________________
સાધનાપથ અને આત્મજ્ઞાન
૨૭૭
મતલબી દુનિયા તો લેવા બેઠી છે. તમે ભર્યા સરોવર હો ત્યાં સુધી પંખીઓ આવીને વાસ કરે ને ખાલી સરોવર થતાં કોઈ ભાવ પણ પૂછનાર નથી કે શા હાલ છે તમારા ?' માટે મતલબી જગતને નવ ગજના નમસ્કાર કરી જે આત્મરતિવાન બની ગયા તે જ પ્રાજ્ઞ છે.
અહાહા...! જીવ માત્રની ભીતર રહેલો ભગવાન આત્મા આનંદનો અખૂટ ભંડાર છે. પણ આત્માનો જેમજેમ પરિચય વધે.ધ્યાન વધે-એમએમ એ ભંડાર ખુલવા પામે છે. શરૂઆતમાં અલ્પ આહૂલાદ સાંપડે પણ ધીરેધીરે એમાં અદ્દભુત વૃદ્ધિ થવા પામે છે.
અહો...! નિર્મળ પ્રેમ આપનાર ગુરુ વિ. કે માતા વિ.નો જે દ્રોહ કરે છે એની ખરે જ ઘોર અવનતિ થાય છે. દુનિયામાં સાચો પ્રેમ સાંપડવો કેટલો દુર્લભ છે એનું એ નઘરોળ જીવને ભાન નથી... ખરેજ કૃતજ્ઞતા કે વિશ્વાસઘાત સમાન કોઈ પાપ નથી.
©ON જીવની જીવનવાડી ફૂલીફાલી એમાં કેટકેટલાય માળીની માવજત અને મહોબ્બતે કામ કરેલ હોય છે? આદાનપ્રદાનની સમતુલા પણ જે સમજતા નથી એ ન્યાયી નથી. જીવન ઉપર તો ગુપ્તપણે પણ કોઈની દુઆ – કોઈના આશિષ વરસેલા હોય છે.
જીવન ખરે જ ઘણું રહસ્યમયી છે. એમાં કોણ શું આપી ગયું ને કોણ શું લઈ ગયું– એનો કેવળ ઉઘાડો હિસાબ નથી. અવ્યક્ત સદ્દભાવ દર્શાવનારને દુનિયા પિછાણીય શકતી નથી. ઘણાં મહાન વિશ્વહિતચિંતકોને પણ દુનિયા લવલેશ પિછાણી શકી નથી.
આત્માનુભવ પશ્વાત એમાં તલ્લીન બની રહેવાનું ઘેલું લાગે છે. એવું ઘેલું લાગે છે કે અન્ય કોઈ કરતાં કોઈ વ્યવસાય ગમતા નથી... નાનું પણ કાર્ય મોટી ઉપાધિરૂપ ભાસે છે. એ ઉપાધિથી ઊપજતો વિક્ષેપ અસહ્ય બની જાય ત્યારે સાધક મુનિ થવા તલપાપડ બને છે.
નિગ્રંથ મુનિ એટલે નિવૃત્તિનો પરમ પ્રગાઢ અનુભવ, તન, મન આદિની તમામ ચિંતા-પળોજણ જેમણે પરિત્યજી છે. એકમાત્ર આત્મહિતચિંતા સિવાય કોઈ અંગત ચિંતા જેમને નથી. બસ કેવળ નિજાનંદમાં જ નિમગ્ન છે તે નિગ્રંથ મુનિ.
SSSSSSSSSS