________________
૩૪૦
સાધનાપથ અને આત્મજ્ઞાન
જીવ પોતે વિકારગ્રસ્ત હોય જ્ઞાનીને પણ વિકારી કલ્પી લે છે. પોતાની જેવી વૃત્તિ હોય એવા વૃત્તિવાન એ બધાને કલ્પી લે છે. પોતે હીનવૃત્તિ હોય, બીજાની પરમોદાત્ત વૃત્તિની પિછાણ કે ઝાંખી એને મહપ્રાયઃ થતી નથી.
05
માનવીનું જીવન એટલે એક વ્યર્થ ખોજ. જ્યાં જે નથી ત્યાં તેની તંતભરી તલાસ. જ્ઞાનીઓ ખોજની દિશા નિરાળી સૂચવે છે. પણ જીવનો તંત એવો તીવ્ર છે કે નિરાળી દિશા ભણી નજર દોડાવવાય એ તત્પર થતો નથી ત્યાં...
ખૂબખૂબ ઠરીને... પ્રશાંતધીરભાવે... વ્યતીત જીવનની અગણિત ઘટનાઓને સ્મરણમાં લાવે તો માનવીને અવશ્ય વિશભાન લાધે કે કેવા કેવા વિકરાળ અજ્ઞાનના પોતે પોષણ કર્યા છે – વાત ખૂબખૂબ ઠરીને અતીતકાળ નિહાળવાની છે.
ગઈ કાલે જે અમાપ મૂલ્યવાન ભાસતું હતું એ આજ સાવ નિર્મૂલ્ય પણ ભાસી શકે છે. ગઈ કાલે જેની ખાતર આકરા ક્લેશ-સંક્લેશો કર્યા હતા એ આજ સાવ નિરર્થક પણ ભાસી શકે છે – જો ઠરીને વ્યતીત જીંદગીના સ્મરણ વિલોકવામાં આવે.
-
-0T
કોઈને ઉપદેશ આપવાનો પ્રસંગ ઉપસ્થિત થાય તો શ્રવણ કરનાર આત્માની રુચિ ખાસ ચીવટથી ચકાસવી. સાંભળનારને ઉલ્ટી સતુની અરુચિ પેદા થાય કે કંટાળો પેદા થાય એવું ન બને તેની સદૈવ તકેદારી રાખવી ઘટે. એવું જણાય તો મૌન જ રહેવું ઘટે.
©`
સામાનો ગેરવર્તાવ એ એનો ગૂનો છે. - એ એ જાણે - પણ એ પ્રતિ ગુસ્સો પ્રગટવો એ આપણો અપરાધ છે. – આપણો અવગુણ છે. ભાતભાતની પ્રકૃત્તિના જીવો ભાતભાતનું વર્તન-વલણ દાખવે. સાધકે તો રૂડી મધ્યસ્થભાવના ધરી રાખવી ઘટે.
0
સાધકે તો ઘુંટીઘુંટીને ધર્મવીરત્વ એવું અવગાઢ આત્મસાત કરી લેવું ઘટે કે ગમે તેવી કપરામાં કપરી કસોટીની વેળા આવે તો પણ આત્મા કાયર ન બને - હતાશ ન બને. કસોટી કાળે પણ પોતાની સહજાત્મદશા એવી ને એવી જ અકબંધ જાળવી શકે.