SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૧ સાધનાપથ અને આત્મજ્ઞાન તમે નહીં માનો – પણ – ધરતીમાતાને ઉઘાડા પાપીઓનો ભાર નથી સાલતો એટલો ભાર દંભી ધર્મીઓનો સાલે છે. અરે જીવો ! દંભી થવાના કારણે જ આપણી મુક્તિ આટલી દુર્ગમ અને દૂર થઈ ચૂકી છે...એમ નિઃસંદેહ જાણો, આથી વિશેષ કેટલું કહીએ ? ભાઈ ! જીવનમાંથી જો નિર્મળ કરી શકાય તો દંભને અખીલ જીવનમાંથી નિર્મળ કરી દેવા જેવો છે. ગમે તે ભોગે પણ નિર્દભ જીવન જીવાશે તો સરવાળે એ મહાલાભનું જ કારણ બની રહેશે...જીવન ઘણું હળવું ફૂલ જેવું ને પ્રસન્ન અવશ્ય બનશે. સાચે જ દંભ જેવો કોઈ દુર્ગુણ નથી અને સરળતા સમો કોઈ સદ્ગુણ નથી. સરળતા વિશે આગળ ઘણું કહેશું સરળતા એ સાધકજીવનનો સર્વથી મહાન ગુણ છે. સરળતા છે ત્યાં સિદ્ધિ ઘણી સમીપ છે. સરળતા એ તો પાયાની પાત્રતા છે. અહાહા...ગાફેલપણામાં તો અનંતકાળ વીત્યો...જીવ, એકવાર તો સુપેરે જાગૃત થા. તારા દીદાર ફરી જશે. એવી અપૂર્વ રૂડી આત્મદશા થશે કે તું દુર્લભતોષને પામી કૃતાર્થ થઈ જઈશ. જાગૃત રહેવાના શ્રમનું ફળ અનેકગણું અધિક દેખી તું ભાવવિભોર થઈ શકીશ. ભોગપરસ્ત જીવન જીવવામાં... ક્ષણમાં તમે આકાશે વિહરી, પાછા ક્ષણમાં જ ઊંડી ખીણમાં પટકાય જાઓ. – ક્ષણ પહેલાં જ્યોતિર્મય જેવો ભાસતો રાહ, ક્ષણમાં જ કાતીલ અંધારાથી છવાય રહે. – હર્ષોન્માદ ક્ષણમાં જ હતાશામાં પરિણમી જાય. યોગના માર્ગમાં એવો હર્ષોન્માદ નથી, પણ ત્યાં ક્ષણક્ષણમાં આશા-હતાશાના હૂમલા પણ નથી. ધ્રુવસીખની ધારા છે - સ્થિર સુખનો અખ્ખલિત ભોગવટો છે. ભોગના માર્ગ જેવી અવનતિનો ભય નામ સુદ્ધાં આ માર્ગમાં નથી. જDS જે ક્ષણિક ભોગની ભરમાર પાછળ દુઃખ અનાયાસ આવી આવીને ઉભું રહી જ જતું હોય એવા સુખને જ્ઞાનીઓ ‘સુખ' કહેતા જ નથી. અલ્ય લાભની પછવાડે અધિક હાની હોય એને ઉપલબ્ધિ કોણ વિબુધજન કહે ?
SR No.032464
Book TitleSadhnapath Ane Aatmgyan
Original Sutra AuthorN/A
AuthorRajubhai Laherchand Shah
PublisherRajubhai Laherchand Shah
Publication Year2005
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy