનું કલ્પનાતીત અહીત કર્યું છે. વીતરાગના બદલે ખરેખર તો જીવે રાગની જ ઉપાસના કરી છે. કારમા રાગ પોષીને જીવે, સાધી સાધીને કેવલ ભવભ્રમણ જ સાધ્યું છે. વીતરાગ માર્ગની ઉપાસના કરતાં પહેલા જીવે હયે હાથ મૂકીને પોતાની જાતને પૂછવા જેવું છે કે જીવ. તને રાગીદશા રુચે છે કે વીતરાગતા રુચે છે ? રાગ-દ્વેષમાંથી વિમુક્ત થવું છે કે રાગ-દ્વેષના રસ પોષવા છે ? વીતરાગ થવું છે ખરૂં તારે ? આજે તો આંધળો આંધળાને દોરે એવી મુક્તિમાર્ગની દશા છે. વીતરાગી શાંતિનો અગાધ પરિચય તો શું પણ અલ્પ પરિચય પણ નથી. પ્રાય સઘળો સમાજ શુભાશુભભાવો વચ્ચે ઝોલાં ખાય છે – શુદ્ધપરિણતિની પરખ પણ વિરલાને હશે. Page #194 -------------------------------------------------------------------------- ________________ સાધનાપથ અને આત્મજ્ઞાન આત્માની શુદ્ધપરિણતિમાં રસતરબોળ નિમગ્ન હોય એવા સદ્ગુરુ પણ મળવા ઘણાં દુર્લભ છે. મહાભાગ્યવાન જીવને એવા પરમ આત્માર્થી સત્પુરુષનો યોગ લાધે છે... અને ત્યારે જીવને આત્મજ્ઞાન અને આત્મધ્યાન થવા અવકાશ થાય છે. ૧૮૫ 0 સાચો આત્મધ્યાની પુરુષ, આત્માના ઊંડાણમાં સ્થિત હોય છે. એને કોઈ વાતની ચંચળતા કે ઉત્સુકતા હોતી નથી. અંતરથી એ પરમ નિવૃત્તિપ્રિય હોય છે. લોકોની સંગત એને સુહાતી નથી. એવા સત્પુરુષને જોતા જોતા જ મન ઠરી જાય છે. 70F સાચા આત્મજ્ઞ સંતો પ્રાયઃ દુનિયાને ઓળખાતા નથી. અંતઃકરણથી એ સાવ શિશુ જેવા નિર્દોષ હોય છે. એમના કોઈ એવા બાહ્યાચરણ પરથી એમના અંતઃકરણનું માપ કાઢવું એ સરાસર ભૂલભરેલું છે. એમનો આશય કેવળ સર્વના હિતનો જ હોય છે. 70× હરેક બાબતમાં આત્મજ્ઞસંતનો આશય શુદ્ધ-સ્ફટિક જેવો પરમ નિર્મળ હોય છે. એમના હૈયે તો તમામનું હિત જ વસેલું હોય છે. ચાહે તેવા ઉગ્ર શત્રુનું પણ હિત જ એમના હૈયે રમતું હોય છે. - કોઈનું અહિત એ ઈચ્છે સુદ્ધાં નહીં. આ સંસારમાં સુજન આત્માનો સંગ મળવો આસાન નથી. એવા સુજન સંગાથીની દુર્લભતા કેટલી છે એ જાણનાર જ જાણે છે. કાંઈ નહીં ભાઈ...કોઈ સારો સંગ ન મળે તો જે તે સંગ હરગિજ કરવો નહીં. આત્માએ જ આત્માના ૫૨મમિત્ર બની જવું. આત્મમસ્તી માણનાર મહાનુભાવને કોઈનાય સંગની ઉણપ સાલતી નથી. એને તો પોતાની મસ્તી એવી જામી છે કે બીજા આવી વિક્ષેપ કરે એ સુહાતું નથી. ખરે જ આત્મા નિજાનંદમાં નિમગ્ન રહેવા મહાવરો પાડે તો કાળાનુક્રમે પરમ મસ્તી અનુભવે. લગની લાગે છે એને બીજા લગવાડો આપોઆપ છૂટી જાય છે. આત્માર્થી જીવને પંચાતપ્રિય જનની સોબત ન હોય. પોતાની લગનીમાં પૂરક થાય એવા પરમમિત્ર મળે તો ઠીક છે – બાકી જેની તેની મૈત્રી કરવાથી શું ફાયદો ? Page #195 -------------------------------------------------------------------------- ________________ સાધનાપથ અને આત્મજ્ઞાન ૧૮૬ જીવને ખરેખર કોનાથી – કેટલી –નિસ્બત છે એ ગવેષવા જેવું છે. આ ગવેષણ સુપેઠે થાય તો ઘણાં લગવાડો છૂટી જાય છે. અને આત્મહિત માટે પર્યાપ્ત અવકાશ મળી રહે છે. વાતેવાતે જીવને થવું જોઈએ કે – “જે હો તે મારે શું નિસ્બત ?” બરા આત્માર્થી જીવને તો કેવળ આત્મહિતને લગતી વાત સિવાય કોઈ વાતમાં અંતરથી બિલકુલ રસ નથી, એના કુતુહલો તમામ શમી ચૂકેલા હોય છે. કોઈ એવી વાત કરે ને ઉપરટપકે એમાં ભળવું પડે તોય અંતરથી એ નિર્લેપ હોય છે. જગત તો વિચિત્રતાઓથી જ ભરેલું છે ને સદાકાળ વિચિત્ર જ રહેવાનું છે. આત્માર્થી જીવે જગતની પરવા ન કરતાં, જગતથી સાવ નિરપેક્ષ થઈ જવા જેવું છે. જગતની પાસે એને કોઈ અપેક્ષા નથી – કોઈ સ્પૃહા નથી. પોતાની આત્મદશા ગમે તેવી ઉચ્ચકક્ષાની હોય તો પણ જગતથી લવલેશ માનની અપેક્ષા ધરવા જેવી નથી. અરે, જગત કદાચ અપમાન પણ આપે તો લગીર ક્ષોભ પામવા જેવું નથી. જીવને આંતરસુખથી નિસ્બત છે – જગતના માનાપમાનથી નહીં. આંતરવિશુદ્ધિ અને આત્મસ્થિરતા વધતાં જે ગહનાનંદની અનુભૂતિ થાય છે એ પામ્યા પછી સહજ જ બીજી કોઈ કરતાં કોઈ સ્પૃહા રહેવા પામતી નથી. એવા સંતની નિસ્પૃહતા કેવી અલૌકિક હોય છે એ જાણનારા જ જાણે છે. સ્પૃહા જ ખરે દુઃખનું મૂળ છે. જીવ ખૂબ આકળવિકળ છે. કારણ કે એનામાં પાર વિનાની સ્પૃહાવાંછા પડી છે. સ્પૃહારહિત દશાનું અપૂર્વ સુખ જીવને અનુભવગમ્ય નથી. બાહ્યસ્પૃહાઓની ઉપશાંતિ થાય તો જ અંદરમાં ઠરી, આત્મસુખ સંવેદી શકાય જીવ સુખના અર્થે સ્પૃહાઓ કરે છે પણ જાણતો નથી કે સ્પૃહા જ દુઃખનું મૂળ છે. એકવાર જો સર્વ સ્પૃહાથી રહિત થઈ જીવ સ્વભાવમાં સુપેઠે ઠરે તો એને સ્વયંભુ સમજાય જાય કે પૃહારહિત ચિત્ત કેવી અલૌકિક શાંતિ-પ્રસન્નતા અનુભવી શકે છે. Page #196 -------------------------------------------------------------------------- ________________ ૧૮૭ સાધનાપથ અને આત્મજ્ઞાન સ્પૃહા કરવી જ હોય તો...મન જ્યાં ઠરીને સહજ વિશ્રાંતિને પામે એવા પરમ સત્સંગની જ સ્પૃહા કરવા યોગ્ય છે. જે સઘળી સ્પૃહાઓના સંતાપમાંથી જીવને ઉગારી લે...જીવને કૃત્યકૃત્ય બનાવી દે એવો સત્સંગ જ એકમાત્ર વાંછનીય છે. જીવ ચિંતન કરે એ રૂડું છે – પણ, એ ચિંતન બંધ કરનારૂં બને છે કે મુક્તિદાતા – એ ઘણો ઊંડો સવાલ છે. ધ્યાન-ચિંતન જો આત્મલક્ષી ન રહે તો ખતરાનો પાર નથી, માટે એકાંત-મૌન-ધ્યાનની સાથોસાથ ‘સત્સંગ પણ ખૂબ ખૂબ રાખવા યોગ્ય છે. મુમુક્ષુ અર્થાત્ મોક્ષાભિલાષી જીવે, લબ્ધ સત્સંગની અવગણના કરીને, ચિંતન-મનન કે ધ્યાનાદિના રવાડે ચઢવું સરાહનીય નથી. સત્સંગની સાથોસાથ પોતાની ભૂમિકા અનુસાર ચિંતન-મનન કે ધ્યાન વિગેરે આરાધાય એ શ્રેયસ્કર છે. છOS નિર્વિકલ્પ સ્વરૂપનું ધ્યાન બહું અનોખી ચીજ છે. સ્વરૂપબોધ સુસ્પષ્ટ થયા પછી જ એવું આત્મધ્યાન ઉદ્દભવે છે. અહાહા...નિર્વિકલ્પ સ્વરૂપનું ધ્યાન એ ત્રિભુવનમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ એવી અદ્ભુત ઉપલબ્ધિ છે. વિરલા જીવને એ લબ્ધિ લાવે છે. ધ્યાનના નામે ભળતાં રવાડે ચડી ગયેલા જીવોની અપરંપાર દયા આવે છે. અંદરમાં વિચારોના વંટોળ ઘુમરાતા રહે ને જીવ માને કે મને ધ્યાન લાધ્યું છે – આત્મધ્યાન લાધ્યું છે – તો એના જેવી કાતિલ આત્મવંચના બીજી એકપણ નથી. સચિંતન-મનનના રાહે તકેદારીપૂર્વક આગળ વધનાર મન, આત્માને નિર્વાણ પણ સાધી આપે છે - અને – એ જ મન જો રાગ-દ્વેષના રવાડે ચડી જાય તો આત્માનું નખ્ખોદ પણ વાળી નાખે છે – સાવકે ખૂબ ખૂબ સાવધતા વર્તવાની આવશ્યકતા છે. મન જ્યાં જવા માંગે ત્યાં એને જવા દેવું કે મને જે માંગે તે એને આપી દેવું ઉચિત નથી. મનનો જય કરવો હોય તો મનને રુચે એવું નહીં પણ, આત્મનુને હિતકારી હોય એવું કરવા મનને મનાવી લેવું ઘટે છે. આત્મદઢતા હશે તો મનને અવશ્ય માની જવું પડશે. Page #197 -------------------------------------------------------------------------- ________________ સાધનાપથ અને આત્મજ્ઞાન ૧૮૮ ઉદ્ધત પુત્રને વશમાં રાખવા શાણો પિતા જે કોશલ દાખવે કે ઉદ્ધત શિષ્યને ઠેકાણે લાવવા અનુભવી ગૂરૂ જે દક્ષતા દાખવે એવી અથવા એથી પણ અદકેરી કુનેહ દાખવી આત્માર્થી સાધકે પોતાના મનને ઠેકાણે આણવાનું છે. સુખ વિશેની ભ્રમણા જ જીવના ભવભ્રમણનું મુખ્ય કારણ છે. સુખ તો આત્માનો સહજ સ્વભાવ છે. સ્વભાવને અનુસરો એટલે સુખ સ્વતઃ હાજર થાય. પણ જીવની બાહ્યવૃત્તિ મટતી નથી . કારણ કે એણે ભ્રાંતિવશ બહારના સુખાભાસને જ સુખ કલ્પી લીધેલ છે. પ્રત્યેક પ્રબુદ્ધ પુરુષો જીવની સુખ વિશેની ભ્રમણા તોડવા પ્રયત્ન કરે છે. આ ભ્રમણા જ મોટું મિથ્યાત્વ છે. જ્યાં સુધી જીવને દઢતા ન થાય કે, સુખ બહારમાં ક્યાંય નથીઃ સુખ, સાચું સુખ કેવળ આત્મામાં જ છે – ત્યાં સુધી અધ્યાત્મયાત્રાનો પ્રારંભ થતો નથી. જે પોતાની વર્તમાન સ્થિતિ છે એ પૂર્ણપણે સુખપ્રદ કે સંતોષપ્રદ તો નથી – એવું મહદપ્રાય સર્વ કોઈને અંતરથી મહેસુસ થવાનું જ...એ સૂચવે છે કે માનવીના અવ્યક્ત ખ્યાલમાં કોઈ નિરાળા સુખની છબી અવ્યક્ત વસેલી છે. – ભાઈ એ સુખ સ્વભાવરમણતાનું જ છે. સ્વભાવથી વિછોડાઈને ઘણે દૂર દૂર નિકળી ગયેલા માનવનું મૂક અંત:કરણ તો તલસે જ છે કે અંદરથી ઠરી જવાય તો સારું...અલબત, આ અવ્યક્ત ઝંખના છે – બુદ્ધિગમ્ય નથી. પણ માનવ જ્યાં સુધી સ્વભાવમાં બેહદ કરવાનું નહીં કરે ત્યાં સુધી અવ્યક્ત અજંપો રહેવાનો જ. વિચારક અને વિચક્ષણ મહાનુભાવને એવું તો મહેસુસ થવાનું જ કે પોતે હજું કરવાનું ઠેકાણું પામ્યો નથીઃ હજું કરીને ઠામ થયો નથી. આનો ઉપાય તો બસ એક જ છે સ્વભાવ બાજુ વળી ઢળી જવું સ્વભાવમાં ઠરીને જામ થઈ જવું...બીજો ઉપાય નિષે ત્રણલોકમાં કોઈ નથી. DS સ્વભાવમાં પરિપૂર્ણ કરી જઈને ગહનસમાધિ વેદવી એનું જ નામ પરમાર્થથી મોક્ષ છે. મોક્ષ એ ચૈતન્યની એવી પરમવિમળ સ્થિતિ છે કે નિષ્ફળ નિજાનંદની નિમગ્નતા સિવાય જગતના કોઈ કરતાં કોઈ ભાવોનું ત્યાં સ્મરણ માત્ર પણ નથી. Page #198 -------------------------------------------------------------------------- ________________ ૧૮૯ સાધનાપથ અને આત્મજ્ઞાન જાગૃતિપૂર્ણ નિષ્ક્રિયતા અમાપ લાભકારી છે. તમે સંપૂર્ણ જાગૃત હો પરંતુ મન-વચન-કાયા તદ્દન નિષ્ટ અર્થાત તમામ પ્રવૃતિથી રહિત હોય. - અલબત આવી સજાગતા અને આવી નિષ્ક્રિયતા અભ્યાસથી સાધ્ય છે. પણ એ સ્વાનુભૂતિના દ્વાર ખોલી આપે છે. મન નિસ્તરંગ સરોવર જેવું નિકલ હોય અને તમે પૂર્ણ સજાગ હો – કાયા મૂર્તિવત્ સ્થિર હોય; એવી સ્થિતિમાં તમે ઘડીભર પણ રહી શકો તો આત્મધ્યાનના દ્વાર ખૂલી જઈ શકે છે. માત્ર વાતોથી આ નહીં સમજાય, પણ પ્રયોગ કરશો તો અવશ્ય સિદ્ધિ સાંપડશે. મનનેનિસ્તરંગ બનાવવા પ્રથમ તો વિચારોના માત્ર સાક્ષીરૂપે તમે તમને સ્થાપો. માત્ર સાક્ષીભાવે. જે પણ વિચારો ઉગે.આથમે એને જોવાના, સજાગપણે. અને તમે શુદ્ધ સાક્ષી છો – કઈ પણ વિચારોમાં ફેરફાર કે વધઘટ કરનાર નથી એ તો ભૂલવું ન ઘટે. તમે માત્ર છો' – એવી તમારી હયાતીનું જ સભાનપણું રાખો. એ સભાનપણું જેમ બને તેમ પ્રગાઢ કરતાં જાઓ. વિચારો ઉપર ખાસ લક્ષ જ ન આપતા તમારી હયાતી જ સઘનપણે લક્ષમાં લો. તમે જાણે મનથી સાવ ભિન્ન પડી ગયા છો એવી ગાઢ અનુભૂતિ જગાવો. પ્રારંભમાં આ નવું નવું લાગશે...પણ આગળ વધતા તમને સમજાશે કે તમે સ્વાભાવિકદશામાં જ આવી રહ્યા છો. મન કરતાં તમારું અસ્તિત્વ ઘણું ભિન્ન અને ભવ્ય છે એનો અનુભવ રોમહર્ષક બનશે. મન સાથે તમે ભળો નહીં તો કાળાનુક્રમે એને વિશ્રાંત થઈ ગયા વિના ઉપાય નહીં રહે. જON હકીકત એ છે કે, મનને બળ તો ચેતન્ય પાસેથી જ મળે છે...ચેતન્ય મન સાથે ભળે એથી જ મનને નવું નવું બળ મળતું રહે છે. તમે સાક્ષી બની જેમ જેમ મન સાથે ભળવાનું અલ્પ કરો એમ મન નિર્બળ થતાં અનાયાસ એ શાંત થતું જાય છે. બીજા પ્રત્યે કોઈ એવું વર્તન આચરતા પહેલા...શાંત થઈને એટલું અવશ્ય વિચારી લેવું કે, પોતાના પ્રત્યે કોઈ એવું વર્તન દાખવે તો પોતાને કેવું લાગે ? આટલો જ નાનકડો વિચાર કોઈના ય પ્રત્યે અનુચિત વર્તાવ કરતા આપણને રોકી લેશે. Page #199 -------------------------------------------------------------------------- ________________ સાધનાપથ અને આત્મજ્ઞાન ૧૯૦ કલ્પનામાં ને કલ્પનામાં ગુલતાન થઈને જીવ પાયા વિનાના કેટકેટલાય મહેલ ચણે છે. એવા એવા અરમાનો કરે છે જે સફળ થવા સંભવ જ ન હોય, પરસ્પર વિરૂદ્ધ એવા પણ પાર વિનાના મનોરથ કરે છે...કલ્પનાથી ઘડે અને કલ્પનાથી ભાંગે એવું ચાલ્યા જ કરે છે ! સભ્ય પુરુષાર્થ થવો જ દુર્લભમાં દુર્લભ છે...બાકી અસમ્યફ પુરુષાર્થ તો જીવ ભીષણકક્ષાનો કરી છે. જેટલો પુરુષાર્થ આ જીવે કર્યો છે જીવનમાં એના હજારમાં ભાગનોય જો સમ્યગુ પુરુષાર્થ સંભવ્યો હોત તો જીવનો નિષે ઉદ્ધાર થઈ ગયો હોત. આત્મહિતના નિર્ભેળ લો, આત્મજાગૃતિપૂર્વક, યથાર્થ વિધિએ પુરુષાર્થ થાય તો નિષે બહુ અલ્પકાળમાં જીવનું પરમાત્માન થયા વિના રહે નહીં. ગુરુગમ વિના મહટ્ટાય યથાર્થ સૂઝબૂઝપૂર્વકનો પુરુષાર્થ સંભવતો નથી. આત્માર્થી સાધકને કોઈનાય પરત્વે નફરત દિલમાં હોય જ નહીં. સર્વને એકસમાન દષ્ટિથી નિહાળનારને નફરત ઉગવા સંભવ જ નથી. સાધક એવી અહી સમદષ્ટિ ધરાવતો હોય છે કે ગમે તેવા પાપી યા હીન જીવપ્રત્યે પણ એને આત્મવત્ ભાવ હોય છે. નફરતની વૃત્તિ ઉઠે તો એ એટલા અંશે દિલમાં રાગ-દ્વેષના કચરા પડેલા છે, એમ સૂચવે છે. તક મળતા જ ભીતરના રાગ-દ્વેષ ઉપર ઉભરી આવે છે. રાગ કે દ્વેષના એવા ઉદ્દગમને તાબે ન થતાં જીવે તે વેળાએ સમદષ્ટિ જગવવા યત્ન કરવો જોઈએ. જs રાગની વૃત્તિ ઉઠે એ વેળા જ સાધકે સાવધ થઈ વીતરાગતાનું ધ્યાન કરવાનું છે. ઉઠેલી વૃત્તિને તત્ક્ષણ ઉદાસીનભાવમાં પરિવર્તીત કરી દેતા આવડે તો જીવ જંગી લાભ ખાટી શકે છે. રોગ સામો આવે તે વેળા જ એને પરાસ્ત કરવામાં મહાપરાક્રમ રહેલું છે. અંતરમાંરાગ-દ્વેષનું વાવાઝોડું ઉઠે ત્યારે તો જીવે જરાપણ ગાફેલ રહેવું ઘટે નહીં. સમભાવ કેળવવાનો આનાથી મહાન અવસર બીજો કોઈ નથી. ખૂબ જાગૃત થઈ જીવે આત્મચિંતનમાં કે તત્વાનુશીલનમાં ઓતપ્રોત થઈ જવું ઘટે. Page #200 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧ સાધનાપથ અને આત્મજ્ઞાન અંતરમાં અજ્ઞાન અને મોહની આંધી ઉઠે ત્યારે જીવે પોતાનું પરમધ્યેય ઉત્કટપણે સ્મરણગત કરવું જોઈએ. સ્વના અને સમષ્ટિના પરમ ઉત્કૃષ્ટ શ્રેયનું ધ્યેય યાદ કરી કરીને અંતરનું પરિણમન પુનઃ પાવન બનાવી દેવું ઘટે. T ભાઈ ! ખ..રે..ખ..૨ વૃત્તિઓના તોફાન વખતે જ વિવેકદીપ જલાવી રાખવો એ વૃત્તિવિજયની ખરી સાધના છે. તોફાનમાં પણ જે તત્ત્વજ્ઞાનને ભૂલતો નથી. – ઉલ્ટું, વધુ પ્રખરપણે સ્મરણમાં લાવે છે એ સ્થિતપ્રજ્ઞ બની જાય છે. કદાચ કમજોરીવશ જીવ અંતરમાં ઉઠતા તાજા રાગ-દ્વેષને પૂર્ણતઃ જીતી ન શકે તો પણ એ રાગ-દ્વેષનો રસ બને તેટલો અલ્પ થઈ જાય અને આત્મરુચિ બને તેટલી વિશેષ થાય અને રાગ-દ્વેષની રુચિ વધવા ન પામે એની ઉગ્ર તકેદારી રાખવી ઘટે. © વીતરાગતા અને આત્માનંદ સાધવાના આ અણમોલ અવસરમાં, રાગ સાધવાનું કરવું એ માટી મેળવવા માટે મણિ આપી દેવા જેવું છે. જીવને વીતરાગી શાંતિનો કોઈ પરિચય નથી એટલે રાગનું મહત્વ ને મમત્વ મનમાંથી ખસવા પામતું નથી. ©Þ દિલ ક્યાં વહ્યું ગયું છે એ શાધખોળ કરીને એને પુનઃ સ્વભાવ તરફ વાળી લેવું એ પ્રતિક્રમણ છે. દિલ પારા જેવું છે. પકડવા જતાં સરી જાય એવું છે. પણ વારંવાર ખોવાય જતા દિલને ખોજી ખોજીને વારંવાર સ્વભાવ પ્રતિ વાળી દેવું એ જ કરણીય છે. હે પ્રભુ ! ક્ષુદ્રઆશયવાન અમને તું પરમઆશયવાન બનાવ. અમારી ક્ષુદ્ર કામનાઓ અને પ્રાર્થનાઓ પ્રભુ તું માફ કરજે. માંગીએ એ તું ન આપીશ – પરંતુ અમારી યોગ્યતા અનુસાર તારે જે આપવું હોય તે અમોને આપજે. 0 'સત્યમ્-શિવમ્-સુંદરમ્'ની અલૌકિક મસ્તી ક્યાં... અને વર્તમાન માનવનું વિષાદમયી જીવન ક્યાં... જીવન વિશે સાચ્ચા તત્ત્વજ્ઞાનથી માનવ વિછોડાય ગયેલ છે એનું જ આ પરિણામ છે. માનવ અનાત્મભાવોમાં વધુ રાચશે તો પરિણામ દુઃખદ જ આવવાનું છે. Page #201 -------------------------------------------------------------------------- ________________ સાધનાપથ અને આત્મજ્ઞાન ૧૯૨ જેનું હૃદય સુંદર છે અને સર્વત્ર સઘળુંય સુંદર જ લાગવાનું. સુંદરતા કે કુરૂપતા બાહ્ય પદાર્થો કે પરિસ્થિતિમાં નથી પણ માનવીના મનના વલણ ઉપર છે. ખરે જ માનવી પોતાનું મન પવિત્ર કરે તો એનું વિશ્વદર્શન સાવ જ પલટાય જાય એવું છે. જીવને આત્મધ્યાની થવું છે પણ નિહેતુક વૃત્તિ-પ્રવૃત્તિથી વિરમવું નથી ! ધ્યાની એ જ થઈ શકે છે અકારણ કોઈ જ વિષયમાં મતું ન મારતો હોય...કદાચ માથું મરાય જાય તો પણ તત્કાળ સાવધાન થઈ અલિપ્ત બની જતો હોય. ભાઈ ! પ્રત્યેક સાધારણ કે અસાધારણ ઉપલબ્ધિનું યોગ્ય મૂલ્ય ચૂકવવું જ પડતું હોય છે તો અધ્યાત્મિક મહાન ઉપલબ્ધિનું એવું મુલ્ય શું ન ચૂકવવું પડે ? ચિંતામણિને કોઈ ચણોઠી આપી ખરીદવા માંગે તો એ કાંઈ બની શકવાનું થોડું છે? સાચા ધ્યાની થવું જ હોય તો જીવે ચંચળતા પરિહરિ દેવી ઘટે. ચંચળતાના ઉત્પાદક એવા કોઈ કારણ સેવવા ન ઘટે. ખાતા-પીતા-સૂતા-ઉઠતા હરેક વેળાએ પોતાની સ્વભાવસ્થિરતા જળવાય રહે એવી વિશેષ કાળજી રાખવી ઘટે. ખાસ કરીને...અનાયાસ ચંચળ બની જ જવાય એવા સંયોગમાં પણ જે સ્થિરતા સાધી રાખવાનો મહાવરો પાડે છે એ મહાનુભાવ અન્ય વેળાએ તો સહજ સ્થિરતા રાખી શકે છે. ચંચળ અને વ્યગ્ર બનાવી મૂકે એવી વેળાએ પણ સહજ સ્થિરતા જાળવનારા વંદનીય છે. માયા ખરે જ કારમી બલા છે...એનું વળગણ જીવને ઘણું પ્રગાઢ છે. જીવ પોતાની મનસૂબી મુજબ ચાહે તેવા ક્રિયાકાંડો કરે – તો પણ, પોતાના અંતરપેટાળમાંથી માયાનો વળગાડ નિવારી શકાતો નથી. કારણ કે, મૂળીયા કલ્પનાતીત ડે પેસેલા છે. વરસોથી શાસ્ત્રાધ્યનન કરનાર બુઝર્ગ પુરુષો પણ માયાના વળગાડથી વિમુક્ત થઈ શકતા નથી. એ તત્ત્વજ્ઞાનની રૂડીરડી વાતો ઘણી કરે છે – પણ, ભીતરમાં તો માયા જ ખેલ ખેલતી હોય છે. માયાની જાળ સમગ્ર લોકમાં જાલિમ પથરાયેલી છે. Page #202 -------------------------------------------------------------------------- ________________ ૧૯૩ સાધનાપથ અને આત્મજ્ઞાન આ દુનિયામાં...જીવ જેને અવલ્લકોટીના સદ્ગુરુ માનતો હોય – પરંતુ, એમની ભીતરમાં પણ માયા નાચતી હોય તો એ કળાવું દુર્ઘટ છે. સ્મરણમાં નારાયણ રમે છે કે ‘નારી' ૨મે છે; એ તો માત્ર પોતાના સિવાય કોણ જાણી શકે ? માયાનો ભેદ કળાવો મહાદુષ્કર છે. 0 જીવ માયાના મૂળ ઘણાં ગહેરા છે...તું જે કાંઈ પુરુષાર્થ કરે છો ને માને છે કે હું મહાન પુરુષાર્થ કરૂ છું – એ સઘળા મહાપુરુષાર્થોને ઘડીવારમાં બેકાર બનાવી દેવાની ક્ષમતા માયા ધરાવે છે. મોટા જોગંધરોનેય માયા કઠપૂતળીની જેમ નચાવી શકે છે. - 70 સર્વસંગપરિત્યાગ કરી નિકળી જનારા – જોતજોતામાં – નવા સંગ બનાવી લે છે. એ શિષ્ય શિષ્યાણીઓના વર્તુળો ઉભા કરી દે છે. અંદરથી નિઃસંગ હોય એવા ચૈતન્યલીન ગુરુ મળવા મહાદુર્લભ છે, એવા નિ:સંગી પુરુષના દાસાનુદાસ થવાનુંય મહાસુભાગ્યે સાંપડે. દિનદિન વધતા જતાં માન-સન્માન પણ ઉલ્ટા જેઓની નિર્લેપતામાં વધારો કરતાં હોય: જેઓને વધુ ઉદાસીન અને અંતર્મુખ બનાવતા હોય; ભક્તો ગમે તેવા ભાવો બતાવે તો ય જે કોઈ પ્રતિભાવ અંતઃકરણમાં ઉઠવા ન દેતા હોય; એ આત્માર્થી જીવોના ગુરુ થઈ શકે. જ્યાંજ્યાં પરાભવ પામેલ છે ત્યાં ત્યાં પુનઃ પુનઃ પ્રયત્ન કરીને જીત પામવા આત્માર્થી જીવને તડપન રહે છે. હીનવૃત્તિઓએ પરાભૂત કરેલ આત્મા, જ્યાં સુધી એ વૃત્તિઓ પર વિજય ન પામે ત્યાં સુધી ચેન પામતો નથી. મૂક અંતઃકરણ તો રડતું-કકળતું અને તડપતું જ રહે છે. 70Þ હે આત્મન્ ! તારી મહાન સત્યનિષ્ઠા ક્યાં ગઈ...? પરમ સત્યના દર્શન કરીને એને આત્મસાત્ કરવાની તારી અદમ્ય તડપન ક્યાં ગઈ.. • ...? જાન પણ ન્યોછાવર કરીનેય સત્-ચિત્-આનંદને ઉપલબ્ધ કરવાની ઝિંદાદિલ ખુમારી ક્યાં ગઈ..? સત્યનો આનંદ માણવા નિતનિત અભિનવ પુરુષાર્થ કરવો પડે છે. વર્તમાનક્ષણનો તાજો પુરુષાર્થ હોય તો જ વર્તમાનમાં સત્ત્ની મસ્તી માણી શકાય છે. જેટલું આત્મલક્ષ કેળવાય અને તત્ત્વનું અનુશીલન થાય એટલી આત્મજાગૃતિ અને આનંદધારા અનુભવી શકાય છે. Page #203 -------------------------------------------------------------------------- ________________ સાધનાપથ અને આત્મજ્ઞાન ૧૯૪ કોઈ કહે છે કે આ વિશ્વવ્યવસ્થા નિયમબદ્ધ સુસંવાદી અને પરમન્યાયપૂર્ણ છે. તો કોઈ કહે છે કે વિશ્વમાં ત્રિકાળ અરાજકતા અને ખતરનાક અંધાધુંધી ચાલી રહી છે. જેને અંદરમાં સંવાદ છે એને અખીલ બ્રહ્માંડમાં લયબદ્ધ-સંવાદિતા ભાસે છે. અંધાધૂંધી તમામ માનવીના અંતરમાં છે. અંદરનો રઘવાયો જીવ બહારમાં પણ બધે અવ્યવસ્થા જ જુએ છે. દષ્ટિ એવી સૃષ્ટિ – એ ખરૂં જ છે. જીવ ! બહારમાં સુધારો કરવાની તજવીજ ત્યજી દે: અને અંદરમાં સંવાદ-સંગતી પેદા કરવા યત્નશીલ થા. જીવ ! બહાના ઉધામાં બંધ કરીને અંતર સુધારણાનો યત્ન તું કદી નહીં કરે ? શું બહારમાં જ ઘડભાંગો કર્યા કરીશ ? તારું અંતર કેવું અસ્તવ્યસ્ત છે – ડામાડોળ છે – અને તું દુનિયાને સુધારવા કૂદાકૂદ કરે છો ? ક્યો કેફ ચડ્યો છે તને ? જ્ઞાનીઓ અમાપ કરુણાથી કહે છે કે, પ્રથમમાં પ્રથમ જીવે સઘનભાવે આત્માનું કાર્ય કરવામાં જ ઓતપ્રોત રંગાય જવા જેવું છે. દુનિયાભરના તમામ કાર્યો બાજુ પર મૂકી દઈને એક આત્મોદ્ધારના જ કર્તવ્યમાં એકતાન થઈ જવા જેવું છે. હે ભવ્યજીવ ! તારે જો મહાન આત્મોદ્ધાર કરવો હોય તો તમામ વિષયો ઉપરથી લક્ષ ઉઠાવી લઈને...એકમાત્ર આત્મલક્ષ જમાવી દેવું ઘટે છે. અંતરમાં ઉતર તો ખરો – પછી તને માલુમ પડશે કે કેટલું અ.ગા..ધ આત્મકાર્ય કરવાનું છે. સાધકજીવ જો અપ્રમત્ત ન રહે તો – બેહોશીની પળોમાં – ભ્રાંતિ અચૂક વધી જવા પામે છે. જૂના સંસ્કારો જોર મારી જાય છે. અંતજ્ઞન સતત સતેજ રહે તો જ ભ્રાંતિથી ઉગરી શકાય છે. અન્યથા. જીવને ખ્યાલ પણ ન આવે એમ પતન સંભવે છે. પોતાની ઉચ્ચભૂમિકાથી નીચો ઉતરી જાય ત્યારે જીવને પ્રાયઃ એ ખ્યાલ આવતો નથી. અથવા બહુ મોડેમોડે ખ્યાલ આવે છે. અને ત્યારે પણ પુનઃ એ ઉચ્ચસ્થિતિ પ્રાયઃ ઝટ પામી શકતો નથી. સતત સજાગ-સાવધાન રહેવું એ જ આનો ઉપાય છે. Page #204 -------------------------------------------------------------------------- ________________ ૧૯૫ સાધનાપથ અને આત્મજ્ઞાન જે ભૂલ બતાય એ ભૂલની ‘ભંડપ ભારોભાર નજરે ચઢી આવવી જોઈએ. પશ્ચાતાપ પણ થાય અને એ જ કાર્ય કરવાની રુચિ પણ બની રહે, એ તો અંતર્યામિ સાથે છેતરપીંડી જ છે. ઘણીવાર જીવનો પશ્વાતાપ પણ કેવો પોકળ હોય છે એ વિલોકનીય છે. ખોટી વૃત્તિ-પ્રવૃત્તિનો રસ મંદ થાય એવો સંનિષ્ઠ પ્રયત્ન થાય એ ખરૂં પ્રાયશ્ચિત છે. એ હેતુએ જ સત્સંગ ખૂબ ખૂબ ઉપાસનીય છે. સત્સંગનો કોઈ વિકલ્પ નથી પણ એના અભાવમાં સસાહિત્યનું વાંચન-મનન-અનુશીલન આરાધ્ય છે. દિશાની સૂઝ વિના દોઢંદોટ કરવાનો કોઈ અર્થ નથી. ખરું પૂછો તો સ્પષ્ટ દિશાભાન મેળવ્યા વિના એક કદમ પણ ન ભરવું જોઈએ. સ્થિર-શાંત થઈ મંઝીલ અને માર્ગ સુપેઠે દેખી-પેખીને જ યથાર્થ રાહનો નિશ્ચય કરીને પછી જ – પ્રયાણ કરવું ઘટે. ટોળું જોઈને જ... ટોળું દોડે એમ દોડી જવાની ચાહત હોય એના માટે પરમાર્થસાધનાનો પંથ નથી. પરમાર્થપંથમાં તો અંતપ્રજ્ઞા જગાવવી પડે છે, અને એ પ્રજ્ઞાના પ્રકાશમાં ચાલવાનું હોય છે. માટે વિરલ પાત્રતાવાન સાઘક જ પરમાર્થપંથમાં પ્રગતિ કરી શકે છે. ટોળાનો વ્યામોહ જેના દિલમાં વસેલ છે એણે ખરે જ અધ્યાત્મપંથમાં આવવાનું સોણલું ત્યજી દેવું જોઈએ. ટોળું તો કેવળ તમાતાપ્રિય હોય છે – કૌતુક પ્રિય હોય છે. સદ્બોધ સાથે એને બહું લેવાદેવા હોતી નથી. વીતરાગી દેવ-ગુરુની કોઈ અંતરપિછાણ પણ એને હોતી નથી. ટોળું જોઈને જે નાયક મનોમન મલકાય-પોરસાય છે, એ નિષે પતન પામવાના છે. ટોળાને રાજી કરવા એ સત્યનું ખૂન કરવા પણ લાલાયત થઈ જશે – અસતુ વદતા પણ અચકાશે નહીં. અંદરથી એ આત્મલક્ષ ચૂકી જઈ...સ્વહિતથી લાખો યોજન દૂર વિછોડાય જવાના છે. કાશ... કોઈ એવી અનોખી આત્મકમાણી વિના જ જીવ ઘણું મિથ્યા મલકાયો છે ને ઘણું મિથ્યા મુરઝાયો પણ છે...જીવના હરખ-શોક કેવા તુચ્છકોટીના છે ? આવા શુદ્ર ઉભરાઓના કારણે જ આત્મગત કોઈ મહાન આનંદ કે મહાન વિષાદ જીવમાં પ્રગટતો નથી. Page #205 -------------------------------------------------------------------------- ________________ સાધનાપથ અને આત્મજ્ઞાન ૧૯૬ કેવળ પરમાર્થ સાધનાર્થે જ જીવન જીવવાનો એકવેળા જેનો પાવન સંકલ્પ હતો એવો આ આત્મદેવ કેવી કેવી કરણી ને વિચારસરણીમાં અટવાય ચૂક્યો !? પોતાના મહાન પ્રયોજનને ધીમે ધીમે વિસરતો વિસરતો એ ક્યાંથી ક્યાં જઈ ચડ્યો !? છે સાવક! તારા જીવનમાં જે કાંઈ સુખ-સંતોષ-સંવાદ-સંગીત છે એ તત્ત્વજ્ઞાનના રૂડા પ્રતાપે છે – અનુકૂળતાઓને કારણે નહીં – એ તથ્ય ભૂલીશ માં. અનુકૂળતાઓ તો ગમે તેટલી હોય પણ મનોસ્થિતિ જો રૂષ્ણ હોય તો ? માટે સત્સંગનો ઉપકાર માનો એટલો ઓછો છે. વર્તમાન વિશ્વમાં પણ તત્ત્વજ્ઞાનવિહોણા માનવો કેવી અવદશામાં આવે છે એ તો ઠેર ઠેર જોવા મળે છે. સુખનું મૂળ કારણ સંયોગો નહીં - પણ, આત્માની સાચી સમજણ છે. એ સમજણ પુરબહાર ખીલવનાર સદ્ગુરુઓનો ઉપકાર અ..મા..૫ છે. લગનીની વાત જ નિરાળી છે ખરેખરી દિલની લગની લાગે તો પુરુષાર્થ સહજ થઈ જાય છે. – ભારે પુરુષાર્થ પણ હૈયાની હળવાશથી થઈ જાય છે...થાક કે કંટાળો પેદા થતાં નથી. દુનિયામાં પણ જેટલા મહાન કાર્યો થયા છે એ એવી પ્રગાઢ લગનીથી જ થયા છે. હે જીવ! ભૂતકાળમાં ભવાડા પારાવાર કર્યા છે એવું અવારનવાર ખ્યાલમાં આવે છે ? તો હવે નવી ભૂલો ન થાય એ અર્થે તું શું કરી શકે એમ છો ? આ જન્મમાં જે ભૂલો સંભવી એવી ભૂલો બીજા જન્મમાં ન સંભવે એ માટે તું કાંઈ કરી શકે એમ છો ? વિચારજે. વર્તમાન પણ સુધારી નથી શકતો એ આત્મા પરલોક સુધારવાની ખ્વાહિશ ધરે એના જેવી ભ્રમણા બીજી એકેય નથી. જીવ, વર્તમાન જ એવો વિમળભવ્ય તિર્થસ્વરૂપ બનાવ કે એ વડે સુધરેલી આત્મદશા ભાવીને પણ એવું કલ્યાણમયી બનાવી રહે. અનુભવના ઘેરા ઊંડાણથી કહીએ છીએ કે વર્તમાન જેણે આત્મશ્રેયમય બનાવ્યો છે એણે એ ભાવના વડે એવા સંસ્કાર બીજો રોપેલ છે કે, નિષે એનું ભાવી – વર્તમાન કરતાં પણ – ઘણી ઉજ્જવળ આત્મપરિણતિમય બની રહેવાનું છે. Page #206 -------------------------------------------------------------------------- ________________ ૧૯૭ સાધનાપથ અને આત્મજ્ઞાન ભૂતકાળ જેવો ગયો તેવો... એમાંથી બોધપાઠ લઈ લેવા સિવાય એને બહુ યાદ કરવા જેવો નથી. ભાવીકાળની ચિંતા અલબત સારી છે – પરંતુ – જો વર્તમાન સંનિષ્ઠપણે સુધારી શકાશે તો ભાવી કાળ આપોઆપ જ સુધરી રહેવાનો છે, એ હકીકત છે. હે સાધક ! તારો આત્મા ખરે જ ખૂબ ભવ્ય અને રડો છે..કાશ, વાત એમ બની છે કે તું બીજું બધુ લક્ષમાં લેવા જતાં તારા ભવ્ય આત્માને વિસરી ગયો છે. તારી ગુણગરિમા તને જે સ્મૃતિગોચર રહી નથી. ભાઈ ! તું પુનઃ આત્મભાન જગાવે... ભાઈ ! સત્ય તો ખૂબ નિરાળી વસ્તુ છે... જગતમાં ગાજતા પડઘમોમાં સત્યનો પુરો અણસાર પણ નથી. સત્ય તો અનંતમાધુર્યથી છલકતી વસ્તુ છે. જગત બાજુથી મુખ ફેરવી તું જાત તરફ સુપેઠે નજર કરીશ તો એ વસ્તુની ભાળ તને મળશે. ભાઈ.! બધું જ પડતું મેલીને.. તું તારા અનંતરમ્ય આત્માને પીછાણ. ખોવાયેલું આત્મ સ્મરણ પુનઃ પ્રગટાવ...ખરે જ અનંતમહિમામંડિત છે તારો આત્મા...તું શુધબુધ વિસરી ચૂકેલ છો એટલે અન્યનો મહિમા કરે છો પણ આત્માનો મહિમા સંભારતો નથી. હે ભવ્ય આત્મા...! વિસરાએલું આત્મભાન જો તું જગાવી જાણીશ તો તારી ચાલચલગતમાં ધીમે ધીમે એવું આત્મગૌરવ પ્રગટશે કે વિશ્વવિજેતા સમ્રાટની પણ એવી આત્મખુમારી નહીં હોય. બસ, એકમાત્ર આત્મસ્મરણ જ સુપેઠે જગાવવાની આવશ્યકતા છે. ક્યારેક ક્યારેક એકલો નયણેથી ઊના નીર વહાવી લઉં છું. થાય છે. વિમળપ્રેમ જેવો પરમ શ્રેષ્ઠ પદાર્થ જ આજનો માનવી કેટલી હદે વિસારી બેઠેલ છે ? અ-મલીન પ્રેમ જેવી કોઈ વસ્તુ જ જાણે આજના વિશ્વમાં નથી રહી. અબજો માનવામાં કેટલા એ વસ્તુ જાણતા હશે ? અહંકાર જેવો પ્રેમનો જાલીમ દુશ્મન અમે કોઈ જાણતા નથી. પરસ્પર તદ્દન અહમ્ રહિત વ્યવહાર સંભવે તો જ ખરી પ્રીતિ જામી શકવા અવકાશ રહે. પ્રેમની દુનિયામાં કોઈ નાનો નથી કે કોઈ મોટો નથી. છતાં મોટાઈ દાખવવા જાય એ માર જ ખાય છે.' Page #207 -------------------------------------------------------------------------- ________________ સાધનાપથ અને આત્મજ્ઞાન ૧૯૮ અહંકાર પછી પ્રેમનો ઘાતક કોઈ હોય તો તે આગ્રહ છે. વ્યર્થની ખેંચાતાણી ઉભય હૃદયમાંથી સ્વાભાવિક પ્રેમનો લોપ કરી નાખે છે. આવી ખેંચાતાણી એ કેવળ હૃદયની જડતા સૂચવે છે. એવી ખોટી ખેંચાતાણો કરી, માનવ ખાનાખરાબી સિવાય કાંઈ પામતો નથી. આગ્રહ પ્રેમનો ધ્વંસક છે. નાનીનાની વાતોમાં પણ ‘હું સાચો ને તું ખોટો’ – કર્યા કરવાથી ઉભય હૈયાનો સદ્દભાવ નષ્ટ થઈ જાય છે. આક્રમક થઈને કક્કો ખરો કરાવવા જતાં પ્રિતની હાણ બોલી જાય છે. પરસ્પર પ્રેમ જાળવવા ચાહતા હોઈએ તો નિરાગ્રહી વલણ અવશ્ય રાખવું રહ્યું. સામાને બાંધ્યા-બંધાયેલા ખ્યાલ મુજબ જ જોયા કરવાથી અણગમાની પરંપરા ચાલુ જ રહે છે. તમે જેવી દષ્ટિથી સામી વ્યક્તિને જોવો છો – એ અનુસાર તમે એની સાથે જાણ્યું કે અજાણ્યે એવા જ વાણી-વર્તાવ કરી બેસો છો. પૂર્વગ્રહથી કોઈને જોવું એ પાપ છે. બહુ મહત્વપૂર્ણ વાત છે આ. વરસોથી સાથે રહેવા છતાં ઉભય હૈયા એકબીજાની ગહન-સંવેદના ન સમજી શકે એ શું સૂચવે છે ? માનવી આટલો હયાસુનો કેમ બની ગયેલ છે ? ખોટા તર્કવિતર્કો અને ખોટા તરંગો, હૃદયની માસુમ સંવેદના નષ્ટ કરી ‘અલગાવ પેદા કરે છે. ભાઈ? સાચો પ્રેમાળ કોઈ સાથી-સંગાથી ન મળેલ હોય તો પ્રેમનો કૃત્રિમ દેખાડો તો રખેય કરીશ નહીં. – એથી તો તારો આત્મા ગૌરવહીન થશે. ભાઈ...પ્રેમ દેખાડવો પડે એ વાત જ ઘણી વિચિત્ર છે...રે...આજની મોટાભાગની દુનિયા આવો દેખાડો કરી ફાયદો માને છે ! અમને ખૂબ ખટકે છે એ વાત તો એ છે કે વિમલ પ્રેમ જેવી કોઈ વસ્તુ જ વિશ્વમાં રહેવા પામી નથી. પ્રેમ એટલે જ મલીનભાવ, એવી ધારણા સર્વત્ર છે. નિર્વિકારીતા પૂર્વકનો પ્રેમ ગુરૂ-શિષ્ય મધ્યેય જોવા નથી મળતો ત્યાં...! સાચા સદ્ગુરુ તો વિમળ પ્રેમનો અખૂટ ભંડાર હોય છે – પણ સામાનું પાત્ર ખૂબ જ સીમિત હોય ત્યાં કોઈ ઉપાય નથી. પ્રેમનો અખૂટ ભંડાર જેવા સત્યરુષો માત્ર એ જ ખેદ વારંવાર અનુભવે છે. પણ આખરે એ આત્મપ્રેમમાં જ એકતાન થઈ જાય છે. Page #208 -------------------------------------------------------------------------- ________________ ૧૯૯ સાધનાપથ અને આત્મજ્ઞાન = હે સાધક ! ખરેખર કરવા જેવું કામ તો વાંછાઓનું વિશોધન છે. જીવનમાં ભરાયેલી અગણિત વાંછાઓના સારભૂત પ્રભાવ તળે ભાવીમાં કુદરત ફળ આપે છે. અગણિત વાંછાઓના સમુચ્ચયરૂપે જ ભાવી જન્મોનું પ્રારબ્ધ ઘડાય છે. વાંછાઓનું વિશોધન કાર્ય ઘણી ગહેરી સમજદારી માંગે છે. ઘણું ગાંભીર્ય માંગે છે. જીવને સુધબુધ જ નથી કે ખરેખાત શું વાંછનીય છે – પોતાની જ વાંછાઓ વડે પોતાનો વિનિપાત નોતરી, જીવ પોતાના જ પગ ઉપર કુહાડો મારવાનું કામ કરે છે. ખૂબ ખૂબ ચિંતનીય મુદ્દો છે આ. નિષ્કામ થવાની વાતો તો ખૂબ ખૂબ ન્યારી પ્યારી સારી છે. નિષ્કામદશામાં જે ગહનસુખ છે એવું તો કોઈપણ વાંછામાં નથી જ. ભાઈ...વાંછા માત્ર નવું બંધન સર્જે છે અને બંધન માત્ર અનંત મુક્તિસુખનો લોપ કરનાર નીવડે છે. બધી જ વાંછાઓનો વિલય થઈ જાય તો અવતાર ધારણ કરવાનો રહેતો નથી. પણ કોઈપણ સ્પૃહી વિનાની ‘શુદ્ધચૈતન્યદશા' કેવી પરમભવ્ય હોય એ બુદ્ધિથી જણાય એવું નથી – એના માટે એવી આત્માનુભૂતિ પામવા સિવાય કોઈ ઉપાય નથી. શુદ્ધ ચૈતન્યદશા કેવા અનુપમ આનંદની જનક છે એ વાત સામાન્યતઃ સાધકોને પણ માલુમ નથી અને માલૂમ હોય તો પણ એવા અનુભવની ઝાંખી મળ્યા પહેલા એ વાત એવી શ્રદ્ધેય બનતી નથી. અનુભવ પામવા પ્રયત્નશીલ થવું એ જ તાત્પર્ય છે. બુદ્ધિની પહોંચ બહારની જે વાત છે અને જે વાત કેવળ સ્વાનુભવે જ ગણ્ય થાય એવી છે એનો વાણીમાં વ્યક્ત કરવાનો તો કોઈ ઉપાય નથી; તેમ છતાં સુપાત્ર શિષ્ય એવા કોઈ અનુભવી પુરુષની છાયામાં રહી એનો સબળ ઇશારો અવશ્ય પામી રહે છે. આત્મતત્વ જ એવું અનંત અનંત ભવ્ય છે કે એનું વર્ણન અનંતમા ભાગે પણ સંભવ નથી. અનંત ગહેરાઈમાં ઉતરો તો પણ અનંત અનંત નવી ગહેરાઈ ખેડવાની સદાકાળ બાકી જ રહેવાની... અનંતના યાત્રીઓ આ તથ્ય સુપેઠે જાણતા હોય છે. Page #209 -------------------------------------------------------------------------- ________________ સાધનાપથ અને આત્મજ્ઞાન ૨૦૦ બહુ અલ્પકાળમાં નિર્વાણ પામવાનું જેનું હોનહાર છે એવા અનંતરૂડા નસીબવાન કોઈક વિરલા જ અનંત અનંત ગહેરી આત્મમસ્તીનો અનુભવ પામી શકે છે. – પણ હાથને પહોળા કરીને સમુદ્રનું માપ કેટલું દર્શાવી શકાય ? આથી જ અનંતા સંતો મૌનમાં ડૂબી ગયા. અનુભવીજનો તમામ પોકાર કરી કરીને કહે છે કે હે ભવ્ય જીવો ! તમે માત્ર એક જ વાર ગહેરાઈથી આત્માનુભૂતિ કરો...એના જ અર્થે તડપી રહો...અરે, રોઈ રોઈને નયન ગુમાવવા પડે એટલી વિરહવ્યથા અનુભવો તો પણ ઓછું છે. કોને આ સમજાય ? ભલું હોનહાર હોય એને જ. થાય છે કે, ભોગ અને યોગ ઉભયથી ભ્રષ્ટ થયેલા જીવો માટે કંઈક લખું...એમની સ્થિતિ કેવી અભાગી છે ? જીવનમાં રસ નથી ને જીવનમુક્તિનો આસ્વાદ નથી. ખરે જ દુસહ્ય વિરહવ્યથા પ્રજ્જવળ્યા વિના આ દુર્નિવારદશા સુધરે એવી નથી. આત્માનુભવનો અભાવ સાલે – અસહ્ય રીતે સાલે...ધૂપની માફક જીવ પ્રતિક્ષણ જલ્યા કરે...કોઈ વાતેય ચેન પડે નહીં... અંતઃકરણ આ પુકારતું હોય..એવી ઉન્મત જેવી બેબાકળી દશા બની જાય તો યોગ ખચીત ઘટીત થાય...જીવ સાચો યોગી બની જાય. જેને ખરેખર ખપ છે અને જેનું ખરેખરૂં તપ છે...વિરહના મીઠા તાપમાં જે ખરેખર ખૂબ શેકાય છે: એવા સાધકને એનું અભીષ્ટ આપવા કુદરત કરારબદ્ધ છે. આત્માનું ઊંડું દર્દ જાગે તો અભીષ્ટપૂર્તિ ન થાય એમ ત્રણકાળમાં બને નહીં. જીવને જીવ મટી શીવ થવાનો કેવો ખપ છે – ઉપરછલ્લો કે અતળ ઊંડો – એના ઉપર કુદરતની મહેરનો મદાર છે... કુદરત સાધકની કપરી કસોટી પણ કરે છે કે એની વેદનામાં સચ્ચાઈ કેવી છે...પિપાસાના પ્રમાણમાં પારિતોષિક પ્રકૃતિ આપે છે. વાત એકની એક છેઃ અનુભવના અભાવની વ્યથામાં આખા ને આખા ડૂબી જવાની. પ્રેમીને એના પાત્રનો વિરહ જેવો સતાવે એવો જ સાધકને સ્વરૂપનો વિરહ સતાવે. આ વિરહવ્યથામાં પણ માનો તો જે વેદનામાધુર્ય છે એ અદ્વિતિયકક્ષાનું છે. Page #210 -------------------------------------------------------------------------- ________________ સાધનાપથ અને આત્મજ્ઞાન _૨૦૧ આત્માનુભવના અભાવમાં...સાધકહ્યદયમાં એવી પરંમ ગાઢ માયુસી પથરાય કે શ્વાસ પણ થંભી જાય...જીવ ક્યાંય હરે નહીં...કશાની રુચિ કે ઈચ્છા જામે નહીં...કોઈના દિલાસાની ઈચ્છા પણ ન રહે...માયુસીમાં જ મટી જવાનું દિલ રહે.. પોતાનો ભીતરનો ભગવાન શું કરવાથી રાજી રહે – પ્રસન્ન થાય. અને શું કરવાથી અંતર્યામિ નારાજ થાય એનું સ્વચ્છ પરિજ્ઞાન સાધકને હોવું ઘટે છે. અંતર્યામિ નારાજ થાય એવી કોઈપણ વૃત્તિપ્રવૃત્તિથી સાધક ત્વરાથી પાછો વળી, નિષ્ક્રિય થઈ અંતર્યામિનું ધ્યાન કરે છે. મનને મીઠી લાગે એ વાત હંમેશા સારી જ હોય એમ નથી. જે વાત સારી હોય એ મનને હંમેશા મીઠી જ લાગે એવું પણ નથી. મનને અણગમતી વાત આત્મહિતકર પણ હોય; ને મનને ગમતી વાત આતમહાનીકર પણ હોય. મનના સર્ટીફીકેટ ઉપર મદાર ન બંધાય. ઉપલક મન નહીં– પણ, ભીતરનો પ્રભુ શું કહે છે...એ ઉપર કોઈપણ કરણીનો મદાર બાંધવો ઘટે. જો કે, મનનો ઢોલ વાગતો હોય ત્યાં અંતરાત્માની પીપૂડીંસંભળાવી કઠીન છે...છતાં સાંભળવાવાળા અંતરાત્માનો નાદ ધીમો હોય તો પણ સાંભળી લે છે જ. અંતરતમનો સ્પષ્ટ રણકાર ગુંજતો હોવા છતાં, એથી વિરૂદ્ધ કાર્ય કરવા ક્યારેક મન જીવને મજબૂર કરતું હોય છે. જીવ સુપેઠે જાણતો હોય છે કે આ કાર્ય આચરણીય નથી. છતાં – મનની નાદાન જીદના કારણે થોડુંઘણું નમતું મૂકવા સિવાય છૂટકો પણ થતો નથી. સાધકને એનો ખેદ રહે છે. જ©ON: મનની કોઈપણ નાદાન માંગણીને વશ જ ન થાય એવા આત્મસંયમવાન પુરુષો પણ મન સાથે બને એટલું સમજાવટથી જ કામ લે છે – બને ત્યાં સુધી વિગ્રહ થવા દેતા નથી. નાદાન મન શાણું અને સમજું થાય એ અર્થે સાધકે ઘણા પૈર્યથી પ્રતીક્ષા કરવાની છે. મનની ઉપેક્ષાનો પણ એક માર્ગ છે. ઘણીવાર સમજાવવા જઈએ તો એ ઉર્દુ એનો કક્કો જ જોરશોરથી રટવા લાગે છે. ચઢતા તાવમાં દવા ને અપાય પણ ઉતરતા તાવમાં આપી શકાય; એમ મનના ચઢતા આવેગમાં એને ઉપદેશ પણ ન અપાય...એની સરિયામ ઉપેક્ષા જ સારી. Page #211 -------------------------------------------------------------------------- ________________ સાધનાપથ અને આત્મજ્ઞાન ૨૦૨ યુદ્ધ કરવા જતાં નાદાન મન એની સમસ્ત તાકાતથી સામું થાય છે...આથી કાચોપોચો સાધક ઉલ્ટો મુંઝવણમાં મૂકાય જાય છે...આથી જ અમે ઉપેક્ષાનો રાહ સૂચવીએ છીએ, એવી ઉપેક્ષા મનને ભારે પડી જશે...એણે અનિવાર્યપણે થોડાકાળમાં જ શાંત થઈ જવું પડશે. તમે એ તથ્ય ન ભૂલો કે મનને ચઢાવનાર અને છુટ્ટો દોર આપનાર તો તમે જ છો. ખેર, આખર તમે માલિક છો ને મન સેવક છે. સેવક બેફામ ક્યાં સુધી વર્તી શકે – માલિક બેદરકાર રહે ત્યાં સુધી. માલિક જાગરૂક બને તો સેવકનું ડીંડવાણું કેટલું ચાલે ? જરાય નહીં. ભાઈ ! પરમ પ્રયોજનની સાધના પરમ એકાકારપણે સાધવી હોય તો કામવિજય કેળવવો જ રહ્યો. – અલબત ધીમે ધીમે. કામ જીવને ચંચળ અને વ્યગ્ર બનાવી દે છે. એથી પરમ પ્રયોજન સાધવા જોગી એકલીનતા અને સ્વસ્થતા જળવાતી નથી. અગણિત અગણિત મહાપુરૂષોએ પૂર્ણતઃ કામવિજય સાધેલ છે. સામાન્ય માનવ માટે એ એટલો જરૂરી ન પણ હોય – પરંતુ – અંતર્મજ્ઞો ખીલવીને, જેને પરમોત્કૃષ્ટ પ્રયોજન સાધવું છે એણે તો કામઉર્જાનો અપવ્યય કરવો ઘટે નહીં. કે સાધક ! તારું પરમભવ્ય સાધીતવ્ય શું છે એ તું હરહંમેશ સ્મરતો રહેજે...તારા કોઈ એવા મહાન પ્રયોજનને વિસારીને અન્યત્ર રતી મતી-પ્રીતિ તું કરીશ નહીં. બસ, પ્રયોજનની શીઘ સિદ્ધિ કેમ થાય – એ અર્થે જ યત્નવંત રહેજે. પર ઉત્કૃષ્ટ આત્મોત્થાન કાજે એવી ઘગશ અને ધ્યેયનિષ્ઠા જગાવ કે અન્ય ક્ષુદ્ર ઝંખનાઓ ઉઠવાનો પણ અવકાશ ન રહે, ભાઈ સુદ્ર ઝંખનાઓમાં બળ્યું છે શું ? તારે “કૃતકૃત્ય' થવું હોય તો દ્ર કામનાઓનું બલીદાન દેવા તત્પર થઈ જા. સાચા સાધકને તો કાળજે ઘા વાગ્યા જેવું લાગે – એને નિરતર થાય કે અહાહા..મહાન આત્મોત્થાન સાધવાના અવસરમાં મેં આત્માનું જ વિસ્મરણ કર્યું. અંદરથી એના પ્રાણનો પોકાર હોય કે, હવે તો બીજી તમામ કડાકૂટ મૂકીને આત્મોત્થાનમાં એકતાન બનું. Page #212 -------------------------------------------------------------------------- ________________ ૨૦૩ સાધનાપથ અને આત્મજ્ઞાન પ્રેમીને એના પ્રેમીનો એક નાનકડો પત્ર આવે ત્યાં એ કેવી પ્રગાઢ પ્રેમની લાગણી અનુભવે એ ખ્યાલ છે ? એકનો એક પત્ર વારંવાર વાંચે તોય ધરવ ન થાય...એમ આત્મોત્થાનના કામી જીવને જ્ઞાનીના એકએક વચનની કિંમત પ્રેમપત્ર કરતાંય વધુ ભાસે. 70 જ્ઞાનીના એકએક વચન જીવનમાં ઉજળી ક્રાંતિ લાવવા સમર્થ હોય છે. એના ઉપર જેટલું ચિંતનમનન-નિદિધ્યાસન થાય એટલું એમાંથી ઊંડાણ મળી આવે. જીવ પોતે એના ઉપર આંતર-શ્રમ કરે નહીં તો એવા ગહનલાભ એ ખાટી શકે નહીં. 0 ઉપરટપકે જ નજર ફેરવી જવાની ઘણાંને આદત હોય છે. એને જ્ઞાની વચનમાં સમાયેલ અનુભવનું અગાધ ઊંડાણ પરિજ્ઞાત થતું નથી. બાકી એકએક વચનો ચારિત્ર્યઘડતરની ચાવી જેવા હોય છે: જીવનું ભવ્ય ચારિત્રનિર્માણ કરવા સમર્થ હોય છે. ON જે આખાને આખા પલટાય જવા અર્થાત્ પોતાની સમગ્ર જાતનું આમૂલ રૂપાંતરણ કરવા હોંશીલા નથી એના માટે જ્ઞાનીના વચનો ખાસ કામના નથી. માત્ર વાહ્ વાહૂ પૂકારે એટલા માત્રથી જ્ઞાનીના વચનોનું મૂલ્ય સમજાય ગયું હોય એમ નથી. --05 જ્ઞાનીના કથનાશયને અર્થાત્ કથનમાં રહેલા ગંભીર આશયને જે જીવ રૂડીપેરે સમજે છે એ તો જ્ઞાનીનો દીવાનો બન્યા વિના રહેતો નથી. એ પણ અલ્પકાળમાં જ્ઞાની જેવો બની ગયા વિના રહે નહીં. જ્ઞાનીના કથનમાં ખરે જ ઘણો મર્મ ભરેલો હોય છે. 7-0 જ્ઞાની અંતરંગથી કેવા અમિતસત્વવાન હોય છે અને એમનો અંતરંગ પુરુષાર્થ કેવો ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ હોય છે, એ જો કે જણાવું અગમ્ય જેવું જ હોય છે તો પણ જ્ઞાની પ્રત્યે એવા અનન્ય પ્રીતિવંત શિષ્યને એની ઓછીવત્તી ઝલક અવશ્ય મળે છે. આત્મહિતની અદમ્ય તમન્ના-તાલાવેલી વિના જીવ એવા પરમતારક પુરુષને ઓળખી શકતો નથી. જ્ઞાનીના વચનનું યથાર્થ મૂલ્ય પણ ભાસતું નથી. જીવ પોતાના જ પરમહિત પ્રત્યે એટલો અસીમ બેદરકાર છે કે મંત્ર જેવા મહામૂલા વચનોય સમજાતા નથી. Page #213 -------------------------------------------------------------------------- ________________ સાધનાપથ અને આત્મજ્ઞાન ૨૦૪ જ્ઞાની કહે છે કે... સાતમી નરકની મહાઘોર વેદનાય સારી પણ જગતની જીવને જે મોહિની છે એ એથીય ખરાબ છે.' - આ પરમ તથ્ય જીવને યથાર્થ ક્યારે સમજાય ? જ્ઞાની પરત્વે અપાર આદર અને શ્રદ્ધા હોય તો જ એવા વચનોનો યથાર્થ મર્મ સમજાય. જીવને મોહિની તો અપાર રુચે છે...મોહથી અંધ થયેલો જીવ, ભાવી ઉન્નતિ કે અવનતિનો વિચાર સુદ્ધાં કરતો નથી, મોહમૂઢતામાં આત્માનું કેવું અનંતશ્રેય ચૂકાય રહ્યું છે એનો અંદાજ પણ જીવને નથી. મોહને મદિરાની ઉપમા જ્ઞાનીઓ આથી જ આપે છે ને ? જ્ઞાનીઓની દૃષ્ટિ તો ઘણી જ વિશાળ છે – દીર્ઘ છે. અજ્ઞાની જીવોની સાવ ટૂંકી દૃષ્ટિ હોય માત્ર આ જીવનના હિતને કે આવતીકાલના હિતને પણ એ દેખી-પેખી શકતા નથી હોતા. વળી દષ્ટિ ઉપર મોહના પડળ એવા બાઝવાં છે કે અંધ જેવી હાલત છે. વણી કરુણ હકીકત તો એ છે કે – અનંત દુર્લભ આ મનુષ્યાવતારનો અનંત મહિમા જીવ તો થોડોય સમજતો નથી. કદિય એ વિચારતો પણ નથી કે કેવી અણમોલ તકનો કેવો કરુણ ફેજ પોતે બોલાવી રહેલ છે. કરુણા ચિંતવવા સિવાય જ્ઞાની શું કરી શકે ? વંટોળમાં સુકું પાંદડું ઉડીને ક્યાનું ક્યાંય ફેંકાય જાય એમ – મર્યા પછી – આ જીવ ક્યાનો ક્યાં – કેવી સ્થિતિમાં – ફેંકાય જશે ને પછી શું હાલહવાલ થશે ?- એ જીવ લગીર લક્ષગત કરતો નથી ? મોહે એને મૂઢ અને સાવ મજબૂર બનાવી દીધેલ છે. જોકે –“આ ભવ મીઠાં તો પરભવ કોણે દીઠાં' – એવી નરદમ બેદરકારીમાં જીવતો જીવ. પોતાના ભાવાહિતની દરકારમાં આવે એ ઘણું દુઃસંભવ છે છતાં, જ્ઞાનીઓ જીવને જાગૃત કરવા અથાગ પ્રયત્નો કરી છૂટે છે. s અહા! ખરેખર તો ઊનાં ઊનાં અશ્રુઓ વહાવી રડવા જેવું છે ને ગમાર જીવો ગાંડાની માફક હસાહસ કરે છે. – જ્ઞાનીઓ કહે છે કે સન્નિપાતના રોગીના હાસ્ય જેવું આ હાસ્ય છે. એના કરતાં દર્દભરી આત્મવેદના હજાર દરજે વધુ સારી છે. Page #214 -------------------------------------------------------------------------- ________________ ૨૦૫ સાધનાપથ અને આત્મજ્ઞાન આત્મોત્થાનની ગાઢ વેદના જાગશે તો જ જીવ વાતેવાતે નિજહિતની દરકાર કરતો થઈ શકશે. અને એવી વેદનાથી ઘેરાશે તો જ એની બેહોશી તુટવાની છે. આવી આત્મોત્થાનની ગાઢ વેદના પ્રજ્જવલીત થયા વિના અધ્યાત્મની શરૂઆત સાચી નથી. અધ્યાત્મની યાત્રા એ કોઈ મુફલિસ મદારીના ખેલ નથી. કેવી પૂર્વ તૈયારી જોઈએ ત્યારે એ યાત્રાનો ખરો પ્રારંભ થાય છે ? આગળ આગળની યાત્રા પણ સહેલી નથી. જીવ તો જાણે બાળકના ખેલ હોય એમ વર્તે છે. અહાહા..! આત્મકલ્યાણની કેવી પરમ અવગાઢ લગની લાગી હશે ત્યારે રાજા-મહારાજાઓ અને ચક્રવર્તી જેવા હજારો સ્વરૂપવતી સ્ત્રીઓને ત્યજી અને અમાપ એશ્વર્યને પણ કૂચા માફક ત્યજી દઈ ફકીરી લઈ આત્મમગ્ન બન્યા હશે ? છોડવાની વાત તો પછીની છે – પણ જેઓ મૂછ અર્થાતું ગાઢ આસક્તિ છોડવા પણ તજવીજ કરતા નથી અને મોક્ષ મેળવવાની મંછા રાખે છે એવા મોહમૂઢ જીવો અપથ્ય ખાઈ ખાઈને બીમારી મટાડવાની મુરાદ રાખે છે ! તીર્થકર કે ચક્રવર્તી જેવાઓએ જે ઉકરડાની માફક ત્યજી દીધું એ જીવને ખૂબ ખૂબ જોઈએ છે, અને વીતરાગના માર્ગે ચાલવાનો અભિનય પણ કરવો છે? ખરે જ આ જીવ બફમમાં જય જય બોલે છે પણ વીતરાગને લવલેશ ઓળખતો નથી. જીવની જાલિમ મૂઢતા સાચા સદ્દગુરુના ઘણા સમાગમ વિના ભેદાવી શક્ય નથી. સદ્દગુરુની વાણી જીવમાં પ્રખર મનોમંથન જગાવે છે – જીવ ગહેરાઈથી વિચારતો થઈ જાય છે. એથી કમેક્રમે એની મૂઢતા અપાર છેડાતી છે દાતી ક્ષીણ થાય છે. જીવમાં પા..રા..વા..૨ મનોમંથન જામે ત્યારે એને મોહની મહાભયંકર હાનીકારકતા સમજણગોચર થવા લાગે છે. એ ખીલેલી સમજણ, અંતરના ઊંડામાં ઊંડા તળ સુધી પહોંચે ત્યારે જીવ મોહના પક્ષમાંથી ખસીને મહાવીરના પક્ષમાં આવે છે. Page #215 -------------------------------------------------------------------------- ________________ સાધનાપથ અને આત્મજ્ઞાન ૨૦૬ જગતના સામાન્ય જીવો પ્રાયઃ જેટલા શુદ્ર અને છીછરાં હોય છે એટલા જ આત્મસાધક જીવો પણ અંત:કરણથી ઉદાર અને ગંભીર આશયવાન હોય છે. સાચા આત્મસાધક તે જ છે કે સુદ્રચર્યાઓમાં જેની લગીર રુચિ નથી ને વિરાટ સ્વકાર્યમાં જ જેની અપાર રુચિ છે. કોઈપણ રીતેય...સાધકને જો એકવેળા આત્મિક સુખનો કે ગાઢ સમતાસુખનો આસ્વાદ માણવા મળી જાય તો દુન્યવી સુખો ઉપરથી એની દૃષ્ટિ પાછી વળી શકે. આત્મસુખની તુલનામાં બીજા સુખો કેવા હીન અને અનર્થકર જ છે એ સમજાય. જીવે આત્મિકસુખની ભાળ-સંભાળ કરતા શીખવાડી આપે એવા પરમગુરુ તો ખોળવા જ પડશે. એવા ગુરુ કે જે આત્મિકસુખની પરમ અવગાઢમસ્તી અનુભવતા હોય. એ ખોજ વિના દુન્યવી સુખો ઉપર જડાય ગયેલી જીવની દષ્ટિ ઉખડી શકવાની નથી. અહાહા..! સાચા આત્મલીને ગુરુ કેવા અમલીન પ્રેમવાન હોય છે ? જીવમાત્રને એ પોતાના આત્મિય સ્વજનતુલ્ય માને છે. જીવમાત્રને એ પ્રભુસ્વરૂપ પિછાણે છે. એમનું પાવન સાનિધ્ય કેવી અનિર્વચનીય આત્મિયતાથી ભરપૂર હોય છે. આ જગતમાં ભટકતા જીવને કોઈ આત્મિય સંગાથ મળ્યો નથી. બધાં બીચારા મતલબના સંગાથી છે. કોઈનો આત્મા જ જાગૃત નથી ત્યાં એવી શુદ્ધ આત્મિયતા લાવે ક્યાંથી ? એકમાત્ર આત્મજ્ઞાની જ જીવને પ્રગાઢ આત્મિયતા મહેસુસ કરાવી શકે છે. સદ્ગુરુ તો અનંત પ્રેમના અખૂટ ભંડાર છે...પણ જીવની એવી સુપાત્રતા હોય તો જ એ ઓળખીપારખી શકે છે. બાકી, વરસોના વરસોથી સદ્ગુરુની સમીપ વસનારાય ગહનપ્રેમનો એવો અનુભવ પામતા નથી. પાત્ર જેવડું હોય એટલું જ પામી શકાય છે. અહહા! ગહન, અનંતગહન પ્રેમના ભંડાર જેવા ઉત્તમપુરુષનેય જે વ્યક્તિ બિલકુલ પાસે રહેવા છતાંય બિલકુલ પિછાણી જ નથી શકતી એ ધરાર અપાત્ર જીવ જ છે, એમાં કોઈ બેમત નથી. જીવનું હોનહાર જ એવું...!! Page #216 -------------------------------------------------------------------------- ________________ ૨૦૭ સાધનાપથ અને આત્મજ્ઞાન અનંતકાળથી ભવમાં ભટકતા આપણા જીવનેય અનંતવાર એવા અનંતકરુણાળુ જ્ઞાની પુરુષ મળ્યા છેપણ ક્યારેય આ જીવ યથાર્થતઃ ઓળખી શકેલ જ નથી. એક અર્થમાં, આપણે અનંતવાર સુજ્ઞાની પુરુષની અવગણના જ કરી છે. જ્ઞાનીના ગહનહાઈ ખૂલે નહીં ત્યાં સુધી તો જીવને જ્ઞાની પણ પોતાના જેવા જ છે એવી ભ્રાંતિ સહજ રહે...જ્ઞાની સાથે એવો અપૂર્વ આત્મિયતાનો નાતો ન બંધાય ત્યાં સુધી પ્રાયઃ જ્ઞાનીના ગહનહાઈ ખુલતા નથી. એવા સુયોગ્ય જીવ...અર્થાત્ એવી રૂડી પાત્રતાવાન જીવ વિના જ્ઞાનીની આત્મિક વાણી પણ ખુલતી યા ખીલતી નથી...જ્ઞાનીઓ મહધ્યાય: મૌન રહેવાનું જ પસંદ કરે છે. જેની તેની સાથે ધર્મચર્ચા માંડી બેસે એ કાંઈ જ્ઞાનીના લક્ષણ નથી. સાચા જ્ઞાની મનની અનંતમસ્તી માણનારા હોય. એ મસ્તીમાંથી બહાર આવવું એમના હૃદયને મંજૂર નથી હોતું...એવા સુયોગ્ય જીવની ખાતર મૌન તોડે તોય ત્વરાથી પુનઃ મૌનમસ્તીમાં ડૂબી જવાની જ એમને ઉત્કટ ઝખના રહે છે. કોઈ જીવ પ્રત્યે અનાદરનો ભાવ જ્ઞાનીને હોતો જ નથી પણ પોતાને હાની થાય અને સામા જીવને કાંઈ લાભ ન થાય એવી ચેષ્ટા જ્ઞાની ઓછા જ કરે ? ન જ કરે ને? જેની તેની સાથેની ચર્ચા ખાતર પોતાની ગહન આત્મમસ્તી તજવાનું મુનાસીબ નથી. જ્ઞાની કરતાં પણ પોતાને વધુ જાણકાર માનનાર મૂઢજીવો ઘણાં હોય છે. એ જ્ઞાની પાસે કંઈ બોધ લેવા નહીં પણ જ્ઞાનીને બોધ દેવાની મુરાદથી આવે છે. અભિમાન ન મુકનાર જીવ જ્ઞાનીનો અલ્પ પણ લાભ હાંસલ કરી શકતો નથી. મોટો ધુરંધર વક્તા ય મરીને, ગુન ગુન કરતી માખી પણ બની જાય; મોટો ચક્રવર્તી મરીને કોઈ ખંડેરનું ચામાચિડીયું પણ બની જાય. કોણ ક્યાંથી ક્યાં ફેંકાય ને કેવી કેવી હાલતમાં સંડોવાય જાય એ કંઈ કહેવાય એવું નથી – જીવ શેનું ગુમાન કરે છે ? Page #217 -------------------------------------------------------------------------- ________________ સાધનાપથ અને આત્મજ્ઞાન ૨૦૮ જીવ જરા મોટાઈ પામતા – હું પહોળો ને શેરી સાંકડી' – એવી ભ્રમણામાં રાચે છે. અને માને છે કે આખું જગત મારું માન-સન્માન કરી રહેલ છે. ગર્વમાં અંધ થયેલા બાપડાને એ ખ્યાલમાં જ નથી આવતું કે જગત જૂઠો ભાવ બતાવી પાછળથી ઉપહાસ જ કરે છે. કાશ, સાચો અંતઃકરણનો અભાવ બતાવનાર એવા આત્મજ્ઞાની પુરુષને જીવ મામૂલી સમજે છે ને કપટથી સદ્દભાવ બતાવનાર જગતને અને જગતના અભિપ્રાયને કિંમતી લેખે છે. લૌકિક માનેષણા કેવી મિથ્યા છે એનું ભાન વિરલા જીવોને જ લાવે છે. રાગની એવી જાલિમમાં જાલિમ તાકાત છે કે કોડ પૂવના અર્થાત અબજોના અબજો વરસના સંયમના ફળને પણ એ નામશેષ કરી નાખે છે. રાગ-દ્વેષ બંને જીવના જાલિમ શત્રુ છે પણ જીવને એ મિત્રતુલ્ય અર્થાતું ખૂબ પ્રિય ભાસે છે! આ જીવે ક્રોડ કોડ પૂર્વના દિર્ધસંયમ પણ પાળ્યા છે હોં – પણ એ સરાગભાવે જ પાળ્યા છે. એથી ગદિક મળ્યા છે પણ વીતરાગી શાંતિ સંવેદારી નથી. તેથી જીવનો મોહ, જડમૂળથી નિવર્તવા પામ્યો નથી ને ભવભ્રમણ તો યથાવતું રહ્યું છે. અહોવીતરાગી શાંતિની કોઈ જ પહેચાન આ જીવને કદી થઈ નથી. એથી એ શું ચીજ છે એ એને ક્યાંથી સમજાય ? આથી જ જીવ બહીદૃષ્ટિ મટતો નથી. જીવ ભીતરથી સંસારના ભોગપભોગોનું જ મહામૂલ્ય માની રહે છે. આત્મિક સુખની અનુભૂતિના માર્ગે જવા જ માંગતો હોય તો જીવે એના જીવનનો આખો ઢાંચો જ બદલાવી નાખવો પડશે...ખૂબ ખૂબ અંદરમાં ઠરી ઠરીને એ સુખનો પત્તો મેળવવો પડશે. અંદરથી પત્તો મેળવ્યા વિના વાતોથી વડાં થાય એવું નથી. મોજના રળીયામણાં સ્વપ્ન જીવે અનંત જન્મોમાં અનંતવાર સેવ્યા છે. ભેખ પણ અનંતવાર લીધેલ છે ને આકરામાં આકરી તપ-જપ-વ્રત પણ અનંતવાર આચરેલ છે. નિર્વાણ સુખનો સુગાઢ પરિચય ‘આત્મામાં ઠરીને' કદીયેય મેળવ્યો નથી.. Page #218 -------------------------------------------------------------------------- ________________ ૨૦૯ સાધનાપથ અને આત્મજ્ઞાન નિર્વાણ સુખનો ખપ હોય તો...નારીને વિસારવી પડશે...સઘળા સંબંધો પણ વિસારવા પડશે. જૂના રંગરાગોને વિસારવા પડશે...માયાના વમળમાંથી મનને ગમે તે ભોગેય બહાર કાઢવું પડશે... ખૂબ ખૂબ ઠરીને અંતર્મુખ થઈ જવું પડશે. ધીરો થા...જીવ, ધીરો થાઃ નિર્વાણપથનો મર્મ સમજવા ધીર પ્રકૃતિની જરૂરત છે. પ્રકૃતિથી પરમસૌમ્ય બની જવાની આવશ્યકતા છે. અંતરંગના ગહનસુખનો અનુભવ ઉતાવળે નહીં પમાય. દરેકે દરેક બાબતમાં અધીરાઈ ત્યજી દેવી ઘટે છે. ©Þ ચાલ્યા જવું તો નિયતી છે...ચાલ્યા જવાનો કોઈ ડર નથી...પણ... ખાલી હાથે ચાલ્યા જવાનો ડર છે...તળાવપર્યંત આવી તરસ્યા ચાલ્યા જવાનો ડર છે...અનુપમકોટીનો સત્સંગ મળ્યા છતાં આત્માનુભવની ઝલક પામ્યા વિના ચાલ્યા જવાનો ડર છે. બાકી મૃત્યુનો કોઈ ડર નથી. ચાલ્યા જવાનો કોઈ ખેદ નથી...નવું ઠેકાણું નિશ્ચિત કર્યા વિના ચાલ્યા જવાનો ખેદ છે...કોઈ ઉજ્જવળ ભાવીનું નિર્માણ કર્યા વિના ચાલ્યા જવાનો ખેદ છે...કલ્પનાનું જંગલ વટાવ્યા વિના અને વાસ્તવિકતાના પથ ઉપર આવ્યા વિના ચાલ્યા જવાનો ખેદ છે. 70T ચાલ્યા જવાનો રંજ નથી...પણ...પ્રકૃતિ સૌમ્ય-સુંદર બનાવ્યા વિના ચાલ્યા જવાનો રંજ છે....ભૂલભરેલી અગણિત ભ્રમણાઓ નિવાર્યા વિના ચાલ્યા જવાનો રંજ છે...કોઈ મહાન સંસ્કારોના બીજ આત્મામાં રોપ્યા વિના ચાલ્યા જવાનો રંજ છે. 710 કોઈ મહાન તૃપ્તિ પામ્યા વિના જ ચાલ્યા જઈશું શું ? આટલા બધા વિષયો જીવે આજપર્યંત પરિસેવ્યા છતાં અતૃપ્તિ આજ પણ એવી ને એવી છે. કાશ, તો ય આ અવિચારી જીવને ભાન આવતું નથી કે તૃપ્તિનો રાહ આ નહી, કોઈ બીજો જ છે. 7000 સાચી સુધ-બુધ જીવમાં શું કદીય ઉગવાનો અવકાશ છે ખરો ? કે બેહોશી ને બેભાનતા જ એની સદાકાળની નિયતી છે ? જીવ ક્યાં સમજે છે કે સાચી સુધ-બુધ ઉગવી કેટલી કપરી છે ? જીવનમાં બીજી જરૂરીયાતો હશે પણ પરમ જરૂરીયાત તો સુધ-બુધ પામવાની જ છે. Page #219 -------------------------------------------------------------------------- ________________ સાધનાપથ અને આત્મજ્ઞાન જીવ ! નવું નવું જ્ઞાન અંદરમાં ભરવા જ પ્રયત્ન કરીશ કે મેળવેલ જ્ઞાનભંડારનો સદુપયોગ કરવા હવે પ્રયત્નવાન થઈશ ? કંજુસ માણસ ભેગું જ કર્યા કરે પણ વાપરે નહીં – એના જેવું કરવું છે તારે ? અંતર્પ્રજ્ઞા જગાવ ભાઈ, અંતર્પ્રજ્ઞા જગાવીને હિતકાર્ય સાધી લે. ૨૧૦ 1811 ઉગ્ર કે તામસી પ્રકૃતિનો જીવ – મહ ્દ્નાઃય – તત્ત્વજ્ઞાન પામી કે પચાવી શકતો નથી. કારમા રાગ-દ્વેષ કરનાર, કારમી નફરત કરનાર, આકરા પ્રતિભાવ દાખવનાર જીવ, પોતાની પ્રકૃતિમાં પુષ્કળ પરિવર્તન ન કરે તો તત્ત્વ પામવા-પચાવવા અધિકારી નથી. પ્રકૃતિ પલટાવવી એ જો કે કઠીનમાં કઠીન શ્રમ માંગે છે – પણ એના લાભે ય અપાર છે. પ્રશાંત ચિત્ત હોય તો જ તત્ત્વજ્ઞાન સુહાય છે અને અંતરમાં ઊંડું ઉતરે છે. પ્રકૃતિ ન પલટાવનાર જીવ પ્રકૃતિદોષના કારણે અકારણ ક્લેશોની પરંપરા સર્જી બેસે છે. 7867 કોઈના આક્રોશનો કે અપમાનજનક વર્તાવનો બને તો કોઈ પ્રતિભાવ જ ન આપો. હ્રદયથી એવા વર્તાવને નગણ્ય લેખી પ્રકૃતિ સંયમમાં રાખો. આવી રૂડી સમતા જીવનમાં વણાય જાય તો સમતાવેંત ચિત્ત જ ગંભીર તત્ત્વજ્ઞાન પચાવી શકે છે. @ કોઈના અસ ્ વર્તાવની પ્રતિક્રિયા કરવાનું બિલકુલ છોડી દો. એવી વેળાએ જ મૌન અને સ્વસ્થ રહેવાનો અભ્યાસ કેળવો. કમ સે કમ તમે તો સામાના વધુ અનુચિત વર્તાવમાં નિમિત્ત ન બનો. તમારૂ અને અન્યનું એથી ઘણું અહિત અટકી જશે. 70 જે ખરાબીને પિછાણવા ય યત્ન નથી કરતો એ ખરાબી નિવારવા તો યત્ન ક્યાંથી કરશે ? પોતાના પ્રકૃતિદોષને સ્વીકારવા ય વિરલા તૈયાર હોય છે. પ્રકૃતિને સુપેઠે દેખી-પેખીને પ્રકૃતિ ઉપર વિજય પામનાર જીવ જ અંતર્મુખ થવાનો અધિકારી બને છે. 70 સામાની ભૂલ કાઢવી આસાન છે...જીવ પોતાને તો મહંત જ માને છે. સામાની ચાહે તેવી ભૂલને પણ દિલથી દરગુજર ક૨વી ઘટે. કમ સે કમ પોતાના દ્વારા તો સામાની આગમાં પેટ્રોલ નાખવાનું કામ લગીર ન થાય એવી જ્વલંત જાગૃતિ જોઈએ. Page #220 -------------------------------------------------------------------------- ________________ ૨૧૧ સાધનાપથ અને આત્મજ્ઞાન સાચા સજ્જન પ્રત્યે પણ દુર્જન તો એના સ્વભાવ મુજબ વર્તવાના. સજ્જન પણ સંયમ ચૂકી એવો જ વર્તાવ કરવા લાગી જાય તો એનું સજ્જનપણું ક્યાં રહ્યું છે. સામાની ગમે તેવી ગેરવર્તણુક પણ સહજભાવે ખમી ખાય એનું જ નામ સજ્જન છે. સોય અને સૌજન્યશીલ પ્રકૃતિ હોવી એ ઘણી વિરલ સિદ્ધિ છે. ઘણીવાર કહેવાતા સંત મહાત્મામાં પણ જેવી સૌમ્યતા નથી હોતી એવી સૌમ્યતા સાધારણ દેખાતી વ્યક્તિમાં સહજ હોય છે. સૌમ્યપ્રકૃતિ એ ઘણી અસાધારણ ગુણિયલતા છે. જે કાંઈ કરવું તે સૌમ્યભાવે જ કરવું...કોઈના ઉપદ્રવ વખતે કે એવી ઉપાધિની વેળાએ પણ સૌમ્યતા જાળવી રાખવી અને લેશ ઉચાટ ન અનુભવવો એ સંતહૃદયનું સૂચક છે. આવી પ્રકૃતિ ધરાવનાર સ્વભાવધર્મને સહજપણે સાધી આરાધી શકવા સમર્થ છે. પ્રકૃતિ જ ન બદલાવનાર વ્યક્તિ આ જીવનમાં પણ સુખ-ચેન માણી શકતો નથી. વળી ઉપલબ્ધ ભોગપભોગ પણ સારી રીતે માણી શકતો નથી. કોઈની સાથે નિર્મળ પ્રેમનું આદાન-પ્રદાન પણ કરી શકતો નથી. એનું જીવન ખરે જ ખૂબ વિષમ બની જાય છે. પ્રકૃતિને ઉદાર-સૌમ્ય-પ્રશાંત બનાવી જાણનાર, જીવનના સુખ કેવી રૂડી પેરે માણી શકે છે એ વર્ણન માત્રથી સમજાવી શકાય તેમ નથી. એનું આ જીવન તો ધન્ય બની જાય છે...ઉપરાંત, ભાવી જન્મો પણ ઘણાં રળીયામણાં બની જાય છે. પ્રેમ પવિત્ર પ્રેમ... વિના જીવન જીવવું કેટલું કપરૂં છે ? જીવન જીવવાનો કોઈ અર્થ જ એ વિના આમ આદમીને રહેતો નથી. અલબત, અધ્યાત્મરસી પુરુષોની વાત નિરાળી છે – જીવન જીવવાનો ગહેરો અર્થ એવી પરમાર્થસાધનાનો એને લાવી ચૂકેલ હોય છે. જીવન જીવવાની હામ હારી ચૂકેલા જીવો મહદ્ઘાય: પ્રેમના અભાવે જ એવી સ્થિતિ પામ્યા હોય છે. સિવાય નિર્ચાજપ્રેમભર્યા કોઈ સત્યરુષ જીવનની આ આકરી કમી પુરાનાર નથી. અહાહા...એવા અનંતપ્રેમવાન કોઈ સંતપુરુષનો સમાગમ મળે તો જ ઉદ્ધાર છે. Page #221 -------------------------------------------------------------------------- ________________ સાધનાપથ અને આત્મજ્ઞાન ૨૧૨ પ્રણયની વેદના જેને પરિચયગત નથી એને ઈશ્વરપ્રાપ્તિની વેદના એથી ય કેવી ગહનતમ હોય શકે એ ખ્યાલ નથી આવતો. કહે છે કે પ્રણયની શીખરીય પળોનું સુખ હોય છે એથી ય અદકેરૂ સુખ બ્રહ્મલીનપુરુષો રાતદિન માણે છે – જીવને આ તથ્ય કેમ કરી સમજાય ? 