SearchBrowseAboutContactDonate
Page Preview
Page 350
Loading...
Download File
Download File
Page Text
________________ સાધનાપથ અને આત્મજ્ઞાન ૩૪૧ માનવી ગર્વમાં ગુલતાન થઈ ફરે છે ત્યારે ભૂલી જાય છે કે ગર્વ તમામ પલકારામાં ગાયબ થઈ જાય એવી અણચિંતવી આપદા આવી શકે છે. રૂપનો, બળનો, આરોગ્યનો ઇત્યાદિ પ્રકારનો મદ સેવે છે પણ એ સઘળાની વિનશ્વરતા લગીર લક્ષગત કરતો નથી ! 0 જીવને કૃતાર્થતા – જીવનની ખરેખરી સાર્થકતા – પામવાનો ઉપાય તો સાવ નિરાળો જ છેઃ અને જીવ તદર્થ જે કાંઈ ઉપાયો કરે છે એ તદ્દન અલગ જ છે. જીવનનું ખરૂ સૌભાગ્ય શું છે ? જીવ ઠરીને સાચા ઉપાયને વરે નહીં ત્યાં સુધી મહાન કૃતાર્થદશા સંભવ નથી. હે પરમ આત્મા ! તું નથી કોઈનો પુત્ર કે નથી કોઈનો બાપઃ નથી કોઈનો પતિ કે નથી કોઈની પત્નીઃ કોઈનો શેઠ કે કોઈનો ગુરૂ ય નથી કે કોઈનો સેવક યા શિષ્ય પણ નથી. એ બધી ભ્રામક ધારણાઓ ભૂલી જા - તું તો ‘શુદ્ધચૈતન્યજ્યોત' સિવાય કશું નથી. પરમાર્થદૃષ્ટિથી પ્રેક્ષતા... જીવને કોઈ બંધ-સંબંધ નથી. જીવનું મૂળભૂત સ્વરૂપ ત્રિકાળ નિબંધમુક્તગગન જેવું છે. જીવને કોઈથી કંઈ જ લેણાદેણી નથી. જો મર્મ પામી શકે તો જીવ આ પળે જ શીવ સમાન ને શુદ્ધ-બુદ્ધ છે. 70 મારા પ્રભુ તમને કોણે કહ્યું કે તમે પુરુષ છો કે યા તમે સ્ત્રી છો ? ખોળીયાની ઓળખ એ કાંઈ તમારી ખૂદની ખરી ઓળખ નથી. તમે ખોળીયાથી તદ્દન ન્યારી એવી અદ્ભુત ચૈતન્યજ્યોત છો. તમે સ્ત્રીપુરૂષ કે નપુંસક છો એ વાત જ ભૂલી જાઓ. તમે તો ત્રિકાળવર્તી ચૈતન્યમૂર્તિ છો. હે પરમાત્મા (પરમ આત્મા)... તમે પર-આત્માને તો ખૂબખૂબ ઉપાસ્યા. હવે પોતાના ૫૨માત્માને અર્થાત્ સ્વને પિછાણો... તમે તો ભગવત્સ્વરૂપ છો... તમારા એ અંતર્યામિને આરાધો અને ભીતરમાં ધરબાયેલી અનંતશક્તિનો આવિષ્કાર કરો. 1801 આખું જગત ધર્મ ધર્મ લવ્યા કરે છે. પણ, ઘર્મનો મર્મ લગીરે ય જાણતું નથી. એ મર્મ પામવા તો મહાસાગરના મંથન કરવા જેવી આકરી વિમાસણો કરવી પડે. મર્મ શું ? ગહન મર્મ શું ? એવી અનવરત તલાસ જામે તો મર્મ કળી શકાય.
SR No.032464
Book TitleSadhnapath Ane Aatmgyan
Original Sutra AuthorN/A
AuthorRajubhai Laherchand Shah
PublisherRajubhai Laherchand Shah
Publication Year2005
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy