SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ સાધનાપથ અને આત્મજ્ઞાન જીવ ! નવું નવું જ્ઞાન અંદરમાં ભરવા જ પ્રયત્ન કરીશ કે મેળવેલ જ્ઞાનભંડારનો સદુપયોગ કરવા હવે પ્રયત્નવાન થઈશ ? કંજુસ માણસ ભેગું જ કર્યા કરે પણ વાપરે નહીં – એના જેવું કરવું છે તારે ? અંતર્પ્રજ્ઞા જગાવ ભાઈ, અંતર્પ્રજ્ઞા જગાવીને હિતકાર્ય સાધી લે. ૨૧૦ 1811 ઉગ્ર કે તામસી પ્રકૃતિનો જીવ – મહ ્દ્નાઃય – તત્ત્વજ્ઞાન પામી કે પચાવી શકતો નથી. કારમા રાગ-દ્વેષ કરનાર, કારમી નફરત કરનાર, આકરા પ્રતિભાવ દાખવનાર જીવ, પોતાની પ્રકૃતિમાં પુષ્કળ પરિવર્તન ન કરે તો તત્ત્વ પામવા-પચાવવા અધિકારી નથી. પ્રકૃતિ પલટાવવી એ જો કે કઠીનમાં કઠીન શ્રમ માંગે છે – પણ એના લાભે ય અપાર છે. પ્રશાંત ચિત્ત હોય તો જ તત્ત્વજ્ઞાન સુહાય છે અને અંતરમાં ઊંડું ઉતરે છે. પ્રકૃતિ ન પલટાવનાર જીવ પ્રકૃતિદોષના કારણે અકારણ ક્લેશોની પરંપરા સર્જી બેસે છે. 7867 કોઈના આક્રોશનો કે અપમાનજનક વર્તાવનો બને તો કોઈ પ્રતિભાવ જ ન આપો. હ્રદયથી એવા વર્તાવને નગણ્ય લેખી પ્રકૃતિ સંયમમાં રાખો. આવી રૂડી સમતા જીવનમાં વણાય જાય તો સમતાવેંત ચિત્ત જ ગંભીર તત્ત્વજ્ઞાન પચાવી શકે છે. @ કોઈના અસ ્ વર્તાવની પ્રતિક્રિયા કરવાનું બિલકુલ છોડી દો. એવી વેળાએ જ મૌન અને સ્વસ્થ રહેવાનો અભ્યાસ કેળવો. કમ સે કમ તમે તો સામાના વધુ અનુચિત વર્તાવમાં નિમિત્ત ન બનો. તમારૂ અને અન્યનું એથી ઘણું અહિત અટકી જશે. 70 જે ખરાબીને પિછાણવા ય યત્ન નથી કરતો એ ખરાબી નિવારવા તો યત્ન ક્યાંથી કરશે ? પોતાના પ્રકૃતિદોષને સ્વીકારવા ય વિરલા તૈયાર હોય છે. પ્રકૃતિને સુપેઠે દેખી-પેખીને પ્રકૃતિ ઉપર વિજય પામનાર જીવ જ અંતર્મુખ થવાનો અધિકારી બને છે. 70 સામાની ભૂલ કાઢવી આસાન છે...જીવ પોતાને તો મહંત જ માને છે. સામાની ચાહે તેવી ભૂલને પણ દિલથી દરગુજર ક૨વી ઘટે. કમ સે કમ પોતાના દ્વારા તો સામાની આગમાં પેટ્રોલ નાખવાનું કામ લગીર ન થાય એવી જ્વલંત જાગૃતિ જોઈએ.
SR No.032464
Book TitleSadhnapath Ane Aatmgyan
Original Sutra AuthorN/A
AuthorRajubhai Laherchand Shah
PublisherRajubhai Laherchand Shah
Publication Year2005
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy