________________
૨૭૨
સાધનાપથ અને આત્મજ્ઞાન
પ્રચૂર ઉદાસીનભાવે અર્થાત્ હર્ષ-શોકથી રહિતપણે વર્તનારને નવા કર્મોનો બંધ થતો નથી ને જૂના સહજપણે ખરી જાય છે. પણ આત્મજ્ઞાન વિના એવી પ્રગાઢ ઉદાસીનતા આવતી નથી કે ટકતી નથી. સહજાત્મદશામાં જ એવી ઉદાસીનતા હોય છે.
સર્વ દુન્યવી ભાવો નિર્મૂલ્ય ભાસ્યા હોય તો જ પ્રગાઢ ઉદાસીનતા જામી શકે છે. આત્મા અત્યંત મહિમાપૂર્ણ ભાસ્યા વિના અન્ય પદાર્થો - ભાવો નિર્મૂલ્ય ભાસવા અસંભવ પ્રાયઃ જ છે. માટે સત્સંગાદિ વડે અનંત આત્મમહિમા સુપેઠે પિછાણવો.
©`
વસ્ત્રના મેલ ધોવા જેવા આસાન છે એવા મનના મેલ ધોવા આસાન નથી. અચેતન મન ઉપર બાલ્યકાળથી જે સંસ્કારોની ગહન છાપો પડેલી છે તે એટલી બધી પ્રબળ છે કે ઘણાં લાંબાકાળના જાગૃતિપૂર્ણ આંતરયત્ન વિના એ ભૂસાવી સંભવ નથી.
70Þ
મન માંકડું શાંત બેસતું જ નથી : એક પછી એક વિષયની ઝંઝટમાં એ પડતું જ રહે છે. જાગરૂકતાપૂર્વક મનના વ્યાપારો જોઈ એ તલાસવાનું છે કે આખર એમાંથી મનને ઉપલબ્ધ શું થાય છે? મનના વ્યાપારોની વ્યર્થતા સમજાશે તો એ દોટ મંદ પડવા લાગશે.
©
વિવિધ મનસુબા કર્યા કરવાથી... જો અભિષ્ટ સાંપડી જતું હોત તો તો જીવ અત્યાર સુધીમાં ન્યાલ થઈ ગયો હોત. અગણિત મનોરથો સેવ્યા છતાં, મોજુદ રહેલા આંતરદારિદ્રને નિહાળીને ય જીવ બોધ પામતો નથી કે મનોવ્યાપારો બધા કેવા વ્યર્થ વ્યર્થ છે.
70Þ
માનવીને મંછા સાચોસાચ જ્ઞાની થવાની નથી, પણ જગતમાં જ્ઞાની તરીકે પંકાવાની છે. એથી સાચું જ્ઞાન આત્મસાત ક૨વાને બદલે એ બીજાઓના હ્રદયમાં જ જ્ઞાનનો ઉજાસ પાથરવાની પ્રચંડ ચેષ્ટાઓ કરે છે ! કાશ, આમાં અંતર્શન ઉઘડે જ ક્યાંથી ?
70
અધ્યાત્મજગતમાં સૌને ઝટપટ જગતગુરુ થઈ જવાની મહેચ્છા છે. અંતરમાં સમાયને અગમરસ પીવાની મંછા કોઈક વિરલા સુભાગીને જ હોય છે. સ્વલક્ષે બોધ સમજી અંદરમાં સમાય જાય છે એજ પરમ આત્માનંદ ભોગવી શકે છે.