________________
સાધનાપથ અને આત્મજ્ઞાન
૨૭૫
તીવ્ર જાગૃતિ રાખવી જો કે પ્રારંભમાં કપરી છે. પણ એના લાભ પણ અપરંપાર અપરંપાર છે. હું આત્મા છું- શરીર, મન વિ,થી ભિન્ન અસ્તિત્વ છું એવું ભાન રહે ને પોતે જે પરમધ્યેય-સિદ્ધિ સાધવા નીકળેલ છે એની નિષ્ઠા હોય તો ઉત્કટ જાગૃતિ સંભવ છે.
પૂર્ણ નિર્વિકારી થવા... ઘણાં લાંબાગાળાની... ધીરજપૂર્વકની તપશ્ચર્યા આવશ્યક છે. હૃદયમાં જે પરવડે સુખ એવી ભ્રાંતિ છવાય ચૂકી છે એ તોડવા, નિશદિન તાતો પુરુષાર્થ કરવો ઘટે છે. પૂર્ણ નિર્વિકારી થવાની અદમ્ય.પ્યાસથી ઊનાંનાં અશ્રુ વહાવવા પડે છે.
જ્ઞાનીઓ કહે છે કે, પરિપૂર્ણ નિર્વિકારી થવાનો જે અલૌકિક આનંદ છે તે વર્ણવ્યો જાય એવો નથી. કેવલ અનુભવ વડે જ એ કળાય એવો છે. એ પરમાનંદની અપેક્ષાએ પરિપૂર્ણ નિર્વિકારી થવા આપવો પડતો ભોગ-મહાભોગ પણ કંઈ વિસાતમાં નથી.
પૂર્ણ નિર્વિકાર થવાના અભિલાષી જીવે ક્યાંય કોઈ વ્યક્તિમાં કે વસ્તુમાં આસક્તિ ન જામવા પામે એની તીવ્ર તકેદારી રાખવી ઘટે છે. તે માટે ખૂબ ખૂબ અનાસક્તયોગ સાધતા રહી, મોહના મહાપ્રબળ આકર્ષણો-આક્રમણો ખાળતા રહેવાનું છે.
મોહના આક્રમણો ભેદવા કેવી અનહદકક્ષાની આત્મજાગૃતિ અપેક્ષિત છે એ જીવ જો સમજે તો એ મહાન આત્મયોગી બની ગયા વિના રહે નહીં. ખાતા, પીતા. સૂતા, ચાલતા કે વિધવિધ પ્રવૃત્તિ કરતાં પણ એવી આત્મજાગૃતિ કેમ બની રહે એ જોવાનું છે.
મનુષ્યનું આયુષ્ય ખરે જ ક્ષણજીવી છે. જોતજોતામાં કેટલો કાળ નિર્ગમ થઈ જાય છે? રે... વર્ષો ઉપર વર્ષો વ્યતીત થતા જ જાય છે ? કાળ તો પૂરપાટ વેગે ગતિ કરતો જ જાય છે. અહીં, આમ જ પ્રમાદમાં મનુષ્યજીવન પૂર્ણ થયું તો જીવનું પછી શું થશે ?
માથે કાળ ભમતો હોવા છતાં, અતીન્દ્રિય સુખની ભાળ મેળવવાના બદલે ઈન્દ્રિય સુખોમાં જ વૃદ્ધ રહેનાર બાળજીવો છે. બાળક જેમ પેંડો મળતા સુવર્ણની વીંટી આપી દે, એમ માનવો આત્મિક સુખ ત્યજી, હિક સુખ મેળવી ખુશ થાય છે.