SearchBrowseAboutContactDonate
Page Preview
Page 342
Loading...
Download File
Download File
Page Text
________________ સાધનાપથ અને આત્મજ્ઞાન ૩૩૩ સંયમનો ખરો અર્થ મર્યાદા થાય છે. સમ્યગુ-યમ થાય છે. અર્થાત્ સમ્યગુ નિયમન- સપ્રમાણ નિયમન. આત્મહિતની લાગેલ લગનીના પ્રમાણમાં ઉપાધિઓ સંક્ષેપી લેવી એનું નામ સંયમ છે. સ્વરૂ પસાધનામાં આવશ્યક એવો ત્યાગ સહજપણે સંભવે તે સંયમ. આત્મજ્ઞાન વિચારણાથી થતું નથી. સામાન્યતઃ જ્ઞાનનો ઉદ્ગમ વિચારણાથી થતો હોય; આપણે જ્ઞાનપ્રાપ્તિ માટે ગહન વિચારણામાં ઉતરીયે છીએ. પણ આત્મજ્ઞાનની વાત નિરાળી છેઃ તમામ વિચારણાઓ શમી જાય ત્યારે એ ઉગવાનો અવકાશ છે. સમજો તો સ્વબોધ થવો એ કાંઈ કપરું કાર્ય નથી. બીજા તમામ વિચારો શાંત થઈ જાય... ચેતના નિસ્તરંગ સરોવર જેમ સાવ ઠરી જાય... અને એક ક્ષણાર્ધમાં અંદરમાં પ્રકાશ થઈ જાય કે આ હું એમ પોતાની ખરી અસ્તિ સંવેદનમાં આવી જાય... સત્ય વિશેની તમામ વિભ્રાંતિ - બ્રાંત માન્યતાઓ . પરહરી દો... તો સહુ પામવાનો માર્ગ અત્યંત સુગમ થઈ રહેશે. બધી ભ્રાંત ધારણાઓ ફગાવી દો: શુન્યચિત્ત થઈ કેવળ ગહન પ્રતીક્ષા કરો. થશે તો કાર્ય એક ક્ષણમાં જ થશે. ગહન પ્રતીક્ષા જરૂરી છે. જDO પતિ દેશાવર ગયેલ હોય તો વિરહણી સતિનાર એના વાવડ-સમાચારની કેવી પ્રતીક્ષા કરે ? એમ શાંત-સ્તબ્ધ થઈ સતુને સમજવા માટે પરમ આતુર બની રહો. બીજું સઘળુંય ભાન વિસરી મધુર પ્રતીક્ષામાં મગ્ન મગ્ન રહો. એક કેવળ સત્ સિવાય બધું જ નિસ્સાર છે. પછી એ રજકણ હોય વા અખીલ બ્રહ્માંડનો વૈભવ હોય - બધું જ નિસ્સાર છે... હે આત્માર્થી ! તમે સર્વત્રથી લક્ષ હઠાવી . અતર્મુખ થઈ. સ્વબોધ પામવા પરમ આતુર બની રહો... જગત પ્રતિ આદરભાવ કે તિરસ્કારભાવ જેવું કશું ન રહે. અર્થાત જગતના કોઈ કરતા કોઈ ભાવ પ્રતિ આદર નહીંતે તિરસ્કાર પણ લવલેશ નહીં– એવી અનુપમદશા ઉદ્દભવે ત્યારે જીવ આત્મજ્ઞાનધ્યાનમાં એકાકાર થઈ શકે છે.
SR No.032464
Book TitleSadhnapath Ane Aatmgyan
Original Sutra AuthorN/A
AuthorRajubhai Laherchand Shah
PublisherRajubhai Laherchand Shah
Publication Year2005
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy