SearchBrowseAboutContactDonate
Page Preview
Page 351
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૨ સાધનાપથ અને આત્મજ્ઞાન ભગવાનની અનંત ભગવત્તા એ કઈ અલૌકિક - અદ્ભુત વસ્તુ છે એ જાણ્યા-પિછાણ્યા વિના ભજન કોનું ? અનંત ભગવત્તાને ભલીપેરે જાણતા-પિછાણતા, જીગરમાંથી જેનિરવધી અહોભાવની લાગણીઓ પ્રસ્ફુટે એ જ ૫૨મ ભક્તિ છે. NOG ભક્તિ કરવી નથી પડતી. – પ્રેમની માફક એ સહજ ઉદ્ભવી જાય છે. પ્રભુનો કે પરમગુરુનો મહિમા ચિત્તમાં છલકાય ત્યારે હ્રદય સહેજે આફ્રિન પુકારી ફીદાફીદા થઈ એ પરમ વિભૂતિ પ્રત્યે લળી-ઢળી જાય છે એ તત્ત્વતઃ ભક્તિ છે. ©` સંસારી જીવને... કોઈ સુંદર યુવતિ જોતા એની સ્તવના કરવાનું શીખવવું પડે છે ? કે હ્રદય સ્વતઃ સ્તવનામાં સરી જાય છે ? એમ ગુણના પ્રેમી જીવો ક્યાંય રૂડી ગુણીયલતા જુએ કે સ્વતઃ એની સ્તવનામાં સરી પડે છે – એ કાંઈ શીખવવાનું ન હોય. 70` ધનના રુચિવાન જીવને જેમ ધનિકની વાર્તામાં ૫૨મરસ ઉછળે છે - યુવાહ્રદયને જેમ પ્રેમની વાર્તા સુણતા રોમાંચ ઉદ્ભવે છે - એમ ધર્માત્મા જીવને સંત-સાધુની કથામાં ગહનરુચિ સ્વભાવતઃ' *રાયમાન થતી હોય છે. -70Þ ભક્તિની ગહેરાઈને પામવા મથ - હે ભવ્ય જીવ - ભક્તિની અતળ ગહેરાઈને પિછાણ, સાચા પ્રેમમાં જેવી અગાધ ગહેરાઈ છે એવી અનંત અગાધ ગહેરાઈ ભક્તિમાં છે. ગહન અંતરાળમાંથી ઉદ્ભવતી સહજ ભક્તિધારામાં છે : જે ભક્તને ભગવાન બનાવી દે છે. 70× આ દેહ તો ખરેખર એક મુઠ્ઠી રાખની ઢગલી છે. ખોળીયાની ઓળખ એ આત્માની ઓળખ નથીઃ પણ સગા-સંબંધી સૌ મૂઢ છે. એ ખોળીયાને જ જૂએ - રૂએ છે. આપણા આત્માથી કે આત્માના અનંતહિતથી કોઈને કાંઈ નિસ્બત જ નથી. 70T તમારો સમાજ તો તમારા વૈભવ-કીર્તિને જ ઓળખે છે. તમે રખે ય વિભ્રમમાં ન રહશોઃ તમને ખુદને અર્થાત્ તમારી શાશ્વત અસ્તિને ઓળખનારૂ કોઈ નથી. તમારી કોને પડી છે ? જન્નતમાં જાવ કે જહન્નમમાં જાવ – તમારી કોઈને પડી નથી.
SR No.032464
Book TitleSadhnapath Ane Aatmgyan
Original Sutra AuthorN/A
AuthorRajubhai Laherchand Shah
PublisherRajubhai Laherchand Shah
Publication Year2005
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy