________________
સાધનાપથ અને આત્મજ્ઞાન
૩૪૩
આજનો માનવી કેટલી પાર વિનાની પંચાતો કરે છે ! એ દુનિયાભરની નવાજૂની ચર્ચા ડાહ્યો દેખાવા મથે છે. એને ખરેખર ડાહ્યા થવું નથી પણ ડાહ્યા દેખાવું છે ! દેખાવાની આ ભ્રામક ધૂન ખાતર એ દિનરાત વ્યર્થ વાતોમાં જ રચ્યો-પચ્યો રહે છે.
©`
આપણો આત્મા હળુકર્મી તો અનંતવાર થયો છે... હળવા કર્મના પ્રતાપે એ દેવલોકમાં પણ અનંતવાર જઈ આવ્યો છે. પણ... નિષ્કર્મી થવાની નેમ એણે કદી ધરી નથી. સકળકર્મથી વિમુક્ત એવી સિદ્ધદશાની
અભીપ્સા એના દિલમાં ઉગી નથી.
70
હકીકત એ છે કે નિર્વાણસુખનો કોઈ નમૂનો જીવે કદીયેય દિલભર આસ્વાદ્યો જ નથીઃ નિષ્કર્મી થવાની નેમ એ ક્યાંથી ધરી શકે ? જો એકવાર પણ નિવાર્ણસુખની નાની શી ઝાંખી જાણવા-માણવા પામે તો નિષે એની નીયત પલટાય જાય.
70
નિર્વાણસુખની ઝાંખી મળી શકે તો નિજસ્વરૂપના ધ્યાન દ્વારા જ મળી શકે તેમ છે. આથી જીવે પ્રથમમાં પ્રથમ કાર્ય કેવળ નીજસ્વરૂપની ભાળ પામવાનું કરવાનું છે. બીજા બધા અનુષ્ઠાનો કરવા કરતા ઉપયુક્ત કાર્ય જ સર્વ પ્રથમ' કરવું ઘટે છે. મુમુક્ષુની આ બુનિયાદી જરૂરિયાત છે.
0
સુખ ગમે ત્યારે પણ ઊપજે છે તો ભીતરમાંથી જ ઊપજે છે: એ બહારથી આવતુ દેખાય તો એ ભ્રાંતિ છે. સહજસુખ આપણો સ્વભાવ છે. ગુલાબમાંથી સુગંધ પ્રસરે એમ સહજતઃ આત્મામાંથી સુખ પ્રતિક્ષણ પ્રસરી રહ્યું છે. સુખ માટે માત્ર લક્ષ સ્વભાવ બાજુ વાળવવાનું છે.
©Þ
રાગ-દ્વેષ આદિ હ્રદયમાં ઉત્પન્ન જન થાય એવી પ્રખર જ્ઞાનદશા ખીલવી જાણવી એ ખરી આલોચના છે. રાગાદિની વ્યર્થતા અને વિનિપાતકતાનું એવું વિશદ્ભાન ખીલી આવે કે એને ઉત્પન્ન થવા અવકાશ જ ન બચે એ ખરેખરું પ્રાયશ્ચિત છે.
70
રાગ મારા સુખનું કારણ છે એવી મતિ એ મોટું મિથ્યાત્વ છે. એ મિથ્યાત્વ નિવારે નહીં અને આલોચના કર્યા કરે – વિકારનું પ્રાયશ્ચિત કર્યા કરે – તો એમ કોઈ કાળે ય રાગાદિ મૂળથી દૂર થાય નહીં. ‘રાગ મારા સુખનું નહીં પણ દુઃખનું કારણ છે.' – એવું સચોટ ભાન જોઈએ.