________________
૨૭૮
=
સાધનાપથ અને આત્મજ્ઞાન
સર્વ પળોજણથી પરિમુક્ત બની, સહજાનંદની પરમ શસ્તિ અનુભવવાનું કેવું અપ્રતિમ સુખ છે એ માત્ર એના અનુભોક્તા જ જાણી શકે છે. સર્વ ઉપાધિથી અલિપ્ત થવા તલસનાર સાધક જ મુનિમાર્ગનો ખરો અધિકારી છેઃ ઉપાધિપ્રેમી નહીં.
જ0 આત્મમસ્તી જેટલી ગહનગાઢ અનુભવાય એટલી ચૈતન્યતા અર્થાત્ ચેતનાની પ્રદિપ્તતા અનુભવવામાં આવે છે. આત્મા તો ચૈતન્યનો અખૂટ ઝરો છે. જેટલી આત્મધ્યાનની ગહેરાઈ વૃદ્ધિમાન બને એટલી સંચેતના સહજ ખીલે છે.
જON આત્મધ્યાન પણ જેટલું ગહેરૂં, જેટલું પ્રગાઢ, જેટલું સાતત્યયુક્ત... એટલો આનંદ પણ અગાધ હોય છે. આત્માનંદ મગ્ન મુનિવર અગાધ આનંદની અસ્મલિત રસમસ્તિ અનુભવે છે તેનો આંશિક પણ પરિચય ઉપાધિવાન ગૃહસ્થને નથી.
જ્ઞાની કહે છે કે આ વિશ્વમાં પરમ નિરપક્ષ હોય અર્થાતુ તમામ પક્ષાપક્ષી જે તુચ્છ ગણતા હોય; એવા અવધુ કોઈક વિરલ જ હોય છે. નિગ્રંથને વળી કોનો પક્ષ ? સર્વ આત્મામાં એકસમાન જ્યોત નિહાળનારા કોને મારા કે કોને પરાયા કરે ?
અવગાઢ આત્મસ્થિરતા અનુભવવા... પહેલા દુન્યવી તમામ પદાર્થોનું – સજીવ કે નિર્જીવ તમામનું – મૂલ્ય સાવ ઓસરી જવું જોઈએ. તો જ ઉપયોગ અર્થાત્ જ્ઞાનની ધારા અન્ય સર્વ સ્થાનેથી પાછી વળીને શુદ્ધાત્મમાં ભળી જાય.
જ્ઞાનની ધારા જગત બાજુ વળે તો તે વિભાવ ઉપાસના છે, અર્થાત્ તે સંસારવર્ધક છે. જ્ઞાનની ધારા બહાર ક્યાંય ભટકવા ન જતાં, કેવળ આત્મામાં જ ઢળીભળી રહે તો એ સ્વભાવ ઉપાસના છે. તે અનુક્રમે પૂર્ણમુક્તિ અપાવનારી છે.
જs સમસ્ત ચેતનાનું પ્રતિક્રમણ થઈ ચૈતન્યમાં સ્થિર જામી જવું એ પરમ સામાયિક છે. એ પરમધર્મ છે. આ પરમધર્મ આરાધતા આત્મા કૃતકૃત્ય કૃતકૃત્ય થાય છે. ચારેગતિના અત્તહિન દુઃખમય પરિભ્રમણનો સદાને માટે અંત આવી જાય છે. આત્મા ‘સિદ્ધ' બને છે.