________________
સાધનાપથ અને આત્મજ્ઞાન
૨.૧છે.
હે જીવ! જ્ઞાની સાથે આત્મિયતાનો નાતો તું બાંધી શકે તો તને બે બાજુથી લાભ છે. એક તો તારી આત્માર્થીતા પૂરબહારમાં ખીલી જશે અને બીજું તને જગતમાં કોઈ મારૂં ખરૂં આપ્તજન છે એવો પ્રગાઢ અહેસાસ થતાં નિર્મળ પ્રેમની તારી નિગૂઢની ભૂખ સંતોષાશે.
જ્ઞાનીના સમાગમમાં જીવને પોતાના અતીત જીવનની અસંખ્ય ભ્રાંતિઓનું ભાન જાગે છે. પોતે કેવા ખ્યાલો ને ખ્વાબો ધરાવતો હતો ને સત્ય કેટલું એથી દૂર-સુદૂર હતું એનું હૃદયંગમ ભાન પ્રગટે છે... આથી પોતાનું મિથ્યાભિમાન સહજતયા ગળી જવા પામે છે.
જીવને અમાપ વેડે પીડે છે તો એ પોતાનું મિથ્યાભિમાન' જ વેડે છે. મિથ્યા ઘમંડના વેગમાં જીવ કેવા કેવા રાગ-દ્વેષો કરી બેસે છે – કેવા તંત અને તોફાન કરી બેસે છે – એનું હૃદયવેધક ભાન પ્રજ્જવલીત થાય તો જીવ ઘણો નમ્ર અને સૌમ્ય બની જાય.
મિથ્યાભિમાનના પ્રચંડ વેગમાં જીવે કદી પોતાની ભૂલ જોઈ જ નથી. પોતે ભૂલી શકે, એવી કલ્પનાને પણ અવકાશ નથી રાખ્યો. વેગમાં ને વેગમાં વિવેકસ્મૃત થઈ ન કરવા જોગા આકરા કપાયો જીવે કલ્પનાતીત કર્યા છે – અને બેસુમાર કર્મ બાંધ્યા છે.
ભૂલોનું યથાર્થ ભાન પ્રગટવું પણ મહાન સૌભાગ્યની નિશાની છે. જે જીવ આકરા કર્મબંધનોમાંથી છૂટવા તલસતો હોય એણે ભૂલને અણદીઠ કર્યું નહીં ચાલે. શાંત બેઠા હોય ત્યારે જીવનની તમામ ભૂલો ચિત્રપટની જેમ નજર સમક્ષ તરવરવી ઘટે.
ભૂલોનું પરિશોધન થવું ઘટે – કે ભૂલ થવાનું મૂળ કારણ શું? માત્ર પશ્વાતાપ કરે નહીં ચાલે – ભૂલ કેમ સંભવી એ ગજવું પડશે. અજ્ઞાનના કારણે ભૂલ જન્મેલી કે જાણીબૂઝીને જીવે ભૂલો કરેલી ? રુચિથી કરેલી કે મજબૂરીથી ? ઇત્યાદિ ગહેરાઈમાં જવું પડશે.
ગહેરાઈમાં જશો તો માલૂમ થશે કે, જે કાર્યનો આપણે પશ્વાતાપ કરતા હોઈએ છીએ એ કાર્યની સૂચિ તો હ્રદયમાં – વરસોથી ખેદ કરવા છતાં – એવી ને એવી જ છે. રુચિ ક્ષય કે ક્ષીણ કરવા આપણે યત્ન કરતા નથી એથી જ હજારોવાર એની એ ભૂલ સંભવ્યા કરે છે.