________________
૨૧૩
સાધનાપથ અને આત્મજ્ઞાન
ભાઈ ! દઢપણે જાણે કે તારા સુખ-દુઃખ ખાસ કરીને મનઃસ્થિતિને કારણે છેઃ નહીં કે સંયોગોના કારણે. સંયોગો એનો એ જ હોવા છતાં, વારંવાર તારી મનોદશા પલટાય છે એમ સુખ-દુઃખમાં વધારો ઘટાડો થયા કરે છે ને ? મનોદશા જ સુખ-દુઃખનું કારણ છે.
ખરેખર સુંદર શું છે એ નક્કી કરી શકવાની અસંયત મનની ગુંજાયશ જ નથી. આપણું મને તો ચમાર જેવું છે એ ચામડાના સૌંદર્યને જ દેખી-પેખી શકે છે. ગુણીયલતા, ખાનદાની આદિ આંતરિક સૌંદર્ય જોવા જાણે આપણી પાસે હૃદય જ નથી !
જs બાહ્યસૌદર્યથી અભિભૂત થયેલી દુનિયા નેકદિલ'નાં સૌંદર્યને નિહાળવા અંધ જ છે. સુંદર સ્તનનો સૌને ખપ છેઃ સુંદર મનનો ખપ કોઈને જણાતો નથી. દરિયાવ દિલના ખપ કોઈને છે ? રૂ૫ ખાતર પ્રેમસંબંધ બાંધનારા પ્રાયઃ થોડા કાળમાં જ પસ્તાય છે, પણ...
જON પ્રત્યેક વ્યક્તિ અંતરંગથી રહસ્યસભર છે. એકબીજા વરસોથી સાથે રહેવા છતાં, કોઈ કોઈના અંતરંગને પિછાણી-સમજી શકતા નથી કે એ અર્થે ખાસ પ્રયત્ન પણ કરતા નથી. આથી હસવા મળવા છતાં કોઈ કોઈના ઊંડા હાર્દના સૂર સાંભળવા-સમજવા પામતા નથી.
ઘણીવાર બહારથી આપણને સાવ મામૂલી દેખાતો માનવી અંતરથી અસાધારણ ભાવમયી હોય છે-નેબહારથી બહું આડંબર કરતો બોલકો માણસ અંદરથી સાવ દરિદ્ર પણ હોય છે. માણસના અંત:કરણને પિછાણવા એવી ગહનદષ્ટિ ને ગંભીરતા જોઈએ છે.
પ્રત્યેક કાળમાં સાચા આત્મપ્રવણ પુરુષોને, એની નજદીક રહેનારાઓ પણ યથાર્થરૂપે પારખી શકતા નથી. આત્મપ્રવણ પુરુષોના દિલ તો દરિયા જેટલા વિશાળ ને ગંભીર હોવા છતાં...એવા પાત્ર જીવ વિના એ દિલ ખુલતા-ખીલતા નથી.
જ્ઞાનીના હાર્દની ભવ્યતાનો તાગ ન પામી શકે તો એ જીવ પામ્યો છતાં જ્ઞાનીને પામ્યો નથી. એમ કેટલીકવાર સાવ સાદા વેશમાં – સાદા લેબાસમાં કોઈ આત્મજ્ઞાની મળી જાય તો એને પિછાણવા અસંભવપ્રાય જ બની રહે છે...જીવ એવી આંતરસૂઝ લાવે ક્યાંથી ?