________________
સાધનાપથ અને આત્મજ્ઞાન
વિવેક, વૈરાગ્ય અને દ્રઢસંકલ્પના બળથી વિચારો ન રોકી શકનાર માટે જાપ વિચારોને રોકવાનું એક સાધન છે. જાપમાં એકતાન થઈ જગતનું વિસ્મરણ કરવાનું છે. આત્મા છું હું આત્મા છું’ ‘હું શુદ્ધ ચીદ્રુપ છું’ ‘હું સત-ચિત્ આનંદ સ્વરૂપ છું' ઈત્યાદિ.
૨૪૮
@>
જાપનો હેતુ જગતની વિસ્મૃતિ કરવી એ અને પોતાની મૂળ અસ્તિને સ્મૃતિમાં લાવવી એ હોવો ઘટે. શરૂઆતમાં એવી આત્મતન્મયતા ન ખીલે, પણ જેમ જેમ એકાગ્રતા વધશે તેમતેમ આત્મસ્વરૂપનું વિશેષ ભાસન થવા મંડશે – પછી તો જાપમય બની જવાશે. જાપ સહજ સ્મરણરૂપ બની જશે.
=
©Þ
અલબત્ત, પ્રથમ આત્માનુભવ વેળાએ તો આંશીક જ સુખની અનુભૂતિ થાય – જેમજેમ આત્મસ્થિરતા વધતી જાય એમએમ એ સુખ સઘન થતું જાય – તો પણ પ્રથમ અનુભવ પણ સાધકને અપૂર્વ અપૂર્વ આહ્લાદથી અભિભૂત બનાવી દેનાર હોય છે.
TM
આત્માનુભવ થયા પછી સાધક નિઃશંક થઈજાય છે કે કરવા યોગ્ય મહદ્કાર્ય તો આ આત્માનુભૂતિ જ છે. બસ... આ આત્માનુભૂતિમાં ઓતપ્રોત રહેવું એજ હવે મારૂ પરમકર્તવ્ય છે, નિશ્ચયથી... બીજું કશું ય કરણીય નથી.
1811
બીજુંબીજું કરવામાં જે સાધકો સ્વાનુભવ પામવાનો પ્રયત્ન કરવો ચૂકી જાય છે તે સાધકો જ્ઞાનીજનની કરુણાનું જ ભાજન બની જાય છે. આત્માનુભવ વિના તો બીજું બધું જ એકડા વગરના મીંડા જેવું છે. પ્રથમ આત્માનુભવનો જ ઉદ્યમ કરવા જેવો છે.
70©Þ
આત્માનુભવ પામીને, એક આત્મા સિવાય, તમામ અનાત્મભાવોથી પોતે ન્યારો-નિરાળો છે એવું અનુભવી; તમામ અનાત્મભાવો બાજુથી લક્ષ પાછું ખેંચી લેવું એ નિશ્ચયથી પ્રતિક્રમણ છે – અને — સમગ્ર લક્ષ આત્મામાં જ જમાવી દેવું એ સામાયિક છે.
©T
સત્સંગ અને સ્વાધ્યાય બે પાંખો છે...જે વડે – દેહરૂપી પીંજરથી છૂટી – જીવરૂપી પંખી પોતાના ચૈતન્યાકાશમાં વિહરી શકે છે. જ્ઞાનીજનના સમાગમ વિશે ઘણું કહેવાય ગયું છે તો પણ, પુનઃ પુનઃ કહેવાનું દિલ થાય છે કે સત્સંગ તો કેમેય ચૂકવા જેવો નથી.