________________
૨૨૩
સાધનાપથ અને આત્મજ્ઞાન
જેને સ્વભાવજન્ય અસલી આનંદ અને વિષયજન્ય આભાસી આનંદની પરખશક્તિ – અંતર્રજ્ઞા – ખીલી ઉઠી છે એને બંને આનંદ સાવ નોખા કળાય આવે છે. એથી સ્વભાવજન્ય સહજ સુખને ઓળખવામાં એ ક્યારેય લગીર પણ થાપ ખાતા નથી.
સ્વભાવસુખ સિવાયના તમામ સુખ નામમાત્ર છે. કલ્પનાના ભેળવેલા રંગો એમાંથી કાઢી નાખો તો એ જરાય રમ્ય નથી. જીવ વિષયોમાં રમ્યપણાની કલ્પનાઓ કરી કરી, કલ્પનાનો આનંદ લૂંટે છે. બાકી વાસ્તવદષ્ટિથી વિલોકતા એમાં કાંઈ જ માલ નથી.
વિષયોના સુખ તો – ઊંટ લૂખા રસકસહીન બાવળ ચાવે ને એ જડબામાં વાગતા, જડબામાંથી વહેતા રફતના કારણે બાવળ પણ સ્વાદમય લાગે – એવા જ ભ્રામક છે. સત્ –સુખનો જેણે અનુભવગત આસ્વાદ માણ્યો છે અને એવા આભાસી સુખ તદ્દન રુચતા નથી.
©©s કલ્પનાના જોરે તો તુચ્છ પદાર્થ પણ મહામહિમાપૂર્ણ ભાસી શકે છે. જ્યારે કલ્પનાનું જોર મંદ પડે ત્યારે પાછા એના એ જ પદાર્થો બેકાર ભાસવા મંડે છે.વળી, જીવ તો બોધપાઠ લેવાના બદલે બીજા પદાર્થની રમ્ય કલ્પનામાં ચઢી જાય છે !
©OS કાલ્પનિક નહીં પરંતુ વાસ્તવિક એવું અનુપમ સુખ આત્મામાં જ છે. દુનિયાના આભાસી સુખો કરતા એ અનેકગણું ચઢિયાતુ છે અને એનો મહિમા હૃદયમાંથી ક્યારેય ઘટવા પામતો જ નથી. વળી ઉત્તરોત્તર એ સુખ ગહનગાઢ થતું જાય છે.
આત્મસ્વરૂપના ગાઢ પરિચય અને એમાં ગાઢ તન્મયતા વિના આનંદની એવી ગહન અનુભૂતિ કોઈ કાળે પણ લાધતી નથી. હે રસજ્ઞ જીવ ! તને જો પરમરસનો સતત ખપ હોય તે તું તારી શાશ્વત અસ્તિને પિછાણી એમાં જ તન્મય થવાનો ઉદ્યમ કર.
જગતના સર્વ જીવો સ્વરૂપસમાધિમાં ડૂબી જાઓ... સર્વ જીવો પ્રતિ સૌહાર્દભાવે અમારી શુભકામના છે કે સારૂં ય વિશ્વ વિભાવથી વિમુક્ત થાય અને સ્વભાવથી સંયુક્ત થાવ... અમારી આ શુભભાવના અતળ ઊંડા ઉરમાંથી ઉદ્ભવતી છે.