________________
સાધનાપથ અને આત્મજ્ઞાન
સદ્ગુરુનો અનુગ્રહ થાય ત્યારે જીવ એમની પાસેથી ધર્મનો ગહનમર્મ જાણી શકે છે. ધર્મના મર્મો કળાતા તો આમૂલ ક્રાંતિ સર્જાય છે. આખી દૃષ્ટિ જ સમૂળગી પલટાય જાય છે. શુભાશુભભાવોની મોહિની ઓસરી, શુદ્ધભાવમાં જીવ ઠ૨વા લાગે છે.
©Þ
૨૪૫
કોઈ પણ કાર્ય બનવામાં ઘણાં પરિબળો કામ કરતા હોય છેઃ માત્ર આપણી આશા-ઈચ્છા એમાં કારગત થતી નથી. માટે કુદરત જે કાંઈ કરે છે તે સારા માટે’–એમ માની; ચિત્ત-વૃત્તિ એની ચિંતામાંથી ઉઠાવી લઈને આત્મહિતની ચિંતામાં લગાવી દેવી યોગ્ય છે.
જીરું
જ્ઞાનીઓનો સંદેશ છે કે સહન કરો. સહન કરીને શુદ્ધ થાઓ. સમભાવે સહેવાથી અંતર્યામિ નિષે પ્રસન્ન થાય છે. સમભાવે સહેવાથી કર્મો પાર વિનાના ખરી પડે છે. અને નવા બેસુમાર કર્મો બંધાતા અટકી જાય છે. ‘સહન કરીને શુદ્ધ બનો'–આ મંત્ર છે.
7000
આત્માને અનંતનિર્વિકાર પરમાત્મસ્વરૂપ જાણી; એનું અવગાઢ ધ્યાન કરાય તો ગુપ્ત ભગવત્સ્વરૂપ પ્રગટમાન થયા વિના રહે નહીં. શુદ્ધ સ્ફટીકરત્ન જેવો... પરમનિર્મળ ચિંતવી આત્માનું ધ્યાન કરવું એ જીવમાંથી શીવ થવાનો અમોધ ઉપાય છે.
કર્મ કાંઈ નથી નડતા... જીવ ભ્રમથી માને છે કે કર્મ નડે છે. હકીકતમાં અવળી સમજણ, અવળી માન્યતાઓ, અવળી કામનાઓ, અવળા અભિપ્રાયો, અવળા આગ્રહો, અવળા અનુમાનો ઈત્યાદિ નડે છે. કર્મનું તો બહાનું છેઃ દોષ જીવનો પોતાનો છે.
40×
હે જીવ, જે કાંઈ તું આજે કરી રહેલ છો એવા તો તમામ ભાવો તે ભૂતકાળમાં પણ અનંતવાર કર્યા છે. શું આવું ને આવું જ કર્યા કરવાનો તને કોઈ કંટાળો નથી ઊપજતો ? જો ખરેખર કંટાળ્યો હો તો વૃત્તિકૃતિનો રાહ બદલાવવા દેઢ-સંકલ્પવાન થા.
-
ભગવત્સ્વરૂપ
--0 પ્રભુ..પ્રભુ...પુકારતા અસ્તિત્વ અર્થાત્ પોતાનું જ મૂળરૂપ ગ્રહણ થાય તો પારાવાર લાભનું કારણ બની રહે. પ્રાર્થના ભીતરમાં છૂપાએલ ભગવાનને ઉદ્દેશીને કરવાની છે. પોતે પોતાના પરમ આત્માને જ પ્રાર્થવાનો છે...
—