________________
સાધનાપથ અને આત્મજ્ઞાન
રાગ અને દ્વેષ જ બંધનનું કારણ છે. રાગ હોય ત્યાં દ્વેષ પણ હોય જ. જેને કોઈ પ્રતિ રાગ છે એને કોઈ પ્રતિ દ્વેષ પણ હોવાનો જ. રાગ અને દ્વેષ એ એક જ સિક્કાની બે બાજું જેમ સાથે હોય છે. ભવનું બંધન રાગ અને દ્વેષથી જ છે. – એનાથી મુક્તિ એ જ મોક્ષ છે.
૪૮
આહાહા...વીતરાગી શાંતિનો જીવ એકવાર આસ્વાદ લે તો બસ... એનો રાગનો અનાદિનો પક્ષ ખતમ થયા વિના રહે નહીં. રાગ પછી મિત્રના સ્થાને ન રહેતા શત્રુ ભાસે છે. રાગ-દ્વેષથી પર થઈને વારંવાર વીતરાગી સ્વભાવ સંવેવાનું મન થયા કરે છે.
રાગી ઇચ્છે છે કે કોઈ મારામાં તન્મય – તલ્લીન થઈ જાય...કોઈ મારા ધ્યાનમાં લયલીન બની જાય...કાશ, જીવ પર પરત્વે આવી અપેક્ષા શા માટે ધરે છે ? વસ્તુતઃ પોતાની જ ચેતના, પોતા બાજું વાળી, પોતામાં તન્મય – તલ્લીન થઈ જાય તો જ અંતરતૃષા શમે એવું છે.
©Þ
જીવને જ્યાં સુધી સુખ માટે પર તરફ દૃષ્ટિ છે ત્યાં સુધી પરીતાપ ઉભો જ છે. રાગના મૂળમાં થા મારવો હોય તો પરમાં મારૂ સુખ' – એ માન્યતા જ મિથ્યા જાણી દૂર કરો. સુખ સ્વમાં છે. સુખ ભીતરમાં છે – બહાર ક્યાંય નથી; એ પરમતથ્ય હ્રદયગત કરી લ્યો.
70×
જ્યાંસુધી પરમાં સુખ છે એવી ભ્રાંતિ હ્રદયમાં પડેલી છે ત્યાં સુધી રાગ સાથે છૂટાછેડા નહીં લઈ શકાય અને વીતરાગી શાંતિથી સંબંધ જોડી નહીં શકાય. અહાહા...વીતરાગી શાંતિનો અનુભવ... એના વિના વ્રત, તપ, જપ ઇત્યાદિ તમામ સાધનાઓ બેકાર છે.
70
સુખ માટે બહાર ઝાંવા નાખવા એનું નામ ‘મિથ્યાત્વ'. જ્યાં જે નથી ત્યાં તે માનવું એનું નામ મિથ્યાત્વ છે. આ જીવ બહારમાં ઝાંવા નાખતો ક્યારે વિરમશે ? ભીતરના પરમસુખની એક જ ઝલક જો મળી જાય... જીવે સમગ્ર પુરુષાર્થ એ અર્થે જ ક૨વા જેવો છે.
સુખના અમીઝરણાં ક્યાં છે – બહારમાં કે ભીતરમાં ? એનો નિર્ણય જીવે પ્રથમ કરવા જેવો છે. જીવે ભીતરમાં તો કદી નજર પણ નથી નાખી ! બહારમાં માત્ર સુખાભાસ છે અને સાથોસાથ દુઃખોનો સમૂહ પણ છે – છતાં જીવ બહાર જ ખોજે છે એ કેવું દુઃખદાશ્ચર્ય છે ?