SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૬ સાધનાપથ અને આત્મજ્ઞાન જીવ આત્મોત્થાન અર્થે ગમે તેટલો જંગી યત્ન કરે... અને ગમે તેટલું ઉત્કૃષ્ટ ઉત્થાન સાથે પણ જો સત્સંગનું સાતત્ય ન રહે તો પતન પામવાનો સહપ્રાયઃ અવકાશ રહે છે. માટે સત્સંગ તથા સવાંચનચિંતનની ઓથે રહેવું શ્રેયસ્કર છે. જે જીવને ચગતીના ચક્કરમાંથી છૂટવાની મંછા જ નથી ઉગવા પામી; ઉછું જેને ભવભ્રમણનો રસ છે; એવા વિપરિત રુચિવાળ જીવોને જોઈ જ્ઞાની મૌન થઈ રહે છે. મધુબિંદુની લાલચમાં દેવવિમાનની પણ અવગણના કરે એવા જીવને શું કહેવાય? મૂળતઃ મુક્તિના જ અનંતમહાન આશયથી તમામ ધર્મક્રિયાઓ ગોઠવવામાં આવેલ છે. ભાવી અનંતકાળની મુક્તિ સાધવા જ અધ્યાત્મનો અલોકીક માર્ગ છે. પ્રત્યેક આર્યધર્મોએ મુક્તિના અપરંપાર ગુણગાન અમસ્તા નથી ગાયા હોં... વિતરાગ પરમાત્મા સાથે ભાવવિભોરપણે તન્મય-તદુપ થઈ જવું એનું નામ ખરી ભક્તિ છે...પ્રભુમય બની જવાનું છે...જાણે પોતે જ અનંત-નિર્મળ, પરમનિર્વિકાર પરમાત્મા હોય એમ – આંખો મીંચી – અંતરધ્યાનસ્થ થઈ જવાનું છે. પોતાના પરમધ્યેયનું ભાન જીવંત રહે તો જીવ ઘણો અંકુશમાં રહે છે. પરમધ્યેયને બાધક થાય એવું કોઈપણ કાર્ય કરતા એ અચકાટ અનુભવે છે. ધ્યેય વિરૂદ્ધની હોય એવી કોઈપણ વૃત્તિ કે પ્રવૃત્તિ આદરવા એનું હૃદય સમ્મત જ નથી થતું. ' આત્માર્થી સાધકને જગત પ્રત્યે સહજતયા વિરક્તી રહે છે. અખીલ જગતના તમામ ભાવોથી એ સહજ જ ઉદાસ રહે છે. ત્રણભુવનના તમામ ભાવો એને નિર્મુલ્ય ભાસે છે. એના હૃદયમાં પરિપૂર્ણ આત્મહિતનું જ પરમમૂલ્ય હોય છે. GE. અહાહા... એવો સુપાત્ર-સુયોગ્ય જીવ હોય તો... સત્યરુષના સમાગમમાં રહેવા માત્રથી પણ અભૂત આત્મોત્થાન સાધી જાય છે. ભલે સસુરુષ ખાસ કંઈ બોધ ન કરે પણ એમની ચર્યા, એમનો ચહેરો. એમની ચિત્તપ્રશાંતી વિ. જોઈજોઈને એ પામી જાય છે.
SR No.032464
Book TitleSadhnapath Ane Aatmgyan
Original Sutra AuthorN/A
AuthorRajubhai Laherchand Shah
PublisherRajubhai Laherchand Shah
Publication Year2005
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy