________________
૧૯૧
સાધનાપથ અને આત્મજ્ઞાન
અંતરમાં અજ્ઞાન અને મોહની આંધી ઉઠે ત્યારે જીવે પોતાનું પરમધ્યેય ઉત્કટપણે સ્મરણગત કરવું જોઈએ. સ્વના અને સમષ્ટિના પરમ ઉત્કૃષ્ટ શ્રેયનું ધ્યેય યાદ કરી કરીને અંતરનું પરિણમન પુનઃ પાવન બનાવી દેવું ઘટે.
T
ભાઈ ! ખ..રે..ખ..૨ વૃત્તિઓના તોફાન વખતે જ વિવેકદીપ જલાવી રાખવો એ વૃત્તિવિજયની ખરી સાધના છે. તોફાનમાં પણ જે તત્ત્વજ્ઞાનને ભૂલતો નથી. – ઉલ્ટું, વધુ પ્રખરપણે સ્મરણમાં લાવે છે એ
સ્થિતપ્રજ્ઞ બની જાય છે.
કદાચ કમજોરીવશ જીવ અંતરમાં ઉઠતા તાજા રાગ-દ્વેષને પૂર્ણતઃ જીતી ન શકે તો પણ એ રાગ-દ્વેષનો રસ બને તેટલો અલ્પ થઈ જાય અને આત્મરુચિ બને તેટલી વિશેષ થાય અને રાગ-દ્વેષની રુચિ વધવા ન પામે એની ઉગ્ર તકેદારી રાખવી ઘટે.
©
વીતરાગતા અને આત્માનંદ સાધવાના આ અણમોલ અવસરમાં, રાગ સાધવાનું કરવું એ માટી મેળવવા માટે મણિ આપી દેવા જેવું છે. જીવને વીતરાગી શાંતિનો કોઈ પરિચય નથી એટલે રાગનું મહત્વ ને મમત્વ મનમાંથી ખસવા પામતું નથી.
©Þ
દિલ ક્યાં વહ્યું ગયું છે એ શાધખોળ કરીને એને પુનઃ સ્વભાવ તરફ વાળી લેવું એ પ્રતિક્રમણ છે. દિલ પારા જેવું છે. પકડવા જતાં સરી જાય એવું છે. પણ વારંવાર ખોવાય જતા દિલને ખોજી ખોજીને વારંવાર સ્વભાવ પ્રતિ વાળી દેવું એ જ કરણીય છે.
હે પ્રભુ ! ક્ષુદ્રઆશયવાન અમને તું પરમઆશયવાન બનાવ. અમારી ક્ષુદ્ર કામનાઓ અને પ્રાર્થનાઓ પ્રભુ તું માફ કરજે. માંગીએ એ તું ન આપીશ – પરંતુ અમારી યોગ્યતા અનુસાર તારે જે આપવું હોય
તે અમોને આપજે.
0
'સત્યમ્-શિવમ્-સુંદરમ્'ની અલૌકિક મસ્તી ક્યાં... અને વર્તમાન માનવનું વિષાદમયી જીવન ક્યાં... જીવન વિશે સાચ્ચા તત્ત્વજ્ઞાનથી માનવ વિછોડાય ગયેલ છે એનું જ આ પરિણામ છે. માનવ અનાત્મભાવોમાં વધુ રાચશે તો પરિણામ દુઃખદ જ આવવાનું છે.