SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૧ સાધનાપથ અને આત્મજ્ઞાન સાચા સજ્જન પ્રત્યે પણ દુર્જન તો એના સ્વભાવ મુજબ વર્તવાના. સજ્જન પણ સંયમ ચૂકી એવો જ વર્તાવ કરવા લાગી જાય તો એનું સજ્જનપણું ક્યાં રહ્યું છે. સામાની ગમે તેવી ગેરવર્તણુક પણ સહજભાવે ખમી ખાય એનું જ નામ સજ્જન છે. સોય અને સૌજન્યશીલ પ્રકૃતિ હોવી એ ઘણી વિરલ સિદ્ધિ છે. ઘણીવાર કહેવાતા સંત મહાત્મામાં પણ જેવી સૌમ્યતા નથી હોતી એવી સૌમ્યતા સાધારણ દેખાતી વ્યક્તિમાં સહજ હોય છે. સૌમ્યપ્રકૃતિ એ ઘણી અસાધારણ ગુણિયલતા છે. જે કાંઈ કરવું તે સૌમ્યભાવે જ કરવું...કોઈના ઉપદ્રવ વખતે કે એવી ઉપાધિની વેળાએ પણ સૌમ્યતા જાળવી રાખવી અને લેશ ઉચાટ ન અનુભવવો એ સંતહૃદયનું સૂચક છે. આવી પ્રકૃતિ ધરાવનાર સ્વભાવધર્મને સહજપણે સાધી આરાધી શકવા સમર્થ છે. પ્રકૃતિ જ ન બદલાવનાર વ્યક્તિ આ જીવનમાં પણ સુખ-ચેન માણી શકતો નથી. વળી ઉપલબ્ધ ભોગપભોગ પણ સારી રીતે માણી શકતો નથી. કોઈની સાથે નિર્મળ પ્રેમનું આદાન-પ્રદાન પણ કરી શકતો નથી. એનું જીવન ખરે જ ખૂબ વિષમ બની જાય છે. પ્રકૃતિને ઉદાર-સૌમ્ય-પ્રશાંત બનાવી જાણનાર, જીવનના સુખ કેવી રૂડી પેરે માણી શકે છે એ વર્ણન માત્રથી સમજાવી શકાય તેમ નથી. એનું આ જીવન તો ધન્ય બની જાય છે...ઉપરાંત, ભાવી જન્મો પણ ઘણાં રળીયામણાં બની જાય છે. પ્રેમ પવિત્ર પ્રેમ... વિના જીવન જીવવું કેટલું કપરૂં છે ? જીવન જીવવાનો કોઈ અર્થ જ એ વિના આમ આદમીને રહેતો નથી. અલબત, અધ્યાત્મરસી પુરુષોની વાત નિરાળી છે – જીવન જીવવાનો ગહેરો અર્થ એવી પરમાર્થસાધનાનો એને લાવી ચૂકેલ હોય છે. જીવન જીવવાની હામ હારી ચૂકેલા જીવો મહદ્ઘાય: પ્રેમના અભાવે જ એવી સ્થિતિ પામ્યા હોય છે. સિવાય નિર્ચાજપ્રેમભર્યા કોઈ સત્યરુષ જીવનની આ આકરી કમી પુરાનાર નથી. અહાહા...એવા અનંતપ્રેમવાન કોઈ સંતપુરુષનો સમાગમ મળે તો જ ઉદ્ધાર છે.
SR No.032464
Book TitleSadhnapath Ane Aatmgyan
Original Sutra AuthorN/A
AuthorRajubhai Laherchand Shah
PublisherRajubhai Laherchand Shah
Publication Year2005
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy