SearchBrowseAboutContactDonate
Page Preview
Page 338
Loading...
Download File
Download File
Page Text
________________ સાધનાપથ અને આત્મજ્ઞાન ૩૨૯ સહુ જાણે છે કે આજ સાચો પ્રેમ સાચો ભાવ – સાચું વાત્સલ્ય ક્યાંય રહ્યું નથી. માનવી પોતાના સહજ સ્વભાવથી અમાપ વેગળો થઈ ચૂકેલ છે એનું આ પરિણામ છે. બાકી, અંદરમાં તો અનંતગુણોના ભંડાર પડેલા છે. માનવ જ્યાં સુધી આંતરવૈભવનો આવિર્ભાવ નહીં કરે ત્યાં સુધી ન તો એ પોતે તૃપ્ત થવાનો છે કે ન . તો કોઈને પણ તૃપ્તિ પમાડી શકવાનો છે. પોતાના કલ્યાણની ગહેરાઈ સાધ્યા વિના કોઈ અન્યનું પણ ગહેરૂ હિત સાધી શકાતું નથી. જ્ઞાનીઓ કહે છેઃ ભાઈ તું અંતર્મુખ થઈને આત્મધ્યાન કર ને પરમ સ્વસ્થ થો: પ્રથમ તારી જ બીમારીઓ દૂર કર... પછી જગતની બીમારી દૂર કરવા ઉદ્યમવંત થજે. પ્રથમ આત્મવિશુદ્ધિ સાધવા જ તન્મય-તલ્લીન થઈ જવા જેવું છે. ભાઈ: પરની રહેણી-કરણી કે વિચારસરણી પરને આધીન છે. સૌ જીવો સ્વતંત્ર છે. એમને બદલાવવા તું બળ કરીશ તો કામ નહીં આવે. તું તારા જ આત્માને પ્રેરણા કરી કરીને એવી પરમદશાએ પહોંચાડ... પછી એમાંથી કોઈને સ્વતઃ પ્રેરણા લેવી હોય તો લે. ભાઈ તને પરમવાત્સલ્યભાવે વિનવું છું કે... પરનું કરવાની પંચાતમાંને પંચાતમાં તું સ્વહિત રખેય ચૂકી જઈશ મા. ટોળા ભેગા થાય તો પણ માની ન બેસીશ કે સૌને શાશ્વતહિતની દરકાર જાગી છે. ખરે જ નિજાત્માના શાશ્વતહિતની દરકાર કોઈકને જ પેદા થાય છે. આવો અણમોલ આ ગ્રંથ લખ્યો... પણ... કેટલા જીવો પરમસત્નો સાક્ષાત્કાર કરવા સમુત્સુક થશે એની અમને ખબર છે... અમે તો સ્વના સ્વાધ્યાયની પુષ્ટિ અર્થે જ સહજભાવે જે અંતર્ઝ ઉગી એ મુજબ આ ગ્રંથ લખેલ છે. વિરલા કોઈ એની ઉત્ક્રાંત અસર ઝીલશે. જDGE ભાઈ: બદલો લેવાની ભાવના બહું બૂરી ચીજ છે. કોઈ માનભંગ કરે કે પ્રતિકૂળ વચનો કહે એટલે એનો સણસણતો પ્રત્યુત્તર આપવા ઉત્તેજીત થઈ જવું સારું નથી. કોઈના ગેરવર્તાવથી ગિન્નાઈને પોતાનો રૂડો વિવેક આત્માર્થી સાધક કદિય ચૂકે નહીં.
SR No.032464
Book TitleSadhnapath Ane Aatmgyan
Original Sutra AuthorN/A
AuthorRajubhai Laherchand Shah
PublisherRajubhai Laherchand Shah
Publication Year2005
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy