SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ સાધનાપથ અને આત્મજ્ઞાન જૂઠો અહંભાવ સંપૂર્ણ નામશેષ થાય તો જીવ જ્યાં ખરૂ અહંપણું કરવાનું છે એ અસ્તિત્વમાં તાદાત્મ્ય કરી શકે. જીવનભરનો ઉભો કરેલો અહં જ મહાન બાધા છે. એને નેસ્તનાબૂદ કરવો એ જીવનું અપૂર્વ પરાક્રમ છે. ૧૦૫ દિર્ઘકાળની અપાર અપાર ઉલઝનો પછી, અપરંપાર મંથનના ફલસ્વરૂપે આત્માને સમજાય છે કે પોતાને જોઈતો અમ૨-પવિત્ર-આનંદ બહાર ભમવાથી નહીં મળે. એને માટે તો સઘળું બાહ્ય ભ્રમણ ભૂલી અંતરમાં ઊંડા ઊંડા ઠરવું પડશે. 710 હે જીવ ! બધી બૌદ્ધિક વિમાસણો કરવી તું મૂક અને થોડો સમય મૌન થઈને સ્વભાવમાં – સહજ શાંતીના સાગરમાં ડૂબકી લગાવ. આપોઆપ બધા નિર્ણયો થઈ જશે. વિમાસણો કર્યે વસ્તુ નહીં મળે: અંદર ઠરવાથી મળશે. જીવ શાંતિ માટે સતત અનવરત વિકલ્પ-જલ્પ કરે છે. પણ એનો એ અંતરંગ બબડાટ-કલબલાટ સાવ શાંત ન થાય ત્યાં સુધી આંતરિક શાંતિધારાનો ઉદ્ગમ થતો નથી. ખરૂં તો વિકલ્પો વડે જ સહજ શાંતી અને આનંદ દુર્લભ થયા છે. - સ્વરૂપથી અનુસંધાન ન જોડાય ત્યાં સુધી આનંદધારા પ્રફૂટવી અસંભવ છે. એ અનુસંધાન જોડાવા, સ્તબ્ધ-શાંત બની બેસવાનું છે ને પ્રતીક્ષા કરવાની છે. એકવાર સ્વરૂપાનુસંધાન જોડાય ગયું પછી તો પુનઃ પુનઃ જોડવું આસાન છે. સ્વભાવ બાજું ઢળતા આવડતું હોય તો બસ એ એટલું જ કરવાનું છે. પછી સ્થિતિ આપોઆપ સુધરવા લાગે છે – એ તરફ લક્ષ પણ આપવાની જરૂર નથી. પોતે તો બસ પ્રચૂરપણે સ્વભાવમાં ઢળી-ભળી જવાનું રહે છે. 0 આપણે આદતવશ સ્થિતિને જ નજરમાં રાખીએ છીએ ને એને જ સુધારવા મથામણ કરીએ છીએ. હકીકતમાં, સ્થિતિને ભૂલી; સ્વભાવ બાજું વળી જવાનું છે. સ્વભાવ તરફ વળવા-ઢળવાથી (પછી) સ્થિતિ સહજમાં સુધરી શકે છે.
SR No.032464
Book TitleSadhnapath Ane Aatmgyan
Original Sutra AuthorN/A
AuthorRajubhai Laherchand Shah
PublisherRajubhai Laherchand Shah
Publication Year2005
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy