________________
સાધનાપથ અને આત્મજ્ઞાન
૧૧૪
અહાહા..સમજણની બલિહારી છે. સમજણ પરિપક્વ થતાં જીવને મુક્તિ સહજ ઉપલબ્ધ થઈ શકે છે... મુક્તિની રુચિ એટલે સમજણની પરાકાષ્ટા. સંસારમાં રહી કોઈ સર્વ ઉપાધિમુક્ત કે સર્વ દુઃખમુક્ત કદાપિ થઈ શકે નહીં.
ભાઈ? આ જન્મમાં કે આજે તું સુખી હો તો માની ન લઈશ કે ભાવીમાં પણ સદાકાળ એવી જ સ્થિતિ - એવા જ સંયોગ – બની રહેશે. જો અનંતકાળનું “અખંડ સુખ ઇચ્છતા હો તો નિર્વાણ સિવાય ત્રણભુવનમાં એવું સુખ છે જ નહીં.
અહાહા...જે સુખમાં પરાધીનતા નામે ય નથી...ઉપાધિ નામે ય નથી...વિક્ષેપ નામે ય નથી...બાધા નામે ય નથી...અરે, કોઈ કરતાં કોઈ દુઃષણ નથી – એટલું જ નહીં પણ એ સુખની ગુણમત્તા જ કોઈ અવલકોટીની છે. – વાણીથી શું નથી શકાય?
શું કરું – મારું નસીબ જ ખરાબ છે' – એમ કહેનારા કરોડો મળશે...કરમનો દોષ કાઢનારા કરોડો મળશે...ઈશ્વરને ય દોષ દેનારા મળી આવશે...પણ પોતાની સમજણનો મોટો દોષ છે એવું સ્વીકારનાર વિરલ કોઈક જ મળી આવશે.
આ દુનિયા હકીકતમાં અજ્ઞાન વડે જેટલી દુઃખી છે એટલી બીજા કોઈ જ કારણથી નથી. અજ્ઞાન કહેતા તત્ત્વજ્ઞાન ન જાણનારાની જ વાત નથી – કિ જાણવા છતાં તત્ત્વજ્ઞાન જેના અંતરમાં યથાર્થ પરિણમ્યું નથી એવા પણ જીવોની વાત છે.
એમ ગણો તો આજનું જગત એટલું બધું અજ્ઞાની નથી. તત્ત્વજ્ઞાનની પણ વાતો વદનારા બેસુમાર જીવો છે. પણ સમજણ જે અંતઃકરણમાં ઊડી પરિણમેલી હોવી ઘટે, એનો અભાવ હોવાથી અગણિત માનવો અપાર દુઃખી છે.
જ06= સાચી પરિણમેલી સમજણ કેવી અદ્ભુત સુખદાયી છે એનો માનવજગતને લેશ પરિચય નથી – એથી માણસ સમજણ પરિપક્વ કરવા અપ્રયત્નશીલ રહે છે – અને તત્ત્વજ્ઞાનની માત્ર મોટી મોટી વાતો કરી સમજાય ચૂક્યાનો ભ્રાંત સંતોષ લે છે.