________________
સાધનાપથ અને આત્મજ્ઞાન
૨૪૭
પંચદ્રિયના વિષયોમાં વ્યસ્ત થતો જીવ... પોતાના જ્ઞાનાનંદી સ્વભાવને ચૂકી જઈ અનંત નુકશાન વહોરે છે. ખરે જ જ્ઞાન જેવો કોઈ આનંદ નથી છતાં અનાદિની અવળી ગૃહીત ધારણાઓને કારણે, આભાસી સુખોમાં ભાન ભૂલી; જ્ઞાનાનંદ ચૂકી જાય છે.
કાલુ નામની માછલીના મુખમાં, સ્વાતિ નક્ષત્રના મેઘનું બંદ પડે તો એ બુંદ મોતી બની જાય છે. તેમ સદ્ગુરુના વચનરૂપી બંદ, પાત્રતાવાન જીવના કાને પડતા – એને કાળજે સોંસરવટ ચોંટ લાગી – ચીરસ્થાયી બોધના મોતીરૂપે પરિણમે છે.
આ અખીલ બ્રહ્માંડમાં નૈસર્ગિક જ અચૂક ન્યાયતંત્ર પ્રવર્તી રહેલ છે. જેમ સૂરજ ચંદ્ર, તારા, ગ્રહો. નક્ષત્રો બધાંનિસર્ગતયા જ નિયમબદ્ધ ગતિ કરે છે, એમ કોઈના ય સંચાલન વિના પણ નિયમબદ્ધપણે એક વિરાટું વ્યવસ્થિત તંત્ર સતત કાર્યરત છે.
સ્વાનુભૂતિની સહજ રસમસ્ત પ્રગટાવવા સિવાય, મુક્તિ પામવાનો કે મુક્તિ રુચવાનો બીજો કોઈ ઉપાય નથી. આત્માનુભૂતિની રસધાર જેમજેમ સંવેદાય એમએમ દુન્યવી તમામ સુખો આભાસી, ઉપાધિરૂપ અને આખરે માઠા વિપાકને દેનારા કળાય જાય છે.
©OS અંતરમાંથી રાગનો ત્યાગ એજ પરમાર્થે ત્યાગ છે. ત્યાગી તો આ જીવ અનંતવાર થયો છે પણ, અંતરંગમાંથી રાગનો ત્યાગ ક્યારેય સંભવ્યો નથી. ખરેખર દૂષ્કર ત્યાગ તો એ જ છે. પ્રખર જ્ઞાનદશા પ્રગટ થયે જ રાગ-દ્વેષનો અંતરમાંથી પરિત્યાગ થવો સંભવે છે.
આખર તો આત્મધ્યાનમાં જ રમમાણ થઈ જવાનું છે. સમસ્ત સંસારનો તમામ રાગ પરિહરીને કેવળ નિજસ્વરૂપમાં જ નિમગ્ન થઈ જવાનું છે. જીવ ! વહેલો કે મોડો તારે આત્મધ્યાનનો જ મહાવરો કેળવવો પડશે – એ વિના તો મુક્તિ સંભવ જ નથી.
ધર્મ તો વસ્તુનો સ્વભાવ છે. પોતાનો સ્વભાવ સંભાળવો એનું જ નામ વસ્તુતઃ ધર્મ છે. સ્વભાવમાં પ્રગાઢ લીનતા-રમણતા સાધવી ને એથી સ્વભાવ સિવાયના તમામ ભાવોની રુચિ-૨સીકતા ગૌણ ગણ અત્યંત ગૌણ થઈ રહેવી એ પરમાર્થે ધર્મ છે.