SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૪ સાધનાપથ અને આત્મજ્ઞાન વરસોથી આટઆટલો ચિંતનનો પુરૂષાર્થ હોતે છતે ભ્રાંતિ અને મોહમૂઢતા કેમ મંદ પડેલ નથી – તે જીવ કેમ વિચારતો નથી ? ચિંતન ચાલે છે કે ચકરાવો ? ખરે તો જીવ પાસે એવું ઉજમાળ સમ્યફજ્ઞાન નથી ને સમ્યફજ્ઞાનીનો સુપેરે સત્સંગે ય નથી. દુઃખે પેટ અને કૂટે માથું – એવી જ જીવની હાલત છે. પોતાને શું દુઃખ છે – એ શા કારણે છે – એની જ જીવને સ્પષ્ટ ગમ નથી. દરદ બીજું છે ને દવા બીજી જ કરે છે. અગણિત ઔષધ કર્યા છતાં રોગ મસ્યો કેમ નહીં– એ તલાસતો નથી. જ્ઞાનીઓ કહે છે કે, સુખ-દુઃખ એ તો કલ્પના છે મનની ખૂબ યથાર્થ હકીકત છે. આ જગતમાં જંગી સુખને ય દુઃખ મનાવી આકુળ-વ્યાકુળ રહેનારા જીવો છે. અને જાલિમ દુઃખને પણ સુખ મનાવી આનંદરસ પીનારા સુભાગીજીવો પણ છે. ભીતરમાં ઘણું ભર્યું છે – ભાઈ ભીતરમાં અપરંપાર ભરેલું છે. અગણિત યુગોના ચિત્રવિચિત્ર પાર વિનાના સંસ્કારો આપણી ચેતનાની ભીતર ધરબાયેલ છે. અંત:કરણનું પરિશોધન કરવું એ નાનું સૂનું કાર્ય નથી – એ તો ભગીરથ પુરુષાર્થ માંગે છે. વિવેકને સબળ જગાવીને એક મોહને પરાસ્ત કરશો તો બાકીના તમામ આંતરશત્રુ તો સહજમાં જીતાય જશે. મોહની સામે લડી શકવા ‘વિવેક' જ સમર્થ થઈ શકે. જ્ઞાન ધ્યાન, સત્સંગ, સ્વાધ્યાય આદિ વડે વિવેકને ખૂબ સબળ કરવો જોઈએ. સજજન પુરૂષને નીતિ પાળવી નથી પડતી પણ સહજ પળાય રહે છે. સજ્જનતા મૂકીને ગમે તેવો દુર્લભ લાભ મળતો હોય તો પણ આત્માર્થી એવી પ્રવૃત્તિ કરતા જ નથી. અને સજ્જનતા જાળવતાં કદાચ પણ નુકશાન થતું હોય તોય એ નીતિગ્મત થતા નથી. ચિત્તના બે મહાન દોષો – ચંચળતા અને મલીનતા – આત્મધ્યાન વડે નિવર્તી શકે છે. આત્મધ્યાન અર્થે આત્મજ્ઞાનની અર્થાત્ આત્માની ખરેખરી પિછાણની આવશ્યકતા છે. એ પિછાણ પામવા ખૂબ ખૂબ અંતર્મુખી બની રહેવાની આવશ્યકતા છે.
SR No.032464
Book TitleSadhnapath Ane Aatmgyan
Original Sutra AuthorN/A
AuthorRajubhai Laherchand Shah
PublisherRajubhai Laherchand Shah
Publication Year2005
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy