SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ સાધનાપથ અને આત્મજ્ઞાન ૧૦૬ સ્થિતિને ભૂલવી કપરી છે....સ્થિતિને છેક જ ભૂલી અર્થાત્ નજરબહાર કરી; સ્વરૂપમાં ઢળી જવું આસાન નથી. કારણ અનાદિથી જીવ સ્થિતિને જ જોતો-રોતો આવ્યો છે. સ્વભાવ બાજું વળી-ઢળી જવાની એને આદત નથી. 70 સ્થિતિ બાજું જોઈ જીવે ક્ષણિક સ્થિતિ તો અનંતવાર સુધારી-સંવારી છે. એથી કામચલાઉ હાલત સુધરી પણ હશે – પરંતુ આખરે એના એ જ હાલ થયા છે. સ્થિતિ બાજું લક્ષના કારણે એ કદીપણ સ્વભાવ બાજું લક્ષ કરી શકેલ નથી. 0 હવે સ્થિતિ બાજું નહીં; સ્વભાવ બાજુ સુદૃઢ લક્ષ કરવું-કેળવવું રહ્યું. બસ, સ્થિતિ તો એ પછી સહજતયા સુધરવાની છે. એ પણ કામચલાઉ નહીં પણ કાયમી-શાશ્વતકાળ માટે પૂર્ણ સુધરી જશે. માટે શીઘ્ર ‘સ્વ’ બાજુ લક્ષ ઢાળવું રહ્યું. 70 ભાઈ, અનાદિકાળનો અભ્યાસ તને હજુ પણ અવારનવાર સ્થિતિ બાજુ જ જોવા મજબૂર કરશે. તું નહીં ઈચ્છતો હો તો પણ સ્થિતિ તરફ જ દૃષ્ટિ દોડી જશે. સ્થિતિની ચિંતા કરવા કરતાં, સ્વની તરફ વળી-ઢળી રહે, તો સ્થિતિ સ્વતઃ ભગવતી બની રહેશે. 0 ભાઈ, તું બહુ જ અલ્પકાળમાં ભગવત્સ્વરૂપ થઈ કૃત્યકૃત્ય બની રહે એવો અચૂક ઉપાય, સ્વને ઓળખી, સ્વ બાજુ ઢળી જવાનો છે. તને અદ્ભૂત શાંતિ-તોષ લાધશે. તારા તમામ દોષો ગાયબ થઈ જશે ને સર્વ ગુણો સહજતાથી ખીલી ઉઠશે. જી અહાહા.... •મુક્તિપંથના પ્રવાસી મને શેની ભાંજગડ છે ? કશાની નહીં. મારે તો સિદ્ધ થવું છે; શુદ્ધ, બુદ્ધ, નિરંજન, નિરાકાર થવું છે. શીઘ્ર સંસારના સકલભાવોથી પરિમુક્ત થવું છે. હે ચિત્ત ! હવે તું ભાંજગડ કરવાનું બંધ કરી દે...બંધ કરી દે. 70 ભગવાન સિદ્ધોએ સિદ્ધ થયા પૂર્વે જ જગતની તમામ ઉપાધિ, ચિત્તમાંથી ખંખેરી નાખેલ હતી. જગતના હિતની પરવા પણ આખરે મૂકી દીધેલ અને નિષ્યેવળ નિસ્વભાવમાં નિમજ્જન કરેલું...ત્યારે તેઓ સિદ્ધ થયા છે.
SR No.032464
Book TitleSadhnapath Ane Aatmgyan
Original Sutra AuthorN/A
AuthorRajubhai Laherchand Shah
PublisherRajubhai Laherchand Shah
Publication Year2005
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy