________________
૩૬૬
સાધનાપથ અને આત્મજ્ઞાન
માણસને એનું પ૨મહિત કરનાર ઉપર પણ અચળ વિશ્વાસ નથી. નિષ્કામ હિતસ્ત્રી માર્ગદષ્ટાને પણ માનવી નિઃસંદેહ પ્રીતિથી અપનાવી શકતો નથી. દૂધનો દાઝયો છાશ પણ ફૂંકીને જ પીવે એવી – એથી ય બદતર હાલત છે માનવીની.
1
70
આજના માનવીમાં મોટામાં મોટો અભાવ હોય તો આત્મશ્રદ્ધાનો છે. પોતાના અંતર્યામિ પ્રત્યેય માનવની શ્રદ્ધેયતા રહી નથી ! જાતમાં જ જેને શ્રદ્ધા નથી એને અન્ય કોઈમાં શ્રદ્ધા ન ઉમટી શકે એ સ્વભાવિક છે. પરિણામે
70
મારી જાતસુધારણા કરવા હું કોઈ રીતે સમર્થ નથી એવું હાડોહાડ ભાન જ્યાં સુધી પેદા ન થાય ત્યાં સુધી માનવી સાચો સહારો ખોજવા મરણીયો બની શકતો નથી. ત્યાં સુધી એના પ્રાણમાંથી પરમગુરુને પામવાનો પોકાર ગુંજતો નથી.
©`
પોતાની દીન-હીન-મલીન હાલતનું ભાન ઘડીએ ઘડીએ ખટકતું ન થાય અને પ્રાણમાંથી પરીવર્તન પામવાનો કરુણ પોકાર પેદા ન થાય ત્યાં સુધી આંસૂભીની અંતરની પ્રાર્થનાનો ઉદ્ગમ થતો નથી ને ત્યાં સુધી અંતર્યામિને ઢંઢોળી શકાતા નથી.
70
ભાઈ...! સઘળી વિપદાઓનો – સઘળી વિમાસણોનો – પરમ ઉકેલ એક જ છેઃ સ્વભાવ બાજું ઢળી જવું.. ' ધ્યાનની ગહેરાઈમાં – અનંત ગહેરાઈમાં – ઉતરી જવું. અનંતઅનંત દુઃખમાંથી ઉગરવાનો અદ્વિતિય ઉપાય આ જ છે.
70
પૈસા માટે જીવન છે કે જીવન અર્થે પૈસો છે એની પણ શુધબુધ બહુભાગ માનવીને નથી. જીવન સુંદર જીવવા અર્થે સંપત્તિ હોવાના બદલે જીવનના ય ભોગે પૈસો ઉપાર્જવા જાલિમ આવેગથી મંડી જવું, એમાં માનવ ક્યું ડહાપણ દેખતો-પેખતો હશે ?
70T
બાલ્યકાળમાં તો માનવી સોનેરી સ્વપ્ના નિહાળતો હોય છે કે ઘણા પૈસા પેદા કરી પછી હું વિશ્રામ લઈશ અને આમોદ-પ્રમોદમય જીવન ઘડીશ... પણ પછી તો જીવનને પીસી નાખીને ય પૈસો જ એકઠો કરવાની દારૂણ ઘેલછા !!!