________________
૨૦૯
સાધનાપથ અને આત્મજ્ઞાન
નિર્વાણ સુખનો ખપ હોય તો...નારીને વિસારવી પડશે...સઘળા સંબંધો પણ વિસારવા પડશે. જૂના રંગરાગોને વિસારવા પડશે...માયાના વમળમાંથી મનને ગમે તે ભોગેય બહાર કાઢવું પડશે... ખૂબ ખૂબ ઠરીને અંતર્મુખ થઈ જવું પડશે.
ધીરો થા...જીવ, ધીરો થાઃ નિર્વાણપથનો મર્મ સમજવા ધીર પ્રકૃતિની જરૂરત છે. પ્રકૃતિથી પરમસૌમ્ય બની જવાની આવશ્યકતા છે. અંતરંગના ગહનસુખનો અનુભવ ઉતાવળે નહીં પમાય. દરેકે દરેક બાબતમાં અધીરાઈ ત્યજી દેવી ઘટે છે.
©Þ
ચાલ્યા જવું તો નિયતી છે...ચાલ્યા જવાનો કોઈ ડર નથી...પણ... ખાલી હાથે ચાલ્યા જવાનો ડર છે...તળાવપર્યંત આવી તરસ્યા ચાલ્યા જવાનો ડર છે...અનુપમકોટીનો સત્સંગ મળ્યા છતાં આત્માનુભવની ઝલક પામ્યા વિના ચાલ્યા જવાનો ડર છે. બાકી મૃત્યુનો કોઈ ડર નથી.
ચાલ્યા જવાનો કોઈ ખેદ નથી...નવું ઠેકાણું નિશ્ચિત કર્યા વિના ચાલ્યા જવાનો ખેદ છે...કોઈ ઉજ્જવળ ભાવીનું નિર્માણ કર્યા વિના ચાલ્યા જવાનો ખેદ છે...કલ્પનાનું જંગલ વટાવ્યા વિના અને
વાસ્તવિકતાના પથ ઉપર આવ્યા વિના ચાલ્યા જવાનો ખેદ છે.
70T
ચાલ્યા જવાનો રંજ નથી...પણ...પ્રકૃતિ સૌમ્ય-સુંદર બનાવ્યા વિના ચાલ્યા જવાનો રંજ છે....ભૂલભરેલી અગણિત ભ્રમણાઓ નિવાર્યા વિના ચાલ્યા જવાનો રંજ છે...કોઈ મહાન સંસ્કારોના
બીજ આત્મામાં રોપ્યા વિના ચાલ્યા જવાનો રંજ છે.
710
કોઈ મહાન તૃપ્તિ પામ્યા વિના જ ચાલ્યા જઈશું શું ? આટલા બધા વિષયો જીવે આજપર્યંત પરિસેવ્યા છતાં અતૃપ્તિ આજ પણ એવી ને એવી છે. કાશ, તો ય આ અવિચારી જીવને ભાન આવતું નથી કે તૃપ્તિનો રાહ આ નહી, કોઈ બીજો જ છે.
7000
સાચી સુધ-બુધ જીવમાં શું કદીય ઉગવાનો અવકાશ છે ખરો ? કે બેહોશી ને બેભાનતા જ એની સદાકાળની નિયતી છે ? જીવ ક્યાં સમજે છે કે સાચી સુધ-બુધ ઉગવી કેટલી કપરી છે ? જીવનમાં બીજી જરૂરીયાતો હશે પણ પરમ જરૂરીયાત તો સુધ-બુધ પામવાની જ છે.