________________
સાધનાપથ અને આત્મજ્ઞાન
કુટુંબીઓનો મનોરમ્ય મેળો મળ્યો હોય તો જીવ એમાં મોહાસિક્ત બની આત્મભાન સમૂળગુ વિસરી જાય છે. આ બધા અનિત્ય-સંયોગ છે.' એ એને સાંભળવું પણ ગોઠતું નથી. આત્મભાન વિસરાવું એ કેવો ઘોર અપરાધ છે – પણ !!
૨૮૫
જ્ઞાની કે અજ્ઞાની સર્વને નિયત પ્રારબ્ધ તો વેઠવું જ પડે છે. જ્ઞાની અંદરથીર નિર્લેપ રહી – ન્યારા રહી, એ પ્રારબ્ધ અલીનપણે – અદીનપણે ભોગવી જાણે છે. સારા પ્રરબ્ધના ઉદયમાં એ રાચતા નથી કે નઠારા ઉદયમાં એ દીન-હીન થતા નથી.
જીરું
અહીં....... અનંતઅનંત કાળ ચક્રો વિત્યા ને હજું ય વિતશે – પણ ચૈતન્યની સત્તા ન તો કદી નષ્ટ થવાની છે કે ન તો કદી ક્ષીણ થવાની છે. આવી અમરસત્તાને ભૂલી આપણે નશ્વરમાં કેટલા નિઃસીમ વ્યામોહીત ને વિમૂઢ થઈ જઈએ છીએ ?
70રૂ
-
અ....૨...૨.. મનોમંથનો અને તત્વ-અન્વેષણોના તપ તપી તપીને, જ્ઞાનીઓએ જે તથ્યો . ઝળહળતા સૂર્ય જેવા પ્રકાશમન્ત – દીઠા છે એ કેવળ નિષ્કામ-કરુણાથી આપણને પ્રતિબોધેલા છે... એને સમજવા આપણે બનતો પ્રયાસ પણ કરતા નથી !
–
70
કશું પણ ઈષ્ટ માની એને મેળવવાની મથામણ કે અનિષ્ટ માની એને ટાળવાની મથામણ એને જ્ઞાનીજનો આર્તધ્યાન – દુર્ધ્યાન કહે છે. એથી કેવળ આકુળતા સિવાય કશું મળતું નથી. એ આકુળતા જ પાપનું મૂળ છે.
©Þ
જે પ્રારબ્ધ જીવે ભોગવ્યે જ એનો છૂટકારો થવાનો છે એ પ્રારબ્ધને સહર્ષ સ્વીકારી લઈ, સહજભાવે – સમપરિણામે કાં ન ભોગવવું ? એને અતીપ્યારૂં ગણી લઈ કશીય રાવ-ફરીયાદ વિના ભોગવી લેવું એ પરમ ઉત્કૃષ્ટ તપ છે.
જગતની મોહિની કોઈપળેય ગફલતથી ગોથું ન ખવરાવી દે એ અર્થે ઉત્તમ જ્ઞાનીજનને પણ પ્રતિસમય તકેદારીથી જીવવું રહે છે, તો આપણી શી વાત ? જે અજાગૃત બને છે એ અમૂલ્ય આત્મધન ખોવે છે એમાં સંદેહ નથી.