SearchBrowseAboutContactDonate
Page Preview
Page 285
Loading...
Download File
Download File
Page Text
________________ સાધનાપથ અને આત્મજ્ઞાન આકાંક્ષાઓ જ્યાં સુધી મર્યાદિત નથી બનતી... ત્યાં સુધી આપનાર પ્રતિ પણ અંતરનો અહોભાવ ઉદ્ભવતો નથી – કારણ જે કાંઈ મળે એ પર્યાપ્ત જ નથી ભાસતું. પરિણામે આપનાર પ્રત્યે જે રૂડો કૃતજ્ઞતાનો ભાવ પ્રગટવો જોઈએ એ કદીય પ્રગટતો નથી. ૨૭૬ 70 `કૃતજ્ઞત્વ' એ ઘણો મહાન સદ્ગુણ છે. કોઈએ પાની પણ પાયું હોય તો એના પ્રતિ પણ અહોભાવ પ્રગટવો જોઈએ... તો પછી .. જેઓએ ચિરકાળ સુખ-શાંતિ-સંતોષપ્રદ એવું તત્ત્વજ્ઞાન પીરસેલ છે એવા સદ્ગુરુ પરત્વે તો કેવો અપ્રતિમ અહોભાવ પ્રગટવો જોઈએ ? 70F સાચું સાહિત્ય સર્જનાર... સાહિત્ય સર્જતા સર્જતા સાથોસાથ પોતાની જાતને પણ નુત્તનરૂ પેણ સર્જે છે. સર્જન જ એનો શ્રેષ્ઠ આનંદ હોય છે. દુનિયા કદર ક૨શે વા નહીં એની એને તમા હોતી જ નથી. લોકોનું હિત થાય એ જ એની મોટી કમાણી હોય છે. NOGT આપ્યા કરો તો જ તમે પ્રિય લાગો એવો જ સંસારીઓનો પ્રેમ છે. એ પ્રેમ નથી પણ સોદો છે. દામ આપો તો તો વેશ્યા પણ પ્રેમ બતાવે – એની મહત્તા શું છે ? જીવને વાસ્તવિકતાનું ભાન કરવું ગોઠતું જ નથીઃ માટે પરિવાર પાછળ પાગલ પાગલ થઈ પોતાનું પરમહિત ખોવે છે. 70Þ - લેના દેના ગંડું કા કામ' • સમજી જે લેવાદેવાની કડાકૂટથી મુક્ત થયેલ છે, અર્થાત્ લેણાદેણીથી ઉદાસીન થયેલ છે; એ જ આત્મા આત્મતૃપ્ત થઈ શકે છે. જગતથી એને કંઈ લેવાનોય ઉમંગ નથી કે દેવાનોય ઉમંગ નથી. અંતરમાં જગતથી કોઈ લેવાદેવા જ રહી નથી. 70Þ લેવા માટે ઝાંવા ઘણોકાળ નાખ્યા... પણ જેની જેની પાસે હાથ લંબાવ્યો એ બધાય ભીખારી જ ભાસ્યા... આખરે સાન ઠેકાણે આવીઃ લેવા દેવાની વ્યર્થ દુરાશા શાંત થઈને ‘આત્મા’ જ આત્માનો એકમેવ સંગાથી બની રહ્યો... અવધૂતયોગી બની રહ્યો. © ‘પ્રેમમાં પડ્યો' એવી ભાષા બોલાય છે. અર્થાત્ બેલેન્સ ગુમાવી પડી ગયો. અર્થાત્ પાગલ બની આપવા લાગ્યો – પણ – થોડો કાળ પછી રિક્ત થયો ભાસતા પસ્તાણો. આ બધું ભ્રામક છે. અનંતપ્રેમભંડાર આત્માની જ દોસ્તી માણવી પરમશ્રેયસ્કર છે.
SR No.032464
Book TitleSadhnapath Ane Aatmgyan
Original Sutra AuthorN/A
AuthorRajubhai Laherchand Shah
PublisherRajubhai Laherchand Shah
Publication Year2005
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy