________________
સાધનાપથ અને આત્મજ્ઞાન
નિર્દોષ થવાની જેને આત્મીય અભીપ્સા છે; એણે માત્ર જે નિર્દોષ હોય એવા જનનો જ સંગ કરવો ઘટે, બાકી તમામ સંગ પરિહરવા જોઈએ. એવા નિર્દોષ પુરુષનો સંગ જો લબ્ધ હોય તો એનો વધુમાં વધુ - મહત્તમ -લાભ લેવો ઘટે. બાકી તમામ સંગથી ઉદાસ થઈ જવું ઘટે.
૨૮
70
જ્ઞાની પુરૂષોએ - તમામ પ્રબુદ્ધપુરુષોએ સત્સંગને અમિત ફળદાયી કહ્યો છે. સત્સંગ કરતાં પણ અધિક મહત્વનું કાર્ય અસત્સંગ પરિહરવાનું છે. કદાચ એવો કોઈ સંગ પરિહરી ન શકાય એવી જ કોઈ સ્થિતિ હોય તો, એ પ્રત્યે અંતઃકરણથી તો સાવ ઉદાસીન જ થઈ જવું ઘટે છે.
©
સત્સંગ જેને રુચે છે એને સ્વભાવિકપણે જ એ સિવાયના કોઈ સંગ રૂચતા નથી. સત્સંગી સિવાય કોઈને મળવું રૂચતું નથી. પરિવારજનો પ્રત્યે પણ ઉદાસીનતા વર્તે છે તો બીજાની શી વાત ? જમ્યા વિના ચાલે પણ સત્સંગ વિના ન ચાલે એવી એની હ્રદયસ્થિતિ હોય છે.
770
જેનું પોતાનું મન પોતાના કાબૂમાં નથીઃ પોતે ચલાવવા ધારે એમ ચાલતું નથી ; તે બધા એક અર્થમાં પાગલ જ છે - અર્થાત એ સ્વસ્થ નથી : બિમાર છે. મન સંપૂર્ણપણે પોતાનું કહ્યું માનતું થાય ત્યારે જ માનવી સ્વસ્થ છે એમ કહી શકાય. આ અર્થમાં હજા૨ે - લાખે એકાદ માનવી
70×
શરીરને ભૂખ લાગી તો મને ભૂખ લાગી ઃ શરીરને તૃષા લાગી તો મને તૃષા લાગી : શરીર થાક્યું તો હું થાક્યો : શરીર બીમાર તો હું અસ્વસ્થ...એવી એવી અનુભૂતિ જેને થાય છે એણે સમજવું ઘટે કે હજું ‘દેહ તે હું’ - એવો દેહાધ્યાસ જીવંત છે.
©
શરીર ઉપરના વસ્ત્ર જેટલાં શ૨ી૨થી ભિન્ન સમજાય છે તેટલું જ શરીર પણ પોતાથી ભિન્ન કળાયભળાય ત્યારે દેહાધ્યાસ છૂટ્યો કહી શકાય. બાકી, દેહ તે હું’ એવો અધ્યાસ તો અનાદિથી ચાલ્યો આવે છે, - એમાંથી છૂટવું એટલું આસાન નથી.
0Þ
આત્મધ્યાન જ્યારે ચરમસીમાએ પહોંચે છે- અર્થાત પરિપૂર્ણ જામે છે...ત્યારે અન્ય કોઈનો દેહ જૂદો ભાસે એટલો પોતાનો દેહ પોતાથી ભિન્ન એક અલગ પદાર્થ રૂપે જણાય છે. દેહરૂપી દેવળ અને એમાં વસનાર દેવ બંન્ને અલગ અસ્તિત્વ જણાય છે.