SearchBrowseAboutContactDonate
Page Preview
Page 385
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૬ સાધનાપથ અને આત્મજ્ઞાન ઉ.....ાં..ય..ર વર્તમાન ધર્મસમાજમાં આત્મજ્ઞાન જેવા મહાન વિષયની ચર્ચા નહિવત્ છે. પ્રસ્તુત ગ્રંથ આ સંદર્ભમાં પ્રેરણાદાયી બને અને અનુભવી અને વિશિષ્ટ પુણ્યવાન ધર્મનાયકો સમાજમાં આ ક્ષિતિજ સુપેરે ખોલે એમ અંતરથી ઝંખુ છું. 70 અપાત્રના હાથમાં આવેલી કોઈપણ વસ્તુ સદુપયોગ તો પામતી નથી પણ દુરૂપયોગ જ પામે છે. એમાં કોઈ વસ્તુનો કાંઈ દોષ નથી. ભાઈ, આત્મજ્ઞાન ઘણી ધણી ગંભીર પાત્રતા માંગી લે છે. એ પાત્રતા કેળવવા પણ ગ્રંથમાં ઠેકઠેકાણે કહેલી વાતો મામૂલી ન સમજશો. જીરૂ ઘણુંઘણું લખવાની તીવ્ર ઉત્કંઠા હોવા છતાં એ લખવું અમે છોડી દીધું છે. વળી લખવા જતામાં જ કેટલુક તો અનાયાસ છૂટી ગયું છે. કલમ દોડી શકાય એટલું દોડી તો પણ ઉછળતા ઉદધી જેવા ભાવાવેગને એ પૂરતો ન્યાય આપી શકી નથી. જીરું કોઈપણ ગ્રંથ કે પુસ્તકને પૂર્ણજ્ઞાન માની લેવાની ભૂલ કરવી જોઈએ નહીં. સાહિત્ય, સંગીત, શિલ્પ વિ. તો ઝલક આપી શકે... પૂર્ણજ્ઞાનનો પ્રાદુર્ભાવ રસજ્ઞના હ્રદયસ્થલમાંથી થાય એવી પ્રેરણા એ પીરસી શકે. બાકી જ્ઞાનભંડાર તો અંદરમાં જ છે. @> ગ્રંથમાં એવા સ્થાને કોઈ જ્ઞાનીના નામનો ઉલ્લેખ કરેલ નથી. કારણ પ્રસ્તુત ગ્રંથવિષયક કોઈ પૂર્વગ્રહ કોઈને બંધાય જવા ન પામે અને તમામ સંપ્રદાયના જિજ્ઞાસાવાન જીવો આનો બહોળો ઉપયોગ કરી શકે એજ અમારો હ્રદયાશય છે. મતામતમાં અમને મુદ્દલ રસ નથી. રસ છે સર્વ કોઈના શાશ્વત આત્મહિતમાં. ખરે જ આ ગ્રંથ સુપાત્ર જીવોનું ગહન આત્મહિત જગાવવા સમર્થ છે. આનું વારંવાર અધ્યયન અનુશીલન કરશે એ અકથ્ય આત્મહિતને પામશે એ નિઃશંક છે. 70 અંતમાં... સકળ માનવસૃષ્ટિ સાધનાજીવનના રસમાધુર્યથી ભરપૂર બનો. સૌના જીવનમાં સહજસાધનાનો રમ્યભાવ ઉદ્ગમ થાઓ અને સર્વોના આત્માનો અકલ્પ્ય વિકાસ થાઓ. સૌ સ્વાનુભવના અમૃતાનંદથી તરબતર બનો..
SR No.032464
Book TitleSadhnapath Ane Aatmgyan
Original Sutra AuthorN/A
AuthorRajubhai Laherchand Shah
PublisherRajubhai Laherchand Shah
Publication Year2005
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy