________________
૧૩૯
સાધનાપથ અને આત્મજ્ઞાન
સવાંચન કે સન્નવણથી સાંપડેલ સમજણ અનુભવગત તથ્ય બનતા લાંબો સમય લાગે છે. અનુભવથી સમ્મત થયેલ સત્યો જ આત્માની ઉન્નત દશા ખીલવવામાં પરમ સહાયક બને છે... અનુભવજ્ઞાનનો મહિમા અપરિમેય છે.
જOS અનુભવજ્ઞાન ધરાવનારની ખુમારી કોઈ ઓર જ હોય છે. રાજરાજેશ્વરની ખુમારી પણ એની પાસે ઝાંખી પડે છે. અનુભવજ્ઞાની નિર્ભય હોય છે. કોઈ કરતાં કોઈ ભયો એને ડામાડોળ કરી શકતા નથી. એનું જ્ઞાન નિ:શંક નિર્ણયવાન હોય છે. – પરમ સમર્થ હોય છે.
યુવાની પાછળ જરાવસ્થા, બળ પાછળ નિર્બળદશા, આરોગ્ય પાછળ રોગ-શોક, એમ એક એક ઇષ્ટ પાછળ અનિષ્ટ છૂપાઈને રહેલ જ છે. સુખ લેવા અવતાર ધરીશ પણ સિક્કાની બીજી બાજું જેમ જદુઃખ પણ એટલા જ વળગવાના છે. ખૂબ શોચનીય હકીકત છે આ.
દૂરથી ડુંગરા રળીયામણા – એમ જીવને પોતાની પ્રવર્તમાન અવસ્થામાંથી બીજી બીજી અવસ્થાઓમાં રળીયામણું ભાસે છે. પ્રાપ્ત અવસ્થામાં જીવ ક્યારેય કર્યો નથી ! બેહોશીમાં બીજી બીજી અવસ્થાઓ વાંછે છે. – પણ એમ સુખી કદીય થવાનો છે ? નહીં.
આ નહી, બીજી અમુક તમુક અવસ્થામાં આવું તો હું સુખી થઈ જઈશ – એવી વિભ્રાંતિવશ જીવ નવા નવા અવતારો ધર્યા કરે છે. હરામ જો કોઈ અવતારે ય સુખી થતો હોય તો. બધા અવતાર અનંતવાર કરી ચૂક્યો તો ય હજું સુખી થયો નથી !
કોઈ અવતાર વિશેષમાં એવું નોંધપાત્ર સુખ છે જ નહીં. સુખ તો અંતરાત્માની ગહરી સમજણમાં છે. બીજે ક્યાંય સુખ દેખાતું હોય તો એ નિષે આભાસ છે. – ભ્રમણા છે. સુખ આત્માનો સહજ ધર્મ છે. - બાકી કોઈ સ્થિતિ-સંજોગ સુખના ખાસ કારણ નથી.
હે જીવ! અનંતાજ્ઞાનીઓનું આ અનુભૂત સત્ય છે કે સુખ તો સહજા—દશામાં જ છે. જીવ, તું વધુ ને વધુ સહજા—સ્થિતિમાં રહેવાનો મહાવરો પાડ. – બાકી તમામ સંયોગોથી શક્ય એટલો વધુ અલિપ્ત રહેતા શીખ. આ જ સુખી થવાનો અનન્ય ઉપાય છે.