________________
સાધનાપથ અને આત્મજ્ઞાન
સ્વબોધ -શરીરથી ભીન્ન સ્વ-અસ્તિત્વનો બોધ થયા પછી દેહના કષ્ટોનો આત્મા જોનાર - જાણનાર બની જાય છે. સાધક મૃત્યુને જીતી જાય છે. દેહને ત્યજવો એ એને મન મોટી વસ્તુ નથી રહેતી : સામાન્ય ઘટના બની જાય છે...
૨૯
`પોતે શરીર નથી ’એ એક વાત : બીજી વાત ‘શરીર પોતાનું નથી.’ પોતાનું હોત તો પોતાની ધારણા મુજબ ચાલી શકતું હોત. તો જ્વર ન આવતો હોત, ઝાડા-ઉલ્ટી ન થતા હોત, પ્રસ્વેદ ન આવતો હોત, કે અન્ય વ્યાધિઓ ન થતા હોત. જે પોતાના વશમાં નથી એ પોતાનું કેમ કહી શકાય ?
`દેહ તે જ હું ’- એવો અધ્યાસ - એવી ભ્રાંતી જીવ અનાદિકાળથી સેવી રહ્યો છે. અનંતયુગોથી એ દેહની જ પૂજામાં પરોવાયેલો રહ્યો છે. વર્તમાનમાં પણ આ જીવને દેહની પૂજા જ પરમકર્તવ્ય ભાસે છે, અંદર વસેલા ચૈતન્યદેવની એને મુદ્દલ દરકાર નથી, આ કેવી મૂઢતા છે.!
70Þ
1
રક્તાદિ સાત ધાતુની બનેલી આ કાયાની કિંમત છે કે એમાં વસનારા અતુલ-મહિમામંડિત આત્મદેવની કિંમત છે? આત્મદેવ અલવિદા થઈ જાય તો આ દેહની કીંમત શું? ભાઈ, દેહ તો પાશેર રાખ છે – માટી છે, - માટીના પુતળામાં મોહી તું ભીતરના ભગવાનને ક્યાં ભૂલે ! 2
©`
આત્મા જ્ઞાનાનંદ સ્વરૂપ છે : જ્ઞાનાનંદમાં મગ્ન થવા માંગતા માનવે માટીના દેહની મૂર્છા ત્યજી દેવી ઘટે. એ અર્થે દેહનું વાસ્તવ મૂલ્ય સમજી લેવું ઘટે. ભાઈ, દેહતો માટીના કોડીયા તૂલ્ય છે. (દીપકની) જ્યોતની કિંમત છે કે ખાલી કોડીયાની ?
70`
આ કાયામાં કેવળ જીવ એકલો જ નથી વસતો... અન્ય અસંખ્ય જીવો આ કાયામાં વસેલા છે. વળી રોમે રોમે રોગના જંતુઓ છે. ભલા, શું મોહ કરવો આવી કાયાનો ? દેહની મિથ્યાસક્તિ ટાળીને જેટલો બને તેટલો વધુ ને વધુ આત્મ-અનુરાગ કેળવવા જેવો છે.
0
શરીર પરત્વેથી મારાપણાનો ભાવ જેણે મીટાવી દીધો છે – પુદ્ગલના એક અણુને પણ જે પોતાનો જાણતો નથી; તેજ ખરો કાર્યોત્સર્ગ’ કરી જાણે છે. કાર્યોત્સર્ગ એટલે કાયાના ભાનનું સંપૂર્ણ વિસ્મરણ - ‘કેવળ નીજ ચૈતન્યનું ભાન.’