SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ સાધનાપથ અને આત્મજ્ઞાન ૨૦૮ જીવ જરા મોટાઈ પામતા – હું પહોળો ને શેરી સાંકડી' – એવી ભ્રમણામાં રાચે છે. અને માને છે કે આખું જગત મારું માન-સન્માન કરી રહેલ છે. ગર્વમાં અંધ થયેલા બાપડાને એ ખ્યાલમાં જ નથી આવતું કે જગત જૂઠો ભાવ બતાવી પાછળથી ઉપહાસ જ કરે છે. કાશ, સાચો અંતઃકરણનો અભાવ બતાવનાર એવા આત્મજ્ઞાની પુરુષને જીવ મામૂલી સમજે છે ને કપટથી સદ્દભાવ બતાવનાર જગતને અને જગતના અભિપ્રાયને કિંમતી લેખે છે. લૌકિક માનેષણા કેવી મિથ્યા છે એનું ભાન વિરલા જીવોને જ લાવે છે. રાગની એવી જાલિમમાં જાલિમ તાકાત છે કે કોડ પૂવના અર્થાત અબજોના અબજો વરસના સંયમના ફળને પણ એ નામશેષ કરી નાખે છે. રાગ-દ્વેષ બંને જીવના જાલિમ શત્રુ છે પણ જીવને એ મિત્રતુલ્ય અર્થાતું ખૂબ પ્રિય ભાસે છે! આ જીવે ક્રોડ કોડ પૂર્વના દિર્ધસંયમ પણ પાળ્યા છે હોં – પણ એ સરાગભાવે જ પાળ્યા છે. એથી ગદિક મળ્યા છે પણ વીતરાગી શાંતિ સંવેદારી નથી. તેથી જીવનો મોહ, જડમૂળથી નિવર્તવા પામ્યો નથી ને ભવભ્રમણ તો યથાવતું રહ્યું છે. અહોવીતરાગી શાંતિની કોઈ જ પહેચાન આ જીવને કદી થઈ નથી. એથી એ શું ચીજ છે એ એને ક્યાંથી સમજાય ? આથી જ જીવ બહીદૃષ્ટિ મટતો નથી. જીવ ભીતરથી સંસારના ભોગપભોગોનું જ મહામૂલ્ય માની રહે છે. આત્મિક સુખની અનુભૂતિના માર્ગે જવા જ માંગતો હોય તો જીવે એના જીવનનો આખો ઢાંચો જ બદલાવી નાખવો પડશે...ખૂબ ખૂબ અંદરમાં ઠરી ઠરીને એ સુખનો પત્તો મેળવવો પડશે. અંદરથી પત્તો મેળવ્યા વિના વાતોથી વડાં થાય એવું નથી. મોજના રળીયામણાં સ્વપ્ન જીવે અનંત જન્મોમાં અનંતવાર સેવ્યા છે. ભેખ પણ અનંતવાર લીધેલ છે ને આકરામાં આકરી તપ-જપ-વ્રત પણ અનંતવાર આચરેલ છે. નિર્વાણ સુખનો સુગાઢ પરિચય ‘આત્મામાં ઠરીને' કદીયેય મેળવ્યો નથી..
SR No.032464
Book TitleSadhnapath Ane Aatmgyan
Original Sutra AuthorN/A
AuthorRajubhai Laherchand Shah
PublisherRajubhai Laherchand Shah
Publication Year2005
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy