SearchBrowseAboutContactDonate
Page Preview
Page 376
Loading...
Download File
Download File
Page Text
________________ સાધનાપથ અને આત્મજ્ઞાન ૩૬૭ - સાધનો તમામ જીવન સુચારૂં જીવવા અર્થે છે. જીવન ખાતર સાધન છેઃ સાધન ખાતર જીવન નથી. આ પરમતથ્ય ભૂલેલ માનવ સાધનોના વ્યામોહમાં જ વ્યસ્ત થઈ સુચારૂ જીવનને તો જાણે સરિયામ ભૂલી જ ગયેલ છે. વાત એ કરવી છે કે, આજનો માનવ સાધનોનો ગુલામ છે – સ્વામી નથી. એ સાધનને દોરતો નથી પણ સાધન એને દોરે છે. સાધનનો સંયમપૂર્વકનો મર્યાદિત સદુપયોગ કરતા જો માનવજાત શીખેલ હોત તો સૃષ્ટિ સ્વર્ગ બનેત. બત્રીશ શાક ને તેત્રીસ પકવાન મળે કે લૂખો રોટલો માત્ર મળે – જ્ઞાનીને મન બધુ એકસમાન છે. કોઈ આદરથી જમાડે કે અનાદરથી જમાડે, જ્ઞાનીને કોઈ તફાવત નથી. જ્ઞાનીનો આનંદ એની જ્ઞાનમસ્તીનો છેઃ અન્ય આનંદની પરવા નથી. આત્મજ્ઞાનની વાત ન્યારી છે. - બાકી – બાહ્યજ્ઞાનથી માનવી પોતાને મહાજ્ઞાની માને-મનાવે તો એનો એ મિથ્યાભ્રમ જ છે. જીંદગી ઘણી ટુંકી છે ને અગણિત રહસ્યો એવા છે કે જેનું આંશીક જ્ઞાન પણ લાવ્યું નથી. માટે નિરાભિમાની રહેવું. ખરેખર જોતા તો માનવીએ એકપણ તથ્યનો તલસ્પર્શી તાગ મેળવ્યો નથી હોતો ને એ પોતાને મહાજ્ઞાની – રહસ્યવેતા માને મનાવે છે. ખરે તો માનવી જેટલો છીછરો ને સ્કુલજ્ઞાની. એટલો એનો જ્ઞાનનો મદ વિશેષ પ્રગાઢ જોવા મળે છે ? પૃથ્વી પરનો પ્રત્યેક આદમી જો પોતાને ‘અજ્ઞાની સમજતો થઈ જાય ને અવનીપરથી જ્ઞાનીપણાનું અભિમાન જ અલોપ થઈ જાય; તો સુષ્ટિ કેવી નમ્ર અને સરળ બની જાય? પ્રત્યેક માનવી, માનવીને કેટલો ઘમંડ રહિતપણે આદર દેતો થઈ જાય !? જ્યાં સુધી પોતાનું પરમાત્મસ્વરૂપ ભળાતું નથી ત્યાં સુધી તમામ પ્રાણીઓમાં પ્રભુના દર્શન થતા નથી. એથી જ ઉચ-નીચના ભરમ રહે છે. માનવીનો અહમ્ જ એને બધાથી વિખૂટો પાડી માનવને આટલો બધો અતડો ને અસભ્ય બનાવે છે.
SR No.032464
Book TitleSadhnapath Ane Aatmgyan
Original Sutra AuthorN/A
AuthorRajubhai Laherchand Shah
PublisherRajubhai Laherchand Shah
Publication Year2005
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy