SearchBrowseAboutContactDonate
Page Preview
Page 282
Loading...
Download File
Download File
Page Text
________________ સાધનાપથ અને આત્મજ્ઞાન પ્રત્યેક શ્વાસેશ્વાસે સહજાનંદ જેઓને અસ્ખલીતપણે વેદનમાં આવી રહ્યો છે એવા અધ્યાત્મયોગીપુરુષચાહે તેવી વિરોધની પરિસ્થિતિમાં પણ સકળ જીવો પ્રત્યે નિરપવાદપણે આત્મવભાવ સહજત: માણી શકેછે. ૨૭૩ સ્વનું અને સમષ્ટિનું હિત સંપૂર્ણ સંતુલીતપણે જળવાય રહે એવો વિવેકપૂર્ણ વ્યવહાર આત્માર્થી જીવનો સહજ હોય છે. ન સમષ્ટિનું હિત થવાય કે ન સ્વનું હિત ઘવાય એવી એવી વર્તના ઘણી તીવ્ર જાગૃતિ અને સમદૃષ્ટિ ખીલ્યું જ સંભવે છે. ન 0 સ્વભાવિક સમદૃષ્ટિ ખીલ્યા વિના પરમ-ઉત્કૃષ્ટ ન્યાયપૂર્ણ અંતઃકરણ થતું નથી. કેવળ ન્યાયશાસ્ત્રો ભણવાથી કે ન્યાયવિષયક ભાષણો આપવાથી કે ન્યાયની લાંબીચોડી ચર્ચાઓ કરવાથી કંઈ અણિશુદ્ધ ન્યાયી થઈ જવાતું નથી... સાધકહ્રદયનું સત્ પોકારે છે કે મને તો કેવલ હિત હિત અને હિતનું જ પ્રયોજન છે. કોઈપણ પ્રકારેય અનંતકાળથી આથડતા સ્વાત્માનું કે સંપર્કમાં આવનારા તમામનું ઝાઝેરૂ હિત સધાય એવી જ મનવચન-કાયાની વૃત્તિ-પ્રવૃત્તિ હું ઝંખુ છુ. સદ્વ્યવહાર શું? દુર્વ્યવહાર શું ? જેના વડે પોતાનો આત્મા કે અન્ય આત્માઓ સાચા સુખને પામનાર થાય એવો તમામ વ્યવહાર સવ્યવહાર છે ને જેના વડે પોતાનો કે અન્યનો આત્મા દુઃખ કે દુઃખના કારણને પામે તે સઘળો દુર્વ્યવહાર છે. હે વિકળમન ! તને વાત્સલ્યપૂર્વક એક વાત સમજાવું છું કે, તારા દુઃખનું કારણ તારા પોતાના સિવાય બીજું કોઈ નથી. તું ભલું થઈને આટલી વાત અવશ્ય માન કે તારા સુખ અથવા દુઃખનું પ્રધાન કારણ તો તારી પોતાની જ તેવી સમજણ છે. આ જગત તો પ્રાઃય ગુણવાન આત્માનો દ્વેષ જ કરનારૂ છે. આ જગતમાં કોઈનીય મહત્તા સાંખી લેવા કોઈ તૈયાર નથી. આથી જ ખરા સંત પોતાની ઘણી મહત્તા છૂપાવીને - લઘુમાં લઘુ બની - જીવે છે. જેથી કોઈને નાહક અદેખાઈ ન ઊપજે.
SR No.032464
Book TitleSadhnapath Ane Aatmgyan
Original Sutra AuthorN/A
AuthorRajubhai Laherchand Shah
PublisherRajubhai Laherchand Shah
Publication Year2005
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy