________________
૧૩૩
સાધનાપથ અને આત્મજ્ઞાન
સાધકને જો આત્મસ્મરણ સતેજ ન હોય તો સ્વભાવતઃ જવિષાદ રહે છે. આ આધ્યાત્મિક વેદના છે. સાધકે સમભાવથી આવી વેદના વેઠવી પડે છે. બાકી બીજી કોઈ દુન્યવી વેદના, સાધકને એવો પજવી
શકતી નથી.
70
સાધક ઉદાસીનતાથી ગભરાતો નથીઃ ઉલ્ટુ ઉદાસીનતા તો એને સખીતુલ્ય ભાસે છે. સાધકને ઉન્માદ પસંદ નથીઃ ઉદાસીનતા પ્યારી છે. ઉદાસીનતા એને અંતરથી તો સુખદાયી ભાસે છે. અંતર્મુખ બનાવતો એવો અધ્યાત્મિક-વિષાદ એને વહાલો લાગે છે.
70
જરાક આત્મસ્મરણ ઝાંખુ પડે કે સાધક ઘેરા ગમથી ઘેરાઈ જાય છે. વિરહિણીને જેમ એકાંત-મૌન અને પીયુનું ધ્યાન રુચે એમ સાધકને એકાંત-મૌન અને અંતરયામીનું ધ્યાન જ રુચે છે. બાકી તમામ વિલાસો એને વિષતુલ્ય અરોચક ભાસે છે.
70
અધ્યાત્મિક-વિષાદથી ઘેરાયેલો સાધક ‘અલગારી' હોય છે. – એને સહુથી અલગ રહેવું જ ગમે છે. કોઈનો પણ પરિચય એને સુહાતો નથી. સ્વભાવિક છે કે અંદરમાં જ ગહેરા વસવું જેને અત્યંત રુચિકર ભાસતું હોય એને બહાર આવવું કેમ પસંદ હોય ?
70
વસમી પણ આધ્યાત્મિક વેદનામાં રહેવું સારું છે પણ, સંવેદનજડ રહેવું સારું નથી. પામરપણે ચેનથી જીવવા કરતાં પ્રાજ્ઞપણે આધ્યાત્મિક વેદનામાં જીવવું ઘણું બહેતર છે. જે ગહન આત્મિકવેદના સહી જાણે છે એ જ ભવ્ય આત્મોત્થાનનો અધિકારી છે.
70
ભાઈ ! આત્મોત્થાન એ કોઈ નાની-મા'ના ખેલ નથી. સત્યના જન્મ માટે ક્યારેક ગહેરી પ્રસવવેદનામાંથી ગુજરવું પડે છે. ક્યારેક ક્યારેક તો વિરહનું વસમામાં વસમું દુઃખ પણ સમતાભાવે સહી લેવું પડે છે. આધ્યાત્મિક આનંદ કે વિષાદ સહેવા પણ પાત્રતા જોઈએ છે.
0
સાધકને સ્વકાર્યમાં આવતી તેજી-મંદીથી અનુત્તેજિત રહેવા ભલામણ છે. ચિત્ત સર્વ હાલતમાં સ્થિરઠરેલું રાખવા અને આધ્યાત્મિક વેદના પણ, ખૂબ ઠરેલ ચિત્તે વેઠી લેવા ભલામણ છે. વેદના સંપૂર્ણતાથી વેદાય તો અકલ્પનીય વિકાસ સધાય છે.