0 પ્રેમમાં જેણે દગો દીધો એનું પણ કલ્યાણ થાવઃ એણે તો પ્રભુ પ્રાપ્તિ પ્રતિ વળી જવાનું સૌભાગ્ય આપ્યું. આખરે જગતના તમામ પ્રેમો પલટાનારા કે નષ્ટ થઈ જનારા જ છે ને ? અનંતકાળપર્યંત ટકે એવી શાશ્વતપ્રિત તો માત્ર આત્મદેવની જ છે. @ આત્મપ્રીતમાં જેની ગાઢ સુરતા જામી છે એ જ જાણે છે કે કેવી અનંત મધુરતા એમા રહેલી છે. એવી અનોધી એ પ્રીતની જાત છે કે જગતની કોઈ ઉપમા ઓછી જ પડે. પરમ સુખ-શાંતિ-સંતોષ-સમાધિની લહેરથી આખું જીવન કૃતકૃત્ય બની જાય છે. જીવને શું ફુમતી સુઝી છે કે જીવનમાંથી પવિત્રપ્રેમને તિલાંજલી આપી એ બીજી બીજી હજારો બલાઉપાધિઓમાં અટવાય પડ્યો છે. ભૂલી ગયો છે કે સાચો પ્રેમ સંપાદન કરવા તો ઉપાધિઓ ઊભી કરેલી ! કાશ, ઉપાધિઓમાં અટવાયને કેટલું ભાન ભૂલી ગયો !!? 710 ભાઈ...! જીંદગીની બરબાદી કરી એટલી કરી, હવે કોઈ ઉત્ક્રાંત પરિવર્તન લાવવા પ્રાણમાં તડપન જગાવ. અને ઉપાધિઓની વ્યર્થતા સમજવા ને એને પરિહરવા કટીબદ્ધ બન... જેટલી ઉપાધિ ઓછી થશે એટલી ઉપાસના વધુ ને વધુ જામી શકશે. 0 બિસ્મીલ્લાખાનની શહેનાઈમાં, રવીશંકરની સિતારમાં, યહુદી મેનુહીનના વાયોલીનમાં કે હરીપ્રસાદની બંસરીમાં જે ગંભીરમધુર સંવાદ છે – એવો સંવાદ, એવું સંગીત તારે જીવનમાં ગુજાવવું છે ? તો સાચા તત્ત્વજ્ઞાનીને ખોજી તત્ત્વોપાસનામાં તરબોળ થઈ જા. ભાઈ ! જીવનમાં જે બગાડો છે એ કોઈ બાહ્યકારણથી નથી – આંતરિક કારણથી જ છે. એ અર્થે અંદરની દૃષ્ટિ પલટાવવાની જ પરમ આવશ્યકતા છે. દષ્ટિકોણ પલટાવવા તો ઘણું વૈચારિક તપ કરવું પડશે. સત્સાહિત્યનું વાંચન, મનન, અનુશીલન કરવું પડશે. Page #222 -------------------------------------------------------------------------- ________________ ૨૧૩ સાધનાપથ અને આત્મજ્ઞાન ભાઈ ! દઢપણે જાણે કે તારા સુખ-દુઃખ ખાસ કરીને મનઃસ્થિતિને કારણે છેઃ નહીં કે સંયોગોના કારણે. સંયોગો એનો એ જ હોવા છતાં, વારંવાર તારી મનોદશા પલટાય છે એમ સુખ-દુઃખમાં વધારો ઘટાડો થયા કરે છે ને ? મનોદશા જ સુખ-દુઃખનું કારણ છે. ખરેખર સુંદર શું છે એ નક્કી કરી શકવાની અસંયત મનની ગુંજાયશ જ નથી. આપણું મને તો ચમાર જેવું છે એ ચામડાના સૌંદર્યને જ દેખી-પેખી શકે છે. ગુણીયલતા, ખાનદાની આદિ આંતરિક સૌંદર્ય જોવા જાણે આપણી પાસે હૃદય જ નથી ! જs બાહ્યસૌદર્યથી અભિભૂત થયેલી દુનિયા નેકદિલ'નાં સૌંદર્યને નિહાળવા અંધ જ છે. સુંદર સ્તનનો સૌને ખપ છેઃ સુંદર મનનો ખપ કોઈને જણાતો નથી. દરિયાવ દિલના ખપ કોઈને છે ? રૂ૫ ખાતર પ્રેમસંબંધ બાંધનારા પ્રાયઃ થોડા કાળમાં જ પસ્તાય છે, પણ... જON પ્રત્યેક વ્યક્તિ અંતરંગથી રહસ્યસભર છે. એકબીજા વરસોથી સાથે રહેવા છતાં, કોઈ કોઈના અંતરંગને પિછાણી-સમજી શકતા નથી કે એ અર્થે ખાસ પ્રયત્ન પણ કરતા નથી. આથી હસવા મળવા છતાં કોઈ કોઈના ઊંડા હાર્દના સૂર સાંભળવા-સમજવા પામતા નથી. ઘણીવાર બહારથી આપણને સાવ મામૂલી દેખાતો માનવી અંતરથી અસાધારણ ભાવમયી હોય છે-નેબહારથી બહું આડંબર કરતો બોલકો માણસ અંદરથી સાવ દરિદ્ર પણ હોય છે. માણસના અંત:કરણને પિછાણવા એવી ગહનદષ્ટિ ને ગંભીરતા જોઈએ છે. પ્રત્યેક કાળમાં સાચા આત્મપ્રવણ પુરુષોને, એની નજદીક રહેનારાઓ પણ યથાર્થરૂપે પારખી શકતા નથી. આત્મપ્રવણ પુરુષોના દિલ તો દરિયા જેટલા વિશાળ ને ગંભીર હોવા છતાં...એવા પાત્ર જીવ વિના એ દિલ ખુલતા-ખીલતા નથી. જ્ઞાનીના હાર્દની ભવ્યતાનો તાગ ન પામી શકે તો એ જીવ પામ્યો છતાં જ્ઞાનીને પામ્યો નથી. એમ કેટલીકવાર સાવ સાદા વેશમાં – સાદા લેબાસમાં કોઈ આત્મજ્ઞાની મળી જાય તો એને પિછાણવા અસંભવપ્રાય જ બની રહે છે...જીવ એવી આંતરસૂઝ લાવે ક્યાંથી ? Page #223 -------------------------------------------------------------------------- ________________ સાધનાપથ અને આત્મજ્ઞાન ૨.૧છે. હે જીવ! જ્ઞાની સાથે આત્મિયતાનો નાતો તું બાંધી શકે તો તને બે બાજુથી લાભ છે. એક તો તારી આત્માર્થીતા પૂરબહારમાં ખીલી જશે અને બીજું તને જગતમાં કોઈ મારૂં ખરૂં આપ્તજન છે એવો પ્રગાઢ અહેસાસ થતાં નિર્મળ પ્રેમની તારી નિગૂઢની ભૂખ સંતોષાશે. જ્ઞાનીના સમાગમમાં જીવને પોતાના અતીત જીવનની અસંખ્ય ભ્રાંતિઓનું ભાન જાગે છે. પોતે કેવા ખ્યાલો ને ખ્વાબો ધરાવતો હતો ને સત્ય કેટલું એથી દૂર-સુદૂર હતું એનું હૃદયંગમ ભાન પ્રગટે છે... આથી પોતાનું મિથ્યાભિમાન સહજતયા ગળી જવા પામે છે. જીવને અમાપ વેડે પીડે છે તો એ પોતાનું મિથ્યાભિમાન' જ વેડે છે. મિથ્યા ઘમંડના વેગમાં જીવ કેવા કેવા રાગ-દ્વેષો કરી બેસે છે – કેવા તંત અને તોફાન કરી બેસે છે – એનું હૃદયવેધક ભાન પ્રજ્જવલીત થાય તો જીવ ઘણો નમ્ર અને સૌમ્ય બની જાય. મિથ્યાભિમાનના પ્રચંડ વેગમાં જીવે કદી પોતાની ભૂલ જોઈ જ નથી. પોતે ભૂલી શકે, એવી કલ્પનાને પણ અવકાશ નથી રાખ્યો. વેગમાં ને વેગમાં વિવેકસ્મૃત થઈ ન કરવા જોગા આકરા કપાયો જીવે કલ્પનાતીત કર્યા છે – અને બેસુમાર કર્મ બાંધ્યા છે. ભૂલોનું યથાર્થ ભાન પ્રગટવું પણ મહાન સૌભાગ્યની નિશાની છે. જે જીવ આકરા કર્મબંધનોમાંથી છૂટવા તલસતો હોય એણે ભૂલને અણદીઠ કર્યું નહીં ચાલે. શાંત બેઠા હોય ત્યારે જીવનની તમામ ભૂલો ચિત્રપટની જેમ નજર સમક્ષ તરવરવી ઘટે. ભૂલોનું પરિશોધન થવું ઘટે – કે ભૂલ થવાનું મૂળ કારણ શું? માત્ર પશ્વાતાપ કરે નહીં ચાલે – ભૂલ કેમ સંભવી એ ગજવું પડશે. અજ્ઞાનના કારણે ભૂલ જન્મેલી કે જાણીબૂઝીને જીવે ભૂલો કરેલી ? રુચિથી કરેલી કે મજબૂરીથી ? ઇત્યાદિ ગહેરાઈમાં જવું પડશે. ગહેરાઈમાં જશો તો માલૂમ થશે કે, જે કાર્યનો આપણે પશ્વાતાપ કરતા હોઈએ છીએ એ કાર્યની સૂચિ તો હ્રદયમાં – વરસોથી ખેદ કરવા છતાં – એવી ને એવી જ છે. રુચિ ક્ષય કે ક્ષીણ કરવા આપણે યત્ન કરતા નથી એથી જ હજારોવાર એની એ ભૂલ સંભવ્યા કરે છે. Page #224 -------------------------------------------------------------------------- ________________ ૨૧૫ સાધનાપથ અને આત્મજ્ઞાન - મુર્શીતભાવે જેનો પશ્ચાતાપ કરીએ છીએ એ કાર્ય શું આપણને ખરેખર અંતરથી ભૂંડું લાગેલ છે ખરૂં કે રૂડું લાગે છે ? – તો ભૂલ મટશે કેમ કરી ? આ જ જીવનું મિથ્યાત્વ છે કે કુડું એને રૂડું લાગે છે... “પરમાં સુખ છે' એવી ભ્રાંતિ નિર્મળ થાય તો જ ભૂલ મટે ને ? શાસ્ત્રકારોએ મિથ્યાત્વને સૌથી મોટું પાપસ્થાનક કહેલ છે. – એને બધા પાપનો બાપ કહેલ છે. – કારણ કે, અનંતકાળથી ધર્મક્રિયાઓ કરવા છતાં, ભ્રાંતિ છેદાય નહીં ત્યાં સુધી ભૂલ મટવાની નથી. – સદ્ગુરુ મળે તો જ જીવની અનાદિ ભૂલ મટવા અવકાશ થાય. 05 ભાઈ. ખરે જ ભ્રાંતિઓ સમાન કોઈ વ્યાધિ નથી. આ માનસિક રોગ જીવને ખૂબ ખૂબ હાની કરનાર છે – પીડા આપનાર છે – પરમ તક ચૂકવી દેનાર છે. ભ્રાંતિવાન જીવ ખરે જ પારાવાર દુઃખ અને દુર્ગતિ પામે છે. ભ્રાંતિ જનમોજનમ બગાડનાર છે. ભ્રાંતિ નિવારવાનો સુગમ ઉપાય એ છે કે હું કાંઈ જાણતો નથી' એવો ખ્યાલ રાખવો. જ્ઞાન સ્પષ્ટ પ્રકાશ ન આપે ત્યાં સુધી ખોટા ખ્યાલ ઉપર રાચવું નહીં. જ્ઞાન વધુ ને વધુ સ્વચ્છ ન થાય ત્યાં સુધી કોઈ પ્રવૃતિ કરવા તો પ્રેરાઈ જવું જ નહીં. જીવ ખરેખર યથાતથ્ય કાંઈ જાણતો નથી. ઉછીના જ્ઞાન ઉપર જ એ ઉછાળા મારે છે. અને જ્ઞાન તો હંમેશા સાપેક્ષ હોય છે...એને અંતિમ સત્ય માની કાંઈ પણ કરવા કટિબદ્ધ થઈ જવું હિતાવહ નથી. - પણ પ્રથમ જ્ઞાન બને એટલું સ્વચ્છ બનાવવું ઘટે. ભાઈ, નયવાદ અતિદુર્ગમ હોય છે. અર્થાત્ સત્ય અમુક દષ્ટિકોણથી જ સારું હોય છે. કઈ વાત, કઈ અપેક્ષાવિશેષથી કહેવામાં આવી હોય છે ને જીવ એ વાતને કેવી રીતે વળગતો હોય છે એ એક કોયડો છે. નિરાગ્રહી રહેવું. હું જાણતો નથી' એમ સદેવ ખ્યાલમાં રાખવું. આવેગમાં આપણું જ્ઞાન જુદું જ કામ કરતું હોય છે. એવું જ્ઞાન મુક્ત થવામાં મદદરૂપ થવાના બદલે બંધન વધારનારૂં બની જતું હોય છે. આ સત્ય જ છેહું જે વિચારું છું તે સત્ય જ છે – એવો અંતરમાંથી રણકો ન આવે ત્યાં સુધી બિલકુલ નિરાગ્રહી રહેવું. નિષ્ક્રિય રહેવું. Page #225 -------------------------------------------------------------------------- ________________ સાધનાપથ અને આત્મજ્ઞાન ૨૧૬ આવેગના વખતમાં તો આપણને આપણે જ બિલકુલ સાચા લાગીએ છીએ. બીજા પણ સાચા હોઈ શકે. – અપેક્ષાવિશેષથી એમની પણ વાત સાચી હોઈ શકે. આપણે સોએ સો ટકા સાચા જ છીએ એમ પણ માની લેવું એ અવિચારીપણાનું લક્ષણ છે. જીવ જો શાંતિથી ઠરીને અતીત જીવનના પથ ઉપર દૃષ્ટિ દોડાવે તો પોતાના કેઈ કેટલાય ખ્યાલો અને ખ્વાબો કેવા ભ્રાંત હતા – મિથ્યાવેશથી ભરપુર હતા એ ખ્યાલ આવે. ‘હું કાંઈ જાણતો નથી' – એટલું જ સત્ય જાણવા માટે પારાવાર મનોમંથન કરવું પડે છે. જીવ ભયંકર હદે તણાવમાં આવી જાય છે એ શું સૂચવે છે ? એ બતાવે છે કે જીવ વિચારો – ખોટા વિચારોના ભીષણ વમળમાં અટવાયો છે. મનમાં પરણે અને મનમાં રાંડે” – એમ જીવ પાર વિનાની ઘડભાંગો મનોમન કરી દુઃખી થાય છે. જીવ ખોટા ખોટા અનુમાનો પણ પાર વિનાના કરે છે. કોઈપણ વ્યક્તિ વિશે અનુમાનથી અવળીસવની ધારણા બાંધી લેવી ને મનોમન કષાયોની આગમાં જલવું એના કરતાં અણસમજણપણું કબૂલી તરંગરહિત ચિત્તવાળા રહેવું કેટલું સારું છે ? જON ભાઈ.! કોઈના માટે કોઈ જાતની ધારણા બાંધી ચિત્તને ચિંતિત બનાવીશ નહીં. કારણ કોઈ સાથે ટકરામણમાં ઉતરીશ નહીં. બને તો કારણ હોય તો પણ કોઈ સાથે ટકરામણ કે ટંટા-રિસાદ કરવાનું કરીશ નહીં. એથી ફાયધે નથી, હાની છે. ભાઈ.! કદાચ સામાની આડોડાઈ જણાય આવે – એની મલીન મુરાદ કળાય આવે, તો પણ તું દિલથી એનું બૂરૂં ચિંતવીશ નહીં. અને આડાની સામે આડોડાઈ કરવા દ્વારા તારી રૂડી ભલમનસાઈ ચૂકી જઈશ નહીં. – નહીતર, આત્મિક રીતે તને જતું નુકશાન પહોંચાડીશ. કેટલી બધી પાર વિનાની ઉર્જાનો વ્યય માણસો વ્યર્થ વાદવિવાદમાં ને વિગ્રહમાં કરે છે ? કેવા અણમોલ સમય એમાં જ ગુમાવે છે ? – આખર સાર તો કંઈ મેળવતા નથી – શું મેળવે છે ? પોતે ક્લેશ પામે છે ને બીજાને પણ ક્લેશની હોળીમાં નાખે છે. Page #226 -------------------------------------------------------------------------- ________________ ૨૧૭ સાધનાપથ અને આત્મજ્ઞાન જેવું વાવો એવું જ લણવાનું છે. એવું નથી કે તમે આંબો વાવો ને બાવળ ઉગી નીકળે. કુદરતનો કાનૂન અફર છે. જીવ બેહોશીના કારણે – ગાઢ બેહોશીના કારણે એવું માની બેસે છે કે મેં વાવણી તો સ્વર્ગની જ કરી હતી પણ મને નર્ક મળેલ છે. ના..ના.. એવું નથી. વાવો તેવું જ લણો છો. એક વાતે જીવનું ઠેકાણું નથી...જીવ તોરમાં ને મિથ્યા તાનમાં ગમે તેમ વિચારે છે. ગમે તેમ વદે છેઃ ગમે તેમ વર્તે છે. મોટાભાગે મનુષ્ય આજ ઘણી વિક્ષિપ્તતામાં જીવે છે. પાગલપનની ઘણી માત્રા જીવમાં છે. જીવ તો પોતાને ઘણો પામર સમજી, મિથ્યાવેશથી મુક્ત થાય તો જ સારું છે. જીવ માનવા તૈયાર નથી કે મારા સુખ-દુઃખ મારા જ પોતાના કારણે છે. – મારી વિચારસરણી અને કરણીના કારણે છે. જીવ આ લગીર માનવા તૈયાર નથી. એ તો ભ્રમથી માને છે કે મને દુઃખ બીજાના કારણે છે – બીજાના એવા વર્તાવના કારણે છે. આ નરદમ જૂઠી ભ્રમણા જ છે. માણસ મનથી પણ બીજાનું બુરું ચિંતવે તો – બીજાનું તો થાય વા ન થાય– પોતાનું અવશ્ય બુરૂ થાય છે. પોતે માનસિક ક્લેશ તત્કાળ પામે છે. માણસ કટુવાણી વદી મીઠી વાણીની અને નફરત કરી પ્રેમની અપેક્ષા રાખે છે – પણ ભૂલી જાય છે કે વાવ્યું એ જ લણવાનું છે. માણસ અપેક્ષાઓ તો એવી રાખે છે કે ગગન એના ઉપર નિરતર પુષ્પવર્ષા વરસાવે. કાશ, અપેક્ષાઓથી જ ફળ આવતું હોત તો તો...! પ્રત્યેક માનવી મહાસુખી હોત પ્રત્યેકના જીવન સ્વર્ગ હોત...ભાઈ. જીવનમાં સ્વર્ગ ઉતારવા માટે તો જાતનું પુરેપુરૂ રૂપાંતર કરવું પડે છે. ભાઈ: દુનિયા તને નર્ક દેખાય છે તો એમાં કાંઈ દુનિયાનો નહીંતારી દષ્ટિનો દોષ છે. દષ્ટિ સુધાર તો દર્શન પણ પલટાય જશે અને આની આ જ દુનિયા તને સ્વર્ગ ભાસશે. અને જગત પ્રત્યેનો દ્વેષ પણ ગાયબ થઈ જશે. દુનિયા રાગ કે દ્વેષ કાંઈ કરવા યોગ્ય નથી. રાગમાંથી જ ઠેષ જન્મે છે. કામના નિષેધનું એક કારણ એ છે કે એમાંથી હિંસા જન્મે છે. રાગ દ્વેષમાં રૂપાંતર થઈ જાય છે. પ્રેમ છૂણામાં રૂપાંતર થઈ જાય છે. કામમાંથી ક્રોધ ઉત્પન્ન થઈ રહે છે. તેષઅરુચિ-નફરત-ઉપેક્ષા આદિ ભાવો અનુરાગમાંથી જ ઉત્પન્ન થાય છે. Page #227 -------------------------------------------------------------------------- ________________ સાધનાપથ અને આત્મજ્ઞાન ૨૧૮ કમ સે કમ સાધના પ્રત્યે કે કોઈ સાધક પ્રત્યે તો નફરતનો ભાવ – અરુચિનો ભાવ – અણગમાનો ભાવ ઉત્પન્ન ન જ થવો ઘટે. ખરે તો કોઈ વ્યક્તિ પ્રત્યે અણગમાદિ ભાવ ન ઊપજવા જોઈએ. અહિત કરવા મથનાર વ્યક્તિ પ્રતિ પણ સમભાવ હોવો ઘટે. પાણી માંગો ત્યાં દૂધ હાજર થાય એવી પરિસ્થિતિ હોય તો ચિત્તપ્રસન્નતા જળવાય રહે એવો કોઈ નિયમ નથી. દૂધ માંગો ને પાણી ય ન મળે તો ચિત્તપ્રસન્નતા ખોરવાય જાય એવો પણ નિયમ નથી. ચિત્તપ્રસન્નતા જીવની સમજણ અને સમતા જેવી ખીલી હોય એ ઉપર છે. જીવન વેદના-સંવેદનાઓનું ધામ છે. સારી-નરસી અગણિત વેદનાઓના તાણાવાણાથી જીવન ગંઠાએલું હોય છે. જો કે વેદના કોઈ સારી કે માઠી કહેવી એ ખોટું છે. વેદના તો વેદના છે. એને આપણે મનોમન કેવી રીતે મૂલવીએ છીએ – કે - મૂલવતા નથી એ ઉપર બધો મદાર રહેલો છે. જ્ઞાનીઓ અમાપ કરૂણાથી કહે છે કે તમે મારૂં ઈ સારૂં એવો તંત મૂકી દો - અને “જે સારું હોય એ મારૂં' એવો ઉમદાભાવ રાખો – ઘણાં વિખવાદ-વિવાદ એથી ખતમ થઈ જશે. પણ...જીવ કહે. અમને તો અમારું જ સારું લાગે છે. બીજું સારૂં જણાતું જ નથી તો એ મારું કરવાની વાત ક્યાં ? જ્ઞાનીઓ કહે છે શાસ્ત્રજ્ઞાન અને ચિંતન મોટાભાગે વિવાદ અને સતાવેશનું કારણ બને છે. એમાંથી હું સાચો ને તું ખોટો એવી ખેંચાતાણી ને કલહ જન્મે છે. જ્ઞાન તો નિરાગ્રહીતા અર્થે છે – કોઈ ઉપર આગ્રહ કે આક્રમણ જમાવવા અર્થે નથી – સહજભાવે કોઈ સમજવા માંગે તો ઠીક છે – પણ !!! પુસ્તકમાં આવે છે કે ગુલાબજાંબુ મીઠા – તો વાંચવા માત્રથી કે જાણવા માત્રથી આસ્વાદ મળી જાય ખરો ? પુસ્તકમાં આત્માનુભવની અનંતમધુરતાની અગણિત વાતો આવે પણ જીવ આત્માઓળખ પામવા ય પ્રયત્નશીલ ન બને તો આત્મસ્થિરતા સાધી એ પરમ સુખને ક્યાંથી પામે? અહાહા ! ઓ જીવે માત્ર આ જીવનમાં જ જેટલું અમાપ જ્ઞાન સંપાદન કર્યું એનો હજારમો ભાગ જ્ઞાન પણ આચારાન્વિત કર્યું હોત, – પ્રયોગમાં લીધું હોત – તો જીવના જીવન આખાનું રૂપાંતરણ થઈ ગયું હોત – જીવન પરમતીર્થસ્વરૂપ બની ગયું હોત. Page #228 -------------------------------------------------------------------------- ________________ સાધનાપથ અને આત્મજ્ઞાન જીવ કેટલો વિભ્રાંત છે – ભ્રમણામાં જીવી રહ્યો છે – એનો એને અંદાજ નથી. જીવ જેને જાણપણું કે ડહાપણ માને છે એ એની મિથ્યાધારણા પણ હોય શકે છે. ખરે... સાચી રીતે જીવ બહુ અલ્પ જાણે છે. યથાર્થ જાણકારી હોય તો જ્વલંત આચરણ જન્મ્યા વિના રહે ? ૨૧૯ 70 પૂજાપાઠ કે એવી કોઈ ધર્મક્રિયાઓ કરતા જીવ ભીતરમાં સંસારના રાગ વાગોળતો હોય તો એની દુનિયાને ખબર પડવાની નથી. પણ શું પોતાનો અંતર્યામિ જાણતો નથી કે આ કેવો કારમો દંભ ચાલી રહેલ છે ? પૂજા વીતરાગની ને મનોમન પંપાળવાનો રાગ !!! 70 એક મહાન અર્થમાં તો સત્ય હંમેશા પ્યારૂ પ્યારૂં જ હોય છે. પણ આપણને એ હંમેશા પ્યારૂ જ લાગે એવો નિયમ નથી. અલબત, ક્યારેક એ અકારૂ પણ ભાસી શકે છે. ગમે તેમ પણ જો સત્યની જ આશિકી હોય તો કટુ સત્ય પણ મીઠું માણી અપનાવવું ઘટે. 70× જીવનમાં સત્યનું અમલીકરણ કરતા ક્યારેક, લાડવા-લાપસી છોડી લૂખા રોટલા ખાવા જેવો ઘાટ પણ થાય. સત્ય હંમેશા મધુર જ હોય કે મધુર હંમેશા સત્ય જ હોય એવો નિયમ નથી. સત્યના આશકે ક્યારેક લાડવા છોડવાની પણ તૈયારી રાખવી પડે છે. ઊંઘમાંથી પણ જગાડનાર વ્યક્તિ પ્રાય જીવને ગમતા નથી – કારણ કે ઊંઘ જીવને અપાર પ્યારી છે.આખા જીવનમાં જવલ્લે જ કોઈકવાર જીવમાં થોડીઘણી જાગૃતિ આવે છે. બાકી, વિટંબણા મોટી તો એ છે કે, જીવ પોતાને ‘અજાગૃત’ તરીકે સ્વીકારવા ય તૈયાર નથી. 0 ક્રોધ-દ્વેષ ઇત્યાદિ ઉત્પન્ન જ ન થાય એ તો બહુ આગળની ભૂમિકાની વાત છે. એવી ભૂમિકા બધા જીવોની હોતી નથી. પણ ઉઠેલો ક્રોધ લંબાય નહીં એની કાળજી સાધક અવશ્ય કરી શકે છે. પાણીના પરપોટાની જેમ ક્રોધ-દ્વેષ ઉઠીને તરત વિલય થઈ જવા ઘટે. ©Þ કામ અને ક્રોધમાં જીવ બેસુમાર શક્તિનો ને સમયનો વ્યય કરે છે. એ જ ઉર્જા જો તત્ત્વાનુશીલનમાં તત્ત્વમંથનમાં વપરાય તો અગણિત ભ્રાંતિઓ નિર્મૂળ થઈ જાય. સત્યનો અતળ પરિતાગ પામવા જોગી સુક્ષ્મપ્રજ્ઞાનો ખપ હોય એના માટે આ વાત છે. Page #229 -------------------------------------------------------------------------- ________________ સાધનાપથ અને આત્મજ્ઞાન ૨૨૦ અસ્વસ્થ મનોદશામાં તો કામ-ક્રોધ નહીં જ સેવું: એટલો મક્કમ નિર્ધાર હોવો ઘટે. એ વેળા કામમાં સરી પડવા મન જીવને મજબૂર કરશે, પણ જીવ થોડો કાળ સંયમ વર્તી પહેલા માનસિક હાલત સુધરે એની ‘શાંત-પ્રતિક્ષા’ કરે તો ઘણું હિતાવહ છે. 0 જીવમાં અધીરાઈ ઘણી છે. . . તન-મન અસ્વસ્થ હોય-વ્યગ્ર હોય ત્યારે જ તો ખાસ સ્વભાવમાં ઠરવાનો અવસર છે. કારણ સ્વમાં સ્થિત થશે તો જ સ્વસ્થ થઈ શકશે. જીવમાં ખામોશી નથીઃ ખેવના નથી: પોતાની સ્વસ્થતા પ્રતિ પણ લાપરવાહી છે ! 70 = મનની અસ્વસ્થતાને પણ શાંતભાવે સહેવી – એના સાક્ષી બની પોતે મનથી ભિન્ન અસ્તિ છે એ ખ્યાલમાં લેવું – અને – ખેલ માફક મનની તંગદિલી જોતાં રહેવી. પોતે એ પ્રતિ લાપરવા રહેવું. અર્થાત્ નિષ્ક્રિયશાંત થઈ મામલો સ્વતઃ સુધરે એની પ્રતીક્ષા કરવી. @N પરકલ્યાણનો પ્રબળ રસ ચઢે ત્યારે સ્વહિત ધરાર ઉપેક્ષાય જાય છે. થોડી પળો પણ સ્વમાં વસવું સુહાતું નથી... રાતદિન દુનિયાને જ પમાડવાની ઘેલછા વધતી જાય છે. સ્વમાં ઠરવાનો ઉપદેશ અલબત અપાય છે પણ પોતે આત્મસ્થિરતાથી દૂર ને દૂર રહે છે ! 70 પોતાને આત્મા કે આત્મમગ્નતા કે આત્મહિતની અવગાઢ રુચિ જ ન હોય અને લોકોને એનો ઉપદેશ આપવા મથે તો એ વાણીમાં અંતરની સચ્ચાઈ ક્યાંથી ભળે ? અસ્તિત્વની ગહેરાઈમાં જઈને જે ઉપદેશ અપાય તે જ શ્રોતાઓને પણ એવી ગહેરી પ્રેરણા પાઈ શકે. 70 મહાવીરપ્રભુ મોહનિંદ્રા તોડવામાં કેવા અમીતનિપુણ હશે કે પ્રતાપી રાજકુમારો અને સ્વરૂપવંતી રાજકુમારીઓ પણ સર્વસંગત્યાગ કરી આત્મહિતની સાધનામાં જ રસતરબોળ બની જતા ! આવા તરવરીયા યુવક-યુવતિઓને ક્યું તત્ત્વજ્ઞાન પીરસાણું હશે ? !! 1000 વલૂર વધે ને જીવ વધુ ને વધુ ખંજવાળેઃ જેમ ખંજવાળે એમ વલૂર મટવાના બદલે વધુ તીવ્ર થતી જાય.. . આનો અંત ક્યાં ? એમ ભોગ-ઉપભોગના સેવનથી પણ તૃષ્ણા શમવાના બદલે વધુ વધુ તીવ્ર બનતી જાય છે. છતાં, દીવાનુ હ્રદય દિશા-પરિવર્તન કરતું નથી ! Page #230 -------------------------------------------------------------------------- ________________ ૨૨૧ સાધનાપથ અને આત્મજ્ઞાન જીવ પૂર્વગ્રહ અર્થાત્ પૂર્વની ગ્રહેલી માન્યતા કે આ સુંદર છે વા ખરાબ છે, એ છોડી દઈ; સ્વસ્થષ્ટિથી તલાસે કે વિષયો આખર કેટલા સુખદ છે – કેટલો કંટાળો ઊપજાવનાર છે...તૃપ્તિ આપનાર છે કે તૃષ્ણા વધારનાર - બહેકાવનાર છે...તો એનાં દર્શન બદલાય રહે. જીવનમાં કેટકેટલુંય મેળવવા-ભોગવવા છતાં આજ જો મન એવું ને એવું જ અતૃપ્ત છે – તો એ સૂચવે છે કે, તૃપ્તિ પામવાનો આ રાહ નથીઆ રાહ તો ભરમાવનારો અને ઉલ્ટાનો મંઝીલથી દૂર દૂર લઈ જઈ ભટકાવી દેનારો છે – એને રાહ જ શું કહીએ ? સાચો જિતેન્દ્રિય એ જ થઈ શકે છે જે દેહથી પોતાને બિલકુલ પૃથફ જાણે-માને છે. દેહને માત્ર વસ્ત્રના જેવું એક ઉપકરણ માને છે...સાઘન માને છે. દેહ-ઈન્દ્રિય-મન ઇત્યાદિથી પોતાની ભિન્ન અસ્તિ મહેસુસ કરે છે અને અસ્તિની મસ્તિમાં રાતદિન ચકચૂર રહે છે. દાન આદિ પ્રવૃતિ કરી મોટાભાગે તો આપણે કીર્તિ જ ખરીદવા મથીએ છીએ. અંદરથી પોલા છીએ ને પ્રશસ્તિપત્રોથી ભરાવા માંગીએ છીએ ! હાથી કાગળનો ડૂચો ખાઈ પેટ ભરવા માંગે એ જેવું બેહુદુ કાર્ય છે એવું જ બેહુદુ પ્રશસ્તિ વડે અંદરનો ખાલીપો પૂરવાનું કાર્ય છે. આત્મદેવ પ્રમાણપત્ર આપતા નથી ને જગતના ખોખલા પ્રમાણપત્રોથી અંતરંગનો ખાલીપો ભરવો છે? ભાઈ અબજ અવતાર કરીશ તો ય એમ તારો ખાલીપો ભરાનાર નથી. એ તો આત્મભાન જાગશે – પોતાના પૂર્ણ સ્વરૂપનું ભાન જાગશે – ત્યારે જ રિક્તતા દૂર થશે. સંગુપ્ત કીર્તિની જ કામનામાંથી ઊપજેલ કરુણાને ઘણા વાસ્તવિક કરુણા માની બેસે છે ! મન એવું વિચિત્ર છે કે પોતાની ભૂખ પોષવા એ ધર્મરાજાના પાઠમાં ય આવી જાય છે. અવનવા અગણિત પ્રકારના ખેલ ભજવે છે. પણ અચેતન મનમાં આશય માનેષણા પોષવાનો હોય છે. લોભી અને પરિગ્રહી પ્રકૃતિ ધરાવનાર આપણે જ્ઞાનનો પણ ગાંડા બનીને સંચય કરવા મંડીએ છીએ? સંચીત જ્ઞાનવડે ભીતરની ભગવદશા ખીલવવા બિલકુલ યત્ન કરતા નથી ! મૂળ ધ્યેય આત્મોત્થાનનું હતું કે જ્ઞાની તરીકે પંકાવા-પૂજાવાનું એ સ્વપ્નમાંય ગવેષતા નથી. PASS, AS PAY CENTERS US Page #231 -------------------------------------------------------------------------- ________________ સાધનાપથ અને આત્મજ્ઞાન ૨૨૨ જ્ઞાનીઓ સાફસાફ કહે છે કે, જીવ કોઈના કારણે નહીં – કિન્તુ, પોતાની જ ભૂલોથી ભીષણ દુઃખી થાય છે.ભટકે છે.ભટકતો રહેવાનો છે. પોતાની પાયાની ભૂલને પિછાણી પરિશોધીને નિર્દોષમૂર્તિ ન બને ત્યાંસુધી એ સુખ-શાંતિ-ઉત્થાન પામી શકનાર નથી. સમસ્યાઓની અજગરચૂડ વડે ઘેરાયેલો માનવ મુક્તિનો આસ્વાદ લેશ પણ માણી શકતો નથી. એ આસ્વાદ કેવો સુરમ્ય હોય એની પણ માનવને ગમ નથી. તો એ આનંદની અદમ્ય ઝંખના એનામાં પ્રજ્જવળે પણ ક્યાંથી ? ગંભીર કોયડો છે આ. એક પોપટની વાત સાંભળેલી. એનો માલિક પીંજરું ખુલ્લું જ મૂકી રાખતો. પોપટ પણ બહાર ઊડી પાછો આપમેળે આવી જતો : વિરાટ વનવિહારની મસ્તી પણ એ ભૂલી ચૂકેલો અને પાંજરામાં મળતા ફલાદિ એ જ જીવનનો આધાર છે એમ માનતો...!! પોતાનો આશય જ જ્યાં સુધી સ્પષ્ટ નથી કે પોતે ખરેખર મુક્તાનંદ માણવા માંગે છે કે મોહાનંદ – ત્યાં સુધી સમ્યગુ સાધનાનો ઉદ્ગમ જ સંભવ નથી. જીવે આશયશુદ્ધિ તો સર્વપ્રથમ કરી એ મુજબ જ સાધના કરવી ઘટે. સાધનાનો પ્રાણ છે. આશય તો. જ્ઞાન જ પરમસુખરૂપ પદાર્થ હોવા છતાં...જ્ઞાનની જ મસ્તિ અનુભવવાના બદલે સાધક કોઈ બીજા પદાર્થની અપેક્ષા ધરે તો એ જ્ઞાનસુખને સમજ્યો જ નથી. અંતરમાં એમ થવું જોઈએ કે, હું જ્ઞાનાનંદ સ્વભાવી છું' – જ્ઞાનાનંદ સિવાય મને બીજી કોઈ સ્પૃહા નથી. પ્રત્યેક પ્રબુદ્ધ પુરુષોએ પણ એના આજપર્યંતના જન્મોમાં આપણી માફક જ પારાવાર પાગલપન પરિસેવેલ હોય છે. અનુભવની કેટકેટલીય ચોંટ અનુભવીને જ એમનામાં બુદ્ધત્વ પાંગર્યું હોય છે. – શું આપણે હજુય ચોંટ જ અનુભવશું કે હવે ચેતીશું ? જેને સતસ્વરૂપનો સઘન પરિચય થયો છે એને જૂઠ લગીર પણ ગોઠતું નથી. સત્સુખનો આસ્વાદ લાધી ચૂકયા પછી વિષયસુખનું ભૂતકાલીન ભવ્ય મહાત્ય ઓસરી જાય છે. વિષયોના આભાસી અને કટુવિપાકી સુખ એને કાળજે ખાસ સુહાતા નથી. Page #232 -------------------------------------------------------------------------- ________________ ૨૨૩ સાધનાપથ અને આત્મજ્ઞાન જેને સ્વભાવજન્ય અસલી આનંદ અને વિષયજન્ય આભાસી આનંદની પરખશક્તિ – અંતર્રજ્ઞા – ખીલી ઉઠી છે એને બંને આનંદ સાવ નોખા કળાય આવે છે. એથી સ્વભાવજન્ય સહજ સુખને ઓળખવામાં એ ક્યારેય લગીર પણ થાપ ખાતા નથી. સ્વભાવસુખ સિવાયના તમામ સુખ નામમાત્ર છે. કલ્પનાના ભેળવેલા રંગો એમાંથી કાઢી નાખો તો એ જરાય રમ્ય નથી. જીવ વિષયોમાં રમ્યપણાની કલ્પનાઓ કરી કરી, કલ્પનાનો આનંદ લૂંટે છે. બાકી વાસ્તવદષ્ટિથી વિલોકતા એમાં કાંઈ જ માલ નથી. વિષયોના સુખ તો – ઊંટ લૂખા રસકસહીન બાવળ ચાવે ને એ જડબામાં વાગતા, જડબામાંથી વહેતા રફતના કારણે બાવળ પણ સ્વાદમય લાગે – એવા જ ભ્રામક છે. સત્ –સુખનો જેણે અનુભવગત આસ્વાદ માણ્યો છે અને એવા આભાસી સુખ તદ્દન રુચતા નથી. ©©s કલ્પનાના જોરે તો તુચ્છ પદાર્થ પણ મહામહિમાપૂર્ણ ભાસી શકે છે. જ્યારે કલ્પનાનું જોર મંદ પડે ત્યારે પાછા એના એ જ પદાર્થો બેકાર ભાસવા મંડે છે.વળી, જીવ તો બોધપાઠ લેવાના બદલે બીજા પદાર્થની રમ્ય કલ્પનામાં ચઢી જાય છે ! ©OS કાલ્પનિક નહીં પરંતુ વાસ્તવિક એવું અનુપમ સુખ આત્મામાં જ છે. દુનિયાના આભાસી સુખો કરતા એ અનેકગણું ચઢિયાતુ છે અને એનો મહિમા હૃદયમાંથી ક્યારેય ઘટવા પામતો જ નથી. વળી ઉત્તરોત્તર એ સુખ ગહનગાઢ થતું જાય છે. આત્મસ્વરૂપના ગાઢ પરિચય અને એમાં ગાઢ તન્મયતા વિના આનંદની એવી ગહન અનુભૂતિ કોઈ કાળે પણ લાધતી નથી. હે રસજ્ઞ જીવ ! તને જો પરમરસનો સતત ખપ હોય તે તું તારી શાશ્વત અસ્તિને પિછાણી એમાં જ તન્મય થવાનો ઉદ્યમ કર. જગતના સર્વ જીવો સ્વરૂપસમાધિમાં ડૂબી જાઓ... સર્વ જીવો પ્રતિ સૌહાર્દભાવે અમારી શુભકામના છે કે સારૂં ય વિશ્વ વિભાવથી વિમુક્ત થાય અને સ્વભાવથી સંયુક્ત થાવ... અમારી આ શુભભાવના અતળ ઊંડા ઉરમાંથી ઉદ્ભવતી છે. Page #233 -------------------------------------------------------------------------- ________________ સાધનાપથ અને આત્મજ્ઞાન ૨૨૪ જીવ જો સદેવ સ્વભાવમાં જ જીવવાનો આશક બની જાય તો સદેવ એને સોનાનો સૂરજ ઉગવા મંડે... એના જીવનની એક એક પળ પર મંગલમયી બની જાય. સદેવ થાય છે કે, પરમ તિર્થસ્વરૂપ બની જાય એવું બ્રહ્મનિષ્ઠ સહુનું જીવન બનો... મૂળ વાત ઈ છે કે, ચોર્યાશીના ચક્કરમાં મારે ભમવું–કારવવું નથી – કોઈપણ ઉપાયે ય ઘોર પરિભ્રમણમાંથી મારે ઉગરવું છે એવી તમન્ના-તાલાવેલી ન જાગે, એવી-ગહન સમજદારી જીવમાં ન ઉગે ત્યાંસુધી સાચી અધ્યાત્મરુચીનો કે એવા અપૂર્વ અધ્યાત્મિક પુરુષાર્થનો પ્રારંભ થતો નથી. જે પ્રવૃત્તિ કરવાથી પરિભ્રમણ ન મટવા પામે એ કોઈ પ્રવૃત્તિ પરમાર્થથી ધર્મસાધના'નથી. જીવે ખૂબ ખૂબ ગંભીર બની ગવેજવું જોઈએ કે મારી ધર્મક્રિયા બંધાવાનું કારણ તો થતું નથી ને ? ધર્મકિયા કરતા કરતા હું ભીતરથી ભવરુચિ તો મમળાવતો નથી ને ? ભાઈ! ભવભ્રમણના વર્ણન ન થઈ શકે એવા દુ:ખો ક્યારેય વિસરી જવા યોગ્ય નથી. સતત એ સ્મરણમાં રહેવા જોઈએ. અહાહા... કેવી માઠી હાલતો અનંતવાર આ જીવે વેઠેલી છે ? સતત થવું જોઈએ કે હવે પુનઃ એવી ભીષણ હાલતમાં પહોંચી જવું નથી, ધર્મીજીવને ભવભ્રમણ'–નો વિચાર નિરંતર આવવો જોઈએ. એમાંથી ઉગરવાની ઊંડામાં ઊડી અભીપ્સા પ્રગટવી જોઈએ. ધર્મ કાંઈ એક જ જીવન સુધારનાર નથી... એ તો ભાવી અનંતકાળ સુધારી આપનાર છે. જે જીવનું હોનહાર ભલુ હોય એને જ ધર્મનો અનંતગહન મર્મ સમજાય છે. બરે જજીવ બેહદ બેહોશ રહે છે. ભાવી જન્મોનો એ વિચાર પણ કરતો નથી. ક્યાંથી નીકળી ક્યાં ફેંકાય જવાશે, ને શુંની શું હાલત થઈ જશે એ વિચાર જ મૂઢ જીવ ધ્યાન પર લેતો નથી ! પોતાનું જ ભાવી સુધારવા જોગી યોગ્યતા ખીલવવાની ખેવના પણ એને નથી ! હે મૂઢ જીવ! બેભાનપણામાં બહુ બહુ કાળ વીતાવ્યો – હવે તો તું હોશમાં આવ... વિચાર કે, હું કોણ છું ? શા હેતુથી આ અવતાર ગ્રહેલ છે ? જીવનનો હેતુ શો છે ? જીવનનો પરમહેતુ મને કેમ લક્ષમાં આવતો નથી ? અનંતદુર્લભ તક હું કેમ ચૂકી જાવ છું? શું થશે મારૂં?, Page #234 -------------------------------------------------------------------------- ________________ ૨૨૫ સાધનાપથ અને આત્મજ્ઞાન માણસ માથે ધૂન સવાર થાય છે પરને સુધારવાની... એમાં સ્વહિતની કારમી ઉપેક્ષા થાય છે. પરક્લ્યાણ ખરાબ નથી પણ, એમાં સ્વહિતની દરકાર ભૂલાય જાય એ ઘણું ઘણું અનિષ્ટ છે. પરોપકારની ધૂનમાં, પોતાની પ્રકૃતિ સુધારવાનું પરમ ઉત્તમ કાર્ય જીવ ધરાર ચૂકી જાય છે ! 0 દુનિયા મોટાઈ આપવા મંડે પછી પોતાની પ્રકૃત્તિમાં રહેલ દોષ દેખાવા પણ અસંભવ બની જાય છે. જીવ પોતાને શ્રેષ્ઠ મહાત્મા માની, સર્વથી ચઢીઆતો માનવા માંડે છે. આથી સ્વચારિત્ર્ય સુધારવાની વાત એના દ્રષ્ટિપથમાં જ આવતી નથી... ત્યાં... હજારો – લાખો – કરોડોને બોધ દેવો એ કાંઈ ખાસ કપરું કામ નથી. પણ એ જ બોધ-પ્રબોધ પોતાના જ જીવનમાં ઉતારવાનું કાર્ય ખૂબ કપરું છે. જીવમાં ઘણી વિનમ્રતા, સરળતા ને સ્વની ખામી-ખરાબી જોવાની રુચી હોય તો જ સ્વજીવનમાં બોધ ઉતારવાનું બને છે. 0 ગમા-અણગમાના ભ્રાંત ખ્યાલો જ આત્માની સહજ-સમાધિના ઘાતક છે. જીવને કશું ગમે-ન ગમે એવું નહીં હોવું જોઈએ. ગમા-અણગમાના ખ્યાલમાંથી જ તીવ્ર માનસિક ક્લેશ-ક્રોધ-હતાશા આદિ ઊપજે છેઃ મન વારંવાર અસ્વસ્થ બની જાય છે. 70T કેવળ ઉદાસીનભાવે આખા જગતને મૂલવવાની મજા જ કોઈ ઓર છે. એથી ચિત્તપરિણતિ સહજતાથી સ્વભાવમાં સ્થિર રાખી શકાય છે. ચિત્તની ચંચળતા-મલીનતા-ઉદ્વીગ્નતા ગાયબ થઈ જાય છે ને અગણિત વિષાદો-વિખવાદો-વલોપાતોમાંથી ઉગરી જવાય છે. 0 રાગ અને દ્વેષ જ કર્મબંધ કરાવનાર છે. કોઈ વસ્તુ કે સંયોગ રાગ-દ્વેષ ઉપજાવતા નથી પણ આપણી ચિત્તદશા જ રાગ-દ્વેષ ઉપજાવે છે. જેટલા પ્રમાણમાં જીવ રાગ-દ્વેષથી વેગળો રહે એટલા પ્રમાણમાં ચિત્તસ્થિતિ સમત્વયુક્ત બની કર્મો બંધાતા અટકશે. 0 જેટલા જેટલા પ્રમાણમાં રાગ-દ્વેષ મટવાના એટલા પ્રમાણમાં સ્વરૂપલીનતા વધવાની. અને – જેટલા જેટલા પ્રમાણમાં સ્વરૂપલીનતા વધવાની એટલા પ્રમાણમાં રાગ-દ્વેષ પણ ઘટવાના. માટે સમચિત્તવાન બની..., સ્વરૂપલીનતા જેમ બને તેમ વૃદ્ધિગત કરવી. Page #235 -------------------------------------------------------------------------- ________________ સાધનાપથ અને આત્મજ્ઞાન ૨૨૬ વરસપર્યત રૂડીરૂડી વાતો કરવા છતાં જીવ જોવે એવો પરમાર્થસાધનામાં પ્રવણ થતો નથી – એમાં શું કારણ હશે ? સંસારભ્રમણની દારૂણ ભયાનકતા અને ભાસી નહીં હોય ? દુન્યવી સુખોના મૂલ્ય ખૂબ ભાસતા હશે ? જીવની નીયત કે નિયતિ જ ખરાબ હશે ? • જીવ મુક્તિમાર્ગની સાધના તો વિપુલ પ્રમાણમાં કરે છે પણ, સાધનામાં જે સાતત્ય હોવું ઘટે – સતત ધારા જળવાવી જોઈએ-એના બદલે મધ્ય મધ્યે મંદતા આવી જાય છે. એથી મોહ પાછો જોર મારી જઈ જીવની દશા હતી એવી ને એવી જ કરી નાખે છે. વારંવાર સાધનાનું સાતત્ય કેમ તુટી જાય છે ? – એ તોડી નાખનારા પરિબળ ક્યા ક્યા છે ? જીવની રુચી ઘડીકવાર વિતરાગ થવાની રહે છે ને ઘડીક પાછી રાગની રુચી જોર મારી જાય છે. જીવે પાયામાં જ પૂર્ણ થવાનું ધ્યેય સુદ્રઢ કર્યું નથી એથી આવું થાય છે. ભાઈ! સાધનાનું સાતત્ય જળવાવું એ ઘણી મહાન વાત છે. પોતાનું પરમધ્યેય સુદ્રઢપણે નિર્ધારિત કરેલ હોય, એ ધ્યેયપૂર્તિમાં જ મચ્યા રહેવાની ધગશ હોય અને શીઘ પૂર્ણનિર્દોષ થવું હોય.એ જ લગની જામી રહેતી હોય તો સાધના સતત વૃદ્ધિવંત જ રહે. DOS મનરૂપી દર્પણ સાવ ખાલી થાય તો એમાં અનાયાસ પોતાની સનાતન જાતનું પ્રતિબિંબ ઉપસી આવે... મનના દર્પણને ચોખ્ખો કરવાની અને અન્ય તમામ પ્રતિબિંબોથી મુક્ત બનાવવાની આવશ્યકતા છે. અન્ય જોયોને ભૂલી એક આત્માને જોવાનો છે. જેવી છે એવી, જાતને આદરપૂર્વક જોવી રહી...એ પાપી હોય કે પુણ્યશાળી હોય... મલીન હોય કે ચોખ્ખી હોય... ઉલ્લાસમય હોય કે ઉદાસ હોય... જેવી પણ હોય એવી પૂર્ણઆદરથી પ્રેક્ષવી રહી. એની સાથે દોસ્તી કરવી રહી – તો જ એને સુધારી, સુંદર બનાવી શકાશે. સામેથી જગતને જોવા-જાણવા પ્રવૃત થવું એનું નામ જ્ઞાતા-દ્રષ્ટાપણું નથી. જીવે પોતે તો દર્પણવત રહેવાનું છે – ને અનાયાસ જે પ્રતિબિંબ જ્ઞાનમાં ઝળકે એ શુન્યમનસ્કભાવે ઝળકવા દેવાનું છે. જોવા છતાં જોતા નથી ને જાણવા છતા જાણતા નથી એવી નિર્લેપતા'. Page #236 -------------------------------------------------------------------------- ________________ ૨૨૭. સાધનાપથ અને આત્મજ્ઞાન સહેજે કાંઈ જોવાય જણાય જતું હોય તો એનો બાધ નથી. એથી જ્ઞાનમાં જે પણ છબી ઉઠે એને રોકવા કે અવરોધવા પ્રયત્ન કરવાનો નથી. પણ જોયુ છતાં અણદેખ્યું અને સાંભળ્યું છતાં અણસાંભળ્યું કરવાનું છે. દર્પણ જેમ છબીને સંઘરી ન રાખે એમ પ્રતિપળના ભાવો ભૂલતા જવાના છે. વાત એકની એક છેઃ- મન જેટલું ખાલી દર્પણ જેવું રહેશે એટલે એમાં આત્માનું પ્રતિબિંબ ઉઠવાનો અવકાશ થશે. જે પળે, જે પણ ભાવ ઉઠે એની છબી પકડી રાખવા યત્ન ન કરો. દર્પણ જેમ સારૂનરસું એવી એવી ખતવણી કરતું નથી તેમ તમેય કોઈ ખતવણી ન કરો. કોઈ ભાવને પકડી રાખવા પ્રયત્નશીલ ન થાવ... પળે પળે જે નતનવા ભાવ ઉઠે તે ઉઠવા દો ને આપમેળે જ એને શમવા દો... તમે અનુરાગથી કોઈ ભાવને પકડી રાખવા લાલાયત ન બનો – તો તમે અપૂર્વ માનસિક સમાધિ-સ્થિરતા-પ્રસન્નતા પામી શકશો. દ્રશ્ય માત્ર ઉપરથી દ્રષ્ટિ ઉઠી જવી જોઈએ – તો જ અદ્રશ્યને ખોજવા દ્રષ્ટિ કાર્યરત બની શકે. દ્રશ્ય પદાર્થ પર જ જો દ્રષ્ટિ વ્યસ્ત કે વિમોહીત થઈ જાય તો એ અદ્રશ્યને પામવા અંતર્મુખ ક્યાંથી જ થઈ શકે ? દ્રશ્ય માત્ર ઉપરથી દ્રષ્ટિ ઉદાસ થઈ જવી ઘટે. DO આત્મા સંવેદનગમ્ય પદાર્થ છે... ચામડાના ચક્ષુથી ભાળી ન શકાય એવો એ “અરૂપી પદાર્થ છે... એને દેહિક ચક્ષુથી જોવા તલસનાર ભૂલમાં છે... આત્મા અંગેના તમામ અનુમાનો, ખ્યાલો વિસારી જઈ; પરમ અંતર્મુખ અને અંતર્લીન થઈ એને ગ્રહવા પ્રયત્ન કરવો ઘટે. આત્મા કળાયા-ભળાયા પછી, એમાં ઠરવાનું તલ્લીન થવાનું સુગમ બની રહે છે. જો જીવ ઠરી જવા માંગતો હોય તો કરવાનું એ અજોડમાં અજોડ સ્થાન છે. એમાં જેમ જેમ ઠરાય એમ એમ જ્ઞાન, આનંદ આદિ અનંતગુણોની અહર્નિશ વૃદ્ધિ થાય છે. આત્મલીનતા લાધ્યા પછી જગત આખું અર્થહીન - ચેષ્ટાઓમાં જ પરિવ્યસ્ત થયેલું લાગે છે. મોટા રાષ્ટ્રપતિથી માંડી તમામ જીવો વ્યર્થના ઉધમાતમાં હોમાએલા લાગે છે. આવો અપ્રતિમ આનંદ સૂકીને જગત કેવા કેવા ભ્રામક રાહે ભટકી ગએલ છે એ દેખાય છે. Page #237 -------------------------------------------------------------------------- ________________ સાધનાપથ અને આત્મજ્ઞાન ૨૨૮ કોઈને અલૌકીક આત્માનંદ ન જ માણવો હોય તો એમની મરજી, પણ આંખ મીંચે ને હાજર થઈ જાય એવો આ અલૌકીક આનંદ છે. યોગીઓને તો ચોવીસે કલાક આ આનંદ માણવા મળે છે, પણ જીવ જો ઘડી-બે ઘડીય આનો આસ્વાદ લે તો... અધ્યાત્મના યાત્રીએ બધુ જોયું-જાણ્યું-માણ્યું ભૂલી જઈ; એક આત્મસ્વરૂપ જાણવા-માણવા ગાઢ પિપાસાવંત બની જવું જોઈએ. એની જ પ્રગાઢ પિપાસામાં અન્ય તમામે તમામ પિપાસાઓ વિસરી જવી ઘટે. આત્મસ્વરૂપ જાણ્યું હોય તો એ પ્રચૂરપણે માણવા મચી જવું જોઈએ. 70 આત્મા કોઈ દ્રશ્ય નથી કે દ્રષ્ટિવડે દેખાયઃ એ તો સ્વયમ્ દ્રષ્ટા છે, જોનાર અને જોવાનો પદાર્થ અભિન્ન છે. ખોજનાર અને ખોજની વસ્તુ જૂદા નથી. પોતે પોતાને ગોતવા નીકળે એવો ઘાટ છે. આના ઉપર ગમ્ભીર થઈને વિચાર કરવા જેવો છે. પોતાનું તમામ લક્ષ, પોતાની જ અસ્તિને ગ્રહવા તત્પર બને અર્થાત જ્ઞાન સંપૂર્ણતઃ અંતરકેન્દ્રિત બની પોતાને જ માણવા મશગૂલ બને એનું નામ આત્માનુભવ છે. શુદ્ધ, અતીશુદ્ધ આત્માનુભવ સાધવા બીજું સઘળું ય ભૂલી જવાની પરમઆવશ્યકતા છે. © જીવનમાં યોગનો ઉજાસ પાથરવા... હંમેશા થોડો થોડો વખત મનને તમામ વૃત્તિ-પ્રવૃત્તિથી વેગળું રાખવાનો મહાવરો પાડો. ઘડી-બેઘડી તો અચૂક આમ કરો. અલબત શરૂમાં આ અભ્યાસ અસાધ્ય જેવો લાગશે; પણ ધીરજ અને ધગશ હશે તો અચૂક સફળ થવાશે. ભાઈ ! આપણી મોટાભાગની વૃત્તિ-પ્રવૃત્તિઓ કેટલી વ્યર્થ જ હોય છે ? અરે અનર્થકર પણ હોય છે? એની વ્યર્થતા-અનર્થકતાનું ભાન જેટલું પ્રખર થશે એટલું એનો રસ તુટશે ને જોર મંદ થશે...અને એમ એમ જોર ક્ષીણ થતા ‘સહજયોગ’માં આવી શકાશે. ©Þ મનના વેગ શમે એટલે શ્વાસોશ્વાસની ગતિ આપોઆપ શાંત-સૌમ્ય થઈ જાય છે. જાણે શ્વાસોશ્વાસ ચાલતા જ ન હોય એવું જણાય છે. શ્વાસને ભીતરમાં રોકી રાખવા કોઈ ખાસ આયાસ-પ્રયાસ પણ કરવા પડતા નથી. સહજયોગ ઘટીત થાય છે. Page #238 -------------------------------------------------------------------------- ________________ ૨૨૯ સાધનાપથ અને આત્મજ્ઞાન તત્સમયે ચિત્ત સંપૂર્ણ નિર્વિષયી ન થઈ રહે તો સ્વરૂપધ્યાન કહેવાતું નથી. ચિત્તમાં કોઈ વિષયનું સ્મરણ જ ન રહે એવું નિર્વિષયી થઈ એમાં કેવળ અસ્તિત્વની છબી ઉપસી રહે એનું નામ જ આત્મધ્યાન છે – જે પરમ અવગાઢ થયે મુક્તિનો આનંદ અનુભવાય છે. સાધનાના પ્રભાવે ગમે તેવી આત્મખુમારી કે આત્મમતિ પ્રગટી આવે તો પણ એ અંગે કોઈને કહેવાની ઉત્કંઠા સાધકને મુદ્દલ થતી નથી. બસ પોતે એકલો એકલો અનહદ મસ્તી માણી રહે છે. – કોઈને એ અંગે કાંઈ કહેવા-કારવવાનું કાંઈ પ્રયોજન નથી. સાચા સ્વાનુભૂતિ પામનારા સાધકની આત્મતૃપ્તિ’ કેવી અપ્રતિમકોટીની હોય છે એનો જગતને કોઈ પરિચય નથી. પરપદાર્થ પ્રતિ સહેજે જ સાધકનું મન લલચાતું-લોભાતું નથી. એનું કારણ અંદરમાંથી ઉઠતી અંતહીન સંતોષની સરવાણીઓ જ છે. જીવનમાં ખરેખર ખૂટે છે કાંઈક જુદું જ – અને – માનવી કમી મહેસુસ કરે છે કંઈક જુદાની. વિશ્વમથી એ માને છે કે કોઈ ભૌતિક કમી-ખામીને લઈને હું પરેશાન છું. આ વિભ્રમ એવો ગોઝારો છે કે જીવને સાચી ઉપલબ્ધિ કરવા યોગ્ય ઉપાસનામાં આવવા દેતો નથી. દિપ પેટાવો તો તિમિર આપોઆપ હટી જાય...સમજણનો દિપ પ્રગટે તો, અણસમજણના કારણે જ ઊભા થતાં અગણિત દોષો અને દુઃખ-દર્દો આપોઆપ દૂર થઈ રહે. કેળવાયેલી સમજણ એ તો માત્ર આ જન્મનું જ નહીં પણ ભાવી અનંતયાત્રાનું પાથેય છે. ભાઈ?સમજણને સવળી કરવા સિવાય સિદ્ધિ પ્રાપ્તિનો બીજો કોઈ ઉપાય નથી એમ નિ:શંક જાણજો. સમજણ અવળી છે એથી જ અગણિત બીજા દોષો પણ ઊભા છે. ખરૂં માનો તો – અવળી સમજણથી જ સર્વ અવનતિ છે ને સવળી સમજણથી જ સર્વ ઉન્નતિ. કફકરૂનો બહું લગવાડ સારો નથી. વરસોથી એવા લગવાડ છતાં આત્માનું આત્મગત રીતે કર્તવ્ય શું છે એ ખોજીને, આપણે હવામાં સ્થાપિત કરી શક્યા નથી. ઘડીક આ કરીયે, ઘડીક પેલું – હજારો કર્તવ્ય કરવા છતાં પરમકર્તવ્ય શું એ ખોજી શકતા નથી. Page #239 -------------------------------------------------------------------------- ________________ સાધનાપથ અને આત્મજ્ઞાન ૨૩૦ જ્ઞાનીની વાણી કેવી શીઘ ભ્રાંતિ છેદક છે – અગણિતકાળની દઢ થયેલ ભ્રમણાઓ એ કેવી ચમત્કૃતિથી ભેદી શકે છે – એનો પરિચય જ્યારે જીવને લાવે છે ત્યારે એનું અંતઃકરણ જ્ઞાની પ્રત્યે અહોભાવથી ઉભરાયને વિશેષ વિશેષ સત્સંગની રુચિવાળું થઈ જાય છે. આત્માર્થી સાધક છકીને ક્યારેય... અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય, અપરિગ્રહની આચારસંહિતા લેશ ચૂકતો નથી, એની ન્યાયનિષ્ઠતા અપ્રતિમ હોય છે અને ચાહે તેવા પ્રલોભનો કે ચાહે તેવા પરિસહોમાં પણ અચૂક જળવાય રહેતી હોય છે. મારો અંતરાત્મા – મારો અંતર્યામિ – મારું ઊંડામાં ઊંડું અંતઃકરણ જેમાં સંમત ન હોય એવું કાર્ય હું - ચાહે તેવું મન થતું હોય તો પણ – આચરવા માંગતો નથી. આનંદના બદલે હું પ્રગાઢ ઉદાસી પણ પસંદ કરીશ, – જો અંતર્યામિને એ સંમત હોય. દુન્યવી અલ્પ આનંદ લેવા જતાં... અંતર્યામિના અબોલા વેઠવા પડે એવી ભૂમિ હું હવે નહીં જ કરૂં. અસ્તિત્વ આનંદ આપે તો આનંદ ભલો – અને અસ્તિત્વ ઉદાસી આપે તો ઉદાસી ભલી. હું તો અસ્તિત્વને જ આલિંગી જીવવા ચાહું છું. માણસ પાસે સાધન-સંપત્તિ કેટલો છે એના ઉપર માત્ર પરિગ્રહનો આધાર નથી, પણ એમાં એ કેવો આસક્ત છે મનોમન એનો કેવો રસ વેદે છે. એની સાર-સંભાળમાં એ કેવો વ્યસ્ત ને વ્યગ્ર રહે છે એના ઉપરથી પરિગ્રહી કે અપરિગ્રહનું માપ નીકળે છે. મન કેવું નકામું અને નઠારૂં ચિંતવ્યા કરે છે...ચિંતવ્યા જ કરે છે. મનના દોર્યા ચાલવાના બદલે અંતરાત્માનો ગહનનાદ સૂણી એના દોરવ્યા ચાલવાનું કરવા જેવું છે. એ ન બને તો જ્ઞાનીનો આદેશ શિરોધાર્ય કરી એ આદેશ મુજબ ચાલવું પરમહીતાવહ છે. પાત્રતાની વાત એવી મહાન છે કે - જગતના જીવોમાં જો જ્ઞાનીને હાર્દથી પિછાણવાની અને જ્ઞાનીના બોધને આત્મસાત કરવાની પાત્રતા હોત તો અનંતા જ્ઞાનીઓ આ અવની છોડી સિદ્ધલોકમાં ચાલ્યા ગયા ન હોત. લાખોમાં લાધે નહીં અને કરોડોમાંય કોઈક” – પાત્ર હોય તો. Page #240 -------------------------------------------------------------------------- ________________ ૨૩૧ સાધનાપથ અને આત્મજ્ઞાન સાધનાને વૃદ્ધિમંત રાખવા, સમ્યજ્ઞાન... અને સમ્યજ્ઞાનને ઝળહળતું રાખવા એવા જ્ઞાનીજનના સત્સંગની આવશ્યકતા છે. ઉપરાંત સત્સાહિત્યનું ઊંડું વાંચન-મનન-ચિંતન વિ. જરૂરી છે. હું આત્મગત ચિંતન ને બને તો ધ્યાન પણ જરૂરી છે. પ્રભુ! આજે તો મારી તને એટલી જ પ્રાર્થના છે કે... હું તને હાઈથી પિછાણી શકું એવું પવિત્રહ્રદય તું મને આપ – જે વડે તારી આત્મદશાની અનંતભવ્ય ગરિમાને હું પિછાણું. ખરે જ આજપર્યંત પૂજવા-ભજવા છતાં પરમ અર્થમાં મેં તને લેશ પિછાણેલ નથી. પ્રભુ ! મારી તને એકની એક અંત:કરણની પ્રાર્થના છે કે... તું મને સાચી પ્રાર્થના કરતા શીખવ. તારી હજારો-લાખો પ્રાર્થનાઓ કરી છે પણ, મને યથાર્થ પ્રાર્થના કરતા જ મુદલ આવડતું નથી. વળી. પ્રાર્થનાભીનું અંત:કરણ કેવું ગુણીયલ હોય એનું પણ પરિજ્ઞાન મને નથી. પ્રભુ! મને શું જોઈએ છે એ મહત્વનું નથી – પણ – તું મને જે આપવા માંગે છે એ જ મહત્વનું છે. પ્રભુ ! મારી અનુચિત માંગણીઓ તું દરગુજર કરજે – ક્ષમા કરજે. મારી કોઈ માંગણી મુજબ મને આપવાનું ન કરીશ પણ તું જે ઈચ્છે તે આપવાની કૃપા કરજે. અહાહા! શું મેળવવા આત્મા આ અવની પર અવતર્યો હશે ? એના ઊંડા અંતરમાં શેની પિપાસા હશે? શું સાપડે તો આ જીવ પરિતૃપ્ત પરિતિપ્ત થાય એમ છે? જેને કાંઈ ખબર નથી એવા આ જીવ ઉપર હે પ્રભુ! તું કરુણા કરી...કૃતકૃત્ય થવાનો માર્ગ દેખાડજે. જીવનરૂપી દે.. એના અમુક અમુક અંગોનો વિકાસ ઘણો – જરૂરત કરતાં ઘણો વધારે – થયેલો છે. – ને – અમુક અમુક અંગોનો વિકાસ – જરૂરત કરતાં ઘણો ઓછો થયેલો છે. પરિણામે બેડોળ બેડોળ બની ચૂકેલ આ જીવનનો સમુદ્ધાર કોણ કરશે ? મારું આત્મકર્તવ્ય અદા કરવા જ્યારે જ્યારે તત્પર થાવ છું ત્યારે હું વિમાસણમાં મુકાય જાઉં છું... મારૂં ખરૂં કર્તવ્ય શું? – ખરેખર મારે કરવું શું? એ જ સુધબુધ લાધતી નથી. એથી હું કીંકર્તવ્યમૂઢ બની રહું છું. પ્રભુ મને સાચા કર્તવ્યનું પરમભાન આપો. Page #241 -------------------------------------------------------------------------- ________________ સાધનાપથ અને આત્મજ્ઞાન હે નાથ ! જીવનમાં મેં જે કાંઈ લાખ્ખોગમે કરણી કરી છે એ બધી ઉચિત જ કરી છે એવો મારો દાવો નથી – બલ્કે, બહુભાગ તો અનુચિત જ કરી છે. પ્રભુ, મને ઉચિત શું અને અનુચિત શું એનું યથાર્થભાન પણ નથીઃ હું મૂઢ કેવળ તારી કૃપા ઝંખુ છું. ૨૩૨ 70 જ્ઞાનીઓ તો કહે છે કે ધર્મ તો પ્રગટ સુખ દેનાર છે. ધર્મ આજે કરો ને સુખ કાલે યા ઘડી પછી મળે. એમ પણ નહીં. – ધર્મ તો રોકડીયો વેપાર છે. હવે કહોઃ ધર્મ કરતાની સાથે જ પરમસુખની સંવેદના અનુભવાય એવો સ્વભાવધર્મ આપણે જાણીયે છીએ ખરા ? @> વ્યક્તિ અને સમષ્ટિના સંબંધોની ઉપર પાપ અને પુણ્યની પરિભાષા છે. કોઈનું હિત ચિંતવો યા હિત કરો એ પુણ્યક૨ણી છે... કોઈનું પણ – નાનામાં જંતુનું પણ – અહિત ચિંતવો યા અહિત કરો તો એ પાપકરણી છે. 0 આત્મસ્વભાવમાં રહેવું એ ધર્મ. બીજા જીવો સાથેના વ્યવહારો પુણ્ય-પાપમાં આવી જાય. આત્માનો પોતાના આત્મા પ્રતિ હિતકારી વ્યવહાર એ ધર્મ; અને આત્મઅહિતકારી વ્યાપાર એ અધર્મ. ધર્મ. અધર્મ વસ્તુતઃ આત્મહિત સાપેક્ષ છે. © સાધકની જ્યાંથી અસમર્થતા અનુભવાય છે ત્યાંથી પ્રાર્થનાનો એનામાં ઉદય થાય છે. જેટલું પોતાની પામરતા અને પુરુષાર્થહીનતાનું ભાન પ્રગટે છે એટલી પ્રાર્થના ઘેરી આર્તનાદમયી બની રહે છે. પ્રાર્થના અંતઃકરણને પાત્ર અને ઊંડું બનાવે છે. 0 ક્યારેક દુનિયા આશિર્વાદથી ઉભરાતી લાગે છે... તો ક્યારેક અભિશાપથી ભરેલી. ક્યારેક એ ફુલવાડી જેવી સોહામણી તો ક્યારેક આપણને ખાવા ધાતી હોય એવી ભાસે છે. વેળા વેળાએ રંગો બદલતી દુનિયા વાસ્તવતઃમાં કેવી હશે એ તો અકળ કોયડો જ છે. પોતે બેકાર ભટકતો હોય તો જીવને મુંબઈ નગરી ખાવા ધાતી હોય એવી ભાસે છેઃ અને વિપુલ અર્થોપાર્જન થવા મંડે તો એ જ નગરી અલકાપૂરી જેવી રમ્ય ભાસે છે. વાસ્તવઃમાં સારા-નરસાપણું સાપેક્ષ છે, માટે ગમા-અણગમાના ખ્યાલ તજી દેવા ઘટે છે. Page #242 -------------------------------------------------------------------------- ________________ ૨૩૩ સાધનાપથ અને આત્મજ્ઞાન અહિંસા પરમધર્મ કહેવાય છે એમાં પણ ગહનાશય આત્મહિતનો જ રહેલો છે. વ્યક્તિ સર્વસંબંધોથી નિપેસ થઈ આત્મપરિચયી બની રહે તો પુણ્ય-પાપના બંધનથી બચી જાય છે. મુનિઓને આવી અબંધદશામાં - કેવળ આત્મપરિચયમાં – રહેવાની જિનાજ્ઞા છે. શાનીધ્યાની આત્માઓએ પણ – સર્વ સંબંધના બંધન છેદીને – આત્મપરિચયી બની જવાનું છે. બસ જેના પરિણામે આત્મસુખ ઊપજે એમ વર્તવું એ ધર્મ અને વિપરિત વર્તવું તે અધર્મ. – માટે આત્મસુખ ઊપજાવનાર એવા જ્ઞાન-ધ્યાનાદિક સર્વ ઉપાયો ધર્મ છે. જ્ઞાની કહે છે કે, જગત ધર્મ ધર્મ કરતું ફરે છે પણ ધર્મનો મર્મ જાણતું નથી. કર્મબંધથી વિરમાય એવી આત્મદશા એ ધર્મ છે. આસવ (કર્મ આવવાના પ્રકારો) બધા બંધ કરી દેવાય ને સ્વભાવસુખમાં જ એકતાન જામી રહેવાય એ વાસ્તવિક ધર્મ છે. તમામે તમામ અનાત્મભાવો સાથેનું તાદાત્ય છૂટી જાય; એકમાત્ર આત્મભાવમાં જ તન્મય-તલ્લીન બની જવાય; ત્યારે આત્મા નથી કોઈ કર્મનો કર્તા રહેતો કે નથી કોઈ કર્મનો ભોક્તા રહેતો – રહે છે સાક્ષીમાત્ર.... આ ઘણી મહાન આત્મદશા છે. આત્મભાવની આરાધના કરતી વેળાએ મને કર્મનડે છે માટે આરાધના અટકી છે' - એવું કહેનાર ગાઢ બ્રાંતિમાં છે. કર્મવાદની ફીલસૂફીના ગહનમર્મો એ સમજ્યો નથી. આત્મા જાગૃત બની રહે તો આરાધનામાં કોઈ કર્મ આડા આવી શકે એવી વસ્તુસ્થિતિ જ નથી. દિલ કે દિમાગમાં કોઈ પદાર્થ વા ભાવોનું સ્મરણ ન હોય, ચિત્ત નિરવ-નિસ્તબ્ધ થઈઅ-મન જેવી અવસ્થા હોય; આખું અસ્તિત્વ શાંતિસાગરમાં ડૂબી ગયું હોય; કેવળ શુદ્ધચેતના વિલસી રહી હોય એનું નામ આત્મધ્યાન છે – વાણીથી કેટલું કહી શકાય? છONS વૃત્તિઓ વિષયોમાં ભટકે છે ત્યાં સુધી જીવનું ભવરણમાં ભટકવાનું અર્થાત્ જન્મ-મરણ કરવાનું બંધ થવાનું નથી. વિષયોનો રસ જેમ જેમ મંદ થતો જાય તેમ આત્મવૃત્તિ પ્રગાઢ બને છે. આત્મવૃત્તિ પરિપૂર્ણ થઈ રહે ત્યારે જ ભવભ્રમણ પરિપૂર્ણ બંધ થાય છે. Page #243 -------------------------------------------------------------------------- ________________ સાધનાપથ અને આત્મજ્ઞાન ૨૩૪ યોગીશ્વરો પણ ઓનું નિત્ય ધ્યાન કરે છે. એ તમામ અન્ય વિકલ્પોને ભૂલવાના હેતુથી અને મૌન સમાધી જમાવવાના હેતુથી કરે છે. અંદરમાં મૌનની મસ્તિ છવાય જાય પછી તો, જાપ પણ મૂકી, એ જ મસ્તિમાં એકતાન થઈ રહેવાનું છે. મનુષ્ય ભલા બૂરાની જે કાંઈ ધારણાઓ બાંધી લે છે એ બધી કાંઈ યથાર્થ જ હોય એવું નથી. શક્ય છે કે એ જેને ભલું માનતો હોય એ ભલું ન પણ હોય, ઉલ્ટાનું બૂર પણ હોય અને જેને બૂરૂ માનતો હોય એ બૂરૂ ન પણ હોય; ઉલ્ટાનું એ ભલું પણ હોય. અમુક વસ્તુ આમ જ થવી જોઈએ' – એવી આગ્રહભરી પક્કડ મિથ્યા છે. જ્ઞાનીઓ એને હિંસાનું મૂળ કહે છે. આગ્રહ મુજબ ન થતાં અનાયાસ ક્રોધનો આવેશ પેદા થાય છે. તમામ વસ્તુ પોતાની મનસુબી મુજબ જ કરવાનો અભિપ્રાય કેવળ જડતા જ છે. માનવીની મતિ અહંકારગ્રસ્ત બને છે ત્યારે એ તુચ્છ બાબતોમાં પણ તીવ્ર હઠાગ્રહી બની ક્લેશની હોળી સળગાવે છે. પ્રાણ જાય તો ય હું આ પક્કડ નહીં છોડું. એવી આકરી જીદ કરી બેસે છે. જીદ પૂરી ન થાય તો જીવ બાળી બાળીને નાહકના દુર્ગાન કરે છે. DOS માનવીની મતિ જ્યારે મોહગ્રસ્ત બની જાય છે ત્યારે તુચ્છ પદાર્થ પણ એને મહિમાપૂર્ણ અને કોઈ પણ ભોગે મેળવવા યોગ્ય ભાસવા મંડે છે. જ્યારે એ મોહની આંધી ઓસરે ત્યારે વિચારક જીવને બ્રહ્મજ્ઞાન લાવે છે કે હું કેવો મિથ્યા આવેગમાં તણાયેલ હતો. ભાઈ અન્ય તુચ્છ પદાર્થો તને મહિમાવંત ભાસે છે પણ તારો મહાન આત્મા મહિમાવંત કેમ ભાસતો નથી ? આત્માના મહિમાથી હયું કેમ ઉભરાતું નથી ? અહાહા... આત્મદેવ જાગૃત થાય તો અનંતગુણ ખીલી નીકળે એમ છે...સર્વ સિદ્ધિઓ સુલભ થઈ જાય એમ છે. તુચ્છ એવું વિજાતીય પાત્ર પણ મોહના આવેશકાળે પોતા કરતાં ઘણું મહાન ભાસવા મંડે છે. આત્મભાને વિસરાતા પોતાનો મહિમા ભૂલી જીવ બીજાની સ્તવનામાં લાગી જાય છે. પણ... એ પછી વિચારે તો એને પોતાની મોહાંધતા કેવી જાલિમ છે એ સમજાય છે. Page #244 -------------------------------------------------------------------------- ________________ સાધનાપથ અને આત્મજ્ઞાન ૨૩૫ સંસારને અસાર સમજવા માટે એના ઊંડા અનુભવોમાંથી અનેકવાર ગુજરવું પડે છે. પૂર્વના સંસ્કારી જીવની વાત જુદી છે... જો કે અનેકવેળાના અનુભવમાંથી પણ અંતર્બોધન પામનારા હોય છે. કાશ, જે પ્રગટ અનુભવથી પણ બોધ પામતા નથી; એ અન્ય ક્યા ઉપાયથી પામશે? મનમાં જ્યારે દ્વીધા પેદા થાય કે આ હિતાવહ કે પેલું હિતાવહ – ત્યારે શાંતભાવે આંતરમંથન-શોધન કરવું...જરૂર પડે ભેજાનું દહીં થઈ જાય એવું આંતરમંથન કરવું. જીવ હિતાહિતનો સચોટ નિર્ણય નહીં કરે તો સાધના પ્રાણવંત કદીય બનવાની નથી. ભાઈ ! ગમેતેમ કરીનેય – કોઈપણ ભોગેય – મનની દ્વીધાભરી સ્થિતિ નિવારી દેવી ઘટે છે. ધીધાવાન કોઈપણ પુરૂષાર્થ કરી શકતો નથી. અથવા એ પુરુષાર્થમાં પ્રાણનો તરવરાટ ભળતો નથી. દ્વીધા પ્રમાદ જગાવે છે. નિરસતા, ઉપેક્ષા આદિ ઘણા દોષ જગાવે છે. DOS પ્રસંગપ્રસંગે... પળેપળે... જે પરમ ઉચિત હોય એ જ કરવાની મારી મુરાદ છે. મારા નાથ ! મને દરેક વેળાએ જે પરમ ઉચિત હોય એનું ભાન તું કરાવજે. મારી પાસે ઉચિત કે અનુચિતનો એવો ગહેરો વિવેક નથી – વિચારણો નથી – જાગૃતિ નથી. . પ્રભુ ! ઉચિત હોય એ જ પાળવાની શક્તિ તું મને આપજે. કોઈ કમજોર પળે હું અનુચિતનો આશક ન બનું... કોઈ પ્રલોભનને વશ થઈને પણ અનુચિત કાર્ય કરું નહીં એવી નિષ્ઠા તું આપજે. ઉત્કૃષ્ટપણે જે ઉચિત હોય એ જ પાળવાની મારી પ્રાણઝંખના છે. પાત્રતાની વાત એવી અદ્ભુત છે કે પાત્ર જીવ બોધમાંથી કદી કંઈ અવળું ગ્રહણ કરતો નથી. અર્થનો અનર્થ એ કદીય કરતો નથી. પ્રત્યેક બોધ એને સુગમતાથી પરિણમતો હોય બોધદાતાને પણ દિલનો દરિયો ઠાલવવાનું મન થાય છે. અમે અનુભવથી જાણ્યું છે કે સરળતાથી કોઈ પાસે કાર્ય જે સહજતાથી કરાવી શકાય છે એ કાર્ય વકતાથી કે જોરજુલમથી અમાપ ધમાલે ય કરી શકાતું નથી. પોતાનું ઈષ્ટ સાધવા જીવે પ્રેમથીવિનમ્રતાથી પ્રયત્ન કરવો ઘટે. આક્રમકતાથી નહીં. Page #245 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ સાધનાપથ અને આત્મજ્ઞાન પ્રભુ! હું અબુધ શું કરી શકું છું? મારી પાસે એવો વિમળબોધ નથી... વસ્તુઓનું જ્ઞાન-વિજ્ઞાન નથી... એવુ કે ગાંભીર્ય નથી... સત્ય-ન્યાય પ્રત્યે એવી નિષ્ઠા નથી. હું તો ભીનાભાવે આજદિનપર્યત મેં અબુધે આચરેલ અપરાધોની ક્ષમા યાચું છું. માનવીને ખબર ન પડે અને એનાથી ભૂલો થઈ જાય એ ક્ષમ્ય છે. પણ આવો બુદ્ધિશાળી જીવ, સાચી સમજ પામવા પ્રયત્ન ન કરે એ લગીરે ક્ષમ્ય નથી. માનવી અજ્ઞાનમાં જ શાં માટે રહેવા માંગે છે ? એ સમ્યજ્ઞાન ઝળહળાવવા શા માટે પ્રયત્ન કરતો નથી ? થોડો તો ધ્યાનનો અભ્યાસ કેળવો... ભાઈ જીવનની તંગદીલીઓ અને તબાહીઓથી બચવા ધ્યાન કરો. શાસ્ત્રીય સંગીત કે વાદ્યસંગીતની કેસેટ ધીમા સ્વરે મૂકી થોડા સ્થિર-શત-નિર્વિકલ્પ થવાનો મહાવરો પાડો... એમ એમ કરતાં ધ્યાનનિષ્ઠ થવાશે... થોડો થોડો અભ્યાસ કેળવો. જે પોતાના દોષ જોતા-જાણતા નથી શીખ્યો એ કદી ઉદ્ધાર પામવાનો નથી. પોતાના યથાર્થ દોષોનું, યથાર્થ જ્ઞાન-ભાન ખીલે નર્ધી ત્યાં સુધી નિર્દોષ થવા યત્નવંત ક્યાંથી થવાય ? દર્પણમાં જેમ ચહેરો હૂબહૂ બતાય એમ જ્ઞાનમાં પોતાની જાત જેવી છે તેવી' બતાવી ઘટે. કોઈ વ્યક્તિ સાથે આપણાથી ગેરવર્તણુક થઈ હોય તો માત્ર મનોમન એની ક્ષમાપના કરવી એ પર્યાપ્ત નથી. ખૂબ જરૂરી છે કે રૂબરૂ એ વ્યક્તિને મળીને તમે ક્ષમાયાચના કરો ને વ્યક્તિને હળવી બનાવો. ક્ષમાપના ખરી તો રૂબરૂ જઈને જ યાચી શકાય. ભાઈ ! તું ભૂલીશમાં... જગતમાં જે કાંઈ રૂપો દેખાય છે એ કાંઈ સુંદર નથી. સુંદર તો એ છે જે અંતઃકરણથી સરળ હોય... સુંદર તો એ છે કે જે અંત:કરણથી સંતોષી હોય... સુંદર તો એ છે કે જે અંત:કરણથી સહિષ્ણુ અને ક્ષમાવંત હોય. સાચું શું છે એની જીવને કાંઈ ગમ નથી તો ય જીવ ફોગટનું ગુમાન કરે છે. સત્યવસ્તુ ઘણી ગહનમાં ગહન છે. ઘણા ગંભીર મનોમંથન પછી એની કાંઈક ભાળ મળી શકે છે. જીવ પાસે એવી સાગરદિલ ગંભીરતા કે એવા મનોમંથન ક્યાં છે? Page #246 -------------------------------------------------------------------------- ________________ સાધનાપથ અને આત્મજ્ઞાન ૨૩૭ જૂદાંજુદાં દૃષ્ટિકોણથી જોતા... સત્યાસત્યનો અંતિમ નિર્ણય અતિ કઠિન છે. કોઈ માની બેસે કે હું સત્યનો અંતિમ તાગ પામેલ છું તો એ સૂંઠના ગાંગડે ગાંધી બની જવા જેવું બાલીશ છે. ખ..રે....૨ સત્યનો અંતિમ તાગ પામવો દુષ્કર છે. માનવીને ખરી આવશ્યકતા બાહ્ય રૂપ-રંગની નથી; પણ અંતરની સરૂપતાની જ છે. હૃદયની સુરૂપતા હોય તો માનવીના જીવન કેવા સુંદર-સ્તુષ્ટ બની શકે છે. જીવનને સ્વર્ગ સમાન રૂડું ને રળીયામણું તો હૃદયની રૂડપે જ બનાવી શકે છે. જbs ભાઈ! ખરેખર સાચ-જૂઠનો અંતિમ નિર્ણય સાધવાનું કાર્ય ઘણું કપરું અને અસંભવ જેવું જ છે. સત્ય કે જૂઠ, સર્વ પડખેથી યથાતથ – જેમ છે તેમ જ – સમજાવું મહાદુષ્કર છે. પોતાને જે લાગે એ જ અંતિમ સત્ય માની આગ્રહી થઈ જવું ઉચિત નથી. મોટા ધુરંધર જ્ઞાનીનું પણ એ ગજું નથી કે હિતકર સત્યનો અંતિમ નિર્ણય એ કરી શકે. અલબત, સત્યને સમજવા પોતે પુરતો પ્રયાસ કરી છૂટ્યા બાદ, નિર્મળજ્ઞાનમાં જે સમુચિત જણાય તે સમાચરવું - પણ એ જ અંતિમ સત્ય છે એવા આગ્રહથી સદાય મુક્ત રહેવું. ભાઈ ! આ જગતમાં મારી જ વાત સાચી' એ ધારણા પર અગણિત ફ્લેશો અને હિંસાઓ થાય છે. પોતે સામાની જગ્યાએ હોય તો એ જ વાત કેવી રીતે ત્યે એ કોણ ગણે છે? સહુ સમજાણું હોય તો પણ એમાં પોતે ઓળઘોળ ડૂબવાનું છે, બીજાને પરાણે ડૂબાડવાના નથી. એક શાણી-સલુણી માતા પોતાના શિશુને જે મમતાથી સમજાવે એવી રીતે બીજાને સતપંથ સમજાવવા યત્ન કરવાનો છે. પોતે ગમે તેવો ઉગ્ર સત્યનિષ્ઠ હોય તો પણ બીજા જીવને તો એની ભૂમિકા-યોગ્યતા જોઈને જ સત્ય સમજાવવાનું છે. આ ગ્રંથની શરૂઆતમાં જ પ્રથમ પાને અમે વાક્ય મુકેલ છે કે.. બધા જ સત્યો સાપેક્ષ હોય છે – એને એવી અપેક્ષાવિશેષથી સમજવા ઘટે. આ ઘણી મહાન વાત છે. ભાઈ કોઈ સત્યને તાણથી કે તોરથી ગ્રહવાનું નથીઃ સાપેક્ષભાવે સમજવાનું છે. Page #247 -------------------------------------------------------------------------- ________________ સાધનાપથ અને આત્મજ્ઞાન હે નાથ ! જાણ્યે-અજાણ્યે ખોટાને પોષણ-ઉત્તેજન આપ્યું હોય તો ખરા દિલથી ક્ષમાવું છું... જાણ્યેઅજાણ્યે પણ કોઈ જીવોના અહિતમાં નિમિત્ત થઈ જવાયું હોય તો ભીના દયે ક્ષમાવું છું – ભાવીમાં એવું મારાથી કદીપણ ન થાઓ એમ પ્રાર્થુ છું. ૨૩૮ ભાઈ ! સ્થિતપ્રજ્ઞોની વાત નિરાળી છે. – બાકી, ખેંચાતાણીની પળોમાં સત્યના સ્વચ્છ સંપૂર્ણદર્શન લાધવા સંભવ નથી. આગ્રહની પળોમાં સત્યનો નિર્ણય થઈ શકતો નથી. કારણ કે આપણું મન આપણને હંમેશા ‘હું જ સાચો' એમ મનાવવવા મજબૂર કરે છે. પ્રભો ! સ્વનું અને સમષ્ટિનું સંતુલીત હિત સાધવાનું જ મારૂ એકમેવ પ્રયોજન છે. મારા મન-વચનકાયા એમા સહાયક થાઓ – બાધક ન થાઓ. દૈનંદિન એ પરમપ્રયોજનમાં લીન થતો હું એ સિવાયનું સઘળુંય ભૂલી જવા ચાહું છું. ©Þ હ્રદયના નિગૂઢમાં નિગૂઢ કોઈ પ્રદેશમાંય માયા ન રહે એવી પરમનિર્મળતા હું ઝંખુ છું. ક્યારેય મારા વડે માયા ન થાય ને ભલી સરળતા સદૈવ બની રહે એ મારી ઊંડી મંછા છે. પ્રાણાન્તે પણ હું અંતઃકરણથી સરળ અને સર્વહિતલક્ષી બની રહું. ©` બાળ્યા એવા બળીશું અને ઠાર્યા એવા ઠરીશું' – એ કદીપણ ભૂલવા જેવું નથી. કોઈનો જીવ બળે એવું કાર્ય કરેલ હશે તો નિષે ભાવીમાં આપણે પણ એવું જ માઠું ફળ ભોગવવું પડશે. નાના જંતુને પણ દુભવવો નહીં એ સર્વ ધર્મની પ્રથમ શિક્ષા છે. જીરું ન્યાયનો વિષય ઘણો ગહન છે. જીવનભરમાં જાણ્યે-અજાણ્યે ક્યારેય પણ અમારા વડે કોઈને અન્યાય થયો હોય તો ભીનાહ્રદયે ક્ષમાવીએ છીએ. બીજો જન્મ જો અમારે લેવો જ પડે એમ હોય તો અમે ન્યાયવિશુદ્ધ જીવનધારા ઝંખીએ છીએ. 7/0 સ્વનું અને સર્વ જીવોનું જે કોઈપણ પ્રકારે અત્યધિક શ્રેયઃ થાય એમ જ વર્તવાનો અમારો હ્રદયાશય છે. પરમાત્મા અમને એવી સન્મતિ આપો કે સ્વનું વા કોઈનું લેશ પણ હિત ન થવાય અને સ્વ-પર ઉભયનું સંતુલીત ઉત્કૃષ્ટ શ્રેયઃ સધાય એમ વર્તી રહીએ. Page #248 -------------------------------------------------------------------------- ________________ સાધનાપથ અને આત્મજ્ઞાન ૨૩૯ પ્રભુ! હું અને મારા વિરોધી એ બેમાં જે સાચા હોય એને તું જીત આપજે. મારા વિરોધીને પણ સારી રીતે સમજવાની ઉદાર દષ્ટિ તું મને આપજે. અને મને સારી રીતે સમજવાની દૃષ્ટિ તું તેઓને આપજે...સ્વનું અને સર્વનું મંગલ થાઓ એ જ અભ્યર્થના છે. | Os જ્ઞાનીઓ તો સિંહનાદથી કહે... ઘણું કહે... પણ જીવના પોતાના જ્ઞાનમાં સાફ નિર્ણય આવવો જોઈએ ને ? જીવનું પોતાનું જ્ઞાન અંદરથી સંમતિનો સૂર પૂરાવે ત્યાં સુધી કામ કેમ બને ? – જીવ એ વિના અનાદિનિબદ્ધ માન્યતાઓ કેમ બદલી શકે ? ભીષણ ભ્રતિ કેમ છેદી શકે ? લોકો કદર કરશે એવા આશયથી કોઈ સર્જન કરવું વ્યાજબી નથી. સર્જન તો આત્માની મસ્તિમાંથી સહજ ફલીત થવું જોઈએ. પોતાનો અંતરાત્મા ગહન પ્રસન્નતા પામે એ સર્જન શ્રેષ્ઠ છે. પ્રમાણપત્રોના આશયથી કોઈ સર્જન ન થાય એ જ સારું છે. પ્રભુ ! દુનિયા આખી ભલે ખુશી માંગે વા ગમે તે માંગે, હું તો અંત:કરણનું દર્દ માંગુ છું. એવું ગહન દઈ માંગુ છું કે જેના અનુભવમાં સમગ્ર અસ્તિત્વ એકરૂપ બની જઈ મારી અખીલ અસ્તિ મને સુપેઠે વેદના-સંવેદના મળે. કણ... માનવીને કોઈ પરમોદાત્ત અભિપ્સા કરતાં ય નથી આવડતું. બહુ ઓછા માનવી એ ગહન રહસ્ય જાણે છે કે માનવી જેવી મહેચ્છાઓ કરે છે – જેવા ખ્વાબો ધરે છે – એવું જ એનું ઉજ્જવળ ભાવી ઘડાય છે... “ભાવ તેવું ભાવી' – એ અફર સત્ય છે. નાથ ! હું કંઈ માંગતો નથી... શું માંગવાથી મારું પરમ હિત થાય એની પણ મને ખબર નથી. નાથા મારા જીવનની બગડેલી બાજી તું સુધારી આપજે અથવા – મને એવી સન્મતિ આપજે કે એ વડે હું ઉત્કૃષ્ટ સત્પુરુષાર્થ આચરી બગડેલ બાજીને પૂર્ણ સુધારી શકુ. અહાહા ! જીવનના આરંભકાળના અનેક અનેક રમ્ય-ભવ્ય-દિવ્ય સ્વપ્નો તો ક્યાંય દૂર રહી ગયા... જીવનનો આટલો બધો વિનીપાત માનવીને કેમ કોઠે પડી ચૂક્યો હશે ? ? માનવી એના અસલી સ્વભાવથી કેટલો દૂર દૂર નીકળી ગયો... ? Page #249 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ સાધનાપથ અને આત્મજ્ઞાન આત્મજ્ઞાનીના પરમ ઉજાસમયી ચેતનાજગતને બહુ ઓછા પિછાણી શકે છે. એની આસપાસના સ્વજનો-સ્નેહીઓ કે સમાગમમાં આવનારામાંના પણ એની પરમભવ્ય મનોદશાને ખાસ પિછાણી શકતા નથી. કળી શકે તો તો નિજે કલ્યાણ થઈ જાય. જીવ કેટલીક જીંદગી હસવામાં વિતાવે છે – તો કેટલીક જીંદગી રોવામાં વિતાવે છે. પણ હર્ષ-શોકથી પર એવી ઉપશમભાવસભર ઉમદા જીંદગીને એણે ન તો કદીય જાણી છે કે ન તો કદીય માણી છે. – અન્યથા જીવનની રસમ જ સમૂળગી બદલાય જાય. વયની વૃદ્ધિ સાથે અનુભવજ્ઞાનની પણ અભિવૃદ્ધિ ખૂબખૂબ થવી ઘટે. જવાની ગુમાવી દીધાનો પરિતાપ થાય છે પણ આરાધનાનો ખરેખરો સુવર્ણકાળ ગુમાવી દીધો એનો પરિતાપ થતો નથી ! બુદ્ધિ મંદ પડ્યાનો પરિતાપ છે પણ વિવેક મંદ પડ્યાનો પરિતાપ નથી ! ચેતનાનું ઘણું ઉધ્વરોહણ પામ્યા પછી પણ પડી જવાનું કારણ કુતૂહલ છે. સ્વાનુભવમાં તો અપાર સુખ છે – પણ, વિષયોમાં પણ થોડું સુખે તો હશે ને ? એવા કુતૂહલવશ પરમબ્રહ્મની મસ્તિ ચૂકી જવાય છે. વિષયસુખનું કુતૂહલ બિલકુલ ભૂલી જવા જેવું છે. દુઃખ જ્યારે ઘેરું બને છે ત્યારે પ્રાય: ચેતનાની પણ એવી ઊંડી ગહેરાઈને સ્પર્શી શકવાની ક્ષમતા પેદા થાય છે. સંપૂર્ણ સ્વીકારભાવે દુઃખ સંવેદાય તો ત્યારે ચેતનાની પણ એવી જ ગહેરાઈનો અનુભવ લાધી શકે છે. વાત છે... પ્રેમ-સંપૂર્ણ સ્વીકારવાની. ચાહે તેવા ભીષણ-ભયાનક દુઃખનો પણ તમે કરેલ હયે– પરિપૂર્ણ પ્રસન્નતાથી – સ્વીકાર કરી લ્યો અને તે વેળાએ પણ અંત:કરણની સમતામયી સ્થિતિ બનાવી રહો તો દુઃખ પણ દુઃખદ નહીં રહે – સુખદ પણ બની જઈ શકે છે. કોઈ અનુચિત પ્રવૃત્તિ મનને ખૂબ જ રુચિકર લાગતી હોય તો એ પ્રવૃત્તિ ત્યાગવા પર પ્રથમ જોર ન મારતા; એનો રસ ક્ષીણ કરવા યા ઘટાડવા પ્રયત્ન કરવો ઘટે છે. સમ્યફ-વિચારણા દ્વારા સહજ વિવેક પ્રગટે છે ને વિવેકથી રસ મોળો પડવા મંડે છે. પછી સહજ જ ત્યાગ સંભવે છે. Page #250 -------------------------------------------------------------------------- ________________ સાધનાપથ અને આત્મજ્ઞાન ૨૪૧ મને આ નથી ફાવતું. ‘મને આ નથી ફાવતું – એવો મો-પાઠ શરૂ કરે છે ત્યારે માનવી ખૂબ અસહિષ્ણુ બની જાય છે. એ દુઃખને કેઈગણું વધારી મૂકે છે. પ્રતિકાર પીડાને અનેકગણી વધારી મૂકે છે – એથી દુ:ખ વાસ્તવઃ કરતાં અનેકગણું વધી જાય છે. જીવને બીજા બધા જ નુકશાનોનો સ્પષ્ટ ખ્યાલ આવે છે ને ખટકે પણ છે; પણ અમુલ્ય સમય નિરર્થક વૃત્તિ-પ્રવૃત્તિમાં વહ્યો જાય છે એ નુકશાન ભાસતું પણ નથી, ને હવે કદિ બટકતું પણ નથી – અન્યથા જીવની આવી બિસ્માર હાલત હોય જ નહીંને? જી... એટલે જ સુખ-દુઃખ બંનેનું મિશ્રણ, ઘણી પરિસ્થિતિ તો માનો તો સુખ છે અને માનો તો એ જ દુઃખ છે. દુઃખ કે સુખ ભાસવાનો ઘણો આધાર માન્યતા ઉપર જ છે. ભાઈ દુઃખ તો સમજો તો સમતા-સમાધિ કેળવવાની મોટી નિશાળ છે. * સુખ-દુઃખમાં એકસમાન મનોભાવ ધરી રાખનાર, – અર્થાત દુઃખવેળા જેવી મનોવૃત્તિ હોય એવી જ સુખવેળા – અને – સુખવેળા જેવી મનોવૃત્તિ હોય એવી જ દુ:ખવેળાએ પણ ધરી રાખનાર મહાનુભાવ સાચા અર્થમાં સંત બની જાય છે. મહાવીરનો માર્ગ કેવળ કષ્ટ સહેવાનો માર્ગ નથી, પરંતુ આત્મરમણતા સાધીને અલૌકિક સુખ-શાંતિસમાધિ પામવાનો એ રાહ છે. ધીરે ધીરે આગળ વધતા પરિપૂર્ણ આત્મરમણતામાં એકતાન થઈ... નિશ્કેવળ નિજાનંદના ભોગવટા કરવાનો એ રાહ છે. સ્વાધ્યાય-ધ્યાન ઇત્યાદિ વડે ચેતનાનું ભવ્ય ઉધ્વરોહણ સાધતા જેને આવડે છે એવો આત્મા જો એમ કરવાના બદલે પંચેન્દ્રિયના વિષયોમાં હાથે કરીને વ્યસ્ત થતો હોય તો એ સહજસુખ અવગણીને અકારણ ક્લેશને જ નોતરે છે. આત્મદેવને રહેવાના મહેલ જેવું.... આ દેહરૂપી દેવળ જયારે કાળક્રમે જર્જરીત થાય છે ત્યારે નાનામોટા અગણિત કો-ફ્લેશોનો ગંજ ખડકાય જાય છે. અપરિહાર્ય એવા આ બધા ક્લેશોને-કોને અદીનપણે સહેવા અને રૂડી પ્રસન્નતા બનાવી રાખવી. Page #251 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ સાધનાપથ અને આત્મજ્ઞાન નદીમાં કાષ્ટની માફક જેવૃત્તિઓના વેગમાં તણાય જાય છે એ ગમે તેવા જ્ઞાની કહેવાતા હોય તો પણ વિવેકી નથી. વિવેકીને તો ભોગમાં ય યોગ જ સાંભર્યા કરે, એ વૃત્તિઓને આધીન નહીં પણ વૃત્તિઓ એને આધીન હોય – એની ઉપર એનું પ્રભુત્વ હોય. સુખ કે દુઃખના બધાં ખ્યાલો ખોટા છે. અંતસમાંથી સહજ આનંદની અમ્બલીતધારા પ્રસ્તૂટતી નથી ત્યાં સુધી જ બાહ્યસુખ કે બાહ્યદુઃખ મહત્વ ધરાવે છે. અતીન્દ્રિય આનંદનો ભોગવટો થવા લાગે તો દુન્યવી સુખ-દુ:ખ સ્વતઃ બેવજૂદ બની જાય છે. મહાવીર જેવા પુરુષોએ પ્રબોધ્યું કાંક; અને એમના મોટ્ટાભાગના અનુયાયીઓ સમજ્યા કાંક. વાણીમાં પૂર્ણસત્ય આવતું જ નથી. અમે જે આશયમાં કહીએ છીએ એ જ પ્રમાણે એ વાત વાચક સમજશે એવી આશા બહુ અલ્ય છે. વિરલા જ યથાતથ સત્ય સમજી શકે છે. જDOS તત્ત્વજ્ઞાનવિહોણા જીવો તો પાર વગરના વૃથા ક્લેશો ભોગવે છે. મોટ્ટાભાગની મનોપીડાઓ તો જીવના અવિચારીપણાને લઈને કે પછી વિચારણા યથાર્થ ન કરી શકવાના કારણે ઉભી થતી હોય છે. વિચારણા ભ્રામક તો દિનરાત ચાલે છે યથાર્થ વિચારણા ઉગવી જ દુર્ઘટ છે. મારામાં ખરેખર શું ખૂટે છે ? એની મને ખબર નથી કે એની ખોજ પણ નથી. અલબત કોઈ અવ્યક્ત કમી હું દિનરાત મહેસુસ કરી રહ્યો હોઉં એવું લાગે છે. વસ્તુતઃ મને શેનો ખપ હશે ? કે કોઈ ખપ નથી ? આ જ ગહન સંશોધનનો વિષય છે. જીવનમાં ક્યારેક ક્યારેક આત્મદેવ જાગે છે ત્યારે... જીવનમાં આમૂલ પરિવર્તન આણવા હું દૃઢ નિર્ધાર કરૂં છું... કોઈ અદ્ભૂત ક્રાંતિ આણવા હું સંકલ્યવાન થાવ છું... પણ જીવન સાધુચરિત બને બને ત્યાં પાછું મન. !! એ સદા ય એનો ભાવ ભજવી જ જાણે છે. I DONS આત્મોન્નતિના માર્ગે ચાલતા ચાલતા... અગણિત વાર – પડી જવાય તો પણ ક્ષોભ પામવાની કે હામ હારી બેસવાની જરૂર નથી... પડીએ તો તત્કાળ ઉભા થઈ – ધૂળ ખંખેરી – માર્ગમાં આગેકૂચ કરવાની છે. મંઝીલ પામીને જ જંપીશ' - એવો મક્કમ નિજય રાખવાનો છે. Page #252 -------------------------------------------------------------------------- ________________ સાધનાપથ અને આત્મજ્ઞાન ૨૪૩ બરા આત્મજ્ઞપુરુષને કોઈ વિષયો – આત્મસ્મરણમાં થોડો વિક્ષેપ થવા સિવાય – લાંબુ નુકશાન પહોંચાડી શકતા નથી. બલ્ક એથી એની આત્મવૃત્તિ વધુ સતેજ થાય છે. વળી એ પુરુષો તુટેલી સાધનાનો દોર પુનઃ સાંધી લેવામાં પણ બેમિસાલ નિપુણ હોય છે. જ્ઞાનીઓ ભૂતકાળને ઝાઝું રોતા ધોતા નથી. પોતાના ઉજમાળ ભાવીનો સંકેત એમને મળી ગયો હોય છે. તેઓ અસ્મલિતપણે ઉન્નતિક્રમમાં આગળ ને આગળ જ વધતા જતાં હોય છે. – પાછા પડવાની તો એમને હવે કલ્પના પણ હોતી નથી. કોઈ મોટો દોષ તો થવાની સંભાવના પણ નથી; પણ નાનામાં નાના દોષને ય જ્ઞાની ઉપેક્ષનીય સમજતા નથી. આંખમાં કણની માફક એ એમને ખૂંચે છે. જેમને પરિપૂર્ણ નિર્દોષ થવાની ઉત્કટ તાલાવેલી છે એમને લઘુદોષ પણ અસહ્ય બન્યા વિના કેમ રહે ? જીવ ગુણોને આત્મસાત કરવા અને દોષોને નિર્મળ કરવા નેકદિલથી તલપતો હોવા છતાં ગુણદોષ સંબંધી જે વિરાટ પરખ હોવી જોઈએ – એવી પરખ પામવા જેવી જે સુક્ષ્મપ્રજ્ઞા હોવી જોઈએ – અને - તદર્થ જે તીવ્ર જાગૃતતા હોવી જોઈએ એ વિરલ જીવમાં હોય છે. જON ભયંકર દુઃખમાં પણ હૃદયમાં પ્રસન્નતા ભરી રખાય – ચિત્ત ભારોભાર સમતાથી ભરપૂર રાખી શકાય – તો સમતાની એ સઘન અનુભૂતિમાંથી સ્વાનુભૂતિ પણ સ્વતઃ પ્રગટી જવાની ખૂબ-ઝાઝેરી સંભાવના ખડી થઈ જાય છે. નાથ ! મારી કોઈ ગહેરી સમજ નથી... હું મને ખૂબ સમજુ માનું છું પણ એવી અપ્રતિમ સમજદારી મારામાં નથી. જાતભાતના વિકલ્પો કરી માનું છું કે ખૂબ તત્ત્વચિંતન કરું છું. જાતજાતના તરંગો કરતો રહી માનું છું કે ધ્યાન કરૂં છું – આત્મધ્યાન લગાવું છું! જ્ઞાન નિર્મળ બનાવવા જે ડી વિચારણા અને મનોમંથન ચાલવું જોઈએ તે ચાલતું નથી. ભ્રાંતિ ભેદવા જે અંદરમાં ઉહાપોહ મચવો જોઈએ તે પણ નથી. સત્સંગ અને સદ્વિચારણા પણ એવી રુચિપ્રીતિ-લગનીથી સેવાતા નથી. Page #253 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ સાધનાપથ અને આત્મજ્ઞાન વરસોથી આટઆટલો ચિંતનનો પુરૂષાર્થ હોતે છતે ભ્રાંતિ અને મોહમૂઢતા કેમ મંદ પડેલ નથી – તે જીવ કેમ વિચારતો નથી ? ચિંતન ચાલે છે કે ચકરાવો ? ખરે તો જીવ પાસે એવું ઉજમાળ સમ્યફજ્ઞાન નથી ને સમ્યફજ્ઞાનીનો સુપેરે સત્સંગે ય નથી. દુઃખે પેટ અને કૂટે માથું – એવી જ જીવની હાલત છે. પોતાને શું દુઃખ છે – એ શા કારણે છે – એની જ જીવને સ્પષ્ટ ગમ નથી. દરદ બીજું છે ને દવા બીજી જ કરે છે. અગણિત ઔષધ કર્યા છતાં રોગ મસ્યો કેમ નહીં– એ તલાસતો નથી. જ્ઞાનીઓ કહે છે કે, સુખ-દુઃખ એ તો કલ્પના છે મનની ખૂબ યથાર્થ હકીકત છે. આ જગતમાં જંગી સુખને ય દુઃખ મનાવી આકુળ-વ્યાકુળ રહેનારા જીવો છે. અને જાલિમ દુઃખને પણ સુખ મનાવી આનંદરસ પીનારા સુભાગીજીવો પણ છે. ભીતરમાં ઘણું ભર્યું છે – ભાઈ ભીતરમાં અપરંપાર ભરેલું છે. અગણિત યુગોના ચિત્રવિચિત્ર પાર વિનાના સંસ્કારો આપણી ચેતનાની ભીતર ધરબાયેલ છે. અંત:કરણનું પરિશોધન કરવું એ નાનું સૂનું કાર્ય નથી – એ તો ભગીરથ પુરુષાર્થ માંગે છે. વિવેકને સબળ જગાવીને એક મોહને પરાસ્ત કરશો તો બાકીના તમામ આંતરશત્રુ તો સહજમાં જીતાય જશે. મોહની સામે લડી શકવા ‘વિવેક' જ સમર્થ થઈ શકે. જ્ઞાન ધ્યાન, સત્સંગ, સ્વાધ્યાય આદિ વડે વિવેકને ખૂબ સબળ કરવો જોઈએ. સજજન પુરૂષને નીતિ પાળવી નથી પડતી પણ સહજ પળાય રહે છે. સજ્જનતા મૂકીને ગમે તેવો દુર્લભ લાભ મળતો હોય તો પણ આત્માર્થી એવી પ્રવૃત્તિ કરતા જ નથી. અને સજ્જનતા જાળવતાં કદાચ પણ નુકશાન થતું હોય તોય એ નીતિગ્મત થતા નથી. ચિત્તના બે મહાન દોષો – ચંચળતા અને મલીનતા – આત્મધ્યાન વડે નિવર્તી શકે છે. આત્મધ્યાન અર્થે આત્મજ્ઞાનની અર્થાત્ આત્માની ખરેખરી પિછાણની આવશ્યકતા છે. એ પિછાણ પામવા ખૂબ ખૂબ અંતર્મુખી બની રહેવાની આવશ્યકતા છે. Page #254 -------------------------------------------------------------------------- ________________ સાધનાપથ અને આત્મજ્ઞાન સદ્ગુરુનો અનુગ્રહ થાય ત્યારે જીવ એમની પાસેથી ધર્મનો ગહનમર્મ જાણી શકે છે. ધર્મના મર્મો કળાતા તો આમૂલ ક્રાંતિ સર્જાય છે. આખી દૃષ્ટિ જ સમૂળગી પલટાય જાય છે. શુભાશુભભાવોની મોહિની ઓસરી, શુદ્ધભાવમાં જીવ ઠ૨વા લાગે છે. ©Þ ૨૪૫ કોઈ પણ કાર્ય બનવામાં ઘણાં પરિબળો કામ કરતા હોય છેઃ માત્ર આપણી આશા-ઈચ્છા એમાં કારગત થતી નથી. માટે કુદરત જે કાંઈ કરે છે તે સારા માટે’–એમ માની; ચિત્ત-વૃત્તિ એની ચિંતામાંથી ઉઠાવી લઈને આત્મહિતની ચિંતામાં લગાવી દેવી યોગ્ય છે. જીરું જ્ઞાનીઓનો સંદેશ છે કે સહન કરો. સહન કરીને શુદ્ધ થાઓ. સમભાવે સહેવાથી અંતર્યામિ નિષે પ્રસન્ન થાય છે. સમભાવે સહેવાથી કર્મો પાર વિનાના ખરી પડે છે. અને નવા બેસુમાર કર્મો બંધાતા અટકી જાય છે. ‘સહન કરીને શુદ્ધ બનો'–આ મંત્ર છે. 7000 આત્માને અનંતનિર્વિકાર પરમાત્મસ્વરૂપ જાણી; એનું અવગાઢ ધ્યાન કરાય તો ગુપ્ત ભગવત્સ્વરૂપ પ્રગટમાન થયા વિના રહે નહીં. શુદ્ધ સ્ફટીકરત્ન જેવો... પરમનિર્મળ ચિંતવી આત્માનું ધ્યાન કરવું એ જીવમાંથી શીવ થવાનો અમોધ ઉપાય છે. કર્મ કાંઈ નથી નડતા... જીવ ભ્રમથી માને છે કે કર્મ નડે છે. હકીકતમાં અવળી સમજણ, અવળી માન્યતાઓ, અવળી કામનાઓ, અવળા અભિપ્રાયો, અવળા આગ્રહો, અવળા અનુમાનો ઈત્યાદિ નડે છે. કર્મનું તો બહાનું છેઃ દોષ જીવનો પોતાનો છે. 40× હે જીવ, જે કાંઈ તું આજે કરી રહેલ છો એવા તો તમામ ભાવો તે ભૂતકાળમાં પણ અનંતવાર કર્યા છે. શું આવું ને આવું જ કર્યા કરવાનો તને કોઈ કંટાળો નથી ઊપજતો ? જો ખરેખર કંટાળ્યો હો તો વૃત્તિકૃતિનો રાહ બદલાવવા દેઢ-સંકલ્પવાન થા. - ભગવત્સ્વરૂપ --0 પ્રભુ..પ્રભુ...પુકારતા અસ્તિત્વ અર્થાત્ પોતાનું જ મૂળરૂપ ગ્રહણ થાય તો પારાવાર લાભનું કારણ બની રહે. પ્રાર્થના ભીતરમાં છૂપાએલ ભગવાનને ઉદ્દેશીને કરવાની છે. પોતે પોતાના પરમ આત્માને જ પ્રાર્થવાનો છે... — Page #255 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ સાધનાપથ અને આત્મજ્ઞાન જીવ આત્મોત્થાન અર્થે ગમે તેટલો જંગી યત્ન કરે... અને ગમે તેટલું ઉત્કૃષ્ટ ઉત્થાન સાથે પણ જો સત્સંગનું સાતત્ય ન રહે તો પતન પામવાનો સહપ્રાયઃ અવકાશ રહે છે. માટે સત્સંગ તથા સવાંચનચિંતનની ઓથે રહેવું શ્રેયસ્કર છે. જે જીવને ચગતીના ચક્કરમાંથી છૂટવાની મંછા જ નથી ઉગવા પામી; ઉછું જેને ભવભ્રમણનો રસ છે; એવા વિપરિત રુચિવાળ જીવોને જોઈ જ્ઞાની મૌન થઈ રહે છે. મધુબિંદુની લાલચમાં દેવવિમાનની પણ અવગણના કરે એવા જીવને શું કહેવાય? મૂળતઃ મુક્તિના જ અનંતમહાન આશયથી તમામ ધર્મક્રિયાઓ ગોઠવવામાં આવેલ છે. ભાવી અનંતકાળની મુક્તિ સાધવા જ અધ્યાત્મનો અલોકીક માર્ગ છે. પ્રત્યેક આર્યધર્મોએ મુક્તિના અપરંપાર ગુણગાન અમસ્તા નથી ગાયા હોં... વિતરાગ પરમાત્મા સાથે ભાવવિભોરપણે તન્મય-તદુપ થઈ જવું એનું નામ ખરી ભક્તિ છે...પ્રભુમય બની જવાનું છે...જાણે પોતે જ અનંત-નિર્મળ, પરમનિર્વિકાર પરમાત્મા હોય એમ – આંખો મીંચી – અંતરધ્યાનસ્થ થઈ જવાનું છે. પોતાના પરમધ્યેયનું ભાન જીવંત રહે તો જીવ ઘણો અંકુશમાં રહે છે. પરમધ્યેયને બાધક થાય એવું કોઈપણ કાર્ય કરતા એ અચકાટ અનુભવે છે. ધ્યેય વિરૂદ્ધની હોય એવી કોઈપણ વૃત્તિ કે પ્રવૃત્તિ આદરવા એનું હૃદય સમ્મત જ નથી થતું. ' આત્માર્થી સાધકને જગત પ્રત્યે સહજતયા વિરક્તી રહે છે. અખીલ જગતના તમામ ભાવોથી એ સહજ જ ઉદાસ રહે છે. ત્રણભુવનના તમામ ભાવો એને નિર્મુલ્ય ભાસે છે. એના હૃદયમાં પરિપૂર્ણ આત્મહિતનું જ પરમમૂલ્ય હોય છે. GE. અહાહા... એવો સુપાત્ર-સુયોગ્ય જીવ હોય તો... સત્યરુષના સમાગમમાં રહેવા માત્રથી પણ અભૂત આત્મોત્થાન સાધી જાય છે. ભલે સસુરુષ ખાસ કંઈ બોધ ન કરે પણ એમની ચર્યા, એમનો ચહેરો. એમની ચિત્તપ્રશાંતી વિ. જોઈજોઈને એ પામી જાય છે. Page #256 -------------------------------------------------------------------------- ________________ સાધનાપથ અને આત્મજ્ઞાન ૨૪૭ પંચદ્રિયના વિષયોમાં વ્યસ્ત થતો જીવ... પોતાના જ્ઞાનાનંદી સ્વભાવને ચૂકી જઈ અનંત નુકશાન વહોરે છે. ખરે જ જ્ઞાન જેવો કોઈ આનંદ નથી છતાં અનાદિની અવળી ગૃહીત ધારણાઓને કારણે, આભાસી સુખોમાં ભાન ભૂલી; જ્ઞાનાનંદ ચૂકી જાય છે. કાલુ નામની માછલીના મુખમાં, સ્વાતિ નક્ષત્રના મેઘનું બંદ પડે તો એ બુંદ મોતી બની જાય છે. તેમ સદ્ગુરુના વચનરૂપી બંદ, પાત્રતાવાન જીવના કાને પડતા – એને કાળજે સોંસરવટ ચોંટ લાગી – ચીરસ્થાયી બોધના મોતીરૂપે પરિણમે છે. આ અખીલ બ્રહ્માંડમાં નૈસર્ગિક જ અચૂક ન્યાયતંત્ર પ્રવર્તી રહેલ છે. જેમ સૂરજ ચંદ્ર, તારા, ગ્રહો. નક્ષત્રો બધાંનિસર્ગતયા જ નિયમબદ્ધ ગતિ કરે છે, એમ કોઈના ય સંચાલન વિના પણ નિયમબદ્ધપણે એક વિરાટું વ્યવસ્થિત તંત્ર સતત કાર્યરત છે. સ્વાનુભૂતિની સહજ રસમસ્ત પ્રગટાવવા સિવાય, મુક્તિ પામવાનો કે મુક્તિ રુચવાનો બીજો કોઈ ઉપાય નથી. આત્માનુભૂતિની રસધાર જેમજેમ સંવેદાય એમએમ દુન્યવી તમામ સુખો આભાસી, ઉપાધિરૂપ અને આખરે માઠા વિપાકને દેનારા કળાય જાય છે. ©OS અંતરમાંથી રાગનો ત્યાગ એજ પરમાર્થે ત્યાગ છે. ત્યાગી તો આ જીવ અનંતવાર થયો છે પણ, અંતરંગમાંથી રાગનો ત્યાગ ક્યારેય સંભવ્યો નથી. ખરેખર દૂષ્કર ત્યાગ તો એ જ છે. પ્રખર જ્ઞાનદશા પ્રગટ થયે જ રાગ-દ્વેષનો અંતરમાંથી પરિત્યાગ થવો સંભવે છે. આખર તો આત્મધ્યાનમાં જ રમમાણ થઈ જવાનું છે. સમસ્ત સંસારનો તમામ રાગ પરિહરીને કેવળ નિજસ્વરૂપમાં જ નિમગ્ન થઈ જવાનું છે. જીવ ! વહેલો કે મોડો તારે આત્મધ્યાનનો જ મહાવરો કેળવવો પડશે – એ વિના તો મુક્તિ સંભવ જ નથી. ધર્મ તો વસ્તુનો સ્વભાવ છે. પોતાનો સ્વભાવ સંભાળવો એનું જ નામ વસ્તુતઃ ધર્મ છે. સ્વભાવમાં પ્રગાઢ લીનતા-રમણતા સાધવી ને એથી સ્વભાવ સિવાયના તમામ ભાવોની રુચિ-૨સીકતા ગૌણ ગણ અત્યંત ગૌણ થઈ રહેવી એ પરમાર્થે ધર્મ છે. Page #257 -------------------------------------------------------------------------- ________________ સાધનાપથ અને આત્મજ્ઞાન વિવેક, વૈરાગ્ય અને દ્રઢસંકલ્પના બળથી વિચારો ન રોકી શકનાર માટે જાપ વિચારોને રોકવાનું એક સાધન છે. જાપમાં એકતાન થઈ જગતનું વિસ્મરણ કરવાનું છે. આત્મા છું હું આત્મા છું’ ‘હું શુદ્ધ ચીદ્રુપ છું’ ‘હું સત-ચિત્ આનંદ સ્વરૂપ છું' ઈત્યાદિ. ૨૪૮ @> જાપનો હેતુ જગતની વિસ્મૃતિ કરવી એ અને પોતાની મૂળ અસ્તિને સ્મૃતિમાં લાવવી એ હોવો ઘટે. શરૂઆતમાં એવી આત્મતન્મયતા ન ખીલે, પણ જેમ જેમ એકાગ્રતા વધશે તેમતેમ આત્મસ્વરૂપનું વિશેષ ભાસન થવા મંડશે – પછી તો જાપમય બની જવાશે. જાપ સહજ સ્મરણરૂપ બની જશે. = ©Þ અલબત્ત, પ્રથમ આત્માનુભવ વેળાએ તો આંશીક જ સુખની અનુભૂતિ થાય – જેમજેમ આત્મસ્થિરતા વધતી જાય એમએમ એ સુખ સઘન થતું જાય – તો પણ પ્રથમ અનુભવ પણ સાધકને અપૂર્વ અપૂર્વ આહ્લાદથી અભિભૂત બનાવી દેનાર હોય છે. TM આત્માનુભવ થયા પછી સાધક નિઃશંક થઈજાય છે કે કરવા યોગ્ય મહદ્કાર્ય તો આ આત્માનુભૂતિ જ છે. બસ... આ આત્માનુભૂતિમાં ઓતપ્રોત રહેવું એજ હવે મારૂ પરમકર્તવ્ય છે, નિશ્ચયથી... બીજું કશું ય કરણીય નથી. 1811 બીજુંબીજું કરવામાં જે સાધકો સ્વાનુભવ પામવાનો પ્રયત્ન કરવો ચૂકી જાય છે તે સાધકો જ્ઞાનીજનની કરુણાનું જ ભાજન બની જાય છે. આત્માનુભવ વિના તો બીજું બધું જ એકડા વગરના મીંડા જેવું છે. પ્રથમ આત્માનુભવનો જ ઉદ્યમ કરવા જેવો છે. 70©Þ આત્માનુભવ પામીને, એક આત્મા સિવાય, તમામ અનાત્મભાવોથી પોતે ન્યારો-નિરાળો છે એવું અનુભવી; તમામ અનાત્મભાવો બાજુથી લક્ષ પાછું ખેંચી લેવું એ નિશ્ચયથી પ્રતિક્રમણ છે – અને — સમગ્ર લક્ષ આત્મામાં જ જમાવી દેવું એ સામાયિક છે. ©T સત્સંગ અને સ્વાધ્યાય બે પાંખો છે...જે વડે – દેહરૂપી પીંજરથી છૂટી – જીવરૂપી પંખી પોતાના ચૈતન્યાકાશમાં વિહરી શકે છે. જ્ઞાનીજનના સમાગમ વિશે ઘણું કહેવાય ગયું છે તો પણ, પુનઃ પુનઃ કહેવાનું દિલ થાય છે કે સત્સંગ તો કેમેય ચૂકવા જેવો નથી. Page #258 -------------------------------------------------------------------------- ________________ સાધનાપથ અને આત્મજ્ઞાન ૨૪૯. સત્સંગ દ્વારા વિશ્વની વસ્તુસ્થિતિ જેમ છે તેમ સ્પષ્ટ જ્ઞાનમાં આવે છે. જોવાની દ્રષ્ટિ જ આખી એથી સંપૂર્ણ બદલાય જાય છે. સત્સંગ દ્વારા જીવમાં ધીરગંભીરપણું આવે છે... યથાર્થ દર્શન - યથાર્થ જ્ઞાન અને યથાર્થ ચારિત્ર ખીલી ઉઠે છે. આપણું દર્શન કેટલું ભ્રાંત હતું એનું સચોટ ભાન સત્સંગ દ્વારા લાધે છે. એક નવી જ દ્રષ્ટિ ખૂલે છે. સન્શાસ્ત્રો યા સારા પુસ્તકો – જે સ્વભાવ ભણી જવામાં સહયોગી થાય એ – નવી દ્રષ્ટિ ઉઘાડી; એક અર્થમાં જીવનો નવો જન્મ કરનાર બની જાય છે. આત્માની અનન્ય રૂચી પ્રગટે અને આત્મલીનતા જામવા મંડે તેમતેમ સાધકની ધર્મશ્રદ્ધા સ્વતઃ પ્રગાઢ થવા લાગે છે. પ્રત્યક્ષ સુખનો અનુભવ થતા કોઈને પૂછવા પણ નથી જવું પડતું. બસ સ્વભાવરમણતારૂપ ધર્મ જ એનું જીવન બની જાય છે. આત્મજ્ઞાન માત્ર આત્માના આધારે જ અર્થાત્ આત્માના જ અવલંબન વડે ઉપલબ્ધ થાય છે બીજા કોઈનું અવલંબન એમાં કામ લાગતું નથી. જ્ઞાન ઘણું હોય તો આત્મજ્ઞાન થાય કે તપ ઘણું હોય તો આત્મજ્ઞાન થાય – ઈત્યાદિ કોઈ પ્રકારે આત્મજ્ઞાન સંભવ નથી. કાર્ય થવાની એક નિશ્વિત વિધિ હોય છે. એ વિધિનો આદર કર્યા વિના, મનમાની ગમે તે રીતે કોઈ સિદ્ધિ મેળવવા કોશિશ કરે કે પ્રચંડ પ્રયત્નો સુદ્ધાં કરે તો પણ હેતુ સરતો નથી. માટે સાધકે એની વિધિ અનુસાર જ આત્મજ્ઞાન પ્રગટાવવું ઘટે. વિકલ્પો અર્થાત્ વિચારતરંગો. મારું મૂળ સ્વરૂપ સર્વ વિકલ્પોથી રહિત નિર્વિકલ્પરૂપ છે. વિકલ્પો તો વ્યાધિ છે – એનાથી કોઈ હેતુ સરતો નથી. શુભ વિકલ્પો પણ વ્યાધિ છે. હું નિર્વિકલ્પ સ્વરૂપી શુદ્ધાત્મા છું' એવું અંતર્મુખ બનીને ખૂબખૂબ રટણ કરવું. જs સાધકને મધ્યમાં શુભભાવો સહજ પ્રગટે – પ્રગટે એની ના નથી – પણ આત્માનું મૂળસ્વરૂપ તમામ શુભાશુભ ભાવોથી પણ નિરાળું છે. એ સ્વરૂપ કેવું અદ્ભુત હશે એ જાણવાની ઉત્કટ જિજ્ઞાસા જન્મવી જોઈએ. અહો, અકલ્પનીય છે સ્વરૂ૫ એ. Page #259 -------------------------------------------------------------------------- ________________ સાધનાપથ અને આત્મજ્ઞાન ૨૫૦ એકવાર સહજાનંદી શુદ્ધસ્વરૂપની લિજ્જત-મસ્તી અનુભવાયા પછી, ઉત્કૃષ્ટ કક્ષાના શુભભાવો પ્રગટ તોય સાધક એ પ્રતિ ઉદાસીન રહી શકે છે. શુભ અને અશુભ બંનેથી પાર એવા શુદ્ધભાવમાં જ એની પ્રીતિ જામેલી રહે છે. વિતરાગતા વધારવી એજ અધ્યાત્મપંથનો પરમોત્કૃષ્ટ ઉદ્દેશ છે. જેમ જેમ કરીને રાગની રુચ્ચી ઘટે. તેમ તેમ પ્રવર્તવું એ જ મોક્ષમાર્ગનો મહાન ઉદ્દેશ છે. આ ઉદ્દેશ જ વિસરાય જાય અને ઉલ્ટાની રાગની રુચી વધવા લાગે તો તે નિતાંત ઉન્માર્ગ જ છે, સમ્યગ્દષ્ટિ આત્માને રાગ રુચતો ન હોય... અલબત, રાગ હજુ હોય; પણ રાગની રુચિ તો હોય જ નહીં. વીતરાગતાની રુચિ જ એના હૃદયમાં ભારોભાર પડી હોય. વીતરાગ-પણ રુચે ને રાગ પણ રુચે – સ્વાથ્ય પણ રુચે ને બીમારી પણ રુચે – એવુ કદી ન બને. ચારગતિમાંથી કોઈપણ ગતિ સાધે તો એ અધ્યાત્મ નથી. જ્ઞાની કહે છે. “જે કિરિયા કરી ચઉગતી સાથે, તે ન અધ્યાત્મ કહીએ રે.” અહો અધ્યાત્મ કોને કહેવાય એની પણ ગમ સ્પષ્ટ ન હોય તો એ સાધક મહાન આત્મોત્થાન સાધી શકે જ ક્યાંથી? હો... અધ્યાત્મ એટલે તો આત્મરમણતાનો માર્ગ... કોઈ અનાત્મભાવોનો એમાં આદર કેમ હોય શકે ? અનાત્મભાવોની રુચિપ્રીતિ ગળતી જાય અને આત્મભાવની રૂચિ ગાઢ-પ્રગાઢ થતી જાય એ જ પ્રક્રિયા ખરા અર્થમાં અધ્યાત્મ છે. આત્મા જ્ઞાનાનંદ-સ્વભાવી વસ્તુ છે. જ્ઞાન એ જ આનંદ છે. જ્ઞાન અર્થાત માત્ર જાણવું: રાગ-દ્વેષ કરવા નહી. જે રાગ-દ્વેષ થાય છે એ જ્ઞાનાનંદી સ્વભાવથી ભિન્ન છે. અર્થાત્ તે આત્માનો મૂળ સ્વભાવ નથી. – તે આત્માનો ધર્મ નથી. કેવળ જ્ઞાતાભાવે ટકી રહેવું... રાગ-દ્વેષમાં તણાય ન જવું... એ જ સાધનાનો સાર છે. એ અર્થે અત્યન્ત ઉત્કટ એવી આત્મજાગૃતિની આવશ્યકતા છે. સતત અવિરત અધ્યાત્મચિંતન ચાલુ ને ચાલુ જ રહે તો એવી આત્મજાગૃતિ ઘડી શકાય છે. Page #260 -------------------------------------------------------------------------- ________________ સાધનાપથ અને આત્મજ્ઞાન ૨૫૧ રૂડો અભ્યાસ પડી ચૂક્યા પછી તો... નાના મોટા ઉપસર્ગ કે વિનો આવે તો પણ એના કેવળ જ્ઞાતા રહી, એનાથી અવિચલીત રહી શકાય છે. અને સહજપણે સમાધિ જાળવી શકાય છે. ગમે તેવા કષ્ટો પણ આનંદસમાધિને ડહોળી શકતા નથી. જ્ઞાનીઓ કહે છે કે અન્ય કોઈ જીવોનો દોષ નથી – પણ ભોગવનારે પોતે જ એવા કર્મ ભૂતકાળમાં બાંધેલ છે માટે વિષમસ્થિતિ ભોગવવી પડે છે. વિષમદશાને પણ સમ પરિણામ ભોગવતા જૂના ખરી જાય છે અને નવા અનુબંધો બંધાતા નથી. ©OS પોતે પૂર્વે ન બાંધેલ હોય એવા ભોગવટા કોઈ જીવને ભોગવવાના આવતા નથી. કર્મ બાંધતી વખતે સેવેલ હોય એવા ભાવો-મનોભાવો જીવને ભોગવતી વેળાએ પુનઃ થાય છે. તે ન થવા દેતા, માત્ર સમતાભાવે જૂનો હિસાબ પતાવી દેવો ઘટે છે. જીવ જો કર્મના ઉદય સાથે ભળે નહીં... અલિપ્ત રહી, સાક્ષીમાત્રપણે કર્મથી ઉભી થયેલ વિષમતાનો માત્ર જોનાર-જાણનાર બની જાય અને હર્ષ-ખેદ ન કરે તો જૂના અપારકર્મો નિર્જરી અર્થાતું નિવર્તી જાય અને નવા બિલકુલ બંધાવા ન પામે. કર્મોદયની આંધી આવે એવા સમયે પણ આત્મસ્થિરતા ટકાવી રહે તે અઠંગ સાધક બની જાય છે. કસોટીની એ વેળાએ પણ શાંત સ્વભાવ ન ચૂકનાર ગહનમાં ગહન શાંતિ-સમતા-સમાધિ પામી. સદાકાળ સહજ સમાધિમાં ઝૂલતો થઈ જાય છે. સ્વભાવમાં જે કરેલ છે – સ્વભાવજન્ય સહજસુખથી જે પરિતૃપ્ત છે એને વિષમ ઉદયો પણ વિષમ લાગતા નથી. એવા ઉદયો ઉલ્ટા એની સ્વભાવમગ્નતા વધારનાર બની જાય છે. સ્વભાવસુખ જ એવું અદ્દભુત છે કે બાહ્ય વિષમતા નગણ્ય બનાવી દે છે. પૂર્વકર્મ અનુસાર બાહ્યજીવન જેવું પણ વ્યતીત થાય એવું પસાર થવા દેવાનો અને અત્યંતર જીવનમાં જ મસ્તાન રહેવાનો સાધકનો સ્વભાવ હોય છે. અંતરંગ જીવનમાં એ એવો ગુલતાન હોય છે કે બાહ્યજીવનના ઉપદ્રવો એને અસરકર્તા બની શકતા નથી. Page #261 -------------------------------------------------------------------------- ________________ ૨૫૨ સાધનાપથ અને આત્મજ્ઞાન - શું કરવાનું છે – અને – શું હું કરી રહ્યો છું... એવી ખટક સાધકહૃદયને નિરંતર સાલતી હોય છે. પોતાને જાવું છે દૂર સુદૂર... અને પગ હજુ પણ ઊંધી દિશામાં પડતા બંધ થતા નથી. એનો પરિખેદ સાધકહૃદયમાં સતત-અવિરત પ્રજ્જવળતો હોય છે. આત્મભાવમાં અભિવૃદ્ધિ કરે... આત્મરુચિને પ્રગાઢ કરે... એ જ વસ્તુતઃ ધર્મકરણી છે. જેને મીષે પણ આત્મસ્વભાવમાં લક્ષ ને લગની જામે તે સર્વનિયથી ધર્મસાધન છે. કોઈપણ ધર્મકરણી કરતા જીવ આત્મતન્મય થવાનું જ લક્ષ રાખે એ પરમશ્રેયકર છે. ગહન આત્માનુરાગ ઊપજવાનું અવલ્લ સાધન તો ધ્યાન છે. જે જે પ્રકારે ધ્યાનમગ્નતા જામે વા ધ્યાનનો અભ્યાસ પડે તેવી કરણી કરતાં... ક્યારે હું ધ્યાનમાં પરમલીન થાઉં – એ જ લક્ષ રાખવું ઘટે. પરમધ્યાનમાં ડૂબવાની ગહનગાઢ અભિપ્સા રહેવી ઘટે. આત્મધ્યાન વડે જ રાગ-દ્વેષ અને એના મૂળ એવા અજ્ઞાનનો વિલય સંભવે છે. માટે આત્મધ્યાનસ્થ થવાનું પ્રચૂરઘન લક્ષ રાખવું. એવા ધ્યાનીજનની ખૂબખૂબ સંગત કરવી કે જેની ચિત્તવૃત્તિ પરમ ઉપશાંત ને આત્મમય બની ચૂકી હોય. સંસાર અણગમતો લાગે તો હજુ વૈરાગ્યની પ્રાથમિક સ્થિતિ છે. ગાઢ વૈરાગ્યમાં તો સંસાર પ્રતિ ગમા કે અણગમાનો કોઈ ભાવ રહેતો નથી. એના પ્રત્યે સહજ વિરક્તિ રહે છે. સંસાર એના અર્થે કૂડો પણ નથી અને રૂડો પણ નથી. સંસાર પ્રતિ સરિયામ ઉપેક્ષા જ સહજ હોય છે. અનંતસમર્થ જ્ઞાની પુરૂષો કહે છે કે સંસારમાં તણખલાના બે ટૂકડા કરવાનું ય અમારૂં સામર્થ્ય નથી" -ને મૂઢ જીવ બડાશો માર્યા કરે છે કે હું આમ કરી નાખું ને હું તેમ કરી નાખું! ખરેખર જીવનું ધાર્યું કેટલું થાય છે એ એક ગંભીર સવાલ છે. આત્માનું અમિતભવ્ય સ્વરૂપ જેણે સુપેઠે જાણું માર્યું છે, એવા આત્મજ્ઞપુરુષ વિના બીજા કલ્પનાથી ભલે ચાહે તેવી વાતો કરે પણ એ આત્મસ્વરૂપ યથાર્થ વર્ણવી શકે નહીં. પ્રાપ્તપુરુષની વાણીમાં જે સામર્થ્ય હોય છે એ કલ્પનાવાનની વાણીમાં કદી હોતું નથી. Page #262 -------------------------------------------------------------------------- ________________ સાધનાપથ અને આત્મજ્ઞાન ૨૫૩ = = સત્સંગી વ્યક્તિ – કે જેણે સત્સંગ પચાવ્યો હોય છે એ – સંસાર સુપેઠે ચલાવવા કદી સમર્થ રહેતી નથી. - કારણ એવો રાગ ક્ષીણપ્રાય: થઈ ચૂક્યો હોય; સંસાર કાર્યોમાં એમનો પ્રતાપ ખાસ જણાતો નથી. એમાં બાહોશી બતાવવાની મંછા ય મરી પરવારી હોય છે. આત્મજ્ઞાની-ધ્યાની પુરુષો સંસાર ચલાવવા કાયર જેવા થઈ જાય છે. એમનું તમામ સત્વ અને સામર્થ્ય આત્મહિતની જ દરકારમાં વપરાતું હોય છે. વળી, સંસારનો એવો કોઈ રસ પણ નથી કે સંસારના સુદ્રાકાર્યો કરવા વિર્ય એવું ઉલ્લસીત થઈ ઉછળી શકે. જ્ઞાનીઓએ ‘અભય' અખેદ', “અદ્વેષને સાધનાની પાયાની ભૂમિકારૂપે જરૂરી ગણેલ છે. સાધકની મનોદશો જ એવી હોવી ઘટે કે કોઈ વાતનો ભય નહીં.ખેદ નહીં-દ્વેષ નહીં. અર્થાત્ અરુચિનો ભાવ નહીં. સાધક તો નિર્ભયમ ખૂમારી ને નિજાનંદથી છલકાતો હોય. ઘણું કરીને. દેહ એનો ભાવ ભજવ્યા વિના રહેતો નથી. રોગ-જરા કમજોરી ને ઈન્દ્રિયોની તેજહીનતા ઇત્યાદિ ભાવો એના કાળે બને જ છે. આંખ, કાન, હાથ, પગ આદિ અવયવો બરાબર કાર્ય કરે ત્યાં સુધી ઠીક છે – પણ દેહનો ભરોસો કરવા યોગ્ય નથી. જON દેહના દુઃખ-દર્દને દૂર કરવા જીવ તાતો પુરુષાર્થ કરે છે. તદર્થ અપાર વલખાં મારે છે. પણ આત્માના દુઃખ-દર્દ પિછાણવા ય કોશિશ કરતો નથી ! આ જ જીવનો દેહાધ્યાસ છે. અનંત જન્મો દેહની કાળજી તો કરી: આ જન્મે આત્માની તમા રાખવાનું બને તો ? અનંતભાવી ઉજમાળ થઈ જાય. દેહની પ્રતિકૂળતામાં આત્મહિત ન જ થઈ શકે એવું નથી. અલબત લક્ષ દેહના વિચારો પરથી હટાવી આત્મચિંતનમાં જોડી દેવું પડે. જીંદગીભર સારો એવો સત્સંગ કર્યો હોય; સારું એવું આત્મહિત સાધ્યું હોય તો રોગાદિ વેળાએ પણ આત્મહિતમાં ડૂબી શકાય. જ©OS માંદગી તો મનને શાંત-સ્થિર-શુદ્ધ અને આત્મલીન બનાવવાનો રૂડો અવસર છે. એમાં કોઈ ખોટી હાયવોય ન કરતાં, સમભાવમાં રહેવાય અને બની શકે એટલું તત્ત્વચિંતન થાય તો જીવ પણ આનંદમાં આવે ને માંદગી આત્મકમાણીનો અપૂર્વ અવસર બની જાય. Page #263 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ સાધનાપથ અને આત્મજ્ઞાન કઈ ગતિમાં ને કઈ હાલતમાં જીવે ગુમાન નથી કરેલ ? ગમે તેવી સામાન્ય ને તુચ્છ હાલત હોય તો પણ જીવ ગર્વ ભુલ્યો નથી ! પોતાની હાલતને પ્રાય સૌ જીવો શ્રેષ્ઠ જ માને છે! ઊંડે ઊંડે દરેક માનવી પોતાને સહુથી શ્રેષ્ઠ માનતો હોય છે ! કેવી મિથ્યા માનસંજ્ઞા !? પ્રમાદ થવા જોગી વેળા થવા આવે ત્યારે આત્માર્થી સાધક પ્રખર તત્ત્વચિંતન જગાવે છે. “જાગ જાગ એમ સંબોધી આત્માને ઢંઢોળે છે. પ્રમાદના પ્રવાહમાં એ ઘણું તણાતા નથી. કદાચ થોડુંઘણું તણાય જવાય તો પણ પાછો પુરુષાર્થ ફોરવી અપ્રમત્તસ્થિતિ સંભાળી લે છે. સંસારનો મોહ ક્ષીણ કરીને... સ્વરૂપનો અનુરાગ જગાવી ધે તે ધર્મ શ્રેષ્ઠ છે. ભવભ્રમણમાંથી ઉગરવાની ઉત્કટ અભિલાષા જગાવી આપે તે ગુરુ શ્રેષ્ઠ છે. આ બે સાધન સુપેઠે સધાય તો જીવની અનાદિની માઠી હાલત ભાવી અનંતકાળ માટે સુધરી શકે છે. જીવ પોતાને બાહ્ય પરિસ્થિતિથી દુઃખી માને છે એ મિથ્યા છે. એ પ્રકારે પોતાને દુઃખી માની લેવો સમુચિત નથી. જીવ માને તો દુ:ખ છે અને માને તો દુઃખ નથી. માન્યતા પર ઘણો મદાર છે. એકવાર માન્યતા પલોટાવી જુઓ તો આ તથ્ય સુપેઠે સમજાય જશે. ખાટી બટાયેલી છાશ પીવે ને શીરશૂલ થાય તો કોનો વાંક ? કર્મનો ? પ્રારબ્ધનો ? કે નીયતીનો ” કે બીજા કોઈનો ? કે પછી જીવની જ નાદાનગીનો ગેરવર્તણુકનો ? આમ દરેક વિષયમાં વસ્તુતઃ દોષ કોનો છે. શા કારણે છે. એ પ્રમાણિકપણે શોધવું ઘટે. જીવે હંમેશા પોતાનો દોષ તલાસી લેવો જોઈએ. પોતાના જ અજ્ઞાન, મોહ, પ્રમાદાદિ દોષ દુઃખનું કારણ નથી ને? – એ ગજવું જોઈએ, જીવ પ્રાય તો પોતાની અવળી સમજણને કારણે જ ઘણો દુ:ખી રહેતો હોય છે ને દોષારોપણ કર્યાદિક પર કરે છે ! જઈOS દોષ જેના કારણે ઉદ્દભવતો હોય છે કારણ બરાબર સમજ્યા ને નિવાર્યા વિના મૂળમાંથી દોષ નિવૃત ક્યાંથી થઈ જ શકે ? મૂળ કારણ ન મટે તો દોષ વારંવાર ઉદ્દભવ્યા જ કરવાનો છે. પ્રાય એ મૂળકારણ જીવની મિથ્યા-માન્યતા જ હોય છે. Page #264 -------------------------------------------------------------------------- ________________ સાધનાપથ અને આત્મજ્ઞાન ૨૫૫ જીવની અપાર ભ્રાંતિઓ છેદી નાખી જે નિર્મળ વસ્તુદર્શન કરાવી આપે તે સત્શાસ્ત્ર છે – તે સમ્યગ્ ચિંતન છે. ભૂલ ભરેલી ભ્રમણાઓનું ભાન થાય ને તદર્થ નેકદિલનો પશ્ચાતાપ પ્રજ્જવળી ઉઠે તો ભ્રાંતિના મેલો સળગી જઈ, નિર્મળજ્ઞાનની પ્રાપ્તિ થાય. 70 સઘળું જોનાર અને સઘળું જાણનાર જે આપણી ભીતરમાં બેઠેલ છે એને જ જોવો ને જાણવો એ ધર્મનો પાયો છે. જીવ અપાર જાણે છેઃ પણ ભીતરમાં જે જાણનાર સત્તા છે એની જ જાણકારી નથી ! એ પરમસત્તાને પિછાણી એમાં જ પરમલીન થવાનું છે. . ©` ઝેરી સાપ કરડેલ હોય તો એનું વિષ જ્યાં સુધી દેહમાં મોજુદ હોય ત્યાં સુધી કડવો લીમડો ખવડાવ્યા કરે તો પણ એ લગીર કડવો લાગતો નથી. એમ ભ્રાંતિનું વિષ હ્રદયમાં મોજુદ હોવાથી કડવો સંસાર પણ જીવને કડવો માલુમ પડતો નથી. 70 ઝેરી મેલેરીયા થયેલ હોય તો મધુર પકવાન પણ રૂચે નહીં – એ ખાવાનું નામ લ્યો તો પણ ગમે નહીં – એમ મોહજ્વર હોવાના કારણે – મધુર પકવાન સમો રૂડો ને રમ્ય સ્વભાવધર્મ (સ્વભાવરમણતારૂપ ધર્મ) આ જીવને રુચતો-જચતો નથી. 70 ભાઈ ! સ્વભાવને પિછાણી સ્વભાવમાં ઠર્યા કરવાનું છે: બીજું કાંઈ કરવાનું રહેતું નથી. અહાહા... કેવી સરળ સુગમ છતાં કેવી અનંતમધુર આરાધના છે આ ? જીવ જો આવી સુગમ સાધનામાં ઓતપ્રોત થઈ જાય તો શીઘ્ર નિર્વાણ સુખને પામી જાય. એમાં કોઈ સંદેહ નથી. 0 આત્મમગ્નતાનું કાર્ય વસ્તુતઃ તો... એટલું સરળ, સુગમ, સહજ, સ્વાભાવિક છે કે ધર્મરુચિવંત બધા આત્માઓથી એ સહજ બની શકે. અનન્ય આસ્થા જોઈએ. આ માર્ગે જીવ થોડા કદમ માંડી જુએ તો એને સ્વયં રાહ ઘણો સુગમ જણાય આવશે. 70 શરૂમાં થોડોકાળ આત્માને ઓળખવા – આંખો મીંચી, અંતર્મુખ થઈ – પ્રયાસ આદરવો ઘટે. એકવાર સુપેઠે આત્મા ઓળખાયા પછી એ ઓળખ કદી ભૂલાતી નથી. જ્યારે મન થાય ત્યારે એ જ્ઞાનઆનંદ-શાંતિના સાગર'માં ડૂબકી લગાવી શકાય છે. Page #265 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ સાધનાપથ અને આત્મજ્ઞાન હું આ પંચભૂતનું પુતળું નથી. અસ્તવ્યસ્ત મન તે હું નથી. બેબાકળી બુદ્ધિ તે હું નથી. વિવિધ વિચારો ઉઠે તે હું નથી. ઉઠતી અવનવી સંવેદનાથી પણ હું ભિન્ન છું. હું તો ઝળહળાયમાન ચૈતન્ય-જ્યોતિ છું' - એવી રટણા સતત ચાલવી જોઈએ. એકવાર સહજ સ્વભાવની મસ્તિ વેદાય પછી જીવને દિવા જેવું સમજાય છે કે આ આત્મભાવ સિવાયના તમામ ભાવો પર છે . વિભાવ છે. એ કોઈ કરતાં કોઈ વિભાવમાં રાચવા જેવું નથી. સર્વભાવો પ્રતિ ઔદાસીન્યતા ધરવા જેવી છે. તમામ વિભાવોથી સ્વભાવ અળગો છે... આથી ચાલુ તમામ ભાવો વેળાએ પોતાની અલગ અસ્તિ ગ્રહવા સંનિષ્ઠ યત્ન કરવો. અસ્તિ પકડાણી કે કોઈ ભાવોનું મૂલ્ય એના કરતા અધિક નહીં ભાસે. એથી પછી કોઈ ભાવોમાં ચોંટવાપણું નહીં થાય. પોતે ખરેખર કોણ છે? એની પિછાણ થઈ આવે તો બાકીના દેહાદિ બધા ભાવો સ્વતઃ પોતાથી ભિન્ન ભાસી જાય, પરમાં આત્મબુદ્ધિ એ જ મિથ્યાત્વ છે. અને પોતાના સનાતન શાશ્વત રૂપમાં આત્મપણાની સ્વપણાની બુદ્ધિ એ જ સમ્યક્ત છે. ખૂબ ખૂબ વિચારજો આ તથ્ય. શરીરની મમતા ભૂલવા જેવી છે. એક અર્થમાં શરીર આત્મારૂપી પંખીને પુરનારૂં પીંજરું છેકેદખાનું છે. ક્યા કરમની સજાએ આ કેદ આત્માને વળગી ચૂકી છે ને ક્યા ભરના કારણે એ કેદ કઠતી પણ નથી ?? સંસારમાં સાર હોત તો જ્ઞાનીઓ એને અસાર કહેત નહીં. મૂળ તો સ્વભાવમાં સ્થિરતા નથી થઈ . સ્વભાવસુખ સુપેરે ભોગવાયું નથી - એથી જ તુચ્છ સંસારસુખમાં સારપણાની બુદ્ધિ રહી છે. એ નિવર્તે નહીં ત્યાં સુધી નિર્વાણની પ્રાપ્તિ સંભવ નથી. સ્વભાવમાં રતિ-પ્રીતિ થવા ચિત્તની સ્થિરતા-સ્વચ્છતાની જરૂરત છે. ચંચળ ચિત્ત અન્યત્ર જ ભટકતું રહે તો સ્વભાવની રમણતા ક્યાંથી લાવે ? માટે ચિત્તને અસ્થિર કરનારા તમામ કાર્યો ત્યજી દેવા: અથવા એનો અત્યંત સંક્ષેપ કરી નાખવો. Page #266 -------------------------------------------------------------------------- ________________ સાધનાપથ અને આત્મજ્ઞાન ૨૫૭ સુખદુઃખ તો જ્ઞાની કે અજ્ઞાની દરેકને યથાપ્રારબ્ધ વેદવા પડે છે. પણ જ્ઞાની આત્મવૃત્તિમાં ઓતપ્રોત હોય, કેવી નિતાંત નિરાળી રીતે ઉદયકર્મને ખેરવી નાખે છે. એ તો જ્ઞાની થાય એ જ અથવા જ્ઞાનીના નિકટવર્તી એવા પરમપાત્ર જીવ જ જાણી શકે છે. નીડર થઈને. પંચેન્દ્રિયના વિષયો – શોચ વિના – ભોગવનાર જીવ અતીન્દ્રિય સુખનો અધિકારી જ નથી. જેના ચિત્તમાં નૈસર્ગિક વૈરાગ્યભાવ નથી એ આત્માના જ્ઞાન-ધ્યાન પામવા પાત્ર નથી. પણ નંદિન જેની વિષયરુચિ મંદમંદ થતી જાય છે એ જ પાત્ર છે. બહિર્ભાવોની તુચ્છતા, ક્ષણિકતા, ખેદકારકતા, પરવશતા, ઉપાધિયુક્તતા અને એના વિષમવિપાકો વિગેરે ચિંતવી ચિંતવી, જે બહિર્ભાવોથી નિવૃત્ત થવા, અને સહજાત્મભાવમાં શીઘતિશીવ્ર નિમગ્ન થવા તલસે છે એ જ મુક્તિનો અધિકારી સાધક છે. તીર્થકર જેવા પરમસમર્થ પુરુષોએ નિઃસંગ થવાનો નિર્ધાર શા માટે કરેલ હશે ? શું એમને કોઈ પરમપ્રિયજનનો સાથ નહીં મળેલ હોય ? શું એમને પંચેન્દ્રિયના વિષયોનો પરિચય નહીં હોય? શું વિચારકતાની કમી હશે ?શું, શું કારણ હશે વિચાર્યું છે કદિય? ©OS ચક્રવર્તી જેવાઓ... આટલી બધી રૂપરમણીઓને ત્યજી નીકળ્યા હશે એ શું પ્રેમવિહોણા હશે ? દિલ વા દિમાગવિહોણા હશે ? એમના હૃદયમાં કઈ એવી ગહનસૂઝ ઉગી હશે કે દોમદોમ સાહ્યબીને પણ નખના મેલની માફક પરિહરીને નીકળ્યા હશે !? DO સાધકને જોગ સદાય ફરી ફરી સાંભર્યા જ કરે... ક્યારે જોગી થઈને ચાલી નીકળું વનજંગલની વાટે . એવી ભાવના ઘુંટાતી રહે. કારણ કે વિક્ષેપથી સધાતી આછી-પાતળી આત્મરણિતા પાલવતી નથી. વિક્ષેપરહિત પ્રચૂર આત્મરમણતાને એનું જીગર દિનરાત ઝંખતું હોય છે. ઘરબાર છે ત્યાં સુધી નાનીમોટી ઉપાધિ છે. એથી આત્મરણિતામાં ઓછો-વત્તો વિક્ષેપ થાય જ છે. મુનિમાર્ગ પરમ એકતાન થઈ આત્મરણિતા પામવા અર્થે પ્રભુએ યોજેલ છે. એ માર્ગન ગ્રહી શકાય તો બને તેટલી ઉપાધિ અત્યંત ઓછી કરવી એ જ તરણોપાય છે. Page #267 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ સાધનાપથ અને આત્મજ્ઞાન પોતાના સ્વરૂપની ઝાંખી થવી એ એક વાત છે અને પૂર્ણપણે સ્વરૂપ પિછાણમાં આવવું એ બીજી જ વાત છે. એમાં ઘણો સમય લાગી શકે છે. ઘણા કાળના પ્રયત્ન-ધ્યાન પછી એ સંભવ બને છે. ઉપરના મોજા માત્ર દેખવાથી સાગરની લંબાઈ-પહોળાઈનું માપ થોડું જ મળી આવે ? અગણિત અસંખ્ય હીણા ભવોના પર્યટન પછી આ માનવ તન મળેલ છે. એનો સદુઉપયોગ ભવભ્રમણ અટકાવવા માટે થાય તો સારી વાત છે... બાકી તો ભૂતકાળની જેમ જ અસંખ્યગતિઓમાં બેહાલ ભટકવાનું થવાનું... માનવ તન મૂળ વતન હાંસલ કરવા અર્થે જ છે. વર્તમાન ધર્મસમાજોમાં અધ્યાત્મનો વિષય ખાસ નથી ચાલતો. અધ્યાત્મની ગહનવાતો સુણવા મળવી પણ દુર્લભપ્રાય: થઈ ચૂકી છે. અધ્યાત્મના તૃષાતુર એવા પરમ જિજ્ઞાસુ ધર્માત્માઓ પણ ઓછા છે. લાખે એકાદ એવો અધ્યાત્મબોધ-પિપાસુ જીવ હોય તો... સુંદર સ્વરૂપવાન નારી હોય પોતાના પ્રિયતમને એ ખૂબ પ્યારી હોય તો લૌકિકમાં એને ખૂબ સૌભાગ્યશાળી કહેવાય છે. અધ્યાત્મજગતમાં તો જેનો દેહ નહીં પણ ચેતના સુંદર હોય; જે સ્વરૂપમાં સુસ્થિત હોય; એ જ સૌભાગ્યવંત છે. – બાકી બધા દયાપાત્ર જીવો છે. સુખ-સૌભાગ્ય તો એનું નામ છે કે જે સદાકાળ ટકી રહે. ક્ષણભંગૂર ઉપલબ્ધિ કે જે ક્ષણિક આભા દેખાડી ગાયબ થઈ જાય - એને સૌભાગ્ય શું કહેવું? એવા સુખ કે સૌભાગ્ય તો અતીતકાળમાં જીવે અનંતવાર મેળવ્યા છે ને અનંતવાર ગુમાવ્યા છે. એમાં સાર નથી. જગતના સુખ ક્ષણભંગૂર તો છે જ પણ એનું એક ઉધાર પાસું એ પણ છે કે તમામ સુખો દુઃખ મિશ્રિત છે. સુખ સંવેદન થોડું છે ને દુઃખવેદન ઝાઝું છે. જ્યારે આત્મિક સુખ પરમ અલૌકિકકક્ષાનું અને દુઃખના મિશ્રણથી તદ્દન રહિત છે. આધ્યાત્મિક સુખનો ઈશારો મળ્યા વિના, ભૌતિક સુખની કેઈપ્રકારની તુચ્છતા-હીનતા હેયે સતી નથી. એથી જીવ માયિક સુખોનો પક્ષ મૂકી આત્મિક સુખનો અનન્ય આશક બની શકતો નથી. એથી પરમ અર્થમાં જેને સાધુતા કહેવાય એવી સાધુતા પાંગરતી નથી. Page #268 -------------------------------------------------------------------------- ________________ સાધનાપથ અને આત્મજ્ઞાન ૨૫૯ જ્યાં માનાદિક કે સ્વર્ગાદિક કોઈપણ પ્રકારની સ્પૃહા છે ત્યાં સ્વાભાવિક સાધુતા ખીલી શકતી નથી. કોઈપણ પ્રકારની સ્પૃહા ન હોય એવી પરમ નિસ્પૃહદશા હોય ત્યાં જ પરમ યોગીદશા – પરમ આત્મલીનદશા સહજ ફુલેફાલે છે. વિષયો અને કષાયોની અત્યંત નિર્મળતા આત્મજ્ઞાન-આત્મધ્યાન વિના થતી નથી. બાકી મંદકષાયી તો જીવ અનંતવાર થઈ ઉચ્ચ સ્વર્ગોમાં જઈ આવ્યો છે. એથી કાંઈભવભ્રમણ મચ્યું નથી. પ્રખર આત્મજ્ઞાન વિના નિષ્કષાયી થઈ શકાતું નથી. મન માનવીને ગજબનાક છેતરી જાય છે... એ કહે છે કે – બસ થોડુંક વિષયસુખ હું આસ્વાદી લઉં. પછી હું એનાથી તદ્દન વિમુક્ત થઈ જઈશ. મનનું એ થોડું ક્યારેય પૂર્ણ થતું જ નથી. આવા વાયદાઓ તો મન અનંતજન્મોથી આપતું આવેલ છે. આત્માનુભવનું અપૂર્વ સુખ સંવેદાય અને સાધકને મનોમન થાય કે પૂર્ણ-ઉપાધિરહિત અને સહજસાધ્ય એવું આ સુખ જ હવે મને આદરણીય છે, આ જ સુખને આસ્વાદતો થકો હું અનંતકાળ સર્વ કડાકુટોને ક્લેશોથી વિમુક્ત બની રહ્યું – પછી વિષયો નિર્મળ થાય છે. જ્ઞાનીઓ કહે છે કે... ચિત્ત સર્વ ક્લેશરહિત, સહજ પ્રસન્ન અને સર્વ સંશયરહિત બની રહે એ જ જ્ઞાન પામ્યાનું સાચું ફળ છે. અહી..હા ચિત્તવૃત્તિ સર્વ ક્લેશથી રહિત બની રહે તો એ આનંદ કેવો ભલો ને ભવ્ય છે એ તો કેવળ એના ભોક્તા જ જાણે. પ્રત્યેક માનવી નિરૂપાધિકદશા તો ચાહે જ ને ? બીજો અવતાર મળે તો એમાં આ અવતાર જેવી કોઈ ઉપાધિન હો એવું પ્રત્યેક માનવહૃદય ઈચ્છે... પણ ઉપાધિ જેને મૂકવાની સાચી ભાવના છે. એણે સર્વ ઉપાધિના મૂળ એવી મોહિનીમાંથી ચિત્ત ઉઠાવી લેવું ઘટે. જ્ઞાનીઓ સાફસાફ વાત કહે છે કે, પરિવારની વચ્ચે રહી જીવ પરિવાર જેવો પામર અને પંગુ થઈ ગયેલ છે. પોતાની અસ્મિતા ભૂલી એ અન્યોના પ્રભાવળે આવી ગયેલ છે. એકલો આવ્યો ને એકલો જ જવાનો. ભાઈ, ગાડરના સમુહમાં રહી તારૂં સિંહત્વ કાં ભૂલે ? Page #269 -------------------------------------------------------------------------- ________________ ૨૬૦ સાધનાપથ અને આત્મજ્ઞાન જીવ લાચારી કરે છે કે, પરિવાર વિના હું એકલો કેમ જીવી શકું? પણ હમણાં જ જો કાળ આવી જાય તો બધાને ત્યજી તારે એકલા જ ચાલ્યા જવું રહેને? તો પરિવાર વિના જઈ શકીશ ? રે... એમ અનંતા પરિવારો વિછોડ્યા... કોઈ પરિવાર જીવનો રહેતો નથી. DONS અહીંથી અલવિદા થયા પછી, અનંત દિર્ધ યાત્રામાં કોણ ફરી ક્યાં મળવાનું છે, પાછું? મળવાનું છે કદીય ? ભાઈ ના, કોઈકની ઉર્ધ્વગતિ થશે તો કોઈકની અધોગતિ. કોઈ ઉત્તર દિશા ભણી જશે તો કોઈ દક્ષિણ. કોણ શું બની જશે એ પણ કોને ખબર ? જુવાનીના જોર-તોરમાં નથી સમજાતું કે આ કાયા કેદખાનું છે. જ્યારે જરાવસ્થા આવે ત્યારે જ એ બ્રહ્મજ્ઞાન લાવે છે. ક્યારે આ પીંજરામાંથી છુટું.. ક્યારે છુટું.. એમ ત્યારે થાય છે. કાશ. તો ય અશરીરી બની, બ્રહ્માનંદમાં લીન થવાનું મન થતું નથી ! આત્મજ્ઞાનીને કોઈ અવસ્થાનો કશો હર્ષ-શોક હોતો નથી. અવસ્થા માત્રથી એ તો પાર ઉઠેલા હોય છે. એમનું સુખ સ્વરૂપ-સ્થિરતાનું જ છે. આથી સર્વ ઉદ્યમ વડે તેઓ પ્રચૂર સ્વરૂપસ્થિરતા જાળવી જાણે છે... ને અવસ્થાથી બે-તમા રહે છે. સ્વરૂપસ્થિરતામાં વિક્ષેપ ઉત્પન્ન થાય એ વિક્ષેપ જ જ્ઞાનીને વ્યાધિ લાગે છે. દેહના વ્યાધિની એમને પરવા હોતી નથી. વ્યાધિ મધ્યેય સમપરિણતિનું સુખ તો જ્ઞાની અપરંપાર અનુભવે છે. એથી વ્યાધિમાં ય એમને ઘણીઘણી સમાધિ હોય છે. સત્સંગનો યોગ મળે છતે જો જીવ આત્મદશામાં આમૂલ પરિવર્તન ન સાધી શકે તો જીવનું હોનહાર જ એવું સમજવું રહે. સત્સંગ તો પારસમણિ છે. એ લોઢા જેવા જીવને ય કંચન જેવો સુકુમાળસુંદર બનાવ્યા વિના રહે નહીં. અહાહા...સત્સંગના બોધને જીવ જો રૂડીપેરે આત્મસાત કરી લે તો એનું જીવન એવું અદ્ભુત પલટો ખાય જાય કે જેનું વર્ણન થઈ શકે નહીં. સાચા સંતની બરોબરી કરી લે એવું પાવનભવ્ય જીવન બની રહે. મહાન તીર્થતૂલ્ય જીવન બની જાય. Page #270 -------------------------------------------------------------------------- ________________ સાધનાપથ અને આત્મજ્ઞાન ૨૬૧ દોષ હકીકતમાં દોષરૂપે જણાય આવે તો દોષની નાબૂદી થવી આસાન છે. જ્ઞાનીઓ જીવને પળેપળે પોતાના દોષ જોવાનું સૂચવે છે. જે પોતાના દોષો યથાર્થ રીતે દેખી-પેખી શકે છે એ અવશ્ય દોષને નાબૂદ કરવા બનતો બધો જ પ્રયત્ન પૂર્ણનિષ્ઠાથી કરશે જ. જDGE આત્મહિતાર્થી સાધકને હરહંમેશ – સો સો વાર પોતાના પરાપૂર્વના ચાલ્યા આવતા દોષો દેખવામાં આવે છે ને અંતરમાં એ ખૂબ ખૂબ ખટકે છે. એની આત્મવિશુદ્ધિની પ્રક્રિયા શ્વાસોશ્વાસની માફક અવિરત ચાલુ જ હોય છે. પરિપૂર્ણ નિર્દોષ થવા પ્રાણ તડપતા હોય છે. ચિત્તની ચંચળતા અને મલીનતા જેટલી જેટલી ઘટાડવામાં આવી હશે એટલે એટલે અંશે સબોધ ગહન પરિણમવાની સાનુકૂળતા રહેશે અને સદ્બોધ જેમ જેમ ઊંડો પરિણમશે એમ એમ ચિત્તની અશુદ્ધિ અને અસ્થિરતા પણ અલ્ય અલ્પ થતી જશે. સકળ ધર્મસાધનાઓનું પ્રયોજન આખર તો સ્વરૂપમાં જીવની સુપેઠે સ્થિતિ સંભવે એ જ હોવું ઘટે. જીવ સ્વભાવથી બેહદ ખૂત થયો છે. એની સઘળી વિટંબણાઓનું મૂળકારણ તો સ્વભાવનું બેહદ વિસ્મરણ જ છે – બીજું કોઈ કારણ નથી. બ્રહ્મચર્ય એક ઉદાત્ત અર્થમાં અન્ય કોઈના પણ સંગાથ-સહવાસની આકાંક્ષાથી વિમુક્ત થઈ આત્મમસ્તિમાં જ એકતાન થઈ જવું એ છે. બસ પ્રચૂર આત્મરતિ કેળવીને એમાં જ ચકચૂર રહેવું અન્ય કોઈની પણ અપેક્ષાથી અત્યંત નિરપેક્ષ રહેવું. સંગમાત્ર, આત્મસ્મરણ ભૂલાવનારા અને અંતત: ભવરણમાં રૂલાવનારા છે. આશ્રયબુદ્ધિને કારણે સંગમાત્ર આત્માને નિર્બળ અને પરવશ બનાવનાર છે. સંગ વિના હું આનંદરહિત, જીવી કેમ શકીશઆથી મોટી જીવની કોઈ ભ્રાંતિ નથી. પ્રાજ્ઞ આત્મન ! આ સંસાર ક્ષણીક કદાચ તને સલામત સ્થાન જેવો ભાસી રહે, તો ય તું ભરમે ભૂલીશ નહીં પલટાતા સંયોગો, ક્યારે ને કઈ ઘડીએ ન કલ્પેલા રંગઢંગ દર્શાવી રહે... એ કહેવાય એવું નથી. સંસાર સદાય પરિવર્તનશીલ છે હોં. Page #271 -------------------------------------------------------------------------- ________________ ૨૬૨ સાધનાપથ અને આત્મજ્ઞાન કોઈ સંયોગો મનધાર્યાં સદાકાળ ટકતા નથી જ. ઇન્દ્ર થઈને ય આત્મા પાછો ઇયળ સુદ્ધાં બની રહે છે! મનભાવન મેળા બધા આંખના પલકારામાં વિખરાય જઈને અલભ્ય બની જાય છે... ને લોહી પીનારા સાથ, સંગાથો, સહવાસો ઘેરી વળે છે. સાધના સાથે અંતરમાં અખૂટ સંવાદ જામે ત્યારે... સાધકને બાહ્ય દુનિયા પણ આખી સંવાદમધુર ભાસવા મંડે છે. – પણ તે તેમ નથી. સૌરભ સ્વદેહની નાભીમાંથી આવી રહી છે. એ ભૂલનાર કસ્તુરીયા મૃગ જેવી હાલત ન બની જાય એ સાધકે જોવાનું છે. સાધનાપસાથે પ્રદિપ્ત થયેલા વિવેકને કારણે, સંસાર એવો દુઃસહ્ય માર જીવને પ્રાય મારી શકતો નથી. સમતાની ઢાલના કારણે જીવ એવા પ્રહારોથી બચી જાય છે, એ ખરું. પણ તેથી કરીને ય સંસાર રાચવા-ભાચવા-નાચવા જેવો તો નથી જ. જીવ જો સત્વરે ચેતીને ચિકુપાનંદી ન બન્યો તો, કાળાંતરે તો સંસાર અવશ્ય જીવનું તમામ વિવેકાન લૂંટીને... જીવની ગતિને વિભ્રમની આંધીમાં અટવાવીને યોગભ્રષ્ટ બનાવી... પુનઃ ચોર્યાસીના ચક્કરમાં રખડતો-રઝળતો કરી મૂકે છે જ. હે જીવ! જો સભંગાદિના પ્રભાવે... તારામાં પરમાર્થ.પંથનો વિવેક ઉગેલ હોય: અરે, થોડો પણ વિવેક જાગ્યો હોય તો સત્વરે આત્મસ્થિરતા સાધી લઈ આ સંસારને આગ ચાંપી દેવા જેવી છે. તક ચૂકેલા અગણિત જીવો સંસારમાં અનંતકાળ આથડે છે, હોં. DON પ્રલયકાળની આંધીમાંય કદાચ ઉઘાડો દીપક અણબૂઝ રાખવો સહેલો હશેપણ આ સંસારમાં જનમોજનમ જાગૃત-વિવેક સહિત જીવવું સહેલું નથી. એ જો આસાન હોત તો તો અનંતા જ્ઞાનીઓએ સિદ્ધલોકની છેલ્લી સફર કદાચ ખેડી જ ન હોત. વાત એકની એક છે... સંસારમાં શાશ્વત વસી, સ્વનિર્ધારિત સુખ-ચેન-સંતોષાદિ માણી રહેવાનું જીવનું કોઈ આયોજન બર આવે એવું નથી. જેને પણ શાશ્વત સુખનો ખપ છે – નિરાબાધ સુખનો ખય છે. એણે કોઈ પાંચમી ગતિ સાધવા પુરુષાર્થ કરવો રહ્યો. Page #272 -------------------------------------------------------------------------- ________________ સાધનાપથ અને આત્મજ્ઞાન ૨૬૩ હકીકત છે કે આજ વિદ્યમાન જે સંયોગો છે એને જીવે શાશ્વત જ માની લીધો છે. જાણે બધું સલામત રીતે સદાકાળ અબાધિત ટકી રહેવાનું હોય એમ જીવે વર્તી રહેલ છે ! આ મીઠા ઝેર જેવો જાલિમ ભ્રમ ત્યજાય નહીં ત્યાં સુધી સાચો ધર્મ સંભવ નથી. જીવ, જો કાલે કારમાં કલ્પાંતથી ઝૂરવું ન હોય તો, બધા ભ્રમ પુરુષાર્થપૂર્વક નિવારી દે ને વહેલાસર સજાગ થઈ સઘન સ્વરૂપસ્થિરતા સાધી લે. આખો માર્ગ બદલાવી લે. અનંતવાર અવસર ચૂક્યો ને રઝળ્યો, હવે “સંસાર મૂક અને આત્મામાં ઝૂક'. વાંછાઓનું પરિપૂર્ણ વિશોધન અને વિલિનીકરણ ન સંભવી શક્યું તો જ્ઞાનીને પણ – મને કે કમને . બે-ત્રણ જનમ જગતમાં લેવા પડે છે. વાંછામાત્રનું આત્યંતિક વિલિનીકરણ થઈ ચૂક્યા બાદ જ જીવાત્માની ચરમ-મુક્ત દશ નીપજે છે. સિદ્ધ થવા માંહ્યલો તડપી તરફડીયા મારે પરાકાષ્ટાએ ઝૂરે, તો ય ગહન અંતસ-સત્તામાંથી વાંછામાત્રનું નિરવશેષ નિર્મુલન થયા વિના, સિદ્ધલોકની ખેપ કોઈથી પૂરી કરી શકાતી નથી. વાંછામાત્રથી મુક્તિ એ જ ખરી મુક્તિ છે. કૂવાની છાયા પણ સદાય કૂવામાં જ સમાય રહે, તેમ ચેતના અનંતકાળ ચેતન્યમાં જ સમાયેલી રહે એનું નામ મોક્ષ છે. એને ચેતન-ચેતનાની અનંતપ્રણયસમાધિ પણ કહી શકાય. જે સમાધિમાંથી પછી સંસારને જોવા કદિયેય આંખ જ ખોલાતી નથી. હું સ્ત્રી છું – મને તો મારા સ્વામી વડે જ સર્વ પ્રકારના સુખની ઉપલબ્ધિ થાય છે – કે, હું પુરૂષ છું – સ્ત્રી જ મને સૌખ્યદા છે – એમ માનવું – એ સર્વ માન્યતા પરાશ્રયી સુખબુદ્ધિની છે. સ્વાશ્રયીઅલૌકિક-સુખની ગમ નથી. એથી આવી ભ્રાંતિ થાય છે. પરાશ્રયી સુખની પ્રગાઢ આસક્તિમાં જે મુંઝાયેલા છે એના પ્રતિ જ્ઞાનીઓને સઘન કરુણા વહે છે કે આ બીચારા જીવોને અલૌકિક એવા સુખસ્વભાવનો મુદ્દલ પરિચય જ નથી. બાકી, પારસમણિ જેની પાસે ઉપલબ્ધ હોય એને સુવર્ણહારનો મહિમા ઓછો જ આવે ? Page #273 -------------------------------------------------------------------------- ________________ ૨૬૪ સાધનાપથ અને આત્મજ્ઞાન અભિન્નહૃદયની પ્રમદા મળે કે સમાન અંતરાલયવાલો પ્રિયતમ મળે – પણ ઊંડી આત્મસ્થિરતામાંથી જે ઉમદા સુખની અખંડ સ્રોતસ્વિની સાંપડે છે, એની કોઈ તુલના જ થઈ શકે નહીં... અનુભવે ગમ્ય એવા એ સુખ સોતનો મહિમા જ અનિર્વચનીય છે. ચાતકપસી મેઘ સિવાયના બીજા જળને પીયે નહીં. એમ અલૌકિક સુખનો આશક તો સ્વપ્નય સુદ્ધાં લૌકિક સુખની પ્યાસ ધરે નહીં. લૌકિક અને અલૌકિક સુખમધ્યે કેવો અકલ્પનીય તફાવત છે એ તો માત્ર એવા પરમાગઢ આત્માનુભવી પુરુષો જ જાણે છે. આત્માશ્રિત આનંદ નકલંક મોતી જેવો છે ને પરાશ્રિત આનંદ પાણીના મનોહર પરપોટા જેવો જ છે. પ્રગાઢ સ્વાનુભૂતિ જેણે માણેલી નથી ને અધ્યાત્મની મોટી વાતોથી જ જેઓ સંતોષ માની બેઠા છે. એની તો અજ્ઞાની કરતાંય અધિક અધિક દયા ચિંતવવા જેવી છે. અહાહા.... આત્મિક સુખ તો એકોએક વાતે અલબેલું અને અદ્ભુત છે... નથી તો એની સાથે સંકળાયેલા કોઈ કરતાં કોઈભયો... નથી સંકળાયેલ કોઈ ઉપાધિઓ... નથી સંકળાયેલ કોઈની પરાધીનતા... નથી એની અખૂટધારાનું કોઈ કાળે પણ ખૂટવાપણું. સુખ આપણે ઝંખવું જ નથી કે નથી એની પ્રતીક્ષા કરવી... આપણે તો ફકીર જેમ ઉદાસીનભાવમાં જ ઓતપ્રોત રહેવું છે. સુખને આપણી ગરજ હશે તો સામેથી એ આપણને ખોળતું આવશે. આવી નિસ્પૃહતાની નીતરતી ખુમારી જ સહજસુખની જનની છે. ફકીરીમાં આવ ને જીવ... ફકીરીમાં આવી જા ને... બાપુ ક્યાં સુધી ફીકર કરીશ સુખોની ? સુખદુઃખની સભાનતા વિસારીને, નિસ્પૃહભાવમાં જ નિમગ્ન થઈ જા... તો તું છોડવા માંગીશ તો ય સુખ તને છોડશે નહીં. ખરું સુખ તો સંપૂર્ણ ઉદાસીનભાવમાં જ છે હોં. વિચારી વિચારીને ય આખર કોઈ સારભૂત નિષ્કર્ષ પર કેટલા આવી શકાય છે એ ગવેષણીય છે. આખર કોઈ સચોટ ઉજાસમાયી સમાધાન કેટલું લાધે છે? માનવમન કેટલું અમાપ વ્યર્થ શોચે છે ? એ અત્યંત દુઃખી તો આ જ કારણથી છે ને ? Page #274 -------------------------------------------------------------------------- ________________ સાધનાપથ અને આત્મજ્ઞાન ૨૬૫ ઘણીવાર વિચારતા વિચારતા... ‘ખોદ્યો ડુંગર અને લાધ્યો ઊંદર' જેવો ઘાટ થાય છે. માનવ વિચારોને શાંત કરી અંતર્મુખ થવાનો યત્ન કદીય કરતો નથી ! આ મન પણ આખર શું છે - સુખોત્પાદક છે કે દુઃખોત્પાદક છે ? આ મનનું કરવું શું ? 1001 અત્યંત અત્યંત પ્રયત્નો કરવા છતાં કોઈ સમાધાન અને સ્થિરતા નહીં પામી શકતું મન... જો સમ્યક્ત્વ પેદા થાય - મતિ સમ્યક્ બને તો સહેજે સર્વ સમાધાન અને સ્વભાવસ્થિરતા પામી શકે છે. આ સમ્યક્ત્વ એટલે શું - સમ્યક્ મતિ એટલે શું ?? 05 સમ્યક્ થતા દૃષ્ટિ કેવી ધરમૂળથી પલટાય જાય છે. અને જાતને કે જગતને જોવા કેવી અભિનવ - કેવી અલબેલી - કેવી અવલ્લકોટીની નિર્મળ નજર પેદા થાય છે... જગતને જાણવા-નાણવાનો દૃષ્ટિકોણ જ કેવો પલટાય જાય છે એ અકથ્ય છે. 70 અભિનવ દૃષ્ટિ અર્થાત્ જગત વિષે આજપર્યંત બાંધેલા - માનેલા તમામ ખ્યાલો, તમામ પૂર્વગ્રહો, બિલકુલ પરિહ૨ી દઈને... નવેસ૨થી નુત્તન નજરે જગતને ઊંડાણથી જોવા-જાણવા... એ જેવું છે એવું જોવા-જાણવા પુરી પ્રામાણિકતાથી પ્રયાસ કરવાનો છે. VOGN ભાઈ ! વિશ્વનું જેવું છે તેવું દર્શન લાધવું એ કોઈ સામાન્ય વાત નથી હોં. બંધાયેલા અગણિત ખ્યાલો. અભિપ્રાયો, માન્યતાઓ, ધારણાઓ જે કહો તે ખૂબ આડા આવે છે. તમામ માન્યતાઓ મૂકી દઈને.. સ્વતંત્રપણે દર્શન-જ્ઞાન પેદા કરવા એ ખેલ નથી. જીરુ અનાદિનિબદ્ધ ભ્રાંત માન્યતાઓ અયથાર્થ દર્શન કરાવે છે. કોઈ કરતાં કોઈ માન્યતા યથાર્થદર્શન સાધવાના સંનિષ્ઠ-પ્રયાસમાં આડી ન આવી જાય એ સાધકે જોવાનું છે. એના માટે સમય સમયની ઉગ્ર-જાગૃતિ જોઈએ છે. એ રહેવી ખૂબ કપરી છે. ©Þ લૌકિક અર્થાત્ જગપ્રસિદ્ધ માન્યતામાં જે કર્તવ્યરૂપ જણાતું હોય એ સમ્યગ્દષ્ટિના ઉજાસમાં કર્તવ્યરૂપ ન પણ ભાસે એવું બની શકે. પુણ્ય-પાપના જગતના ધોરણો કરતા નિરાળા ધોરણો પણ નજરપથમાં આવી શકે.. આખું દર્શન જ અપૂર્વ છે. Page #275 -------------------------------------------------------------------------- ________________ ૨૬૬ સાધનાપથ અને આત્મજ્ઞાન સમ્યગ્દષ્ટિવાન- સ્વના કે પરના - કોઈનાય હિતને ખંડિત થવા દે નહીં. હિત વિષેની પોતાના હૈયામાં જે અનેરી ને ગહેરી સૂઝ છે એ વડે એ સર્વ કોઈનું બની શકે એટલું મહત્તમ આત્મહિત સર્જાય એમ જ. પરમજાગૃતિપૂર્વક - પ્રવર્તે છે. સમ્યગ્દષ્ટિવંત, સમષ્ટિના હિતના ભોગે સ્વનું હિત કે સ્વહિતના ભોગે સમષ્ટિનું હિત સાથે નહીં. સ્વપનશ્રેયનું કેવું અદ્ભુત સંતુલન એ સાધી રહે તે વર્ણન થઈ શકે નહીં. સ્વયં સહજસુખના સાગરમાં ડ્રવ્યા રહે અને પાત્રજીવને એ માર્ગ દેખાડે. સાધનાપથની જ જેને સ્પષ્ટ રૂપરેખા-ગતાગમ નથી એ અનંતની યાત્રા શું કરશે ? વિશુદ્ધજ્ઞાનમાંથી પ્રગટતું અમિતસત્વ એ ક્યાંથી પેદા કરશે ? પુરુષાર્થની અનંત ઘેરાશ ક્યાંથી આણશે ? ચેતનાનું અસીમ ઉધ્વરોહણ એ કેમ કરી સાકાર કરી શકશે ? પોતે શું સાધવા તલસે છે. એ ક્યા ઉપાયથી સાધ્ય બને તેમ છે ? એનું તો ‘વિશદજ્ઞાન સાધકહૃદયમાં ખીલેલું હોવું જોઈએ. ખરેખર બહુમાં બહુભાગ જીવોને આવું કશું જ્ઞાન-પરિજ્ઞાન જ નથી ! ધમાધમો ઘણી થાય છે પણ જ્ઞાનમાર્ગનું લક્ષ જ નથી !!! સમ્યગ્દષ્ટિ એવા ચક્રવર્તીઓ તથા રાજા-મહારાજાઓને - એક અર્થમાં - જ્ઞાનીઓ ‘અપરિગ્રહી’ કહે છે. કારણ, સામગ્રીમાં એમને કોઈ મારાપણાનો ભાવ મુદ્દલ નથી. અહાહા...! આટલા વૈભવો મળે પણ આસક્તિરહિત રહેતા એ ધર્માત્માઓ કેવા ‘આત્મજાગૃત' હશે !? સંબંધોને જીવો સુખનું કારણ માને છે. જ્ઞાનીઓ કહે છે કે સંબંધમાત્ર દુઃખના કારણ છે. જીવ જેટલો સંબંધને વળગેલો છે, એટલો એ અવશ્ય ઘેરા વિજોગદુઃખને પામવાનો છે. સર્વ પ્રકારે, સંપૂર્ણપણે આત્મનિર્ભર થઈ જવું એ જ સર્વદુઃખમુક્તિનો ઉપાય છે. અગણિત પરિવાર અને સ્નેહીજનોથી વિંટળાયેલા છતાં અંદરથી અકેલા ‘આત્મમસ્ત' જ રહેતા સમ્યગ્દષ્ટિ ચક્રવર્તીઆદિ કેવા પ્રજ્ઞાવંત - પ્રબુદ્ધ હશે ? એમનો તત્ત્વબોધ કેવો વિશદકોટીનો હશે ? કે સર્વ પરિવાર પરિહરી જોગી બની જતા હશે ? Page #276 -------------------------------------------------------------------------- ________________ સાધનાપથ અને આત્મજ્ઞાન સ્વરૂપસ્થિરતાને જ નિશ્રયદષ્ટિથી ચારિત્ર-ભાવારિત્ર કહેલ છે. એ ચારિત્ર અબાધિત રાખવા બાહ્ય તમામ જંજાળોનો ત્યાગ સંભવે એ વ્યવહારચારિત્ર છે. બાકી સ્વરૂપમાં રમમાણતા જેટલી અવગાઢ થાય એટલી ચારિત્રની વૃદ્ધિ લેખાય છે. સર્વસંગથી રહિતપણે... સ્વભાવની અનહદ મસ્તિ એકવેળા અનુભવાણી પછી સંગની સ્પૃહા રહેતી જ નથી. સ્વભાવમસ્તિમાંથી એવી અનિર્વચનીય તૃપ્તિ લાવે છે કે સર્વસંગ વ્યર્થ ભાસે છે. એટલું જ નહીં વિક્ષેપ કરનારા ભાસે છે. જે જગતથી અલિપ્ત નથી થતો એ કદિ આત્મલીન બની શકતો નથી. કાદવમાં જન્મેલ કમળ જેમ કાદવ અને જળથી સુદ્ધાં અલિપ્ત બની જીવે છે, એમ જ્ઞાનીઓ સંસારમાં જન્મેલ હોવા છતાં સંસાર અને વિભાવોથી તમામથી પણ અલિપ્ત બની જીવતા હોય છે. અનહદ આત્મ-તલ્લીનતા સાધવા અન્ય કોઈના પણ સ્નેહથી ઉદાસીને થઈ જવું ઘટે છે. પરમાત્મા મહાવીર કહે છે કે -સ્નેહરાગ મોટું બંધન છે.” સુખ માટે બીજાની ઓથની જરૂરત રહે તો એ અનંતસુખના સાગર એવા આત્માની અબોધતા સૂચવે છે. વૃત્તિનું આત્મામાં સમાયને રહેવું એ જ પરમાર્થથી સંયમ અને તપ છે. વૃત્તિને બહાર ક્યાંય ભટકવા જવાનો અવકાશ જ ન રહે એવી પ્રચૂર આત્મલીનતા સાધવી ઘટે છે. આરંભમાં તો સાધકે ઉધમપૂર્વક વૃત્તિને આત્મસ્થ બનાવી રાખવાની છે. અધ્યાત્મજ્ઞાન યથાર્થ પરિણમ્યું હોય તો આત્મા ફૂલ જેવી હળવાશ અનુભવે છે. કારણકે વૃત્તિ સહજતયા આત્મસ્થ રહેવા લાગે છે. એક ઘરી પ્રશાંતી ચેતનાને ઘેરી વળે છે. હળવાશ ને પ્રશાંતી ન અનુભવાય તો જ્ઞાન યથાર્થ પરિણમેલ નથી. ઉપાધિ અલ્પ ન થાય તો આત્મવૃત્તિ પરમ એકાકારપણે જામતી નથી. ઉપાધી ઓછી-વત્તિ અસ્થિરતા તો લાવે જ છે. માટે અસ્થિરતા દૂર કરવા ઈચ્છતા આત્માર્થી જીવે, તદ્દન ન જ છોડી શકાય એટલી જ ઉપાધિ રાખી; બાકીની તમામ પરિત્યજવી ધટે છે. Page #277 -------------------------------------------------------------------------- ________________ ૨૬૮ સાધનાપથ અને આત્મજ્ઞાન અહહ....આવું આત્મલક્ષી જ્ઞાન સુણવા-વાંચવા મળે એ પણ પરમભાગ્યની નીશાની છે. જે મુમુક્ષજીવ નિરંતર ટકતી આત્મજાગૃત્તિને ઝંખે છે, એણે આ ગ્રન્થ માત્ર વાંચી જવો નહીં પરંતુ વારંવાર એનું વાંચન-મનન-અનુશીલન કરવું ઘટે છે. આ આત્મહીતકર બોધ જે ઊડી રુચિથી આત્મસાત્ કરશે એ અત્તકાળે અવશ્ય સમાધિ.શાતા અને શ્રેયઃ સરવાણીને પામશે. વળી ભવાંતરમાં પણ ઉચ્ચ આત્મભાવના પામી – આત્મધ્યાન આરાધી – ટુંકા ગાળામાં નિઃશંક નિર્વાણને વરશે. ગચ્છ અને મતના આગ્રહમાં જીવ કેટકેટલું ગુમાવે છે – કેટલું અમાપ નુકશાન પામે છે – એનો હિસાબ માંડવો મુશ્કેલ છે. હિતાર્થી જીવને મતાર્થ હોતા નથી. આગ્રહી જીવને અંતરવૃત્તિ થવી ઘણી કઠિન છે. ને એ થયા વિના કોઈ પ્રકારે ય જીવનું અનંતહિત થવું સંભવ નથી. આગ્રહ અને અભિનિવેશમાં પડી જઈને... અબુધ જીવો, આત્મા પરના આવરણ ઘટાડવાના બદલે ઉલ્ટા આવરણ વધારી બેસે છે. મિથ્યા મતાગ્રહમાં જ મસ્તાને રહી એ ધર્મનો વિશબોધ – મર્મ પામવાનું ચૂકી જઈ અણમોલ અવસર ચૂકી જાય છે... અનંત ભ્રાંતિઓ નિવારવાના કારણભૂત એવું જ્ઞાન પણ અપાત્ર જીવને પ્રાયઃ બ્રાંતિ વધવામાં નિમિત્ત થાય છે ? આગ્રહ અને અભિનિવેશ વધવામાં નિમિત્ત થાય છે ? આવરણ વધવામાં નિમિત્ત થાય છે ? અહંકાર વધવામાં નિમિત્ત થાય છે...! ઉપલબ્ધ જ્ઞાનનો ઉપયોગ બીજાને હતપ્રભ કરવામાં જે કરે છે, તે ઘોર અપયશ નામકર્મ બાંધે છે. પોતાનો પ્રભાવ પાથરવા જતા... સામો જીવ હીનતા કે ગ્લાનીને પામે એવું બુદ્ધિનું પ્રદર્શન કરનાર, જ્ઞાનને આવરનારા એવા ઘોર કર્મોને બાંધે છે. જ્ઞાની હોવા છતાં – સામા જીવનું હિતાહિત વિચારીને – સમયોચિત મૌન ધારી રહેનાર, ભલે કદાચ કોઈની નજરમાં અજ્ઞ કે અલ્પજ્ઞ જણાય, – પણ જ્ઞાનને એણે ખરેખર અંતરમાં પચાવ્યું છે... નિર્મળ જ્ઞાનાનંદ માણવાના એ પરમઅધિકારી છે. Page #278 -------------------------------------------------------------------------- ________________ સાધનાપથ અને આત્મજ્ઞાન ૨૬૯ જ્ઞાન પ્રભાવ પાથરવા માટે નથી : આત્મભાવ પ્રગાઢ કરવા માટે છે. કોઈની ઉપર છાપ પાડવા જ્ઞાનનો ઉપયોગ કરવાનું સૂઝતું હોય તો... એવી જ્ઞાનવૃદ્ધિ ન થાય તો સારી. સ્વપરના શુદ્ધહિતાર્થે જ જ્ઞાનનો વિનિયોગ કરવો સમુચિત છે. જઈs લોકો વાહ વાહ પુકારતા હોય છતાં, અંતરથી જે પોતાને એકલો-અસંગ અનુભવી: કીર્તિથી જળકમળવતું અલિપ્ત રહે છે ને સાવ નિષ્કામભાવે જ બોધ આપી જાણે છે – લોકોની તારીફ અંશમાત્ર પણ અંતર અડવા દેતો નથી – તે ખરો સાધુ છે. જ્ઞાનનું ખરૂં ફળ આત્મરતિ છે. એવી પ્રચૂર-આત્મરતિ કે જગતના તમામ પદાર્થોની રતિ ઓસરી જાય. જ્ઞાનનું ફળ વિરતિ કહેવાય છે. અર્થાત્ જગતના તમામ પદાર્થોની રતિ ઊડી જઈ.., કેવળ સહજાત્મદશામાં જ રતિ જામી રહે. – આ જ્ઞાનનું ફળ છે. અંતર્મુખ થવાનું ગહને રુચે એ પણ મહાભાગ્યની વાત છે. જે જીવનું બહિર્મુખ વલણ ઘણું વટવા પામેલ છે એવા ભવ્ય જીવને જ અંતરમાં કરવાના ઓરતા થાય છે. આત્માર્થી જીવને તો ક્યારે અંતર્મુખ થાઉં... અંતર્મુખ થાઉં એમ સતત રહ્યા કરે છે. આત્મા સાધકને તો વૃત્તિ બહિર્મુખી થાય કે ખેદ ખેદ જ રહ્યા કરે છે...થાય છે કે કેમ કરીને શીવ્ર પાછો અંતર્લીન બની જાઉં...અંતર્મુખ ન થવાય ત્યાં સુધી એની વિકળતા મટતી નથી. વધુ ને વધુ પ્રગાઢપણે એ આત્મભાવ પકડવા તડપે છે. સત્સંગ ન ઉપલબ્ધ હોય ત્યારે આત્માર્થી જીવ સ્વયમ્ ખૂબ સાવધાન રહી સવાંચન – સન્શાસ્ત્રોનું પુનઃ પુનઃ અધ્યયન કરે છે. પ્રગટ સત્સંગ ચાલતો હોય એવા આદરપૂર્વક એ સદ્વાંચન-મનન-ચિંતન ઘણી ગંભીરતાપૂર્વક કરતો રહે છે, અનાદિના અસંયમી એવા જીવને સંયમને વિશે વિર્ષોલ્લાસ થવો પ્રારંભમાં કઠણ પડે એ સ્વભાવિક છે. પણ સંયમની રુચિ ધીમેધીમે વધારતા જવાથી કાળક્રમે સંયમની સ્વભાવિક રુચિ પેદા થઈ અસંયમનો અનુરાગ ઘટવા લાગે છે. Page #279 -------------------------------------------------------------------------- ________________ ૨૭૦ સાધનાપથ અને આત્મજ્ઞાન અસંયમના ભાવો જોર કરી જાય તો... ત્યારે સંયમરુચિવંત જીવને અંતરમાં ઘણો ખેદ અને ખીન્નતા ઊપજી આવે છે. એનું અંતર અસંયમની પુનઃ પુનઃ નિંદા કરી રહે છે. એને ઉંચા મને થાય છે કે નિષ્ઠિક સંયમ હું ક્યારે પામીશ?” અંતઃકરણમાં અસંયમનો ઘણો જ ખેદ હોવા છતાં, હતાશ થઈને સાઘક હામ હારી જતો નથી. પુન: પુનઃ ચિત્તવિશુદ્ધિ સાધવા એ ધરખમ યત્ન કરે છે. એક દિવસ હું અવશ્ય પરિપૂર્ણ નિર્દોષ બની જઈશ' - એવી એને ઉજાસમયી શ્રદ્ધા હોય છે. સાધક જીવનમાં હજુ બાકભાવો વિદ્યમાન હોવા છતાં, સાધકને જેટલાં જેટલા અંશે આત્માનંદીતા ઊપજેલ છે એટલા અંશે હવે જંપ પણ હોય છે. હવે પોતે નિલે પરિપૂર્ણ નિર્મળદશા પામવાનો છે એવી દઢ-પ્રતીતિથી અપૂર્વ-તોષ પણ હોય છે. સાધકને મનમાં થાય છે કે, જીવનમાં આવો આત્માનંદ સંવેદવામાં મેં કેટલું મોડું કર્યુ? – હવે પૂર્ણતા પામવામાં હું લવલેશ વિલંબ નહીં કરું. કોઈ બાધભાવો મારાથી સેવાય ન જાઓ. મારી આત્મસાધનામાં હવે કદિ મંદતા કે વિક્ષેપ ન આવો. સાધક અવસ્થા હજુ અપૂર્ણાવસ્થા છે... એમાં હજુ પરિપૂર્ણ નિર્મળતા નથી. પણ શીધ્રાતિશીવ્ર હુ પરિપૂર્ણ નિર્મળતા વરી જાઉં' એવી સાધકને તલપ લાગી હોય છે. એ તીવ્ર-તલપના કારણે જ સાધક હરહંમેશ ઊંચા મને ને આતુર હૃદયે જીવે છે. આ સારું આ ખરાબ એવા ભેદ સાધકને બહુ જ મંદ થઈ ગયા હોય છે. લગભગ તો કોઈ પદાર્થ કે કોઈ ભાવમાં એને સારા-નરસાપણાનો અભિપ્રાય થતો નથી. અંદરનું સહજસુખ જ સારું છે – બાકી બહારના તમામ ભાવો કેવળ ઉપેક્ષવા યોગ્ય લાગે છે. એકમાત્ર સહજસુખ સાધવાની જેને ગહન અભિસા છે એવો સાધક તો સહજસુખમાં જ દિનરાત તલ્લીન રહેવા ચાહતો હોય, કોઈ અન્ય પ્રવૃત્તિમાં પ્રાયઃ એ પ્રવર્તતો નથી. કદાચ કોઈ પ્રવૃત્તિઓમાં પ્રવૃત થવું પડતું હોય તો ય અમનસ્કપણે જ પ્રવર્તે છે. Page #280 -------------------------------------------------------------------------- ________________ સાધનાપથ અને આત્મજ્ઞાન ૨૭૧ " હું આ શરીરાદિ નથી પણ એનો કેવળ જાણનાર એવો જ્ઞાયક-આત્મા છું મારું કાર્ય શરીર-મન આદિના પ્રવર્તતા કાર્યને જાણવાનું જ છે.' – આવું વિચારી સાધકઆત્મા શક્યતઃ શરીરાદિના કાર્યમાં માથું મારવા ઉત્સાહિત થતા નથી – ઉદાસીન રહે છે. આવશ્યક કારણ વિના દેહની ખાસ પળોજણ – આળપંપાળ કરવી સાધક હૃદયને પાલવતી નથી. જેમ રાજાની કોઈ સાવ અણમાનીતી રાણી હોય ને રાજા એના પ્રતિ સહજ ઉપેક્ષાભાવે વર્તતો હોય છે. એમ સાધક શરીરાદિ પ્રત્યે સહેજે ઉપેક્ષાવંત હોય છે. અન્ય સંસારીજીવોને જેટલી કિંમત વસ્ત્રની હોય છે, એટલી પણ કિંમત જ્ઞાનીને આ દેહની હોતી નથી. અર્થાત અજ્ઞાનીજીવોને વસ્ત્રાદિ પ્રત્યે પણ ગાઢ મૂછ-આસક્તિ હોય છે – જ્યારે જ્ઞાનીને દેહ પરત્વે પણ એટલી આસક્તિ હોતી નથી. કમળ કદી કાદવમાં આસક્ત થાય તો... આત્માર્થી જીવ જગતના જૂઠા સંબંધોમાં આસક્ત થાય – પણ એવું કદી બનતું નથી. આત્મસુખનો આછો પણ પરિચય જેને લાધ્યો છે; એને મન એ સિવાય બીજું કશું સુખરૂપ – સુખદાયક જણાતું જ નથી. ©OS ગમેતેવી અનુકૂળતા કે ગમે તેવી પણ પ્રતિકૂળતામાં પણ સમાન હૃદયભાવ જાળવી રાખવો એ ઘણો ઉત્કૃષ્ટકક્ષાનો પુરુષાર્થ છે. સદાકાળ– ચાહે તેવી સ્થિતિ પરિસ્થિતિમાંય – હૃદયની દશા સદાય એકસમાન પ્રસન્ન બની રહે એ ઘણો ભવ્ય પુરુષાર્થ છે. આ અનુકૂળ કે આ પ્રતિકૂળ એવી ધારણા આપણા પૂર્વગ્રહને લઈને જ છે. આત્મવૃત્તિ જેની પ્રગાઢ થઈ છે એને અનુકૂળ કે પ્રતિકૂળ જેવું કશું ખાસ છે નહીં. કારણકે એના સુખ-દુઃખનું કારણ બાહ્યસંયોગો નથી; પણ આંતરદશા જ છે. DિOS પરપદાર્થમાં હર્ષ થવો એ ઉદાસીન પરિણતીથી ચૂત થવા જેવું છે. ઉદાસીનદશા – કે જે સહજસુખનું કારણ છે – એનાથી નહીં વિછોડાવાની કાળજી સાધકને સદેવ વર્તે છે. એથી કોઈ પરભાવોમાં એ હરખઘેલા કે શોકાતુર થાય એ સંભવ નથી. Page #281 -------------------------------------------------------------------------- ________________ ૨૭૨ સાધનાપથ અને આત્મજ્ઞાન પ્રચૂર ઉદાસીનભાવે અર્થાત્ હર્ષ-શોકથી રહિતપણે વર્તનારને નવા કર્મોનો બંધ થતો નથી ને જૂના સહજપણે ખરી જાય છે. પણ આત્મજ્ઞાન વિના એવી પ્રગાઢ ઉદાસીનતા આવતી નથી કે ટકતી નથી. સહજાત્મદશામાં જ એવી ઉદાસીનતા હોય છે. સર્વ દુન્યવી ભાવો નિર્મૂલ્ય ભાસ્યા હોય તો જ પ્રગાઢ ઉદાસીનતા જામી શકે છે. આત્મા અત્યંત મહિમાપૂર્ણ ભાસ્યા વિના અન્ય પદાર્થો - ભાવો નિર્મૂલ્ય ભાસવા અસંભવ પ્રાયઃ જ છે. માટે સત્સંગાદિ વડે અનંત આત્મમહિમા સુપેઠે પિછાણવો. ©` વસ્ત્રના મેલ ધોવા જેવા આસાન છે એવા મનના મેલ ધોવા આસાન નથી. અચેતન મન ઉપર બાલ્યકાળથી જે સંસ્કારોની ગહન છાપો પડેલી છે તે એટલી બધી પ્રબળ છે કે ઘણાં લાંબાકાળના જાગૃતિપૂર્ણ આંતરયત્ન વિના એ ભૂસાવી સંભવ નથી. 70Þ મન માંકડું શાંત બેસતું જ નથી : એક પછી એક વિષયની ઝંઝટમાં એ પડતું જ રહે છે. જાગરૂકતાપૂર્વક મનના વ્યાપારો જોઈ એ તલાસવાનું છે કે આખર એમાંથી મનને ઉપલબ્ધ શું થાય છે? મનના વ્યાપારોની વ્યર્થતા સમજાશે તો એ દોટ મંદ પડવા લાગશે. © વિવિધ મનસુબા કર્યા કરવાથી... જો અભિષ્ટ સાંપડી જતું હોત તો તો જીવ અત્યાર સુધીમાં ન્યાલ થઈ ગયો હોત. અગણિત મનોરથો સેવ્યા છતાં, મોજુદ રહેલા આંતરદારિદ્રને નિહાળીને ય જીવ બોધ પામતો નથી કે મનોવ્યાપારો બધા કેવા વ્યર્થ વ્યર્થ છે. 70Þ માનવીને મંછા સાચોસાચ જ્ઞાની થવાની નથી, પણ જગતમાં જ્ઞાની તરીકે પંકાવાની છે. એથી સાચું જ્ઞાન આત્મસાત ક૨વાને બદલે એ બીજાઓના હ્રદયમાં જ જ્ઞાનનો ઉજાસ પાથરવાની પ્રચંડ ચેષ્ટાઓ કરે છે ! કાશ, આમાં અંતર્શન ઉઘડે જ ક્યાંથી ? 70 અધ્યાત્મજગતમાં સૌને ઝટપટ જગતગુરુ થઈ જવાની મહેચ્છા છે. અંતરમાં સમાયને અગમરસ પીવાની મંછા કોઈક વિરલા સુભાગીને જ હોય છે. સ્વલક્ષે બોધ સમજી અંદરમાં સમાય જાય છે એજ પરમ આત્માનંદ ભોગવી શકે છે. Page #282 -------------------------------------------------------------------------- ________________ સાધનાપથ અને આત્મજ્ઞાન પ્રત્યેક શ્વાસેશ્વાસે સહજાનંદ જેઓને અસ્ખલીતપણે વેદનમાં આવી રહ્યો છે એવા અધ્યાત્મયોગીપુરુષચાહે તેવી વિરોધની પરિસ્થિતિમાં પણ સકળ જીવો પ્રત્યે નિરપવાદપણે આત્મવભાવ સહજત: માણી શકેછે. ૨૭૩ સ્વનું અને સમષ્ટિનું હિત સંપૂર્ણ સંતુલીતપણે જળવાય રહે એવો વિવેકપૂર્ણ વ્યવહાર આત્માર્થી જીવનો સહજ હોય છે. ન સમષ્ટિનું હિત થવાય કે ન સ્વનું હિત ઘવાય એવી એવી વર્તના ઘણી તીવ્ર જાગૃતિ અને સમદૃષ્ટિ ખીલ્યું જ સંભવે છે. ન 0 સ્વભાવિક સમદૃષ્ટિ ખીલ્યા વિના પરમ-ઉત્કૃષ્ટ ન્યાયપૂર્ણ અંતઃકરણ થતું નથી. કેવળ ન્યાયશાસ્ત્રો ભણવાથી કે ન્યાયવિષયક ભાષણો આપવાથી કે ન્યાયની લાંબીચોડી ચર્ચાઓ કરવાથી કંઈ અણિશુદ્ધ ન્યાયી થઈ જવાતું નથી... સાધકહ્રદયનું સત્ પોકારે છે કે મને તો કેવલ હિત હિત અને હિતનું જ પ્રયોજન છે. કોઈપણ પ્રકારેય અનંતકાળથી આથડતા સ્વાત્માનું કે સંપર્કમાં આવનારા તમામનું ઝાઝેરૂ હિત સધાય એવી જ મનવચન-કાયાની વૃત્તિ-પ્રવૃત્તિ હું ઝંખુ છુ. સદ્વ્યવહાર શું? દુર્વ્યવહાર શું ? જેના વડે પોતાનો આત્મા કે અન્ય આત્માઓ સાચા સુખને પામનાર થાય એવો તમામ વ્યવહાર સવ્યવહાર છે ને જેના વડે પોતાનો કે અન્યનો આત્મા દુઃખ કે દુઃખના કારણને પામે તે સઘળો દુર્વ્યવહાર છે. હે વિકળમન ! તને વાત્સલ્યપૂર્વક એક વાત સમજાવું છું કે, તારા દુઃખનું કારણ તારા પોતાના સિવાય બીજું કોઈ નથી. તું ભલું થઈને આટલી વાત અવશ્ય માન કે તારા સુખ અથવા દુઃખનું પ્રધાન કારણ તો તારી પોતાની જ તેવી સમજણ છે. આ જગત તો પ્રાઃય ગુણવાન આત્માનો દ્વેષ જ કરનારૂ છે. આ જગતમાં કોઈનીય મહત્તા સાંખી લેવા કોઈ તૈયાર નથી. આથી જ ખરા સંત પોતાની ઘણી મહત્તા છૂપાવીને - લઘુમાં લઘુ બની - જીવે છે. જેથી કોઈને નાહક અદેખાઈ ન ઊપજે. Page #283 -------------------------------------------------------------------------- ________________ ૨૭૪ = સાધનાપથ અને આત્મજ્ઞાન હે સાધક ! આ વિચિત્ર જગતનો તારા પરત્વેનો વ્યવહાર ગમે તેવો સારો કે નરસો હોય પણ તું એ પ્રતિ પૂર્ણ ઉપેક્ષાવંત રહેજે... અંતરથી એવો પરમ ઉદાસીન અને અલિપ્ત રહેજે કે, જગતના કોઈ વ્યવહારનો પ્રતિભાવ મનમાં પણ ઊપજવા ન પામે. કરમકરમ વદ્યા કરવાથી શું વળે ? કોઈપણ કાર્ય બનવામાં ઘણા કારણો કામ કરે છે એમા પુરુષાર્થ પણ એક કારણ હોય છે. જીવ ઉગ્રપણે પુરુષાર્થી બને તો આત્મકાર્યની સિદ્ધિ અવશ્ય થાય છે. માટે આત્મહિતમાં તો પુરુષાર્થને જ મુખ્ય કરવો. અમીર, રાજા, મહારાજા કે ચક્રવર્તી હોય પણ હૈયામાં જો તૃષ્ણા જ ખદબદતી હોય તો એ ભીખારી જ છે. અને સાવ સાધારણ સ્થિતિ ધરાવનાર પણ જો સંતોષ ભરપૂર હૃદય ધરાવતો હોય તો એ અમીર છે – રાજરાજેશ્વર છે... દેવો પણ બીજા વિશેષ-ઋદ્ધિવાન દેવોને જોઈને જલે છે. એવી ઋદ્ધિ મેળવવા તડપતા હોય છે. એ ન મળે તો ખેદ-ખિન્ન થાય છે. ખરે જ હેયામાં તૃષ્ણા ખદબદતી હોય તો એ દેવ પણ ભીખારી જ છે. સંતોષવાન જીવ જ ખરા અર્થમાંદેવ છે. પરપદાર્થોમાં સુખ છે એવી ભ્રાંતિ જ્યાં સુધી પ્રવર્તે છે ત્યાં સુધી પરમાર્થથી નિગ્રંથ કહેવાતા નથી. મારૂં સુખ મારા નિજસ્વભાવમાં જ ભરપૂર રહ્યું છે. એ સિવાય ક્યાંય નથી. એવી નિઃશંક આંતરપ્રતીતિ જેને વર્તે છે તે ખરા નિગ્રંથ છે. ચાહે તેવા અશુભ ઉદયો પણ... પ્રાજ્ઞજીવના અંત:કરણને ઝાઝું દુઃખીત કરી શકતા નથી. એ તો અશુભદયમાં પણ ઉજ્જવળ સમજણો ખીલવી ઉલ્ટા વધુ સ્વરૂપરમાતા સાધી જાણે છે. નવા કર્મો ન બંધાય એમ એ ભલીપેરે વર્તી જાણે છે. જONS શુભ કે અશુભ સઘળાય ઉદયોને ક્ષણભંગુર જાણી, પ્રાજ્ઞજીવ એમાં લાબો રસ કદી દાખવતા જ નથી. તીવ્ર ઉદય વેળા એ તીવ્ર જાગૃત બની પોતાની સહજત્મસ્થિતિને જ વિશેષે જાળવી જાણે છે... તેઓ સુખ-દુઃખના ભોક્તા નથી પણ સ્વભાવના જ ભોક્તા છે. Page #284 -------------------------------------------------------------------------- ________________ સાધનાપથ અને આત્મજ્ઞાન ૨૭૫ તીવ્ર જાગૃતિ રાખવી જો કે પ્રારંભમાં કપરી છે. પણ એના લાભ પણ અપરંપાર અપરંપાર છે. હું આત્મા છું- શરીર, મન વિ,થી ભિન્ન અસ્તિત્વ છું એવું ભાન રહે ને પોતે જે પરમધ્યેય-સિદ્ધિ સાધવા નીકળેલ છે એની નિષ્ઠા હોય તો ઉત્કટ જાગૃતિ સંભવ છે. પૂર્ણ નિર્વિકારી થવા... ઘણાં લાંબાગાળાની... ધીરજપૂર્વકની તપશ્ચર્યા આવશ્યક છે. હૃદયમાં જે પરવડે સુખ એવી ભ્રાંતિ છવાય ચૂકી છે એ તોડવા, નિશદિન તાતો પુરુષાર્થ કરવો ઘટે છે. પૂર્ણ નિર્વિકારી થવાની અદમ્ય.પ્યાસથી ઊનાંનાં અશ્રુ વહાવવા પડે છે. જ્ઞાનીઓ કહે છે કે, પરિપૂર્ણ નિર્વિકારી થવાનો જે અલૌકિક આનંદ છે તે વર્ણવ્યો જાય એવો નથી. કેવલ અનુભવ વડે જ એ કળાય એવો છે. એ પરમાનંદની અપેક્ષાએ પરિપૂર્ણ નિર્વિકારી થવા આપવો પડતો ભોગ-મહાભોગ પણ કંઈ વિસાતમાં નથી. પૂર્ણ નિર્વિકાર થવાના અભિલાષી જીવે ક્યાંય કોઈ વ્યક્તિમાં કે વસ્તુમાં આસક્તિ ન જામવા પામે એની તીવ્ર તકેદારી રાખવી ઘટે છે. તે માટે ખૂબ ખૂબ અનાસક્તયોગ સાધતા રહી, મોહના મહાપ્રબળ આકર્ષણો-આક્રમણો ખાળતા રહેવાનું છે. મોહના આક્રમણો ભેદવા કેવી અનહદકક્ષાની આત્મજાગૃતિ અપેક્ષિત છે એ જીવ જો સમજે તો એ મહાન આત્મયોગી બની ગયા વિના રહે નહીં. ખાતા, પીતા. સૂતા, ચાલતા કે વિધવિધ પ્રવૃત્તિ કરતાં પણ એવી આત્મજાગૃતિ કેમ બની રહે એ જોવાનું છે. મનુષ્યનું આયુષ્ય ખરે જ ક્ષણજીવી છે. જોતજોતામાં કેટલો કાળ નિર્ગમ થઈ જાય છે? રે... વર્ષો ઉપર વર્ષો વ્યતીત થતા જ જાય છે ? કાળ તો પૂરપાટ વેગે ગતિ કરતો જ જાય છે. અહીં, આમ જ પ્રમાદમાં મનુષ્યજીવન પૂર્ણ થયું તો જીવનું પછી શું થશે ? માથે કાળ ભમતો હોવા છતાં, અતીન્દ્રિય સુખની ભાળ મેળવવાના બદલે ઈન્દ્રિય સુખોમાં જ વૃદ્ધ રહેનાર બાળજીવો છે. બાળક જેમ પેંડો મળતા સુવર્ણની વીંટી આપી દે, એમ માનવો આત્મિક સુખ ત્યજી, હિક સુખ મેળવી ખુશ થાય છે. Page #285 -------------------------------------------------------------------------- ________________ સાધનાપથ અને આત્મજ્ઞાન આકાંક્ષાઓ જ્યાં સુધી મર્યાદિત નથી બનતી... ત્યાં સુધી આપનાર પ્રતિ પણ અંતરનો અહોભાવ ઉદ્ભવતો નથી – કારણ જે કાંઈ મળે એ પર્યાપ્ત જ નથી ભાસતું. પરિણામે આપનાર પ્રત્યે જે રૂડો કૃતજ્ઞતાનો ભાવ પ્રગટવો જોઈએ એ કદીય પ્રગટતો નથી. ૨૭૬ 70 `કૃતજ્ઞત્વ' એ ઘણો મહાન સદ્ગુણ છે. કોઈએ પાની પણ પાયું હોય તો એના પ્રતિ પણ અહોભાવ પ્રગટવો જોઈએ... તો પછી .. જેઓએ ચિરકાળ સુખ-શાંતિ-સંતોષપ્રદ એવું તત્ત્વજ્ઞાન પીરસેલ છે એવા સદ્ગુરુ પરત્વે તો કેવો અપ્રતિમ અહોભાવ પ્રગટવો જોઈએ ? 70F સાચું સાહિત્ય સર્જનાર... સાહિત્ય સર્જતા સર્જતા સાથોસાથ પોતાની જાતને પણ નુત્તનરૂ પેણ સર્જે છે. સર્જન જ એનો શ્રેષ્ઠ આનંદ હોય છે. દુનિયા કદર ક૨શે વા નહીં એની એને તમા હોતી જ નથી. લોકોનું હિત થાય એ જ એની મોટી કમાણી હોય છે. NOGT આપ્યા કરો તો જ તમે પ્રિય લાગો એવો જ સંસારીઓનો પ્રેમ છે. એ પ્રેમ નથી પણ સોદો છે. દામ આપો તો તો વેશ્યા પણ પ્રેમ બતાવે – એની મહત્તા શું છે ? જીવને વાસ્તવિકતાનું ભાન કરવું ગોઠતું જ નથીઃ માટે પરિવાર પાછળ પાગલ પાગલ થઈ પોતાનું પરમહિત ખોવે છે. 70Þ - લેના દેના ગંડું કા કામ' • સમજી જે લેવાદેવાની કડાકૂટથી મુક્ત થયેલ છે, અર્થાત્ લેણાદેણીથી ઉદાસીન થયેલ છે; એ જ આત્મા આત્મતૃપ્ત થઈ શકે છે. જગતથી એને કંઈ લેવાનોય ઉમંગ નથી કે દેવાનોય ઉમંગ નથી. અંતરમાં જગતથી કોઈ લેવાદેવા જ રહી નથી. 70Þ લેવા માટે ઝાંવા ઘણોકાળ નાખ્યા... પણ જેની જેની પાસે હાથ લંબાવ્યો એ બધાય ભીખારી જ ભાસ્યા... આખરે સાન ઠેકાણે આવીઃ લેવા દેવાની વ્યર્થ દુરાશા શાંત થઈને ‘આત્મા’ જ આત્માનો એકમેવ સંગાથી બની રહ્યો... અવધૂતયોગી બની રહ્યો. © ‘પ્રેમમાં પડ્યો' એવી ભાષા બોલાય છે. અર્થાત્ બેલેન્સ ગુમાવી પડી ગયો. અર્થાત્ પાગલ બની આપવા લાગ્યો – પણ – થોડો કાળ પછી રિક્ત થયો ભાસતા પસ્તાણો. આ બધું ભ્રામક છે. અનંતપ્રેમભંડાર આત્માની જ દોસ્તી માણવી પરમશ્રેયસ્કર છે. Page #286 -------------------------------------------------------------------------- ________________ સાધનાપથ અને આત્મજ્ઞાન ૨૭૭ મતલબી દુનિયા તો લેવા બેઠી છે. તમે ભર્યા સરોવર હો ત્યાં સુધી પંખીઓ આવીને વાસ કરે ને ખાલી સરોવર થતાં કોઈ ભાવ પણ પૂછનાર નથી કે શા હાલ છે તમારા ?' માટે મતલબી જગતને નવ ગજના નમસ્કાર કરી જે આત્મરતિવાન બની ગયા તે જ પ્રાજ્ઞ છે. અહાહા...! જીવ માત્રની ભીતર રહેલો ભગવાન આત્મા આનંદનો અખૂટ ભંડાર છે. પણ આત્માનો જેમજેમ પરિચય વધે.ધ્યાન વધે-એમએમ એ ભંડાર ખુલવા પામે છે. શરૂઆતમાં અલ્પ આહૂલાદ સાંપડે પણ ધીરેધીરે એમાં અદ્દભુત વૃદ્ધિ થવા પામે છે. અહો...! નિર્મળ પ્રેમ આપનાર ગુરુ વિ. કે માતા વિ.નો જે દ્રોહ કરે છે એની ખરે જ ઘોર અવનતિ થાય છે. દુનિયામાં સાચો પ્રેમ સાંપડવો કેટલો દુર્લભ છે એનું એ નઘરોળ જીવને ભાન નથી... ખરેજ કૃતજ્ઞતા કે વિશ્વાસઘાત સમાન કોઈ પાપ નથી. ©ON જીવની જીવનવાડી ફૂલીફાલી એમાં કેટકેટલાય માળીની માવજત અને મહોબ્બતે કામ કરેલ હોય છે? આદાનપ્રદાનની સમતુલા પણ જે સમજતા નથી એ ન્યાયી નથી. જીવન ઉપર તો ગુપ્તપણે પણ કોઈની દુઆ – કોઈના આશિષ વરસેલા હોય છે. જીવન ખરે જ ઘણું રહસ્યમયી છે. એમાં કોણ શું આપી ગયું ને કોણ શું લઈ ગયું– એનો કેવળ ઉઘાડો હિસાબ નથી. અવ્યક્ત સદ્દભાવ દર્શાવનારને દુનિયા પિછાણીય શકતી નથી. ઘણાં મહાન વિશ્વહિતચિંતકોને પણ દુનિયા લવલેશ પિછાણી શકી નથી. આત્માનુભવ પશ્વાત એમાં તલ્લીન બની રહેવાનું ઘેલું લાગે છે. એવું ઘેલું લાગે છે કે અન્ય કોઈ કરતાં કોઈ વ્યવસાય ગમતા નથી... નાનું પણ કાર્ય મોટી ઉપાધિરૂપ ભાસે છે. એ ઉપાધિથી ઊપજતો વિક્ષેપ અસહ્ય બની જાય ત્યારે સાધક મુનિ થવા તલપાપડ બને છે. નિગ્રંથ મુનિ એટલે નિવૃત્તિનો પરમ પ્રગાઢ અનુભવ, તન, મન આદિની તમામ ચિંતા-પળોજણ જેમણે પરિત્યજી છે. એકમાત્ર આત્મહિતચિંતા સિવાય કોઈ અંગત ચિંતા જેમને નથી. બસ કેવળ નિજાનંદમાં જ નિમગ્ન છે તે નિગ્રંથ મુનિ. SSSSSSSSSS Page #287 -------------------------------------------------------------------------- ________________ ૨૭૮ = સાધનાપથ અને આત્મજ્ઞાન સર્વ પળોજણથી પરિમુક્ત બની, સહજાનંદની પરમ શસ્તિ અનુભવવાનું કેવું અપ્રતિમ સુખ છે એ માત્ર એના અનુભોક્તા જ જાણી શકે છે. સર્વ ઉપાધિથી અલિપ્ત થવા તલસનાર સાધક જ મુનિમાર્ગનો ખરો અધિકારી છેઃ ઉપાધિપ્રેમી નહીં. જ0 આત્મમસ્તી જેટલી ગહનગાઢ અનુભવાય એટલી ચૈતન્યતા અર્થાત્ ચેતનાની પ્રદિપ્તતા અનુભવવામાં આવે છે. આત્મા તો ચૈતન્યનો અખૂટ ઝરો છે. જેટલી આત્મધ્યાનની ગહેરાઈ વૃદ્ધિમાન બને એટલી સંચેતના સહજ ખીલે છે. જON આત્મધ્યાન પણ જેટલું ગહેરૂં, જેટલું પ્રગાઢ, જેટલું સાતત્યયુક્ત... એટલો આનંદ પણ અગાધ હોય છે. આત્માનંદ મગ્ન મુનિવર અગાધ આનંદની અસ્મલિત રસમસ્તિ અનુભવે છે તેનો આંશિક પણ પરિચય ઉપાધિવાન ગૃહસ્થને નથી. જ્ઞાની કહે છે કે આ વિશ્વમાં પરમ નિરપક્ષ હોય અર્થાતુ તમામ પક્ષાપક્ષી જે તુચ્છ ગણતા હોય; એવા અવધુ કોઈક વિરલ જ હોય છે. નિગ્રંથને વળી કોનો પક્ષ ? સર્વ આત્મામાં એકસમાન જ્યોત નિહાળનારા કોને મારા કે કોને પરાયા કરે ? અવગાઢ આત્મસ્થિરતા અનુભવવા... પહેલા દુન્યવી તમામ પદાર્થોનું – સજીવ કે નિર્જીવ તમામનું – મૂલ્ય સાવ ઓસરી જવું જોઈએ. તો જ ઉપયોગ અર્થાત્ જ્ઞાનની ધારા અન્ય સર્વ સ્થાનેથી પાછી વળીને શુદ્ધાત્મમાં ભળી જાય. જ્ઞાનની ધારા જગત બાજુ વળે તો તે વિભાવ ઉપાસના છે, અર્થાત્ તે સંસારવર્ધક છે. જ્ઞાનની ધારા બહાર ક્યાંય ભટકવા ન જતાં, કેવળ આત્મામાં જ ઢળીભળી રહે તો એ સ્વભાવ ઉપાસના છે. તે અનુક્રમે પૂર્ણમુક્તિ અપાવનારી છે. જs સમસ્ત ચેતનાનું પ્રતિક્રમણ થઈ ચૈતન્યમાં સ્થિર જામી જવું એ પરમ સામાયિક છે. એ પરમધર્મ છે. આ પરમધર્મ આરાધતા આત્મા કૃતકૃત્ય કૃતકૃત્ય થાય છે. ચારેગતિના અત્તહિન દુઃખમય પરિભ્રમણનો સદાને માટે અંત આવી જાય છે. આત્મા ‘સિદ્ધ' બને છે. Page #288 -------------------------------------------------------------------------- ________________ સાધનાપથ અને આત્મજ્ઞાન ૨૭૯ હે જીવ! ચારગતિના પરિભ્રમણના અમાપ દુઃખો જે જ્ઞાનીકોએ વર્ણવ્યા છે તેનો તું વારંવાર વિચાર કરજે અને ચારગતિના પરિભ્રમણમાંથી ઉગરવા નિરતર ઉત્કંઠીત થજે. પંચમગતિ (મોક્ષ) જેવું પરમ નિર્ભેળ-નિરાળું સુખ ક્યાંય નથી. એ ભૂલીશ નહીં. ચારગતિના ચક્કરના દુઃખો જેને નજર સમક્ષ રહેતા નથી એની નિર્વાણપથની સાધનામાં ઉષ્મા આવતી નથી. નિર્વાણ નિર્વાણ વદ્યા કરવા છતાં એ ખરેખરો આશક બની શકતો નથી કે અન્યને પણ એ નિર્વાણના સાચા આશક બનાવી શકતો નથી. ચારગતિના દુઃખો નજર સમક્ષ તરવરતા રાખવાથી સાધનામાં એક અવલકોટીની ભીનાશ આવે છે–નિષ્ઠા આવે છે. બાકી, જિનમાર્ગની વાતો કરે અને ખુદને જિન થવાની કોઈ ઉત્કંઠા ન હોય એ તો નરી આત્મવંચના જ કહેવાય ને ? સમસ્ત જ્ઞાનીઓનો અંત:કરણનો એક પોકાર કદીયેય ન ભૂલશો કે સુખ આત્મામાં જ છે બહાર ભટકવાથી એ મળશે નહીં. બહારથી સુખ મળતું ભાસે તો ય એ ભ્રાંતિ જ છે. માટે સુખની તલાસ કરવા ભીતરમાં જાવાનું છે – ભીતરમાં કરવાનું છે. સત્સંગના સ્થાને કુસંગ પ્રાપ્ત હોય – અને સસાહિત્યના સ્થાને જે તે સાહિત્યનું અધ્યયન હોય તો જીવ નિલે ભ્રાંતિમાં પડ્યા વિના રહેતો નથી. સુખ વિષે ભ્રાંતિ થતાં જ જીવ બહાવરો બની બહારમાંથી સુખ મેળવવા ઝાંપા નાંખવા લાગે છે. હે જીવ...! સત્સાધન અલ્પ અપનાવી શકીશ તો ચાલશે પણ અસતુ ઉપાય તો કદીય અજમાવીશ નહીં. ભ્રાંતિ તોડવા આયાસ અલ્પ થશે તો ચાલશે પણ ભ્રાંતિ વધારે એવો કોઈ કરતાં કોઈ આયાસ કરીશ માં. ત્વરાથી વિશુદ્ધ આત્મદશા પામવાની જ જેને અનન્ય ઝંખના છે એણે એ હેતુમાં બાધક એવા છાપાં કે મેગેજીનો વાંચવાનું પરહરી દેવું ભલું છે. ટી.વી. વિગેરે જોવાનું પણ છોડી દેવા જેવું છે. ત્વરાથી શુદ્ધાત્મદશા' સાધવી હોય તો... Page #289 -------------------------------------------------------------------------- ________________ ૨૮૦ સાધનાપથ અને આત્મજ્ઞાન દેહાધ્યાસ જેનો મંદ પડી ચૂકેલ છે એવા જીવને દેહની પુષ્ટતા કે ક્ષીણતા થતાં કોઈ હર્ષ-વિષાદ પ્રાય ઉદ્દભવતા નથી. દેહના સૌષ્ઠવનું કે દેહના સુખનું એને ઝાઝું મૂલ્ય રહેતું જ નથી. ઉગ્ર આત્મચિંતા. દેહની ચિંતા ઉદ્દભવવા દેતી નથી. ક્રોધ-માન-માયા-લોભ વિ. ઉત્પાદક વાતાવરણ વચ્ચે વસનાર સાધક જો એ કષાયથી અલિપ્ત રહેવાનો સફળ અભ્યાસ કેળવે તો એ ઘડાય ઘડાયને એવી જળકમળવતુ નિર્લેપતા પામી જાય કે સમપરિણતિમય સ્વભાવ બની જાય. કાચ મુવિન વિતરેવ મુવિજ્ઞાા અર્થાત કષાયથી મુક્તિ એજ ખરેખર મુક્તિ છે. ક્રોધ, ધૃણા. ઠેષ. અરુચિ, માનાપમાન, માયા-કપટ, લોભ-તૃષ્ણા તથા સુક્ષ્મમાં સુક્ષ્મ એવો રાગ વિગેરે તમામ વિભાવોથી છૂટી સહજ સ્વભાવમાં વસવાનું છે. પરપદાર્થમાં મારાપણાની મતિ સર્વ કપાયભાવોનું મૂળ છે – સર્વ આંતર ક્લેશનું અને બહીર-ક્લેશનું મૂળ છે. એક માત્ર જ્ઞાનાનંદી આત્મામાં જ મારાપણાની બુદ્ધિ કરવા સિવાય અન્યત્ર ક્યાંય એવી બુદ્ધિ કરવા યોગ્ય નથી. અહાહા....! ક્યાંય કરતા ક્યાંય મારાપણાની બુદ્ધિ ન રહે તો જીવ કેવો તમામ તામસભાવોથી વિમુક્ત થઈ કેવી અપૂર્વ એવી ચિત્તપ્રસન્નતાને પામી રહે એ કેવળ અનુભવે જ ગમ્ય થાય તેવું છે આવો જીવ આત્માનુભવનો અધિકારી છે. ©©es હું કાંઈક છું – એવો અદભાવ અને મારું કાંઈક છે – એવો મમતભાવ છૂટી જાય તો જીવ અલોકીક પ્રસન્નતા – પવિત્રતાને પામી રહે. આત્માનુભવ ઉપલબ્ધ કરવાના કામી જીવે હું-પણું નિરવશેષ ઓગાળી નાખવા જેવું છે. હે જીવ!તું નેત્ર ખોલી જો તો ખરો કે જીવો કેવી કેવી કર્મની સજા ભોગવી રહ્યા છે. માટે કર્મ બાંધતી વેળા ખૂબ ખૂબ ચેતજે. કર્મ બાંધવા સહેલા છે પણ એ જ્યારે ભોગવવાની વેળા આવે ત્યારે... જોનારને પણ કમકમાટી ઊપજી આવે એવા હાલ થઈ જાય છે હોં. Page #290 -------------------------------------------------------------------------- ________________ સાધનાપથ અને આત્મજ્ઞાન જીવને મોટાભાગનું ભાન તો પાછળથી આવે છે... વેળા વીતી ગયા બાદ એનો વિવેક જાગૃત થાય છે. આરાધનાની મહાદુર્લભ મોસમ વ્યતીત થઈ ચૂક્યા પછી જીવ લોહીના આંસુ સારે કે લાખ પસ્તાવા કરે પણ ... ગયેલો સમય ... ! ૨૮૧ 70©Þ જીવે કોઈ મહાન ઉપાસના પરિપૂર્ણ જવલ્લે જ કરી છે. એણે હજારો ઉપાસના કરી છે પણ અધૂરી અધૂરી... કારણ, જીવમાં એવી સ્થિરતા-ધીરતા-ગંભીરતા બીલકુલ નથી. કોઈ કાર્ય હાથમાં લીધું કે એને સાંગોપાગ પૂરૂં કરવું એવું નિશ્ચયબળ નથી. 70 હું મનુષ્ય છું – એવુ ભાન ભરપુર છે – પણ – હું ઝળહળતી ચૈતન્યજ્યોત છું – એવું ભાન લગીર નથી. પોતાને પુરૂષ માની કે સ્ત્રી માની વર્તે-પ્રવર્તે છે, પણ પોતાને શુદ્ધ ચિદ્રુપ માની જીવતા નથી. શુદ્ધ ચિદ્રુપમાં કંઈ પુરૂષ-સ્ત્રી એવા ભેદ નથી. 70 અનંત વ્યતીતકાળમાં જીવે અગણિત વેશો ધારણ ર્યા. અહા...હા... જ્યારે જે ખોળીયામાં (દેહમાં) રહ્યો, એવો જ પોતાને તદ્રુપ માની રહ્યો ! હું કુતરો, હું કાગડો, હું બાળક-યુવાન-વૃદ્ધ-પુરૂષ, સ્ત્રી, નપુંસક એમ દેહ અનુસાર જ પોતાને માની રહ્યો ! 0 નામ-રૂપમાં એવો ગુલતાન થયો કે પોતે ‘અરૂપીતત્વ' છે એ ભાન જ વિસરી ગયો ! સ્વપ્ને પણ યાદ ન આવ્યું કે પોતાનું કોઈ નામ કે રૂપ નથીઃ આકાર કે વર્ણ નથી. અનંત દેહો બદલવા છતાં સ્થાયી રહેનાર પોતે કોણ છે એ કદિ પિછાણ્યું જ નહીં ! --0 હર્ષનું મોજું આવે ત્યારે જીવ એવો ઉન્માદી થઈ જાય કે જાણે સર્વસ્વ પામી લીધું ! –કૃતકૃત્ય થઈ ગયો! શોકનું મોજું આવે ત્યારે જીવ એવો હતપ્રભ થઈ જાય કે જાણે સર્વસ્વ ગુમાવી દીધું ! પણ પોતે તો હર્ષશોક તમામથી નિરાળો નાથ છે એ ભૂલી ગયો. ©` સાત ધાતુથી બનેલો આ દેહ જૂદો છે ને આત્માની ધાતુ (જાત) સાવ જૂદી જ છે. આત્મા તો જ્ઞાનઆનંદ ઈત્યાદી અનંતગુણથી ભરેલો છે. અલબત, આત્મા દેહપ્રમાણ વ્યાપ્ત છે તો પણ, બલ્બમાં વીજળીની જેમ એ દેહથી ન્યારો ન્યારો છે. Page #291 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨ સાધનાપથ અને આત્મજ્ઞાન જ્ઞાનીઓ કહે છે: હે જીવ... થોભ...શોભ... નહીંતો થાકી જઈશ. જરા ટાઢો પડઃ જરા ઉત્પાત ઓછા કરઃ જરા તો અંતરમાં ઠર, દોટાદોટ કરી તારે શું મેળવવું છે? કદીક તો જરા શાંત-સ્તબ્ધ થઈ વિચાર કે આટલી પાગલ દોડનો અર્થ શું છે? પ્રભુમય જીવન જીવવું છે એણે, પોતે કેમ વર્તી જવું એ જ ગવેષવાનું છે. જગના લોક તો લાખ વિચિત્રતાથી ભરેલા છે... કોઈ ગમે તેવો વિચિત્ર વર્તાવ દાખવે – બેકદર કે બેવફા પણ બને – પણ પોતે કેમ વર્તી જવું એ જ અત્યંત શોચનીય છે. આપણા જીવનની સૌથી મોટી વિટંબણા તો એ છે કે મથવા છતાં ઘણીખરી બાબતોનું સ્પષ્ટજ્ઞાન જ લાધતું નથી – આથી આપણે કર્તવ્યવિમૂઢ થઈ જઈએ છીએ... એમ જોતાં, જીવન કેટલું અકળ ને રહસ્યમયી છે ને બેકાબુ છે. અધ્યાયને વિશે બહુ ઓછા જીવોની રુચિ હોય છે... ખંત અને ખેવનાથી સ્વાધ્યાય કરનારા પણ વિરલા હોય છે. આવો બીજી બીજી ચિઓમાં –બીજી બીજી કરણીઓમાં ખૂબ ખૂબ રાચે છે. પણ સ્વાધ્યાય જેવું પરમતપ કેમ ગોઠતું નહીં હોય ? બીજી કરણીઓ ગૌણ કરીને ય સ્વાધ્યાય –અર્થાત જાતનું અધ્યયન જાતનું અવલોકન, જાતનું સંશુદ્ધિકરણ કરવામાં ઓતપ્રોત થવા જેવું છે. તદર્થ ખાવું પીવું સુવું બેસવું હળવું મળવુંઈત્યાદિ સર્વ અત્યંત ગૌણ કરી નાખવા જેવું છે. ખરે તો એટલું અમર્યાદ-મંથન' ચાલવું જોઈએ કે એ સિવાય બીજી કોઈયેય કરણીમાં ન તો મન લાગે કે ન એનો સમય બચે. સ્પષ્ટજ્ઞાનનો ઉજાસ પામવા એકાગ્ર થઈ એવું આકરું મંથન ચાલવું જોઈએ કે નિષ્કર્ષ પામીને જ જીવ જંપે. મોહવશાત્ જગતનો મામૂલી પદાર્થોને જે મોટા મોટા મૂલ્યાંકન આપી દીધા છે એને તોડવા તાતો મનોમંથનનો પુરુષાર્થ ખેડવો જરૂરી છે. અને અનંત મૂલ્યવાન આત્માને મૂલ્ય આપ્યું નથી એ આપવા. આત્માની ઓળખનો શ્રમ કરવો જરૂરી છે. Page #292 -------------------------------------------------------------------------- ________________ સાધનાપથ અને આત્મજ્ઞાન આત્મસુખ માણ્યું નથી એવા જીવને જગતના સ્ત્રી-ધન કીર્તિ વિ.ના સુખ જ શ્રેષ્ઠ લાગે એમાં આશ્ચર્ય નથી. ગંધર્વ સંગીત જેણે સુણ્યું જ ન હોય એને ઢોલ-નગારા શ્રેષ્ઠ લાગે એ સ્વભાવિક છે. આત્મસુખને દેખવા-પેખવા શું કરીશું ?? ૨૮૩ આત્મીક સુખ પામવા આત્મામાં ઠરવું જોઈએ. આત્મામાં ત્યારે ઠરાય, જ્યારે આત્મા સિવાય બીજું બધું જ નગણ્ય થઈ જાય એક આત્માની જ લગની લાગે. પ્રથમ તો આત્મા સુપેઠે ઓળખાવો જોઈએ. જેટલી ઊંડી ઓળખ એટલી ગાઢ લગન જામે. - 70 ગુરૂગમથી પરમશ્રદ્ધેય ભાવે આત્માનો અપાર મહિમા જાણવો જોઈએ. મહિમા પરખાય તો આત્મરુચિ અવગાઢ બને અને ચિત્ત આત્મમહિમાથી – આત્મરુચિથી રંગાય. આત્મા પર ઓળઘોળ થઈ ચિત્ત... અનાત્મભાવોથી આપોઆપ વિરક્ત થાય છે. 700 જેમજેમ આત્મધ્યાન જામે તેમ તેમ આત્માનો મહિમા વધે છે ને જેમ જેમ આત્માનો મહિમા પ્રગાઢ થાય તેમ તેમ આત્મધ્યાન પરમ અવગાઢ થાય છે. માટે ગુરુગમથી આત્મતત્વનો અનૂઠો– અદ્વિતિય મહિમા પિછાણવો જોઈએ. 70 સાધક પોતે પણ અંતર્મુખ બની – ચિત્તને શાંત પાડી દઈ – આત્માવલોકનનો નિષ્ઠયત્ન કરે. જેથી આત્મા – અનંતસુખમય પદાર્થ – અભિજ્ઞાત થતાં એનો અપૂર્વ મહિમા આવે. બસ આત્માનુભવ પછી આખી દુનિયાનો મહિમા ઓસરી જાય છે. 70 જગતનો મહિમા સાવ ઓસરી જાય ને શુદ્ધાત્મનો મહિમા પરાકાષ્ટાએ વધી જાય ત્યારે જ જીવના ઊંડામાં ઊંડા અંતઃકરણમાંથી મોક્ષની મૌલિક માંગ ઉઠે છે અર્થાત્ જીવ પરમાર્થથી મુમુક્ષુ ત્યારે જ થાય છે. GN અહીં...... પરમાર્થથી જે મુમુક્ષુ છે એ જીવ સંસારમાં હોવા છતાં હવે સંસારનો રહ્યો નથી. એની ચેતના સમૂળગી રૂપાંતરિત થએલ છે. એ તો સમયે સમયે મોક્ષના ભણકાર અંદરમાંથી સાંભળે છે. એને અનંતા સિદ્ધોનું નોતરૂ મળેલું છે. Page #293 -------------------------------------------------------------------------- ________________ ૨૮૪ સાધનાપથ અને આત્મજ્ઞાન મોક્ષની તલપ જેમજેમ વધતી જાય, અર્થાત શુદ્ધાત્મામાં સમાય જવા પ્રાણ અધીરા થઈ જાય: એમએમ સાથે સાથે અનંતા કર્મોના આવરણો ખરી જવા પામે છે. સમયે સમયે આત્માની અપાર વિશુદ્ધિ સર્જાતી જાય છે.. તત્વ શું? ... તત્વ શું?... તત્વ શું? એમ તીવ્રતમ તલાશ ચાલવી જોઈએ. વાતેવાતે ગહન જિજ્ઞાસા ઉઠવી જોઈએ કે તત્વતઃ હકીકત શું? હકીકતને હકીકતરૂપે સમજવા તીવ્ર વિચારણા – મનોમંથન ઊહાપોહ આદિ ચાલ્યા જ કરે એનું નામ સાધકદશા છે. તત્વના અભ્યાસ– સંશોધન અને અનુશીલન – પરિશીલનથી સમક્તિ નિર્મળ થાય છે. આથી સાધકે તત્વાધ્યયનની ઉપેક્ષા કરવી ઘટે નહીં. એવી સ્થિતિ બની જવી જોઈએ કે, અવસર લાધે કે તત્કાળ તત્વમંથનમાં ડૂળ્યા વિના રહેવાય નહીં. સાધકે ચિત્તને સુસ્ત કે પ્રમાદી ન થવા દેવું. અલબત, સ્વરૂપમાં વિશ્રામ પામી ચિત્ત શાંત-નિષ્ક્રીય થતું હોય તો અલગ વાત છે. બાકી જ્ઞાનમાં શિથિલતા ન આવે અને જ્ઞાન નિરંતર સતેજ સતેજ બન્યું જ રહે એ જોવાનું છે. શાસ્ત્રાધ્યયન કે સવાંચન પણ સ્વને વિસ્મરીને કરવાનું નથી. ખરેખર તો એ સ્વનું સ્મરણ સુગાઢ બનાવવા ને સ્વહિતપરાયણ બનવા અર્થે કરવાનું છે. એક જ જનમમાં, આત્માનું અનંતહિત સાધવા કેવી પ્રગાઢ દરકાર જોઈએ ? જ્યારે વિવેકનો દીપ અતી પ્રયાસે ય પ્રજ્જવલીત નથી થતો ત્યારે સાધકહૃદય અપાર પર્યાકૂળ બની જાય છે. અહીં સાધકહૃદય વિરહિણી સતી નાર માફક નિસર્ગતઃ જ ઝૂરે છે. વિવેકદીપ સતેજ થાય પછી જ એને હવે જંપ પ્રગટે છે. મોટામોટા માંધાતાઓની ય જરાવસ્થામાં કેવી મજબૂર સ્થિતિ બને છે એ જોતા, અને દેહ છોડતી વેળા મહારથીઓની ય કેવી દયનીય હાલત બની રહે છે એ જોઈને જીવે ગુમાન મૂકી દેવા જેવું છે. ન માલૂમ પોતાની પણ દશા...? Page #294 -------------------------------------------------------------------------- ________________ સાધનાપથ અને આત્મજ્ઞાન કુટુંબીઓનો મનોરમ્ય મેળો મળ્યો હોય તો જીવ એમાં મોહાસિક્ત બની આત્મભાન સમૂળગુ વિસરી જાય છે. આ બધા અનિત્ય-સંયોગ છે.' એ એને સાંભળવું પણ ગોઠતું નથી. આત્મભાન વિસરાવું એ કેવો ઘોર અપરાધ છે – પણ !! ૨૮૫ જ્ઞાની કે અજ્ઞાની સર્વને નિયત પ્રારબ્ધ તો વેઠવું જ પડે છે. જ્ઞાની અંદરથીર નિર્લેપ રહી – ન્યારા રહી, એ પ્રારબ્ધ અલીનપણે – અદીનપણે ભોગવી જાણે છે. સારા પ્રરબ્ધના ઉદયમાં એ રાચતા નથી કે નઠારા ઉદયમાં એ દીન-હીન થતા નથી. જીરું અહીં....... અનંતઅનંત કાળ ચક્રો વિત્યા ને હજું ય વિતશે – પણ ચૈતન્યની સત્તા ન તો કદી નષ્ટ થવાની છે કે ન તો કદી ક્ષીણ થવાની છે. આવી અમરસત્તાને ભૂલી આપણે નશ્વરમાં કેટલા નિઃસીમ વ્યામોહીત ને વિમૂઢ થઈ જઈએ છીએ ? 70રૂ - અ....૨...૨.. મનોમંથનો અને તત્વ-અન્વેષણોના તપ તપી તપીને, જ્ઞાનીઓએ જે તથ્યો . ઝળહળતા સૂર્ય જેવા પ્રકાશમન્ત – દીઠા છે એ કેવળ નિષ્કામ-કરુણાથી આપણને પ્રતિબોધેલા છે... એને સમજવા આપણે બનતો પ્રયાસ પણ કરતા નથી ! – 70 કશું પણ ઈષ્ટ માની એને મેળવવાની મથામણ કે અનિષ્ટ માની એને ટાળવાની મથામણ એને જ્ઞાનીજનો આર્તધ્યાન – દુર્ધ્યાન કહે છે. એથી કેવળ આકુળતા સિવાય કશું મળતું નથી. એ આકુળતા જ પાપનું મૂળ છે. ©Þ જે પ્રારબ્ધ જીવે ભોગવ્યે જ એનો છૂટકારો થવાનો છે એ પ્રારબ્ધને સહર્ષ સ્વીકારી લઈ, સહજભાવે – સમપરિણામે કાં ન ભોગવવું ? એને અતીપ્યારૂં ગણી લઈ કશીય રાવ-ફરીયાદ વિના ભોગવી લેવું એ પરમ ઉત્કૃષ્ટ તપ છે. જગતની મોહિની કોઈપળેય ગફલતથી ગોથું ન ખવરાવી દે એ અર્થે ઉત્તમ જ્ઞાનીજનને પણ પ્રતિસમય તકેદારીથી જીવવું રહે છે, તો આપણી શી વાત ? જે અજાગૃત બને છે એ અમૂલ્ય આત્મધન ખોવે છે એમાં સંદેહ નથી. Page #295 -------------------------------------------------------------------------- ________________ ૨૮૬ સાધનાપથ અને આત્મજ્ઞાન ભા...ઈ? જેઓના હૃદયને વિષે બોધની ઘણી ઉજ્જવળ સ્પષ્ટતા વર્તે છે એવા જ્ઞાનીજનને પણ આત્મસ્વૈર્ય પામવા-ટકાવવા અમિત પુરુષાર્થ ફોરવતા જ રહેવું પડે છે તો... અલ્પજ્ઞ એવા આપણે પુરુષાર્થહીન બનશું એ કેમ ચાલશે ? પ્રખર પ્રબુદ્ધદશા પ્રાદુર્ભત થયા વિના અનંત રાગ અને અનંત ષથી વિમુક્ત થવાનું સંભવ નથી... માટે... જીવે ગર્વ ગાળી ; જ્ઞાનદશા નિર્મળ કરવા તાતો પુરુષાર્થ ફોરવવાનો છે. સત્સંગ-સર્વાચન આદિમાં ઓતપ્રોત રહેવાનું છે. પોતે જે પરિસેવેલ છે અને ઘણી સેવી રહ્યો છે એવી વૃત્તિ-પ્રવૃત્તિની અસારતા ભાસીત થવી ઘણી દુર્ઘટ છે. તીક્ષ્ણ વિચારદશા પેદા થાય ને અંતર્મુખ કરીને તત્વખોજમાં ખોવાય શકાય તો જ અસારતાનું પ્રગાઢ જ્ઞાન-ભાન લાધી શકે છે. ભોગો ઉદાસીનભાવે ભોગવાય જાય અને કર્મ ખરી પડે, તથા નવા ન બંધાય; એવું બનવા, કેવી નિર્લેપ આત્મદશા હોવી ઘટતી હશે ?ભાઈ... આ કોઈ સામાન્ય વાત નથી હોં... ખાધા છતાં ઉપવાસી લેખાય એવી અજીબોગજીબ વાત છે. જ્ઞાનીજનોના ચારિત્રમાં રહેલ ગહન મર્મ પામવા કેવી ગહનગાઢ ચિંતવના જોઈએ ? જીવ વાત સાંભળી જાય છે પણ કાંઈ શોચતો-વિચારતો નથી! ભરપૂર-ભર્યાભાદર્યા સંસાર મધ્યે પણ મહાપુરુષો જળકમળવત્ યે જીવતા હશે ? એ સમજાય તો તો ..... અહાહા...! આત્માના અખૂટ જ્ઞાનસામર્થ્યનો જેને પરિચય લાધે છે એના જીવનમાં જંગી પરીવર્તન આવી જાય છે. જ્ઞાનપુરુષાર્થ એ જ એનું જીવન બની રહે છે. અજ્ઞાની અબજો વરસો તપ તપીને ય જે આત્મવિશુદ્ધિ ન સાધે એ તેઓ ક્ષણભરમાં સાધે છે. અહો! જે જે ભોગ-ઉપભોગથી સંસારી જીવો બંધાય છે એથી જ જ્ઞાની ઉલ્ટા અપાર મુક્ત થાય છે. ખર જ જેને મુક્ત થવું છે એને બાંધનાર કોઈ નથી. જાગૃત આત્મદા પાસે કર્મના ઉદયનું કંઈ ચાલતું નથી. દુનિયાનું કોઈ પરિબળ એને બાંધતું નથી. Page #296 -------------------------------------------------------------------------- ________________ સાધનાપથ અને આત્મજ્ઞાન ૨૮૭ ઘરમાં સુખ-દુઃખની ભ્રાંતિ ન થાય તો કર્મબંધનને અવકાશ રહેતો નથી – કર્મ ખરી પડવાની – ભ્રાંતિઓ છેદાય જવાની શક્યતા રહે છે. ખરે જ દર્શન-જ્ઞાનની નિર્મળતા હૃદયમાં ભ્રાંતિ કે વ્યામોહ નિપજવા દેતી નથી. જીવે પોતાનું અનંત અદ્ભૂત સ્વરૂપે કાંઈ ગુમાવ્યું નથી – એનું સ્મરણ જ ગુમાવેલ છે. જ્ઞાનીઓ આ અનંત વિમળ સ્વરૂપનું ભાન કરાવી દે છે. પોતાને વિસરી અંધારે અટવાય ગએલ તે પોતાને યાદ કરી. પરમ પ્રકાશમાં જીવતો થઈ જાય છે. પુલથી ભિન્ન પોતાનું સુક્ષ્મ સ્વરૂપ સુપેઠે કળાવા મંડે તો એના વિચાર, વાણી, વર્તાવ આપોઆપ પલટાય રહે છે. અદશ્યની રુચિ જામતી જાય તેમ તેમ દશ્ય પદાર્થોની રુચિ ઓસરતી જાય છે. જીવ સહેજે અધ્યાત્મયોગી બનવા લાગે છે. પોતે રૂપી શરીર નથી પણ એમાં વસનારો સનાતનપુરુષ છે, એવું બ્રહ્મજ્ઞાન કાયાના મમત્વને ઓગાળી નાખે છે. પછી કાયા કેવળ એક ઉપકરણ બની જાય છે. મુક્તિનો પુરુષાર્થ ખેડવામાં કાયા અપ્રતિકૂળ થઈને આજ્ઞાંકિત દાસી જેવી બની જાય છે. ખરું પ્રતિક્રમણ તો એ છે કે પાપ પ્રારંભાતા પહેલા જ પરમવિવેકથી તેમ કરતા અટકી જવું. મૂળપણે પડિક્કમણું ભાડું, પાપ તણું વણ કરવું રે, શીધ્ર સ્વરૂપભાનમાં આવી સમાધિ સાધી, પાપની રતિથી વિરમી જવું – પાપકૃતિથી બચી જવું. એવું પાપ પુનઃ ન જ કરવાનો સુદઢ સંકલ્પ પ્રગટવો જોઈએ. પાપ કરતા રહેવાની ને પશ્વાતાપ પણ કરતા રહેવાની આદત પડી જાય તો શા કામનું ? એ પશ્વાતાપ સાચો નથી. પુનઃ પાપ કરવાની અભિલાષા જ ભીતરમાં ન બચે ત્યારે મૂળથી શુદ્ધિ કહેવાય. જે કર્મ થઈ ચૂક્યું તે તો થઈ ચૂક્યું એ હવે અણ થયું થવાનું નથી. પશ્વાતાપનો મૂળ ઉદ્દેશ એવું કરમ પુનઃ ન થાય એવી મક્કમતા અને નિર્મળતા પેદા કરવાનો છે. કથનાશય એ છે કે દોષ પ્રત્યેની અભિરૂચી જ બળી જવા પામે એમ થવું જોઈએ. Page #297 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮ સાધનાપથ અને આત્મજ્ઞાન પુનઃપુનઃ એ જ પાપ કરવાનું મન પણ રહ્યા કરે તો તો પાપ હાનિરૂપ ભાસ્યું જ નથી ને ? તો પશ્ચાતાપ કેવો ? મારા આત્માને આથી હાનિ પહોંચે છે એવું હૃદયવિદારી જ્ઞાન ન ઉગે ને એ હાનિથી આત્માને છોડાવવાની ઉત્કટ ઝંખના ન પ્રગટે તો પશ્વાતાપ સાચો નથી. સાચા સાધકમાં જરા ય દુરાગ્રહ હોતો નથી. ખોટી-નાહકની ખેંચાતાણી કરી જ ન શકે એવું પરમ સરળ એનું કેવું હોય છે. સાચી પણ વાત સામો ન જ સ્વીકારે તો પોતાના ઈયે અનુદ્ધગભાવ ધરી. કેવળ કરુણા ચિંતવે છે. ધૃણા નહીં પણ કરુણા'. -DOS : આત્મિક સુખનો પરિચયવાન અર્થાત પારખુ જીવ ઈન્દ્રિયસુખનો આશક હોય એ સંભવીત જ ક્યાંથી હોય? પશિની નારનો પ્રીતમ કોઈ જંગલની ભીલડીમાં આશિકી ઓછી જ દાખવે ? કદાચ મેઘનું જળ ન મળે તો ય ચાતક પક્ષી બીજું પાણી ન જ પીવે ને ? સાધનાપથમાં ઈન્દ્રિયસુખની રતિ નિસર્ગત કૃષ્ણપક્ષના ચંદ્રની માફક દૈનંદિન અલ્પ થતી જાય છે. એના આકર્ષણ અહર્નિશ ઓટની માફક ઓસરતા જાય છે. અતીન્દ્રિય સુખનો હજુ અંશતઃ અનુભવ છે પણ એ ય એવો ગહનાનંદકારક છે. સંગમાં રહેતા રહેતા આ જીવ એવો એમાં લપેટાય ગયો છે કે નિસંગદશાની નિરાળી મસ્તિ એને લગીર ભાનગત નથી. બાપડા જીવને વિભ્રાંતિ છે કે, નિસંગ થાઉ તો હું નિરાધાર થઈ નિરાશ નિરાશ બની રહું... પણ એ એની સરાસર ભ્રમણા છે. સંયોગ વડે હું સુખી – એના જેવી જીવની જાલિમ ભ્રમણા બીજી કોઈ નથી. પોતે અનંતસુખનો સાગર છે ને આત્મગત રીતે સહજ નિજાનંદ – નિમગ્ન રહી શકે છે, એ પરમતથ્ય એને જરા ય સુહતું કે સમજાતું નથી. એ જ મોટી વિડંબના છે. જેઓની પાસે ત્રિભુવનના સર્વશ્રેષ્ઠ સંયોગો હતા એ એને પરિહરીને જોગી થઈ ગયા... તો શું સંયોગ વિના રાંક અને દુઃખીત થઈ ગયા ? – કે બહારથી અકીચન હોવા છતાં ભીતરમાં અપરિમેય આત્મવૈભવ પામી પરિકૃતાર્થ થઈ ગયા? Page #298 -------------------------------------------------------------------------- ________________ સાધનાપથ અને આત્મજ્ઞાન ૨૮૯ ભિખારી હોય ને તુટેલું ભિક્ષાપાત્ર માત્ર હોય; પણ એના પરની થનગાઢ મુછના કારણે એ મહાપરિગ્રહી છે... અને... ભલે ચકવર્તી હોય પણ ભીતરથી વિરક્ત હોય; ભોગોપભોગ કે એના સાધનો પ્રતિ મૂછ ન હોય તો પરમાર્થથી એ અપરિગ્રહી છે. મોહાંધ જીવોને સાવ નાચીઝ જેવી વસ્તુ ખાતર પણ વિવાદને વિખવાદ કરતા જોઈએ છીએ ત્યારે થાય છે કે આ જગત પર મોહનું કેવું જાલિમ જોર છે? મોહ જીવોને આંધળોભીંત બનાવી ભટકાવી દે છે... શ્રેયપંથ ચૂકાવી ગુમરાહ બનાવી દે છે. મહિનો જવર તીવ્ર ચઢયો હોય એવા બાપડા જીવને અણમોલ એવો સત્સંગ પણ રુચતો નથી ! વૈરાગ્યની વાતો કે એવી વાત કરનાર પણ રુચતા નથી : સવાંચન-ચિંતનેય પાલવતું નથી. કાળાનુક્રમે મોહનવર મંદ પડ્યે જ વાત કાંક રાગે પડે છે. કાયાની માયાના ફાંસલામાંથી જીવ બહાર આવી જાય તો અતિ ઉગ્ર આત્મપુરુષાર્થ ચરવો પણ આસાન થઈ પડે છે. તન-મન સેવક જેવા બની, પરમઉદ્દેશની પૂર્તિમાં એ પુરકબળ જેવા બની રહે છે ને જીવ સાધનામાં એકતાન બની શકે છે. જીવની સાધના પરત્વે જે પરમાવગાઢ નિષ્ઠતા જોઈએ એ આજે મહદ્દપ્રાયઃ ક્યાંય કરતા ક્યાંય જેવા મળતી નથી ! જગતની તમામ મોહ કીડાઓ બલારૂપ ભાસે એવી પરમ અવગાઢ આત્મરતિ ક્યાંય જામેલી જોવા મળતી નથી ! જઈONS આત્માર્થી જીવે આત્મજ્ઞાન-ધ્યાન-મગ્નતા અર્થે પાત્ર થવા પાંચ મહાવ્રતો સહજ સ્વાભાવિક આચરણરૂપ બનાવી દેવા ઘટે છે. પાંચ મહાવ્રતોનું ઉત્કૃષ્ટ બહુમાન હેયે અવધારી... એના પરિપાલનમાં કોઈ વાતે ય કમી ન આવે એ જોવું ઘટે છે. અલબત, મહાવ્રતપાલન જેટલો જ મર્યાદિત મુનિધર્મ સમજી લેવા યોગ્ય પણ નથી. પરમાર્થથી મુનિધર્મ તો લયલીન એવી આત્મરમણતા એ જ છે. નિવૃત્તિયોગમાંથી પ્રવૃત્તિયોગમાં આવતા... એકપણ મહાવ્રત ખંડીત ન થાય તેની તકેદારી જરૂરી બને છે. Page #299 -------------------------------------------------------------------------- ________________ ૨૯૦ સાધનાપથ અને આત્મજ્ઞાન મુનિ મહધ્યાયઃ તો નિઃસંગી અને નિજાનંદમાં ખોવાયેલા હોય છે. નિજાનંદની હેલી ચઢી હોય ત્યારે મહાવ્રતાદિના વિકલ્પ પણ બાધારૂપ બને છે. કોઈપણ વિકલ્પ તે સમયે તો બાધારૂપ જ છે. પાછા સવિકલ્પદશામાં આવે ત્યારે વ્રતાદિ-વિકલ્પ હોય છે. જઈs સુક્ષ્મમાં સુક્ષ્મ જંતુ પણ લવલેશ પીડાય નહીં એવી ઉત્કૃષ્ટ કક્ષાની અહિંસા પાળતા હોવા છતાં અભવ્ય જીવને આત્મરમણતા કે એની રુચિ મુદ્દલ હોતી નથી. એથી તો એના ઉત્કૃષ્ટ એવા યમ-નિયમ પાલનની પણ જનમાર્ગમાં કિંમત અંકાતી નથી. આત્માનુભવ પામ્યા વિના મોહજ્વર મૂળથી નષ્ટ થતો નથી. બાકી મંદકષાયી તો જીવ અનંતઅનંત વેળા થયો છે. ભદ્રિક અને સરળ પરિણામી અનંતવાર થયો છે. મોહનો જડમૂળથી નાશ આત્માનુભવની સઘનતા સંવેદ્યા વિના સંભવ નથી. આંતરસુખનો અપૂર્વ પરિચય લાધતાની સાથે જ બીજા બાહ્યસુખોના બધા દુઃષણો આપોઆપ દષ્ટિગોચર થવા લાગે છે. બીડીનો બંધાણી એકાએક એનો પરિત્યાગ ન કરી શકે તો ય એને હાનિકર તો માને જ માને એમ બાહ્યસુખ તમામ હાનિકર ભાસે છે. સ્વભાવિક વૈરાગ્યની પ્રગાઢ પરિણતિ પેદા થઈ જાય પછી તો જીવને અંતર્બોધ પ્રતિપળ સહજ ઉદિત થતો રહેતો હોવાથી, એને ઉપદેશની જરૂરત જ રહે એવું ખાસ હોતું નથી. કારણ એવો પરિણત આત્મા પોતે પોતાને જ પ્રબોધ આપી ઘડતો જ રહેતો હોય છે. ચેતનાને ચોમેરથી બાંધી ચગદે તેનું નામ પરિગ્રહ. માનવી મનોમન ધન-વૈભવની ગણત્રી કર્યા કરી કેવો મલકાય છે કેવો હીજરાય છે... વળી નવું નવું મેળવવાની મંછામાં કેવો વ્યસ્ત-વ્યગ્ર રહે છે – એના પરથી – એ કેવો ગાઢ પરિગ્રહી છે એ નક્કી થાય છે. વર્તમાન ક્ષણે જ...જે કોઈ પરિસ્થિતિ છે એમાં કશાય ફેરફારની તમનાથી રહિત થઈ... જે પણ સ્થિતિ છે એના સહર્ષ સ્વીકારભાવમાં આવી... પરમ અવ્યાકુળદશામાં આવી... જીવને ખૂબ ખૂબ ઠારી દેવો... એનું નામ સંતોષ છે – એ પરમધર્મ છે. Page #300 -------------------------------------------------------------------------- ________________ સાધનાપથ અને આત્મજ્ઞાન ૨૯૧ કોઈપણ હાલતમાં... પરિવર્તન આણવાની પિપાસાથી પરિ મુક્ત થઈ હું ઊંડો ઊંડો અંતર્મુખ થઈ આત્મસ્થપણે જીવવા ચાહું છું. ફરતી સ્થિતિમાત્ર પ્રત્યે ઉદાસીન થઈ આત્મસ્થિતિને જ હું ત્રિકાળ એકસમાન જાળવી રાખવા માંગું છું... આ છે સંતોષી સાધકનો સંકલ્પ. જઈONS અહાહા.... કોઈપણ બાહ્યસ્થિતિથી ફેરફાર પામવાના અભરખામાંથી જીવ જો ઉગરી જવા પામે તો એ જીવનની કેટકેટલી આકૂળતાઓમાંથી ઉગરી શકે ? સાધના માટે અત્યાવશ્યક એવી ચિત્તપ્રસન્નતા – ચિત્તની હળવાશ એને કેવી સહેજે ઉપલબ્ધ બની રહે ? આ બહુ આગળની ભુમિકાના સાધકોની વાત છે. જે ક્ષણે સ્થિતિમાં ફેરફાર કરવાની તમામ તાલાવેલી શમી એ ક્ષણે જ સમાધિની ગહન છાયા અંતરમાં પથરાવા લાગે છે. કો..ઈ....ણ.. સ્થિતિનો હળવાશથી સ્વીકાર'- એ સમાધિનું મૂળસૂત્ર છે. આમોદ-પ્રમોદની હોય કે વિલાસની – ચાહે કોઈપણ સ્થિતિ હોય- એની સાથે ન ભળી જતા... બસ. સ્વભાવમાં જ ઠરી રહેવા મનને ખૂબખૂબ કેળવી દેવું જોઈએ. કોઈપણ સ્થિતિથી ભાવાવેગમાં આવી જવાની મનની ટેવ છે એ ટેવ કાઢી નાખવી ઘટે. ભાઈ : સ્થિતિ સામુ જૂઓ નહીં તમે અંદરમાં ઠરેલા રહો. મન વર્તમાન સ્થિતિથી નાસી જવા મથે કે તુર્ત જ એને વારીને અંતરમાં ઠારી દેવું જોઈએ, આદતવશ મન ભાગે કે ભગ્ન ન થઈ જાય એની સતત કાળજી રાખવી ઘટે. કોઈ અમુક સ્થિતિ સંભવશે ત્યારે હું સુખી થઈશ – આ નિતાંત ભ્રમણા જ છે. હે જીવ, હૃદયમાં દૃઢપણે આલેખી લે કે; કાં તું આ પળે જ સુખી છો અને કાં કોઈપણ સ્થિતિ આધ્યેય તું સુખી નહીં થઈ શકે. સુખ વસ્તુને સ્થિતિ સાથે ઝાઝો સંબંધ નથી. સદાય સ્થિતિ અંગે કચવાટ-કકળાટો કરીને... સદાય ઉપલબ્ધ સ્થિતિથી અવાંતર અન્ય સ્થિતિ વાંછી વાંછીને તો અનંતકાળ વિતાવ્યો રે કામેલી સ્થિતિ ય અનંતવાર મળી તોય, એ મળી ત્યારે એના વડે સ્થિર-શાંત કદી ન થયો; બસ સદાય બીજી સ્થિતિ જ વાંછી !! Page #301 -------------------------------------------------------------------------- ________________ ૨૯૨ સાધનાપથ અને આત્મજ્ઞાન જીવ આજે જે અવસ્થા વાંછે છે એ ભૂતકાળમાં એવી અવસ્થામાં અનંતવાર જઈ આવેલ છે... પણ તૃપ્ત થયો નથી ! સુખ શું કોઈ અવસ્થામાં હશે ? ના..ભાઈ..ના.. સુખ તો એથી પાર થઈ આત્મસ્થ થવામાં જ છે – બસ, એ સિવાય ત્રણકાળમાં સુખ લબ્ધ થનાર નથી. વિકારી મન નતનવી વાંછાઓ કર્યા કરે છે. આ વાંછાઓ જ પાપનું ને દુઃખનું મૂળ છે. સુખ તો વાંછા રહિત થવામાં છે. એકવેળા તમે સઘળી વાંછાને વિદાય આપી જૂઓઃ જૂઓ કે તત્કાળ કેવી ગહેરી સુખ-શાંતીની સરવાણીઓ એ પછી સંવેદાય છે. મૂળમાંથી વાંછા જશે તો મન તુર્ત જ નિર્વિકલ્પ સમાધિમાં પ્રવેશશે. આરંભકાળમાં તો અલબત મન છટકી છટકીને વારંવાર વાંછાઓના રવાડે ચઢી જશે, અનાદિનો એવો અભ્યાસ છે ને? પણ આખર વાંછા તુટતા, સમાધિનો દોર સહેજે સંધાતો જશે. સારું કે નરસું એ બધુ મન સાપેક્ષ છે. મનનો જ આત્મામાં લય થઈ જાય તો પછી શું સારું? – શું નઠારૂં?... એ પછી તો એક આત્મા સિવાય દુનિયાના તમામ વિષયો પ્રતિ એવી પ્રગાઢ ઉદાસીનતા ઉદ્દભવે છે કે સારા-નરસાના ભેદ જેવું ખાસ કંઈ રહેતું નથી. યોગના ચરમ શિખરે પહોંચી પરમ ચેતન્યાનંદ અનુભવવો હોય તો અમન દશામાં આવ્યા વિના મનનો આત્મામાં પૂર્ણ લય કર્યા વિના – છૂટકો નથી, કારણ બધો શોરબકોર ને ઉત્પાત મનનો જ છે. એનો લય થતાં જ અનિર્વચનીય શાંતિ પ્રગટે છે. મન વગર તૃષ્ણા ન જીવી શકે ને તૃષ્ણા વગર મન ન જીવી શકે. તૃષ્ણા ઉપશાંત કરો તો મન આપોઆપ ઉપશાંત થઈ રહે છે. મારે કશું જ જોઈતું નથી.' – એવો આત્મનાદ ગુંજી ઉઠે તો મનને ઉપશાંત થઈ.. આત્મામાં ભળી જવા સિવાય ઉપાય રહે નહીં. વિષાદપૂર્ણ ચિત્તસ્થિતિ હોય તો હોય..., હું એ ચિત્તસ્થિતિનો કેવળ જાણનાર છું વેદનાર નહીં. વિષાદભાવનો ય મને ઈન્કાર નથી. હું એને ય પૂરી પ્રસન્નતાથી સ્વીકારી લઊં છું. હું સ્થિતિનો જાણનાર છું પલટાવનાર નહીં આ ભાવ રહે તો સ્થિતિ શીધ્ર સુધરી શકે છે. Page #302 -------------------------------------------------------------------------- ________________ સાધનાપથ અને આત્મજ્ઞાન ૨૯૩ સ્થિતિના સપ્રેમ સ્વીકારથી સમત્વ ખીલે છેઃ જીવ ઠરેલો રહે છે... ઈન્કાર કરતા જે ઉત્તેજના ને ઉદ્વેગ પેદા થાય છે તે સ્વીકાર આવતા શાંત થઈ જાય છે. ક્યારેક સુખ હોય તો ક્યારેક ઉદાસી પણ હોય – જે હો તે – હું તો એનો માત્ર જ્ઞાતા છું. – જ્ઞાતા જ રહીશ. T હવે મને કોઈ અવસ્થાની ઈતરાજી નથી. ખૂબીની વાત છે કે એવો સુક્ષ્મદ્વેષનો – અરુચિનો ભાવ મનમાંથી કાઢી નાખ્યો ત્યારથી વિષાદ પણ વ્હાલો લાગે છે – અર્થપૂર્ણ લાગે છે.આત્માના અતળમાં ઉતરવામાં વિષાદ કાંઈ બાધારૂપ નથી પણ અપેક્ષાએ સાધક છે. કુદરતી, અકળ રીતે જે કાંઈ – પ્રસન્નતા કે પીડા-ઊપજી આવે છે એ ખરે જ રહસ્યપૂર્ણ હોય; ફૂદરતે બક્ષેલી કોઈપણ સ્થિતિ અંતઃકરણના અહોભાવથી સ્વીકાર્ય જ લેખવી... અને પ્રચૂર પ્રશમરસમાં ડૂબ્યા રહેવું – એ તો જીવન જીવવાની ઉત્કૃષ્ટ કળા છે. 718 લોકો, ખરે જ કહીએ તો જીવતા જ નથી... ખરેખાત જીવન તો છે જીવનના તમામ રંગોના હ્રદયભેર સ્વીકારમાં... જીવનદેવતા જ્યારે પણ જે ઉપહાર આપે એનો ઉપકૃતભાવે સાભાર સ્વીકાર કરી, ‘સમત્વ’ અખંડપણે જાળવી રાખવું એનું નામ જી. . વ..ન.. છે. 70 `મારે કંઈ જ જોઈતું નથી' – જે પણ છે એનાથી મને ૫૨મ સંતોષ છે – એમ સમજી તું ઈચ્છામાત્રનો મૂળથી વિલય કરી નાખઃ તો તું આ પળે જ પરમયોગી છો. બાકી ન જ પામવો હોય તો તો તું ચક્રવર્તીય એશ્વર્ય પામીને પણ સંતોષ પામી શકનાર નથી. ©Þ ભાઈ ! આપણને જે પાત્ર પર રોષ ઉદ્ભવતો હોય – તો બહુ ગહન ગવેષણા કરતા – એ પાત્ર... ક્રોધનું ભાજન છે કે કરુણા નું ? – એ સ્પષ્ટ કળાય આવે છે. જગતના આત્મભાન રહિત ને અસ્વસ્થ ચિત્તવાન જીવો ખરેખર ખોફના નહીં પણ ગહેરી કરૂરુણાના જ ભાજન છે. 70Þ વાત મુદ્દાની એ છે કે આપણા ક્રોધનું કેમે ય કરીને ગહેરી કરુણામાં રૂપાંતર થઈ જવું ઘટે. માનવ જો માનવની વિક્ષિપ્ત સ્થિતિને ખૂબ સમજે... એવી વિક્ષિપ્ત મનોદશાના કારણે એના જીવનની થતી વિડંબનાને સમજે... તો ક્રોધનું સહજતયા કરુણામાં રૂપાંતરણ સંભવે છે. Page #303 -------------------------------------------------------------------------- ________________ ૨૯૪ સાધનાપથ અને આત્મજ્ઞાન બીચારા જગતના જીવો... એટલા બધા વ્યગ્ર છે અને વિષમ મનોસ્થિતિ ધરાવનાર છે કે એમના ચાહે તેવા ચિત્રવિચિત્ર વાણી-વર્તાવનો કોઈ ધડો લેવા જેવો જ નથી. કારણ, આત્મભાનવિહોણા તેઓ શું કરી રહ્યા છે એનું કોઈ સમુજ્જવલ ભાન તેઓને નથી. આ દુનિયામાં વિશાળહૃદયથી ઘણું બધુ દરગુજર કરી જવા જેવું છે. દુનિયા છેઃ ભાઈ, દુનિયા તો દો. રંગી છેઃ ઘડી ઘડીમાં એ રંગ બદલનારી છે. દુનિયા તો ભાઈ એમ જ ચાલવાની – એ સદાય દિવાની જ રહેવાની. માટે ક્ષમાવંત બની સૌને દરગુજર કરવા. # નહીં, કરુણા.” અતુટ મસ્તીથી જીવવાનું આ પરમસૂત્ર છે. ધૃણા નહીં કરુણા', કોઈનીય અનૌચિત્યભરી વર્તના જૂઓ તો ધૃણા ન કરો પણ ભીની કરુણા ચિંતવો. કોઈને પણ દેખી હૃદય આદરરહીત બનાવો નહીં: સોને આત્મવત્ આદર આપો. નાના મોટા તમામ માણસોને એકસમાન આદર આપી જાણો. ખરૂં સમજો તો કોઈનેય નાનો ન જોતા. પ્રત્યેકમાં પરમેશ્વર નિહાળી રહો. તમારી જાતને કોઈનાથી મહાન પણ ન માનો ને હીન પણ ન માનો - દરેકમા ચૈતન્યજ્યોત તો સમાન જ છે ને? પ્રેમાળ જનની જેમ પોતાના મેલાઘેલા-ગંદા-ગોબરા બાળ પ્રતિ પણ પવિત્રહયાનું પૂર્ણ વાત્સલ્ય દાખવી રહે એમ જીવમાત્ર પ્રતિ પુનિતહૃદયની વાત્સલ્યધારા વહાવો. કોઈને નોકર ન સમજો પણ આત્મતુલ્ય જાણી સૌહાર્દભાવે વર્તન કરો. કોઈ કરતા કોઈનો પણ અંતરાત્મા કોઈ પ્રકારે ય પોતાથી લેશ ફલેશ ન પામે એવી જીવંત તકેદારી રાખવી ઘટે. જો કે આત્માનુભવ ખીલેલ હોય એવા સાધકને તો આ તકેદારી રાખવીનથી પડતી: સહેજે રહેતી હોય છે. જીવમાત્રને એ આત્મવતું ચાહે છે. કિન્નાખોરી અર્થાતુ બદલો લેવાની ભાવના, અહંકાર ઘવાવાથી પેદા થાય છે. જીવ એવો તીવ્ર મિથ્યાભિમાની છે કે વાતવાતમાં એનો અહં ઘવાય જાય છે. અહના કારણે પોતાનું જ ધાર્યું કરાવવાની મુરાદ પ્રગટે ને એ બર ન આવતા બદલો લેવા વૃત્તિ થાય છે. Page #304 -------------------------------------------------------------------------- ________________ સાધનાપથ અને આત્મજ્ઞાન ક્ષમાશીલ વ્યક્તિએ કોઈની ગેરવર્તણુકનો પ્રતિભાવ દાખવવા તત્પર ન બનવું જોઈએ. એણે ખમી ખાતા શીખવું જોઈએ... ઉત્તમ ક્ષમાદિ ગુણો પોતામાં કેટલા ખીલ્યા છે એની કસોટી અહિ થાય છે. ક્ષમા સમાચરવા વીર-ધીર-ગંભીર ને ઉદાર થવું ઘટે છે. ૨૯૫ 70× નિર્વાણ પામવાનો પંથ ઘણો અગમ છે... એની ગમ... એવા સમર્થ જ્ઞાનીપુરુષના સમાગમે જ પામી શકાય છે. ઘણો સુક્ષ્મ ઉપયોગ ને ઝીણવટભર્યું અવલોકન ન હોય તો છૂટવા જતા ય બંધાય જવાય છે. જેનો અનુરાગ છોડવાનો છે એનો અનુરાગ વધી જવા પામે છે. 70T વૃત્તિઓ ક્યાંય કોઈ અન્યભાવોમાં ન વહે અને કેન્દ્રિત થઈ આત્મભાવમાં જ રહે એને પરમાર્થથી સંયમ કહેલ છે. વૃત્તિઓને બહાર જવાપણું જેમ બને તેમ અલ્પમાં અલ્પ રહે એ હેતુથી પરિગ્રહ અને એને લગતી પળોજણ પણ જેમ બને તેમ સંક્ષેપ કરવી. 70 બહારથી પરિગ્રહ ઘણો અલ્પ કરવા છતાં... જો એ પ્રતિની મૂર્છા અર્થાત આસક્તિ અલ્પ થઈ નથી: મન તો સીમિત પરિગ્રહમાં પણ અટવાયેલું જ રહે છે – ને એ કારણથી આત્મભાવમાં લક્ષ લાગતું નથી – તો પરિગ્રહ પરિસીમિત કર્યાનું પ્રયોજન શું સર્યુ ? 70TM બહારનો પથારો જ જેને પ્રિય લાગે છે ને એવો પથારો જે વધારતો જ જાય છે એ ખરા અર્થમાં આત્માર્થી નથી. સાધક તો સઘળા બાહ્ય વ્યવહારો ખૂબ સીમિત કરવામાં માને છે. સીમિત પણ ઉપાધિ એને ગોઠતી નથી. – બલ્કે ખટકે છે. 70 આત્મરમણતા એવી અત્યુગ્ર જામે કે ઈચ્છા ઉત્પન્ન થઈ શકે એવી મનોદશા જ ન રહે એવી સહજ ઉદાસીનતા હ્રદયમાં પથરાય જાય... બસ... બરફની પાટમાં જેમ પાણી જામી ગયું હોય એમ સમગ્ર ચેતના સ્વાત્મામાં જ જામજામ થઈ ચૂકી હોય. 70× જીંદગીને માણવી હોય તો ભલે પણ..., આટલું તો અવશ્ય કરો કે; કોઈ ભાવથી ચોંટી ન રહો – કોઈ ભાવાનુભૂતિને પકડી-જકડી રાખવા પ્રયાસ ન કરોઃ જે પળે જે પણ માણવા મળે એને જ મનભેર માણો. છતાં એનો વિયોગ નિશ્ચિત છે એટલું તો ભૂલો નહીં. Page #305 -------------------------------------------------------------------------- ________________ ૨૯૬ સાધનાપથ અને આત્મજ્ઞાન સાકર પરની માખી એની મીઠાશ મનભર માણે ખરી પણ એ ચોંટી જવાની નથી: મન થશે કે તત્કાળ ઉડી જવાની છે. એમ ક્યાંય અંધાનુરાગથી ઝાઝુ ચોંટી ન જાવ. વખત આવ્યે સહજભાવે છોડીને અન્યત્ર ઉડી શકાય એવી ગુંજાશ રાખો. 70 આધાર તો એકમાત્ર આત્માનંદનો જ કેળવી જાણો. જે સદાય, અનંતકાળ તમારી સાથે ને સાથે જ રહી શકે. જે કાલે છોડવું જ પડે એવા અનિત્ય સંયોગો પર આધારબુદ્ધિ રાખવામાં કોઈ શાણપણ નથી. માટે સ્વભાવાનંદથી જ મસ્ત મસ્ત રહો. 70 કોઈપણ કાર્ય કરવાની ખોટી અધીરાઈ ન હોવી ઘટે. આવી અધીરાઈ એ કર્તાભાવની અવગાઢતા જ સૂચવે છે. કરૂકરૂનો આવો વધુ પડતો લગવાડ ખૂબ હાનિકર છે. આથી સહજતા – સ્વભાવિકતા – સ્વસ્થતા ન રહેતા કાર્ય પણ બગડે છે. 70 અંદરથી કર્તાભાવની ચટપટી ઉપડતી હોય તો ધૈર્ય કે ગાંભીર્ય રહેતા નથી. એથી આવશ્યક વિવેકવિચારણા થવી પણ સંભવતી નથી. કરૂકરૂ – ની ઉત્તેજનાથી શ્વાસની ગતિ અનિયમિત થાય છે. લોહીનું દબાણ પણ અસ્તવ્યસ્ત થઈ જાય છે. ભાઈ...! કોઈપણ કાર્ય તો એના નિયમાનુસાર જ થાય છે. કાર્ય થવા કે ન થવામાં અનેક અનેક પરિબળો કામ કરે છે. લાગણીમાં તણાયને, પરાણે કોઈ કાર્ય ઉભું કરવા જતા કંઈ કામ તો બની જતું નથી પણ પોતાને નુકશાન નિયમથી થાય છે. 0 માટે ‘સહજતા’ રાખવી... સહજભાવે ઉચિત ઉદ્યમ કરવો પણ વધુ પડતી એવી આશાની ઉત્તેજનામાં તણાવું નહીં કે કાલ હતાશ થવું પડે. ભાઈ, બહારમાં કંઈ જીવનું રાજ ચાલતું નથી. હા, સ્વભાવરમણતાનું કાર્ય જીવને સ્વાધીન જરૂર છે. 73 પોતાની ધારણા મુજબ ચાલે એવી વિશ્વવ્યવસ્થા નથી. તીર્થકર જેવા પુર્ણપુરુષોનું પણ ધાર્યુ થયું નથી એમની અમિતભવ્ય ભાવનાઓ અનુસાર વિશ્વનું તંત્ર ચાલ્યું નથી. હાં, જીવ પરિપૂર્ણ સફળ થઈ શકે છેઃ- સ્વાત્માનું પૂર્ણ શ્રેયઃ સાધવામાં Page #306 -------------------------------------------------------------------------- ________________ સાધનાપથ અને આત્મજ્ઞાન ૨૯૭ = અનુભવી પ્રબુદ્ધપુરુષોએ જીવને એકતાનથી આત્મહિતપ્રવણ બની રહેવાનો પ્રબોધ કરેલ છે. પ્રથમમાં પ્રથમ – વિશ્વકરુણાના બદલે – એકતાનપણે આત્મયની જ ઘનગાઢ સાધનામાં ડૂબી જવા જ્ઞાનીઓ ઊંડો પોકાર કરે છે. જ્ઞાનીની આજ્ઞા મતભેદોથી ઉદાસીન અને મધ્યસ્થ રહેવાની છે. સ્વપરનું શ્રેય જ અગ્રીમ રાખવું. સ્વ કે પર કોઈને ય લાભ ન થાય એવી ખેંચતાણી કરવાનો શું અર્થ? સારી અને સાચી પણ વાત આગ્રહ કે તંતમાં જાય ત્યારે ઉલ્ટી અરુચિકર બની જાય છે. અહાહા.વિરાટું વ્યતીતકાળમાં... આ જીવે કલ્પનાતીત અશાતાઓ ભોગવી છે. આજે શાતામાં પડેલ છે એટલે ભૂલી જાય છે કે આત્મહિત ન સાધ્યું તો એવી એવી અશાતાઓમાં પુનઃ પટકાવું પડશે કે જેનું કલ્પનાચિત્ર પણ કાળજું કંપાવે એવું છે. ©©e ભા...ઈ...આ મનુષ્યજન્મ એવો અદ્દભૂત છે કે જો આત્મા સાવધ ને સજાગ બને તો અનંતકાળના દુઃખ-દર્દ-દુર્ભાગ્યથી ઉગરી જઈ..., ભાવી અનંતકાળ પરમાનંદનો ભોક્તા બની શકે છે. માટે આ વિલાસનો નહીં પણ વિવેક જગાવી તરવાનો સમય છે. DONS ભાઈ ! ગુમાન ન કરીશ હ... મોટા મોટા પૂર્વધર જેવા મહાજ્ઞાનીઓ પણ છેક એકેન્દ્રિય દશામાં સબડતા થઈ ગયા છે, અનંતકાળપર્યત... મહાતપસ્વીઓની પણ એવી સ્થિતિ થઈ છે. માટે મારી એવી હીનદશા નહીં થાય એવા ગર્વમાં બિલકુલ રહેવા જેવું નથી. જDAS પીડા દેહને થાય ત્યારે પીડા “મને થાય છે – “મને વેદાય છે – એ ખ્યાલ તત્વતઃ સરિયામ ખોટો છે. અલબતું, આત્માને પીડા જણાય છે ખરીઃ દેહ કે મન પીડાય રહ્યા છે એવું જ્ઞાન જરૂર થાય છે. પણ જાણનાર તો જાણનાર’ રહે છે – જાણનાર પોતે જરાય પીડાતો નથી. રૌરવનર્કના હાહાકાર વર્તાવતા અસીમ દુઃખો મધ્યેય – જેના અંતરમાં પૂર્વસંસ્કારવશ સમ્યજ્ઞાનનો ઉદય થાય છે એ તો પોતાને જાણનાર જ માને છે – વેદનાર નહીં. અર્થાત કરપીણ દુ:ખો એને વેદાતા નથી: કેવળ, જ્ઞાનમાં જણાય છે. ખૂબ ગહનવાત છે આ. Page #307 -------------------------------------------------------------------------- ________________ ૨૯૮ સાધનાપથ અને આત્મજ્ઞાન હાડાહયાનું પ્રતદાન ઝીલીને... સામેથી પોતે પણ એવી જ હેત-પીતની હેલીઓ વરસાવી જાણે એવા સુજનસાથી આ નગૂરાં સંસારમાં બહુધા સાંપડતા નથી. તોય એવા અનેક જીવનસાથી જેને સાંપડેલા એવા પુણ્યશ્લોકપુરુષો, નિસંગ થઈ નિજાહિતમગ્ન કેમ થયા હશે ? એવી કોઈ સુપાત્રતા કે સંનિષ્ઠતા નિહાળ્યા વિના જ મોહાંધપણે જનમજનમના સાથના સ્વપ્ના જોનાર... સાચી મજા ઝંખી રહ્યા છે કે માઠી સજા ઝંખી રહ્યા છે એ ગહન કોયડો છે. મોહમૂઢ જીવો ગગનચુંબી ઈમારત ચણવા મથે છે – પાયામાં ગારો ભરી ભરીને !!! વિમોહવશ જીવ મૂઢ બને છે અને પોતે જઈ રહ્યો છે એ માર્ગ નિર્ભય-નિ:શંક છે કે કેવા કેવા આત્મઘાતી ખતરાઓથી ભરેલો છે એ તલાસવું ચૂકી જાય છે. બિલાડી માત્ર દૂધને જ દેખી લટુ થાય ને ડંડો ઉગામી ઉભેલ શખ્સને જૂએ નહીં એવી જીવની દશા છે. મોહવશ જીવ તલાભ પામવા ધસે છે ને હૃદયધન લૂંટાવી લ્હાય બળે છે... આ દુનિયા લેભાગુ ને લુંટારી ન હોત, નેક, ન્યાયી ને પ્રીતિવંત હોત.., આદાન પ્રદાનનું સમ્યગુ સંતુલન જાળવનારી હોત... તો ભરથરી જેવા ભવત્યાગ કરી ઓછા જ નીસરી જાત ? ગુરૂ લુટારૂ અને શિષ્ય લેભાગુ... એવો ઘાટ ધર્મજગતમાં ય ઠેકાણે ઠેકાણે જોવા મળે છે ! તો સંસારીઓના સમાગમમાં તો એવો ઘાટ જોવા મળે એની શી નવાઈ ? પણ જ્યાં સુધી જીવ ઘણી ઠોકરો ન ખાય ત્યાં સુધી સંસારનું દંભીસ્વરૂપ એના ખાસ લક્ષમાં આવતું નથી. 70 જ્ઞાની પુરુષો સંસારીઓની પ્રીતને પારધીએ બીછાવેલી જાળની ઉપમા આપે છે. કદાચ આ અતીશયોક્તિ લાગે – વાત કડવી પણ લાગે – પણ વાતમાં વાસ્તવ તથ્ય છે એ કબુલવું જ રહ્યું... લુંટાયા - કૂટાયા પછી પણ બ્રહ્મજ્ઞાન ન લાવે એવા આપણે સત્ય શું સમજીશું? મતલબી સંસાર મોટેભાગે – સ્વાર્થની બ્ર' થી ભરેલું – કૂડું હેત દાખવે છે. ગરજવાનને અક્કલ ન હોય એમ જીવ બેબૂધપણે એને જ રૂડું માની બેસે છે. કરુણતાની પરાકાષ્ટા તો એ છે કે નિષ્કામ હિતસ્વી એવા કોઈ જ્ઞાની પુરુષને ય જીવ પિછાણી શકતો નથી. Page #308 -------------------------------------------------------------------------- ________________ સાધનાપથ અને આત્મજ્ઞાન ૨૯૯ જ્ઞાનીઓ ગમે તેટલું પોકારે... વિનવી વિનવીને ચેતવે... પણ જીવનું હોનહાર જ એવું છે કે જીવ સંસારનું સાચું સ્વરૂપ દેખવા-પેખવા ઉદ્યમવંત જ થતો નથી. ઠોકરો ખાયખાયને પણ એનામાં ઠરેલપણું કે સ્વહિતની સાચી દરકાર ઉગતી નથી ત્યાં શું થાય ? હે ઉતપ્ત ચેતના પહેલા તું એકવાર ટાઢી પડી જા... શાત્ત અને સૌમ્ય થઈ જા... પછી તું જે માંગીશ તે હું આપીશ પણ એકવાર તું ઉપશાંત થઈ જા. તારો ઉકળાટ, તારી મિથ્યા ઉત્તેજના તું શમાવ... તને ખરેખર શેનો ખપ છે એ તું નહીં હું જાણું છું. માનવીનું મન. અગણિત કલ્પનાઓ એવી કરે છે કે જેને કોઈ ધરોહર જ હોતી નથી. અર્થાત્ એ બેબુનિયાદ જ હોય છે. કલ્પના મનમાં જે આવેશ અને આવેગ પેદા કરે છે એનાથી માનવીનું બહુભાગ બંધન ઘડાય છે. મુક્તિના અભિલાષી જીવો પણ...! જીવનવિષે. આમ હોત તો ઠીક” – અથવા – ‘અમુક સમયે મેં આમ કર્યું હોત તો ઠીક હતું – એવા બધા વિકલ્પો વ્યર્થ છે. જે કાળે જે બનવાનું હતું તે જ બનેલ છે. સમજો તો જે કંઈ થાય છે એ ભલા માટે જ હોય છે. ભલા બુરાનો તોડ પાડવા આપણે કંઈ સમર્થ નથી. પ્રભુ, મારી પાસે એવી કોઈ મેઘાવી શક્તિ નથી યા એવી કોઈ ગહન અંતર્ઝ નથી કે હું જીવનમાં પગલે પગલે યથાર્થ નિર્ણય કરી શકું ને સમુચિત વર્તાવ દાખવી શકું. હું બુદ્ધિને બહુ કસી ય જાણતો નથી કે એવી કોઈ વ્યાપક ઊડી વિચારણા ય નથી. પ્રભુ, તને રીઝવતા મને લગીર નથી આવડતું- હું શું કરું? તે અંતર્યામિ તું કઈ રીતે રીઝે એનીય મને સુધ બુધ નથી. તારા પ્રસાદ વિના મારે ઝૂરી મરવું જોઈએ પણ એવી કોઈ સૂરણાય મારામાં નથી. માત્ર તારા પ્રસાદ વિના ઉજ્જડ જીવન જીવું છું ઘણા લોકો સ્વાર્થમાં જ એવા ચકચૂર છે કે પરના હિતની એમને કોઈ પરવા જ નથી ! તો ઘણા પરોપકારમાં એવા ચકચૂર છે કે સ્વહિતની સરિયામ ઉપેક્ષા દાખવી રહ્યા છે. ખરેખર તો સંતુલન રહેવું જોઈએ સમસ્ત જીવોના અને સ્વના સાચા હિતનું. Page #309 -------------------------------------------------------------------------- ________________ ૩૦૦ સાધનાપથ અને આત્મજ્ઞાન મારો જ ભૂતકાળ યાદ કરું છું તો થાય છે કે પરહિતની ગાંડીતૂર લગન હતી. વર્ષોપર્વત કેવી બેમર્યાદ આ લગન હતી તે વર્ણવી નહીં શકું. સ્વહિતની પારાવાર ઉપેક્ષા વર્તતી હતી. ઉર્જાનો નિસિમ વ્યય... ખરૂં સ્વપરહિત શામાં છે એની યથાર્થ ગમ ન હતી. નિર્દોષપણે સુગાઢ સ્વહિત સાધવું એ ખોટું ઓછું જ છે ? અનાદિના ભટકેલા ભ્રાંતિગ્રસ્ત આત્માની તો અસીમ દયા ઊપજવી જોઈએ. જેને અનંતકાળથી બેહાલ ભટકતા પોતાના આત્માની અનુકંપા નથી અને અન્ય આત્માઓની એવી અનુકંપા..... અહો...! જીવોના સ્વાત્સહિતના જ હજુ કોઈ ઠેકાણા નથી હોતા ને પરનું હિત સાધવા ગાંડા-ઉત્સુક થઈ જાય છે ! ભીષણ ભાવાવેગ હોય છે – ભટકી ગએલ જગતને માર્ગે લાવવાનો. રે. પોતે કેટલો રાંક અને અસમર્થ છે એ પણ નહીં જોવાનું? જ્ઞાનીઓ કહે છે કે જે નિર્ગુણી હજુ પોતે જ કરેલ નથી એ પરને શું ખાખ તારશે ? પોતે હજુ પારાવાર ભ્રાંતિમાં ગળકાં ખાય છે – નિભ્રત્તિ દર્શન સાધ્યું નથી, અને અસ્તિત્વની અગાધ ગહેરાઈઓ ખેડી નથી. એવા કોઈ સદ્ગુરુ પણ ખોજ્યા નથી. જીવનના પૂર્વાર્ધમાં મેંય પરહિતના પ્રચન્ટ ભાવાવેગ નિરંતર સેવ્યા છે. પછી શુરુથી સમજાયું કે આ તો જાલિમ નુકશાનીનો વ્યાપાર છે. દરિદ્રિ દાનવીર થવા નીકળે એવી પામર ચેષ્ટા છે. ને મેં સ્વહિત બાજુ મહામહેનતે લક્ષ વાળ્યું. પ્રબળ આત્મલક્ષી બનીને જે ‘આત્માનુભવ' ગાઢપણે અનુભવતા નથી એનો મોહ નષ્ટ થતો નથી મુખથી વૈરાગ્ય કથે ને અંતરથી મોહ ન છૂટેલ હોય એવા જીવ જ્ઞાનીઓનો અને નિજાત્માનો દ્રોહ જ કરે છે. પ્રથમ સ્વયં નિર્મોહી બનવું ઘટે. અત્યંત નિમનિભાવે કહેવું છે કે મેં જે આનંદ જાણેલ-માણેલ છે એ અવર્ણનીય છે નિજહિતની તીવ્ર લગન મારામાં શ્રીગુરુએ પેટાવી. એથી અપૂર્વ આત્માનંદ માણવા મળ્યો. ખરે જ નિજહિત કોઈએ પણ ગૌણ કરવું યા ચૂકવું ઘટે નહીં. Page #310 -------------------------------------------------------------------------- ________________ સાધનાપથ અને આત્મજ્ઞાન ૩૦૧ સાધુઓને શ્રી જિનની દઢ આજ્ઞા છે કે વધુને વધુ સ્વહિતની ધારામાં જ ડૂળ્યા રહેવું. અસ્તિત્વના મહાસાગરમાં નિમજ્જન કરવું ને તદર્થ તમામ અન્ય પ્રવૃત્તિની ઉપેક્ષા કરવી. નિજાનંદમાં નિમગ્ન રહેવાતું હોય તો બાકી બધું વિસારી દેવું. સાધકે પરપ્રવૃત્તિનો રસ જેટલો બને તેટલો ઘટાડી નાખવા જેવો છે. સ્વહિતકાર્યમાં નિમગ્ન થઈ શકાય એટલા વધુ ને વધુ થઈને એનો જ પ્રગાઢ રસ કેળવવા જેવો છે. અહાહા... સાચો સાધક કેટલો પ્રગાઢ રસથી નિજહિત નિમગ્ન થઈ ચૂકેલ હોય છે ! હે સ્વપરહિત સાધક ભવ્યાત્મા ! વિશ્વ કલ્યાણની તારી મહેચ્છાની ભીતરમાં ઊંડે ઊંડે રાજ શું છે? તલાસ કર કે ઊંડે ઊંડે ય ક્યાંય વિશ્વશ્રેષ્ઠ થવાની અહપ્રેરીત મુરાદ તો નથી ને ? તું ગહેરાઈથી અંતરતલાસ કરજે કે તારી મહેચ્છાની ભીતરમાં શું છે? હે આત્માર્થી મુમુક્ષુ ! તારા અંતરતમમાં ગર્ભીતપણે પણ બીજા બધા કરતા શ્રેષ્ઠ થવાની મુરાદ રહી હોય તો તું એનું પરિશોધન ને નિવર્તન કરી દેજે. કારણકે સર્વ આત્મામાં પુર્ણતઃ સમદષ્ટિ ખીલ્યા વિના તારી સાધના પુર્ણતાને પામી શકશે નહીં. પોતાનામાં પણ ઘણી કમજોરીઓ ને ઘણાં વિપર્યાસો યદ્યપી મોજુદ છે એવું સચોટ ભાન સાધકને ગર્વથી ઉન્મત થતા બચાવે છે. આત્મનિરિક્ષણ કરતા જ રહેનારને ઉપર્યુક્ત ભાન જવલંતપણે રહે છે. એથી એ કોઈથી પોતાને ઉંચો મનાવવા ઉત્સુક જ નથી. જDOS આ પણ ખૂબ જ સાચું છે કે – જેના ગુપ્ત મનમાં બીજાથી પોતાને ઊંચો બનાવવાની મંછા હશે એ અતડો થશે ને ઉલ્ટો બધાથી અવગણના પામશે. એ કોઈથી આત્મિયતા સાધી નહીં શકે. વળી ન ભૂલો કે... બીજાની મહત્તા સાંખવા આ દુનિયા કદી તૈયાર નથી. જેને અહંપણુ છે એને જ અન્યનું અપમાન લાગે છે. જેને હુંપણું નથી એને તો માનાપમાનના કોઈ ખ્યાલ જ નથી. એથી અપમાન જેવું કશું એને ખાસ ભાસતુય સુદ્ધાં નથી. બીજાના અપમાનજનક વર્તાવથી એને હૈયામાં કંઈ ચોંટ લાગતી જ નથી. Page #311 -------------------------------------------------------------------------- ________________ ૩૦૨ સાધનાપથ અને આત્મજ્ઞાન આપણા આત્મગત પુરુષાર્થની એટલી કમી છે કે કોઈ વૃત્તિ વા પ્રવૃત્તિ આપણને ખોટી ભાસે તો પણ તત્કાળ એનો પરિત્યાગ કરી શકતા નથી અને કોઈ પ્રવૃત્તિ પરમહિતકર ભાસે તોય તત્કાળ એને અપનાવી કે આચારાન્વિત કરી શકતા નથી. છે સજજન પુરુષ ! તું કોઈ અન્યની ફીકર શા સારું કરે છો ? મનમાં પણ બીજાને સારા કે નઠારા ઠેરવી – સાચા કે ખોટા ઠેરવી – તારે શું કામ છે ? તો શા માટે કોઈને સર્ટીફીકેટો આપવા ? બીજાઓનું બીજા જાણે.. તું આત્માનું જ સંભાળી રહેને... ભાઈ ! તું સજ્જન હો તો ખૂબ સારી વાત છે... પણ તારી સુજનતાના પ્રતિભાવરૂપે બીજાએ પણ એવી સુજનતા દાખવવી જોઈએ જ એવો તારો આગ્રહ મિથ્યા છે. એ આગ્રહ તારા ચિત્તમાં દ્વેષ અને ક્લેશ ઊપજાવશે... એથી સ્વપર ઉભયને વધુ નુકશાન સંભવશે. મહાનુભાવ! જો તમે તમારા હુંકારને હઠાવી શકશો તો કાળાનુક્રમે સર્વ સદ્ગુણો તમે સંપાદિત કરી શકશો, એમાં કોઈ જ સંદેહ નથી. સ્વપર શ્રેયના વિમળભવ્ય પંથમાં હુંકાર જ મોટામાં મોટી બાધા છે. ‘હું કાંઈ જ નથી. એવું ઉજાસમયી ભાન પ્રગટવું ઘટે. 05 ઊંડામાં ડું અંતઃકરણ શું કહે છે એ સુણવા સાધકે ગહેરૂં અંતર્લક્ષ કરવું ઘટે. ઊડુ અંત:કરણ નાસંમત હોય એવી વૃત્તિ-પ્રવૃત્તિ પ્રત્યેથી રુચિ પાછી વાળી દેવી ઘટે. ઊંડામાં ઊડું અંતઃકરણ એટલે શું? એને તથા એના અવાજને પરખવો ઘટે. રે. જગત આખુંય બિચારૂં આત્મભાનરહિતપણે બેભાન હાલતમાં જીવતું હોય ત્યાં કોઈનાય ઉચિત-અનુચિત વર્તાવના લેખા-જોખા શું કરવા ઘટે? આથી સાધક ધર્માત્મા તો અન્ય સર્વ આત્માઓના આચરણ તમામને ખૂબ હળવાશથી જ લે છે. ઇચ્છવા છતાંય, બધા જીવોને ધાર્યા સંતોષ આપી શકાય એવી જગતસ્થિતિ જ નથી. અલબત પોતે સામાં જીવને ધાર્યો મહત્તમ સંતોષ આપવા મહત્તમ પ્રયત્નશીલ જરૂર રહેવું . પણ સામો જીવ જ અસંતુષ્ટ પ્રકૃત્તિનો હોય તો ભગવાન પણ સંતોષ ન દઈ શકે. Page #312 -------------------------------------------------------------------------- ________________ સાધનાપથ અને આત્મજ્ઞાન ૩૦૩ ભગવાનની ય હયાતી વેળાએ... ભગવાનની પણ ભૂલો કાઢનારાને ભગવાનને પણ નકલી કહેનારા જીવો હતા. માટે આવા જગત પાસે પોતાનો ભાવ પૂછાવવાની અપેક્ષા રાખવી વ્યર્થ છે. ભગવચેતના પામેલા અગણિતનું સંસાર કોઈ ભૂલ કરી શકેલ નથી. ઉપલબ્ધિ પામેલ ધર્માત્માએ આ બેભાન જગતમાં બહું બહું સાવધાની વર્તીને જીવવું ઘટે છે. પોતાને બેભાનીનો ચેપ ન લાગી જાય માટે એવા જીવોથી પ્રભાવિત થયા વિના કે એવા જીવોથી ટકરાયા વિના પરમસજાગપણે” જીવવું ઘટે. જે આત્મધ્યાનીનર ટોળું ભેગું થતાં... એનાથી પ્રભાવિત થઈ જાય છે. એ આત્મધ્યાન અને આત્મજ્ઞાન બંને ગુમાવે છે. માત્ર ટોળાથી પ્રભાવિત થયા વિના જે અંતરથી અલગારી બની રહે છે – અહર્નિશ એકત્વભાવના ભાવે છે – એ જ બચી શકે છે. વ્યક્તિત્વના વિકાસથી જીવને વિભ્રમ થાય છે કે આત્મવિકાસ થયો છે. પણ વ્યક્તિત્વના વિકાસથી સ્વત્વનો વિકાસ કંઈ જ થતો નથી. વ્યોમોહિત થઈ જાય તો સ્વત્વનો વિકાસ ઉલ્ટો રંધાય જાય છે... અગણિત જીવોનું આવું બન્યું છે. ટોળું બહું બહું તો તમારી સ્મશાનયાત્રામાં સાથે આવશે - તમારી એટલે તમારા દેહની; તમે તો એકલા અટુલા ન માલૂમ કઈ ગતિમાં... લાખો દેવો તમારી સેવામાં હોય તોય શું? આખર તો તમે એકલા ને એકલા જ માત્ર આત્મઆધારે રહેવાના છો. માનવીનું અચેતન મન... અહાહા... અગાધ ગહેરૂને અમાપ વિચિત્રતાઓથી ભર્યું છે. એથી જ માનવી ક્યારેક સુધબુધ ગુમાવી અત્યંત વિચિત્ર ભાસે એવું વર્તન કરે છે. જ્ઞાની આ તથ્ય જાણતા હોય, એ એવી કોઈ વર્તણુકને ગંભીરતાથી લેતા નથી. પોતાના દોષથી પૂર્ણપણે સભાન થયા વિના બેહોશીમાં જ માનવી માફી પણ માંગે છે. ને પુનઃ પુનઃ એવી ભૂલો પણ કર્યું જાય છે. ભૂલ પ્રત્યે એ અંતરથી સભાન થતો જ નથી. માનવીને તો ભૂલ પણ કર્યો જ જવી ને ક્ષમા પણ માંગ્યે જવી એવું પાખંડી વલણ ફાવી ગયું છે. Page #313 -------------------------------------------------------------------------- ________________ ૩૦૪ સાધનાપથ અને આત્મજ્ઞાન પસ્તાવાનો પાવક તો ખરેખર એવો પ્રજ્જવલીત થવો જોઈએ કે એક દોષની સાથે અનેક બીજા દોષો પણ બળીને ભસ્મીભૂત થઈ જાય... અને સમગ્ર ચેતનાનું શુદ્ધિકરણ થઈ નવો જ અવતાર ધારણ કર્યો હોય એવી ભગવતીચેતના ખીલી રહે. 0 વરસોથી પ્રતિક્રમણ કરવા છતાં... જો માંહ્યલો આખો ને આખો રૂપાંતર પામી ન રહે અને એવો ને એવો જ કામી-ક્રોધી-લાલચુ-દંભી-ઘમંડી ને ઇર્ષાળુ બની રહે તો પ્રતિક્રમણ કર્યાની ફળશ્રુતિ શું ? પુનઃ પાપદોષ ન થાય એવી પરમ કાળજી પ્રગટવી જોઈએ. @> જીવ ગર્વ લે છે કે અમે તો આટલા વર્ષોથી નિત્ય આટલી સામાયિક કરી – પણ, જો સ્વાભાવિક સમભાવની પરિણતિ પોતાના જીવનનો પર્યાય ન બની ચૂકી તો એની ફળશ્રુતિ શું ? ભાઈ.. સામાયિક એટલે જ તો સમભાવનો સઘનઘન અભ્યાસ. 0 જીવ તત્વાભ્યાસનો ગર્વ લે છે પણ - જો મમતા મરાણી નથી કે મોળી પણ પડી નથી તો તત્વાધ્યયનની ફળશ્રુતિ શું ? મમતા વિલીન ન થાય ને સમતા મહોરી ન ઉઠે તો વરસોના વરસોની જંગી જીવન સાધનાની પણ ફળશ્રુતિ બીજી શું ?? . 70≈ રે ધર્માત્મા તરીકે પંકાવા છતાં, મમતા જેને પૂર્વવત્ રુચે છે એને સમતાસુખની ઝાંખી મળી નથી. આત્મિકશાંતિની એણે ચર્ચાઓ કરી જાણી છે પણ બુંદેય ચાખ્યું જણાતું નથી. વાતો કરનારા ગમેતેટલા હો પણ એનો આસ્વાદ માણનારા તો ? 70 સ્વભાવસુખનું બૂંદ પણ જેણે ચાખ્યું – એ પછી એનો પરમપૂર્ણ આશક બન્યા વિના રહે નહીં. એ ઝલક લાધ્યા પછી એમાં જે ડૂબી જવાના બદલે મમતાને મમળાવવાનું જે ચૂકતા નથી એ તો તળાવે આવી તરસ્યા રહેનારા જેવા હતભાગી ને દયાપાત્ર છે. 70 હે જીવ ! મમતાને તો તે અનંતવાર અજમાવી જોઈ છે. એથી આખર તને શું મળ્યું એય સ્પષ્ટ છે. હવે એકવાર સમતાને દિલેરીથી અજમાવી જો. ખરે જ તારૂ ચરિત્ર આખું બદલાય જશે. સાધુપુરુષ બની જઈશ. સાચા અર્થમાં Page #314 -------------------------------------------------------------------------- ________________ સાધનાપથ અને આત્મજ્ઞાન ૩૦૫ જેની ચેતના અ.વિ..૨..... સમભાવમાં જ ઝબોળાયેલી રહે છે અને મને જગતના સુખો સાવ ફિક્કા બની જાય છે ને દુઃખો ય નગણ્ય થઈ જાય છે. જગતના તમામ ભાવોનો એ તટસ્થષ્ટા બની રાગદ્વેષ-ક્લેશ ઇત્યાદિથી અલિપ્ત થઈ જાય છે. જીવ વાતો ભલે અધ્યાત્મની કરે અને વિચારણા પણ અધ્યાત્મવિષયક કર્યા કરે... પણ આત્માની ઉન્નતિનો ખરો મદાર તો એના મનમાં ગૂઢપણે શેની રુચિ છે એના ઉપર જ છે. એ રુચિનું પરિશોધન-પરિવર્તન કરવા તો અગાધ ગહેરી સમજણ ખીલવવી પડે છે. સમજણ પહેરી શી રીતે થાય ? ગહન પ્રીતિથી સત્સંગ કરવા વડે – તથા – જેટલા બને તેટલા અંતર્મુખ બની ઊંડી તત્વવિચારણા અને તત્વસંશોધન કરવાથી સમજણમાં ધીમે ધીમે ગહેરાઈ આવે છે. છીછરાં પ્રયત્નો કારગત થતા નથી. જેમ બને તેમ ઊંડાણ જોઈએ. ઉપરટપકે જ દરેક વિષયને ગ્રહવાની આપણી દઢ આદતના કારણે કોઈ વિષયની તળસ્પર્શી ગહેરાઈમાં આપણે જતા જ નથી. ઘણાં વિષય ભલે ન ખેડીએ – પણ કોઈ એક વિષયના તળીયાં સુધી પહોંચવા ધીરપણે પ્રયત્ન કરીએ તો ઘણી સુક્ષ્મપ્રજ્ઞા ખીલી શકે. મનના ગહન પ્રવાહોનું ઝીણવટથી અવલોકન કરનારને જ ખ્યાલ આવે છે કે ત્યાં શેની આસક્તિ પડી છે. જીવ ભ્રમમાં હોય છે કે મને તો અધ્યાત્મની જ રુચિ-પ્રીતિ છે. પણ મનના પ્રવાહનું સ્થિરપણે અવલોકન કરે તો જ ખ્યાલ જાગે એવું છે કે ભીતર શેનો રસ છે. વાતો અને વિચારણાઓ આત્મા સંબંધી હોય, પણ મનમાં સંગૂઢપણે અનાત્મભાવોની જ રુચિ રહેતી હોય તો કહેવાની જરૂર નથી કે જીવની ગતિ શી થાય, આત્મા સ્પષ્ટ અનુભવનમાં ન આવે ત્યાં સુધી આત્મરુચિ સંવેદાય કે અનાત્મરુચિ ઓસરે એ દુઃસંભવ છે. સુક્ષ્મ વિચારણારહિત મૂઢ જીવને એ માલુમ જ નથી કે ભીતરની આસક્તિ છેદવી એ કેવું કપરું કાર્ય છે. આસક્તિના મૂળો અંતસમાં કેટલા ઊંડા ઊંડા ઊંડા છે એ ય જીવને ગમ નથી. મૂળ સુધી કાર્ય કરવા માટે કેવા ઊંડા જ્ઞાન અને ધ્યાનની જરૂરત પડે એ માલૂમ જ નથી. Page #315 -------------------------------------------------------------------------- ________________ ૩૦૬ સાધનાપથ અને આત્મજ્ઞાન સાધકે એ ભૂલવું ન જોઈએ કે એણે અધ્યાત્મસેવન દ્વારા આખા ને આખા પલટાય જવાનું છે. પોતાની જાતનું સમૂળગું રૂપાંતરણ કરવાનું છે. આખો નવો અવતાર જ ધારણ કરવા જેવો પરિવર્તનનો ક્રાંતિકારી પુરુષાર્થ સમાચરવાનો છે. જે પ્રતિસમય પલટાવા તત્પર નથી – જૂની ઘરેડતમામ પલટાવવા જે સમુત્સુક નથી – જીવનશૈલીમાં આમૂલચૂલ પલટો કરી નાખવાની જેનામાં ઝિંદાદિલી નથી; એના માટે અધ્યાત્મનો રાહ જ નથી. ભાઈ, આ તો મરજીવા માનવીઓનો માર્ગ છે. જેને ઊંડો ‘આંતરસંશોધન' નો પુરુષાર્થ કરવો નથી ને બાહ્ય ક્રિયાકાંડ કરીને જ તોષ માનવો છે – અને – એમ જ મેં ઘણું કર્યાનો હર્ષ વેદવો છે – ગર્વ કરવો છે...અહાહા, ભાઈ ! એવા જીવો માટે કંઈ મહાવીરોનો મારગ નથી બોધાતો હોં. ભાઈ ! આત્માનું રૂપાંતરણ... સમજણના રૂપાંતરણથી થાય છે. અવળી સમજણથી જ આથડવાનું છે ને સવળી સમજણથી જ ઉગરવાનું છે. સહેલો ગણો કે કપરો ગણો... સમજણ સુધારવાનો પુરુષાર્થ થાય એ જ સાચો સન્માર્ગ છે, એ જ સાચો ઉપાય છે. જીવને જ્યારે અંતઃકરણથી મહેસુસ થાય કે હું કાંઈ જ યથાર્થ જાણતો કારવતો નથીઃ હું કાંઈ જ કરી શકવા સમર્થ નથીઃ મને કોઈ ઉગરવાનો યથાર્થ ઉપાય ભાસ્યમાન થતો નથી; ત્યારે એનું હૈયું ગદ્ગદિત થાય છે ને એવા ભીનાં હૈયામાં પ્રાર્થનાનો ઉદ્ગમ થાય છે. પરમાત્માને પુકાર... અર્થાત બગડી બાજી સુધારવાની પોતાની કોઈ જ ક્ષમતા નથી એવો અંતરથી એકરાર, જીવન કેટલું અનંત રહસ્યમયી છે – અજ્ઞાત-અકળ છે! આમ આદમી જીવનને – એના અગણિત પાસાઓને – સમજી સુદ્ધાં નથી શકતો ત્યાં સુધારી તો કેમ શકે ? ઘણીવાર જીવ પ્રાર્થનાદિ પરમકાર્યોમાં રાચે છે તો ઘણીવાર પ્રભુના આદેશને અવગણી સ્વચ્છંદી વૃત્તિ પ્રવૃત્તિમાં વ્યસ્ત થઈ જાય છે. માનસરોવરનો હંસ, મોતીનો ચારો ચણવાના બદલે ક્યારેક કાદવ પણ ચૂંથવા લાગે એવી જીવની વિચિત્રદશા ય થઈ જાય છે. Page #316 -------------------------------------------------------------------------- ________________ સાધનાપથ અને આત્મજ્ઞાન ૩૦૭ - શુભાશુભ પ્રવૃત્તિઓના હિંડોળમાં જીવ આમથી તેમ ઝોલાં ખાય છે, પણ સર્વકર્મથી રહિત એવી શુદ્ધદશાનો એને સુલ પરિચય જ નથી... ખરે જ સર્વકર્મના આસ્ત્રવથી રહિત હોય એવી 'અબંધદશા' કેવી અદ્ભૂત ને અલોકીક છે એનો જીવને પરિચય જ નથી. રત્નચિંતામણી તૂલ્ય એક એક પળ આ જીંદગીની – એનો શું શું સદુપયોગ કરવો એની ઘણાં મૂઢ એવા આ જીવને સુધબુધ જ નથી. જીવનમાં સાચું શું ચૂકાય ગએલ છે – સાધનાની કઈ પરમવિધિ સૂકાય ગયેલ છે – એનો જીવને કોઈ શોચ-વિચાર નથી. ભીષણ કરમો બાંધવા માટે કંઈ જીવને લાંબા સમયની જરૂરત છે એવું નથી. એક ક્ષણમાં અરે ક્ષણામાં એવું ગાઢકર્મ બંઘાય કે જે વર્ષો વીત્યે ય ન બંધાય. એક પળમાં માનવી જીતની બાજી હારમાં કે હારની બાજી જીતમાં પલોટાવી શકે છે. અહા..હા. રાગાદિ આવેગની એક પળમાં, કોડો વષોનું પાળેલું સંયમ પણ ફળશૂન્ય થઈ જાય છે. – શુન્યવત્ થઈ જાય છે... અનંતની યાત્રાએથી જીવ પાછો પડીને... ન માલુમ... ક્યાં નો ક્યાંય ફેંકાય જાય છે. અંતહીન વિનિપાત થઈ જાય છે. ગુણસ્થાનકના અગીયારમાં સોપાન જેવી પરમોચ્ચે દશા પર આરૂઢ થએલ જીવ પણ પતન પામે ને ન માલૂમ... ક્યાં ફેંકાય રહે એવી વિશ્વસ્થિતિ હોય; આ જીવે કેટકેટલા જાગરૂક થવાનું છે ને સતત સર્વજ્ઞદશા પર્યત જાગૃતિ ટકાવી રાખવાની છે. મોહની આંધી ઉઠે ને અંતઃકરણમાં વિવેકનો દીપ ટકાવી રાખવો અત્યંત મુશ્કેલ બની રહે એવી વેળા તો ગદ્ગદ્યે પરમાત્માને પ્રાર્થવા એજ શ્રેષ્ઠ ઉપાય જણાય છે. પોતે પામર કંઈ જ્ઞાનપુરુષાર્થ કરી શકે એમ નથી એવા ભાનપૂર્વક ભક્તિ થવી ઘટે. વીતરાગનો માર્ગ તો અનંત પવિત્રતા સાધવાનો માર્ગ છે. આત્માની અવિરત પરિશુદ્ધિ સાધતા જ રહેવાનો આ માર્ગ છે. પરિપૂર્ણ નિર્દોષ ન થવાય ત્યાં સુધી જરાય જેપીને ન બેસવાનો આ માર્ગ છે. નાનો પણ દોષ હયામાં તિક્ષ્ણ શૂળ માફક ખૂંચે એ આ માર્ગ છે. Page #317 -------------------------------------------------------------------------- ________________ ૩૦૮ સાધનાપથ અને આત્મજ્ઞાન સમજી સમજીને વળી વળી ભૂલ્યો છે આ જીવ... અહાહા, એણે સમજણો કેટલી કરી ? આખા વ્યતીત જીવનને વિલોકીએ તો વિપુલ ગ્રન્થભંડાર સર્જાય એટલી સમજણો એણે કરી.–પણ – મોહનું જોર એવું નિઃસીમ છે કે, તો ય વારેવારે જીવ ભૂલો પડે છે ! હું કોણ છું –હું કોણ છું – એના માત્ર જાપ કરવાના નથી પણ ગંભીર અને અંતર્મુખ બની પોતાની સનાતન-શાશ્વત અસ્તિ મહેસૂસ થાય એવી મૌન-પ્રતીક્ષા કરવાની છે. જ્યારે સહજ અંતર્ભાન ઉગી આવે કે હું ત્રણેકાળ ટકનાર પદાર્થ છું ત્યારે જંપવાનું છે. પીયુ પરદેશ ગયેલ હોય અને એના કોઈ વાવડ ન હોય તો સતીનાર એના વાવડની કેવી આતુરપણે પ્રતીક્ષા કરે ? સંભારવું ન પડે – એને એજ સાંભર્યા કરે. પીયુના પત્રની પ્રતીક્ષામાં જ એની સમસ્ત ચેતના તન્મય થઈ ગઈ હોય – બીજા કશામાં ય દિલ લાગે નહીં. જેટલા વધુ પ્રશાંત થઈને... જેટલા વધુ સ્તબ્ધ થઈને... જેટલા વિશેષ ધીરગંભીર થઈને... જેટલા વધુ ગમગીન થઈને.... જેટલો વધુ નિર્વિકલ્પ થઈને..., આત્મદર્શનની પ્રતીક્ષા થાય – ચાહે તેટલો કાળ એ પ્રતીક્ષામાં જાય – બસ એમાં જ ઓતપ્રોત રહેવું ઘટે.. મને કેમ હજુ ‘આત્મદર્શન નથી થતું ??? – એવા ઉછાંછળા થઈ જવાની જરૂર નથી. આ તો અનંતધર્યનું કામ છે... સાધકના પૈર્યનો ક્યારે પણ અંત આવવો જોઈએ નહીં. મને અચૂક અચૂક આત્માનુભવ સાંપડશે જ એવી અતુટ-અમીટ આશા હોવી ઘટે. ચાહ હશે તો રાહ મળી આવશે જ.’– સમસ્ત ચેતનાની ચાહ હશે તો ચૈતન્યદેવ છૂપાયેલા નહીં રહી શકે. અંતરની ગહન અભીસાવાળા સર્વને એ ચૈતન્યજ્યોત પ્રગટ અનુભવમાં આવેલ છે. અભીપ્સા જેટલી અવગાઢ થશે એટલું વહેલું કામ બનશે. અમને લખતા ય રણઝણાટી થાય છે એવું મધુરસુખ તો એની પ્રતિક્ષામાં પણ રહ્યું છે. એ પ્રતિક્ષા જ પ્રગાઢ થયે, જીવને બીજી તમામ જંજાળ ભૂલાવે છે. એ પ્રતિક્ષા જ ચિત્તને સ્તબ્ધ.શાંત-પ્રશાંત બનાવી દે છે. પ્રશાંત ચિત્તમાં સહજ આત્મભાન ઉગી આવે છે. Page #318 -------------------------------------------------------------------------- ________________ સાધનાપથ અને આત્મજ્ઞાન ૩૦૯ અહાહા, ચૈતન્ય કેવો ભવ્ય પદાર્થ છે... અનંતકાળ તો એ હીનમાં હો એવી નિગોદ અવસ્થામાં રહ્યો...અનંતવાર નરકના ભીષણમાં ભીષણ દુઃખમાં રહ્યો...રે...તોય એની જ્ઞાનશક્તિ બુદ્ધિ નથી થઈ ગઈ ને આજે પણ એવી તીક્ષ્ણ ધારદાર છે !!! મલયગીરીના ચંદનવનની સમીપ જતા જ જેમ શીતળ-સુગંધી વાયુનો અનુભવ થવા લાગે એમ પોતાના સનાતન-શાશ્વત અસ્તિત્વની સન્મુખ થતા જ ગહનશાંતિની અપૂર્વધારા અનુભવાવા લાગે છે તો ‘તદ્રુપ-અનુભવ' તો છાનો કેમ જ રહે ? ચૈતન્યદર્શનની ચીરપ્રતિક્ષામાં... જ્યારે વિચારો શાંત થઈ મને સાવ સ્તબ્ધ થઈ જાય છે – અને સહસા પોતાની મૂળ હસ્તીનું ભાન દિપ્ત થાય છે ત્યારે આત્માના અચરજનો કોઈ સુમાર રહેતો નથી કે અહાહા, હું કેવો કહેવાઉં – મને ખુદને જ ભૂલી ગએલ !? આપણે આપણને નામ-રૂપવંત માની લીધેલ છે એ જ મોટી બાધા છે. નામ, રૂપ અને એની આસપાસ ખડી થએલ વ્યક્તિત્વના અહની દિવાલ જ ખરી અસ્તિ દેખવા-પખવા દેતી નથી.આપણે સાવ ભૂલી ગએલ છીએ કે આપણે તો અરૂપી તત્વ છીએ. બીજું બધું સ્મરણમાં લાવતા એની એવી ભારી ભીડ ખડી થઈ ગઈ છે કે સ્વસ્મરણનો જીવને અવકાશ જ રહેવા પામેલ નથી. એને એક અડધી ઘડી ય આત્મસ્મરણ તાજું કરવા અર્થે ફૂરસદ નથી.રે... બીજું સઘળું પાર વિનાનું કરે છે પણ આત્મસ્મરણ જગવવા....! ભાઈ ! સતત થતું રહેતું આત્મસ્મરણ સઘળાય ગુણોની ખીલાવટનું પ્રબળ કારણ છે. આત્મસ્મરણ જાગતું રહે તો આત્મહિતની ખેવના પણ જામેલી રહે છે... અને એથી દોષો આપોઆપ દબાયેલા રહે છે ને નંદિન ગળતા જાય છે. એ સ્મરણનો મહિમા અદ્વિતિય છે. પોતે દેહાદિ નથી ને ચૈતન્યમૂર્તિ આત્મા છે એવું સભાનપણુ જ જીવના દિદાર ફેરવી નાખે છે. હું અનાદિ અનંત વિદ્યમાન એવું અમર તત્વ છું એ ભાન થતા આ ભવ માત્રની ચિંતા ગૌણ થાય છે ને અનંતભાવી ઉજમાળ કરવા જીવ લગનીવંત થાય છે. Page #319 -------------------------------------------------------------------------- ________________ ૩૧૦ સાધનાપથ અને આત્મજ્ઞાન અન્યને ભલા દેખાવા ખાતર કે જગતમાંથી કીર્તિ સંપાદન કરવા ખાતર પોતાનું ચારિત્ર્ય જેણે ઘડેલ છે. એનું ચારિત્ર એ એને જ બોઝરૂપ બની રહે છે. કેવળ આત્મિક આનંદ ખાતર પવિત્ર ચારિત્ર્ય જે ખીલવી જાણે છે એ ફુલ જેવા હળવા રહી શકે છે. સચ્ચરિત્ર એ આત્માનો સહજ સ્વભાવ છે – પણ, સ્વભાવપરક સહજજીવન જીવવું આપણે એટલી હદે ભૂલીગયા છીએ કે સ્વભાવિક ચારિત્ર સંભવ થઈ ગએલ છે. કેળવેલું ચારિત્ર અને સ્વભાવોદિત ચારિત્ર એ બે વચ્ચે તો આભ – જમીનનું અંતર છે. પોતાની રહેણીકરણી પલટાવવી એ એક વાત છે ને પોતાની મૂળભૂત જાત જ આખી ને આખી પલટાવવી એ બીજી જ વાત છે. પોતે જ નવજન્મની માફક પલટાય જવાનું છે. પોતાને નિરંતર ભલીપેરે દેખે-પેખે અને અમ્બલીતપણે વિશુદ્ધિ વધારી રહે. મૂળ સ્વરૂપે પોતે સર્વ મલિનતા રહીત સ્ફટિકર તુલ્ય છે એનું સતત ધુંટાતું ભાન વિધુતના આંચકાની માફક પ્રબળ ઝાટકાથી આવરણને છેદે ભેદે છે. પોતે સિદ્ધ સમાન શુદ્ધ-બુદ્ધ-ચૈતન્યઘન છે એવું ભાન જ કર્મરજોના થોક ઉડાડી મૂકે છે. ભાઈ.! તારો આત્મા ભગવાનતુલ્ય છે – અરે... એ જ સાક્ષાત ભગવાન છે. માત્ર એનું ભાન વિસરાવાથી જ સઘળી વિટંબણા ઉભી થઈ છે. પોતાના અનંત મહિમાને ભૂલી વિભ્રાંત થએલ જીવ સ્વભાવને બદલે વિભાવમાં રાચી રહેલ છે — વિકારમાં રાચી રહ્યો છે. વિકારમાં રાચવા છતાં, આત્મા પોતાનું નિર્લેપ સ્વરૂપ ખોઈને વિકારી થઈ ગએલ નથી. આ જ તથ્ય સમજાવવા સ્ફટિકરત્નની વાત કરાય છે. કાળા કાગળ પાસે રાખો તો એ કોલસા જેવું દેખાય. પણ દેખાય છે એ ભ્રાંતિ છે. રત્ન તો એવું જ શુભ્ર-ધવલ છે. તટસ્થ પ્રેક્ષક બનીને જે પણ મનના નાટક અને શોરબકોરને જૂએ જાણે છે એમને અવશ્ય ખ્યાલમાં આવે છે કે મન કેવા કેવા વ્યર્થ પ્રલાપો કરી કરી આત્માને તંગ કરી રહેલ છે. તમે એક પ્રેક્ષકની અદાથી મનના અનેક નાટકો જોવાનું કરો. Page #320 -------------------------------------------------------------------------- ________________ સાધનાપથ અને આત્મજ્ઞાન ૩૧૧ તમે મનથી તાદાત્મયતા તોડીને અર્થાત્ ભિન્ન પડીને ખેલ જોનાર તરીકે રહો. માત્ર તમારી ભિન્નઅસ્તિ ભાનમાં રાખોઃ તો એ ખેલ જોતા જોતા જ તમે પ્રબુદ્ધ થવા લાગશો. મનના કાવાદાવા તમારા ખ્યાલમાં આવે – સચોટ ખ્યાલમાં આવે એ જરૂરી છે. મનને તમે ઓળખી લેશો એટલે આપોઆપ એના કારસ્તાન ઘટવા લાગશે. તમારૂં જ બળ મેળવી મેળવી મન બહેલું છે. તમે મનને ઓળખી એનાથી ઉદાસીન થશો તો મન મોળું પડી જશે... એના વેગ-આવેગ-ઉદ્ગ ના પૂર ઓસરવા લાગશે. તમારે મનોબળના આશ્રયે નહીં પણ આત્મબળથી જીવવાનું છે. મને તો તમારો મુનીમ છે સ્વામી તમે પોતે જ છો. સ્વામીની નજર સાવધ બને એટલે મુનિમના ગોટાળા તો ક્યાંય ગાયબ થઈ જાય. ઝાઝું શું કરીએ ? મનને સાધવું એ જ મહાસાધના છે. અંતઃકરણમાં સમ્યગુ જ્ઞાન-ભાન કે સમ્યફ સૂઝ-બૂઝ ઉઘડ્યા વિના કોઈ વાસ્તવાર્થમાં સ્વતંત્ર થઈ શકે એ સંભવીત નથી. જેણે પોતાના સુખનો મદાર બીજાના આશ્રયે કલ્પેલ છે. મારું સુખ પર વડે છે એવી જેને ભ્રાંતિ ટળી નથી એ પરમ અર્થમાં સ્વતંત્ર કેમ થઈ શકે ? સ્ત્રી-ધન-પ્રતિષ્ઠા ઈત્યાદિ મનધાર્યા પદાર્થો મળે તો હું સુખી થઈ શકું—એવો ખ્યાલ ધરમૂળથી ખોટો છે. ભાઈ ? એ ખ્યાલ ધરાર મિથ્યા છે. કશા પણ જોગ-સંજોગ વિના, આ જ પળે તું સુખી થઈ શકે છો – પરમ સુખી થઈ શકે છો. બ્રાંત-પ્યાલો તજી શકે તો. કલ્પનાથી તું જે જે વાંછીત પદાર્થોની ઉપલબ્ધિ વડે જંગી સુખની ધારણા કરે છો,, એ પદાર્થ ઉપલબ્ધ થઈ જાય તો બહુ જ અલ્પકાળમાં એના મૂલ તારા હૃદયમાંથી ઓસરી જશે... અને વળી તું નવા જ પદાર્થોની એવી જ દુરાશા સેવતો થવાનો છે. ઉપલબ્ધ સંયોગો કરતાં ઉપલબ્ધ નથી એવા સંયોગોનું જ મૂલ્ય મનને પારાવાર હોય છે. ઉપલબ્ધનું મૂલ્ય તો બે ચાર દિવસમાં જ નગણ્ય થઈ જાય છે. કલ્પનામાં જેને કામદેવ જેવા કે રતિ જેવા માણેલ હોય એ જો લબ્ધ થઈ જાય તો કોડી જેવા થઈ જાય છે. Page #321 -------------------------------------------------------------------------- ________________ ૩૧૨ સાધનાપથ અને આત્મજ્ઞાન ભાઈ.! પરપદાર્થમાં પોતાનું સુખ કલ્પવું એના જેવી કરપીણ ભૂલ બીજી કોઈ નથી.જીવ જો ઈચ્છાઓથી મુક્ત થાય – તમામ ઈચ્છાઓથી વિરામ પામી રહે – તો હૃદયમાં જે સંતોષ-શાંતિ-સમાધિ ની સરવાણીઓ ફુટે એનાથી જીવ તરબતર બની જાય. મમતાને અળગી કર... હે મુગ્ધ જીવ... મમતાને અળગી કર. મમતાને માર્યા વિના અંતરવૃત્તિ થવી અત્યંત દોહ્યલી છે. અંતવૃત્તિ થયા વિના આત્મદર્શન લાધવું દોહ્યલું છે; અને એ વિના અપૂર્વ આત્મસ્થિરતા અને આત્મરણિતા પણ ક્યાંથી લાવે મમતા માત્રને મૂકીને.., આત્મરમણ થએલા મુની એવી ગહનગાઢ સુખધારા વેદતા હોય છે કે સુરલોકના સર્વોચ્ચ કક્ષાના સુખ પણ એની બરોબરી કરી શકતા નથી. જેટલી આત્મસ્થિરતા અવગાઢ એટલી સહજ સુખની ધારા પણ પરમ અવગાઢ લાવે છે. અનિ... કે જેમને સંસાર અને મોક્ષ પ્રત્યે પણ શુદ્ધ સમભાવ વર્તે છે. એમને જગતના કોઈયેય ભાવો પરત્વે તો પસંદગી-નાપસંદગી રહેવાનો સવાલ જ ક્યાં છે? પસંદ હોય તો એક માત્ર આત્મા પસંદ છે એ સિવાય સર્વ સંયોગો પ્રત્યે મધ્યસ્થભાવ છે. ચા..રો. સાધક, નવા કોઈ કર્મનું બંધન થાય એવી એકપણ વૃત્તિ-કૃત્તિ સેવવા ઈચ્છતો નથી. અશુભની તો વાત ક્યાં પણ ઉત્કૃષ્ટ એવા શુભકર્મના પ્રલોભથી એ પર હોય છે. એની સર્વ સાધનાનો ઉદ્દેશ પૂર્વકૃતની નિર્જરાનો જ હોય છે. કોઈ કર્મબંધનો નહીં. કોઈ કર્મ કરવું પડે તો ફળાકાંક્ષાથી રહિતપણે કરવું એમ કહેવાય છે પણ વર્તમાન ધર્મજગત ફળાકાંક્ષાથી જ કેટલું બેહદ ઘેરાય ચૂકેલ છે? પ્રાયઃ પ્રત્યેક સત્કર્મ ફળાકાંક્ષાથી જ અભડાયેલું જોવા મળે છે. આ પણ વાસનાનો જ વિસ્તાર છે ને? ખરે તો ઈચ્છા-કામના-વાસનાથી વિમુક્ત થવા ધર્મ છે – એના બદલે ધર્મના મીષે જ વાસના-લાલસા બેસુમાર બહેકી જાય એવું બને તો તો...!! ભાઈ સુખ ઈચ્છા-આકાંક્ષાની વૃદ્ધિમાં નથી તૃષ્ણાના તોફાનમાં નથી. એ તો નર્યું દુઃખ છે. Page #322 -------------------------------------------------------------------------- ________________ સાધનાપથ અને આત્મજ્ઞાન ૩૧૩ કોઈપણ પ્રકારની તૃષ્ણામાં જેને સ્વાભાવિકપણે જ આકુળતા વેદાતી નથી એણે ધર્મધ્યાનની અર્થાત્ આત્મધ્યાનની ગહનમાધુર્યભરી લિજ્જત માણી નથી એમ નિષિત થાય છે. એકવાર સ્વભાવસુખની લિજ્જત માણનારને વિભાવ તમામ આકુળતાપ્રેરક ભાસી રહે છે. રાગ આગરૂપ છે' – એમ દિમાગથી બોલી દે તેથી શું? રાગના ઉદય વેળા એની આકુળતા સતાવે છે. ખરી ? વીતરાગી શાંતિ એ વેળા યાદ આવે છે ? જીવ જો ઈમાનદારીથી આ નિરીક્ષણ ને પરીક્ષણ ન કરે ને માત્ર ભેજામાં આવે તે ઉચ્ચાર્યા કરે તો એથી કોઈ અર્થ સરે નહીં. આત્મશ્રેયના પથમાં ઈમાનદારી એ બહુ મોટી વાત છે – ખૂબ ખૂબ મોટી વાત છે. જ્ઞાનીઓ ભલે કહે – પણ પોતાનો અંતરાત્મા પોકારીને એ તથ્યો સંમત કરે છે ખરો ? અંતર્ઝ ઉઘડ્યા વિના – જ્ઞાનીની વાત સાથે એનો તાલ મળ્યા વિના – વાતોથી કંઈ વળે નહીં. અધ્યાત્મજગતની એ કરુણ બીના છે કે ઘણાંખરાં ધર્મનાયકો સુદ્ધાં ઈમાનદાર નથી ! તેઓ ઊંચી ઊંચી આભને આંબતી વાતો કર્યા કરે છે – પણ – એમના અંતરાત્માનો ધ્વની એમાં તાલ પુરાવતો હોતો નથી. આવા વાચાળ નાયકોથી ખૂબ ચેતવા જેવું છે. વાત વસમી લાગે કદાચ... પણ આજપર્યત બેઈમાનદારીથી બાંધેલા દિમાગી ખ્યાલો તમામ ભૂલવા પડશે. હું કોણ છું? મારી ભૂખ શેની છે ? – એની નવેસરથી ખોજ કરવી પડશે. જીવને જંજાળો રુચે છે કે ગહન સંતોષ પ્રિય છે એ ઈમાનદારીથી તલસવું પડશે. સંતશ્રદય પોકારીને કહે છે કે ઈમાનદાર બનો. ભીતરમાં ભૌત્તિકતાની મીઠાશ વેદવી અને વાતો આત્મરસના માધુર્યની કરવી એવી અપ્રમાણિક વર્તના હિંમતથી મૂકી દો. પ્રથમ પ્રગાઢ આત્મરસ પી જાણો પછી એની વાત કરો – કાં એની વાત જ ન કરો. માનવભેજાની વિચિત્રતાનો ય કોઈ પાર નથી. એ દુઃખી થાય છે પોતાના અવગુણના કારણે ને દોષ કરમનો કાઢે છે ! પોતાની અવળી સમજ... અવળા આગ્રહો ઈત્યાદિના કારણે એ દુઃખી થાય છે એવી કબૂલાત કરવા ય એ ધરાર તત્પર નથી ! Page #323 -------------------------------------------------------------------------- ________________ ૩૧૪ - સાધનાપથ અને આત્મજ્ઞાન માણસ દુઃખીત અને પતીત તો પોતાના વિચિત્ર સ્વભાવના કારણે જ થાય છે પણ દોષ કરમનો કાઢે છે. પોતાના અસંતુષ્ટ અને અસરળ સ્વભાવના કારણે પોતે દુઃખી છે એવું માનવા સુદ્ધાં એ તૈયાર નથી ને નસીબનો – નીયતીનો વાંક કાઢયો કરે છે ! માણસના ઉમદા કે ગંદા જીવનનો મદાર કર્મો ઉપર છે કે એની સમજદારી પર છે ? પોતાનામાં રહેલ ઉણપ કે ઊંધાઈ દેખવા-પેખવા ય માનવા તૈયાર નથી. કાશ, અવળી સમજણ જો સવળી કરે તો જીવનનો રંગ સમૂળગો પલટાય જાય તેમ છે... પણ – કેવું ભગીરથ કામ કરવાનું છે સાધકે – અવળી સમજણો તમામ સવળી કરવાનું. અહાહા...! આ કેવું વિરાટું કાર્ય છે કે જીવન આખું સમર્પ દો ત્યારે એમાં સફળતા મળે... એ માટે તો ભેખ લેવો પડે... એ માટે સતત-અનવરત મગ્ન બની જવું પડે. માણસ પરમાત્મા પાસે પ્રતિદિન પાર વગરની કાકલૂદીઓ કર્યા કરે છે. પણ જે મેળવવું છે એ મેળવવા પાત્ર થતો નથી. અપાત્રને પરમાત્મા કે પ્રકૃતિ કંઈ જ આપતા નથી. ન ભૂલો: પાત્ર થયા વિના... સુપાત્ર થયા વિના... કશું જ મળતું નથી. માનવીની બધી જ પ્રાર્થનાઓ જો ફળીભૂત થતી જ હોત તો આ જગત પર હાહાકાર જ હોત. માનવી કેવી કેવી બેહુદી ને સ્વાર્થી પ્રાર્થનાઓ કરે છે કે ભગવાન પણ એના શોરબકોરથી તોબા પોકારી જાય છે. નિઃશબ્દ “મૌન એ મોટી પ્રાર્થના છે. પોતાની ભીતરમાં વસેલ ભગવાનનું સ્મરણ-ધ્યાન કરી, માત્ર એ પ્રભુ પાસે કૃપાની જ યાચના કરવી. એની કુપારૂપે જે પણ ઉપલબ્ધ થાય . ધનિપણું કે નિર્ધનતા - સુખ કે દુઃખ - જીત કે હાર - જે પણ ઉપલબ્ધ થાય એ પરમવરદાન છે. જDON ભીતરના ભગવાન કેવા પરમનિર્વિકાર છે ? એમની સમીપે શી યાચના થાય? સતીનાર પતિ પાસે શું યાએ ?- ચરણની ચીરકાળ સેવા સિવાય એને શી ઉમેદ હોય ? એમ અંતર્યામ પાસે કશી યાચના ન શોભેઃ સિવાય અભેદભક્તિ. Page #324 -------------------------------------------------------------------------- ________________ સાધનાપથ અને આત્મજ્ઞાન ૩૧૫ પરમાત્મા સાથે એવા તન્મય બની જવાય કે પોતાના વિકારી સ્વભાવનું સ્મરણ પણ વિસરાય જાય. - પોતે જ પરમ નિર્વિકારમૂર્તિ છે એવું મહેસુસ થવા માંડેને સ્ફટિકરત્ન જેવી સદાનિર્મળ પોતાની મૂળ જાત પ્રગટ અનુભવમાં તરવરી રહે ભા..ઈ..તને વારંવાર સમજાવીએ છીયે કે તારે નેકીપૂર્વક આત્મોત્થાન જ કરવું હોય તો એની નિધિત વિધિ છે. એ તું જાણ, વિધિ સમજયા વિના પાર વિનાના પ્રયાસો પણ નિષ્ફળ જ જશે. ને વિધિવડે કાર્ય તાજુબ થવાય એવી આસાનીથી થશે. જીવન ખતરનાક દુરાગ્રહ ઈ છે કે એ પુરુષાર્થ તો પ્રચંડ કરવા માંગે છે પણ પોતાની મનમાની રીતે ને યથાર્થ ઉપાય જાણ્યા વિના જ ! ધર્મજગતમાં પુરુષાર્થ કરનારા ક્રોડ છે . પણ, ગુરુગમથી યથાર્થવિધિએ પુરુષાર્થ આદરનાર તો કોઈક વિરલા જ છે. ભવતૃષ્ણાથી ભલીપેરે વિમુક્ત થવું કેમ ? એ ભારી સમસ્યા છે. તૃષ્ણાને લીધે જ સંસાર છે ને તૃષ્ણા શમે તો સંસાર શમી જાય એવું છે. પણ આધ્યાત્મિક સુખ-શાંતિ-સમાધિનો સાક્ષાત અનુભવ થયા વિના તૃષ્ણા શમવી સંભવ નથી. સંસાર વિષયક સમસ્ત કલ્પનાઓને... કલ્પનાની ખડી કરેલ વિરાટ-સૃષ્ટિને... એક જ ધડાકે તોપના ગોળે ઉડાવી દેવા જીવ તૈયાર થઈ શકે તો મનાય કે એણે આત્મિકસુખ જાણું માર્યું છે. એ વિના કોઈ પોતાને પ્રભુ કે પયગંબર મનાવે તો એ નરી આત્મવંચના સિવાય કશું નથી. મહાવીરની સાધનાનો મૂળભૂત ઉદ્દેશ તો કર્મની પરિપૂર્ણ નિર્જરાનો છે. સકળકર્મથી સરિયામ વિમુક્ત એવી શુદ્ધ-ચૈતન્યદા' શીઘતિશીવ્ર પામવા અર્થે એ સાધના છે. કોઈ કર્મનો આશ્રવ કરવાં નહીં કિન્તુ તમામ કમીશવ થતાં રોકવા સાધના છે. -DOS જિનના માર્ગનો મર્મ સમજેલા કોઈ કોઈએય કર્મ બાંધવા ઉત્સુક હોતા જ નથી. આ માર્ગ સંવરનો અર્થાત્ કર્મ ઊપજતા રોકવાનો કર્મબંધનથી અટકવાનો માર્ગ છે. કઈ એવી પરમનિર્લેપ ચૈતન્યદશા ખીલવવામાં આવે તો કર્મબંધન રહિત થઈ શકાય ? Page #325 -------------------------------------------------------------------------- ________________ ૩૧૬ સાધનાપથ અને આત્મજ્ઞાન આવડા મોટા વિરાટ જીવનપ્રવાહની સંશુદ્ધિ કોણ કરી શકે ? ભાવનાની લાખો સરવાણીઓ જેમાં મળેલી છે એવા જીવનસાગરની પરિદ્ધિ શા વડે થાય? અહો, માનવીનું જીવન કેટકેટલી ઉમદાભવ્ય સંભાવનાઓ ધરાવી શકે છે. પણ... આટલું અસીમ પામર અને અસીમ મૂઢ જીવન... માનવી આપઘાત કેમ કરી નથી લેતો? કથનાશય એ છે કે માનવી કેમ નભાવી લે છે. આટલું વિમૂઢ જીવન લાખો ભાવનાઓની ફળશ્રુતિ શું છે ? આખર કેમ જીવવું એ નિષ્કર્ષ પર માનવી કેમ કદીય આવી શકતો નથી ? અનંત ભાવનાઓ જ્યાંથી ઉદ્દભવ પામે છે એ ચેતન્યભૂમિ માનવી કેમ સ્પર્શતો નથી ? અનંતભાવધારાના ઉદ્ગમ-કેન્દ્રરૂપ પરમસત્તા કેમ પિછાણમાં નથી આવતી ? અહાહા.. એ સત્તા સાથે તદુપ-તન્મયતલ્લીન થવાય તો ભાવમાં કેવી અતળ ગહેરાઈ પ્રગટે? જીવનની ઢળતી સંધ્યાએ પણ માનવ નિર્ણય નથી કરી શકતો કે જીવનનું પરમગંભીર કર્તવ્ય શું છે. બીજા સામાન્ય કર્તવ્યો તો લાખો અદા થાય છે. ઠીક છે. પણ એની જ આડમાં જીવનનું સર્વોત્કૃષ્ટ કર્તવ્ય ઢંકાય જાય છે . રહી જાય છે. ને જીવન વિલીન થઈ જાય છે. કેવીકેવી ધારણાઓ હોય છે અને જીવન કેવો અકલ્પનીય પલટો લઈ લે છે ! છતાં માનવી સમજતો નથી કે એનું ધાર્યું થનાર નથી. જીવનધારા જે સમયે જેવો પણ વળાંક લે એને પ્રેક્ષકભાવે નિહાળતા રહી, જીવનથી સાવ અલિપ્ત બનવું એ જ જીવનમુક્તિ છે. ઘણી કઠિન વાત છે. મોક્ષમાં આત્મા એકલો છે છતાં ખાલીપણાનો અનુભવ નથી. નિજાનંદથી છલોછલપૂર્ણપણાનો અનુભવ છે. એકલાપણું ત્યાં સાલતું નથી પણ સુહાય છે. પ્રતિસમય આત્મા પૂર્ણ આનંદથી છલકતો સંવેદાય છે. આ વાત આત્મધ્યાની સ્વાનુભવથી જાણે છે. સદેહે મુક્તિનો અનુભવ જેને લાવે છે એને જ ખ્યાલ આવે છે કે એકલી ચેતન્યલીન મુક્તદશા કેવી અચિંત્ય રસસંવેદનાથી સભર છે... કેવી અદ્દભુત કૃતાર્થતા અહીં સંવેદાય છે, એ વચનગોચર નથી. પણ જીવ ધારે તો અવશ્ય એનો તાગ સ્વાનુભવથી મેળવી શકે છે. Page #326 -------------------------------------------------------------------------- ________________ સાધનાપથ અને આત્મજ્ઞાન ૩૧૭ આત્મધ્યાનમાં ડૂબી - આસ્વાદ લઈ - જીવ સહેલાઈથી તાગ પામી શકે છે કે મુક્તાવસ્થામાં કેવું અપ્રતિમ સુખ છે. ભાઈ મોક્ષની વાતો માત્રથી કંઈ નહીં વળે... એક જ ઈશારો જો લાધી જશે... જરાક નમૂનો જો જોવા મળશે... તો જીવ અનહદ દીવાનો આશક બની જશે. અનુભવયોગી અને શુષ્કજ્ઞાનીમાં તફાવત આ છે :- અનુભવજ્ઞાની આસ્વાદ લઈ લઈને બોલે છે. એની વાણીમાં સચ્ચાઈનો રણકાર છે... જ્યારે શુષ્કજ્ઞાની શબ્દોના સાથિયા પૂર્વે જાય છે પણ આંતરસંવેદન એવું સૂરીલું ન હોવાથી વાણીમાં સહુનો રણકાર નથી. ભાઈ. અનંતગણી મજા અનુભવમાં છે – વાતોમાં નહીં. વાતો કરવાનું બંધ કરી પહેલા અનુભવ પામવા એકલીન થા. અનુભવની ઝલક પછી... કરુણાથી થોડું બોલવું થશે તો એય પસંદ નહીં હોય. મૌનના અનંત ઉદધીમાં ડૂળ્યા રહેવાનું દિલ બની જશે. વાચકમાં અનંતની યાત્રા ખેડવાના ગહનમધુર અરમાનો જગાવી શકે તો આ ગ્રંથ લખ્યો સાર્થક માનું છું. ખેર મારી ગુંજાયશ કેટલી ? કોડભરી કન્યાના હૃદયના પીયુમીલનના જેવા અરમાનો અહર્નિશ ઉછળતા હોય છે એવા ચેતન્યમીલનના ગહનમધુર અરમાનો... ભટકેલ માનવજાતને જરૂર છે એવા અધ્યાત્મયોગીપુરુષની... જે એની સુષુપ્ત ચેતના પરિપૂર્ણ જગાવી શકે અને એ પૂર્ણચતનાનું ચૈતન્ય સાથે સાયુજય કરી આપે. માનવ ચાહે તેવા ઉત્કૃષ્ટ ભોગથી નહી પણ યોગથી જ અનંતતૃપ્તિ પામી શકશે. આ લખું છું ને સમય પણ થંભી ગયો માલુમ પડે છે. મારા હૃદયમાં જે ગહન પ્રશાંતિ છે એનો હૂબહૂ અનુભવ વાચકને પણ કરાવવા હૈયું થનગને છે... પણ વાચક જ્યાં સુધી અનુભવ સાધવા સંનિષ્ઠ પ્રયત્નશીલ ને સઘન પિપાસાવંત ન બને ત્યાં સુધી...? મોક્ષ અર્થાત આત્માની પરમશુદ્ધ દશા... મોક્ષમાં અનંત સુખ છે એવું દેવા માત્રથી એની અનંતશ્રદ્ધાપ્રતીતિ નહીં ઉદ્ભવી શકે. તદર્થ સમસ્ત સંસારનું વિસ્મરણ કરી સહજાત્મભાવમાં તરબોળ થવું રહેશે. જીવ અભ્યાસ કરે તો અવશ્ય સફળ થશે. Page #327 -------------------------------------------------------------------------- ________________ ૩૧૮ સાધનાપથ અને આત્મજ્ઞાન ચક્રવર્તી હોય અને એક ચાકરની માફક પ્રભુમાર્ગના દાસાનુદાસ થઈ રહે એ આ માર્ગ છે. જિનમાર્ગ અહંના આત્યંતિક વિલય માટે છે. હુંચક્રવર્તી હતો ને બધું ત્યાગી મુનિ થયો છું એવી વાત એ કોઈને ન કરે... અરે મનમાંથી પણ એવી મોટાઈ બિલકુલ કાઢી રહે. પોતાની જાત વિશેનું યથાર્થભાન જીવને ઘણાં મિથ્યાભિમાનોમાંથી છોડાવે છે. પોતાની કાર્યક્ષમતાનું ભાન જીવને આંધળુકીયા કરતા બચાવે છે. પોતાના દોષોનું ભાન જીવને વિનમ્ર અને લઘુ બનાવે છે. આંથી જીવ બીજા જીવો પ્રત્યેના અનાદરમાંથી બચી જાય છે. A ON " જ્ઞાનમાં ક્રાંતિ આવે તો જ ચારિત્રમાં ક્રાંતિ આવે. જ્ઞાનમાં જ્યાં સુધી ભ્રાંતિઓ પડેલ છે એ નિર્મળ ન થાય ત્યાં સુધી આચરણમાં ખરી ક્રાંતિ આવી શકતી નથી. મહાન ચારિત્ર્ય ખીલવવા જ્ઞાનને જેમ બને તેમ નિભ્રાંત-નિર્મળ અને ન્યાયી બનાવવું ઘટે છે. રાગ કે દ્વેષમાં તણાય ન જાય એવું સશક્ત-જ્ઞાન જ વાસ્તવિકતા નિહાળી શકવા સમર્થ થાય છે. વાસ્તવિકતા યથાતથ નિહાળનાર જ્ઞાન જ સ્વભાવિક-વૈરાગ્ય પેદા કરી શકે છે. આવો સહજ વૈરાગ્ય જ સાધુતાને પૂર્ણકળાએ ખીલવી શકે છે. જીવની મતિની ગતિ તૃષ્ણા પ્રતિ છે કે તૃપ્તિ પ્રતિ? અલબત અંતતઃ તો સહુ કોઈ તૃપ્તિ જ તલસે છે. જીિવ સાધનો છૂટાવીને ય આખર તો તૃપ્ત થવા જ ઝંખે છે. અહાહા...! ગહનતૃપ્તિ ક્યાં હશે ? માનવી બીચારો શોધે છે ક્યાં ને વસ્તુ છે ક્યાં ? હૃદયમાં તૃષ્ણા છે ત્યાંસુધી વિચારોનું તાંડવ મટવું સંભવ છે ને એથી ધ્યાન જામવું પણ દુઃસંભવ છે. ધ્યાન ન જામે તો વિચારોનું તાંડવ મટે નહીં અને વિચારોનું તોફાન મટે નહીં ત્યાં સુધી ધ્યાન જામે નહીં. કેવો જટીલ ઉલઝનભર્યો કોયડો છે આ... જીવનમાં એક તબક્કે અર્થોપાર્જન દ્વારા ઢગના ઢગ એકત્ર કરવાની પ્રગાઢ ઝંખના હતી. સુખના થોકબંધ સાધનો એકત્ર કરવાનો થનગનાટ હતો. સદ્ગુરુના પ્રતાપે એ બધી અનંત અનુબંધક રુચિ પલોટાયને પરમાર્થ-સાધનાની પરમ અભિપ્સામાં રૂપાંતરીત થઈ. Page #328 -------------------------------------------------------------------------- ________________ સાધનાપથ અને આત્મજ્ઞાન જીવ જો ભૌત્તિકસુખની ગહનભૂખનું પરમ અવગાઢાત્મરુચિમાં રૂપાંતરણ ક૨વા પામે તો અ.. નં. ત સુખ-શાંતિ-સમાધિના-અનંત તૃપ્તિના-દ્વાર ખુલી જાય છે. એની સમસ્ત તૃષ્ણા ધીમે ધીમે મૂળમાંથી વિલીન થઈ ૨હે છે– સદ્ગુરુની કૃપાથી આ સહજ બને છે. ૩૧૯ મુક્તિમાર્ગ એટલે તૃષ્ણામાંથી તૃપ્તિ તરફ જવાનો માર્ગ: અનાત્મભાવોના અડાબાડ અરણ્યમાંથી ‘આત્મભાવ’ના અલૌકિક પથ પ્રતિ જવાનો માર્ગ: જગના સંગ સમસ્તથી પરવારીને પરમ નિઃસંગપણે નિજાનંદની નિબિડઘન મોજો માણવાનો માર્ગ. અહાહા... એની કથા અવર્ણનીય છે. ON તૃષ્ણાની ખીણમાંથી ધીરે ધીરે ઉર્ધ્વગમન કરી કરીને, તૃપ્તિના ચરમશૃંગે જઈ બીરાજવાની પરમસાધના એનું નામ મોક્ષમાર્ગ છે. સાધકે સતત સમસ્ત ચેતનાનું ઉર્દ્વારોહણ સાધી સાધીને-મધ્યમાં ક્યાંય રોકાયા વિના – કૈવલ્યદશાના સર્વોચ્ચ શિખરે પહોંચવાનું છે. ©` માનવી ખરેખર યથાર્થ રૂપમાં નિપટ અજ્ઞાની ને અનાડી છે. એના અજ્ઞાનની કોઈ સીમા નથી છતાં...એ પોતાને પરમ સર્વજ્ઞ માની વર્તે પ્રવર્તે છે. આ ગર્વ જ એના જ્ઞાનાવરણને દૃઢ કરે છે – આવ૨ણ ભેદાતું નથી ને અંતર્શનનો વિરાટ ખજાનો ખુલતો નથી. © માનવીનું જ્ઞાન એવું એકાંગી છે કે પ્રાયઃ માનવી હંમેશા-સિક્કાની એક જ બાજુ જોવાની જેમ – કોઈપણ તથ્યનું એક તરફી જ જ્ઞાન કરે છે. જ્યારે એકતરફી જ્ઞાનનું તાન ચઢે છે ત્યારે બીજી બાજુ જોવા એ લગીર તૈયાર થતો નથી. એકતરફી જ્ઞાન અજ્ઞાનથી ય ભૂંડું છે. © જીવને આત્મહિતના અનંત આકાશમાં ઉડ્ડયન કરવું છે ને દશા તો એક પાંખ કપાયેલા પંખી જેવી મજબૂર મજબૂર છે. એની પાસે સ્યાદ્વાદના બોધરૂપી બંને પાંખ નથી. પ્રાણમાં અસીમ ઉત્કંઠા હીલોળા લે છે પણ કેમ ઉડવું ? પ્રમાણજ્ઞાનની પાંખો તો છે નહીં. હે આત્માર્થી સજ્જન...! કોઈ વેળા તું કદાચ મત્ત-પ્રમત્ત કે ઉન્મત થા તો પણ વિશુદ્ધ ન્યાયપ્રજ્ઞા તો ધારી જ રહેજે. જેવું તારું દિલ છે એવું જ જીવમાત્રનું દિલ છે. કોઈનાય દિલને ઈજા પહોંચી જાય એવું ઉદ્દામ-વર્તન તું કદીયેય કરીશ નહીં. પરમસંયમમાં રહેજે. Page #329 -------------------------------------------------------------------------- ________________ ૩૨૦ સાધનાપથ અને આત્મજ્ઞાન મુમુક્ષુ સાધક કોઈએ ન આપેલી હોય એવી વસ્તુને કદી ગ્રહણ તો કરતા જ નથી, પણ એમ ગ્રહી લેવાની ઈચ્છા પણ કરતા નથી. માલિકની સંમતી વગર કોઈ વસ્તુ એ લેતા-વાપરતા નથી. કોઈનું કંઈ હડપ કરી લેવાની વૃત્તિ તો એનામાં સ્વને ય હોતી નથી. મૂળ વાત તો એ છે કે.. મુમુક્ષુના મનમાં એક આત્માર્થ સિવાય બીજી કોઈ વસ્તુનું મૂલ્ય જ હોતું નથી. એથી તમામ ચીજો એને નિર્માલ્ય ભાસે છે. કોઈ આપે તોય લેવાનો ભાવ મહાપ્રાયઃ છે નહીં, ત્યાં વણઅપાયેલી વસ્તુ હડપ કરવાની વૃત્તિ તો મુદ્દલ ન જ હોય ને ? જ્ઞાની કહે છે કે “જેનામાં લૌકિક ન્યાય-નિતિના ય ઠેકાણાં નથી એનામાં અલૌકિકપથની સૂઝબુઝ હોય એ ત્રણકાળમાં સંભવીત નથી. રે આત્મા માત્રને આત્મવતું જોનાર કોઈ આત્માનો દ્રોહ-દગો કરે એ તો સૂરજ પશ્ચિમમાં ઉગે તો ય બની શકે જ નહીંને? અહાહા...! ખરે જ વિશ્વાસઘાત જેવું વિકરાળ કોઈ પાપ નથી. મહાપુણ્યોદયે મળેલા ઉત્તમ સંબંધો જેણે કદરદાનીથી જાળવી જાણેલ નથી અને આપસમાં દ્રોહ કરેલ છે એ કુદરતના મહાઅપરાધી છે. ભાવી અમાપકાળાપર્યત એ ઉત્તમ સાથી-સંબંધી પામનાર નથી, હે નિષ્ઠાવાન સાધક સુનિશ્ચિંત રહેજે... ક્યારેક તો જરૂર તને તારી પ્રાથેલી મહાન મંઝીલ મળશે જ. તારા પથના તિમિર તમામ અદશ્ય થશે ને વિમળ ઉજાસ પથરાશે. તારી તમામ મુંઝવણનો જરૂર અંત આવશે ને સર્વ પ્રકારે સર્વોત્કૃષ્ટ સમાધાનને તું પામીશ. હs નિષ્ઠાવાન સાધકને પરમ ન્યાય આપવા નિસર્ગના તમામ બળો કાર્યરત છે. સાચી નિષ્ઠા કદિયેય નિષ્ફળ જતી નથી. નિબિડ ભવરણમાંથી જે શીઘ ઉગરી જવા જ ચાહે છે જેને એકમાત્ર નિર્વાણનો જ ઉદેશ છે એનું હોનહાર ખૂબ જ રૂડું છે – ખૂબ જ રૂડું છે. પ્રભુ, મારી આજપર્વતની અગણિત ઉપાસનાઓ બધી જ અધુરી ને સદોષ છે – એમાં શુદ્ધિ અને વૃદ્ધિની અપાર આવશ્યકતા છે. મારા જેવો સુદ્ર ને પામર આવું વિરાટું કાર્ય કરી શકનાર નથી. તું કરુણા કરને જીવન સાધનાને તદ્દન નવો જ ઓપ આપ. Page #330 -------------------------------------------------------------------------- ________________ સાધનાપથ અને આત્મજ્ઞાન ૩૨૧ પ્રભુ, સ્વના અને સમષ્ટિના સંતુલીત ચરમ ઉત્કૃષ્ટ શ્રેયના મારા પરમ ઉદ્દેશને ભૂલીને હું ક્યારેય કોઈ ઉન્માર્ગે ચઢી ગયેલ હોંઉ તો અંત:કરણથી ક્ષમાવું છું. પ્રભુ, મને સદાય પરમપ્રયોજનસાધનામાં જ રત રહેવાનું મનોબળ તું આપજે. આમ જોઈએ તો વર્તમાન માનવજીવનમાં મહેફિલ મહેફિલ જામી છે. આજ મહેફિલના અપૂર્વ સાધનો ઉપલબ્ધ છે. પણ, અહહા, તદર્થ માનવહૃદયની પાત્રતા અર્થાત અત્યન્ત આવશ્યક એવી સંયમશીલતા – વિવેકપરાયણતા કેટલી અલ્પ થઈ ચૂકી છે ? નાથ ? ખોટું ચિંતવન ઘણું કર્યું છે... વ્યર્થ વિચારોની ઉડ્ઝનમાં અટવાયને અકારણ અંતરાત્માને દુઃષીત-દુઃખીત પણ પારાવાર કરેલ છે... મન એવું વિચિત્ર જાતનું છે કે વ્યર્થ વલોપાતો છેડી છેડી... અકારણે આત્માની શાંતિ-સમાધિ ડહોળી નાખે છે. જહs મિથ્થા ડર પણ કેટલો માઝાહીન ભર્યો છે માનવમનમાં.. એ નિર્દોષ એવા નુત્તનસુખના માર્ગે જતા પણ ડરે છે ! આ અજ્ઞાત ભય કોણે રોપેલ હશે ? શું આમ જ ડરીને એ મહાન મંઝીલથી દૂર ને દૂર જ રહેશે ? રે તો તો અનંત તૃપ્તિ અને મુક્તિ એ કેમ કરી પામશે ? નાથ ! મેં જાણે અજાણ્ય – ચિંતવનામાં પણ ન્યાયમાર્ગની અવગણના કરી હોય તો ભીનાશ્રદયે ક્ષમાવું છું. કોઈનું હિત ઘવાય એ રીતે મારું હિત કે મારું હિત ઘવાય એ રીતે કોઈનું હિત હું સાધવા માંગતો નથી. પ્રભુ મને સ્વપરનું સંતુલીત શ્રેયઃ સધાય એવી પ્રજ્ઞા આપો. જીવ અભાગીયો ક્યારેક કેવી લુક ચીજ માટે લાલાયત થઈ ભીખારાવેડાં કરે છે ! તુચ્છ વસ્તુમાં એ સ્વર્ગભાળે છે ! અહાહા... ? સમ્રાટનો પુત્ર પોતાની ઓકાત ભૂલીને જેની તેની પાસે સીગારેટ માંગે તો એ જેવું નિંદ્ય છે, એવી નિંદ્યદશા છે આ જીવની. અસંયમના કારણે આજ માનવગણ અતિ કમજોર થયેલ છે. એના અરમાનોનો પાર નથી – પણ, અસંયમના કારણે તૃપ્તિથી હજારો માઈલ દૂર છે. સંયમ યથાયોગ્ય પ્રમાણમાં ન હોય તો માનવી સમ્યગ્ન પ્રકારે ભોગવી ય શકતો નથી એ હકીકત છે. Page #331 -------------------------------------------------------------------------- ________________ ૩૨૨ સાધનાપથ અને આત્મજ્ઞાન . માનવીને એની ઊંડી ભૂલચૂક સુધારનાર કલ્યાણમિત્ર જો મળે તો એ ઘણું મોટું સદ્ભાગ્ય છે. સાધારણતઃ જીવને પોતાની ભૂલ બતાવનાર ગોઠતા નથી. – પણ જેને ભૂલ બતાવનાર રુચે છે એનું હોનહાર ખરે જ રૂડું છે. એવા જીવો જ આધ્યાત્મિક વિકાસના અધિકારી છે. હું કહું તેમ બીજાએ ચાલવું જ જોઈએ એવો આવેશ એ દ્વેષનો બાપ છે. – એ મોટો અધર્મ છે. સર્વ જીવની સ્વતંત્રતા પ્રસન્નતાથી સમત કરી મધ્યસ્થતા ધારવી જોઈએ. કદાચ પોતાની સાચી અને અત્યન્ત હિતકારી વાત પણ કોઈ ન માને તોય સમભાવ જાળવવો ઘટે. એવું શું છે કે જે મેળવ્યા વિના આખી દુનિયા મળે તો પણ નિરર્થક છે ? એવું શું છે કે જે મળ્યા વિના અનંત પુરુષાર્થયુક્ત એવી ધર્મસાધના પણ સાર્થક નથી ? કઈ એવી પાયાની ભૂલ છે કે જેના કારણે શાશ્વત નિર્દોષ દશા ઉદ્દભવતી નથી ? માત્ર અધર્મથી બચી જવું એટલો પરિસીમિત અર્થ ધર્મનો નથી. ધર્મનું ઘણું મહાન વિધેયાત્મક સ્વરૂપ પણ છે. વસ્તુનો સ્વભાવ તે વસ્તુનો ધર્મ'- એ ન્યાયથી આત્માના સ્વભાવને ઉઘાડે-ખીલવે. પ્રફુલાવે.વિકસાવે એનું નામ ધર્મ છે. આંતરચાથી યથાતથ્ય અવલોક્યા વિના, ઓથે ઓધે થતી બધી જ શ્રદ્ધા અંધશ્રદ્ધા છે. દેખતી શ્રદ્ધા કોને કહેવી અને અંધશ્રદ્ધા કોને કહેવી એ ગહન ગવેષણાનો વિષય છે. અલબત, પોતાની શ્રદ્ધાને અંધ કહેવા કોઈ તૈયાર નથી. પણ – . કેટલાય તત્વજ્ઞાનીઓની અસર આ જીવન ઉપર થઈ છે... ત્યારે જીવન કંઈક પશુતામાંથી બહાર આવેલ છે. જીવનમાં જે કાંઈ સુખ-ચેન-શાંતિ-સંતોષ-સમાધિ છે એ કોઈ દુન્યવી પરીબળોનો પ્રતાપ નથી પણ પરિસેવેલ તત્વજ્ઞાનનો જ રૂડો પ્રતાપ છે. @ s હે નાથ ! સુગમ રાહ મૂકી કઠોર રાહે ચાલવું પડે તો મને મંજૂર છે. પણ, પરમ ઉદેશની સાધનામાં સતત આગળ વધવાની મારી પ્રાણત્કઠા છે. પરમ ઉદ્દેશની પૂર્તિ અર્થે જે કાંઈ કરવું પડે તે કરવા: જે કાંઈ ત્યાગવું પડે તે ત્યાગવા હું તૈયાર છું. Page #332 -------------------------------------------------------------------------- ________________ સાધનાપથ અને આત્મજ્ઞાન ૩૨૩ જગતને કલ્યાણ ન કરવું હોય તો તું લાખ વાતેય પરાણે તે કરાવી શકનાર નથી. ખેર પરકલ્યાણનો વિમોહ તજી તારે જાતનું કલ્યાણ સાધી લેવા જેવું છે. બાકી, સંસારમાં હજુ જેને હાથે કરીને ભટકવું છે એને ભગવાને ઉગારી શકનાર નથી. આ દુનિયામાં નિર્વાણ સુખ કોને જોઈએ છે ? રે, એ કેવી ગુણમાનું છે એની ય ગમ કોને છે જેને હજુ સંસાર ઊંડે ઊંડે રુચે છે તે વેશમાં હોય કે નગ્ન હોય પણ ભાવથી સાધુ નથી.નિર્વાણ સુખનો નમૂનો પણ જેણે ચાખેલ નથી એને શું કહેવું ? જીવ, ભરમમાં પડીશ માં... નિવસની વાતો કરનારા બધા કાંઈ એના અનન્ય આશક હોતા નથી... વાતો કરે તેથી શું ? સાચા મુમુક્ષુએ એવા વાત-શૂરાઓથી ચેતવા જેવું છે. ગુરૂના નિર્મોહીપણાની તો મુમુક્ષુએ પૂરેપૂરી તલાસ કરી લેવી ઘટે. , યોગનો ભેખ રહી ગયેલ હોય ને અંદરથી યોગભ્રષ્ટ થઈ ચૂકેલ હોય એવા કેટલાય હોય છે. યોગભ્રષ્ટ થયાનું ગહનદઈ પણ જેના દીલમાં નથી – એવાઓ યોગની વાતો ક્યા મોઢે કરતા હશે એ કેમે ય સમજાતું નથી. લાખોને સાથે લઈ મોક્ષમાં જવાની મુરાદ ઠીક છે. પણ, કોઈ કરતા કોઈ સાથે ન આવે તો ય મુક્તિસુખનું મૂલ્ય ઘટી જતું નથી. સાચો આશક ટોળાની પરવા કરતો નથી. ટોળાને જવું હોય ત્યાં જાય; પોતાનું ગંતવ્ય સ્થાન એ ચૂકતો નથી. જs જે પરમાત્માને પોતે પાગલ બનીને ઉપાસે છે એ પરમાત્માએ સંસારને અનંત દુઃખનું મૂળ કહેલ છે ને મુક્તિને અનંતસુખનું કારણ કહેલ છે એ કેમ સમ્મત કરતો નથી ? – ઊંડા અંત:કરણથી કેમ એ સમ્મત કરતો નથી ? તો પછી પાગલ પૂજાનો અર્થ શો ? વીતરાગની પૂજા-પ્રશંસા પારાવાર કરવી ને રાગરસ સેવવાનું તો છોડવું નહીં– રાગનો તો ગાઢરસ પરિસેવવો, આ વાત કેવીક ન્યાય સંગત છે ? જેની પૂજા કરે એની આજ્ઞા માનવાના બદલે સાવ અવળું જ વર્તન કરે – એનો ખેદ પણ નહીં– તો એ પૂજક કેવો ? Page #333 -------------------------------------------------------------------------- ________________ ૩૨૪ સાધનાપથ અને આત્મજ્ઞાન ખરું કહો તો... જીવને વીતરાગી શાંતિનો કોઈ પરિચય જ નથી ત્યાં વીતરાગરૂપ થવાની અનન્ય આકાલાં ક્યાંથી એનામાં પ્રજવલીત બને ? આત્માનુભવ વિના આત્મધ્યાન જામે નહીંને આત્મધ્યાન વિના વીતરાગી શાંતિનો પરિચય થાય નહીં. શાની જેટલી ઊંચાઈએ ન પહોંચી શકો તો ય જ્ઞાનીની અદેખાઈ કદી ન કરજો. એમના નિર્માઠિપણાની નિર્મળદીલથી પ્રશંસા કરજો. એમના નિજાનંદને દેખી પેખી દીલથી પ્રસન્ન થજો. એમની ઉભરાતી આત્મસ્તિની અંતરથી અનુમોદના કરજો. જ્ઞાની કહે છે તું વિચાર કર તો પામીશ. ડી વિચારણા જામવી જોઈએ, વિચારણાઓ કરી કરી ને... અગાઉ જે દુન્યવી પદાર્થોને મહા મોટું મૂલ્ય આપેલ છે તે અંગે ફરી નવો નિષ્કર્ષ સાવવાનો છે. દૂન્યવી પદાર્થો વિશે સારાપણાનો જે પૂર્વગ્રહ છે એ તોડવાનો છે. સમજણનો વિપર્યાસ ટાળવાનું કામ ઊંડી વિચારણા કરે છે. વિચારણામાં જેમ જેમ ગહેરાઈ આવે – ગંભીરતા વધે – એમ એમ ગાઢ વિપર્યાસો પણ વિદાય થવા લાગે છે.ગહનવિચારક સાધક સદેવ પાર વિનાની બ્રાંતીઓથી મુક્ત થતો જાય છે. કર્તવ્ય અને અહંકારને – રાત્રી અને તિમિર – જેવો જ નાતો છે. અહંકાર રહીત કર્તવ્ય ઉદ્દભવે એ ઘણું દુઃસંભવ છે. અહંકાર કર્તવ્યને અને કર્તવ્ય અહંકારને બળ આપે છે. કેવળ સ્વપરહિતાર્થે જ કોઈ કર્તવ્ય થાય એ ઘણું ઘણું દુઃસંભવ છે. શાનીની નિર્મળદષ્ટિએ જેમાં કંઈ માલ નથી દેખાતો એમાં જીવ કેમ માલ દેખે છે ? જ્ઞાની તો સ્પષ્ટ રીતે જાણે છે કે કોઈપણ સ્થાને મોહાવું એ આત્મધન ખોવા બરોબર છે. આત્મહિત સિવાય ક્યાંય દિલ આપવા જેવું નથી. જઈs ભાઈ દુઃખને દૂર કરવા થતાં આર્ત રોદ્ર-ધ્યાન એ ઘણાં નવા દુઃખને નોતરે છે. એના વલખાં દુઃખને દશગુણું વધારી મૂકે છે. દુઃખમાંથી છૂટવા મથવા કરતા દુઃખને દીલેરીથી અપનાવી જાણો... તો દુઃખ એટલું તીવ્ર નહીં રહે પણ સહ્ય બની જશે. Page #334 -------------------------------------------------------------------------- ________________ સાધનાપથ અને આત્મજ્ઞાન ૩૨૫ સુખને પામવા વલખવું એ જ સુખ હોવા બરોબર છે. જરા ગંભીરતાથી આ તથ્ય સમજજો. સુખ મેળવવા વલખાં મારવાથી દુઃખ જ વધે છે. વલખાના કારણે સંતોષ દૂર રહેતા ઉભું સુખ દૂર જાય છે. અસ્વસ્થ થવાથી તો વિદ્યમાન સુખ પણ ભોગવી શકાતું નથી. સંયોગવો સુખ જેણે માનેલ છે, એને સંયોગો વિખરાતા દુઃખનો અનુભવ થવાનો જ. માટે તો જ્ઞાનીઓ સંયોગને દુઃખ-પરંપરાનું મૂળ કહે છે. સંયોગોમાં રાચનારને એના અભાવમાં ખાલીપો સાલવાનો જ. સંસારમાં કોઈપણ સંયોગનો અભાવ તો અવશ્ય થવાનો જ? @ જીવે સાંસારિક સુખ માણેલ છે એમ અધ્યાત્મસેવનથી ઉપજતા સંતોષ-સમતા-સમાધિ વિ.નું સુખ કદી માણેલ છે ખરું?તો બને સુખોની તુલના કરી એ સ્વતઃ અર્થાત આપમેળે નિર્ણય લઈ શકે કે નિર્વાણ આદરણીય છે કે નશ્વર જગત ? જs જીવનમાં જે કંઈ શાતા-શાંતિ છે એ ઘણો સત્સંગનો પ્રતાપ છે. – નહીતર આ જીવ બેસુમાર ઉકળાટ અને ઉત્પાત જ અનુભવતો હોત. સમાહિતચિત્તે જીવનનિર્વાહ સંભવે છે એ સદ્ગુરુનો પ્રતાપ છે. જીવે આ મહાન ઉપકાર કદીય પણ વિસરવો ઘટે નહીં. ©© મધુપ્રમેહનો રોગી હોય એ પોતાના મનને સાકર ન ખાવા કેવી રીતે સમજાવે ? એમ જીવે રાગરસ ન માણવા પોતાના મનને વારવું – સમજાવવું ઘટે. હૃદયમાં ખૂબ ઘુંટવું જોઈએ કે, રાગના વિપાક ખૂબ ભંડા છે એની મીઠપ માણવા જેવી નથી. જીવ સાધનામાર્ગે ખૂબ આગળ વધે પછી એક એવો તબક્કો આવે છે કે એણે બે વિકલ્પમાંથી – અર્થાત રાગ કે વીતરાગતામાંથી – એકની સ્પષ્ટ પસંદગી કરી એકને સરિયામ ભૂલી જવાનું હોય છે. ઘણી પરિપકવ પ્રજ્ઞાથી આ નિર્ણય થાય છે. આત્મહિતની વાતને વાયદે નાખવી કે, કાલ કરીશ – પછી કરીશ – એના જેવી મુખમિ બીજી એકપણ નથી, જીવે કેટકેટલી વાતો અત્યાર સુધીમાં વાયદે રાખી ; પરિણામ શું આવ્યું એ સ્પષ્ટ નથી તોય જીવ શા માટે વાયદા કરવાનું બંધ કરતો નથી ? Page #335 -------------------------------------------------------------------------- ________________ ૩૨૬ સાધનાપથ અને આત્મજ્ઞાન પાર વગરનું શોચી-ચિંતવીને ય જીવ જો નિષ્કર્ષ પર ન આવી શક્યો હોય ત્યાજય અને ગ્રાહ્ય અર્થાત ઉપાદેય ભાવોનો નિર્ણય ન સાધી શકેલ હોય; શું કરવું... એ વિમાસણનો સ્પષ્ટ તોડ ન પામી શકેલ હોય; તો એ મનોમંથનનું મૂલ્ય કેટલું? જીવને જ્યારે પોતાના મૂળસ્વરૂપની ઝાંખી થાય છે ત્યારે એને કળાય આવે છે કે ક્રોડો-અબજો. અસંખ્ય વરસો પહેલા પણ પોતે મૂળ સ્વરૂપે જેવો હતો એવો જ બીલકુલ આજે છે... અને... અસંખ્યકાળ વીતશે તો ય પોતે તો સદાય એવો જ રહેશે – જેવો છે. ભાઈ આપણા આત્માનું મૂળસ્વરૂપ તો સ્ફટિકરત્ન જેવું છે. એ મૂળરૂપમાં કોઈ મલીનતા-જામીખરાબી કદીયેય પેદા થતી નથી. ત્રણેકાળ એ એક સમાન રહે છે. યોગીઓ આ મૂળસ્વરૂપના ધ્યાનવડે જ સિદ્ધદશાને પ્રાપ્ત કરે છે. પોતાના ત્રિકાળશુદ્ધ ભગવદ્દસ્વરૂપને પિછાણવા સાધકે ઘેરી ધ્યાનમગ્નતા કેળવવી ઘટે છે. એ ભગવરૂપને ભજતા ભજતા આંખોમાંથી નીરની ધારાઓ વહેવા લાગે છે કે આવું મારૂં અનંત નિર્વિકાર સ્વરૂપ ક્યાં ને મારી વર્તમાન હાલત ક્યાં? સમ્રાટનો પુત્ર પોતાનું આત્મગૌરવ ભૂલી સામાન્ય માનવી પાસે પાન-બીડીના પૈસા માંગે તો એ કેવું લાંછનપ્રદ લેખાય? જીવ પણ પોતાનું પરમાત્મસ્વરૂપ ભૂલીને જગત પાસે જાતભાતની ભીખ યાચે છે. પુદ્ગલમાં સુખ માન્યું એ જ ભ્રાંતિ છે. જ્ઞાની પોતાની ભીતરમાં રહેલા ભગવાનને ભલીપેરે જાણે-પિછાણે છે. એ પરમાત્માની પરમભક્તિ પ્રતિપળ એમના અંતસમાં ઉછાળા લેતી હોય છે. અહાહા... ! એમની પરમોચ્ચ આત્મભક્તિ... એનો અલ્પ પણ અંદાજ સામાન્ય માનવીને હોતો નથી. એ એકદમ સ્પષ્ટ વાત છે કે – જેને રાગની તીવ્રરુચિ છે એને વીતરાગી અવસ્થા અભીસિત જ નથી. એને વીતરાગ વાસ્તવમાં રુચતા નથી. વીતરાગી શાંતિના પરમગહન સુખનો પરિચય પણ એને લાધ્યો નથી – એને આત્માનુભવ નથી. Page #336 -------------------------------------------------------------------------- ________________ સાધનાપથ અને આત્મજ્ઞાન ૩૨૭ = - કહેનાર આપ્તપુરૂષે બોધેલી વાત – જેમ બોધી છે તેમ જ, યથાતથ – સમજાવી એ મહાન સદ્ભાગ્યની વાત છે નહીંતર તો કહેનાર કહે કંઈક અને સાંભળનાર સમજે કંઈક, ખરે જ જ્ઞાનીપુરુષના વિરાટ્ હાર્દ કળવા એ મહાભાગ્યની બીના છે. 05 `સગાવહાલા' શબ્દ વપરાય છે. સગા સાથે વહાલા વિશેષણ જોડાય છે – પણ, વસ્તુતઃ કોણ સગા, કોને કેટલા વહાલા છે એ ગવેષણાનો વિષય છે. અલબત વહાલા હોવાનો દેખાવ અરસપરસ ઘણો કરવામા આવે છે – પણ.....! 70T અવલ્લકક્ષાના કલ્યાણમિત્ર બની રહે એવા સુજન-સાથીને ઊંડા હાર્દથી ઝંખી રહ્યો છું. જેનામાં ગહન સમજદારી... ગહન વિવેકશીલતા... ગહન તત્વરુચિ... ગુણની કદરદાની અને અધ્યાત્મની નીતનવી ગહેરાઈઓ ખેડવાની ખેલદિલી હોય... ©` પ્રભુ ! પ્રભુ ! દ્વિધામાં ને દ્વિધામાં સાધકની બહુમૂલ્ય શક્તિનો અને સમયનો કેટલો દુર્વ્યય થાય છે ? સાધક સ્પષ્ટ નિર્ણય કેમ નહીં કરી શકતો હોય કે મુક્તિની વાટ પકડવી છે કે માયાનગરની ? દોરાહા સ્થિતિથી તો અપાર નુકશાન થાય છે. 05 હૈયું અહર્નિશ નવી નવી હરણફાળ ભરવા ઈચ્છે છે. દૂર-સુદૂર જવા તડપે છે... પણ રાહભાન નથી. નિરંતર આ જ વિમાસણ ચાલે છે. શોચી શોચીને હૈયું નિરંતર થાક અનુભવે છે. સુવર્ણ પિંજરમાં બેસવું કે અનંત મુક્તાકાશમાં વિહરવું? © મળ્યું તો છે અણમોલમાં અણમોલ જીવન – પણ માનવી પાત્ર નથી. ગમાર આદીવાસીને ગંધર્વના ગાન સુણવા મળ્યા જેવું થયું છે. આ ખરે જ કરુણ હકીકત છે કે માનવીને શું મળ્યું છે એનું એને ખૂદને કાંઈ જભાન નથી. મૂઢ... અવિચારી...!! મધુરજનીની વેળાએ કોઈ, મામુલી બાબતની માથાફોડ કરવા બેસી જાય તો એ કેવી બેહદ બેહુદી ઘટના લેખાય ? એમ સત્ય આરાધવાના અણમોલ અવસરે જેઓ વાદવિવાદમાં વ્યસ્ત રહે છે એ કાગડાને ઉડાડવા કોહીનૂર ફેંકી દે છે. Page #337 -------------------------------------------------------------------------- ________________ સાધનાપથ અને આત્મજ્ઞાન વાચકો! કહેવું તો અમારે અપાર છે... હૃદયમાં તો અપરંપાર ભાવોદધી ઉછળે છે... પણ બધું લેખીનીમાં લાવી શકાતું નથી. સરસ્વતીની કોઈ મહેર અમારા પર નથી. અમે કોઈ કવિ નથી. ખરે જ હદયગત સંવેદના યથાર્થ વ્યક્ત થતી નથી. સાધકને ભાવના તો અમાપ આત્મહિત કરવાની છે પણ, જે નથી કરવું એ જ અનિચ્છાએ કરવું પડે છે. આવા વિષમ તકદીરનો ત્રાસ સાધકને ગગદીત કરે છે. મગ્ન રહેવું છે અને વિશુદ્ધ આત્માનંદમાં જ..હા! યથોચિત આચરણ પ્રગટવા ઘણી વિવેકસભર પ્રજ્ઞા અપેક્ષીત છે. સાધકે સદેવ કાર્ય પ્રજ્ઞાને પરમ વિવેકી કરવાનું જ કરવાનું છે. તદર્થ મોહનું જોર મંદ પડવું પણ આવશ્યક છે. જ્ઞાન-વૈરાગ્યની જેટલી બને તેટલી વૃદ્ધિ તદર્થ જરૂરી છે. જીવનમાંથી અનંતાનુબંધી દ્વેષને દૂર કરવો હશે તો એવો ઘનગાઢ રાગને પણ દૂર કરવો પડશે. રાગ અને દ્વેષ બંને એક જ સિક્કાની બે બાજુ જેમ સાથે હોય છે. માટે ઉગ્ર દ્વેષ-ક્લેશ નિવારવા હશે તો ઉગ્ર રાગ પણ પરિહરવો જ પડશે. આજે માનવીનું જીવન ભયાનક ક્લેશોથી ભરપુર છે. ભાઈ-ભાઈ મિત્ર-મિત્ર, પતિ-પત્ની મધ્યે પણ ક્લેશ-કંકાસ છવાયા છે. ભાઈ ! રાગનું જ દ્વેષમાં રૂપાંતર થાય છે હો. વીતરાગને હૈયે વસાવી રાગને જડમૂળથી નિવારવા જેવો છે. જે માનવી મનોમન પોતાની જાતનો આદર કરી શકે એવી સ્થિતિમાં નથી એ બીજા આત્માઓનો આદર કરી શકે એ સંભવ જ નથી. જેનું આચરણ એવું છે કે પોતાની જાત પ્રત્યે નિંદા પ્રવર્તે છે એ અન્યની પણ નિંદા જ કરવાનો. અપરિમય અતૃપ્તિથી ગ્રસીત આજનો માનવ ખૂદ જ સંતોષથી લાખો માઈલ વેગળો છે ત્યાં એ બીજાને સંતોષ-શાતા-સમાધિ પમાડી શકે એ સંભવ જ નથી. માનવીની પ્રથમમાં પ્રથમ જરૂરીયાત ધ્યાનમાં ઉતરી જવાની છે. Page #338 -------------------------------------------------------------------------- ________________ સાધનાપથ અને આત્મજ્ઞાન ૩૨૯ સહુ જાણે છે કે આજ સાચો પ્રેમ સાચો ભાવ – સાચું વાત્સલ્ય ક્યાંય રહ્યું નથી. માનવી પોતાના સહજ સ્વભાવથી અમાપ વેગળો થઈ ચૂકેલ છે એનું આ પરિણામ છે. બાકી, અંદરમાં તો અનંતગુણોના ભંડાર પડેલા છે. માનવ જ્યાં સુધી આંતરવૈભવનો આવિર્ભાવ નહીં કરે ત્યાં સુધી ન તો એ પોતે તૃપ્ત થવાનો છે કે ન . તો કોઈને પણ તૃપ્તિ પમાડી શકવાનો છે. પોતાના કલ્યાણની ગહેરાઈ સાધ્યા વિના કોઈ અન્યનું પણ ગહેરૂ હિત સાધી શકાતું નથી. જ્ઞાનીઓ કહે છેઃ ભાઈ તું અંતર્મુખ થઈને આત્મધ્યાન કર ને પરમ સ્વસ્થ થો: પ્રથમ તારી જ બીમારીઓ દૂર કર... પછી જગતની બીમારી દૂર કરવા ઉદ્યમવંત થજે. પ્રથમ આત્મવિશુદ્ધિ સાધવા જ તન્મય-તલ્લીન થઈ જવા જેવું છે. ભાઈ: પરની રહેણી-કરણી કે વિચારસરણી પરને આધીન છે. સૌ જીવો સ્વતંત્ર છે. એમને બદલાવવા તું બળ કરીશ તો કામ નહીં આવે. તું તારા જ આત્માને પ્રેરણા કરી કરીને એવી પરમદશાએ પહોંચાડ... પછી એમાંથી કોઈને સ્વતઃ પ્રેરણા લેવી હોય તો લે. ભાઈ તને પરમવાત્સલ્યભાવે વિનવું છું કે... પરનું કરવાની પંચાતમાંને પંચાતમાં તું સ્વહિત રખેય ચૂકી જઈશ મા. ટોળા ભેગા થાય તો પણ માની ન બેસીશ કે સૌને શાશ્વતહિતની દરકાર જાગી છે. ખરે જ નિજાત્માના શાશ્વતહિતની દરકાર કોઈકને જ પેદા થાય છે. આવો અણમોલ આ ગ્રંથ લખ્યો... પણ... કેટલા જીવો પરમસત્નો સાક્ષાત્કાર કરવા સમુત્સુક થશે એની અમને ખબર છે... અમે તો સ્વના સ્વાધ્યાયની પુષ્ટિ અર્થે જ સહજભાવે જે અંતર્ઝ ઉગી એ મુજબ આ ગ્રંથ લખેલ છે. વિરલા કોઈ એની ઉત્ક્રાંત અસર ઝીલશે. જDGE ભાઈ: બદલો લેવાની ભાવના બહું બૂરી ચીજ છે. કોઈ માનભંગ કરે કે પ્રતિકૂળ વચનો કહે એટલે એનો સણસણતો પ્રત્યુત્તર આપવા ઉત્તેજીત થઈ જવું સારું નથી. કોઈના ગેરવર્તાવથી ગિન્નાઈને પોતાનો રૂડો વિવેક આત્માર્થી સાધક કદિય ચૂકે નહીં. Page #339 -------------------------------------------------------------------------- ________________ ૩૩૦ સાધનાપથ અને આત્મજ્ઞાન ચાય તો એ છે કે દુર્જન જો એનો કૂડો સ્વભાવ ચૂકતો નથી તો સજ્જને પણ કેમેય પોતાનો રૂડો સ્વભાવ ત્યજવો ઘટે નહીં. પોતાનો સ્વભાવ - કોઈપણ સ્થિતિમાં ય ન ચૂકવોઃ સદાકાળ પોતાની સહજા—દશામાં લયલીન રહેવું એ આત્માર્થીનું પરમકર્તવ્ય છે. ભોગવીને સંતોષ પામી પછીથી ભોગોથી નિવૃત્ત થઈ જવું – એવો માર્ગ કેટલાક સૂચવે છે. તેઓ કહે છે કે જેની ઝંખના ન જ શમતી હોય એને ભોગવી લો અને પછી... પણ, કેટલું ભોગવી લેતા મન ઉપશાંતી પામશે ? સંભવ છે મન ઉર્દુ વધું લાલાયત બની જાય. જીવનસુકાન પોતાના હાથમાં જ રાખેઃ જીવનનયાનું સુકાન પરમાત્માને સોંપે નહીં. સુકાન પ્રભુને સૌપીને પણ જાતે ચિંતા કર્યા જ કરે – ઉત્પાત કર્યા કરે – અને પછી જીવન ન સુધરતા દોષ પ્રભુને માથે નાખે એ કાંઈ સાચા ભક્તના લક્ષણ નથી. ભક્ત તો જીવનના માલિક રહેવાનું નથી... જીવન સંપૂર્ણ સમર્પિત કરી એણે તો દાસવત્ રહેવાનું છે. એણે અત્યંત વિનમ્ર વિનમ્ર બની જવાનું છે. દરેક સારી-નરસી પ્રત્યેક વાતે એને થવું જોઈએ કે... ‘જેવી માલિકની મરજી'. જેબને તેનો સંપૂર્ણ સ્વીકાર. કર્મના કારણે હાની થઈ માનો-કબૂલો છો તો એવા હાનીકર્તા કર્મ હવે ન બંધાય એની કાળજી કેમ કરતા નથી ? કર્મના હીસાબે જે કાંઈ સંભવે તે પરમ પ્રશાંતભાવે સ્વીકારી: નવા કર્મ ન બંધાય એ અર્થે ઉચાટ-ઉદ્વેગ-ઉત્તેજનાદિથી અગળા રહેવું ઘટે. એ કેમ કરતા નથી ? અહાહા.. જગતની વિષમ સ્થિતિ તો જૂઓ. જીવો આકરા કર્મ ભોગવીને બાપડા ફૂટતા નથી. ઉલ્ટાના ઉહાપોહ મચાવી, નવા આકરામાં આકરા કર્મો બાંધે છે. હે જીવ! ગમે તેવા કઠણ ઉદયને પણ સમભાવે.પરમ સમતાથીભોગવી લેવામાં જ પરહિત છે. ભીડની વચ્ચે વસતો માનવ પણ કેવો એકલોઅટૂલો છે ? અહીં દિલની હમદર્દી બતાવનાર કોણ છે? અહીં માનવના સાગર સમા સંવેદનને ય સમજનાર કોઈ નથી. છતાં માનવની પામરતા છે કે એ ભીડથી અંજાયને સ્વધર્મ સૂકે છે. Page #340 -------------------------------------------------------------------------- ________________ સાધનાપથ અને આત્મજ્ઞાન ૩૩૧ અનેક આધિ-વ્યાધિ અને ઉપાધિઓમાં અટવાયને આત્મભાન ભૂલેલા લોકો સંવેદનજડ બની ગયા છે. જાણે માનવમાં આત્મા જ નથી. ખાલી ખોળીયું ભમે છે. હ્રદયની માસુમતા મરી પરવારી છે. મહામાનવ થવાની વાત તો દૂર દૂર પણ માનવ થવાને ય પાત્ર! 70 જાનમાં કોઈ જાણે નહીં ને હું વરની ફોઈ' – જેવી જીવની દશા છે. જરાક સમૂહ મધ્યે જાય કે જરાક કોઈના સંપર્કમાં આવે ત્યાં જીવની અંદરનો અહં ફૂંફાડાં મારવા માંડે છે. મોટાભાગના તમામ માનવી પોતાના કરતા તમામ માનવીને તુચ્છ સમજે છે. જ્ઞાનનો રસાસ્વાદ જાણ્યો-માણ્યો નથી એ બધા ખૂબ અભાગી જીવો છે. જ્ઞાનનો રસ કેવો અમૃતથી ય અમૃતથી ય અદકેરો છે એ તો જાણનાર જ જાણે છે. ખરે જ સમ્યજ્ઞાનના આનંદની તોલે ત્રિભુવનનો અન્ય કોઈ આનંદ નથી. જ્ઞાનીનંદી જીવન એ જ ખરૂ જીવન છે. ©Þ જ્ઞાન જેટલું નિર્મળ એટલું એ શક્તિશાળી. જ્ઞાનમાં જેટલી નિર્મળતા વધુ એટલી એની તીક્ષ્ણતા પણ વધુ અને રખેટલી એની ભ્રાંતિઓ ભેદવાની સમર્થતા પણ વધુ. જેમ જેમ જ્ઞાન નિર્મળ થતું જાય તેમ તેમ સુખદાયક શક્તિ પણ વધુ હોય છે. એની તમારી વાત ગમે તેટલી પરમ સત્ય લાગતી હોય પણ સામો વ્યક્તિ કઈ અપેક્ષાએ વાત કરી રહેલ છે એ સમજવા જરા ઠરીને યત્ન કરો. નાનો વ્યક્તિ પણ ઘણીવેળા મોટી સત્ય વાત કરતો હોય છે. માટે તુચ્છ માની એના મંતવ્યને અવગણો નહીં. સારૂં કે મારું એ સંશોધવા જીવે ભેજાનું દહીં કરવું ઘટે છે. જીવને જે સારૂં કે માઠું જણાય એ વાસ્તવઃમાં કેવુક સારૂ યા માઠું છે એ ગંભીર સવાલ છે. યથાર્થદર્શન કરવામાં પૂર્વગ્રહો અને પૂર્વનિબદ્ધ સંસ્કારો પાર વિનાના – બાધારૂપ બને છે. જીવને દૃષ્ટિપથમાં તો ઘણું ઘણું આવે છે પણ એ યથાર્થદર્શન છે કે કેમ એનો નિર્ણય નથી થતો. *ઘણીવાર તો સો ટકા સાચું દર્શન થવા છતાં પણ જીવ સંભ્રમમાં રહે છે - દ્વીધામાં રહે છે ને સત્યને પૂરી ખેલદિલીથી અપનાવી શકતો નથી. Page #341 -------------------------------------------------------------------------- ________________ ૩૩૨ સાધનાપથ અને આત્મજ્ઞાન કર્તુત્વભાવે કશો ફેરફાર કરવાની ચળવળ શમાવી શકાય તો આસાનીથી શુદ્ધ સાક્ષી બની – કોઈ પણ પરિસ્થિતિ મધ્યમાં – સ્થિતપ્રજ્ઞ રહી શકાય. તો પરિસ્થિતિઓ વડે પેદા થતા તમામ તણાવો ઉપશાંત થઈ જીવન હળવાશભર્યું ને સહજ જીવવા લાયક બની જાય. જીવનમુક્ત એટલે જીવન સંદર્ભની મોટીનાની તમામે તમામ જંજાળોથી વિમુક્ત એવી દશા. ખરા અર્થમાં તો એ મહાજીવન છે. આપણે જીવીએ છીએ એ વાસ્તવમાં જીવન નથી - ઝંઝટ છે. જીવન કેવું અગાધ આનંદપૂર્ણ છે એ તો જીવનમુક્તો જ જાણે છે. આ જીવની સાન ઠેકાણે કોણ લાવશે ? ઇન્દ્રિયોના વિષયમાં રાચી માચીને એ પોતાનું કેટલું અમાપ નુકશાન કરી રહેલ છે ? આત્મહિતનો અનંત દુર્લભ અવસર એ કેવા શુદ્ર હેતુસર હારી રહેલ છે ? રે... જીવનનો પરમહેતુ એની યાદદાસ્તમાંથી પણ નીકળી ગયો છે. અહાહા... જીવ સઘળું ય ભૂલી જાય છે. ચોર્યાસી લાખ યોનીના પરિભ્રમણમાં આ જીવે કેવી કેવી કારમી યાતનાઓ વેઠી છે કે એ સ્મરણમાં આવે તો ય કંપારી વછૂટી જાય... જ્ઞાનીઓ ગદ્ગદ્ હેયે જીવને ચેતવે છે કે આ અવસર પામી અનંત પરિભ્રમણ ટાળી દેવા જેવું છે.” વર્તમાન સુખ-સગવડના સંયોગો જોઈ જીવ એના કેફમાં જ ગાફેલ બન્યો છે. ક્ષણભંગુરતાનું ભાન ભૂલી, જાણે બધું શાશ્વત હોય એમ એ નચિંતપણે જીવી રહ્યો છે. સંયોગોથી છૂટા પડવાની વાત એને સાંભળવી સુદ્ધાં ગમતી નથી. તો છોડવાની વેળા આવશે ત્યારે ? આ જીવ શા માટે બીજાની સહાયની ઝંખના કરે છે ? સ્વતંત્રપણે પોતાની સંપ્રજ્ઞા એ કેમ ખીલવતો નથી ?..ખરે તો એને નીજહિતની ખેવના જ નથી. જો એવી ઉત્કટ ગરજ હોત સ્વહિતની... તો અનુભવજ્ઞાનીઓનો એક ઈશારોય પર્યાપ્ત બનત. અરે જીવ ! દુઃખ-દર્દની વેળા કોઈનીય સહાયની અપેક્ષા ધરીશ નહીં. તું કાં ભૂલી ગયો કે અનંત અવતારોમાં તો તે કેવળ અકેલા અકેલા જ અસીમ અસીમ પીડા-યાતના વેઠી છે... જીવ! આખર તારા કર્મ જ તારી સાથે રહેવાના છે, માટે તું કર્મ સુધાર. Page #342 -------------------------------------------------------------------------- ________________ સાધનાપથ અને આત્મજ્ઞાન ૩૩૩ સંયમનો ખરો અર્થ મર્યાદા થાય છે. સમ્યગુ-યમ થાય છે. અર્થાત્ સમ્યગુ નિયમન- સપ્રમાણ નિયમન. આત્મહિતની લાગેલ લગનીના પ્રમાણમાં ઉપાધિઓ સંક્ષેપી લેવી એનું નામ સંયમ છે. સ્વરૂ પસાધનામાં આવશ્યક એવો ત્યાગ સહજપણે સંભવે તે સંયમ. આત્મજ્ઞાન વિચારણાથી થતું નથી. સામાન્યતઃ જ્ઞાનનો ઉદ્ગમ વિચારણાથી થતો હોય; આપણે જ્ઞાનપ્રાપ્તિ માટે ગહન વિચારણામાં ઉતરીયે છીએ. પણ આત્મજ્ઞાનની વાત નિરાળી છેઃ તમામ વિચારણાઓ શમી જાય ત્યારે એ ઉગવાનો અવકાશ છે. સમજો તો સ્વબોધ થવો એ કાંઈ કપરું કાર્ય નથી. બીજા તમામ વિચારો શાંત થઈ જાય... ચેતના નિસ્તરંગ સરોવર જેમ સાવ ઠરી જાય... અને એક ક્ષણાર્ધમાં અંદરમાં પ્રકાશ થઈ જાય કે આ હું એમ પોતાની ખરી અસ્તિ સંવેદનમાં આવી જાય... સત્ય વિશેની તમામ વિભ્રાંતિ - બ્રાંત માન્યતાઓ . પરહરી દો... તો સહુ પામવાનો માર્ગ અત્યંત સુગમ થઈ રહેશે. બધી ભ્રાંત ધારણાઓ ફગાવી દો: શુન્યચિત્ત થઈ કેવળ ગહન પ્રતીક્ષા કરો. થશે તો કાર્ય એક ક્ષણમાં જ થશે. ગહન પ્રતીક્ષા જરૂરી છે. જDO પતિ દેશાવર ગયેલ હોય તો વિરહણી સતિનાર એના વાવડ-સમાચારની કેવી પ્રતીક્ષા કરે ? એમ શાંત-સ્તબ્ધ થઈ સતુને સમજવા માટે પરમ આતુર બની રહો. બીજું સઘળુંય ભાન વિસરી મધુર પ્રતીક્ષામાં મગ્ન મગ્ન રહો. એક કેવળ સત્ સિવાય બધું જ નિસ્સાર છે. પછી એ રજકણ હોય વા અખીલ બ્રહ્માંડનો વૈભવ હોય - બધું જ નિસ્સાર છે... હે આત્માર્થી ! તમે સર્વત્રથી લક્ષ હઠાવી . અતર્મુખ થઈ. સ્વબોધ પામવા પરમ આતુર બની રહો... જગત પ્રતિ આદરભાવ કે તિરસ્કારભાવ જેવું કશું ન રહે. અર્થાત જગતના કોઈ કરતા કોઈ ભાવ પ્રતિ આદર નહીંતે તિરસ્કાર પણ લવલેશ નહીં– એવી અનુપમદશા ઉદ્દભવે ત્યારે જીવ આત્મજ્ઞાનધ્યાનમાં એકાકાર થઈ શકે છે. Page #343 -------------------------------------------------------------------------- ________________ ૩૩૪ સાધનાપથ અને આત્મજ્ઞાન ગૃહસ્થ સાધકને કેટલાક બાહ્યભાવ જકડી રાખે છે ને પ્રગાઢ આત્મ-એકાકારતા થવા દેતા નથી એ અમુક અંશે ખરૂ – પણ, કેટકેટલાય ભાવો કંઈ જીવને વળગ્યા નથીઃ જીવ જ એને વળગ્યો છે. ધારે તો જીવ ઘણાં ઘણાં ભાવો પ્રતિ ઉદાસીન થઈ શકે છે. સંસારમાં રહીને ય જીવ નિર્ણય કરે કે હું સંસારમાં ભલે રહ્યું પણ સંસાર મારામાં ન રહો તો એ ઘણુંખરૂ ફકીર જેવું જીવન જીવી શકે છે. અભ્યાસે આવું જીવન સહજ જીવી શકાય છે. મોહના ઘરમાં રહી મોહને મારવો એ કેવું અજોડ પરાક્રમ છે !!! ©T સત્ની શાશ્વત મધુરતાને પામવી હોય તો મધુર ભાસતી ભ્રાંતિઓ નિર્મમપણે મૂકી દેવી પડશે... મીઠી મધ જેવી ભાસતી મોહિનીઓ મેલી દેવી પડશે. ભ્રામક કલ્પનાઓના સ્વર્ગને આગ ચાંપી દેવી પડશે. આમૂલક્રાંતિ સર્જવી પડશે. પૂર્ણ પુરુષ થવા અર્થે સાધકે અપાર અપાર ભ્રાંતિઓ ભેદવી પડે છે. દિન-રાત આત્મનિરિક્ષણ ચાલે અને ગુણદોષનો અંતર્બોધ તીવ્રતમ થતો રહે તથા અભિનવદર્શન ઉઘડવાની સાથોસાથ વિચાર-વાણીવર્તાવમાં નિરંતર ઉત્ક્રાંત પરીવર્તનો થતા જાય. ©Þ નવોદિત નિર્મળ દર્શનને નિષ્ઠ રહી... સમયે સમયે... તદનુરૂ૫ આચાર-વિચાર પણ પરીવર્તીત કરતા રહેવા એ ઉત્કટ જાગૃતિવાન પુરુષથી જ સંભવ છે. પરાપૂર્વથી ચાલ્યા આવતા અભિપ્રાયો-ખ્યાલો પલટાવવા અર્થે સતત-અનવરત પ્રજ્ઞા-પુરુષાર્થ જોઈએ. 1001 સત્તા નિઃશબ્દ અનુભવન સિવાયના, તમામ સત્યો સાપેક્ષપણે સાચા છેઃ પણ નિરપેક્ષપણે સાચા જ છે એવું નથી. ભાઈ, ઘણી ગંભીર વાત છે. વાત એ છે કે તમામ પૂર્વનિબદ્ધ ધારણાઓથી વિમુક્ત થઈ, નવેસરથી સત્ય ખોજવા મથવાનું છે. વાદવિવાદ કરવા જશે એ વાત ચૂકી જશે. વિવાદ નહીં: ખોજ કરવાની છે, ખંતથી. ભાઈ...! સત્યનો રાહ ઘણો અલાયદો અને અગમ્ય છે. ખેંચાતાણીમાં પડવા જેવું નથી. ખોજી જ ખરેખરી વસ્તુસ્થિતિ વિલોકી શકશે. પરમ વિનમ્રપણે ખોજી બની જીવવું. Page #344 -------------------------------------------------------------------------- ________________ સાધનાપથ અને આત્મજ્ઞાન ૩૩૫ પોતાની ઘણીબધી પામરતાનું પ્રકૃષ્ટ ભાન પ્રગટે ત્યારે “અકર્તા થવું આસાન બને છે. પ્રજ્ઞાનો ઉજાસમયી પ્રકાશ લાધ્યા વિના પામર જીવ કરી પણ શું શકે ? બીજું કંઈપણ કરવા જવું એ એક અર્થમાં આત્મસ્મરણ ચૂકવા જેવું બની રહેતું નથી શું?? ચક્રવર્તીપણાનો અમાપ અમાપ વૈભવ પરિહરીને... મુનિ થયા બાદ પણ જો અહંકાર રહે કે મેં કેટલું દોમદોમ ઐશ્વર્ય ત્યાગું – તો સંયમનું જે અનંતફળ ઉપલબ્ધ થવું જોઈએ એ થાય નહીં. પૂર્વે પરિસેવેલ ભોગ-ઉપભોગનું પણ સ્મરણ ખરા મુનિ કદીય કરતા નથી. ચક્રવર્તી મુનિ ભૂતકાળમાં જેવા પ્રવૃત્તિમાં પ્રચૂર ડૂબેલા હતા એવા જ મુનિ થઈને પરમ નિવૃત્તિમાં ગળાબૂડ ડૂબી જાય છે. ભોગમાં શૂરા હતા એથી ય અદકરાયોગમા શૂરા થઈ એ અહોરાત્ર આત્મતલ્લીન બની જાય છે. ભૂતકાળ યાદ પણ આવતો નથી. જીવે શું અપૂર્વ મેળવવા અથાગ અભ્યાસ કર્યો ? શું અપૂર્વ મેળવવા લગ્ન કર્યા ? શું અપૂર્વ મેળવવા વિપુલ ધનોપજન ક્યું ? અગણિત પુરુષાર્થો શા માટે કર્યા? આખર બધુ કરીને ય જીવ શું મેળવવા મથતો હતો ? અને વસ્તુતઃ એણે શું મેળવ્યું? જીવ સતત-અનવરત ગાંડા ઘેલા ઉધામાઓ કર્યું જાય છે –પણ – અંતરાત્માને ગહન તૃપ્તિ શેનાથી થાય એ ગણતો નથી. કેટકેટલુય મથવા છતાં– કેટકેટલુય કરવા છતાં – ગાઢ તૃપ્તિ પામવી તો દૂર, પણ આકરી અતૃપ્તતા વેઠી રહ્યો છે. એક રાહ ગહન આત્મભાવમાં ઠરવાનો છે ને એક રાહ વિષયો અર્થે ઉતપ્ત થવાનો છે. સાધકના જીવનમાં એવી પળો આવે છે કે આ બે રાહમાંથી એકની એણે દઢપણે પસંદગી કરવાની છે ને બીજો રાહ મક્કમપણે મૂકી દેવાનો છે. સ્યાદ્વાદ એટલે મર્યાદાભાન. કોઈપણ તથ્ય કેટલે અંશે અર્થાતુ કઈ સીમા સુધી સાચું છે અને કેટલે અંશે – કઈ સીમા સુધી ખોટું ય છે – તથા – એની વિરૂદ્ધનું પણ તથ્ય કઈ સીમા સુધી સાચુંખોટુ છે એનું પ્રમાણ ભાન એનું નામ સ્યાદ્વાદ જ્ઞાન. અહો, કેટલું અસીમ ઉજ્જવળ-જ્ઞાન: Page #345 -------------------------------------------------------------------------- ________________ ૩૩૬ સાધનાપથ અને આત્મજ્ઞાન અડધા ભરેલા પાત્રને કોઈ ભરેલું કહે તો એની વાતમાં અમુક હદ સુધીનું તથ્ય છે ને કોઈ એને ખાલી કહે તો એની પણ વાતમાં અમુક હદ સુધીનું તથ્ય છે. આથી કોઈ વાતને ઉતાવળે પૂર્ણસત્ય કે ઉતાવળે પૂર્ણ અસત્ય સમજી લેવી વ્યાજબી નથી. સંસારમાં પ્રાય બધા સ્વાર્થના સગા હોવા છતાં ક્યાંક નિસ્વાર્થ પ્રેમ પણ અસ્તિ ધરાવે છે. જે જેટલો સહયોગ આપે એનો એટલો ઉપકાર માનવો જ રહ્યો. પ્રત્યેક સત્ય-તથ્યને એની એક મર્યાદા હોય છે... એ ભૂલવું ન ઘટે. સાધકે કોઈના મંતવ્યભેદને દિલેરીથી ખમતા-પચાવતા શીખવું ઘટે. સ્વભાવિક છે કે વ્યક્તિએ વ્યક્તિએ કાંઈને કાંઈ તો મંતવ્ય ભિન્નતા રહેવાની જ. કોઈના મંતવ્યભેદ પ્રતિ અરૂચિ ન દાખવતા સામાને ય સમજવાનો મહત્તમ પ્રયાસ કરવો ઘટે. સામાની વાત વાજબી ન લાગે તો ય એના પ્રભુતુલ્ય આત્મા પ્રતિ લગીરેય નફરત કરવી ઘટતી નથી, સાધક જો બીજાના દોષ બને તેટલા અત્યંત ગૌણ કરતા શીખી જાય તો પ્રેમાદર ભાવ અખંડ રહી શકે – સર્વ પ્રતિ આત્મવત્ પ્રેમાદર જળવાય શકે. દરેક મનુષ્યાત્મા ભાવનાનો તો મહાસાગર છે. એ ભાવનાઓને સમ્યગુ-વપરહિતલક્ષી મોડ આપવાનું મહત્કાર્ય માર્ગદષ્ટા પુરુષોનું છે. ભાવના એક મહાન શક્તિ છે – એનો પરમ સદુપયોગ કેમ સંભવે એ સદ્ગુરુ શીખવે છે. ભાવના આત્માનું અવલ્લ ઘડતર કરે છે. આત્માને એ નવું જ જીવન બક્ષે છે, ખરે ભાવના જ કર્મનીસુખ દુઃખની નિર્માતા છે. પ્રશસ્ત ભાવના પરમ સુખદાત્રી છે. એમાં ય વિશુદ્ધ આત્મભાવનાનો તો મહિમા અનંત અનંત છે. હે સાધક ! તું જો જીવનને ખરેખર રમ્ય-ભવ્ય બનાવવા ચાહતો હો – અત્યંત ઉમદાભવ્ય જીંદગી જીવવા ચાહતો હો તો – ભાવનાને વિમળભવ્ય બનાવી જાણ, તદર્થ શક્ય વધુ ને વધુ સત્સંગસવાંચનને તત્વચિંતન સેવ. Page #346 -------------------------------------------------------------------------- ________________ સાધનાપથ અને આત્મજ્ઞાન ૩૩૭ સાધકને અમુક હદ સુધી પ્રશસ્ત-કષાય હોય છે એની ના નથી. પણ ઘણી ઘણી શોચનીય વાત એ છે કે ‘પ્રશસ્ત’ કહેવો કોને ? જીવ આપમેળે માની લે કે મારો કષાય પ્રશસ્ત છે – તો એ એની ભૂલભ્રમણા પણ હોઈ શકે છે. – 710 સ્વ-પરના હિતની જ ભાવના ભરપૂર હોય, અને પરમ આત્મસ્થભાવે સેવાતો હોય, દુન્યવી કોઈ કામના – લાલસા ન હોય, જે આત્માને લગીર બેચેન નહીં પણ ઉલ્ટો સ્વસ્થ બનાવી રાખતો હોય તો એ કષાય પ્રશસ્ત કહી શકાય. 710 જે સત્ જોયું-જાણ્યું... એનો અંતરના ઊંડાણમાંથી પ્રતીતિપૂર્ણ રણકાર ગુંજવો કે અહો... આ પરમ સત્ય છે : આ જ પરમહિતકારી પથ છે. ને હ્રદય ભક્તિભાવપૂર્ણ બની અહોભાવથી છલકાય જવું બન્ને તેનું નામ સમ્યક્શ્રદ્ધાન છે. © સત્ત્ની - અંતસ્થલમાંથી ઉઠતી - પ્રગાઢ શ્રદ્ધેયતા એ પરમ આત્મોત્થાનની જનની છે. સત્ય સમજવું અને એની અગાધ અહોભાવના પેદા થવી એ અલગ જ વસ્તુ છે. સદર્શન પશ્ચાત ઊપજતો નૈસર્ગિક અહોભાવ અલૌકિક વસ્તુ છે. 70 સત્યને જાણ્યા પછી... ‘એ એમ જ છે’ એવો ગહેરાઈમાંથી અંતર્નાદ ગુંજે અને હ્રદય આદર-ભક્તિથી ઉભરાય રહે - અંતઃકરણમાં સંપૂર્ણ નિઃશંકતા વ્યાપી જાય - એનું નામ સમ્યગ્દર્શન છે. સત્ અને સ્વ ઉભય એકરૂપ ભાસી રહે છે. પોતે જ સત્' છેઃ અનંત સત્યોનું ઉદ્ગમસ્થાન. 10 સૌ રૂડા વાના થઈ રહેશે... બધું જ સારૂ બની રહેશે... એવી ગહન આસ્થાવાળો જીવ જે કાંઈ બને તે સકળ સારૂ જ માને છે. મારૂ સર્વ પ્રકારે સારૂ બની રહેશે એવી સાધકહ્રદયમાં ઊંડી ને ઉજાસમયી ધરપત હોય છે. કુદરત ખૂબ દયાળુ છે – એ અંતરાત્માની સાચી ભાવનાને ન્યાય આપે જ છે. 1001 કોઈને રૂડું લગાવવા સત્યની અવગણના કરવી કે અવમૂલ્યન કરવું એ કાતિલ માનસંજ્ઞા છે. લોકોને ખુરા કરવા સત્યનું ખૂન કરાય નહીં. હા, સામો અપાત્ર જણાય તો મોન જરૂ૨ સેવાય પણ ભળતી વાતમાં ભળી જઈ અસત્યને સમર્થન અપાય નહીં. Page #347 -------------------------------------------------------------------------- ________________ ૩૩૮ સાધનાપથ અને આત્મજ્ઞાન કોઈને સારા લાગવા માટે વાચાળ થવું અને સાચી વાત કરવાને બદલે સામાની અજુગતી વાતમાંય હા પૂર્યા કરવી એ સત્યનો દ્રોહ છે. સંયમ-સુવિનયપૂર્વક પણ શક્ય અસત્યનો પ્રતિકાર ખૂમારીથી કરી સત્ય સ્થાપવું જોઈએ. T ક્યારેક સામાનું અહિત થતું અટકાવવા એવા સમર્થ ર્થ પુરુષ પુણ્યપ્રકોપ પણ દાખવે. પોતાનો કક્કો ખરો કરાવવા નહીં કે પોતાનું જ્ઞાનીપણું - મહંતપણું સ્થાપવા નહીં કિન્તુ, કેવળ સામા જીવના હિતના આશયથી થોડો ઘણો પ્રકોપ દેખાડવો પડે. સામાના હિતનું બહાનું આગળ ધરી પોતાની પ્રકૃત્તિ - વિષમ પ્રકૃત્તિ - નો કંઈ બચાવ કરવાનો નથી. સાધકે સર્વ પ્રથમ કાર્ય પોતાની પ્રકૃત્તિ અવિષમ બનાવવાનું કરવાનું છે. સ્યાદ્વાદપણે સ્વપરહિત સાધી જાણવું એ ઘણું જ દુષ્કર કામ છે. 70 ભાઈ ! અજ્ઞાન જેટલું ભયંકર નથી એથી કંઈ ગુણો અહંકાર ભયંકર છે. આ જીવ ભૂતકાળમાં અનંતવાર મહાજ્ઞાની તો થયો છે પણ અહમૂથી અળગો થયો નથી. જીવનું અનંતવાર સાધનાપથથી પથભ્રષ્ટ થવું અહંકારને કારણે જ સંભવ્યું છે. 1601 ભાઈ ! આપણે અનંતકાળથી સાધનાને નામે અપરંપાર કર્યું છે. અનંતવાર કર્યું છે. પણ બધામાંથી અહંકારનું વિષ નિર્મૂળ કર્યું નથી. આપણો કર્તાભાવ જ પ્રગાઢ થયો – અકર્તાસ્વભાવ તો છેક જ વિસરાય રહ્યો. કર્તાભાવનો ત્યાગ કદી સંભવ્યો નહીં. VOGN કર્તાભાવના પ્રાબલ્યથી જીવ જ્યાં ને ત્યાં વગર વિચાર્યે ડહાપણ ડોળતો રહે છે. દુનિયા આખીને વણમાગી સલાહ આપતો ફરે છે કે તમે આમ કરો - તેમ કરો - પણ પ૨મનિર્મળ જ્ઞાન ઉપલબ્ધ ન થાય ત્યાં સુધી મૌન રહેવાનું મુનાસીબ માનતો નથી. © પ્રેમ જેવા પરમોચ્ચ વિષયની વાર્તા જ જ્ઞાની મહાઃય છેડતા નથી. એ વાર્તા કરવાનું એઓ ટાળે છે. કારણ વિમળ આત્મપ્રેમની જગતજીવોને કાંઈ સુધબુધ નથી. જ્ઞાની શું અનંત ઉંચાઈની વાત કરે છે જીવો શું ક્ષમતાથી એ સમજે છે ? Page #348 -------------------------------------------------------------------------- ________________ સાધનાપથ અને આત્મજ્ઞાન ૩૩૯ નારી એક પ્રબળશક્તિ છે – પણ વિમાર્ગે ચઢી ચૂકેલ છે. અલબત પુરુષ પણ વિભ્રાંતિના વમળમાં જ અટવાય ચૂકેલ છે. નારી પ્રેરણામૂર્તિ બની શકે – પણ કોઈ વિરલ નારી... બાકી તો એ સ્વયં જ સુદ્ર વાતોમાં અટવાયેલ હોય ત્યાં !! 10 આત્મબળ ગુમાવી બેઠેલો આજનો માનવી ભીતરથી ઘણો કમજોર બની ચૂકેલ છે. એને મંછા છે મેરૂપર્વતની ટોચે વિરાજવાની – પણ પંગુતા એવી પારાવાર દુનિર્વાર છે કે... આટલું બધું આત્મબળ એ કેમ ગુમાવી બેઠેલ હશે ? પોતાના જ આત્માનો – પરમ આત્માનો – મહિમા... પોતે જ ભૂલેલ છે. – અને હું વામન, હું કંગાળ. હું કર્માધીન... એવા એવા જૂઠા ખ્યાલોમાં અટવાય ગયેલ છે. આથી આત્મગૌરવ ભૂલી એ અત્યંત ક્ષુદ્રભાવોમાં રાચી-માચી રહેલ છે. ર અંતરની ગૂઢ ઉલઝનોમાંથી આત્મદેવને - આત્મદેવ સિવાય - બીજો કોણ ઉગારે ? કોઈ બીજો પરમાત્મા નથી કે જે અંતરના પ્રતિપળના ધબકારને સાંભળે, જ્ઞાનીઓ કહે છે કે ભાઈ, તારો પરમાત્મા - તારો નાથ તું સ્વયં જ છો. તું જ સ્વયં જાગી સ્વયંને ઉગાર'. F પાયા વિનાના તોતિંગ મહેલો ચણવાનો કોઈ અર્થ નથી. સાધનામહેલનો પાયો સમ્યજ્ઞાન છે. પાયો સમજણની સચ્ચાઈ છે. માટે સમજણ પૂર્ણ ખીલવી કોઈ પણ અરમાન કરતાં પહેલા એની યથાર્થતા - અયથાર્થતાનો અને હિતકારીતાનો નિર્ણય ક૨વો ઘટે. 70 ભાઈ ! આત્માની વેદના ઘણી અમાપ મહાનમાં મહાન વસ્તુ છે હોં. જીવનનું ખોયેલ સાફલ્ય - ખોયેલ અનંતમાંગલ્ય - ઉપલબ્ધ કરવા આત્માની ચચરતી ઉત્કટ વેદના આવશ્યક છે. ગહનગાઢ વેદના પ્રજ્જવળે તો જ પૂર્ણપુરુષ થવાના અરમાન ફળી શકે. બ્રહ્મચર્ય એટલે રાગ-અનુરાગના તીવ્ર-મંદ તમામ વિકલ્પથી બચવાનું છે. માત્ર સત્વનું સ્ખલન ન થાય તેની દરકાર એટલો મર્યાદિત અર્થ બ્રહ્મચર્યનો નથી. તમામ રાગચિંતનોથી બચી; વીતરાગીસ્વભાવમાં વાસ કરવો એનું નામ નૈખીક બ્રહ્મચર્ય છે. Page #349 -------------------------------------------------------------------------- ________________ ૩૪૦ સાધનાપથ અને આત્મજ્ઞાન જીવ પોતે વિકારગ્રસ્ત હોય જ્ઞાનીને પણ વિકારી કલ્પી લે છે. પોતાની જેવી વૃત્તિ હોય એવા વૃત્તિવાન એ બધાને કલ્પી લે છે. પોતે હીનવૃત્તિ હોય, બીજાની પરમોદાત્ત વૃત્તિની પિછાણ કે ઝાંખી એને મહપ્રાયઃ થતી નથી. 05 માનવીનું જીવન એટલે એક વ્યર્થ ખોજ. જ્યાં જે નથી ત્યાં તેની તંતભરી તલાસ. જ્ઞાનીઓ ખોજની દિશા નિરાળી સૂચવે છે. પણ જીવનો તંત એવો તીવ્ર છે કે નિરાળી દિશા ભણી નજર દોડાવવાય એ તત્પર થતો નથી ત્યાં... ખૂબખૂબ ઠરીને... પ્રશાંતધીરભાવે... વ્યતીત જીવનની અગણિત ઘટનાઓને સ્મરણમાં લાવે તો માનવીને અવશ્ય વિશભાન લાધે કે કેવા કેવા વિકરાળ અજ્ઞાનના પોતે પોષણ કર્યા છે – વાત ખૂબખૂબ ઠરીને અતીતકાળ નિહાળવાની છે. ગઈ કાલે જે અમાપ મૂલ્યવાન ભાસતું હતું એ આજ સાવ નિર્મૂલ્ય પણ ભાસી શકે છે. ગઈ કાલે જેની ખાતર આકરા ક્લેશ-સંક્લેશો કર્યા હતા એ આજ સાવ નિરર્થક પણ ભાસી શકે છે – જો ઠરીને વ્યતીત જીંદગીના સ્મરણ વિલોકવામાં આવે. - -0T કોઈને ઉપદેશ આપવાનો પ્રસંગ ઉપસ્થિત થાય તો શ્રવણ કરનાર આત્માની રુચિ ખાસ ચીવટથી ચકાસવી. સાંભળનારને ઉલ્ટી સતુની અરુચિ પેદા થાય કે કંટાળો પેદા થાય એવું ન બને તેની સદૈવ તકેદારી રાખવી ઘટે. એવું જણાય તો મૌન જ રહેવું ઘટે. ©` સામાનો ગેરવર્તાવ એ એનો ગૂનો છે. - એ એ જાણે - પણ એ પ્રતિ ગુસ્સો પ્રગટવો એ આપણો અપરાધ છે. – આપણો અવગુણ છે. ભાતભાતની પ્રકૃત્તિના જીવો ભાતભાતનું વર્તન-વલણ દાખવે. સાધકે તો રૂડી મધ્યસ્થભાવના ધરી રાખવી ઘટે. 0 સાધકે તો ઘુંટીઘુંટીને ધર્મવીરત્વ એવું અવગાઢ આત્મસાત કરી લેવું ઘટે કે ગમે તેવી કપરામાં કપરી કસોટીની વેળા આવે તો પણ આત્મા કાયર ન બને - હતાશ ન બને. કસોટી કાળે પણ પોતાની સહજાત્મદશા એવી ને એવી જ અકબંધ જાળવી શકે. Page #350 -------------------------------------------------------------------------- ________________ સાધનાપથ અને આત્મજ્ઞાન ૩૪૧ માનવી ગર્વમાં ગુલતાન થઈ ફરે છે ત્યારે ભૂલી જાય છે કે ગર્વ તમામ પલકારામાં ગાયબ થઈ જાય એવી અણચિંતવી આપદા આવી શકે છે. રૂપનો, બળનો, આરોગ્યનો ઇત્યાદિ પ્રકારનો મદ સેવે છે પણ એ સઘળાની વિનશ્વરતા લગીર લક્ષગત કરતો નથી ! 0 જીવને કૃતાર્થતા – જીવનની ખરેખરી સાર્થકતા – પામવાનો ઉપાય તો સાવ નિરાળો જ છેઃ અને જીવ તદર્થ જે કાંઈ ઉપાયો કરે છે એ તદ્દન અલગ જ છે. જીવનનું ખરૂ સૌભાગ્ય શું છે ? જીવ ઠરીને સાચા ઉપાયને વરે નહીં ત્યાં સુધી મહાન કૃતાર્થદશા સંભવ નથી. હે પરમ આત્મા ! તું નથી કોઈનો પુત્ર કે નથી કોઈનો બાપઃ નથી કોઈનો પતિ કે નથી કોઈની પત્નીઃ કોઈનો શેઠ કે કોઈનો ગુરૂ ય નથી કે કોઈનો સેવક યા શિષ્ય પણ નથી. એ બધી ભ્રામક ધારણાઓ ભૂલી જા - તું તો ‘શુદ્ધચૈતન્યજ્યોત' સિવાય કશું નથી. પરમાર્થદૃષ્ટિથી પ્રેક્ષતા... જીવને કોઈ બંધ-સંબંધ નથી. જીવનું મૂળભૂત સ્વરૂપ ત્રિકાળ નિબંધમુક્તગગન જેવું છે. જીવને કોઈથી કંઈ જ લેણાદેણી નથી. જો મર્મ પામી શકે તો જીવ આ પળે જ શીવ સમાન ને શુદ્ધ-બુદ્ધ છે. 70 મારા પ્રભુ તમને કોણે કહ્યું કે તમે પુરુષ છો કે યા તમે સ્ત્રી છો ? ખોળીયાની ઓળખ એ કાંઈ તમારી ખૂદની ખરી ઓળખ નથી. તમે ખોળીયાથી તદ્દન ન્યારી એવી અદ્ભુત ચૈતન્યજ્યોત છો. તમે સ્ત્રીપુરૂષ કે નપુંસક છો એ વાત જ ભૂલી જાઓ. તમે તો ત્રિકાળવર્તી ચૈતન્યમૂર્તિ છો. હે પરમાત્મા (પરમ આત્મા)... તમે પર-આત્માને તો ખૂબખૂબ ઉપાસ્યા. હવે પોતાના ૫૨માત્માને અર્થાત્ સ્વને પિછાણો... તમે તો ભગવત્સ્વરૂપ છો... તમારા એ અંતર્યામિને આરાધો અને ભીતરમાં ધરબાયેલી અનંતશક્તિનો આવિષ્કાર કરો. 1801 આખું જગત ધર્મ ધર્મ લવ્યા કરે છે. પણ, ઘર્મનો મર્મ લગીરે ય જાણતું નથી. એ મર્મ પામવા તો મહાસાગરના મંથન કરવા જેવી આકરી વિમાસણો કરવી પડે. મર્મ શું ? ગહન મર્મ શું ? એવી અનવરત તલાસ જામે તો મર્મ કળી શકાય. Page #351 -------------------------------------------------------------------------- ________________ ૩૪૨ સાધનાપથ અને આત્મજ્ઞાન ભગવાનની અનંત ભગવત્તા એ કઈ અલૌકિક - અદ્ભુત વસ્તુ છે એ જાણ્યા-પિછાણ્યા વિના ભજન કોનું ? અનંત ભગવત્તાને ભલીપેરે જાણતા-પિછાણતા, જીગરમાંથી જેનિરવધી અહોભાવની લાગણીઓ પ્રસ્ફુટે એ જ ૫૨મ ભક્તિ છે. NOG ભક્તિ કરવી નથી પડતી. – પ્રેમની માફક એ સહજ ઉદ્ભવી જાય છે. પ્રભુનો કે પરમગુરુનો મહિમા ચિત્તમાં છલકાય ત્યારે હ્રદય સહેજે આફ્રિન પુકારી ફીદાફીદા થઈ એ પરમ વિભૂતિ પ્રત્યે લળી-ઢળી જાય છે એ તત્ત્વતઃ ભક્તિ છે. ©` સંસારી જીવને... કોઈ સુંદર યુવતિ જોતા એની સ્તવના કરવાનું શીખવવું પડે છે ? કે હ્રદય સ્વતઃ સ્તવનામાં સરી જાય છે ? એમ ગુણના પ્રેમી જીવો ક્યાંય રૂડી ગુણીયલતા જુએ કે સ્વતઃ એની સ્તવનામાં સરી પડે છે – એ કાંઈ શીખવવાનું ન હોય. 70` ધનના રુચિવાન જીવને જેમ ધનિકની વાર્તામાં ૫૨મરસ ઉછળે છે - યુવાહ્રદયને જેમ પ્રેમની વાર્તા સુણતા રોમાંચ ઉદ્ભવે છે - એમ ધર્માત્મા જીવને સંત-સાધુની કથામાં ગહનરુચિ સ્વભાવતઃ' *રાયમાન થતી હોય છે. -70Þ ભક્તિની ગહેરાઈને પામવા મથ - હે ભવ્ય જીવ - ભક્તિની અતળ ગહેરાઈને પિછાણ, સાચા પ્રેમમાં જેવી અગાધ ગહેરાઈ છે એવી અનંત અગાધ ગહેરાઈ ભક્તિમાં છે. ગહન અંતરાળમાંથી ઉદ્ભવતી સહજ ભક્તિધારામાં છે : જે ભક્તને ભગવાન બનાવી દે છે. 70× આ દેહ તો ખરેખર એક મુઠ્ઠી રાખની ઢગલી છે. ખોળીયાની ઓળખ એ આત્માની ઓળખ નથીઃ પણ સગા-સંબંધી સૌ મૂઢ છે. એ ખોળીયાને જ જૂએ - રૂએ છે. આપણા આત્માથી કે આત્માના અનંતહિતથી કોઈને કાંઈ નિસ્બત જ નથી. 70T તમારો સમાજ તો તમારા વૈભવ-કીર્તિને જ ઓળખે છે. તમે રખે ય વિભ્રમમાં ન રહશોઃ તમને ખુદને અર્થાત્ તમારી શાશ્વત અસ્તિને ઓળખનારૂ કોઈ નથી. તમારી કોને પડી છે ? જન્નતમાં જાવ કે જહન્નમમાં જાવ – તમારી કોઈને પડી નથી. Page #352 -------------------------------------------------------------------------- ________________ સાધનાપથ અને આત્મજ્ઞાન ૩૪૩ આજનો માનવી કેટલી પાર વિનાની પંચાતો કરે છે ! એ દુનિયાભરની નવાજૂની ચર્ચા ડાહ્યો દેખાવા મથે છે. એને ખરેખર ડાહ્યા થવું નથી પણ ડાહ્યા દેખાવું છે ! દેખાવાની આ ભ્રામક ધૂન ખાતર એ દિનરાત વ્યર્થ વાતોમાં જ રચ્યો-પચ્યો રહે છે. ©` આપણો આત્મા હળુકર્મી તો અનંતવાર થયો છે... હળવા કર્મના પ્રતાપે એ દેવલોકમાં પણ અનંતવાર જઈ આવ્યો છે. પણ... નિષ્કર્મી થવાની નેમ એણે કદી ધરી નથી. સકળકર્મથી વિમુક્ત એવી સિદ્ધદશાની અભીપ્સા એના દિલમાં ઉગી નથી. 70 હકીકત એ છે કે નિર્વાણસુખનો કોઈ નમૂનો જીવે કદીયેય દિલભર આસ્વાદ્યો જ નથીઃ નિષ્કર્મી થવાની નેમ એ ક્યાંથી ધરી શકે ? જો એકવાર પણ નિવાર્ણસુખની નાની શી ઝાંખી જાણવા-માણવા પામે તો નિષે એની નીયત પલટાય જાય. 70 નિર્વાણસુખની ઝાંખી મળી શકે તો નિજસ્વરૂપના ધ્યાન દ્વારા જ મળી શકે તેમ છે. આથી જીવે પ્રથમમાં પ્રથમ કાર્ય કેવળ નીજસ્વરૂપની ભાળ પામવાનું કરવાનું છે. બીજા બધા અનુષ્ઠાનો કરવા કરતા ઉપયુક્ત કાર્ય જ સર્વ પ્રથમ' કરવું ઘટે છે. મુમુક્ષુની આ બુનિયાદી જરૂરિયાત છે. 0 સુખ ગમે ત્યારે પણ ઊપજે છે તો ભીતરમાંથી જ ઊપજે છે: એ બહારથી આવતુ દેખાય તો એ ભ્રાંતિ છે. સહજસુખ આપણો સ્વભાવ છે. ગુલાબમાંથી સુગંધ પ્રસરે એમ સહજતઃ આત્મામાંથી સુખ પ્રતિક્ષણ પ્રસરી રહ્યું છે. સુખ માટે માત્ર લક્ષ સ્વભાવ બાજુ વાળવવાનું છે. ©Þ રાગ-દ્વેષ આદિ હ્રદયમાં ઉત્પન્ન જન થાય એવી પ્રખર જ્ઞાનદશા ખીલવી જાણવી એ ખરી આલોચના છે. રાગાદિની વ્યર્થતા અને વિનિપાતકતાનું એવું વિશદ્ભાન ખીલી આવે કે એને ઉત્પન્ન થવા અવકાશ જ ન બચે એ ખરેખરું પ્રાયશ્ચિત છે. 70 રાગ મારા સુખનું કારણ છે એવી મતિ એ મોટું મિથ્યાત્વ છે. એ મિથ્યાત્વ નિવારે નહીં અને આલોચના કર્યા કરે – વિકારનું પ્રાયશ્ચિત કર્યા કરે – તો એમ કોઈ કાળે ય રાગાદિ મૂળથી દૂર થાય નહીં. ‘રાગ મારા સુખનું નહીં પણ દુઃખનું કારણ છે.' – એવું સચોટ ભાન જોઈએ. Page #353 -------------------------------------------------------------------------- ________________ ૩૪૪ સાધનાપથ અને આત્મજ્ઞાન જ્ઞાનીઓ કહે છે કે પ્રખર જ્ઞાનજાગૃત્તિ એ જ ચારિત્ર છે. રાગાદિ દોષ છે ને એ નિશ્ચે દુઃખરૂપ છે એવું હ્રદયંગમ ભાન ખીલી ઉઠવું એ જ રાગાદિના વિલયની પ્રક્રિયા છે. માટે, રાગ-દ્વેષ હેય છે એવું ભાન ઘૂંટી ઘૂંટીને મતિમાં દૃઢીભૂત કરવું જોઈએ. 70≈ ભાઈ... ! તું ચારિત્ર સુધારવા ઝંખતો-તડપતો હો તો જ્ઞાનમાં હેય-ઉપાદેયનો વિવેક ખૂબ જગાવજે. મારે હેય અર્થાત્ ત્યાજ્ય શું છે અને મારે ઉપાદેય અર્થાત્ આદરણીય શું છે એનો સુસ્પષ્ટ ચિતાર પોતાના જ્ઞાનમાં ખડો કરવો ઘટે. 70 મોટું મન રાખવું. જગતના પાગલ લોકોની તમામ ગેરવર્તનાઓને દરિયાવ દિલથી દરગુજર કરવી... અલબત, મોટું મન રાખવું આસાન નથી – એમાં ઘણું જતું કરવું પડે છે. પણ એમ જતું કરનારને કુદરત ઘણું અલૌકિક આપી રહે છે એ હકીકત છે. = 0 ધણીના મનમાં કોઈક જૂદી જ રમતી હોય તો ધણીયાણીના મનમાં ય કોઈક જૂદો જ રમતો હોય છે— એવો આ સંસાર ! સંસાર છલનાઓથી ભરેલો છે. નિષ્ઠાવાન વ્યક્તિને પણ નિષ્ઠાવાન જ પાત્ર સાંપડે એવું નથી. જેમ તેમ ઝંપલાવીને દિલ આપી દેવા જેવું પણ નથી. ગંભીર થવું ઘટે છે. ©` જીવન વ્યવહારમાં જેમ જેઓ સમજીને ચાલ્યા છે એ જ સુખીયા થયા છે ને સમજ્યા વગર ચાલનારા ભયંકર દુ:ખી થયા છે એમ અધ્યાત્મમાર્ગમાં પણ જેઓ વસ્તુસ્થિતિનો ગહનમર્મ સમજીને વર્ત્યાપ્રવર્ત્ય એ જ પરમાનંદની અમરધારા પામી શક્યા છે. બાકી તો ખૂબ ભટકી ગયા છે. ©Þ પ્રથમ તો... અનંતકાળથી આથડતા ને અનંતયાતના ભોગવતા રહેલા એવા પોતાના આત્માની અમાપ દયા ઊપજવી ઘટે. જેને પોતાના આત્માની એવી અવગાઢ અનુકંપા ઊપજે એને જ અન્યજીવોની સાચી અનુકંપા સ્વતઃ આવી શકે – બીજાને નહીં. ©Þ આ જીવને અનાદિકાળથી આજપર્યંતમાં ક્યારેય પોતાના પતીત અને પીડાતા આત્માની એવી પરમ અવગાઢ અનુકંપા ઊપજી જ નથી. જો એ એકવાર પણ ઊપજે તો જીવ અન્ય સઘળું ગૌણ કરીને દિનરાત આત્મહિતની જ ચિંતામાં લાગી જાય. Page #354 -------------------------------------------------------------------------- ________________ સાધનાપથ અને આત્મજ્ઞાન જીવનો સ્વભાવ છે કે જેની ચિંતા જાગે એનો ઉકેલ શોધવા એ અનાયાસે મથતો થઈ જાય. ખોજે એને ખરેખર મળી જ રહે છે. ચિંતા પ્રબળ જાગે તો ઉકેલની ખોજ પણ પ્રબળ થઈ રહે. અંતર ઉલઝનનો ઉકેલ ન મળે ત્યાં સુધી ક્યાંય-કશુંય ગમે નહીં એવી સ્થિતિ થાય. ૩૪૫ સત્ય જ્યારે કથનમાં આવે ત્યારે... અમુક અપેક્ષા વિશેષથી જ અમુક તથ્ય કહેવાતા હોય છે. બધા પડખા કંઈ વાણીમાં એકસાથે અભિવ્યક્ત કરી શકાતા નથી હોતા. કેટલુક કહેવા છતાં કેટલુક અધ્યાહાર પણ રહી જતું હોય છે. આમ થવું અનિવાર્ય છે. F મનોરંજનની આમ આદમીના જીવનમાં થોડીઘણી આવશ્યકતા હશે પણ ખરી – પરંતુ – આટલા બધા મનોરંજનની -- મનને આટલું બધુ બહેલાવવાની જરૂરત છે ખરી ? માનવીના સત્વનું શું ? એની સાત્વિક પ્રયોજનની નિષ્ઠાનું શું ??? કહેવાય છે કે અતિ સર્વત્ર વર્જયેતુ' – અર્થાત્ અતિ સર્વત્ર વર્જય છે. કોઈપણ વસ્તુની અતિ સારી નથી. સંયતભાવે દરેકનો સમાદર થાય એજ સમુચિત છે. જે સ્વસ્થ નથી એ સંયમી નહીં રહી શકે.ને.જે સંયમી નથી એ સ્વસ્થ નહીં રહી શકે. 710 પ્રમાદનો અર્થ બહુધા લોકો આળસ એટલો જ કરે છે પણ પ્રમાદ એટલે આત્મજાગૃત્તિના અભાવમાં જે કાંઈ થાય તે પ્રમાદ છે. પંચેન્દ્રિયના વિષયોમાં ગુલતાન થવું કે ક્રોધાદિ કષાય પોષવા એ પણ પ્રમાદ છે. પ્રમાદના સંસ્કાર અનાદિરૂઢ આત્માને વળગ્યા છે. 70 શુદ્ધાત્માની આનંદધારા કેવી અવગાઢ અને કેવી અવલ્લકોટીની હોય છે એ પામર અને પ્રમાદી જીવ જાણતો પણ નથી. પ્રમાદની અત્યધિકતાના કારણે શુદ્ધાત્માનું લક્ષ પણ સધાતું નથી ત્યાં એ લગનમાં મગન થવાનું ને આનંદધારામાં મહાલવાનું તો સંભવે જ ક્યાંથી ? ©Þ શબ્દાદિ વિષયોની આસક્તિ અલ્પ કરતો રહી જીવ જો સુપેઠે અંતર્મુખ થવાનો મહાવરો કરે ને ભલી પેરે અંતર્લીન થાય તો એને અપૂર્વ આનંદાનુભવ સંવેદાય અને એની તુલનામાં સહજ જ દુન્યવી તમામ સુખો ફીક્કા ભાસતા હોય એનો સહજ ત્યાગ સંભવ બની રહે. Page #355 -------------------------------------------------------------------------- ________________ ૩૪૬ સાધનાપથ અને આત્મજ્ઞાન સંસારી જીવો જેમ પંચેન્દ્રિયના વિષયોમાં મગ્ન થઈ આત્મહિત સરાસર ચૂકી જાય છે તેમ આત્માર્થી જીવો આત્મહિતમાં મગ્ન થઈ પંચેન્દ્રિયના વિષયો સાવ ભૂલી જાય છે. વાત મહત્વની મગ્નતાની આત્મભાવમાં મગ્ન થવું કે અનાત્મભાવોમાં એ જ નિર્ણય કરવાનો છે. અહાહા... આત્મસુખમાં મગ્ન થયેલા મહામુનિવરો સમસ્ત સંસારને એવા અનહદ ભૂલી જાય છે કે જાણે અનાદિકાળથી પોતે વિરક્ત ન હોયઃ જાણે અનાદિકાળમાં ક્યારેય સંસારસુખ અનુભવેલ જ ન હોય ને નિતાંત નિજાનંદની મસ્તીમાં જ નિમગ્ન હોય. ભાઈ ! આત્માનંદમાં મગ્નતા જ મોહનો કેફ ઉતારી શકશે. એ મનતા જ સહજ-વૈરાગ્યનો પ્રાદુભાવ કરશે. શબ્દાદિ પાંચ વિષયનો વ્યામોહ અબ્રહ્મ છે. બ્રહ્માનંદમાં લીનતા લાવે તો અબ્રહ્મનો પરિહાર થવો સહજ સ્વાભાવિક છે. તો જ નષ્ઠિક બ્રહ્મચર્ય નિષ્પન્ન થાય છે. 70 આત્માનંદમાં ઓતપ્રોતાઓળઘોળ થઈ શકનારને બીજું કરવાનું શું છે ? – કશું જ નહીં. જે બીમાર નથી - સંપૂર્ણ સ્વસ્થ છે અને ક્યાં ઔષધની આવશ્યકતા ? બસ, સ્વાથ્ય બની રહે એટલું જ જોવાનું છે. સ્વમાં સ્થિત છે એ સ્વસ્થ જ છે ને સ્વસ્થ જ રહેવાનો છે. સ્વરૂપધ્યાન આરંભાય કે તત્ક્ષણ એટલો બધો ગહન આનંદ ન અનુભવાય પણ જેમ જેમ ધ્યાનમાં ગહેરાઈ આવતી જાય – બીજા વિચારતરંગો મોળો પડવાથી આકુળતા જેમ જેમ અલ્પ થતી જાય – તેમ તેમ આનંદ દૈનંદિન ગાઢ-પ્રગાઢ થતો જ જાય છે. આપણા દુઃખોનો ઘણો ખરો મદાર પરિસ્થિતિ પર નથી, પરંતુ મનોસ્થિતિ ઉપર છે. ખરૂં કહીએ તો બધો જ મદાર મનોસ્થિતિ પર જ છે. અમુક પરિસ્થિતિ હોય ત્યારે અમુક જ પ્રકારની મનોસ્થિતિ હોય એવો કોઈ નિયમ નથી. મનોસ્થિતિનો મદાર આપણી સમજણ ઉપર છે. પરિસ્થિતિ બદલે વા ન પણ બદલે પણ ધ્યાન મનઃસ્થિતિને તો આમૂલ બદલાવી શકે છે. ધ્યાન મનને નિસ્તરંગ બનાવે છે. વ્યર્થ તરંગો વિદાય થતાં તન્ય આકુળતા પણ વિદાય થઈ જાય છે. અહાહા... ધ્યાન મનઃસ્થિતિ કેવી મંગળમય બનાવી શકે !!! Page #356 -------------------------------------------------------------------------- ________________ સાધનાપથ અને આત્મજ્ઞાન ૩૪૭ મન સ્વસ્થ અને વિધેયાત્મક બને એટલે એ ખોટા, ખરાબ કે આશંકા-કુશંકાના વિચાર કરતું નથી. બલ્ક દરેક બાબતમાં એ શુભ સંકેત જ નિહાળી રહે છે. જે થાય તે ભલા માટે” – માની મન પાર વગરની માઠી ચિંતવનાઓથી બચી જાય છે. માઠી ચિંતવનાઓ દૂર થાય એટલે મગજ ઉપરની ખોટી તાણ પણ દૂર થઈ જાય છે. હૃદય ફૂલ જેવું હળવું અને પ્રસન્ન બની જાય છે. લોહીનું દબાણ સુસંવાદી બની જાય છે. સ્વસ્થ તન-મન હોય સાધક પ્રસન્નભાવે પોતાનું પરમપ્રયોજન સાધી શકે છે. મહાનુભાવો! તમારે સર્વપ્રકારે સુખી સુખી થવું હોય તો ધ્યાનનો અભ્યાસ કેળવો. એના લાભો અપરંપાર છે. મારાથી ધ્યાન થઈ શકે નહીં એવા ભ્રાંત-પ્યાલો કાઢી નાખો. નાની આઠ વર્ષની બાલિકા પણ ધ્યાનનો અભ્યાસ સાધી એમાં નિપૂણ થઈ શકે છે તો... ધ્યાનની. શરૂઆતમાં થોડી રુચિ કેળવવી પડે છે . પછી તો ધ્યાન દ્વારા જે ચિત્તની શાંતિ, પવિત્રતા. પ્રસન્નતા અનુભવવા મળશે એથી આપોઆપ એમાં ઉત્કટ રુચિ ખીલી જશે. ધ્યાન વિનાનું જીવન ઉજ્જડ વેરાન ભાસશે. ધ્યાનથી નવજીવન લાધ્યાનો અનુભવ થશે. જ્ઞાન દ્વારા ધ્યાન વિકસિત થશે અને ધ્યાન દ્વારા જ્ઞાન વિકસિત થશે. જ્ઞાન-ધ્યાનના સથવારે તમે જે વિપુલ આત્મહિત સાધવા સમર્થ થશો એ ખરે જ અવર્ણનીય છે. તે મુમુક્ષુ ભવ્યાત્માઓ...! જ્ઞાન-ધ્યાન જ મુક્તિમાં મૂળહેતુ છે એ ભૂલશો નહીં. કોઈ માનવી કેટલો પ્રગાઢ મૂઢ છે એ એને સ્વયંને સહપ્રાય: ખ્યાલમાં આવતું નથી. મોટાભાગે તમામ માનવી પોતાને પ્રાજ્ઞ અને પરમવિચારક જ માને છે. પોતાના વિચારોમાં કેટલી અવાસ્તવિકતાઅયથાર્થતા રહી છે એ એવું અવલોકન કરનાર કોઈક જ દેખી શકે છે. મન ઘણું જ અટપટું, આળવિતરું અને અનાડી છે. ઘણો વિચિત્ર પદાર્થ છે એ. એની વાતો સાવ ખોટી જ હોય છે એમ નથી કહેવું– પણ એની વાતોમાં ઉતાવળથી કદી લેવાય જવા જેવું નથી. મનના પ્રત્યેક તરંગોનો તલસ્પર્શી અભ્યાસ કરવો ઘટે છે. Page #357 -------------------------------------------------------------------------- ________________ ૩૪૮ સાધનાપથ અને આત્મજ્ઞાન - મનથી અલગ તમારી અસ્તિને ઓળખી, મનથી ભિન્ન પડતા શીખો. આત્માને ધ્યાનમાં અને નિજાહિતમાં મગ્ન ન થવા દેવા મન કેવી કેવી ચાલબાજી રમે છે એનો અવલોકનપૂર્વક અભ્યાસ કરો... ખરે આપણું મન જ અભ્યાસનો મહાનમાં મહાન વિષય છે. " OS જીવ સમ્યફ રીતે શોચ-વિચાર કરતો નથી એ જ મોટી વિટંબણા છે. ફટકડીયા મોતી જેવા કાલ્પનિક સુખોને એણે ખૂબ મોંઘામૂલના માની લીધા છે. એની કલ્પનાના ગઢમાં એ જરાય ગાબડું પણ પડવા દેતો નથી. આથી જ જીવમાં તત્ત્વદષ્ટિ ખીલતી નથી. જગતના બધા સુખો ક્ષણિક રંગ દર્શાવનારા છે. સ્થાયી સુખ તો માત્ર આત્મધ્યાનનું છે. જીવ તો પોતે કલ્પેલા સુખો જાણે શાશ્વત ટકવાના હોય એવા જ તાનમાં જીવે છે. અર્થાત્ ક્ષણિક અને શાશ્વતનો કોઈ વિવેક મોહમૂઢ જીવને ઉગવા જ પામતો નથી. જઈOS જ્યાં સુધી જીવ કલ્પનાજન્ય મીઠાશ વેદવાનું ત્યજતો નથી ત્યાં સુધી એનામાં યથાર્થ વિચારશીલતા કે યથાર્થ વૈરાગ્યભાવના ઉગવાનો સંભવ નથી. બાકી વાસ્તવિકતા વિલોકનારને તાત્વિક વૈરાગ્ય ઉદ્દભવવો અત્યંત આસાન છે. જીવને એટલું ભાન તો અવશ્ય થવું ઘટે કે એની ઉન્નતિમાં મોટી બાધા ઉત્પન્ન કરનાર તો એ પોતે જ છે. જીવને કડવું લાગશે પણ એ પોતે જ પોતાનો હિતશત્રુ છે. અવળા અભિપ્રાયો અને અવળા અરમાનો સેવી સેવી જીવ પોતે જ પોતાનો પ્રબળ શત્રુ બની રહ્યો છે. હાથે કરીને પોતાના જ પગ ઉપર કૂહાડો મારવાનું કામ કોણ કરે ? કાશ, અત્યંત મોહમૂઢ જીવ બિલકુલ એવું જ કામ અનાદિથી કરી રહ્યો છે... એવું નથી કે જીવ સમજતો નથી: એ સમજે છે બધું પણ હાથે કરીને સમજણ વિસારે પાડી અવળી વર્તના ભજે છે. ખરું છે કે, વસ્તુના સદ્દભાવમાં વસ્તુની વાસ્તવિક કિંમત સમજાતી નથી. થોડી પળો પ્રાણવાયુ ન મળે તો એની કિંમત શું છે એ સમજાય. સુજન સાથીની કિંમત જીવનમાં કેટલી અમાપ છે એનું હૃદયવેધક ભાન પણ એના અભાવમાં જ થાય છે. Page #358 -------------------------------------------------------------------------- ________________ સાધનાપથ અને આત્મજ્ઞાન ૩૪૯ જીવન કેટલું રહસ્યમયી છે...? એમાં જાણ્યું કરતા અજાણ્યું પારાવાર રહી જાય છે. અરે એના રહસ્યનો તાગ મેળવવા મથનાર પણ બહુ અલ્પ જ તાગ મેળવી શકે છે. ઉલ્ટુ જેમ જેમ તાગ મેળવવા મથો એમ એ અનંત ૨હસ્યમયી કળાતું જાય છે. 0 જીવન વિશે માનવી મનોમન સમીક્ષા કરે કે આ સાચું ને આ ખોટું...' ઠીક છે, પણ જીવનનું ગણિત ઘણું અકળ છે. ભૂલો કરીનેય માનવી મોંઘો અનુભવ મેળવે છેઃ નમ્ર બને છેઃ (પ્રાયશ્ચિત વડે) વિશેષ શુદ્ધ બને છે. ગંદા કીચડમાંથીય કમળ ખીલે જ છે ને ? 70 પ્રભુ ! આવડા મોટા વિરાટ જીવનમાં મેં તને કેટકેટલીય રૂડી ને રમ્યભવ્ય પ્રાર્થનાઓ કરી છે ? તું જાણે મારા હૈયામાં વિરાજતો હો એમ તારી સાથે અગણિત ગરવી ગોઠડીઓ મેં કરી છે... મારી જીગરની ગહનગંભીર પ્રાર્થનાઓ તું ભૂલી તો નહીં જ ગયો હો... 0 જીવની સ્થિતિ એવી મોહ મૂઢ છે કે ન રાચવાની જગ્યાએ એ પાર વગરનો રાચેલ છે. કેવી કેવી તુચ્છ બાબતોમાંય એ કેવી તીવ્રતાથી રાચે-માચે છે ! અને ખરેખર જ્યાં રાચવા જેવું છે ત્યાં એ તદ્દન નહીવત્ જ રાચેલ છે – આમા જીવનું મહાન ઉત્થાન થાય ક્યાંથી ? 0 ચિત્ત જ્યારે વિભાવરસના ચકરાવે ચઢયું હોય ને એથી અતિશય ડામોડોળ થઈ ચૂકેલ હોય ત્યારે એવી વેળાએ પરિણમન સુધારવાનો આયાસ કારગત નીવડવાનો સંભવ બહુ ઓછો છે - માટે એવો આયાસ કરવાને બદલે વિશ્રામમાં આવી સૂનમૂન રહેવાની જરૂર છે. ઘણીવાર થોડા કાળ માટે સાવ શાંત-નિષ્ક્રિય થઈ જવાથી ડહોળાયેલું પરિણમન આપોઆપ સુધરે છે. પરિણામ સુધારવાનો આયાસ વ્યગ્રતા ઊપજાવે છે જ્યારે પ્રશાંત થઈ જવાથી મનનો મિથ્યા વેગઆવેગ ટાઢો પડે છે. એ પછી નિર્મળ સૂઝ ઉગવા અવકાશ બને છે. 0 ચિત્તવૃત્તિને ઠાર્યા પછી – પરમ ઉપશાંત કર્યા પછી – જે સાધના સંભવશે એ ખરેખર ઉત્તમકક્ષાની થશે. કેટલીક વેળા ચિત્તને કાબૂમાં લેવા જતા એનો ઉપદ્રવ વધી જતો હોય છે. ત્યારે ‘ઉપેક્ષાભાવ’ ધરી થોડો સમય એના ઉધામા શમવાની વાટ જોવી હિતાવહ છે. Page #359 -------------------------------------------------------------------------- ________________ ૩૫૦ સાધનાપથ અને આત્મજ્ઞાન અશાંત ચિત્તે પરાણે પરાણે સાધનાનો પ્રયાસ કરવા જતાં એમાં સહજતા કે સ્વભાવિકતા રહેતી નથી. એમાં મુક્તિસાધક ભાવના બદલે વિરૂદ્ધભાવ સેવાય જવાનો સંભવ છે. કથનાશય એ છે કે મનને શાંત-સ્વસ્થ કર્યા પછી જ સાધના જમાવવી ઘટે. 70 ક્યારેક મનને મનાવવું આસાન નથી હોતું. એનો ઉદ્વેગ સમજી પણ ન શકાય એવો અકળ હોય છે. આમાં જોર-જુલમ કાંઈ ઓછા જ કામ આવે છે ? સાધકની એ મજબૂરી છે કે એ પોતાના જ મનોભાવ સ્પષ્ટતયા સમજી-પિછાણી નથી શકતો. 70 જ્યારે મન નિરૂપ્રદ્રવી હોય - હળવું અને આહલાદ્ભય હોય - ત્યારે ખરેખરો અવસર છે. અહીં સાધકે સમ્યગ્ - પુરુષાર્થની પરમ તક ચૂકવા જેવી નથી. સત્ શ્રવણ-વાંચન-ચિંતન-મનન-નિદિધ્યાસન ઇત્યાદિ સર્વ બને તેટલું સવિશેષ સાધી લેવાનો એ સુવર્ણ અવસર છે. 70 સાધકે કમાણીની તક પિછાણવામાં કસૂર કરવી ઘટે નહીં. ક્યારેક સાવ સામાન્ય કમાણી થતી હોય છે તો ક્યારેક અલ્પ આયાસે અઢળક કમાણી થતી હોય છે. સાધક તો કુશળ વ્યાપારી જેવો છે. સાધનાનું આવું કૌશલ્ય કેળવી લેવા જેવું છે. કામ તો આત્માની વિશેષ વિશેષ વિશુદ્ધિ સાધવાનું અને સ્વભાવરમણતા વધારવાનું કરવાનું છે. પરાપૂર્વથી કે પૂર્વજન્મોથી ચાલી આવતી ભ્રાંતિઓ જ્ઞાનકૌશલ્યથી ભેદવાનું કરવાનું છે. ચિત્તની વિશુદ્ધતા અને સ્વૈર્યતા દિનંદિન વધારતા જવાનું છે. 05 જીવ, જરા જરામાં અને જ્યાં ને ત્યાં લક્ષ નાખી નાખીને નકામી ચેષ્ટાઓમાં ચોંટી જવાની તારી ફુટેવ નહીં સુધાર તો સ્વભાવમાં સ્થિર થવાનું સંભવશે કેમ કરીને ? કાં સ્વભાવમાં સ્થિર થવાનું શમણું છોડી દેઃ કાં જ્યાં ને ત્યાં માથું મારવાની મુરાદ છોડી દે. 7800 પરમ ધ્યેય સાધવાના પુનિત પથમાં... જ્યાં ને ત્યાં માથું મારવાની આદત જેવો બીજો કોઈ અવરોધ નથી. જીવને એવી જાલિમ આદત પડી ગઈ છે કે ન ચાહે તો પણ જરા જરામાં છટકીને મન લક્ષચ્યુત થઈ જાય છે ને સાધનાનું સાતત્ય’ જામી શકતું નથી. Page #360 -------------------------------------------------------------------------- ________________ સાધનાપથ અને આત્મજ્ઞાન ૩૫૧ શીખંડ કે સાલમપાક એની નિશ્ચિત વિધિએ થાય છેઃ દૂધમાંથી ઘી એના નિશ્ચિત ક્રમે થાય છે: જગતના તમામ કાર્યો એની યથાયોગ્ય રીતરસમથી જ થાય છે. તો અનાદિની ભ્રાંતિઓ ભેદી ‘નિર્ભ્રાતદર્શન’ સાધવાનું ભવ્ય કાર્ય સંપન્ન થવાની કોઈ નિયતવિધિ નહીં હોય ? 70 સાલમપાક બનાવવાની વિધિ જાણવા-સમજવા માત્રથી કંઈ પેટ ભરાયને પરિતૃપ્તિ થઈ જતી નથી. જીવને બધું જાણવાનો શોખ તો બહુ જ છે. પણ જાણ્યા પછી જાણેલું ચરિતાર્થ કરવા અને પરમસિદ્ધિ હાંસલ કરવા કદમ માંડવાનો શોખ પણ ભરપૂર હોવો ઘટે ને ? 70 થોડું પણ જાણ્યું ઘણું સાર્થક છે – જો એ જ્ઞાન શીઘ્ર આચારાન્વિત કરાય. ઝાઝું શું કહીયે ? જે જ્ઞાન લબ્ધ થતાની સાથે જ આચારાન્વિત પણ થવા લાગે એ જ જ્ઞાન સાર્થક છે. જ્ઞાન ખરેખરૂ રુચ્યું હોય તો એ આચરણરૂપ અનાયાસ જ બની જાય છે. 70 કિલ્લોલતી ચેતના કોને ન ગમે ? એવી ઉમદા ઉરપ્રસન્નતા પામવા અને સદૈવ ટકાવી રાખવા, તરોતાજા તત્વજ્ઞાનની કેટલી અમાપ જરૂરત છે એ કહેવાની જરૂર નથી. તત્વજ્ઞાન હરહંમેશ તાજું રાખવા ‘નિત્યનુત્તન’ ચિંતન-મનન પણ ચાલુ જ રહેવું જોઈએ. 70 સુખ-દુઃખ બંનેથી બેપરવા બની રહે એજ સહજ નિજાનંદ પામવા અધિકારી બને છે. ને એ આનંદની પણ પરવા નહીં: તમા નહીં: લાલસાનહીં; એવી મસ્તરામ મનોસ્થિતિ સર્જવી ઘટે. આનંદની પણ અપેક્ષા તો નહીં જ – પછી અન્ય કોની અપેક્ષા હોય ? કોઈનીય નહીં. @NT ગર્વમાં ગુલતાન જીવ ભલે ન માને પણ જીવે જીંદગીમાં ડહાપણના કામ જેટલા ક૨ેલ છે એનાથી અનેકગુણા ઘેલછાના કામ કરેલ છે. જીંદગીનું એવું ગહન નિરીક્ષણ નથી એથી ખ્યાલ આવતો નથી – બાકી જીવની ઘેલછાનો – મુઢતાનો – પામરતાનો કોઈ પાર નથી. 70 મારા પરમ આત્મવિકાસમાં સૌથી મોટી બાધા મારી પોતાની જ છે – અર્થાત્ મારો મિથ્યા ઘમંડ જ મહાન બાધારૂપ છે. પોતાની જાત વિશેના ખોટા ખ્યાલો પ્રત્યેક માનવીમાં હોય છે. પોતાની સાચી જાત ઓળખવામાં આવે તો જ પરિશોધન થાય ને ? પણ – Page #361 -------------------------------------------------------------------------- ________________ ૩૫૨ સાધનાપથ અને આત્મજ્ઞાન બરે જ માનવીને એના પોતાના અનવઘી અજ્ઞાનનો અંદાજ નથી. જ્ઞાનીઓ તો જાણે છે કે જીવના જ્ઞાનનું – જીવના સાન-શાનનું એકે વાતે ઠેકાણું નથી. હજારો વાતોમાં એકપણ વાત એની પરિપૂર્ણ યથાર્થ નથી. અહી... છતાં જીવનો જાલિમ ઘમંડ જોઈ જ્ઞાનીને શું થતું હશે ? આખો લોક અજ્ઞાનના નિરવધિ અંધકારથી વ્યાપ્ત છે. આખો લોક મોહનો જાલિમ ગુલામ છે. આખો લોક પ્રમાદરૂપી પક્ષઘાતના વ્યાધિથી ગ્રસીત છે. આ અજ્ઞાનઃ મોહ: પ્રમાદનું કેવું દુર્નિવાર દુષણ દુનિયાભરમાં વ્યાપેલું છે કે દુનિયાનો ઉદ્ધાર કોઈ કાળે ય સંભવ નથી. વર્તમાનયુગના એક પ્રખર ચિંતકે કહ્યું છે કે કર્તવ્ય જેવો કોઈ ગંદો શબ્દ નથી. અપેક્ષાએ આવાત ખરી છે. તામસસ્વભાવી માનવી કર્તવ્યના નામે જે તોરમાં રાચે છે. ઘમંડમાં રાચે છે – તંત અને તરખાટમાં રાચે છે – તોફાનો કરે છે... એ બધુ ઘણું ઘણું શોચનીય છે. અકસ્વભાવ જાણવા-જોવાનું કે એમાં જામી જવાનું માનવી મુદ્દલ મુનાસિબ લેખતો નથી. કરૂંકરૂનો એનો લગવાડ આત્મવિસ્મરણના હેતુથી જ હોય એવો ઘાટ છે. કરવું નહીં કરવું છે” – એ સૂત્ર સદેવ સ્મરણમાં રાખવા યોગ્ય છે. ઠરવાની વિધિ પૂછતા હો તો વિધિ આ જ છે કે જ્ઞાનનું લક્ષ જે અન્ય બાજુ છે એને ઉલટાવી સવળી બાજુ કરવું – અર્થાત બીજે બધેયથી પાછા વળી જઈ આત્માભિમુખ થવું. બધુ ય ભૂલી જવા યોગ્ય છે: કાંઈ કરતા કાંઈ યાદ રાખવા યોગ્ય નથી. સિવાય કે સ્વભાવ. કર્તવ્યની સલાહ દેવાના નામે માનવી બીજા ઉપર આક્રમણ કરે છે. એક અર્થમાં એ બળાત્કાર કરે છે. સામાની કોઈ સ્વતંત્રતા જ ન રહે એવી સ્થિતિ સર્જે છે. એનું ન ચાલે તો પાર વિનાના ફ્લેશ-કંકાસ કરે છે. પોતા પર તો લાદે છે પણ બીજા ઉપર પણ બોઝ લાદી વૈમનસ્ય વધારે છે. કર્તવ્યભાવ કાળજામાંથી સહજ ઉગતો હોય તો અલગ વાત, પણ હઠ કરી - તાણીતુણીને એવો ભાવ હંકારવામાં કોઈ સાર નથી. જાત સાથે આવા જોર-જુલમ કરનાર બીજા ઉપર પણ આક્રમક બનીને કર્તવ્ય લાદી દે છે. એ ઉલ્ટાની સામા જીવની રહીસહી રુચિ પણ ખતમ કરવાનું કરે છે. Page #362 -------------------------------------------------------------------------- ________________ સાધનાપથ અને આત્મજ્ઞાન ૩૫૩ નાથ....મને એટલી બુદ્ધિ તો અવશ્ય આપો કે થયેલી ભૂલોનું હું ભાવીમાં પુનરાવર્તન તો ક્યારેય ન ક... પ્રજ્ઞાનો એટલો ઉજાસ તો અવશ્ય ઝંખું છું. થયેલી ભૂલોનું જ પુનરાવર્તન થયા કરે તો તો જીવની મૂઢતાની ને મૂર્ખતાની કોઈ સીમા નથી. જીવથી પાર વિનાનો ધર્મ મોહપ્રેરિત થાય છેઃ લોભપ્રેરિત થાય છે, અહપ્રેરિત થાય છે. આવેશ પ્રેરિત થાય છે: માયા કપટથી થાય છે. વિશ્વકલ્યાણની એની ભાવનાના આવેગ પાછળ પણ અહંકારનું જ જોર પ્રબળ હોય છે. ગહેરાઈમાં જઈ ગૂઢભાવોને જીવ ઓળખતો નથી. ગરબડ ગોટો – “માસ્તર મોટો ને ગરબડ ગોટો' – જેવી જ જીવની દશા છે. જાતમાં ગરબડ ને ગોટાળાનો સુમાર નથી ને એ જગતનો સાહેબ બનવા મથે છે. ગરબડીયા જ્ઞાને જ એને સ્વનું કે સમષ્ટિનું સર્વોત્કૃષ્ટ હિત સાધવું છે. ગટરના પાણીથી ગોળપાપડી કરવી છે ! મૂઢ અર્થાત્ અવિચારક જીવો જ માને છે કે મારા જેવો ડાહ્યો-શાણો બીજો કોઈ નથી, વિચારક જીવને તો પોતાની તમામ મર્યાદાઓનું વિશદભાન હોય છે. અસંભવનો આયાસ કરવા વિચારવાન જીવ ઉઘુક્ત થતા જ નથી. – જ્યારે મૂઢજીવો એમાં જ અપાર ઉર્જા ખર્ચે છે. રાત થોડી ને વેશ ઝાઝાં – એમ સમય ખૂબ અલ્ય છે અને જીવે સાધવાનું અપાર છે. મોંઘો સમય ને મોંધી ઉર્જા માઝાહીન વેડફાય રહી છે. જીવે મિથ્થા ઉન્માદ મંદ મંદ પાડીને ખુબ શાણા બની જવાની જરૂર છે. કમ સે કમ પોતાની પંગુ હેસિયત જાણી પ્રાર્થનાભીના થવાની જરૂર છે. સારા અર્થમાં સર્જન થવું સહેલું નથી... એ માટે તો મૂળમાંથી મેલો દૂર કરી પવિત્ર થવું ઘટે. પણ અપરંપાર અંતરશુદ્ધિ કરવી પડે છે પહેલા. અંદરના ઊંડાણમાં ક્યાંય કચરો થોડો પણ રહી ગએલ હશે તો તક મળતા તે અવશ્ય બહાર આવશે જ... ઘણું કપરું કાર્ય છે આ. માણસની દુર્જનતા આખરતો એને પોતાને જ નડે છે. દુર્જન માનવી કોઈને પ્રિય રહેતો નથી. ખુદ પોતાથી પણ પોતે સુખી થઈ શકતો નથી. સજ્જન માનવી કુદરતી જ હૃદયથી પ્રસન્ન રહે છે. સજ્જનતાની સૌરભ સર્વત્ર પ્રસરે છે ને સજ્જન માનવી સર્વને પ્રિય થઈ રહે છે. Page #363 -------------------------------------------------------------------------- ________________ ૩૫૪ સાધનાપથ અને આત્મજ્ઞાન ચંદન બળે તોય સુવાસ પ્રસરાવવાનો પોતાનો સ્વભાવ જાળવી રહે એમ નૈસર્ગિક સજ્જનતા પણ ચાહે તેવી કસોટીની કપરી વેળાયેય, સતુની સુવાસ-ભલાઈની મહેક – પ્રસરાવી રહે છે. કેળવાયેલી સજ્જનતાની આ વાત નથી પણ પવિત્ર આત્મદશામાંથી પાંગરતી પ્રાકૃતિક સજ્જનતાની વાત છે. દિવાલ ઉપર ફેંકેલો દડો પોતાની ઉપર જ પાછો આવે છે એમ અન્યોપ્રતિ આપણે જેવો વ્યવહાર દાખવીએ છીએ – બહુભાગ – એવો જ પ્રતિભાવ આપણને પાછો સાંપડી રહે છે. આપ ભલા તો જગ ભલા' – એ ઘણી માર્મિક હકીકત છે. માનવીનો અહં અપાર પીડા ઊપજાવે છે... વાતે વાતે એ ઘવાય છે ને રોષ-રંજ પેદા થાય છે – હેલું સળગી ઉઠે છે. અહંકારી માનવીને નજીવી વાતેય પાર વિનાનું વાંકુ પડી જાય છે. ખરે તો સુખને અને માનવીને બહુ છેટું નથી – જો અહંકાર વિલય કરી શકાય તો... જીવન પ્રત્યે જેને આદર-અહોભાવ નહીં હોય; ઉલ્ટો નફરતનો જ ભાવ હશે, ને કેવળ ફરીયાદો ફરીયાદો જ ફાલીફૂલી હશે તો માનવી, અન્ય સાથે ભલાઈભર્યું વર્તન દાખવી શકશે નહીં. જેને જીવન પ્રત્યે - જાત પ્રત્યે આદરનો ભાવ નથી એ અન્યોનો પણ આદર કરી શકશે નહીં. જેનામાં આત્મપીડનની વૃત્તિ હશે એને નક્કી પરપીડન પણ એટલું ચશે. પોતાની જાત પ્રત્યે જેનો વર્તાવ કુમાશભર્યો. સમજ ને સુલેહભર્યા હશે: એ જ અન્યો સાથે કુમાશભર્યો સલુકાઈભર્યો વ્યવહાર દાખવી શકશે. માટે જાતનો સમાદર કરતાં પ્રથમ શીખો દુઃખી માનવી વિભ્રમથી પોતાના દુઃખનું કારણ બીજાને માની લે છે અને બીજાઓ પ્રતિ દ્વેષ-દાજથી ઉભરાય રહે છે. વસ્તુતઃ સુખદુઃખનું કારણ ભીતરની ભાવસ્થિતિ જ છે. અન્યો તો નિમિત્ત માત્ર જ છે. માટે સુજન આત્માએ અન્ય કોઈને દોષ દેવો ઘટે નહીં. ભાઈ ! દુષણ કે ભુષણ બહારમાં નથી. બાહ્ય જગત તો અંદરની ભાવસ્થિતિનું પ્રતિબિંબ માત્ર છે. દુઃખીને બધા દુઃખ દેનારા ભાસે છે ને સુખીને બધા સુખ દેનારા ભાસે છે... પણ આ તો ભાસ માત્ર જ છે. સુખ કે દુઃખનું મૂળ કારણ ખરે જ આપણી ભીતરમાં જ છે હોં. Page #364 -------------------------------------------------------------------------- ________________ સાધનાપથ અને આત્મજ્ઞાન • ૩૫૫ સુખ કે દુઃખ ભીતરથી આવે છે એમ જાણવું માનવું તે સમ્યગુમતિ છે ને સુખ કે દુઃખ બાહ્યકારણથી આવે એવું જાણવું માનવું તે મિથ્થામતિ છે. પોતાના સુખદુઃખ માટે પોતાના જ કર્મો, ભાવો જવાબદાર છે એમ જાણી ભીતરની ભાવદશા ને કર્મો સુધારવા કટીબદ્ધ થવું. ©OS અહો... આ સંસાર ખરે જ ઘોર ભયાનક છે... જીવે નચિંત થઈ સૂવા જેવું નથી. જ્ઞાનીઓ એ કેટલી અગાધ ગહેરી દષ્ટિથી અવલોકીને સંસારને અસાર અસાર કીધેલ હશે ? વાસ્તવિકતા ખરે જ એવી દારૂણ છે કે જીવે સમજી વિચારીને શીધ્ર સંસારભણીથી ઉગરી જવા જેવું છે. જ્વાળામુખીના ઉદ્દગમ કેન્દ્ર ઉપર કોઈ જાજરમાન મહેલ ચણી મોજ માણતું હોય તો એ બાપડાને ખબર જ નથી કે ક્યારે ને કઈ ક્ષણે વિસ્ફોટ થઈ કેવી કરૂણાંતિકા સર્જાય જઈ શકે છે. એમ સંસારીજીવો પણ મોજમાં ગુલતાન બન્યા છે પણ ભાન નથી કે કાલે શું થવાનું છે. વર્તમાન સુખ-શાંતિ-સલામતી જોઈ જીવ વિલાસમાં ગળાબૂડ ડૂળ્યો છે. અજ્ઞાતભાવીનો કોઈ ભય નજરે તરવરતો નથી ત્યાં પરલોક માટે કોઈ પરમાર્થ સાધના પાંગરવાનો રૂડો અવકાશ જ ક્યાં છે ? આથી જ સાચા ધર્મનો ઉદ્ગમ થતો નથી. ત્રણલોકનું તમામ સ્વરૂપ જ્ઞાનચક્ષુથી નિહાળનારા જ્ઞાની ભગવંતોએ એમાં ક્યાંય સાચું સુખ કે કરવાપણું નિહાળેલ નથી. સાચું સુખ એને જ કહેવાય કે ચીરકાળપયત એકસમાન ટકી રહે ને એમાં અનંતકાળપર્યત નિમગ્ન રહેવા હૃદય તલસી રહે. સ્વભાવનું સુખ જ આવું છે. પ્રત્યેક આર્યધર્મો એકમતે એક જ ધ્વનિ ગુંજવે છે કે સાચું સુખ કેવળ મોલમાં છે. સંસારમાં એ ક્યાંય નથી. છતાં જીવ કહે છે કે હું માનું... હું તો તલાશ કરીશ કે સંસારમાં વધુ સુખ છે કે મોક્ષમાં. પણ સ્વાનુભૂતિ વિના મોક્ષના સુખનો લેશ અંદાજ ક્યાંથી આવે ? ગોટાળાના ગંજ તળે દબાયેલ માનવી મિથ્યા ગર્વ લે છે કે હું જ્ઞાની છું... એના મનોમન માનેલા સમાધાનોય ખોટા છે ને એને ચાલતા અસમાધાનોય ખોટા છે. એના તમામ હિસાબ-કિતાબ ખોટા છે. કાશ, હિસાબીબુદ્ધિથી જેનો ઉકેલ જ નથી...!! Page #365 -------------------------------------------------------------------------- ________________ ૩૫૬ સાધનાપથ અને આત્મજ્ઞાન માનવી જેને ખોટું માને – ગહન અર્થમાં – એ ખોટું જ હોય – કે એ જેને સાચું માને એ સાચું જ હોય એવો નિયમ નથી. ખરેખર તો સાચા-ખોટાનો નિર્ણય કરવા જે ગહન અંતર્ઝ હોવી જોઈએ કે એવી અંતર્રઝ ઉગાડવા જે મંથનની તપશ્વર્યા હોવી જોઈએ એ ક્યાં છે ? સત્યની ખોજ કરવા તો દિમાગનું વલોણું કરવું પડે છે. સ્થિતપ્રજ્ઞ થવું ઘટે છે. સત્ય... અંતિમસત્ય હાથ આવવું એ વિના આસાન નથી. મનોમંથન અને હૃદયઝૂરણાની મહાન તપશ્વર્યા જોઈએ છે ને દીર્ધકાળની અખૂટ ધીરજ પણ જોઈએ. સંયોગમાં જીવ રાચે છે ત્યારે ભૂલી જાય છે કે સિક્કાની બીજી બાજુ જેમ સંયોગની સાથે વિયોગ જડાયેલ જ છે. જેટલા પણ સંયોગ મલ્યા છે એ તમામનો વિયોગ થવો નિશ્ચિત છે. સંયોગમાં જેટલું મલકાશે એટલું વિયોગમાં ઝૂરવું પડશે, નિશ્ચિતપણે. જીવ નાનીનાની ભૂલોનું પરિમાર્જન તો અગણિત કરે છે - સારું છે . પણ બધી ભૂલોના મૂળમાં કંઈ મુખ્ય ભૂલ રહી જાય છે એ શોધતો-પરિશોધતો નથી, એ ભૂલ ‘મિથ્યાત્વની છે. મારું સુખ બાહ્યસાધન સંયોગમાં છે. એ માન્યતા જ મુખ્ય ભૂલ છે. પરલક્ષથી થંભી જઈને... આત્મલક્ષ પ્રતિ પરિણતિ વેગે વહેતી થાય એ પ્રતિક્રમણ છે. પ્રતિક્રમણસામાયિક પરલક્ષની રુચિ મટાડવા અર્થે છે. પણ જ્યાં સુધી આત્મહિતની ઉત્કૃષ્ટ સાન ખીલતી નથી ત્યાં સુધી લક્ષ પર બાજુથી સ્વ તરફ વળતું નથી. સાધક આત્માને અંદરમાં સતત સંઘર્ષ ચાલ્યા જ કરતો હોય છે. આંતરશત્રુઓ જોર કરી સાધકને ધ્યેયમૂત કરવા ધમાલ કરે ત્યારે તો ખરાખરીનો જંગ જામતો હોય છે. આવા ટાણે સાધક વિવેકને વિશેષ દિપ્ત કરવા સર્વ યત્ન-પ્રયત્ન કરી છૂટે છે. પુણ્ય પરવારે ત્યારે મોટા માંધાતાનીય દશા મગતરા જેવી મામૂલી થઈ જાય છે. મોટો મહારથી પણ મરીને મચ્છર-માખી થઈ જાય એવું બને છે. જીવ કંઈ મદાર પર જાલિમ ગુમાન કરે છે ? અરે ભાઈ પુસ્થાઈ તો પાણીના પરપોટા જેવી છે. Page #366 -------------------------------------------------------------------------- ________________ સાધનાપથ અને આત્મજ્ઞાન ૩પ૭ જીવને મેં ઘણું કર્યું - ઘણું કર્યું . એમ લાગે છે. પણ કાર્ય કરવાની કોઈ વિધિ રીત તો પોતે જાણતો જ નથી. અવિધિએ આકરાં પ્રયત્નો કર્યા - ઉધે માથે તપ તપ્યાં. પણ એમ કાંઈ બાજી ઓછી સુધરે ? કર્તાપણાના કારમાં મદમાં જીવ આ વિચારતો નથી. પહેલા તો પોતાની પરમાર્થ સાધનાની બાજી બેહદ બગડી ચૂકી છે એનું ચોંકાવનારૂં ભાન અને હવે હું પામર શું કરું – એવી વિમાસણ થવી જોઈએ. પછી સાચા સદ્ગુરુની ખોજ પેદા થવી જોઈએ... એને એવા પરમગુરુને સમર્પિત થઈ જવાની પિપાસા પ્રગટાવી જોઈએ. અંતરની અગાધ શાંતિ અનુભવાયા પછી જીવ મક્કમ નિર્ણય કરી શકે છે કે વિષયો રાખવા યોગ્ય નહીં પણ પરિહરવા યોગ્ય છે. વિષયો પરિહરવા માટે એને પછી જોર નથી કરવું પડતું. શાંતિધારા સંવેદવામાં નિમગ્ન ચિત્ત વિષયોને આપોઆપ જ ભૂલી રહે છે. જON ભાઈ! તમને આ નહીં સમજાય... પણ ... અંદરમાં ઠરીને આત્માનંદીપણે જે જીવન જીવાય એ જીંદગી કેવી ગહનમાધુર્યથી ભરેલી છે એ કહ્યું જાય એવું નથી. જીવન અગાધ આનંદમયી બની રહે છે ને દુઃખમાત્ર સાવ નગણ્ય અને નહિવત્ જેવા બની જાય છે. અધ્યાત્મપ્રવણ પુરુષો જે સઘન સૌખ્યપણે જીવન જીવે છે એ દેવોને પણ કલ્પનામાં ન આવી શકે એવું છે. ગહેરો ગહેરો અતિ ગહેરો આનંદ આઠે પહોર અનુભવાય છે. આ આનંદમાં ઉન્માદ નથી - ઉછાંછળાપણું નથી: છે ગહેરી પ્રગાઢ પ્રશાંતિ... હું જે કાંઈ કરું તે મારા અંતર્યામને મંજુર છે કે નહીં એની મને સતત ખેવના રહે છે. અંતર્યામિને નામંજુર એવું કોઈપણ કાર્ય કરવા હું લગીર ઉસુક નથી. અંતર્યામિનો મંજુલમાં મંજુલ ધ્વનિ પણ સુણવા મારું હૃદય સદૈવ તત્પર રહે છે. છOS જે નાદાન માનવી અંતરાત્માના પવિત્ર અવાજને સુણવા કાળજી કરતો નથી ને એ સૂરની વિરૂદ્ધ કરણી કરવા લાગી જાય છે એ માનવી મહાદુઃખી જ થાય છે. એનું અંતઃકરણ ચેતનારહિત બની જાય છે. અંત:કરણની પ્રસન્નતાનો પરમાનંદ એ ખોઈ બેસે છે.. Page #367 -------------------------------------------------------------------------- ________________ ૩૫૮ સાધનાપથ અને આત્મજ્ઞાન માનવી તું લાચાર જીવોને લૂંટે છો પણ... તારા લોભના કારમા પરિણામ જ આવવાના છે. તારે વ્યાજ શીખે ચૂકવવું પડશે – એટલું જ નહીં – ઉપરથી ભયાનક શિક્ષા પણ ભોગવવી પડશે. નિસર્ગનું ન્યાયતંત્ર કોઈનેય છોડતું નથી. 7817 કોઈથી કશું લેવાની લાલસા જ અન્યાય-અનીતિનું મૂળ છે. જીવ વૃથા વિભ્રાંત છે. બાકી એને શી કમી છે કે કોઈથી કશું લેવું રહે ? જીવ પોતાના સનાતન અસ્તિત્વ પ્રતિ દૃષ્ટિ કરે તો એને પરિપૂર્ણતાનો અનુભવ થાયઃ કોઈ વાતેય કમી નથી એ સમજાય. 70 ખરેખર પ્રત્યેક જીવ સ્વરૂપથી જ ‘પૂર્ણ’ છે... એ આ ક્ષણે જ પૂર્ણ છે. શાસ્ત્રો કહે છે કે એનામાં કોઈ અધુરાશ નથી કે અતૃપ્તિ ઊપજવા અવકાશ રહે. માત્ર સ્વરૂપથી વિમુખ છે એથી પરમતૃપ્તિનો પ્રગાઢ અહેસાસ નથી થતોઃ સ્વરૂપ સન્મુખ થાય તો કૃતકૃત્ય થઈ જાય... એવું છે. સઘળીય સમસ્યાનો ઉકેલ તો એક જ છે કે જીવ સ્વરૂપ સન્મુખ થઈ જાય. જ્યાં સુધી પરસન્મુખ છે ત્યાં સુધી તૃષ્ણાનો તરખાટ છે..છે.. ને છે. ત્યાં સુધી વિવળતા ને વિષાદ છે. જીવ વ્યાકુળતાનો ઈલાજ બાહ્યોપલબ્ધિથી કરવા મથે છે એ જ એની મહામુર્ખામી છે. 70d બગડેલી જીવનબાજી સુધારવા તલસતા જીવે એક-બે વાર નહીં પણ અનેકવાર અનેક દૃષ્ટિકોણથી વિચારવું-શોચવું ઘટે છે. કોઈ દૃષ્ટિકોણ ખ્યાલમાં લેવાનો શેષ ન રહી જાય એની કાળજી વર્તવી ઘટે છે. તદર્થ ૫રમ ન્યાયી અંતઃકરણ અને પરમ જાગૃત પ્રજ્ઞાની આવશ્યકતા રહેલી છે. 0TM વાણીથી તો ભાઈ, કેટલું સમજાવી શકાય ? પણ બગડેલી બાજી વ્યવસ્થિત કરવી એ આસાન કામ નથી. એ કાંઈ નાનીમાના ખેલ નથી. સકલ દૃષ્ટિકોણથી શુદ્ધ એવો પ્રયાસ. એ તો પરમાત્માનો અનુગ્રહ વરસે તો જ સંભવીત છે. બાકી તો આરોવારો નથી. 70 જીવ જેટલો અપાત્ર – એટલો એની અપાત્રતાનો અંદાજ એને ઓછો આવે. બહુ સુપાત્ર જીવને જ પોતાની તમામ અપાત્રતાઓ દેખાય-પેખાય છે. પોતાની અપાત્રતા જાણવા માટેય ઘણી ઉચ્ચકક્ષાની પાત્રતા હોવી ઘટે છે. કોઈ સંત કે સંતની સમીપ રહેનાર જ એવા પાત્ર હોય છે. Page #368 -------------------------------------------------------------------------- ________________ સાધનાપથ અને આત્મજ્ઞાન ૩૫૯ વરસો જુના સાધકને કોઈ એમ કહે કે “તને એકડે એકથી માંડી સો સુધીમાં કાંઈ ગમ નથી પડતીઃ તું તો સૂંઠને ગાંગડે ગાંધી થવા નિકળ્યો છે' - તો એ કેવો ગિન્નાય જાય – કેવો ગુસ્સે થઈ પ્રત્યાક્રમણ કરવા તૈયાર થઈ જાય ? પણ... વસ્તુસ્થિતિ શું એવી જ નથી ?? 1017 માનવહૃદય પાર વગરની દ્વિધાઓથી ઘેરાયેલું છે. કહેવાતા પંડિત-વિદ્વાનો પણ ભીતરમાં દુવિધાઓથી ઘેરાયેલા હોય છે. નિર્ણય જ સ્વચ્છ ન થાય તો ત્યાં સુધી સમ્યક્રમાર્ગનો સંપૂર્ણ સ્વીકાર ક્યાંથી થાય ? સાચો માર્ગ પેખાવોય દુર્ઘટ છે ત્યાં એ પળાવો તો...? T જીવ પોતાના ભયંકર સ્વચ્છંદને જાણે છે ખરો ? ધર્મ એને ખૂબ કરવો છે પણ મનમાની રીતે ! એના મનમાં જે માન્યતાઓ-ધારણાઓ પડી છે એ બધી કેવી તુચ્છ અને તીરછી છે એ એને કોણ જ્ઞાત કરાવે ? પોતાના જાણપણાનું ગુમાન છલોછલ ભર્યું હોય ત્યાં... ? 7) મહાજ્ઞાની અને અતિશય પ્રતિષ્ઠાવંત આચાર્ય હોય અને પાછલી જીંદગીમાં એ પદ, પ્રતિષ્ઠા, વિશાળગણ ઇત્યાદિ બધું પરિહ૨ીને એકલાઅટુલા આત્મસાધનારૂપી વનમાં ખોવાય જાય. એક સાધારણ સાધુ માફક એ સ્વહિતસાધનામાં પ્રવણ થઈ જાય. એવો અનૂઠો મારગ છે મુક્તિનો. 70 સાચા હિતના આશક સાધકે ઝગારા મારતું વ્યક્તિત્વ ભૂલી; સ્વત્વ ખીલવવા - સુષુપ્ત આત્મશક્તિઓ ખીલવવા - અગણિત આત્મગુણ ખીલવવા અર્થે, ભીતરમાં ખોવાય વું ઘટે. વ્યક્તિત્વ નહીં પણ સ્વત્વ ઝળકાવવા ઉઘુક્ત થવું ઘટે. 70 જીવ જો સાચું સમજે અને સાચી દાનતથી સ્વત્વ ખીલવવા સમુત્સુક બને તો એને તન-મનની કોઈ કમજોરી ન નડી શકે એવું અપરિમેય આત્મબળ દરેક જીવમાં છે. ખરેખર જીવને ખુદને જ પોતાનામાં ધરબાયેલી અખૂટ તાકાતનો અંદાજ નથી. 0 જીવ પોતે જ પોતાનો મહિમા પિછાણવા યત્ન કરતો નથી ! કેટકેટલીય ઉમદાભવ્ય સંભાવનાઓ જીવમાં સુષુપ્ત પડી છે. સ્વ તરફ લક્ષ વાળે એટલું જ પર્યાપ્ત છે. અંતસમાં પડેલ અનંતશક્તિઓનો ભંડાર, ધ્યાન સ્વ તરફ વાળવાથી ખૂલે છે. Page #369 -------------------------------------------------------------------------- ________________ ૩૬૦ સાધનાપથ અને આત્મજ્ઞાન પ્રભુભક્તો કહે છે કે કોઈપણ સ્થિતિ – સંજોગોમાં – કોઈપણ કાર્ય કરતાં પણ – પ્રભુને યાદ રાખોઃ પળપણ પ્રભુને વિસરો નહીં. અધ્યાત્મપ્રવણ પુરુષો કહે છે કે તમે ખૂદ ભગવત્સ્વરૂપ છોઃ તમારા એ પરમ આત્મસ્વરૂપને એક પળ પણ વિસારો નહીં. ©Þ મોહરાજા જીવને સતત સમજાવે છે કે હે જીવ, આપણો સંબંધ અનાદિનો છે. એ સંબંધ વિસારવા તું વિચારતો પણ નહીં. ધરમનો ભેખ ભલે ધરે પણ ભીતરથી આપણા પક્ષનો બની રહેજે. ભૂલેચૂકેય ભોળવાયને તું પક્ષપલટો કરીશ નહીં. 70 અર્જુનને મહાભારત ખેલતા - સંબંધીઓ પર બાણ ફેંકતા - જેવી અવઢવ થયેલી એવી જ વિમાસણ જીવને અનાદિના સંગાથી મોહ સામે જંગ ખેલતા થાય છે. એ જંગ ખેલતા એનું જીગર કમજોરી અનુભવે છે. સદ્ગુરુના પ્રેરણાબળની જરૂર પડે છે. મોહ સામેનો સંગ્રામ સમજણની કેવી સ્પષ્ટતા અને ભાવનાની કેવી સઘનતા માંગે છે એ અનુભવી સિવાય અન્યને અંશાંશ જેટલું પણ સમજણમાં આવતું નથી. ૫૨મ સત્વશીલ પુરુષોનાય પાણી મપાય જાય એવો આ ભીષણ સંગ્રામ છે. 0 આંતરશત્રુ સામે અથાગ જંગ ખેલીને જેઓ જિન થયા છે એમણે કેવું અનંતભવ્ય પરાક્રમ કર્યું છે એ જેના ખ્યાલમાં આવી શકે છે એનામાં જ ખરી પરમાત્મભક્તિનો ઉદ્ભવ થાય છે. એવી ભક્તિ ભક્તનેય ભગવાન બનાવીને જ પરિપૂર્ણ થાય છે. 0 જેની ભક્તિ કરે છે. જીવ જો એવો થઈ ન જાય. . . તો ભક્તિમાં જરૂર ખામી વા ખરાબી છે. ખૂબ ખરૂ કહીએ તો આપણી ભક્તિથી ભગવાન-અંતર્યામિ ખૂબ પરેશાન છે. જે એમને બિલકુલ પસંદ નથી એવું જ આપણે સતત માંગમાંગ કરીએ છીએ ! જી મહાવીરની ભક્તિ કરવી હોય તો માયકાંગલાપણું મૂકી દેવું જોઈશે. આત્માને ઓળખી-ધ્યાવીને આત્મશક્તિઓ સ્ફૂરાયમાન કરવી જોઈશે. આત્મલીનતા વધા૨ીને અનંત આત્માનંદના ઉદધિમાં ડૂબી જવું જોઈશે. મહાવીર બની જવાય એ જ મહાવીરની ખરી ભક્તિ છે. Page #370 -------------------------------------------------------------------------- ________________ સાધનાપથ અને આત્મજ્ઞાન ૩૬૧ માનવીના મનોરથોમાંય કોઈ ગગન અડતી ચાઈ નથી. કેવા મનોરથ કરવા કે કેવી પ્રાર્થના કરવી એની કોઈ ગમ માનવને નથી. પોતાની દીન-તુચ્છ વાંછાઓ પુરવા પાગલ બનેલ માનવ, પ્રભુ સમક્ષ શું બોલાય એનોય વિવેક દાખવતો નથી. માનવને નિષ્કામભાવે પરમાત્માની ગુણસ્તવના નથી કરવી. પ્રભુને એ એટલા માટે જ સ્મરે છે કે પોતાનું તુચ્છ કામ પ્રભુ સાધી આપે ? પોતાના કામ સિવાય રામનેય યાદ કરવા માણસ રાજી નથી. એને પ્રભુનું નહીં પણ મનમાં કામનું જ મૂલ્ય છે. જ0= જ્યાં સુધી માનવી સ્વસ્થ નથી – માનવીનું હૃદય સ્વસ્થ નથી – ત્યાં સુધી એની પ્રાર્થના વિસંવાદી જ રહેવાની. રણ હૃદયની આરઝુ પણ રૂણ જ હોવાની. અત્યંત ભલું તો એ છે કે માનવી પ્રભુ સમક્ષ મૂક ઊભો રહી કેવળ કૃપા કરવાની જ યાચના કરે. ખૂબ બિમાર બાળક ચોકલેટો માંગમાંગ કરે તો કરુણાળુ માતા ઓછી જ આપે ? આપણું દિલ અને દિમાગ બાળકથી પણ નાદાન છે. પ્રભુમાતા જ આપણી માંગણી મુજબ બધુ આપી રહેત તો એથી કંઈ રૂડું ન થાત... પ્રભુ એવી પ્રાર્થના કેમ પૂરે ? પ્રાર્થના એટલે સ્તવન નહીં પણ માંગણીઓ જ માંગણીઓ; એવો અર્થ થઈ ચૂકેલ છે. શું માનવી કંઈ માંગે નહીં તો કરુણાળુ પ્રભુ આપે નહીં કશું, એવું છે ? પ્રભુ આપે એ લેવું છે કે મનમાની રીતે કાંઈ મેળવવું છે ? સમર્પણભાવ શેમાં રહેલો છે ? જીવનમાં જે કાંઈ ઘટે એનો સહર્ષ સ્વીકાર કરવા જે તત્પર છે... કશાનો ઈન્કાર કરવાની કે કશાની ઈચ્છા કરવાની જેની મુરાદ જ નથી એવો આત્માર્થી સાધક તો પ્રભુને પણ એમ જ કહે કે પ્રભુ! મને કંઈ કરતાં કંઈ જ જોઈતું નથી. નિરિક અર્થાતુ ઈચ્છારહિતદશા એ જ નિરામયતા છેઃ એ જ આત્માનું આરોગ્ય છે. ઈચ્છા તો વ્યાધિ છે. આખર તો મુક્તિનીય ઈચ્છા આકુળતારૂપે જાણીને પરિહરવાની છે. ખરે જ જેને કોઈ ઈચ્છા નથી એના જેવો પરમસુખી કોઈ નથી. Page #371 -------------------------------------------------------------------------- ________________ ૩૬૨ સાધનાપથ અને આત્મજ્ઞાન માઝમ અંધારી રાતે કોઈ સૂર્યપ્રકાશ પામવા કે અમાસની રાતે ચંદ્રપ્રકાશ જોવા ગમે તેવી ચિત્કારભરી પ્રાર્થના કરે તો પણ ફળે ખરી ? બાવળ વાવીને આંખો ખીલવવા કોઈ ચાહે તેવી દર્દીલ પ્રાર્થનાઓ કરે તો પણ બાવળ જ ઉગવાનો છે. . અમારો કથનાશય એ છે કે વિશ્વના શાશ્વત નિયમો પરમાત્મા પણ પલટાવી શકતા નથી. માટે સમ્ય પુરુષાર્થ સહિત યથાસંભવ એવી પ્રાર્થના સાધક કરે તો એ નિશ્ચિત ફળવતી બને છે. ખૂબ ગંભીર થઈ સમજી લેવા જેવી આ વાત છે. વિચિત્રકોટીની પ્રાર્થનાઓ કરે તો એનું બીજું કશું ફળ આવતું હોય કે નહીં એ વિવાદ જવા દો – પણ એવી પ્રાર્થનાઓ હૃદયને તો વિષમગતિ બનાવે જ છે. ભાવધારા જેવી – સંવાદી કે વિસંવાદી – હોય. એવી શાતા-અશાતા તલ્લણ લાવે છે. સાધકે નાહક દુરાશામાં તણાવું નહીં જોઈએ. કેટલાય અરમાનો એવા હોય છે જે કદીય ફળવા સંભવ હોતા નથી. ખરેખર તો કોઈ અરમાન કરવા જેવા નથી. સાધનાના ફળસ્વરૂપે કશુંય વાંછવું એ સાધકના માટે લાંછનરૂપ છે. કોઈ ખેડુત ખેતીનું સાધંત કાર્ય ન કરે અને રાતદિન પ્રાર્થનામાં મચી રહે કે પ્રભુ મને મબલખ પાક ઉતારી આપો, તો એ કેવી બાલિશતા કહેવાય ? માનવી એનાથીય વધુ ગમાર છે – એ હરહંમેશ અસંભવમાં અસંભવ પ્રાર્થનાઓ જ કર્યું જાય છે. પ્રત્યેક માનવી માંગે એવી બધી જ પ્રાર્થનાઓ નિશ્ચિતપણે ફળી જતી હોત તો તો સૃષ્ટિ ઘણી કદરૂપી ને ક્લેશમય જ બની ચૂકી હોત. માનવી બીજા ઉપર બળાત્કાર કરવાની પ્રાર્થના પણ કરેત. બીજાના હિતના ભોગે પણ એ નિજી સ્વાર્થ સાધત. માનવી બેધડક ગૂનો કરે અને પ્રભુને પ્રાર્થનાઓ પણ કરે કે કોર્ટ મને સજા ન કરે એવું કરો ? પ્રભુ પરમ દયાળુ છે કે આવી પ્રાર્થના કરનારને શિક્ષા કરતા નથી. પાપ કરીને માનવ સાંત્વના લઈ લે છે કે માફી માટે મેં પ્રભુને મનાવી તો લીધા છે ! Page #372 -------------------------------------------------------------------------- ________________ સાધનાપથ અને આત્મજ્ઞાન ૩૬૩ ખરી પ્રેમિકા એ છે જે પ્રિયતમ પાસે જીવનભર કશું જ યાચતી નથી. પ્રિયતમ સામેથી જે આપે એનો પ્રસાદરૂપે પરમ પ્રસન્નતાથી સ્વીકાર કરે છે. પ્રિયતમ પણ હ્રદયથી એને સઘળું આપે છે. પ્રભુ અને ભક્ત મધ્યે પણ આવો ગહન પ્રેમવિભોર સંબંધ હોય તો ? 70 આપણને પ્રિયપાત્રનું સ્મરણ કરવું ઓછું જ પડે છે ? એ તો આપમેળે થાય છેઃ ઉલ્ટુ રોક્યું રોકાતું નથી. પ્રભુસ્મરણ કરવું પડે એ પ્રભુ પ્રત્યેના આપણા પ્રેમની કમી સૂચવે છે. વિસ્મરણ થવાનો અવકાશ હોય ત્યારે જ સ્મરણ કરવું પડે ને ? 70 પ્રભુ આપણી પ્રાર્થનાને ન્યાય આપે કે ન આપે પણ આપણને તો અવશ્ય ન્યાય આપે છે. – અર્થાત્ કોઈ રૂડી પ્રાર્થના નિષ્ફળ તો જતી નથી જ. એ આપણા હ્રદયને ગદિત કરી પરમાત્માનો પરમ શ્રેષ્ઠ પ્રાસાદ પામવા અધિકારી બનાવે છે. કોઈ પણ નિખાલસ પ્રાર્થનાના મીષે આપણો પરમાત્મા સાથે પરિચય પ્રગાઢ બને – પ્રભુમય બની આપણે જાતનું ભાન ભૂલી રહીએ એ પ્રાર્થનાનો પ૨મલાભ છે. પરમાત્મા સાથેનો અનાદિનો તુટેલો સંબંધ પુનઃ જોડાય એ ભક્તિની સાર્થકતા છે. 70 પ્રભુ પાસે મોતીનો ચારો માંગતા પહેલા જીવે કાગ મટી હંસ થવું ઘટે છે. જે પાત્ર થાય છે એને માંગવાની પણ જરૂરત રહેતી નથી – મળી જ રહે છે, નિશ્ચિત. માટે પાત્ર બનો ! પાત્ર બનો ! પાત્રને પરમપદાર્થ વણમાંગ્યે જ મળી રહેવાનો છે. @> ખરી હકીકત છે કે... પ્રભુ સ્વયં આપણને અખૂટ વરદાન દેવા તલસે છે. પણ પ્રભુ વાટ જૂએ છે ભકત પાત્ર થાય એની. પાત્ર થયા વિના જીવને આખું સ્વર્ગ આપી દેવું પણ હિતકર નથી. ભક્તિ પાત્રતા ખીલવવાનું પરમ સાધન છે. ONT આંબો વાવીને એના મધુર ફળો પામવા વરસોની ધૈર્યતા જોઈએ છે. એમ પ્રાર્થના કર્યા બાદ એના પરમફળ પામવા ધૈર્યપૂર્વક યોગ્ય સમયની વાટ જોવી ઘટે છે. ધૈર્ય ગુમાવ્યા વિના જે ‘નિષ્કામભક્તિ ચાલુ રાખે છે એ તો અનંત રૂડા ફળો અવશ્ય પામે છે. Page #373 -------------------------------------------------------------------------- ________________ ६४ સાધનાપથ અને આત્મજ્ઞાન મનની તમામ ઉત્તેજનાઓ ઉપશાંત થવા ભક્તિ જેવું પરમ સાધન બીજું નથી. ભક્તિ ભીતરમાં ઠરી જવા અનુપમેય સાધન છે. ભગવાને જેમ અનંતતૃષ્ણાઓ ઉપશાંત કરી છે તેમ સાધકે પણ પ્રભુને નિહાળી નિહાળીને તમામ તૃષ્ણા ઠારવાની છે. આપણો આપણા આત્મદેવ પ્રતિ અતિભીષણ અપરાધ એક જ છે કે કદીયેય આપણે સ્વમાં ઠરવાનું કર્યું જ નથી. સ્વરૂપમાં ડૂબેલા જિનને જોઈને પણ આપણને જિન થવાની અભિલાષા થઈ નથી. જિનને સાચા અર્થમાં ઓળખ્યા જ નથી. અહાહા.. જ્ઞાની કહે છે કે આ જીવે અનંતવાર દેવ બની, મણીરત્નોના દીવાથી ભગવાનની આરતીઓ ઉતારી છે. - પણ – ભગવાનનું ભગવદ્સ્વરૂપ શું છે એ ઓળખવાની દરકાર પણ કરી નથી ! ઓળખ્યા હોત તો ખુદ ભગવાન થઈ જાત. ચક્રવર્તી સઘળુંય ત્યાગી જોગી થયા હોય... અને યાદ આવે કે ભૂતકાળમાં એક દાસી પ્રત્યે પોતાનો કંઈક અપરાધ થયો છે... તો એ ખૂદ દાસી પાસે જઈ ગળગળા હૃદયે ક્ષમા માગે. અહંભાવનો ત્યાગ કર્યા વિના આવો મહાન સંમાગુણ ખીલવો સંભવ નથી. હે નાથ ! હું જગતના તમામ જીવોને ક્ષમાવું . મારો કોઈપણ અપરાધ કોઈના દિલમાં યાદ ન રહે એમ ઈચ્છું છું – તેમ જ – મારા દિલમાં પણ કોઈનો કંઈ અપરાધ યાદ ન રહો. હું સર્વને ક્ષમા આપું છું સર્વ જીવો પણ મને પ્રેમાળભાવે ક્ષમા આપો. કોઈ જીવ પ્રત્યે.. કોઈપણ વાતનો બદલો લેવાની મને મુદ્દલ ભાવના નથી. સૌ જીવો ક્ષમાને પાત્ર છે. પ્રેમને પાત્ર છે.આદરને પાત્ર છે. મને સર્વ જીવો પ્રત્યે નીતરતો પ્રેમ અને સદ્ભાવ છે. સર્વજીવોનું વધુમાં વધુ હિત થાય એ જ મારી ઉરની ઉત્કંઠા છે. કોઈ જીવ અણસમજણથી મારા પ્રત્યે – પૂર્વના એવા કોઈ કારણે – વૈરથી વર્તશે... તો એ ચાહે તેવું પ્રચંડ વેરીપણું પણ દાખવે તોય હું સમભાવથી મૃત થઈશ નહીં. હું મારા હૃદયના ખુણેય પ્રતિવેરનો કે પ્રતિકારનો કોઈ ભાવ ઉઠવા દઈશ નહીં. Page #374 -------------------------------------------------------------------------- ________________ સાધનાપથ અને આત્મજ્ઞાન ૩૬૫ કોઈ જીવ સાથે વિષમ અનુબંધો ન બંધાય જવા પામે એની મને સદેવ – હરપળે કાળજી બની રહો. ક્ષમા, સમતા ઇત્યાદિ મારા સહગુણો છે. એનાથી મૃત કદી ન થાવ. ક્યારેય એવી બેહોશીમાં ન આવું કે ઉપરોક્ત કાળજી અને વિસરાવા પામે. કોઈના ગમે તેવા વિષમ-વર્તાવથી પણ મારું હૃદય કઠોર ન થાય. પ્રત્યેક પ્રસંગમાં મારા હૃદયની સુકુમારતા અકબંધ બની રહો. બસ, હૃદય કદી દ્વેષ કે ક્લેશથી મલીન ન બને અને એની પવિત્રતાપ્રેમાળતા સદેવ બની રહે એ અર્થે જાગરૂક રહું. ભાઈ, હૃદયની સુકુમાળતા નષ્ટ થઈ જાય એવું કોઈ કાર્ય ક્યારેય કરશો નહીં. કૃત્રિમ જોર આપી સાધના કરવાથી પણ હૃદયની કોમળતા હણાય જાય છે. ખોયેલી કુલ જેવી હૃદયકોમળતા પાછી મેળવવા જે પણ તપ કરવું પડે તે કરવા શીઘ તત્પર થજો. જ્ઞાની કહે છે કે જેને ખરેખરી લાગી છે એ જ પીયુ પીયુ (પ્રભુ પ્રભુ) પોકારે છે. જેને પોતાની અનંત અસમર્થતાનું ભાન છે ને જેને સભાનતા છે કે અનંતકાર્ય કરવું હજુ બાકી છે એ પોતાની પારાવાર કમજોરી નિહાળી નિહાળીને પ્રભુ પ્રભુ પુકારે છે. સાધક જેમ જેમ સાધનાપથમાં આગળ વધતો જાય તેમ તેમ એને વિરાકાર્ય કરવાનું નજર સમક્ષ દેખાતું જતું હોવાથી – તદર્થ પોતાની અસમર્થતા નિહાળી એનું માન ગળી જાય છે. આથી ગળગળા હદયે પરમાત્માને પ્રાર્થી ઉઠે છે. માણસ ખરેખર મહામૂઢ છે... જ્ઞાન ચોખુ થયા વિના – સાચો મિત્ર છે કે શત્રુ એ જાણ્યા વિના – એ ગોળીબાર કરવા લાગે છે. કાશ એ હિતસ્વીને શત્રુ માની લે છે ને અહિત કરનારને મિત્ર માની વર્તે છે. અને જ્ઞાન ચોખ્ખું થયા પહેલા તો – જ્ઞાનમાં પરિપક્વ નિર્ણય થયા પછી જ પગલા ભરવા જોગી ધીરજ અને ગંભીરતા માનવજાતમાં નથી. માનવીની અધીરાઈ અને અવિચારકતાનો કોઈ પાર નથી. બુંદથી બગડ્યું હોજથી પણ ન સુધરી શકે એવો ઘાટ થાય છે. Page #375 -------------------------------------------------------------------------- ________________ ૩૬૬ સાધનાપથ અને આત્મજ્ઞાન માણસને એનું પ૨મહિત કરનાર ઉપર પણ અચળ વિશ્વાસ નથી. નિષ્કામ હિતસ્ત્રી માર્ગદષ્ટાને પણ માનવી નિઃસંદેહ પ્રીતિથી અપનાવી શકતો નથી. દૂધનો દાઝયો છાશ પણ ફૂંકીને જ પીવે એવી – એથી ય બદતર હાલત છે માનવીની. 1 70 આજના માનવીમાં મોટામાં મોટો અભાવ હોય તો આત્મશ્રદ્ધાનો છે. પોતાના અંતર્યામિ પ્રત્યેય માનવની શ્રદ્ધેયતા રહી નથી ! જાતમાં જ જેને શ્રદ્ધા નથી એને અન્ય કોઈમાં શ્રદ્ધા ન ઉમટી શકે એ સ્વભાવિક છે. પરિણામે 70 મારી જાતસુધારણા કરવા હું કોઈ રીતે સમર્થ નથી એવું હાડોહાડ ભાન જ્યાં સુધી પેદા ન થાય ત્યાં સુધી માનવી સાચો સહારો ખોજવા મરણીયો બની શકતો નથી. ત્યાં સુધી એના પ્રાણમાંથી પરમગુરુને પામવાનો પોકાર ગુંજતો નથી. ©` પોતાની દીન-હીન-મલીન હાલતનું ભાન ઘડીએ ઘડીએ ખટકતું ન થાય અને પ્રાણમાંથી પરીવર્તન પામવાનો કરુણ પોકાર પેદા ન થાય ત્યાં સુધી આંસૂભીની અંતરની પ્રાર્થનાનો ઉદ્ગમ થતો નથી ને ત્યાં સુધી અંતર્યામિને ઢંઢોળી શકાતા નથી. 70 ભાઈ...! સઘળી વિપદાઓનો – સઘળી વિમાસણોનો – પરમ ઉકેલ એક જ છેઃ સ્વભાવ બાજું ઢળી જવું.. ' ધ્યાનની ગહેરાઈમાં – અનંત ગહેરાઈમાં – ઉતરી જવું. અનંતઅનંત દુઃખમાંથી ઉગરવાનો અદ્વિતિય ઉપાય આ જ છે. 70 પૈસા માટે જીવન છે કે જીવન અર્થે પૈસો છે એની પણ શુધબુધ બહુભાગ માનવીને નથી. જીવન સુંદર જીવવા અર્થે સંપત્તિ હોવાના બદલે જીવનના ય ભોગે પૈસો ઉપાર્જવા જાલિમ આવેગથી મંડી જવું, એમાં માનવ ક્યું ડહાપણ દેખતો-પેખતો હશે ? 70T બાલ્યકાળમાં તો માનવી સોનેરી સ્વપ્ના નિહાળતો હોય છે કે ઘણા પૈસા પેદા કરી પછી હું વિશ્રામ લઈશ અને આમોદ-પ્રમોદમય જીવન ઘડીશ... પણ પછી તો જીવનને પીસી નાખીને ય પૈસો જ એકઠો કરવાની દારૂણ ઘેલછા !!! Page #376 -------------------------------------------------------------------------- ________________ સાધનાપથ અને આત્મજ્ઞાન ૩૬૭ - સાધનો તમામ જીવન સુચારૂં જીવવા અર્થે છે. જીવન ખાતર સાધન છેઃ સાધન ખાતર જીવન નથી. આ પરમતથ્ય ભૂલેલ માનવ સાધનોના વ્યામોહમાં જ વ્યસ્ત થઈ સુચારૂ જીવનને તો જાણે સરિયામ ભૂલી જ ગયેલ છે. વાત એ કરવી છે કે, આજનો માનવ સાધનોનો ગુલામ છે – સ્વામી નથી. એ સાધનને દોરતો નથી પણ સાધન એને દોરે છે. સાધનનો સંયમપૂર્વકનો મર્યાદિત સદુપયોગ કરતા જો માનવજાત શીખેલ હોત તો સૃષ્ટિ સ્વર્ગ બનેત. બત્રીશ શાક ને તેત્રીસ પકવાન મળે કે લૂખો રોટલો માત્ર મળે – જ્ઞાનીને મન બધુ એકસમાન છે. કોઈ આદરથી જમાડે કે અનાદરથી જમાડે, જ્ઞાનીને કોઈ તફાવત નથી. જ્ઞાનીનો આનંદ એની જ્ઞાનમસ્તીનો છેઃ અન્ય આનંદની પરવા નથી. આત્મજ્ઞાનની વાત ન્યારી છે. - બાકી – બાહ્યજ્ઞાનથી માનવી પોતાને મહાજ્ઞાની માને-મનાવે તો એનો એ મિથ્યાભ્રમ જ છે. જીંદગી ઘણી ટુંકી છે ને અગણિત રહસ્યો એવા છે કે જેનું આંશીક જ્ઞાન પણ લાવ્યું નથી. માટે નિરાભિમાની રહેવું. ખરેખર જોતા તો માનવીએ એકપણ તથ્યનો તલસ્પર્શી તાગ મેળવ્યો નથી હોતો ને એ પોતાને મહાજ્ઞાની – રહસ્યવેતા માને મનાવે છે. ખરે તો માનવી જેટલો છીછરો ને સ્કુલજ્ઞાની. એટલો એનો જ્ઞાનનો મદ વિશેષ પ્રગાઢ જોવા મળે છે ? પૃથ્વી પરનો પ્રત્યેક આદમી જો પોતાને ‘અજ્ઞાની સમજતો થઈ જાય ને અવનીપરથી જ્ઞાનીપણાનું અભિમાન જ અલોપ થઈ જાય; તો સુષ્ટિ કેવી નમ્ર અને સરળ બની જાય? પ્રત્યેક માનવી, માનવીને કેટલો ઘમંડ રહિતપણે આદર દેતો થઈ જાય !? જ્યાં સુધી પોતાનું પરમાત્મસ્વરૂપ ભળાતું નથી ત્યાં સુધી તમામ પ્રાણીઓમાં પ્રભુના દર્શન થતા નથી. એથી જ ઉચ-નીચના ભરમ રહે છે. માનવીનો અહમ્ જ એને બધાથી વિખૂટો પાડી માનવને આટલો બધો અતડો ને અસભ્ય બનાવે છે. Page #377 -------------------------------------------------------------------------- ________________ ૩૬૮ સાધનાપથ અને આત્મજ્ઞાન જીવ અન્યને તો દૂર પણ પોતાના આત્માને ય યથાર્થ ન્યાય આપી શકતો નથી. એવી ઉજાસમયી સુક્ષ્મપ્રજ્ઞા પણ જીવમાં નથી. ઈમાનદારીથી સ્વાત્માનો સૂર પકડવો પિછાણવો ને એને ન્યાય આપવા પ્રયાસ કરવો એ કશુ ય આપણાથી બની શકતું નથી. જગતમાં સુખ સગવડના સાધનો ખૂબ વધેલ છે પણ ભર્યાભાદર્યા વૈભવ વચ્ચેય માનવ અંદરથી અતિ અનહદ કંગાલ થતો જાય છે. એની વિક્ષિપ્તતા અવર્ણનીય છે. ખેર, જગતને તો નહીં સુધારી શકાય પણ પોતાની જાતને તો અવશ્ય સુધારી લેવા જેવી છે. મિથ્યાદષ્ટિવાન જીવ સ્વસ્થતાથી ભોગવી શકે એ ય સંભવીત નથી, ભોગવવા જતા એ ખુદ ભોગવાય જાય છે. માનવી આજ ઘણો હીનસત્વ થઈ ચૂકેલ છે. સંયમ, તપના તો જીવનમાં નામનિશાન નથી. પરિણામે ભોગ રોગરૂપ બન્યા છે. ભોગો ત્યાગીને યોગનો પરમાનંદ પામવાની અલૌકીક વાતો તો દૂર દૂર રહીં પણ સંયમપૂર્વક ભોગવતા ય નથી આવડતું. સંયમનો અર્થ જ મર્યાદા થાય છે – અર્થાત્ કોઈ અતિરેકમાં ન તણાવું – આટલું પણ માનવજાત સવેળા સમજે તો સારું કોઈપણ નિર્ણયમાં અતિશય લેવાય ન જવું. સમજવું કે સકળ દષ્ટિકોણથી શુદ્ધ એવો નિર્ણય પામવો એ કપરું કાર્ય છે. સર્વ અપેક્ષાથી સંતુલીત એવો નિર્ણય એ કાંઈ નાનીમાના ખેલ નથી. માટે પોતાના નિર્ણયમાં ફેરફારનો અવકાશ તો રાખવો. અજ્ઞાની ને અલ્પમતી જીવ, માર્ગના ગહનમને જાણતો ન હોય ... કોઈ વાતના વાજબી– ગેરવાજબીપણાનો અંતિમ ફેંસલો એ શું આપી શકે ? પોતે જે કંઈ જાણે છે એ ચરમહદે વાજબી જ છે એવા વિભ્રમમાં રાચવા જેવું નથી. જીવ જો ખામોશ થઈને ખૂબ શાંતિથી વ્યતીત જીવનની અગણિત ઘટનાઓ વિલોકવાનું કરે તો ખચીત એને માલૂમ પડે કે કેટકેટલાય નિર્ણયો આવેગયુક્ત અને ગેરવાજબી હતા. માટે પોતાની નિર્ણય શક્તિ પર રદ કરવા જેવો નથી. Page #378 -------------------------------------------------------------------------- ________________ સાધનાપથ અને આત્મજ્ઞાન ૩૬૯ સન્માર્ગનો સચોટ નિર્ણય કરવો એ જીવનનું પરમ આવશ્યક કાર્ય છે. મારા ભાવી અનંતહિતનો અચૂક ઉપાય આ જ છે એવી અચલ-શ્રદ્ધા એ પરમપૂર્લભ સૌભાગ્યની ઘટના છે. આવા નિશ૬નિર્ણયનંત જીવો જ નિર્વાણના અધિકારી છે. સંશયવાન જીવ કોઈ સિદ્ધિ અર્થે સમ્યગુ-સંપૂર્ણ પુરુષાર્થ કરી શકતો નથી. નિર્વાણમાં અસીમ-અનંત સુખ હશે કે કેમ – એવો સંગુપ્ત પણ સંશય રહે તો એની સાધનામાં પ્રાણાધિક પ્રેમ અને અનન્યરુચિ ક્યાંથી ઉમટશે? પ્રથમ.... કાંઈ કરવાની જરૂર નથી પણ કરવાની જ જરૂર છે. નિર્મળ નિર્ણય પામ્યા પછી જ પુરુષાર્થ ફોરવવાનો છે. શ્રદ્ધાવિહોણા અસીમ પુરુષાર્થને પણ પ્રબુદ્ધપુરૂષો પ્રશસ્ય લેખતા નથી. નિર્મળશ્રદ્ધા ઝળહળે પછી જ સમ્યગુ સાધનાનો પ્રારંભ થાય છે. જ્ઞાનીનેય અસ્થિરતાજન્ય રાગ, દ્વેષ, ક્લેશ, ઉદ્વેગ હજુ સંભવી શકે છે. અલબત એવા ભાવો જ્ઞાનીને ગોઠતા નથી – અંદરમાં ખટકે છે. પણ સ્થિરતા ન સધાણી હોય ત્યાં સુધી એવા ભાવો થઈ જાય છે. એ વેળા પણ એમનું અંતરદળ તો ઉદાસીન હોય છે. s જ્ઞાનીની ઉન્મત જેવી ચેષ્ટાથી ક્યારેક અન્નજીવોને સંદેહ થાય કે આવા કંઈ જ્ઞાની હોતા હશે ? ગમે તેવો ઝંઝાવાતી સાગર પણ એના ભીતરીય દળમાં તો સ્થિર અને શાંત જ હોય છે, એમ જ્ઞાની પણ હરહાલતમાં અંદર તો ખૂબખૂબ ઠરેલા ને ઉચાટરહિત હોય છે. જ્ઞાની ક્યારેક રોતા પણ બતાય તો પણ અંદરમાં એ હર્ષ-શોકથી પર થયેલા છે તે પર જ છે. અંતરંગની ટાઢય તો વેદનાર જ જાણી શકે – બીજા એ ક્યાંથી દેખી શકે ? નરકમાં ય સમ્યફદષ્ટિ હાયવોય કરતા હોવા છતાં ભીતરમાં તો ઘેરી પ્રશાંતિ પથરાયેલી હોય છે. ખરેખરા આત્મધ્યાનની વાત તો ખૂબ ન્યારી છે – પરિભાષાથી એ સમજાવી ન શકાય. એ ધ્યાન કરવું નથી પડતું એ તો શ્વાસોશ્વાસની જેમ સહજ ચાલે છે. કોઈપણ પ્રવૃત્તિ કરતા થકા પણ ભીતરમાં એ ધ્યાનની ધારા અતૂટ ચાલે છે. Page #379 -------------------------------------------------------------------------- ________________ સાધનાપથ અને આત્મજ્ઞાન અત્મધ્યાનના મુખ્ય બે ફાયદા છે. એક તો તદ્વેળા કોઈ અશુદ્ધિ આત્મામાં પ્રવેશી નથી શકતી કે આત્મામાં ઉત્પન્ન નથી થતીઃ બીજું ભીતરમાં રહેલી પૂર્વસંચિત અશુદ્ધિઓ એ કલ્પનાતીત ત્વરાથી દૂર કરે છે. એથી શુદ્ધિની અમાપ વૃદ્ધિ થાય છે. ૩૭૦ @ સાધનાની આગળની ભુમિકામાં ધ્યાન એ કરવાનો વિષય નથી પણ એ સ્વતઃ થાય જ છે. ધ્યાનચ્યુત થવાતું જ નથી. ધ્યાન સિદ્ધ થઈ ગયા પછીની આ વાત છે. આગળની ભુમિકામાં તમામ સાધના સ્હેજે થઈ જાય છે – કરવી નથી પડતી. @ અનંતનિર્વિકાર આત્મતત્વનું ધ્યાન – જેમ જેમ અવગાઢ થતું જાય તેમ તેમ અંતસમાં નિર્મળતાની અમાપ અભિવૃદ્ધિ કરતું રહે છે. એકવાર વેગ પકડાયા પછી તો ધ્યાન વધુ ને વધુ પ્રગાઢ થતું જાય છે ને એની મોહિની વધતી જ જાય છે. 0 જીવને જે કાંઈ બંધન છે એ અજ્ઞાનથી છેઃ બધા બંધનોનું મૂળ જીવનું ભારી અજ્ઞાન છે. અજ્ઞાન દૂર ન થાય ત્યાં સુધી મુક્તિ સંભવ નથી. આટલું નિશ્ચિત જાણી મુક્ત થવાના પરમકામી જીવે અજ્ઞાન દૂર કરવા સંનિષ્ઠપણે યત્નવાન થવું. 70* ભૂલનું ભયાનક ભાન થવું જ અઘરૂ છે. ભૂલની ભયાનકતા જીવને ભારોભાર ભાસે તો ભૂલ દૂર કરવી તો આસાન છે. અજ્ઞાની જીવ ઓઘેઓઘે માને છે કે ભૂલ ભયંકર છે – પણ ભૂલના ભયથી એને કંપારી થતી નથી: એથી બચવા બાપોકાર થતો નથી. જીરૂ ખરેખર જીવને ભૂલ થરથરાવી મૂકે એવી ભયાવહ લાગે છે ? એવા સુજ્ઞાની ગુરુ વિના જીવને એની ગહનભૂલોનું ગંભીર ભાન કોણ કરાવે ? બધી ભૂલોના પાયામાં મૂળભૂત ભૂલ કઈ છે એ પણ જ્ઞાત થવું ઘટે છે. એવા પરમવિવેકી ગુરુ જ એ જ્ઞાન કરાવી શકે છે. જી અનંત વિશુદ્ધિનું કારણ ‘આત્મજ્ઞાન’ અને ‘આત્મધ્યાન' છે. બેખબર જીવને માલૂમ જ નથી કે આત્મજ્ઞાનનો જાદુ કેવો અજીબોગજીબ છે. અહાહા... વાણીથી એ અદ્ભૂત વર્ણન સંભવ નથી પણ સાચા યોગી થવું હોય તો એ જ ઉપાય છે. Page #380 -------------------------------------------------------------------------- ________________ સાધનાપથ અને આત્મજ્ઞાન ૩૭૧ જીવ તું દુનિયાને દેખાડવા જ ધર્મ કરતો હો તો એ અંગે અમારે કાંઈ કહેવું નથી. પણ તારી ધર્મકરણીના મૂળમાં અનન્ય આત્મહિતનો જ ઉદ્દેશ હોય; આત્મહિતની તારી ગહનગાઢ લગન હોય તો આત્મલીન ગુરુને ગોતી તું શીઘ્ર આત્મલીન થજે. ©Þ જીવ પ્રમાણિકપણે પામરતાનો એકરાર કરતો થઈ જાય તોય ઘણું ઘણું કામ બની જાય એવું છે. સાધનાપથમાં નિખાલસ એકરારની કિંમત અપાર છે. નિર્દભ હ્રદયી સાધકો પોતાની ગુંજાશ કેટલી પરિસીમીત છે એ સુપેઠે કબૂલી શકે છે. © આધ્યાત્મિક ચિંતન-મનન અને નિદિધ્યાસન એ તો આત્માનો ખોરાક છે. પણ આધ્યાત્મિક-પાથેય આરોગવાનું સરિયામ ભૂલી જીવ નકરૂ ભૌત્તિકનું ભોજન જ અતિ માત્રામાં કરવા લાગે તો આત્માની બેચેનગી ને પીડાય માઝા મૂકે જ. જીરૂ આજે માનવસમાજમાં આત્માનું તો ગળું ઘોંટાય રહ્યું છે. આત્માની આટલી બધી ઘોર ઉપેક્ષાથી જ માનવ વિક્ષિપ્ત અને વેદનાગ્રસ્ત છે. માનવનો આત્મા ગુંગળાયને ગોકીરો કરી રહેલ છે, એથી જ શાંતિ-સંતોષ-સમાધિ દુર્લભ થયા છે. રે.. દાટ વળી ગયો છે આપણા જીવનનો. જ્ઞાનીઓ જેને જીવવા જેવું કહે છે એ જીવન શું વસ્તુ છે એજ આપણે જાણતા નથી. જીવનતીર્થની જે માઠી વલે આજનો માનવ કરી રહ્યો છે એ નિહાળી જ્ઞાનીના નેત્ર ઊનાઊના અશૂ વહાવે છે. જીવનની સનાતન ભૂખ પ્રેમની છે: વાસનાની નહીં. માનવજીવનની જે દારૂણ વિચિત્રતા ચોમેર બતાય છે એના ઊંડા મૂળમાં, માનવમાત્ર આજ સાચા પ્રેમથી અને પરસ્પરના પવિત્ર આદર-સદ્ભાવથી અત્યંત વંચીત થયેલ છે એ જ છે. 0 કહેવાય છે કે ઈશ્વર પણ સાચા પ્રેમનો ભૂખ્યો છે.' વાતમા તથ્ય છે. અલબત, ઈશ્વર તો આત્મતૃપ્ત છેઃ કૃતકૃત્ય છેઃ એને કોઈ ભૂખ નથી. પણ માનવનો અંતરાત્મા સદૈવ સાચા પ્રેમ ખાતર તરફડે છે. કાશ, માનવ પોતે પણ પોતાને પ્રેમ નથી કરતો!!! Page #381 -------------------------------------------------------------------------- ________________ ૩૭૨ સાધનાપથ અને આત્મજ્ઞાન માનવ પોતાની જ જાતને પ્રેમ કરી નથી શકતો કારણ એ સ્વસ્થ જ નથી. એ ય હકીકત છે કે જે જાતને જ પ્રેમ કરી નહીં શકે એ કદી અન્યને પણ સાચો પ્રેમ કરી શકશે નહીં. અને જે સાચો પ્રેમ આપી નહીં શકે એ સાચો પ્રેમ પામી પણ નહીં શકે એ ય હકીકત છે. 710 ગુલાબમાંથી સુગંધ જેમ સ્વભાવતઃ પ્રસરે એમ સ્વસ્થ માનવમાંથી સર્વ પ્રતિ પ્રેમ પણ આપોઆપ જ પ્રસરે છે. સ્વસ્થ કેમ થવું એ જ સમસ્યા છે, જેને આત્માનું ભાન કે બહુમાન નથી એ ન તો સ્વસ્થ થઈ શકે છે કે ન તો નિર્મળપ્રેમનો પમરાટ પ્રસારી શકે છે. પ્રબુદ્ધપુરૂષો નિર્મળ પ્રેમ કોને કહે છે એ નાદાન જીવો લગીર સમજી શકવાના નથી. અંતરંગમાં કેવી અનુપમેય શુદ્ધિ અને જ્ઞાનચેતના પ્રગટે તો એ પવિત્રપ્રેમનો પ્રતિપળ રોમહર્ષક અનુભવ થાય એ મૂઢ માનવીને ક્યાંથી જ્ઞાત હોય ? 0 અમે એવા વિમળપ્રેમની વાત કરીએ છીએ જેસતત...નિરંતર...નિરાબાધ પ્રવહીને ચેતનાનું ઉર્દ્વારોહણ સાધ્યા કરે. આવો પવિત્ર-પ્રેમ આત્માને બાંધતો નથી પણ ઉલ્ટો વિમુક્ત કરે છે. અનાદિની તૃષા શમાવી એ આત્માને તૃષ્ણા-વિમુક્ત કરે છે. 0 પ્રથમ તો માનવી જેવી છે એવી’ જાતનો અને જેવા છે એવા જગત્વોનો' પૂર્ણ આદર કરતા નહીં શીખે ત્યાં સુધી કોઈ તરણોપાય જણાતો નથી. જાત સાથે પ્રેમ વિના જાતની વિશુદ્ધિનું વિરાટ્ કાર્ય આસાન બની શકવાનું નથી. @> અંતરંગ પવિત્રતા વિના વિમળપ્રેમ સંભવ નથી. વિમળપ્રેમ વિનાના તમામ ગૃહો અને ગૃહમાં વસતા જીવોના જીગરો ઉજ્જડ છે. માનવ માનવ વિક્ષિપ્ત ને રૂગ્ણ છે. રૂગ્ગહ્રદયના સર્જનો પણ એવા જ હોય; ત્યાં માનવનો અંતરાત્મા શાતા પામે ક્યાં ? 70 જીવન ખરેખર જીવવા જેવું છે પણ માનવીને મુદ્દલ જીવતા આવડતું નથી. એથી જ એ આત્મઘાતના વિકલ્પો કર્યા કરે છે. મરું કે મારું શોચતો માનવ, જીવનનું મૂલ્ય જ શું સમજે છે ? અહા... કેવું અણમોલું જીવન એ કેવા આકરા અનાદરથી વિતાવે છે ! Page #382 -------------------------------------------------------------------------- ________________ સાધનાપથ અને આત્મજ્ઞાન બચપનમાં સેવેલ ભવ્ય અરમાનોભરી જીંદગીની છેક આવી વલે ? શું એમાં માનવ પોતે પણ જવાબદાર નથી ? સમાજવિ. થોડાઘણા જવાબદાર હશે પણ મહાન જવાબદાર તો માનવી પોતે જ છે. કાશ, હજુય... સત્સંગ... સાંચન-ચિંતન... ધ્યાન... ૩૭૩ વ શ્રીગુરુની જીવને મોંઘેરી શીખ છે કે બધુ ય ગૌણ કરજે પણ સત્સંગને રખેય ગૌણ તું કરીશ નહીં. ગમે તેવી જીવનજંઝાળમાં જકડાયો હો કે ગમે તેવી ઉલઝનમાં તું ઉલજેલો હો પણ સત્સંગ વિના કદી ન રહેવું એવો દૃઢ નિર્ધાર રાખજે. 70 અગણિત ભ્રમોને દૂર નિવારવાની ક્ષમતાવાળું સમ્યગજ્ઞાન હોય છે. જ્ઞાનચક્ષુ ઉઘડે તો અગણિત ભ્રમો નિરખી-પરખી શકાય છે. અને એ ભ્રમોનું વિશોધન કરી શકાય છે. જ્ઞાનચક્ષુ ઉઘડયા વિના સમ્યગ્ આચરણ સંભવતું નથી. સંભવી શકે પણ નહીં. ©Þ પરદેશ વસેલ પ્રિયના પત્રની પ્રતીક્ષા કેવા આતૂર હ્રદયે રહે છે ? એમ સદ્બોધની એની ગહનમધૂર પ્રતીક્ષા બની રહે તો એવો પરમ બોધદાતા મળ્યા વિના રહે નહીં. પ્રાણ સમસ્તમાં એ મીલન અર્થે તડપનભરી આતુરતા જાગી ઉઠવી જોઈએ. 70 જીવન સમેટી લેવું મંજૂર છે પણ સદ્બોધ વિના કે સદાચરણ વિના ક્ષુદ્રજીવન જીવવું મંજૂર નથી. વિનિપાતી વમળમાં સપડાયેલા જીવનનાવને ઉગારવા જે કાંઈ ઉદ્યમ કરવો ઘટે વા જે કાંઈ ભોગ આપવો ઘટે તે પરમપ્રેમથી આપવા જીવે તત્પર થવું ઘટે. 70 સદ્ગુરુથી સન્માર્ગ સમજી એ જ પરમ સત્ય છે એવો અચળ નિર્ણય કરવો અને બીજું સર્વ ગૌણ કરી એ માર્ગની ઉપાસનામાં લાગી જવું. સાચા માર્ગનો સ્પસ્ટ નિશ્ચય થવો અને અનન્ય રતિ-પ્રીતિથી એનું આરાધન થવું એ પરમ સૌભાગ્ય છે. 0TM જીવે દરદ પણ કલ્પી લીધેલ અને દવા પણ કલ્પી લીધેલ. મિથ્યા ઈલાજો કરી મનોમન સંતોષ માન્યો. ન તો સાચા નિદાન કરેલા કે ન તો સાચો ઈલાજ, પામર જીવ કંઈ જાણતો ન હોવા છતાં કલ્પના મુજબ કરણીઓ કરી કરી કૃત્રિમ તોષથી ઉભરાયો. Page #383 -------------------------------------------------------------------------- ________________ સાધનાપથ અને આત્મજ્ઞાન ભૂતાવિષ્ટ માનવી શું કરે એનું એને ભાન ન હોય એમ જ કલ્પનાની ભૂતાવળમાં ફસાયેલ જીવ તદ્દન ભાનરહિતપણે ભવાડાં કર્યે જાય છે – એને શુધબુધ લેશ નથી. જીવનો અનંતકાળ આમ નિજકલ્પનામાં જ વ્યર્થ ગયો છે. ૩૭૪ 70 એમ મનમાની રીતે જીવ કોટીગમે ઈલાજ કરશે તોય એનો ભવરોગ મટવાનો નથી. કરુણતાની પરાકાષ્ટા તો ઈ છે કે જીવ જે કાંઈ કરી રહેલ છે એથી તો ઉલ્ટો આંતરવ્યાધિ વધી-વકરી રહ્યો છે... એ છતાં જીવ જાગતો નથી ! 70T વ્યાધિ પણ વહાલો લાગે એવી જીવની વિષમદશા થઈ ચૂકી છે. જ્ઞાનીઓ કહે છે તે જીવની મહાન સમસ્યા ભવરોગની છે. સંસારરસની બીમારી જીવને એવી જાલીમ લાગેલી છે કે ક્યો ઉપચાર એમાં કારગત નીવડે એ ય મોટી સમસ્યા છે. 70 નગ્ન સત્ય સ્વીકારવું રહ્યું કે જીવની નાદાનગીની કોઈ હદ નથી. એમાં ઈ સાચો વિવેક ખીલવી વિમળ પુરુષાર્થ સાધી શકે જ ક્યાંથી ? એ વિના જીવ વિમળઆનંદના પૂર માણે શી રીતે ? અને એ વિના તો ભવાભિનંદીપણુ મટે જ ક્યાંથી? 0TM જીવ જો તરંગી અવસ્થામાં જ રહેવાનો હોય તો કદી અંતઃસ્થલમાંથી તત્વબોધ ઉદિત થવાનો નથી. જીવે તરંગીપણુ ત્યજવું જ પડશે..અને તત્વ શું ? તત્વ શું ? એમ દિનરાત તલાશ ચલાવવી પડશે. તત્વખોજ ખાતર ઊંચા મને જીવવું પડશે. 0 પોતાની પ્રત્યેક વાત કે વિચારણામાં તથ્યગત દ્રષ્ટિએ જોતા તથ્ય કેટલું છે એ ગંભીરતાથી ગવેષવું ઘટે. પોતાને જે પરીની જેવું પ્રિય લાગે છે એમાં પ્રીતિ કરવા લાયક તથ્ય છે કે કેમ ? – છે તો કેટલું છે ? એની ઉત્કટ તલાશ કરવી ઘટે. 70 આપણે વામન છીએ. કારણ કે આપણે મોહઘેલડા છીએ. મોહના કારણે તુચ્છ વસ્તુઓમાં તીવ્ર રાચીયે છીએ. નિયમ છે કે જેની રુચિ તુચ્છ એનું હ્રદય તુચ્છ. વિરાટ હ્રદય પામવા – ક્ષુદ્રરુચિઓથી વિરમી – ઉન્નતરુચિઓ ઉગાડવી પડશે. Page #384 -------------------------------------------------------------------------- ________________ સાધનાપથ અને આત્મજ્ઞાન અહાહા...! આશ્ચર્યની વાત છે કે આપણને આપણા જ આત્માની રુચિ-પ્રીતિ નહિવત્ છે. આપણે આપણા જ આત્માના દુશ્મન જેવા થઈ ચૂક્યા છીએ. મહાન આત્મરુચિ પ્રજ્જવલીત થશે તો જ અનંત ક્ષુદ્રતામાંથી બહાર અવાશે. ૩૭૫ 710 આત્માનું દારિદ્રય દૂર કરવું એ ધીમી અને દીર્ઘ પ્રક્રિયાનું કામ છે. જેમજેમ આત્મલીનતા વધે તેમ એ જામવા લાગે એ પછી તો દૈનંદિન સ્વપ્ન સાકાર થશે. લીનતા જામવા લાગતા સમય લાગે છે લખલૂટ કમાણી થવા લાગે છે. - 710 સદ્ગુરુ તો આપણને અંગૂલીનિર્દેશ કરી છૂટે. નિર્દિષ્ટ મંઝીલે પહોંચવા પ્રમાણિક ઉદ્યમ આપણે જાતે કરવાનો છે. અક્ષરજ્ઞાન આત્મજ્ઞાન થવામાં પ્રત્યક્ષ કારણ નથી. છતાં ખપી જીવને આટલો ઈશારો પર્યાપ્ત બની રહેશે એમાં કોઈ સંશય નથી. 0 ભાઈ ! જ્ઞાન આરાધ્યાનું સાફલ્યપણું હોય તો સ્વભાવમાં ઠરી; અન્ય તમામ ભાવોથી વિરમી જવામાં છે. વિશ્વની આસક્તિ અળગી કરી; આત્માની રતિ વધારવામાં છે. જ્ઞાનીઓ કહે છે : સ્વમાં વસ, પરથી ખસ' – બસ આટલામાં તો સર્વ આગમોનો સાર છે. © પ્યારા સાધક ! શરૂઆત હંમેશા નાની જ હોય છે – અંત મહાન હોય છે. તું આજથી જ સ્વમાં ઠરવાની નાની પણ શરૂઆત કરજે. ભલે આરંભમાં એવો ગહનાનંદ ન પણ સંવેદાય પણ આગળ જતા અવશ્ય વર્ણનાતીત આત્મવિકાસ સાધી શકાશે. 70 હે સાધક ! તું જેમજેમ સ્વરૂપસ્થ થતો જઈશ એમ એમ કાળાંતરે તને ભીતરથી ભાળ લાધશે કે આત્માની અવગણના કરી આજપર્યંત કેટલું અપાર નુકશાન વહોર્યું છે. ગળગળાહ્રદયે તને એ નુકશાન સરભર કરી લેવાની તીવ્ર તમન્ના જાગશે. ©` આત્મહિતનો માર્ગ એવો દુર્ગમ નથી. હાં, એ કરવાનો કૃતનિશ્ચય જોઈએ. મારે હવે કેમેય મારૂ સ્વહિત સાધી જ લેવું છે' – એવા પુણ્યસંકલ્પવંત જીવને અર્થે કંઈ આ માર્ગ કઠિન નથીઃ દૂર નથીઃ દુઃસાધ્ય નથી. સાધનાનો સંકલ્પ જોઈએ. Page #385 -------------------------------------------------------------------------- ________________ ૩૭૬ સાધનાપથ અને આત્મજ્ઞાન ઉ.....ાં..ય..ર વર્તમાન ધર્મસમાજમાં આત્મજ્ઞાન જેવા મહાન વિષયની ચર્ચા નહિવત્ છે. પ્રસ્તુત ગ્રંથ આ સંદર્ભમાં પ્રેરણાદાયી બને અને અનુભવી અને વિશિષ્ટ પુણ્યવાન ધર્મનાયકો સમાજમાં આ ક્ષિતિજ સુપેરે ખોલે એમ અંતરથી ઝંખુ છું. 70 અપાત્રના હાથમાં આવેલી કોઈપણ વસ્તુ સદુપયોગ તો પામતી નથી પણ દુરૂપયોગ જ પામે છે. એમાં કોઈ વસ્તુનો કાંઈ દોષ નથી. ભાઈ, આત્મજ્ઞાન ઘણી ધણી ગંભીર પાત્રતા માંગી લે છે. એ પાત્રતા કેળવવા પણ ગ્રંથમાં ઠેકઠેકાણે કહેલી વાતો મામૂલી ન સમજશો. જીરૂ ઘણુંઘણું લખવાની તીવ્ર ઉત્કંઠા હોવા છતાં એ લખવું અમે છોડી દીધું છે. વળી લખવા જતામાં જ કેટલુક તો અનાયાસ છૂટી ગયું છે. કલમ દોડી શકાય એટલું દોડી તો પણ ઉછળતા ઉદધી જેવા ભાવાવેગને એ પૂરતો ન્યાય આપી શકી નથી. જીરું કોઈપણ ગ્રંથ કે પુસ્તકને પૂર્ણજ્ઞાન માની લેવાની ભૂલ કરવી જોઈએ નહીં. સાહિત્ય, સંગીત, શિલ્પ વિ. તો ઝલક આપી શકે... પૂર્ણજ્ઞાનનો પ્રાદુર્ભાવ રસજ્ઞના હ્રદયસ્થલમાંથી થાય એવી પ્રેરણા એ પીરસી શકે. બાકી જ્ઞાનભંડાર તો અંદરમાં જ છે. @> ગ્રંથમાં એવા સ્થાને કોઈ જ્ઞાનીના નામનો ઉલ્લેખ કરેલ નથી. કારણ પ્રસ્તુત ગ્રંથવિષયક કોઈ પૂર્વગ્રહ કોઈને બંધાય જવા ન પામે અને તમામ સંપ્રદાયના જિજ્ઞાસાવાન જીવો આનો બહોળો ઉપયોગ કરી શકે એજ અમારો હ્રદયાશય છે. મતામતમાં અમને મુદ્દલ રસ નથી. રસ છે સર્વ કોઈના શાશ્વત આત્મહિતમાં. ખરે જ આ ગ્રંથ સુપાત્ર જીવોનું ગહન આત્મહિત જગાવવા સમર્થ છે. આનું વારંવાર અધ્યયન અનુશીલન કરશે એ અકથ્ય આત્મહિતને પામશે એ નિઃશંક છે. 70 અંતમાં... સકળ માનવસૃષ્ટિ સાધનાજીવનના રસમાધુર્યથી ભરપૂર બનો. સૌના જીવનમાં સહજસાધનાનો રમ્યભાવ ઉદ્ગમ થાઓ અને સર્વોના આત્માનો અકલ્પ્ય વિકાસ થાઓ. સૌ સ્વાનુભવના અમૃતાનંદથી તરબતર બનો.. Page #386 -------------------------------------------------------------------------- ________________ સાધક અને સરળતા 3७७ સાધક અને સરળતા "પ્રભુ જો એક જ ગુણ માંગવાનું કહે તો આખો મિંચી સરળતા માંગી લેવા જેવી છે.” વિશ્વવ્યવસ્થાનું સ્વરૂપ જેમ છે તેમ યથાર્થ સમજી; પ્રસન્નતાથી એ વ્યવસ્થા સ્વીકારી લઈ, એ પ્રતી કોઈ શિકાયત કે ગ્લાની ચિત્તમાં ન ઉઠવા દેતા – પરમ સમભાવથી – એ વ્યવસ્થાનો સ્વીકાર તથા આદર કરી સદાય અષ પરિણામવાળા રહેવું એ પરમ સરળતા છે. પરિવર્તન કોઈ વિશ્વવ્યવસ્થામાં નથી લાવવું – પણ – સૃષ્ટિને નિહાળવાની જે પોતાની દૃષ્ટિ છે એમાં જ ધરમૂળથી પરિવર્તન આણવા પ્રયત્નવંત થવાનું છે. ‘દૃષ્ટિ એવી સૃષ્ટિ' માફક નિજ દૃષ્ટિ નિર્મળ કરવા નેક-પ્રયત્ન કરવો એ મહાન સરળતા છે. વિશ્વસ્વભાવને સમજીએ તો પછી એ પ્રતિ દ્વેષના કે આક્રોશના ભાવો રહે નહીં, અને ધીરે ધીરે સમત્વથી વિશ્વના – સારા નરસા તમામ – પાસાઓને રાગ-દ્વેષરહિતપણે વિલોકતા થઈ જઈએ. પરમ સરળ થવાની આ કૂંચી છેઃ વિશ્વવ્યવસ્થા પ્રત્યે કોઈ રાવ-ફરીયાદ નહીં. ખરું તો એ છે કે સારાનરસાના ભેદ પાડવાનું જ આપણે બંધ કરીએ અને વિશ્વની તમામ ચીજોને રુચિ કે અરુચિ ઊપજાવ્યા " વિના વિલોકીએ. કંચન અને કાદવ બંનેને સમાન દૃષ્ટિથી જોતા શીખીએ. પરિવર્તન કાંઈ વિશ્વમાં આણવા ઉદ્યમવંત ઘવાનું નથી. પણ વિશ્વને જોવાની જે પોતાની દૃષ્ટિ છે એ જ સરાસર પલટાય જાય એ અર્થે યત્ન કરવાનો છે. નાનકડા શિશુ માફક વિશ્વને સરળભાવે – પૂર્વગ્રહરહિતપણે – દેખીએ – મૂલવીએ. ભાઈ, સરળ થવું એ ઘણા લાંબા કાળની જહેમત માંગી લે છે. સરળ આત્મા કોઈ વાતની ગાંઠ ન બાંધી રાખે. બાળક જેમ જરાવારમાં રોપ-આક્રોષ ભૂલી જઈ શકે છે એમ હૃદય એવું સાલસ અને નિખાલસ કાનાવી દેવું ઘટે કે એમાં કોઈ પ્રત્યે દુર્ભાવ-અભાવ ઉદ્ભવવા કે ટકવા જ પામે નહીં. વક્ર સાથે પણ વક્ર ન થતાં, સરળપણે વર્તી જવું એ કેવી પરમ ઉમદા હૃદયસ્થિતિ સર્જાય ત્યારે સંભવ બને? સામો અગ્નિ જેવો ધગી ઉઠે ત્યારે પણ પોતે પાણી જેવા શીતળ બની રહેવું અને સામાને પણ ઠારવા એ કેવી સરળ પરિણતિ હોય તો સંભવે ? આડોડાઈ કરનારની સાથે પણ સલૂકાઈભર્યો સુમેળભર્યો વર્તાવ રાખી જાણવો એ સરળતા છે. ખરે જ સરળતા ઘણો ઘણો મહાન સગુણ છે. સરળ અંતઃકરણમાં બીજા તમામ ગુણો સહજસાજ ખીલી-પાંગરી શકે છે. * Page #387 -------------------------------------------------------------------------- ________________ સાધક અને સરળતા સ૨ળ માનવીને કોઈ બાબતની વ્યર્થ ખેંચાતાણી હોતી નથી. તુચ્છ બાબતોના આગ્રહ-જીદ-હઠમાં એ કદી રાચે નહીં. સરળ માનવી મહાયઃકોઈ સાથે ક્લેશ-સંક્લેશ કરવા રાજી નથી. પોતે નમતું મૂકી – જતું કરીને ય – એ વ્યર્થ વાદ, વિવાદ કે વિતંડાવાદથી સદા ય દૂર જ રહે છે. સ૨ળ આત્મા પોતાની જાણકારી ન હોય એવા વિષયમાં વિવેચન ચલાવતા નથી પણ સરળતાથી કહી દે છે કે આ વિષયમાં મારી જાણકારી નથી. આ બહું મહાન સ૨ળતા છે હોં. પોતાને જાણકારી ન હોય એવા વિષયમાં વાર્તાલાપ નહીં ક૨વાનું જો ધર્મીજનો શીખી જાય અને અણજાણ વિષયમાં મૌન સેવે – પોતાની અજ્ઞતાનો સ૨ળપણે એકરાર કરે તો અકલ્ય લાભ થાય એવું છે. પણ એવી મહાન સ..૨..ળ..તા.. વિરલ જીવોમાં જ હોય છે. પોતાને સત્નો સાક્ષાત્કાર ન થાય ત્યાં સુધી તવિષયક સંપૂર્ણ મૌન ધરી રાખવું એ ઘણી મહાન પાત્રતા છે. જે કોઈ વિષયમાં પોતાની વિશદ્ જાણકારી ન હોય એવા કોઈપણ વિષયમાં વાપ્રવાહ ન ચલાવવો એ હ્રદયની ભરપુર સ૨ળતા હોય તો જ સંભવી શકે છે. અરે. પોતે જાણતા હોવા છતાં સામાની ભાવોર્મિને વેગ આપવા એની વાત – પોતાનું જાણપણું દર્શાવ્યા સિવાય – રસથી સાંભળી ૨હે. સરળ આત્માની વાત જ નિરાળી છે. ૩૭૮ સ૨ળ આત્માને સારી વાતોમાં રસ છેઃ મત-પંથ-વાડાના ભેદ હોતા નથી. પોતાની પંડિતાઈ ન દર્શાવતા એ કોઈની પણ સારી વાતને શાલીનભાવે સાંભળે-પ્રશંસે છે. પોતાના જ્ઞાનનો જરાપણ મદ ન હોય એ સામાના સુંદર જ્ઞાનનો ભરપુર સમાદર કરી જાણે છે. કોઈના પણ ગુણ દેખી એનું હ્રદયકમળ પ્રફુલ્લી રહે છે. કોઈના પણ દોષ દેખે તો એ દેખ્યા છતાં અદેખ્યા જેવું કરી સર્વ પ્રકારના દુર્ભાવથી દૂર રહે છે. હશું એવા આપોઆપ દેખાશું' – એમ સમજી સ૨ળ આત્મા કોઈપણ પ્રકારનો દેખાવ કરવા કદી ઉત્સુક થતા નથી. સારા થવા એ જરૂર પ્રયત્ન કરે પણ સારા દેખાવા માટે કોઈ તજવીજ એ કરતા નથી. અહાહા... કશોય દેખાવ ક૨વાની તજવીજમાંથી માનવહ્રદય મુક્ત થઈ જાય તો એ કેટકેટલા ઉત્પાતોમાંથી ઉગરી જાય ? બીજાને પોતાના પ્રભાવથી આંજી દેવા કે અભિભૂત-પરાભૂત કરવા..., એવી ઉમેદ સ૨ળહ્રદયના ઇન્સાનને હોતી નથી. સામાને પણ એ તો આત્મવત્ આદર આપવા ઉત્સુક હોય છે. દેખાડો, કરવાની વૃત્તિ નાબૂદ થાય તો માનવ ઘણો નમ્ર-સ૨ળ-સાલસ-નિખાલસ અને મિલનસાર સ્વભાવી બની શકે છે. સામર્થ્ય વિ. હોય એના કરતા અધીક-અત્યધીક બતાવવા મથ્યા કરવું એ સ૨ળતાનો અભાવ સૂચવે છે. સ૨ળતા તો હોય એનો પણ દેખાડો કરવા નથી માંગતી. પોતાના સદ્ગુણથી પોતે સ્વયમ્ તૃપ્ત છેઃ કોઈના પ્રમાણપત્રોની એને કશી આવશ્યકતા નથી. દેખાડો ક૨વા ખાતર માણસ જીવનને કેટલું તંગ અને બોઝીલ બનાવે છે ! સ૨ળ આત્મા હળવા ફૂલ જેવા હોય છે. કારણ દેખાડો કરવાની કોઈ તંગદિલી એનામાં હોતી નથી. સ૨ળ આત્માનું ધર્માચરણ કે ભલું આચરણ કોઈને દેખાડવા અર્થે હોતું નથી. એનું સમગ્ર આચરણ સ્વપરના સાચા શ્રેય અર્થે હોય છે. Page #388 -------------------------------------------------------------------------- ________________ સાધક અને સરળતા ૩૭૯ સ૨ળ આત્મા હંમેશા અંતર્યામિના અવાજને અનુસરે છે. એથી અંતર સંમત ન હોય એવી કોઈ આચરણા – હઠ કે જોરથી – કરવા એ તત્પર થતા નથી. સરળહ્રદયી આત્માનું સર્વ આચરણ સહજભાવે હોય છે. પોતાની માસુમ ચેતના ઉપર બળાત્કાર કરીને કોઈ કાર્ય કરવા એ તૈયાર થતા નથી. સરળ આત્માની સાધના ચાહે તેવી પ્રકૃષ્ટ હોય તો પણ એમાં સહજતા હોય છે. અહં કે આવેગ પ્રેરીત જુસ્સો એમની સાધનામાં હોતો નથી. એ ખરું છે કે સ૨ળહ્રદયવાનને સર્વ સાધનાઓ સુગમ બની રહે છે. સરળ આત્મા સમજણના બળે આગળ વધે છે – હઠ કે કૃત્રિમ જોર-જુસ્સાથી નહીં. અંતર સંમત ન હોય તો ય હઠથી - જીદથી વ્રત-તપ-જપ વિ. માં એ ઝંપલાવતા નથી. સ૨ળ આત્મા અંતરના સૂર સાથે તાલ મીલાવીને પુરુષાર્થ સમાચરે છે. – સરળ આત્માની સ્વભાવિક રીતિ જ એવી હોય છે કે જેવું હૈયે એવું જ એમના હોઠે હોય છે. હૈયામાં કાંઈક અને વાણીમાં કાંઈક એવી વિચિત્ર રસમ એમની હોતી નથી. હૈયામાં રાગનો રસ પડેલ હોય – તીવ્ર રસ સેવાતો હોય – અને મુખથી નિર્મોહી થવાની મોટી મોટી વાતો કરવા માંડે એવી રસમ તો માયાચારી જીવોની હોય છે. સરળ આત્મા તો મોન અને મીતભાષી હોય છે. જ્યાં ને ત્યાં, જેમતેમ બોધનો લવારો એ કદી ન કરે. હ્રદય સંમત થઈ તાલ ન પુરાવે એવું તત્ત્વજ્ઞાન કે એવા તથ્યો એ કોઈને ય કહેવા ઉત્સુક થતા નથી. આથી જ સરળ આત્મા ઘણું કરીને મીતભાષી હોય છે – વાચાળ હોતા નથી. હ્રદયના સૂરને અનુસરીને જ હંમેશ ચાલતા હોય સરળ આત્મા સહ્રદયી હોય છે. પ્રત્યેક ઘટનાને એ માત્ર દિમાગથી નહીં પણ દિલથી મૂલવે છે. પોતે સહ્રદયી હોય; સામાની હ્રદયગત ભાવનાઓ એ સુપેઠે સમજી શકે છે. એથી કોઈના હ્રદયને ઠેસ પહોંચે એવું કોઈ આચરણ કદાપી કરતા નથી. સરળ આત્મા વિશાળહ્રદયી હોય છે. એની ઔદાર્યતા સહુ કોઈને પ્રસન્ન કરનાર બની રહે છે. સરળ આત્મા સત્નો સાક્ષાત્કાર પામવા ખૂબ ખૂબ સુપાત્ર હોય છે. એના વિચાર-વાણી-વર્તનની સચ્ચાઈ એને સત્ની ઝલક પામવા સુપાત્ર બનાવે છે. સ૨ળહ્રદયમાં સત્ત્નું પ્રતિબિંબ સત્વર ઝળકી ઉઠે છે. હ્રદયમાં કોઈ ખોટી આટીઘુંટી ન હોય, શ્રીગુરુના વચનના મર્મને એ સુગમપણે ગ્રહી એનું સરળપણે અમલીકરણ કરી શકે છે. આત્માનુભવી પુરુષોનો પ્રબોધ ઝીલવા સરળહ્રદયવાન ઇન્સાન જ પરમપાત્ર છે. સ૨ળહ્રદયી શ્રોતા હ્રદય સંમત ન થતું હોય એવી કોઈ વાતમાં હા-જી-હા ભણતા નથી. એ સરળતાથી કહે છે કે મને સમજાતું નથી. સરળહ્રદયી શ્રોતા વારંવાર પુછવામાં પણ નાનપ અનુભવતા નથી. પોતાની ચતુરાઈ દેખાડવા એ પ્રશ્ન કરતા નથી પણ સાચી જિજ્ઞાસા પૂર્ણ કરવા જ પ્રશ્ન કરે છે. સ૨ળહ્રદય ખોટા તર્ક-વિતર્ક ક૨વામાં માનતું નથી. સરળહ્રદય નાહકની આંટીઘુંટીમાં પડીને ખોટી સમસ્યાઓ ખડી કરવામાં માનતું નથી. પોતાનું ઘણું અજ્ઞાન સંમત કરી એ અજ્ઞાનનો સહજપણે સ્વીકાર કરે છે. – પણ અજ્ઞાનથી આકળવિકળ બની, અસ્વસ્થ થઈ જતા નથી. પ્રબોધકને મુંઝવણ થાય એવા કે પ્રયોજનવિહિન પ્રશ્નો સ૨ળ આત્મા કરતા Page #389 -------------------------------------------------------------------------- ________________ ૩૮૦ સાધક અને સરળતા નથી. હૃદયમાં જિજ્ઞાસા ન હોય ને નાહક વાર્તાલાપ ચલાવ્યા કરે એવી રીતિ એમની હોતી નથી. વિવાદના વિષયમાં માત્ર પોતા તરફી હોય એવા ને એટલા જ શાસ્ત્રપ્રમાણો એકત્ર કરવા એ ભારી અસરળતા છે. પોતાનું મંતવ્ય જ ખરું કરાવવા આવેગશીલ કે આક્રમક થઈ જવું એ સરળતા નથી. પ્રતિપક્ષને પણ પ્રશાંતભાવે સાંભળી-સમજી પછી તત્ત્વનિર્ણય કરવો એ સરળતા છે. “સત્યાગ્રહી ન થઈ જતા સત્યાગ્રાહી' થવું વધુ બહેતર છે. સત્યનો પણ એવો આગ્રહ ન હોવો ઘટે કે સામાને બળાત્કાર સંમત કરાવવા ધસી જવાય. એનું મંતવ્ય એને મુબારક સમજી શાંત થઈ જવું એમાં સરળતા રહેલી છે. સરળહૃદયમાં વસ્તુસ્થિતિનું પ્રતિબિંબ વિશદ પડતું હોવાથી સરળ આત્મા પોતાનું સ્વકાર્ય હજુ કેટલું બાકી છે એ સુપેરે જાણતા હોય છે. એથી સ્વકાર્ય અવગણીને પરનું હિત કરવા ધસી જવાની ચટપટી એને થતી નથી. પોતાની ઉણપનો એના ઊરમાં સ્વીકારભાવ વર્તતો હોય એ ઉણપ દૂર કરવા એ ઘણા વ્યસ્ત રહે છે. પોતાની જાતને ખોટી વડી કલ્પી લઈ ગજા ઉપરવટનું કોઈ કાર્ય કરવા એ કામી થતા નથી. આ સરળ આત્મા સર્વકોઈની વાતમાંથી સવળું લેવા જ પ્રયત્ન કરે છે. બને ત્યાં સુધી કોઈની કોઈપણ વાતમાંથી અવળું પકડી ધોખો કરવાની એમની આદત જ હોતી નથી. સરળ આત્મા સાથે સામા પણ મોટાભાગે સરળ જ વાત કરે છે. પણ કદાચ કોઈ અસરળ વાત કરે તો પણ સરળ આત્માના દિલમાં ડંખ પેદા થતો નથી. સરળ આત્માં કોઈના ય કટુવેણનો જલદ પ્રતિભાવ દાખવતા નથી પણ હળવાશથી પ્રત્યુતર પાઠવે છે. સરળહૃદયી ઇન્સાન કોઈના ઉપર પોતાનો અધિકાર સ્થાપીત કરતા નથી. કોઈ પોતાના મુજબ ન ચાલે તો પણ રોષ-રંજ દાખવતા નથી. એ સર્વ જીવની સ્વતંત્રતા સમજતા હોય, પોતાની મનસુબી મુજબ કોઈને ય ચલાવવા ઉધુક્ત થતા નથી. કોઈ પાતાના વિરૂદ્ધ ચાલે તો ય એ દિલથી દરગુજર કરી જાણે છે. સરળહૃદયી સાધક તત્ત્વની મોટી મોટી – પ્રયોજન વગરની – વાતો કરતા હોતા નથી. એ એવા વાચાળ કે આડંબરી હોતા જ નથી. પોતાના દોષનો સરળપણે એકરાર કરી એ દિલથી સાચું માર્ગદર્શન માંગતા હોય છે. બહું ઓછા જીવો આવા સુપાત્ર હોય છે. સરળહૃદયી જીવો સદ્ગતિમાંથી આવેલા હોય છે અને સદ્ગતિમાં જનાર હોય છે. પોતાના ઉરમાં કોઈ ઉલઝન હોય તો એની જ એ પૃચ્છા કરે છે. બાકી નાહકના પ્રશ્નો છેડી ડહાપણ ડહોળવાનું એ કદી કરતા નથી. સરળ હૃદયમાં બેહદ ઉલઝનો પણ ખડી થતી નથી. કોઈની પણ વાતને એ સલૂકાઈથી – સુમેળથી સમજવા યત્ન કરે છે – ઉતાવળો પ્રતિકાર કરતા નથી, સરળ હૃદયી ઇન્સાન કોઈની સાથે અધિરાઈથી તડ ને ફડ જબાન વાપરતા નથી. ઉતાવળથી કોઈ સાથે સંબંધ તોડી પાડતા નથી. કોઈની ગમે તેવી વાતનું એ વાંકુ લેતા જ નથી. વાતે વાતે વાંકુ પડે એ તો વક્રહ્રદયી જીવો હોય છે. સરળહૃદયી જીવો તો મહદ્ઘાયઃ સવળું જ લે છે. સરળહૃદયી જીવો નોકરને ય ભ્રાતા માફક સમજે છે. સામાન્યમાં સામાન્ય માણસ સાથે પણ એ Page #390 -------------------------------------------------------------------------- ________________ સાધક અને સરળતા ૩૮૧ અધિકારબુદ્ધિથી નહીં પણ ભાઈચારાથી વ્યવહાર કરે છે. સ્વભાવમાં જ તુચ્છતા હોતી નથી એથી કોઈ પ્રત્યેય તુચ્છ વર્તાવ એ દાખવતા નથી. સરળહૃદયી સાધક સાધનાપથની શોભા છે. આવા સાધકો કદી પોતાના દોષ છાવરવા કે કોઈના દોષ ઉઘાડવા યત્ન કરતા નથી. દોષનો કદીય બચાવ કરતા નથી – બનતા સર્વ પ્રયત્ન દોષને દૂર કરવા અને ગુણને ખીલવવા પ્રયાસ કરે છે. કોઈની નિંદા તો એ કરતા જ નથી પણ કોઈની નિંદા સુણવાનો પણ એમને રસ લગીર નથી હોતો. કોઈ ગમે તે કરેઃ પોતે શું કરવું એ જ એમનું લક્ષ હોય છે. સરળહૃદયવાન જીવો સહેજે આત્મલક્ષી બની નિજહિતનિમગ્ન થઈ શકે છે. ગુરુ કે વડિલ સમક્ષ હા જી હા કરે અને આચરણા તો પોતાની જ મનસુબી મુજબ કરતા હોય એ કર્યા કરે એવી અસરળતા એમનામાં હોતી નથી. વચન બોલ્યું પાળનારા હોય છે. કહેણી કંઈક અને કરણી કંઈક એવી કૂચાલ એમનામાં બિલકુલ હોતી નથી. સરળ આત્મા પોતાને અંતર્બોધ હોય એવી જ વાત ઉચ્ચારવામાં માનતા હોય છે. પણ, ઉછીના સત્યો સાંભળી ઉન્માદથી રજુઆતો કરનારા હોતા નથી. પુનર્જન્મ કે એવા જે કોઈ વિષયનું પોતાને માર્મિક અને તલસ્પર્શીય જ્ઞાન ન હોય એવા વિષયોમાં બેફામ વાપ્રવાહ ચલાવતા હોતા નથી. વગર વિચાર્યું વદી એ વિવાદનો મધપૂડો છેડતા જ નથી. એને કોઈના ગુરુ થવાની પણ કામના હોતી નથી. વણમાગી કોઈનેય કશી સલાહ એ આપવા ઉત્સુક થતા નથી. ગામની પંચાત એમને હોતી જ નથી. સ્વકાર્ય કરવામાં જ તત્પરતા હોય છે. ગુરુનું નામ ગોપવીને પોતાનો અનુભવ હોય એવું દેખાડવાની મુરાદ એને મનમાંય હોતી નથી અને પોતાનું મંતવ્ય એ કોઈ ગુર્નાદિકના નામે રજુ પણ કરતા નથી. પોતાના હૃદયમાં વાત જુદી ભાસતી હોય તો કોઈ વ્યક્તિ કે ટોળાના પ્રભાવમાં આવીને કોઈ વાતને સમર્થન આપતા નથી. કોઈનીય બંધ ન બેસતી હોય એવી વાતમાં એ ટાપસી પુરાવતા નથી. પોતાના અન્નપણાનો સરળભાવે એકરાર કરી જાણે | સરળહૃદયવાનને સરળ ઉપદેશો ખૂબ રુચે છે. પોતે એક "દી ખાલી હાથે ચાલ્યા જવાનું છે. સાથે શું લઈ જવાનું છે ?’– એ ખ્યાલથી એ વિનમ્ર અને નિરાગ્રહી વર્તે છે. બોધ કરનાર ભલે વિદ્વાન ન પણ હોય પરંતુ સરળપણે સાચો બોધ કરતા હોય તો સરળહૃદયીને એ સર્વાધિક રુચે જચે છે. આડંબરી વક્તાઓ મોટા ટોળા ખડા કરતા હોય તો પણ સરળહૃદયી સાધકને એ દિલથી રુચતા-જતા નથી. પરમાર્થના કાર્યને કોઈ પણ કારણ વિના,.. પછી કરીશ... કાલે કરીશ – એમ વાયદે નાખવું સરળ આત્મા પસંદ કરતા નથી. એ કોમળ હૃદયવાન હોય; મૃભુમિની માફક બોધના વારી એમાં તત્કાળ ઊંડા જતા હોય છે. પ્રત્યેક બોધનો શક્ય ત્વરીત અમલ એ સહજ જ કરતા હોય છે. સરળ સાધક પોતાની વૃત્તિનું દમન કરતા નથી પણ શમન કરવા સર્વ કાંઈ કરી છૂટે છે. ખોટી હઠ-જીદ એમનામાં ન હોય, દમન થવાનો પ્રસંગ જ પ્રાયઃ ઉપસ્થિત થતો નથી. મનોનિગ્રહ વગેરે વાતો Page #391 -------------------------------------------------------------------------- ________________ ૩૮૨. સાધક અને સરળતા પણ સરળહૃદયમાં સહેજે સમ્યકરૂપેણ જ પરિણમે છે. જગત સાથે જેમ એમનો વ્યવહાર સરળ હોય છે એમ પોતાની જાત સાથે પણ એમનો વ્યવહાર સરળ અને સુવિવેકી હોય છે. ક્યાંય પોતાનાથી અસરળતા કે ક્ષતિ સેવાય જાય તો પણ સરળદિલ ઇન્સાન સત્વરે એ ક્ષતિ સુધારી લે છે. “હું સાચો જ હતોઃ મારી ભૂલ જ નથી' – એવા તંતમાં સરળહૃદય તણાતું જ નથી. સરળ જીવો પલટાવ્યા તુરત જ પલટી જનારા હોય છે. ખોટી જક્કી ચાલ એમની હોતી નથી. પકડ્યું તે પ્રાણાતે પણ મૂકવું જ નહીં એવી મિથ્યા મમત એમને હોતી નથી. કોઈ ભૂલ બતાવે તો સાભાર સ્વીકારીને. સત્વરે ભૂલ સુધારી પણ લેતા હોય છે. સરળ આત્માને વધુ ને વધુ સરળ બની જવું સુહાતુ હોય છે. સરળચિત્ત સાધકને એ સભાનતા છે કે સાધનાના મીષે મેં જે કંઈ કર્યું તે સ્વહિતાર્થે જ કર્યું છે – ગુરુ કે સમાજ પર ઉપકાર કર્યો નથી – એથી કોઈ પાસેથી માનાદિ કે સ્થાનાદિની કોઈ અપેક્ષા એ અંતરમાં ધરતા નથી. પોતે પોતાનું જ હિત સાધ્યું એમાં શું નવાઈ કરી ? – એમ સહજપણે જ એ સાધનાના સર્ટીફીકેટોથી અને સિરપાવથી નિરપેક્ષ હોય છે. સરળહૃદયમાં કોઈ આંટીઘૂંટી ન હોય લાંબી ભાંજગડ હોતી નથી. આથી સરળ જીવનું હૈયું ઠરેલ અને પ્રશાંત હોય છે. આથી ઠરેલ હેયે એ બધી વાતના સારાસાર ગવેષી શકે છે. ઘણીવાર મોટા પંડિતો ન કરી શકે એવી ઉલઝનોના ઉકેલ એ સરળતાથી – સુગમપણે કરી શકે છે. ભલી સરળતા ભરપુર હોય કોઈની સાથે પણ વક્ર આચરણ એનાથી થઈ જ શકતું નથી. સ્વભાવિકપણે જ સર્વ સાથે ભલમનસાઈભર્યું વર્તન સંભવે છે. કુટીલ માણસોની જેમ ખટપટ કરવાનું વિચારી પણ શકતા નથી. જ્ઞાનીઓને સરળ આત્મા જેટલા રુચે છે એટલા અન્ય કોઈ રુચતા નથી. સરળહૃદયમાં સમ્યજ્ઞાન ઉદિત થવાનો ખૂબ ખૂબ અવકાશ છે. ગુરુ વિ. ના નિહાળવા યોગ્ય ઘણા ગુણો ન નિહાળતા એમના કોઈ સામાન્ય દોષન જ મુખ્ય કરે એ જીવમાં સરળતાનો અભાવ વર્તે છે. સરળ આત્મામાં દોષદૃષ્ટિ તીવ્ર હોતી નથી. એ તો ગુણજ્ઞ અર્થાત્ ગુણપ્રેમી-ગુણગ્રાહી અને ગુણની કદર કરનાર હોય છે. સરળ સાધકમાં પ્રમોદભાવના ભરપુર હોય છે. બીજાનું સારું દેખી એનું હૃદય હંમેશા પ્રમુદિત થાય છે. ગુરુગુણની સ્તવના એનું પાવનહેયુ વારંવાર કરે છે. સરળહૃદય હોય ત્યાં બીજા ઘણા ઘણાં ગુણો સહજપણે ખીલી રહે છે. સરળ આત્મા પોતે બહુગુણસંપન્ન હોવા છતાં બીજાના અલ્પગુણનીય ઘણી કદર કરી જાણે છે, પણ અન્યને હીન તરીકે જોતા જ નથી. સર્વને આત્મવત્ આદર આપી જાણે છે. આથી એના સંબંધો આત્મિય હોય છે. સર્વ જનોમાં એ સ્વાભાવિક રીતે જ પ્રિય બની રહે છે. પરના દોષ બહુ દષ્ટિપર આવવા એ સરળહૈયાનો અભાવ સૂચવે છે. પોતાની સાચી ભાસતી વાત સામો ન માને તો મનાવવા બળજબરી કરવી એ વાત તો દૂર રહી . પણ પોતાનું ન માન્યાનો રંજ રહેવો એ પણ સરળતાની કમી સૂચવે છે. પરમ સરળ આત્મા સર્વ આત્માઓની સ્વતંત્રતાનો સમાદર કરતા હોય, કોઈ ઉપર બળજબરીથી બોધ લાદી દેવા ઉધુક્ત થતા જ Page #392 -------------------------------------------------------------------------- ________________ સાધક અને સરળતા ૩૮૩ નથી. સ્વાત્માને જ બોધ કરવા એ ઉત્કંઠીત હોય છે. પોતાની જાતને હજું ઘણો બોધ પરિણમવાનો બાકી હોય ત્યાં અન્યને બોધીત કરવાની ચટપટી શું હોય? હોતી જ નથી. સરળ આત્મા અંતરના અવાજને અનુસરીને ચાલે છે. અંતરાત્માને ખરેખરો ખપ શેનો છે એ ગવેષીને –એ ઇષ્ટ પ્રાપ્તિ અર્થે – સમ્યગુ યત્ન કરી જાણે છે. પણ કોઈપણ ઇષ્ટપ્રાપ્તિ અર્થે ન્યાયમાર્ગથી મૂત કદી થતા નથી. ઇષ્ટપ્રાપ્તિ ન થાય કે એમાં વિલંબ થાય તો પણ અધીર થતા નથી. આત્માના સાચા અવાજને ઓળખવા અને ન્યાય આપવા એ યત્નરત હોય છે. એને આત્માના સાચા સુખ-શાંતિ-સંતોષથી મતલબ હોય છે. એથી નિજહિતનું પ્રયોજન સાધવામાં એ નિમગ્ન હોય છે. કોઈ વ્યર્થ વૃત્તિ-પ્રવૃત્તિમાં એ સ્વભાવતઃ જ રાચતા નથી. સરળ આત્મા મૃદુ હૈયાના હોય છે. કઠોર હોતા નથી. સર્વ કોઈ સાથે એમનો વ્યવહાર મૃદુ હોય છે. પોતાના મન સાથે પણ એ ઘણુ કરીને મૃદુતાથી-સમજણથી કાર્ય પાર પાડે છે. આથી સરળ આત્માને ઇષ્ટસિદ્ધિ થવી સુગમ-સરળ હોય છે. | સરળ આત્મા દેખાદેખી ખાતર ઉધમાતો કરી જીવનશાંતિ જોખમમાં મૂકતા નથી. દેખાદેખીથી કોઈ વસ્તુ કે વૈભવ મેળવવા એ લાલાયત થતા નથી. કોઈની કોઈપણ સારી સામગ્રી ઉપર એ એવી નજર નાખતા નથી. કોઈના ધન-ઐશ્વર્યા-રૂપ ઇત્યાદિ દેખી ઈર્ષાવંત થતા નથી કે તૃષ્ણાતુર થતા નથી. નાના શિશુ જેવી નિર્દોષતા હોય છે એમની. પુરુષાર્થમાં હંમેશા સહજતા રાખવી એ સરળદિલ સાધકનું સાધનાસૂત્ર હોય છે. હૃદયની ભલી સંમતિ વિના હઠથી કે હડથી કોઈ અભિયાનમાં ધસી જવું સરળ આત્મા મુનાસિબ લેખતા થિી. સ્વહિતનો નક્કર પુરુષાર્થ છોડી; ખોટી હડીયાપાટું કરવા એ કદી તત્પર થતા નથી. સરળતા ખરેખર સઘળા ગુણેમાં અદ્વિતિય એવો શ્રેષ્ઠ ગુણ છે. સરળતાવિહોણી જીંદગી એ ઘણી જ કનીષ્ઠ જીંદગી છે. સરળતા છે ત્યાં જ સાચું સુરમ્ય-જીવન છે. સરળ આત્મા પોતાની આંતરપરિણતિ ભાવવિભોર રાખે છે. આંતરપરિણતિના લક્ષ વિના કેવળ કોરા ક્રિયાકાંડ સાધીને પરમાર્થ સાધી લીધાના વિભ્રમમાં રાચવું સરળદિલના સાધક પસંદ કરતા નથી. સરળહૃદય ભાવના પ્રધાન હોય છે. સરળહૃદયમાં અગણિત શુભ્રભાવનાઓની સરવાણી વહેતી હોય છે. સરળહૃદયની સંવેદનાશક્તિ ઘણી તીક્ષ્ણ હોય છે. હૃદયની હળવાશના કારણે એમની સંવેદનક્ષમતા ઘણી ઉત્કટ હોય છે. એ સંવેદનજડ કે લાગણીવિહિન હોતા નથી પણ કરુણાળુ-ક્ષમાવાન-પ્રેમવંત અને સદ્ભાવભર્યા હોય છે. સેવા-સહાનુભૂતિથી ભરેલા હોય છે. સપુરુષોના બોધને સર્વાધિક પાત્ર હોય તો એ સરળ આત્મા છે. સરળ આત્મા ખોટી શંકા-કુશંકા કે તર્કવિતર્ક કરનાર હોતા નથી બોધમાંથી પોતાના પ્રયોજનનું તથ્ય તારવી તારવીને એ આત્મસાત્ કરી લેતા હોય છે. પ્રયોજનની વાત ગ્રહણ કરવામાં એ સ્વભાવિકપણે જ નિપુણ હોય છે. આવા આત્માને ઈશારો પડા કાફી હોય છે. આ તો મેં સાંભળેલું છે' – “આ તો હું જાણું જ છું – એવું વિચારી એ Page #393 -------------------------------------------------------------------------- ________________ ૩૮૪ સાધક અને સરળતા હિતબોધ ને હડસેલો મારી દેતા નથી. પણ નુત્તન અભિસારની માફક તરોતાજા રુચી - પ્રીતિથી એ પ્રેરણા ગ્રહી લે છે. જાણ છતાં પણ અજાણ થઈને... તત્વ લેવું તાણી’– એ એમનું જીવનસૂત્ર હોય છે. સરળતાથી સાચા સુખની વાટે ચાલ્યા જવું એજ જીવનનું મહાન ધ્યેય હોય સ૨ળ આત્માને એવો સત્સંગ પ્રાણાધિક રુચે છે. પોતાને પ્રયોજન તો એકમાત્ર સાચા સુખનું જ હોય – એનો માર્ગ બતાવનાર રાહબર પણ એને પરમપ્રિય હોય છે. સરળ આત્માને કોઈ ખોટી ખટખટ પસંદ હોતી નથી પણ પ્રયોજનથી જ ૫૨મ નિસ્બત હોય છે. જીવને બીજી ઝંઝટથી શું ફાયદો ? – પ્રયોજન તો સાચા સુખનું જ છે ને ? સ૨ળ આત્મા આડાઅવળા ચીલા ચાતરી બીજા-ત્રીજા રસ્તે જતા નથી. પણ જ્ઞાનીપુરુષ બતાવે તેજ રાહે ચાલનારા હોય છે. જ્ઞાનીની આજ્ઞાનું ઉલ્લંઘન એ કદી કરતા નથી. જ્ઞાનીના આદેશો હૈયામાં જડી રાખે છે. સ૨ળ આત્મા બીજા ઉપર હુકમ-હકુમત કરી કાર્ય કરાવનાર હોતા નથી પણ સમજાવટથી કાર્ય કરાવે છે. સામો ન સમજે તોય આક્રોશિત થતા નથી. સમજાવીને, બીજાનું દિલ જીતીને કાર્યસંપન્ન કરાવે છે. પોતે ધણી હોય તોય રૂઆબ-રોફથી નહીં પણ શાલીનતાથી-વિનમ્રતાથી કામ લેતા હોય છે. ધણીપણાનો કોઈ મદ કે હું’કાર એમનામાં હોતો નથી. નાના નોકરનો પણ દિલથી આદર કરી જાણે છે. સ૨ળ આત્મા કોઈના બોલ નહીં પણ એનો આશય પકડે છે. કોઈ ગમે તેમ વાત કરે પણ એ એનો સારાંશ ગ્રહી લે છે. વચનને વળગી પડી વિવાદ ન કરતા વચનના મર્મને પકડી સામાને ન્યાય આપનાર હોય છે. સામા હ્રદયની સંવેદનાને સમજવા સર્વાધિક યત્ન કરી; સામાની લાગણીને માન આપી જાણે છે. સરળહ્રદયી જ્ઞાનીપુરુષ અજ્ઞાનીના ભાવાવેગને પિછાણી શકે છે. પોતાને મન વાત મામૂલી હોય તોય સામાનો ભાવાવેગ ઉપશાંત કરી એને જ્ઞાનમાર્ગે ચઢાવે છે. પ્રાયઃ કોઈની વાત એ ઝટ અવગણતા નથી. ઋજુહ્રદયની વાત જ એવી નિરાળી હોય છે. સરળ આત્માના અનેક ગુણિયલ પાસા હોય છે – વર્ણન કેટલું થઈ શકે ? સરળ આત્માની વાણી કઠોર કે કર્કશ હોતી નથી. આંધળાને આંધળો કહેવો કે અક્કલ વગરનાને મુરખ કહેવો કે કોઈપણ જીવને એવો પ્રગટ ઉપાલંભ આપવો એ સરળહ્રદયી ઈન્સાન કરતા જ નથી. સરળ ચિત્તવાન સાધક સર્વકોઈનો સમાદર કરી સહુને પ્રિય વચનથી સંતુષ્ટ કરનાર હોય છે. સરળહ્રદયી આત્મા કારણ વિનાની આખા જગતની પંચાત કરતા નથી. કોઈ એવી પંચાત કરતા હોય તો એથી દૂર રહે છે અથવા દિલથી એમાં ભળતા નથી. સરળહ્રદયવાન પંચાતપ્રિય હોતા નથી. બીજાઓ શું કરે છે – શું વિચારે છે – એની ઈર્તેજારી એમને હોતી નથી. સ્વભાવમાં ઠરેલા રહેવું એમને સુલભ હોય છે. કારણ વિના કોઈ ઉપાધિ કે ઝંઝટમાં એ પડતા નથી. આત્મા પોતાની સહજ-સ્વભાવિક સ્થિતિમાં સ્થિત રહે ને કોઈ કુતુહલાદિ ન કરે એ ઘણી મોટી સરળતા છે. સરળ આત્મા તીવ્ર ઉલ્લાસ કે તીવ્ર ઉદ્વેગ ધરતા નથી. ગમે તે થાય તો પણ એમના મનની સ્થિતિ સમતોલ બની રહે છે. સ૨ળ આત્માએ સદ્બોધ પચાવ્યો હોય એમના મનમાં કોઈપણ ઘટનાની તીવ્ર Page #394 -------------------------------------------------------------------------- ________________ સાધક અને સરળતા ૩૮૫ પ્રતિક્રિયા થતી નથી. થવાનું હતું તે થયું – એમ સમજી એ સમભાવ ધારી રહે છે જીવન જીવવાના કેટલાય સાદા સત્યો એમણે ખૂબ ઊંડા પચાવેલ હોય છે એથી કોઈપણ સ્થિતિમાં એ બહુધા સમભાવમયી બની રહે છે. દેહત્યાગની વેળા આવે તો પણ હૃદયના ખૂણેય માયા ન થાય – ચાહે તેવી સ્થિતિમાં પણ, કરવા માંગે તોય માયા ન કરી શકે – એવી પ્રગાઢ-સરળતા સાચા સાધકની હોય છે. બધુ ય મૂકવાનું આસાન લાગે પણ સરળસ્વભાવ તો મૂકી જ ન શકે એવી સ્થિતિ એમની હોય છે. સાચા ભાવમુનિની સરળતાનો તો આ જગતમાં જોટો નથી. જગતના એક પરમાણુ માત્રને કે દેહના ય અણુ માત્રને પણ એ મારો માનતા નથી. જગના તમામ જડ-ચેતન પદાર્થથી એમણે મમત્વ, બુદ્ધિ નિવારી દીધી છે. કોઈ દેહની ચામડી ઉતરડી નાખવા આવે તો પણ એને સૌહાર્દતાથી પૂછે કે “બોલ, ભાઈ... હું કેમ ઉભો રહું તો તને અગવડ ન પડે?”... ખરેજ આ સરળતાની પરાકાષ્ટા છે. સાચામુનિ શુદ્ધાત્મા સિવાય કશું જ પોતાનું માનતા નથી. શિષ્ય કે અનુયાયીને પણ એ અંતરંગથી તો પોતાનો માનતા જ નથી. પોતે શુદ્ધાત્મા છે અને જગતના જડ-ચેતન તમામ પદાર્થોથી પોતાને અંતરંગમાં કોઈ જ નિસ્બત નથી એમ સમજી સહજાન્મસ્વરૂપમાં સંલીન રહેતા મુનિવર પરમ પરમ સરળતાવંત હોય છે. ‘હું એકલો જ – ખાલી જ હાથે – આવેલ છું . ને . જેવો આવ્યો તેવો જ જવાનો છું – એ ખ્યાલ માનવીને મિથ્યા મમતથી મુક્ત બનાવે છે. અને મમતા અલ્પ હોય એજ આત્મા સરળતા સમાચરી શકે છે. સામાને બહુ ગમતું હોય તો એ એને દિલેરપણે આપી જાણવું એવી સરળતા મમતરહિત માનવી જ દાખવી શકે. તુચ્છ પદાર્થો માટે તકરારો કરવી-કોર્ટ કરવી એવું બધું સરળ આત્માને જરાપણ રુચતું નથી. પોતાને ખાસ ઉપયોગની ન હોય અને અન્ય કોઈને એ ચીજ અત્યંત કામની હોય – છતાં – આપવાના પરિણામ ન થવા એ સરળતાનો અભાવ સૂચવે છે. સરળ આત્મા સહેલાઈથી આપી જાણે છે પણ લેવા અર્થે લાલાયિત હોતા નથી. પોતાની જ મનમાની કરીને... સામા આત્માનું પણ મન રાજી રહે એમ વર્તવા વિવેકશીલ ન થવું ને નાની વાતમાં સામાને, આગ્રહથી વર્તીને નારાજ કરવા એ સરળ આત્માથી સંભવતું નથી. સરળહૃદય તો સામાની પ્રસન્નતા જોઈ જોઈને જ પ્રમુદીત થનાર હોય, શક્ય પ્રયાસે સામાની રુચિ મુજબ વર્તવા જ તત્પર રહે છે. અપેક્ષા માત્ર, ગણો તો અસરળતા છે. સરળ આત્મા પરની આશા ઉપર અવલંબતા નથી. પર અનુકુળ ન વર્તે તો પણ ખેદખિન્ન થતા નથી. પરની પાસે લાંબી અપેક્ષા જ ન હોય એ પર વડે નારાજ થતા નથી. પરપ્રતિ અપેક્ષા જ ન રાખવી એ સરળજીવન જીવવાની મુખ્ય કૂંચી છે. સરળ આત્મા પરની ન-દેણગીને પોતાની અસંતુષ્ટતાનું કારણ માનતા નથી. પણ પોતાની નાદાનગી – ના સમજને જ પોતાની અસંતુષ્ટતાનું કારણ જાણે છે. એથી સમજણ ખીલવવાનો ખરો ઉપાય એ ખંતથી અજમાવે છે. સરળ આત્મા સ્વભાવતઃ જ કૃતજ્ઞ હોય છે. કોઈએ પોતાની પ્રસન્નતાનું નાનું પણ કાર્ય કર્યું હોય Page #395 -------------------------------------------------------------------------- ________________ ૩૮૬ સાધક અને સરળતા તો એ આભાર માનવાનું ચૂકતા નથી. પોતાના જીવન ઉપર ગુરુ વિગેરેનો તથા માતા વિગેરેનો જે મહાન ઉપકાર હોય છે એ તેઓ સદૈવ સ્મરણમાં રાખી; એમના પ્રતિ સુવિનય દાખવી રહે છે ઉપકારીને વિસ૨વાનું કામ એ કદિ કરતા નથી. ઉપકારીને દુભવવાનું તો એ ચિંતવી પણ શકે નહીં. ઉ૫કા૨ને એ પરમ કદરદાનીથી મૂલવી જાણે છે. પ્રત્યુપકાર વાળવા પણ હ્રદયભેર ઉત્કંઠીત હોય છે. સ૨ળ આત્મા સદૈવ પૂર્ણનિર્દોષ થવા તલસે છે. બીજા અપરંપાર જીવોના ભોગે ચાલતો પોતાનો જીવનવ્યવહાર જોઈ-જાણીને એ ઉદાસીન રહે છે – પણ જીવનમાં ઉન્માદમાં આવતા નથી. અહિંસાદિ પાળવા એ ઝંખનાશીલ રહે છે. આથી હ્રદયથી એ મુનિ થવા મહેચ્છાવંત હોય છે. મુનિઓના ૫૨મ નિર્દોષ જીવનના એ પરમ પ્રસંશક હોય છે. પોતાના જીવનમાં અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય, અપરિગ્રહની બની શકે એટલી વધુમાં વધુ પ્રતિષ્ઠા કરે છે. સરળદિલ ઇન્સાન પ્રભુના માર્ગે ચાલી પ્રભુમય-જીવન જીવવા ઉત્સુક હોય છે. સરળતા એક જ ગુણ એવો છે કે બીજા અગણિત ગુણોની વણઝાર આપોઆપ એની પાછળ આવી રહે છે. કમભાગ્યે આજ માનવ સરળ રહ્યો નથી – એથી એના જીવનમાં જરાય સ્વાભાવિકતા નથી રહી. એથી જ જીવન આટલું બધુ વિષમ અને બોજરૂપ બની ચૂકેલ છે. સરળતા હોય તો પ્રભુમય જીવન અસુલભ નથી. પોતે ભલો બની જાય તો જગ પણ ભલુ બની ૨હે એમ છે. સ૨ળ સાથે સહુ પ્રાયઃ સરળ વ્યવહાર કરે છે. સરળહ્રદયની સૌરભ બીજાના દિલમાં પણ ઊંડી વસી જાય છે. શું લઈ જવું છે માનવીને ? – માન↑ શા માટે સ૨ળ નથી થતો ? ખરે જ માનવીની અક્કડતા એને અકારણ ઘણો દુઃખી બનાવે છે. અંતરથી નમ્ર થયા વિના સરળતા સમાચરી શકાતી નથી. સરળતા સાથે ઘણા ગુણો અવિનાભાવી હોય છે. ભાઈ ! સરળતા આવવી સહેલી નથી હોં. માનવીએ એની આખી પ્રકૃતિ ધરમૂળથી પલટાવવી પડે... ત્યારે સરળતાનો ઉદ્દગમ થાય છે. આત્માર્થિ સાધકે તો કેવા અતિ અતિ સ૨ળ થઈ જવું ઘટે? સરળ બની રહેતા ક્યારેક ભોગ પણ આપવાનું થાય – ઘણું જતું પણ કરવું પડે – પણ સરળતા જળવાય તો અંતરનો પરમાત્મા અતિ પ્રસન્ન રહે છે એ જેવો તેવો લાભ છે ? સ૨ળતા સાધકનો એવો સ્વભાવ ગુણ બની જવો જોઈએ કે માયા યા વક્રતા એ ક૨વા માંગે તો પણ કરી જ શકે નહીં. મરવું બહેતર લાગે પણ માયાચરણ કરવું મુનાસિબ ન જણાય. આત્માર્થિ સાધકને સ૨ળતા તો જીવથી ય ઝાઝેરી વ્હાલી હોય એના પ્રતિપળના પ્રત્યેક આચરણમાં સરળતા ગુંથાયેલી હોય. સાધક એટલે જ સરળતાની મૂર્તિ. પ્રભુ જો એક જ ગુણ માંગવાનું કહે તો આંખો મિંચી સરળતા માંગી લેવા જેવી છે. સરળ આત્મા મનોમન ખોટા તરંગ-તુક્કા લડાવતા નથી. એ ખોટા અનુમાનો કરીને કે ખોટી ગણતરીઓ કરીને મનને વ્યર્થ દોડમાં વ્યસ્ત રાખતા નથી. કોઈના વિષે ખોટી ધારણાઓ એ બાંધતા નથી. પોતાને તાગ ન મળી શકે એવી બાબતોમાં ખૂબ બુદ્ધિ લડાવી લડાવીને ઉટપટાંગ તરંગો પેદા થવા Page #396 -------------------------------------------------------------------------- ________________ સાધક અને સરળતા ૩૮૭ દેતા નથી. પોતાની જ્ઞાનમર્યાદા જાણી અને પોતાના ઘણા અજ્ઞાનથી વાકેફ રહી એ મર્યાદા બહાર બુદ્ધિનો વ્યાપાર કરતા નથી. કરોળીયાના જાળા માફક કલ્પનાની જાળ ગૂંથીને એમાં ફસાવાનું એ કરતા નથી. બહુ ઓછા વિકલ્પ કરે છે. ‘મનમાં પરણે ને મનમાં જ રાંડે' એવી મિથ્યા ભાંજગડો એના ભેજામાં ચાલતી નથી. સ૨ળપણે સમજાય એટલું સમજી; એની મર્યાદામાં એ પગલા ભરે છે. પોતાનું જ્ઞાન ન પહોંચી શકે એવા વિષયમાં ઉદાસીન અને મધ્યસ્થ રહે છે. કોઈ ખોટો નિર્ણય તો બાંધી લેતા જ નથી. ખોટું ડહાપણ એ જરા પણ લડાવતા નથી. મન-બુદ્ધિને બેકાબૂ-બેલગામ થવા દેતા નથી. બુદ્ધિથી જેનો તાગ ન આવી શકે એવા અગમ વિષયોમાં એ બુદ્ધિની ઝાઝી કસરત કરતા નથી. પણ અનુભવનો ઉજાસ ઉદિત ક૨વા સંનિષ્ઠ પ્રયત્નો કરે છે. જ્ઞાનીના વચનમાં ગહન શ્રદ્ધા રાખે છે. પોતાની પ્રજ્ઞાથી ન સમજાય તો પોતાની એવી યોગ્યતા નથી એમ સમજે છે. આજ નહીં તો કાલ સમજાશે એમ ધીરજ ધરી ધર્મભાવનામાં સ્થિર રહે છે. ગહન ગુરુગમ પામવા ઉત્સુક રહે છે. ગરવા ગુરુ ઉપર શંકા કે અશ્રદ્ધા ઉગવા દેતા નથી. ગુરુના આશયગંભીર વચનો એ ઊંડાણથી ગ્રહણ કરી; સમજવા-મર્મ પામવા-પ્રયત્ન કરે છે પણ અધીર થઈ ઇન્કાર કરી દેતા નથી. સ૨ળ આત્માના સર્વ વ્યવહારમાં અનેરૂં ‘ઓચિત્ય’ સહજ હોય છે. સ૨ળગુરુને સ૨ળશિષ્ય હોય ત્યાં ભવનિસ્તાર સ૨ળતાથી અર્થાત્ આસાનીથી સંભવે છે. – જ્ઞાનીજન કોઈ પણ પ્રકારનો રાગ છોડાવી ‘વીતરાગ’ થવા પ્રેરતા હોય તો સ૨ળચિત્તે એ પ્રેરણા ઝીલી વીતરાગી શાંતિની ઝલક પામવા પિપાસાવંત અને પ્રયત્નવંત રહે છે. વીતરાગ થવાનું વિમળધ્યેય નજર સમક્ષ રાખી એ જ્ઞાન-ધ્યાન-પૂજા-ભક્તિ આદિ ઉપાસે છે. રાગ વધા૨વાનું ધ્યેય હોતું નથી: ઘટાડવાનું ધ્યેય હોય છે. શુદ્ધભાવનો પોતાને પરિચય ન હોય તો અંતર્મુખ બની એની ઝલક પામવા સદા આતુર રહે છે. કેવળ શુદ્ધભાવ જ નિર્જરાનું પ્રત્યક્ષ કારણ જાણી, સ૨ળ મુમુક્ષુ શુદ્ધભાવાનુભૂતિ પામવા ગહન રુચિવંત રહે છે. સાચા આશક-ઉપાસકને અભિપ્સીત પદાર્થ મળી જ રહે છે એવી હ્રદયમાં ભરપુર શ્રદ્ધા હોય છે. હજુ મારી સત્યની શોધનો અંત કેમ આવતો નથીઃ હજુ અનુભૂતિ કેમ થતી નથીઃ હજુ સહજાનંદ કેમ સંવેદાતો નથી – એવા એવા અધીર વિકલ્પો સરળ આત્મા કરતા નથી. અધીર થઈને માર્ગત્યાગ એ કરતા નથી. એમજ પામી ચૂકાયાના પોકળ ભ્રમમાં પણ એ સરી પડતા નથી. ભાવી અનંતકાળને ઉજમાળ કરે એવી ઉપલબ્ધિ પામવા કેવી ગહે૨ી ધી૨જ-સમતા જોઈએ એ સમજી; એ ચિત્તને અક્ષુબ્ધ અને અચલ રાખે છે. ખોટા તર્ક-વિતર્ક કરતા નથી. ધીમી પણ મક્કમગતિએ સન્માર્ગમાં આગળ વધતા રહે છે. ઇષ્ટસિદ્ધિમાં વિલંબ થાય તો પણ અરુચિવંત થતા નથી. દૈનદિન રુચિ-પ્રીતિ-ભક્તિ વૃદ્ધિમાન કરી વાટ જુએ છેઃ સાક્ષાત્કારની. સ્વાભાવિક ધીરજના બદલે પ્રત્યેક કાર્યમાં અધીરતા-ઉતાવળ એ સરળતાની કમી સૂચવે છે. કાર્યને એની સ્વાભાવિક ગતિમાં થવા દેવું ઘટે. આંબો વાવી એના તરત અમૃતફળ ખાવાની ત્વરા ઓછી યોગ્ય Page #397 -------------------------------------------------------------------------- ________________ ૩૮૮ સાધક અને સરળતા લેખાય? કોઈ પણ કાર્ય સાકાર થવાનો પણ યોગ્યકાળ હોય છે. કાળ પાકે એની પ્રતીક્ષા કરવી ઘટે. ખોટી ઉતાવળ કરવી એ સરળતાની ખામી સૂચવે છે. વળી કાર્યસંપન્ન થવાની કોઈ નિશ્ચિત વિધિ પણ હોય છે. એ વિસરી કૃત્રિમ જોરથી કાર્ય કરવા આગ્રહી થવું એ અસરળતા છે. વસ્તુવિજ્ઞાનનો સરળપણે સ્વીકાર કરી તદ્અનુરૂપ સાધના સાધવી એ સાધકની સરળતા છે. જે કાંઈ બને તેનો સહજશાંત સ્વીકાર કરવાને બદલે ઉત્તેજીત મનથી એની વારંવાર ટીપ્પણી કર્યા કરવી અને અસમાધાન વેદ્યા કરવું એ અસરળતા છે. કોઈ પણ ઘટના હળવાશથી લેવાને બદલે એના ઉગ્ર વિકલ્પો કર્યા કરવા એ ચિત્તની અસરળતા છે. સરળ સાધક સહજભાવે સર્વ ઘટનાઓનો સ્વીકાર કરી તીવ્ર પ્રતિભાવ દર્શાવવામાંથી મુક્ત રહે છે. પોતાનો જોવા-જાણવાનો સ્વભાવ ચૂકીને – અસ્વભાવિકપણે – ઉલઝી ઉલઝી કર્તા થવા મથવું કે કરું કરું – ના વિકલ્પમાં ફસાયા રહેવું એ અસરળતા જ છે. સરળ થવું હોય તો વૃત્તિ-પ્રવૃત્તિનો વૃથા વ્યાપ ઘણો ઘટાડી દેવો ઘટે છે. બનતા મહત્તમ પ્રયાસે જ્ઞાતા-દ્રષ્ટા રહેવું એ ખરેખરી સરળતા છે. કેવળ પોતાની જ મહત્તામાં જ રાચી – સામાની મહત્તા ઉપેક્ષવાનું કાર્ય સરળ આત્મા કરતા નથી. તેમ જ સામી વ્યક્તિને બદ્ધ થયેલ પૂર્વગ્રહ અનુસાર પિછાણવાનું અનુચિત જાણી; વ્યક્તિની તરોતાજા પિછાણ એ કરે છે. કોઈ પણ તથ્ય જેમ છે તેમ યથાતથ્ય જોવા-જાણવા-સ્વીકારવા તત્પર રહેવું એ ઘણી ઉચ્ચકક્ષાની સરળતા છે. કોઈ પણ તથ્યને યથાતથ્ય નિહાળવા; – સર્વ પૂર્વગ્રહો, ગ્રંથિઓથી વિમુક્ત એવું – અત્યંત ઇમાનદાર દિલ જોઈએ છે. વસ્તુસ્થિતિ જેમ છે તેમ વિલોકવી એ ઘણી મહાન સરળતા છે. સરળ આત્મા કોઈ નવો દૃષ્ટિકોણ મળે તો તદ્અનુસાર પોતાની માન્યતામાં પલટો લાવવા સત્વર તત્પર જ હોય છે. પૂર્વનું પ્રબળ મંતવ્ય પણ પલટાવતા એમને લેશ ખચકાટ થતો નથી. આ જ ઘણી મોટી સરળતા છે. નવો દૃષ્ટિકોણ લાધતા તુરત જ પોતાના પ્રદઢ મંતવ્યમાં પણ સાહજીકતાથી સુધારો કરી; નમ્રપણે નુત્તન દૃષ્ટિકોણ પણ અપનાવી લેવી એ ઘણી મહાન સરળતા હોય ત્યારે સંભવ બને છે. કહેવાતા ધર્મધૂરંધરોમાંય આ સરળતા ઓછી જોવા મળે છે. ઘણા ખરા ધર્માત્માઓ એકાંગી દૃષ્ટિમાં એવા વિમોહીત થઈ જાય છે કે સર્વાગી દર્શન સાધી સત્યાસત્યનો નિર્ણય કરી શકતા નથી. દરેક વસ્તુ કે વસ્તુસ્થિતિના સારા-નરસા અનેક પાસા હોય છે. સર્વ પાસા પ્રેક્ષી ને મધ્યસ્થપણે સત્ય નિર્ણય કરવો એ હૃદયની ભરપુર સરળતાપકડરહિતતા હોય તો જ સંભવે છે. - ઘરમાં કોઈ યોદ્ધાનું ચિત્ર હોય અને બાળક એનાથી બીતું જ હોય – કેમેય એનો ડર જતો ન હોય – તો, એમાં ડર જેવું તત્ત્વતઃ કોઈ કારણ ન હોવા છતા આપણે ચિત્ર કાઢી નાખીએ છીએ. એમ બાળજીવોની મનોવેદના – ભલે એમાં આપણી દૃષ્ટિએ કાંઈ તથ્ય ન હોય તો પણ – સુપેઠે જાણીસમજીને બાળજીવોને અનુરૂપ એવો ઉકેલ સાધવો તે સરળતા છે. સમજાય તો આ ઘણી માર્મિક વાત છે. બાળજીવોની ય વેદના તો સાચી છે ને ? એની વેદના શાંત કરવા યથોચિત ઉપચાર કરવો એ ખરી Page #398 -------------------------------------------------------------------------- ________________ સાધક અને સરળતા ૩૮૯ સ૨ળતા છે. બાળજીવોની ઉત્કટ લાગણીને ઠેસ પહોંચી જાય એ પ્રકારે સત્યાસત્યનું મંડન-ખંડન કરવા મચી પડવું એ ઉચિત નથી. સ૨ળ આત્મા કોઈની એવી લાગણીને નિર્મમપણે છેદતા નથી. પણ ધી૨જકુનેહ ને સંયમપૂર્વક એની મરામત અવશ્ય કરી જાણે છે. નિર્હેતુક કોઈના હ્રદયને નાનીશી ઠેસ પહોંચાડવી પણ સરળ આત્માને પસંદ હોતી નથી. સરળ આત્મા સામાનું અંતરથી પરિવર્તન થાય એ જોવા ઉત્સુક હોય, એ ઘણી ધીરજથી અને ધગશથી ઉપચાર કરતા હોય છે. મૂળભૂત હેતુ જ માર્યો જાય એવા આખાબોલા કે એવા નિડ૨વક્તા એ થતા નથી. સામાનું હિત થતું હોય એવો અને એટલો જ યત્ન ક૨વો; બાકી સ્વહિતમાં જ ઝાઝા ઉત્કંઠીત રહેવું એ ઘણી મહાન સ૨ળતા છે. સાધનામાર્ગમાં પોતાની કક્ષા અર્થાત્ ભુમિકા ધ્યાનમાં લઈને સ૨ળ આત્મા યથોચિત પુરુષાર્થ ક૨વા તત્પર બને છે. માન-સન્માન યા અન્ય હેતુથી કોઈ જ ધર્માચરણ એ સેવતા નથી. પોતાના ગજા બહારની સાધના સાધવા એ ઉધુક્ત થતા નથી. તેમ સામર્થ્ય ગોપવીને મંદ પુરુષાર્થી પણ થતા નથી. પોતાનું સામર્થ્ય વધુ ને વધુ ખીલવવા એ સદા ઉમેદ પણ રાખે છે. ખરે જ સાધનામાં સરળતા હોય તો સાધના ઘણી સુગમ બની રહે છે. જ્ઞાનીજન સીધો સાદો અને સુસ્પષ્ટ માર્ગ બતાવતા હોવા છતાં એ માર્ગે ચાલવાના બદલે... પોતાની મનસુબી મુજબ... ભળતા માર્ગે કે ભળતી કેડીએ ચાલવાની ચેષ્ટા એ સ૨ળહૈયાનો અભાવ સૂચવે છે. સ૨ળ આત્મા તો સત્પુરુષો જે માર્ગ કે ઉપાય બતાવે એને સંનિષ્ઠ રહી આત્મવિકાસ સાધે છે. આથી સરળ આત્માને ભટકી જવાની ભીતી બહુ અલ્પ હોય છે. સરળ આત્મા કેવલ પોતાની મનસુબી મુજબ ન ચાલતા સામાની મરજીનો પણ સૌહાર્દભાવે વિચાર કરતા હોય છે. એ નિર્હેતુક સામાની ભાવના અવગણવાનું ક૨તા નથી. પોતાની કરતાય સામાની મરજીને એ વધુ માન આપે છે. રાંક થઈને રહેવામાં એને વિશેષ આનંદ આવે છે. બીજાથી પોતાને વધુ ઉચ્ચ દેખાડવા કે કોઈ ઉપર છાકો પાડવા એ કદી ઉત્સુક થતા નથી. દીનબંધુ ૫રમાત્માની મહે૨ મેળવવા એ દીન થઈને રહે છે. લઘુતામાં જ સાચી પ્રભુતા રહેલી જાણી એ સદૈવ લઘુ બની જીવે છે. અંતવૃત્તિને દેખ્યા-પેખ્યા વિના, કોઈ અકળ તો૨માં ને તોરમાં આકરા વ્રત-તપ-નિયમમાં ઝુકાવવું ને કારમા મદ સેવી પોતાને મહાત્મા માની બેસવું, એવું બધુ સ૨ળ આત્માને સ્વપ્ને ય સુહાતુ નથી. સરળ આત્મા નિયમ લે તો કોઈ પણ ભોગે એ પાળી જાણે છે. ગુરુના ખાસ આદેશને એ ૫૨મ શ્રદ્ધેયભાવે શિરોધાર્ય કરી કોઈ પણ ભોગે પાળવા તત્પર રહે છે. હૈયામાં પ્રેમ ન હોય ને પ્રેમનો દેખાડો કરી જાણવો કે હૈયામાં જેઓ પ્રતિ આદર-સદ્ભાવ ન હોય તેઓનો આદર દેખાડવા ચેષ્ટા કરવી એ સરળહ્રદયવાન સાધકથી સંભવિત નથી. જો કે એના સાલસ હૈયામાં કોઈ પ્રતિ અસદ્ભાવ કે અનાદર હોતો નથી. મહદ્વ્રાયઃ સર્વ પ્રતિ આદર-સદ્ભાવ જ હોય છે. પણ હૈયાની સંવેદના ન હોય તો ખોટો દેખાવ કરવાની ચેષ્ટા એ કરતા નથી. સરળ આત્મા સામા કોઈને પોતાના કારણે બિલકુલ તકલીફ ન પડે એમ જીવવા ઉત્સુક હોય છે. Page #399 -------------------------------------------------------------------------- ________________ ૩૯૦ સાધક અને સરળતા પોતાના કારણે કોઈને પણ અગવડમાં મૂકવા એ એને પસંદ હોતું નથી. પોતાની ધૂન મુજબ જીવવું અને સામાની તકલીફનો કોઈ વિચાર જ ન કરવો એવો અસભ્ય વર્તાવ સ૨ળ ધર્માત્મા ભજતા નથી. જ્ઞાનીએ કીધું તે માની લેવું – પરંતુ, પોતાના અનુભવનો તાલ એ સાથે મળે છે કે નહીં એ પ્રેક્ષવા પુરુષાર્થ જ ન ક૨વો એ પણ સરળતાની કમી છે. સ૨ળ આત્મા સંતના વચનો સ્વાનુભવથી પ્રમાણ ક૨વા પ્રયત્નવંત હોય છે. જ્ઞાની જે તથ્ય – જેમ કહે તેમ જ – તેટલા પ્રમાણમાં સ્વીકારવાના બદલે પોતાવડે અતીરેક ક૨વો અર્થાત્ અતિપરિણામી થવું એ પણ અસ૨ળતા છે. સરળ આત્મા જે તથ્ય જેવા વજનથી કહેવાય તે પ્રમાણે જ સ્વીકારી જાણે છે. જ્ઞાનીની આજ્ઞામાં પોતાના ઘરનું કાંઈ ભેળવતા નથી. અંતરમાં કામના વિકલ્પો જ ચાલ્યા કરતા હોય અને બ્રહ્મચારીપણાનો ઠેકો રાખી ફરવું એ મહા અસ૨ળતા છે. એમ અંદરમાં વિકલ્પો જ વિકલ્પો ચાલ્યા કરતા હોય અને ધ્યાની હોવાનો ઠેકો રાખી ફરવું; આવું બધુ અસ૨ળ આચરણ સાચા સાધક ભજતા હોતા નથી. સ૨ળ આત્માએ લોકોના ખોટા માન-સન્માન ગ્રહવા નહીં જોઈએ. અંત૨માં ૨મણી ૨મતી હોય ને રામભક્ત કહેવડાવી ફરવું સરળ આત્માને તો જરાપણ સુહાતું નથી. સર્વસંગપરિત્યાગની અર્થાત્ અસંગી થવાની વાત બહુ દૂરની છે. પ્રથમ તો અંતઃકરણથી અસંગીએકાકી ને આત્મરમણ થઈ જાણવાનું છે. એના બદલે અંતરથી એવી નિર્લેપતા પામ્યા પહેલા, બહારથી ત્યાગી થઈ જવું એ પોતાના આત્મા પ્રતિ અસ૨ળતા છે. મન બરોબર મૂંડાવ્યા પછી માથું મૂંડાવવું ઘટે. સાધનામાર્ગમાં ક્રમિકવિકાસ સાધવાના બદલે ક્રમનું ઉલ્લંઘન કરવા લાલાયિત થઈ જવું એ સરળતાની ખામી સૂચવે છે. સ૨ળ આત્મા અજ્ઞાની જીવોની ચાહે તેવી પણ ચેષ્ટાના લાંબા લેખા જોખા કરતા નથી કે અજ્ઞાનીજનના કોઈ આચરણનો મનમાં ઉગ્ર શોચ-શોક કરતા નથી. કારુણ્યભાવે એવું બધુ પરનું વર્તન ક્ષમ્ય લેખે છે. મન ઉપર એની ઘણી અસર પણ ઝીલતા નથી. હેય-ઉપાદેયનો અંતરંગમાં વિવેક પ્રદિપ્ત થયા પહેલા, ગ્રહણ કે ત્યાગની કડાકૂટમાં પડી જવું અને એનો અંદરમાં અહંકાર સેવવો એ બધી અસ૨ળ આચરણા છે. વસ્તુની મૂર્છા પ્રથમ ત્યજવાની છેઃ એનો ત્યાગ તો એ પછી સહજ સંભવે છે. પરંતુ, મૂર્છા છોડ્યા વિના મીલકત છોડવા આગ્રહી થઈ જવું એ સ૨ળતાનો અભાવ સૂચવે છે. સાધકે બનતા સર્વ પ્રયાસે સહજ-સ્વભાવિક-સમસ્થિતિમાં રહેવાનું છે. સ્વભાવમાં ઠરેલા રહેવાના બદલે, કશુંક ને કશુંક ક૨વા જ ઉત્તેજીત રહેવું – કરું’-કરું' – નો લગવાડ ન છોડવો એ સ્વાત્મા પ્રતિ અસ૨ળતા છે. સાધકે પોતાનો જ્ઞાતા-દૃષ્ટા સ્વભાવ પિછાણીને – અે પ્રકારે – જ્ઞાતાભાવમાં ગુલતાન રહેવાનું છે – અકર્તા બની જવાનું છે. સાધકની આ ઘણી મોટી સરળતા છે. દોષ-દુર્ગુણને... ધૈર્ય અને ગાંભીર્યથી... ભલીપેરે દેખ્યા-પેખ્યા વિના; અર્થાત્ દોષને હાનીકારકરૂપે યથાર્થ જાણ્યા વિના... એમ ને એમ એને કાઢવા જોર લગાવ્યા કરવું એ આત્મગત સરળતાની ઉણપ Page #400 -------------------------------------------------------------------------- ________________ સાધક અને સરળતા ૩૯૧ સૂચવે છે. હૃદયમાં હાનીકારકતાનું એવું હડાહડ ભાન ઊપજાવવું કે દોષત્યાગ સરળતાથી – આસાનીથી સંભવી જાય એ ખરી સરળતા છે. પોતે વાસ્તવાર્થમાં – સચોટ અનુભવગત રીતે – ખાસ કંઈ જાણતો ન હોવા છતાં, પોતાનું તવિષયક અજ્ઞાન ન કબૂલવું અને જુસ્સા-ઠસ્સાથી જેમ તેમ પ્રરૂપણ-પ્રતિપાદન કર્યું જવું એ ઉપદેશકની ઘણી મોટી અસરળતા છે. માહિતિજ્ઞાનને – મંથનાદિ ઉપાયો દ્વારા – અનુભવજ્ઞાનમાં રૂપાંતરીત કરવા સતત પ્રયત્નો કરવા અને અનુભૂત જ્ઞાનનું જ નિરૂપણ કરવા ઉમંગ ધરવો એ ઉપદેશકની સરળતા છે. પ્રથમ અંતરમાં બોધ ઉજાગર કરવા બની શકતો બધો જ યત્ન કરીને પછી જ પ્રબોધ કરવા તત્પર થવું એ સાધક આત્માની રૂડી સરળતા છે. જ્ઞાનીની કોઈ આજ્ઞાનો ગહન મર્મ ગવેષી શકતો નહીં હોવા છતાં પોતાને મહંત માની ફૂલાતો ફરે પોતાને જ્ઞાનનો અગ્રીમ અનુયાયી માને મનાવે એ બધી અસરળતા છે. સાચો આરાધક તો પોતે હજું કંઈ જ જાણતો નથી એમ સમજી પોતાને પામર લેખાવે છે. પોતે જ્ઞાનીના દાસનો ય દાસ થવાને પાત્ર નથી એમ સહૃદયતાથી જાણે છે. એથી અગ્રીમ અનુયાયી કે મહંત મનાવવાના એને ઓરતા જ થતા નથી. લોકો પ્રશંસા કરે કે ટીકા કરે એથી મારા સાધનાજીવનમાં મને કોઈ લાભ કે હાની નથી – એમ સમજીને સ્વરૂપસાધનાને વિશે જ નિષ્ઠાવંત રહેવું અને મનમાં કોઈ ક્ષોભ પેદા થવા જ ન દેવો એ સાધકજીવનની સરળતા છે. સરળ સાધક લોકોની પ્રશંસાથી પ્રેરાઈને કોઈ સાધના કરવા સમુત્સુક બને નહીં. તેમજ લોકોની ટીકા-ટાપ્પણીના ભયથી પોતાની સમ્યક સાધના છોડી દે નહીં. જગતની સ્તુતિનિંદાથી પરમ નિરપેક્ષ રહી પરમાર્થ સાધનામાં પ્રવણ રહેવું એ સાધકજીવનની મહામૂલી સરળતા છે. જગત ગમે તેવી ઠેકડી કરે કે ગમે તેવા અંતરાયો પણ ઉભા કરે તો ય સ્વપ્રયોજનની ઘેરી સાધનામાં ઉત્કૃષ્ટ નિષ્ઠાથી નિરત રહેવું અને જગતના ભાવ-પ્રતિભાવની બિલકુલ દરકાર ન કરવી એ જ સરળ સાધકની સાધના-સંહિતા હોય છે. મનમાં ગરીબાઈલઘુતા ન રાખતા, બીજા સાધકોથી પોતાને ઉચ્ચ દેખાડવા મથવું – અમે કાંઈ જેવા તેવા નથી' – એમ પોતાનો કાકો અર્થાત્ રોફ પાડવા મથવું અને અન્ય સાધકોનો અનાદર સેવવો અર્થાતુ અન્ય સાધકોની કિંમત જ ન કરવી એ બધી અસરળતા છે. પોતે વિકાસક્રમમાં પાછો પડેલો પોતાને જણાય કે પોતાનામાં શિથિલતા આવી ચૂકેલી જણાય તેમ છતાં – એદીત થવાના બદલે ઉત્સુ મગરૂરીથી હરવું-ફરવું એ સરળ સાધકના લક્ષણ નથી. પોતે મંદ પુરુષાર્થી થાય ત્યારે જ્ઞાની ઉપાલંભ આપે – ઠપકો આપે તો સરળ આત્મા સલૂકાઈથી અર્થાતુ વિનયી વર્તાવથી એ સ્વીકારી લે છે. ગુર્નાદિ સમક્ષ પોતાની શિથિલતા એ વારંવાર નિંદે છે. મંદ પુરુષાર્થી મટી પ્રબળ પુરુષાર્થી થવા એ બનતું બધું જ કરી છૂટે છે. પુરુષાર્થ પાછો સતેજ ન થાય ત્યાં સુધી જંપતા નથી. પોતાને સાધક લેખાવતા એ મનોમન ક્ષોભ-લજ્જા પામે છે. કોઈ પોતામાં પ્રવર્તતા દોષની સાચી વાત કહે Page #401 -------------------------------------------------------------------------- ________________ ૩૯૨ સાધક અને સરળતા તો પ્રસન્નતાથી સ્વીકારવાના બદલે મનમાં ગુપ્ત પીડા થવી એ સરળતાની કમી સૂચવે છે. જગતના કોઈ ભાવો ન તો આત્માને ઇષ્ટબુદ્ધિ કરવા યોગ્ય છે કે ન અનિષ્ટબુદ્ધિ કરવા યોગ્ય છે - એમ છતાં – ઇષ્ટ, અનિષ્ટની કલ્પનાઓ કર્યા કરી; રતી-અરતી કર્યા કરવી એ અસરળતા છે. સાધક આત્માને એકમાત્ર પોતાનો અંતર્યામિ આત્મા જ પરમઇષ્ટ છે – એ સિવાય કોઈ ભાવો એવા ઇષ્ટ નથી કે અનિષ્ટ પણ નથી. આથી ઇષ્ટ-અનિષ્ટની તમામ કલ્પનાઓથી અલિપ્ત રહેવું એ સાધના જીવનની મહાન સરળતા છે. ભાઈ... સરળ સાધકનું મહાભ્યગાન વાણીથી કેટલું થઈ શકે ? એવા પરમ સરળ સાધક તો વિરલા જ જોવા મળે. લાખોમાંય લાધે નહીં અને કરોડોમાંય કોઈક જ હોય છે. એવી રૂડી સરળ પરિણતિ જ્યાં છે ત્યાં પરમ ઉત્કૃષ્ટ સિદ્ધિ પણ સહેજે સાકાર થઈ રહે છે. વિલક્ષણતા એ જ જેનો સ્વભાવ છે એવી વિશ્વ સ્થિતિ જાણી... ‘આ કેમ ?” – “આવું કેમ ?” – “આવું કેમ બન્યું?’ – “આવું કેમ બની જ શકે? – એવા કોઈ વિકલ્પો જ્ઞાનીજન કરતા નથી. વિશ્વમાં જે કાંઈ બને છે એ બધુ ચોક્કસ નિયમથી બને છે... કશું બનવા સંભવવામાં ઘણા ઘણા ગહન કારણો કામ કરતા હોય છે. જ્ઞાનીના જ્ઞાનમાં બધું જ વ્યવસ્થિત નિયમાનુસાર ભાસે છે. એવી જ વિશ્વસ્થિતિ જાણી કોઈ બાબતનો કશો જ ઉચાટ-ઉગ ન ધરવો એ સાધકની ભલી સરળતા છે. જે આવવું હોય તે આવે અને જાવું હોય તે જાય – સંપત્તિના આવાગમનમાં ક્ષોભ-લોભ રહિત રહેવું એ સાધક ધર્માત્માની મુઠ્ઠિ ઊંચેરી સરળતા છે. પરમાત્માનો જાપ જપે રાખવો... પરમાત્માના યશોગાન ગાયે રાખવા... ભક્તિગાનો ગાય રાખવા અને છતાં પરમાત્માનું સાચું સ્વરૂપ જાણવા-સમજવા કદી દરકાર જ ન કરવી – અને પોતાને મહાનભક્ત મનાવવો – આ બધી આરાધકની અસરળતા જ છે. આ જીવે અતીતકાળમાં એવી જ અસરળ રીતિ અસીમ અસીમ આચરેલ છે. કસ્તુરીયા મૃગની નાભીમાંથી જ જેમ સુવાસ આવતી હોવા છતાં એ બહાર જ દશે દિશામાં ખોજે છે એમ સહજાનંદ પોતાના સ્વભાવમાંથી જ આવતો હોવા છતાં જગતના વિષયોમાંથી એ આનંદ આવતો હોવાની ભ્રાંતિ સેવવી એ મોટામાં મોટી અસરળતા છે. જ્ઞાન, આનંદ, તૃપ્તિ વિ. ભીતરના ભંડારમાંથી આવે છે કે બહારથી – એ ખોજવા સંનિષ્ઠ યત્ન જ ન કરવો એ સાધકની અસરળતા સૂચવે જ્ઞાની જે કહે તે ઉપરછલ્લું જ માની લેવું અને ઊંડાણ ખેડવા ખંતથી યત્ન જ ન કરવો તથા જ્ઞાનીના વચનોનો પોતાના અનુભવ સાથે તાલ મીલાવવા યત્ન ન કરવો એ શિષ્યની સરળતાની કમી સૂચવે છે. ઉછીના જ્ઞાનને “અનુભવજ્ઞાન' બનાવવા ઘણો ઉત્કટ આંતરયત્ન કરવો પડે છે. એ કરવાનું ટાળી રહેવું તે સાધકજીવનની મોટી અસરળતા છે. કોઈને પણ પોતાના કારણે તકલીફ ન પડે તેમ અથવા અલ્પમાં અલ્પ જ તકલીફ પડે તેમ જીવવું Page #402 -------------------------------------------------------------------------- ________________ સાધક અને સરળતા ૩૯૩ એ સજ્જનહૃદયની સહજરીત હોય છે. સામાને અવારનવાર તકલીફરૂપ બનવું. સામાની તકલીફનો કોઈ વિચાર જ ન કરવો – ને – પોતાની ધૂન મુજબ જ જીવવું એ સરળતાનો સરાસર અભાવ જ સૂચવે છે. સાધકે તો બનતા પ્રયાસે પરેચ્છાનુસારી બની જીવવું ઘટે. પોતાની ઇચ્છા કરતા પણ સામાની ઇચ્છાને વિશેષ માન આપી રહેવું એ સરળતા છે. શુક્રવાતોમાં ઝાઝો રસ લેવો ને પરમાર્થની ચર્ચામાં એવો ઉત્કટ રસ ન દાખવવો એ સાધક માટે ઘણી બાધક એવી અસરળતા છે. સરળ સાધક કોઈ શુદ્રવાતમાં રસ દાખવે નહીં. જીવનમાં સારી કે નરસી જે કાંઈ ઘટના ઘટે એને – ગમા કે અણગમાની લાગણી વિના – શુદ્ધ જ્ઞાયકભાવે સ્વીકારવી તે મુમુક્ષુ સાધકની મહાન સરળતા છે. કોઈ બાબતમાં ગમો-અણગમો ન કરતા સહજ ઉદાસીનભાવે પ્રત્યેક બાબત નિહાળવી એ ઘણી સરળતા કેળવાણી હોય ત્યારે સંભવ બને છે. જે થાય તે ભલા માટે – એમ સમજી; સમપરિણતિમય જીવવું એ આત્માર્થી સાધકની સદાની રીતિ હોય છે. સ્વાભાવિક ધીરજ – શાંતિના બદલે પ્રત્યેક કાર્યમાં અધીરાઈ અધીરાઈ દાખવવી – અકારણ ઉતાવળો કરવી – તેમજ સાધનાના વિષયમાં ફળ પ્રાપ્ત કરવાની અધીરાઈ ભજવી એ સરળતાની ઘણી કમી સૂચવે છે. દુન્યવી બાબતોની એવી આતુરતા આત્માર્થીને શોભતી નથી. નિસ્પૃહતા એ મહાન સરળતા છે. જેને જગત પાસેથી કંઈપણ લેવાનો અભિપ્રાય નથી બલ્ક, સઘળુય ત્યાગીને કેવળ આત્મવૈભવમાં જ – જ્ઞાનાનંદમાં જ મહાલવાની મનીષા છે, એવા મુનિઓ – યોગીઓ પરમ સરળ છે સરળ આત્મા નિસ્પૃહ હોય છે. સામાં વ્યક્તિને, કોઈપણ પૂર્વબદ્ધ ધારણા વચ્ચે લાવ્યા વિના; નવી દૃષ્ટિથી નિહાળવો – મૂલવવો. એ ઘણી અગત્યની સરળતા છે. કોઈને બંધાયેલ પૂર્વગ્રહથી જોવા વ્યાજબી નથી. વ્યક્તિ સાથે વાંધો પડે ત્યારે – એ વાંધાને જ લક્ષમાં ન લેતા – આખો ભૂતકાળ ઉખેળવો એ પણ સરળ આત્માને શોભાસ્પદ નથી. ભૂતકાળને યાદદાસ્તમાં પકડી રાખવાથી પુનઃ પુનઃ રાગ-દ્વેષ ઉદ્ભવ્યા જ કરે છે. સરળ સાધક ભૂતકાળ સત્વર ભૂલી જઈ, તર્જન્ય તકરારનું પુનરાવર્તન કરતા નથી. સત્સંગસભામાં પોતાનાથી કોઈ અસત્ય વાત ઉચ્ચારાય ગઈ હોય - એનો પોતાને સ્પષ્ટ ખ્યાલ આવી જવા છતાં – એ વાત સુધારી લેવાના બદલે એ જ વાતનો દોર લંબાવવો એ ઘણી મોટી અસરળતા છે. અથવા પોતાની વાત સાચી કરવા શાસ્ત્રોના મનઘડંત અર્થઘટન કરવા વિ. પ્રવૃત્તિ પરમાર્થસાધનાનિષ્ઠ સાધક કદી કરતા નથી. સામી વ્યક્તિને આપણા પ્રતિ ધૃણા – આક્રોશ કે અબહુમાન થવાનું ગહનકારણ ખોજ્યા વિના જ એને વિરૂદ્ધ પડેલો કે ક્રોધી-દુષ્ટ માની એના બોલની અવગણના કરવી – એ ઉપર ઠરીને વિચાર ન કરવો – એ ઘણી રૂઢ અસરળતા છે. સામાને રોષ-આક્રોશ થવામાં પોતે જાણ્યે અજાણ્યે કોઈ રીતે નિમિત્ત તો થએલ નથીને ? – એ ખોજી કાઢી, સામા પ્રતિ અષના પરિણામ ધરવા... સહાનુભૂતિ પૂર્વક એની વેદના – સંવેદના સમજવા ને એ સંવેદનાને ન્યાય આપવા તત્પર થવું એ સાધકહૃદયની સરળતા છે. Page #403 -------------------------------------------------------------------------- ________________ ૩૯૪ સાધક અને સરળતા સામાના રોષ-આક્રોશમાં પોતે કેટલો નિમિત્ત છે એ પરિશોધવા ગહન આત્મનિરીક્ષણ કરવું ઘટે છે. પોતે ઉગ્ર ચારિત્રવાન હોય – સિદ્ધાંતવાદી હોય – નિયમપ્રેમી હોય; તો ઠીક વાત છે; પણ બીજા આત્મા પાસે પણ એવા ઉગ્ર નીતિ-નિયમ પળાવવા જીદ સેવવી એ સરળતાનો અભાવ સૂચવે છે. આ જીવે જીવનમાં ઘણા પ્રસંગે ઘણી અસહજતા દાખવી છે એવું વિશદ્ભાન થવું ને પસ્તાવો થવો એ વિશેષ સરળ થવાની કૂંચી છે. ઊંડું આત્મનિરીક્ષણ કરનાર પોતાના જીવનમાંથી તમામ અસરળતાઓ દૂર નિવારી શકે છે. ભાણામાં જે આવે તેને સારું-નરસુ લેખ્યા વિના, પ્રસન્નતાથી જમી લેવું એ સરળતા છે. આ સરળતા અભ્યાસગત બને તો જીવ ઘણો સમપરિણામી બની રહે છે. જ્ઞાનીઓ કહે છેઃ બધુ ભાવશે – ફાવશે એમ રાખવું. સરળ આત્મા શિકાયતો કરવામાં નહીં પણ સ્વીકાર કરવામાં માને છે. પ્રારબ્ધાનુસાર જે પણ પદાર્થ જેવો મળેલ છે તેનો પ્રેમથી સ્વીકાર એ ઘણી શ્રેયસ્કર સરળતા છે. આત્માને રાગ કે દ્વેષની આંધીમાં પડતો બચાવે એવા તમામ પગલા એ સરળતા છે. બનતા પ્રયાસે વધુમાં વધુ સમભાવ આદરી; રાગ-દ્વેષરહિત જીવન જીવી જાણવું એ સાધક જીવનની બુનીયાદી આવશ્યકતા છે. | સરળહૃદયી સાધક, સર્વપ્રથમ ‘સ્વહિતનિમગ્ન થવાની જ્ઞાનીની આજ્ઞા શીરે ચઢાવી, એમાં જ એકતાન બની રહે છે. કોઈપણ મીષેય એ સ્વહિતસાધનાની ઉપેક્ષા કરતા નથી. સ્વહિતના ભોગે કોઈપણ પ્રવૃત્તિ કરવા એ લાલાયિત થતા નથી. પરહિત પણ સ્વહિતના ભોગે સાધવા કટીબદ્ધ થતા નથી. તૃષાથી પોતાનું જ ગળું સુકાતું હોય ને અન્યને પાણી પાવા ઉત્સુક થઈ જવું એ અધ્યાત્મપંથમાં હિતાવહ નથી – અર્થાત, જ્ઞાન-ધ્યાન વડે નિષ્પન્ન થતું સંતોષ-સમાધિનું ગહેરૂં સુખ સ્વયં સંવેદ્યા વિના અન્યને એ અર્થે મોટા મોટા ઉપદેશો કરવા મંડવા એ તો આત્મઘાતી પ્રવૃત્તિ હોય: સરળ આત્મા એવો અતિક્રમ કરતા નથી. સ્વહિતનિરત થવા આગળ ઘણું કહેવાય ગયેલ છે. સરળહૃદયી સાધક જ્ઞાનીની આજ્ઞા અનુસાર સ્વહિત સાધનમાં જ સવિશેષ ડૂબેલા રહે છે. | સરળ બનવું... સરળ બનવું એ સર્વશ્રેષ્ઠ સિદ્ધિ છે... જ્ઞાનીની કોઈ આજ્ઞાનું ઉલ્લંઘન ન થાય એની તીવ્ર તકેદારી રાખવી. બાકી, સરળતા ગુણ સર્વ ગુણોમાં શ્રેષ્ઠ અને અપ્રતિમ શ્રેયસ્કર છે. એ એક ગુણ રૂડીપેરે આત્મસાતું થઈ જાય તો બીજા અનેકાનેક ગુણના ગુલશન આપોઆપ ખીલી જાય એવું છે. આત્મજ્ઞાન પામવામાં પણ સરળતા સમાન સાધન નથી. – અર્થાત – સરળ આત્માને સ્વબોધ ખુલવા – ખીલવાનો પરમ અવકાશ છે. પણ ભાઈ.... ખરેખરા સરળ આત્મા તો લાખોમાં એક લાધે નહીં એવી અજીબોગજીબ વાત છે. સરળ...સરળ... અત્યંત સરળ થઈ. સર્વ આત્માઓ ગહન સ્વબોધ અને સ્વરમણતા સાધો એ જ મંગલકામના. # શાંતિ શાંતિ શાંતિ Page #404 -------------------------------------------------------------------------- ________________ પાઠકોની નોંધ માટે ૩૯૫ Page #405 -------------------------------------------------------------------------- ________________ ૩૯૬ પાઠકોની નોંધ માટે Page #406 -------------------------------------------------------------------------- _